ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી · 13 મે, 2025

ઓમ શાંતિ · BapDada · 13 મે, 2025

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી13 મે, 2025 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

13.05.2025
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - અનેક દેહધારીઓ સાથે પ્રીત કાઢી એક વિદેહી બાપ ને યાદ કરો તો તમારાં બધાં અંગ શીતળ થઇ જશે”
પ્રશ્ન :- જે દૈવીકુળ નાં આત્માઓ છે, તેમની નિશાની શું હશે?
ઉત્તર :- દૈવીકુળ વાળા આત્માઓ ને આ જૂની દુનિયાથી સહજ જ વૈરાગ્ય હશે. ૨. તેમની બુદ્ધિ બેહદ માં હશે. શિવાલય માં ચાલવા માટે તેઓ પાવન ફૂલ બનવાનો પુરુષાર્થ કરશે. ૩. કોઇ આસુરી ચલન નહીં ચાલશે. ૪. પોતાનો પોતામેલ રાખશે કે કોઇ આસુરી કર્મ તો નથી થયું? બાપ ને સાચું સંભળાવશે. કંઈ પણ છુપાવશે નહીં.
ગીત :- ન વો હમ સે જુદા હોંગે...

ઓમ શાંતિ ! હમણાં આ છે બેહદ ની વાતો. હદ ની વાતો બધી નીકળી જાય. દુનિયામાં તો અનેકો ને યાદ કરાય છે, અનેક દેહધારીઓ સાથે પ્રીત છે. વિદેહી એક જ છે, જેમને પરમપિતા પરમાત્મા શિવ કહેવાય છે. તમારે હવે એમની સાથે જ બુદ્ધિ નો યોગ જોડવાનો છે. કોઈ દેહધારી ને યાદ નથી કરવાનાં. બ્રાહ્મણ વગેરે જમાડવા આ બધાં થયા કળયુગ નાં રીત-રિવાજ. ત્યાં નાં રીત-રિવાજ અને અહીં નાં રીત-રિવાજ બિલકુલ અલગ છે. અહીં કોઈ પણ દેહધારી ને યાદ નથી કરવાનાં. જ્યાં સુધી તે અવસ્થા આવે ત્યાં સુધી પુરુષાર્થ ચાલતો રહે છે. બાપ કહે છે જેટલું થઈ શકે જૂની દુનિયાનાં જે થઈને ગયાં છે કે જે છે તે બધાને ભૂલી જવાનું છે. આખો દિવસ બુદ્ધિમાં આ જ ચાલે, કોને શું સમજાવાનું છે. બધાને બતાવવાનું છે કે આવીને વિશ્વ નાં ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય ને સમજો, જેને કોઈ પણ નથી જાણતું. પાસ્ટ (ભૂતકાળ) અર્થાત્ ક્યારથી શરુ થયું? પ્રેઝન્ટ (વર્તમાન) હમણાં શું છે? શરુ થયું છે સતયુગ થી. તો સતયુગ થી લઈને હમણાં સુધી અને ફ્યુચર (ભવિષ્ય) શું થવાનું છે - દુનિયા બિલકુલ નથી જાણતી. આપ બાળકો જાણો છો એટલે ચિત્ર વગેરે બનાવો છો. આ છે મોટું બેહદ નું નાટક. તે જુઠ્ઠા હદ નાં નાટક ખૂબ બનાવે છે. સ્ટોરી (કથા) બનાવવા વાળા અલગ હોય છે અને નાટક ની સીન-સીનેરી