| 22.11.2026 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
“અવ્યક્ત-બાપદાદા”
|
રીવાઈઝ ૦૩-૦૪-૧૨ મધુબન |
“ મારા ને તારા માં પરિવર્તન કરી બેફિકર બાદશાહ બનો , બાપ ની મહોબ્બત અને સેવા માં મન ને એટલું બીઝી કરી દો જે વ્યર્થ આવવાની માર્જિન ન રહે”
આજે બાપદાદા ચારે તરફનાં પોતાનાં બેફિકર બાદશાહો ને જોઈ રહ્યા છે. દરેક બાળક સવાર થી ઉઠી બેફિકર સ્થિતિ માં સ્થિત થઈ દરેક કર્મ કરે છે. દરેક બાળક ને અનુભવ છે કે આ બેફિકર બાદશાહ નું જીવન બાદશાહી પણ અને બેફિકર પણ, કેટલું પ્યારુ લાગે છે કારણકે તમે બધાએ બાપ ને ફિકર આપીને ફખુર લઈ લીધો છે. ફખુર પણ અવિનાશી ફખુર લઈ લીધો છે. દરેક અનુભવ કરે છે કે આ બેફિકર જીવન કેટલું પ્યારું છે. દિવસ-રાત કોઈ પણ વાત ની ફિકર નથી પરંતુ ફખુર છે. જાણો છો કે આ બેફિકર રહેવાનું જીવન બાપે આ એક જન્મ માં માટે નહીં પરંતુ અનેક જન્મો ને માટે બેફિકર બાદશાહ બનાવી દીધું. હમણાં અનુભવ કરો છો બેફિકર જીવન જો છે તો સદા મસ્તક માં દિવ્ય જ્યોતિ ચમકતી રહે છે. અને જો ફિકર છે તો માથા પર અનેક પ્રકાર નાં દુઃખો નાં ટોકરા ભરેલા હોય છે. આ બેફિકર જીવન ની વિધિ બહુ જ સહજ છે - જે પણ હદ નાં મારા-મારા છે એને તારા કરી દીધા. મારા અને તારા માં એક માત્રા નો જ ફરક છે. હું અને તે. પરંતુ મારા ને તારા કરવાથી જીવન કેટલું ખુશનુમા બની જાય છે. બની ગયું છે ને! ગરદન હલાવો, બની ગયું! બેફિકર જીવન બની ગયું! કારણકે ફિકર વાળા જીવન નો આધાર છે વ્યર્થ સંકલ્પ. તો હમણાં બાપદાદા દરેક બાળકોથી આ જ ઈચ્છે છે કે દરેક બાળકો નાં અંદર વ્યર્થ સંકલ્પ નાં નિશાન પણ ન રહે કારણકે જ્યારે મારા ને તારા માં બદલી દીધું તો તમે શું થઈ ગયાં? તમે થઈ ગયા બેફિકર બાદશાહ અને આ બેફિકર બાદશાહ નું જીવન કેટલું પ્યારું છે. દરેક કર્મ કરતા બેફિકર બાદશાહ. કોઈ ફિકર નહીં કેમ, શું, કેવી રીતે, ક્યાં સુધી… આ બધું સમાપ્ત થઈ ગયું. બાપદાદા આ સિઝન નાં લાસ્ટ દિવસે આ જ ઈચ્છે છે કે દરેક બાળક વ્યર્થ નાં મારા ને બદલી તારા કરી દે. બાપ પોતે જ ભસ્મ કરી દેશે. તમે ફક્ત એક માત્રા નો અંતર કરો, મંજૂર છે! થઈ શકે છે? જો થઈ શકે છે તો હાથ ઉઠાવો. બહુ જ સારુ કારણ કે આ પ-૬ મહિના તમારે બધાને વિશ્વ નાં આગળ દુઃખી આત્માઓને પાવરફુલ વૃત્તિ દ્વારા સુખ શાંતિ ની કિરણો આપવાની છે. આમાં જ પોતાનું મન બીઝી રાખવાનું છે. વ્યર્થ સંકલ્પ પણ શેમાં આવે છે? મન માં આવે છે ને! તો બાપદાદા આ જ ઈચ્છે છે કે દરેક બેફિકર બાદશાહ બાળકો પોતાનાં મન ને અર્થાત્ વૃત્તિ ને એટલાં બીઝી રાખે જે વ્યર્થ ને આવવાની માર્જિન જ નહીં રહે. મહેનત નહી કરવી પડે પરંતુ બાપ ની મહોબ્બત માં એટલાં બીઝી રહો, વૃત્તિ ની સેવા માં એટલું મન ને બીઝી રાખો જે યુદ્ધ પણ ન કરવું પડે. ઘણા બાળકો કહે છે ઈચ્છા નથી પરંતુ આવી જાય છે. અને શું કહેશો? કે મન ને બાપ નાં પ્રેમ અને સેવા માં બીઝી નથી રાખ્યાં. બધાને પૂછે છે કે તમારો પ્રેમ બાપ થી કેટલો છે? તો શું કહેતા? બેહદ છે. તો જેમનાથી પ્રેમ હોય છે એનું કહેવું માનવું કોઈ મુશ્કેલ નથી હોતું. તો તમને બધાને બાપ થી અતૂટ પ્રેમ છે ને! કે ક્યારેક-ક્યારેક છે? સદા છે કે ક્યારેક-ક્યારેક છે? જે કહે છે કે સદા પ્રેમ છે તે હાથ ઉઠાવો. સદા પ્રેમ છે, જુઓ વિચારો, સદા પ્રેમ છે તો બાપ નું કહેવું અને બાળકો નું કરવું. આ તો જાણો છો ને!
તો હવે આ સિઝન માં બાપદાદા બાળકોને આ જ દૃઢ સંકલ્પ કરાવવા ઈચ્છે છે, તૈયાર છો ને! ગરદન હલાવો. તૈયાર છો દૃઢ સંકલ્પ કરવા માટે? પાછળ વાળા તૈયાર છે? માતાઓ પણ તૈયાર છે? પાંડવ પણ તૈયાર છે? અચ્છા હાથ ઉઠાવો. આમાં બે-બે હાથ ઉઠાવો. હાથ ઉઠાવો છો તો બાપદાદા ને ખુશ તો કરી દો છો. હમણાં જેવી રીતે આ હાથ ઉઠાવ્યા એવો મન નો હાથ ઉઠાવો. ક્યારેય પણ વ્યર્થ સંકલ્પ ને આવવા નહીં દઈશું. એનું કામ છે આવવાનું, તમારું કામ શું છે? સમાપ્ત કરી દેવું. તો આ સિઝન માં બાપદાદા એ પહેલા પણ કહ્યું છે કે બે વાતોનું ધ્યાન રાખવાનું છે એક તો સંકલ્પ, બીજો સમય. જાણો છો આપ, આ સંગમ નો સમય એક-એક મિનિટ નું કનેક્શન ૨૧ જન્મ ની સાથે છે. અને આ સમયે બાપદાદા નો બાળકો થી, બાળકો નો બાપ થી પ્રેમ છે. તો સંગમ સમય ની એક સેકન્ડ, સેકન્ડ નહીં કારણકે ૨૧ જન્મો નું કનેક્શન છે. જો હમણાં નહીં સમય ને બચાવો તો બાપ થી જે પ્રેમ છે અને દરેક ઈચ્છે છે કે બાપ ની સાથે હમણાં પણ રહીએ, સાથે પણ ચાલીએ. પોતાના ઘરે જવાનું છે ને હવે. તો ઘર માં પણ સાથે ચાલીએ અને પછી રાજ્ય માં પણ બાપદાદા ની સાથે વિશેષ બ્રહ્મા બાબા ની સાથે રાજધાની માં નજીક સાથે આવીએ એટલે બ્રહ્મા બાપ તો ફરિશ્તા રુપમાં છે અને તમારે સાથે ચાલવાનું છે તો શું કરવું પડે? ફરિશ્તા બનવું પડે ને! ફરિશ્તા બનશો! બનવાનું જ છે ને!
બાપ બ્રહ્મા નાં હાથમાં હાથ આપીને સાથે ચાલવાનું છે, તો હાથ શું છે? ફરિશ્તા નો સ્થૂળ હાથ તો છે નહીં. બ્રહ્મા બાપ નો હાથ શું છે? શ્રીમત. તો બાપદાદા ની આ જ શ્રીમત છે કે હવે બેફીકર બાદશાહ બની સદા જેવી રીતે તમારી જગદંબાએ પુરુષાર્થ કર્યો, બાપ નું કહેવું અને જગત અંબા નું કરવું, એવી રીતે જગત અંબા ને ફોલો કરો. સમય અને સંકલ્પ ને સફળ કરવાના જ છે. વ્યર્થ ન જાય. સંભળાવ્યું ને - એક-એક સંકલ્પ નું ૨૧ જન્મ થી કનેક્શન છે. તો બાપદાદા આ જ ઈચ્છે છે કે સદા મન ને બીઝી રાખો. ભલે મોરલી નાં મનન માં, ભલે સેવા માં, દરેક સમય બીઝી રહો. પોતાનો ચાર્ટ બનાવો, દરેક સમયે વચ્ચે-વચ્ચે જે બાપદાદાએ ડ્રિલ સંભળાવી છે ભિન્ન-ભિન્ન, જાણો છો ને અશરીરી બનવાની ડ્રિલ. પોતાનાં ત્રણેય સ્વરુપો ની સ્મૃતિ ની ડ્રિલ, જાણો છો ને! જેવી રીતે બાપ નાં ત્રણ રુપ છે એવી રીતે તમારા પણ ત્રણ રુપ છે. બ્રાહ્મણ, ફરિશ્તા અને દેવતા, આ ત્રણેય રુપ માં ડ્રિલ દ્વારા પોતાનાં મન ને બીઝી રાખો એટલે મહામંત્ર શું છે? મનમનાભવ.