બનાવવા વાળા બીજા હોય છે. આ બધાં રહસ્ય હમણાં તમારી બુદ્ધિમાં છે. હમણાં જે કંઈ જુઓ છો તે નહીં રહેશે. વિનાશ થઇ જશે. તો તમારે સતયુગી નવી દુનિયાનાં સીન-સીનેરી ખૂબ સારાં દેખાડવા પડે. જેમ અજમેર માં સોનાની દ્વારિકા છે, તો તેમાંથી પણ સીન-સીનેરી લઈને નવી દુનિયા અલગ બનાવીને પછી દેખાડો. આ જૂની દુનિયાને આગ લાગવાની છે, આનો પણ નક્શો તો છે ને? અને આ નવી દુનિયા ઈમર્જ થઈ રહી છે. એવાં-એવાં વિચાર કરી સારી રીતે બનાવવો જોઈએ. આ તો તમે સમજો છો. આ સમયે મનુષ્યો ની બુદ્ધિ બિલકુલ જ જેમ પત્થરબુદ્ધિ છે. કેટલું તમે સમજાવો છો તો પણ બુદ્ધિ માં બેસતું નથી. નાટક વાળા સુંદર સીન-સીનેરી બનાવે છે, એવાં કોઈ થી મદદ લઇ સ્વર્ગ નાં સીન-સીનેરી ખૂબ સારા બનાવવા જોઈએ. તે લોકો આઈડિયા (અભિપ્રાય) સારી આપશે. યુક્તિ બતાવશે. તેમને સમજાવીને એવાં સરસ બનાવવા જોઈએ જે મનુષ્ય આવીને સમજે. બરાબર સતયુગ માં તો એક જ ધર્મ હતો. આપ બાળકોમાં પણ નંબરવાર છે જેમની ધારણા હોય છે. દેહ-અભિમાની બુદ્ધિ ને છી-છી કહેવાય છે. દેહી-અભિમાની ને ગુલ-ગુલ કહેવાય છે. હમણાં તમે ફૂલ બનો છો. દેહ-અભિમાની રહેવાથી કાંટા નાં કાંટા રહી જાય. આપ બાળકોને તો આ જૂની દુનિયાથી વૈરાગ્ય છે. તમારી છે બેહદની બુદ્ધિ, બેહદ નો વૈરાગ્ય. આપણને આ વેશ્યાલય થી બહુજ નફરત છે. હમણાં આપણે શિવાલય જવા માટે ફૂલ બની રહ્યાં છીએ. બનતાં-બનતાં પણ જો કોઈ એવી ખરાબ ચલન ચાલે છે તો સમજાય છે આમનામાં હમણાં ભૂત ની પ્રવેશતા છે. એક જ ઘર માં પતિ હંસ બની રહ્યો છે, પત્ની નથી સમજતી તો ડિફિકલ્ટ (મુશ્કેલી) થાય છે. સહન કરવું પડે છે. સમજાય છે આમની તકદીર માં નથી. બધા તો દૈવીકુળ નાં બનવા વાળા નથી, જે બનવા વાળા હશે તે જ બનશે. ઘણા ની ખરાબ ચલન નાં રિપોર્ટ આવે છે. આ-આ આસુરી ગુણ છે એટલે બાબા રોજ સમજાવે છે, પોતાનો પોતામેલ રાત નાં જુવો કે આજે કોઈ પણ આસુરી કામ તો અમે નથી કર્યું? બાબા કહે છે આખાં જીવન માં જે ભૂલો કરી છે, તે બતાવો. કોઈ કઠોર ભૂલ કરે છે તો પછી સર્જન ને બતાવવામાં લજ્જા આવે છે કારણકે ઈજ્જત જશે ને? નહીં બતાવવાથી પછી નુકસાન થઈ જાય. માયા એવો થપ્પડ મારે છે જે એકદમ સત્યાનાશ કરી દે છે. માયા ખૂબ જબરજસ્ત છે. ૫ વિકારો પર જીત મેળવી નથી શકતા તો બાપ પણ શું કરશે!