બાકી બાપદાદા ને દરેક બાળક થી બહુજ-બહુજ પ્રેમ છે એટલે બાપદાદા આ જ ઈચ્છે છે કે દરેક બાળક વિજયી ભવ નાં વરદાની બને. સંભળાવ્યું હતું ને કે ઘણા બાળકો વિચારે છે કે અમે વિજયી તો બન્યા પરંતુ માળા તો ૧૦૮ ની છે, તો વિજયી બનીને માળા માં તો આવી નહીં શકો પરંતુ બાપદાદા નો એટલો પ્રેમ છે કે તમે વિજયી બનો તો બાપદાદા માળામાં પણ લડીઓ લગાવી દેશે. તમે ફક્ત વિજયી બનો. તો શું સંકલ્પ છે? વિજયી બનવાનું જ છે ને! કે ફક્ત ૧૦૮ વિજયી બનશે? ના. બાપ નાં દરેક બાળકો વિજયી છે. બાપદાદા દરેક બાળક નાં મસ્તક માં શું જોઈ રહ્યા છે? વિજયી નું તિલક કારણકે સાધારણ રુપ માં બાપ ને ઓળખી લીધા છે ને! ભલે લાસ્ટ બાળક છે, પુરુષાર્થ માં ઢીલા છે પરંતુ એમાં આ વિશેષતા છે કે સાધારણ રુપ માં આવેલા બાપ ને ઓળખી મારા બાબા તો કહે છે એટલે દરેક બાળકે હિંમત રાખી વિજય પ્રાપ્ત કરવાનો જ છે. ફક્ત શું કરવાનું છે? કોઈ મહેનત ની વાત નથી, પ્રેમ ની વાત છે. બાપદાદા થી પ્રેમ છે, પરિવાર થી પ્રેમ છે તો પ્રેમ વાળા થી અલગ નથી રહેવાતું. તો બ્રહ્મા બાબા થી કેટલો પ્રેમ છે? જે સમજે છે કે બ્રહ્મા બાપ થી, શિવ બાપ થી અમારો અતૂટ પ્રેમ છે તે હાથ ઉઠાવો. અતૂટ, અતૂટ? બહુ જ સારું. તો બીજી સિઝન માં બાપદાદા શું જોવાં ઇચ્છે છે? જાણો તો છો. તમને ૫-૬ મહિના મળવાના છે વ્યર્થ થી સમર્થ સંકલ્પ કરવામાં.
તો બોલો, મધુબન વાળા ઉઠો, ભલે નીચે ભલે ઉપર. ઘણા છે. તો મધુબન વાળા બાપદાદા નાં પ્રિય છે. એવું નહીં બીજા પ્રિય નથી. તે પણ પ્રિય છે પરંતુ મધુબન વાળા થી એક વાત નો વિશેષ પ્રેમ છે, તે શું? મન્સા માં યાદ તો બધા કરે છે. યોગી તું આત્માઓ તો બધા છે, જ્ઞાની આત્માઓ પણ બધા છે પરંતુ મધુબન વાળા ને પોતાનું ભવિષ્ય સહજ બનાવવાની એક લિફ્ટ છે. તે લિફ્ટ શું છે? જે પણ મધુબન માં આવે છે, એમની સેવા નાં નિમિત્ત છે. જેવી રીતે ખાવાનું બનાવવા વાળા જે પણ કોઈ ડ્યુટી કરવા વાળા છે. બાપદાદા તો કહે છે કે કોઈ ઝાડું લગાવવા વાળા પણ છે ને, તે પણ ભાગ્યવાન છે, કેમ? જે પણ આવે છે તે આ વાયુમંડળ જોઈ તમારા દિલ નાં પ્રેમ ની શક્તિ જોઈ ખુશ થઈ જાય છે. ભલે ખાવાનું બનાવવા વાળા, ભલે કોઈ પણ ડ્યુટી વાળા છે પરંતુ મધુબન વાળા ને ચાન્સ છે મધુબન નો પ્રેમ અને શક્તિશાળી વાયુમંડળ બનાવવાનો, એટલે બાપદાદા મધુબન વાળાને બહુ જ- બહુ જ મુબારક આપી રહ્યા છે કે આ સિઝન સમાપ્ત ની તરફ આગળ નાં માટે પણ પોતાનાં મન માં આત્માઓ ને સંતુષ્ટ કરવામાં અને શક્તિશાળી અનુભવ કરાવવામાં નિમિત્ત બનતા રહેશે એટલે બધા તાળી વગાડો મધુબન વાળાઓ માટે. અચ્છા.