બાપ કહે છે - હું રહેમદિલ પણ છું, તો કાળો નો કાળ પણ છું. મને બોલાવે જ છે પતિત-પાવન આવીને પાવન બનાવો. મારું નામ તો બંને છે ને! કેવો રહેમદિલ છું, પછી કાળો નો કાળ છું, તે પાર્ટ હમણાં ભજવી રહ્યો છું. કાંટા ને ફૂલ બનાવે છે તો તમારી બુદ્ધિમાં તે ખુશી છે. અમરનાથ બાપ કહે છે તમે બધી પાર્વતીઓ છો. હમણાં તમે મામેકમ્ યાદ કરો તો તમે અમરપુરી માં ચાલ્યા જશો. અને તમારા પાપ નાશ થઈ જશે. તે યાત્રા કરવાથી તમારા પાપ નાશ તો થતાં નથી. આ છે ભક્તિમાર્ગ ની યાત્રાઓ. બાળકો થી આ પ્રશ્ન પણ પૂછે છે કે ખર્ચો કેવી રીતે ચાલે છે? પરંતુ એવાં કોઈ સમાચાર આપતા નથી કે અમે આ રેસ્પોન્ડ કર્યો. આટલાં બધા બાળકો, બ્રહ્માની ઔલાદ (સંતાન) બ્રાહ્મણ છીએ તો આપણે જ પોતાનાં માટે ખર્ચો કરીશું ને? રાજાઈ પણ શ્રીમત પર આપણે સ્થાપન કરી રહ્યાં છે પોતાનાં માટે. રાજ્ય પણ આપણે કરીશું. રાજયોગ આપણે શીખીએ છીએ તો ખર્ચો પણ આપણે કરીશું. શિવબાબા તો અવિનાશી જ્ઞાન-રત્નો નું દાન આપે છે, જેનાથી આપણે રાજાઓનાં રાજા બનીએ છીએ. બાળકો જે ભણશે તે જ ખર્ચો કરશે ને? સમજાવવું જોઈએ અમે પોતાનો ખર્ચો કરીએ છીએ, અમે કોઈ ભીખ કે ડોનેશન (દાન) નથી લેતાં. પરંતુ બાળકો ફક્ત લખી દે છે કે આ પણ પૂછે છે એટલે બાબાએ કહ્યું હતું જે-જે આખાં દિવસ માં સર્વિસ (સેવા) કરે છે તે સાંજે પોતામેલ બતાવવો જોઈએ. તેની પણ પીઠ હોવી જોઈએ. બાકી આવે તો અનેક છે. તે બધી પ્રજા બને છે, ઊંચું પદ પ્રાપ્ત કરવાવાળા ખૂબ થોડાં છે. રાજાઓ થોડાં હોય છે, સાહૂકાર પણ થોડાં બને છે. બાકી ગરીબ ખૂબ હોય છે. અહીં પણ એવું છે તો દૈવી દુનિયામાં પણ એવું હશે. રાજાઈ સ્થાપન થાય છે, તેમાં નંબરવાર બધા જોઈએ. બાપ આવીને રાજયોગ શીખવાડી આદિ સનાતન દૈવી રાજધાની ની સ્થાપના કરાવે છે. દૈવી ધર્મ ની રાજધાની હતી, હમણાં નથી. બાપ કહે છે હું ફરી સ્થાપના કરું છું. તો કોઈને સમજાવવાં માટે ચિત્ર પણ એવાં જોઈએ. બાબાની મોરલી સાંભળશે, કરશે. દિવસે-દિવસે કરેક્શન (સુધાર) તો થતું રહે છે. તમે પોતાની અવસ્થા ને પણ જોતા રહો કેટલી કરેક્ટ (સુધાર) થતી જાય છે. બાપ આવીને ગંદકી થી કાઢે છે, જેટલું જે અનેકો ને કાઢવાની સર્વિસ કરશે એટલું ઊંચ પદ મેળવશે. આપ બાળકોએ તો એકદમ ક્ષીરખંડ થઇને રહેવું જોઈએ. સતયુગ થી પણ અહીં બાપ તમને ઊંચા બનાવે છે. બાપ ઈશ્વર ભણાવે છે તો તેમને પોતાનાં ભણતર નો જલવો (પ્રદર્શન) દેખાડવાનો છે ત્યારે તો બાપ પણ કુરબાન જશે. દિલ માં આવવું જોઈએ - બસ, હવે તો અમે ભારત ને સ્વર્ગ બનાવવાનો ધંધો જ કરીશું. આ નોકરી વગેરે કરવી, તે તો કરતા રહેશો. પહેલાં પોતાની ઉન્નતિ તો કરીએ. છે ખૂબ સહજ. મનુષ્ય બધુંજ કરી શકે છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતા રાજાઈ પદ મેળવવાનું છે એટલે રોજ પોતાનો પોતામેલ કાઢો. આખાં દિવસ નો ફાયદો અને નુકસાન કાઢો. પોતામેલ નથી કાઢતા તો સુધરવું ખૂબ મુશ્કેલ છે. બાપ નું કહેવું માનતા નથી. રોજ જોવું જોઈએ - કોઈને અમે દુઃખ તો નથી આપ્યું? પદ ખૂબ ઊંચુ છે, અથાહ કમાણી છે. નહીં તો પછી રડવું પડશે. રેસ (હરીફાઈ) હોય છે ને? કોઈ તો લાખો રુપિયા કમાઈ લે છે, કોઈ તો કંગાળ નાં કંગાળ રહી જાય છે.

હમણાં તમારી છે ઈશ્વરીય રેસ, આમાં કોઈ દોડ વગેરે નથી લગાવવાની ફક્ત બુદ્ધિ થી પ્યારા બાબા ને યાદ કરવાનાં છે. કાંઈ પણ ભૂલ થાય તો ઝટ બતાવવું જોઈએ. બાબા અમારા થી આ ભૂલ થઇ. કર્મેન્દ્રિયો થી આ ભૂલ કરી. બાપ કહે છે રોંગ-રાઈટ (ખરું-ખોટું) તો વિચારવાની બુદ્ધિ મળી છે તો હવે રોંગ કામ નથી કરવાનું. રોંગ કામ કરી દીધું તો બાબા તોબા-તોબા, ક્ષમા કરજો કારણકે બાપ હમણાં અહીં બેઠાં છે સાંભળવા માટે. જે પણ ખોટું કામ થઈ જાય તો તરત બતાવો કે લખો - બાબા, આ ખોટું કામ થયું તો તમારું અડધું માફ થઈ જશે. એવું નહીં કે હું કૃપા કરીશ. ક્ષમા કે કૃપા પાઈ ની પણ નહીં થશે. બધાએ પોતાને સુધારવાનાં છે. બાપ ની યાદ થી વિકર્મ વિનાશ થશે. પાસ્ટ નું પણ યોગબળ થી કપાતું જશે. બાપ નાં બનીને પછી બાપ ની નિંદા નહીં કરાવો. સદ્દગુરુ નાં નિંદક ઠોર ન પામે. ઠોર તમને મળે છે-ખૂબ ઊંચી. બીજા ગુરુઓની પાસે કોઈ રાજાઈ ની ઠોર થોડી છે. અહીં તમારો મુખ્ય-ઉદ્દેશ છે. ભક્તિમાર્ગ માં કોઈ મુખ્ય-ઉદ્દેશ હોતો નથી. જો હોય પણ છે તો અલ્પકાળ માટે. ક્યાં ૨૧ જન્મનું સુખ, ક્યાં પાઈ પૈસાનું થોડું સુખ! એવું નથી ધન થી સુખ હોય છે. દુઃખ પણ કેટલું હોય છે. અચ્છા - સમજો, કોઈએ હોસ્પિટલ બનાવી તો બીજા જન્મ માં બિમારી ઓછી થશે. એવું તો નહીં ભણતર વધારે મળશે. ધન પણ વધારે મળશે. તેનાં માટે તો પછી બધુંજ કરો. કોઈ ધર્મશાળા બનાવે છે તો બીજા જન્મ માં મહેલ મળશે. એવું નહીં કે તંદુરસ્ત રહેશે. ના. તો બાપ કેટલી વાતો સમજાવે છે. કોઈ તો સારી રીતે સમજીને સમજાવે, કોઈ તો સમજતા જ નથી. તો રોજ પોતામેલ કાઢો. આજે શું પાપ કર્યું? આ વાત માં નાપાસ થયાં. બાપ સલાહ આપશે તો એવું કામ ન કરવું જોઈએ. તમે જાણો છો આપણે તો હવે સ્વર્ગ માં જઈએ છીએ. બાળકોને ખુશી નો પારો નથી ચઢતો. બાબા ને કેટલી ખુશી છે. હું વૃદ્ધ છું, આ શરીર છોડીને હું પ્રિન્સ (રાજકુમાર) બનવાનો છું. તમે પણ ભણો છો તો ખુશી નો પાર ચઢવો જોઇએ. પરંતુ બાપ ને યાદ જ નથી કરતાં. બાપ કેટલું સહજ સમજાવે છે, તે અંગ્રેજી વગેરે ભણવામાં માથું કેટલું ખરાબ થાય છે. ખૂબ મુશ્કેલી થાય છે. આ તો ખૂબ સહજ છે. આ રુહાની ભણતર થી તમે શીતળ બની જાઓ છો. આમાં તો ફક્ત બાપ ને યાદ કરતા રહો તો એકદમ શીતળ અંગ થઈ જશે. શરીર તો તમને છે ને? શિવબાબા ને તો શરીર નથી. અંગ છે શ્રીકૃષ્ણ ને. તેમનાં અંગ તો શીતળ છે જ એટલે તેમનું નામ રાખી દીધું છે. હવે તેમનો સંગ કેવી રીતે થાય? તે તો હોય છે જ સતયુગ માં. તેમનાં પણ એવા શીતળ અંગ કોણે બનાવ્યાં? આ તમે હમણાં સમજો છો. તો હવે આપ બાળકોએ પણ એટલી ધારણા કરવી જોઈએ. લડવાનું-ઝઘડવાનું બિલકુલ નથી. સાચું બોલવાનું છે. જુઠ્ઠું બોલવાથી સત્યાનાશ થઈ જાય છે.

બાપ આપ બાળકો ને ઓલરાઉન્ડ બધી વાતો સમજાવે છે. ચિત્ર પણ સારા-સારા બનાવો જે પછી બધાની પાસે જાય. સારી ચીજ જોઈને કહેશે ચાલીને જુઓ. સમજાવવા વાળા પણ હોશિયાર જોઈએ. સર્વિસ કરવાનું પણ શીખવાનું છે. સારી બ્રાહ્મણીઓ પણ જોઈએ જે આપ સમાન બનાવે. જે આપ સમાન મેનેજર બનાવે છે તેમને સારી બ્રાહ્મણી કહેવાશે. તે પદ પણ ઊંચું મેળવશે. બેબી (બાળ) બુદ્ધિ પણ ન હોય, નહીં તો ઉઠાવીને લઈ જાય. રાવણ સંપ્રદાય છે ને? એવી બ્રાહ્મણીઓ તૈયાર કરો જે પાછળ સેવાકેન્દ્ર સંભાળી શકે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. બાપ ને પોતાનાં ભણતર નો જલવો દેખાડવાનો છે. ભારત ને સ્વર્ગ બનાવવાનાં ધંધા માં લાગી જવાનું છે. પહેલાં પોતાની ઉન્નતિ નો વિચાર કરવાનો છે. ક્ષીરખંડ થઇને રહેવાનું છે.
  2. કોઈ ભૂલ થાય તો બાપ થી ક્ષમા લઈને સ્વયં જ સ્વયં ને સુધારવાનું છે. બાપ કૃપા નથી કરતાં, બાપ ની યાદ થી વિકર્મ કાપવાનાં છે. નિંદા કરાવવા વાળા કોઈ કર્મ નથી કરવાનાં.
વરદાન :- નોલેજફુલ ની વિશેષતા દ્વારા સંસ્કારો નાં ટક્કર થી બચવા વાળા કમળપુષ્પ સામાન ન્યારા અથવા સાક્ષી ભવ
સંસ્કાર તો અંત સુધી કોઈનાં દાસી નાં રહેશે, કોઈનાં રાજા નાં. સંસ્કાર બદલાય જાય આ ઇન્તજાર નહીં કરો. મારા પર કોઈ નો પ્રભાવ ન હોય, કારણકે એક તો દરેક નાં સંસ્કાર ભિન્ન છે બીજું માયા નું રુપ પણ બનીને આવે છે, એટલે કોઈ પણ વાત નો ફેસલો મર્યાદા ની લકીર નાં અંદર રહી ને કરો, ભિન્ન-ભિન્ન સંસ્કાર હોવા છતાં પણ ટક્કર ન થાય એટલા માટે નોલેજફુલ બની કમળફૂલ સમાન ન્યારા અથવા સાક્ષી રહો.
સ્લોગન :- હઠ અથવા મહેનત કરવાના બદલે રમણીકતા સાથે પુરુષાર્થ કરો.

અવ્યક્ત ઈશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

પવિત્રતા સુખ-શાંતિ ની જનની છે. જ્યાં પવિત્રતા છે ત્યાં દુઃખ-અશાંતિ આવી નથી શકતાં. તો ચેક કરો સદા સુખ ની શૈયા પર આરામ થી અર્થાત્ શાંત સ્વરુપ માં વિરાજમાન રહીએ છીએ? અંદર કેમ, શું અને કેવી રીતે ની ઉલઝન હોય છે કે એ ઉલઝન થી પરે સુખ સ્વરુપ સ્થિતિ રહે છે?

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

Also searched astodays murli in gujarati · today murli in gujarati · bk gujarati murli · gujarati pdf murli · gujarati murli today · daily murli gujarati · aajni murli · આજની મુરલી · આજ કી મુરલી · brahma kumaris gujarati murli

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.