આજે અમૃતવેલા બાપદાદા ને મધુબન નાં સેવાધારી સામે આવ્યાં. દરેક થી બાપદાદા વતન માં પણ મળ્યા અને ખાસ તમને પહેલાં પણ બતાવ્યું કે ચાર વાગ્ય નાં સમયે તમારા એડવાન્સ માં ગયેલી વિશેષ દાદીઓ જરુર આવે છે. તો આજે પણ વિશેષ દાદીઓ અને વિશેષ ભાઈ પહોંચ્યા હતાં. એમણે ખાસ મધુબન વાળાઓ ને ઇમર્જ કરવા માટે કહ્યું. વિશેષ દીદી અને દાદી બંને ને અને વિશેષ ભાઈઓ એ પણ મધુબન વાળાઓ ને યાદ કર્યા. અને દાદીએ વિશેષ યાદ આપી અને સાથે વતન ની કેરી જાણો છો ને વતન નું ફળ કેટલું સરસ હોય છે, લાકડી નથી લગાવવાની હોતી, જે ફળ જોઈએ તે તમે હાથે થી લઈ શકો છો. તો દાદીએ કહ્યું આજે મધુબન વાળા થી કેરી ની પિકનિક કરે છે. બીજી દાદીઓ તો સાથે પણ હતી અને વિશેષ ભાઈ પણ હતાં. તો બાપદાદાએ કહ્યું એમ એમને પૂછો કે મધુબન વાળા માટે તમારા મન માં શું આવે છે? તો દાદી શું બોલી? ખબર છે, જાણો તો છો, દાદી ને તો જાણો છો ને! દાદી કહેતી હતી મારી આ હમણાં સુધી પણ દિલ છે કે દરેક મધુબન વાળા ભલે પુરુષાર્થ માં કોઈ પણ કમી હમણાં રહી ગઈ છે, એનો તો પુરુષાર્થ કરવાનો છે પરંતુ હું એક વાત ઈચ્છું છું મધુબન વાળાઓ થી. તે શું ઈચ્છું છું? એક-એક મધુબનવાસી બાપ સમાન બની જાય. એમ તો બધાએ બનવાનું છે પરંતુ મધુબન વિશેષ છે, મધુબન વાળાઓનો દાદી થી પ્રેમ હતો, આ દાદી કહેતી હતી મને ખબર છે. તો પ્રેમ નાં રિટર્ન માં આ જ ઈચ્છુ છું કે જેવી રીતે મમ્મા એ લક્ષ રાખ્યું બાબાએ કહ્યું મમ્માએ કર્યું, આ તો મધુબન વાળા જાણો જ છો. એવી રીતે જ અમૃતવેલા થી લઈને રાત સુધી દરેક મધુબન વાળા, જો બાબા ની સાથે મારા સાથે પણ પ્રેમ છે, દાદીઓ થી પણ પ્રેમ છે, તો જેવી રીતે મમ્માએ બાપની દરેક સલાહ જીવન માં લાવી, એવી રીતે અમે પણ લાવ્યાં. તો જો દાદીઓ થી પ્રેમ છે, તો આ જ કરીને દેખાડો, સવાર થી રાત સુધી એવા કોઈ સંકલ્પ, બોલ, કર્મ નહીં લાવો જે દાદીઓ ને કે બાપ ને કે કોઈને પણ પસંદ ન હોય.
બાકી ટીચર્સ ને જોઈ બાપદાદા ખુશ થાય છે કારણકે બાપ સમાન સીટ નું ભાગ્ય મળ્યું છે. બાપ ની મોરલી સંભળાવવા ની સીટ મળી છે. બાપ હંમેશા ટીચર્સ ને સાથી કહે છે. હવે ટીચર્સ નાં માટે બાપદાદા એક વાત ઈચ્છે છે. સંભળાવે શું? બાપદાદા ઈચ્છે છે કે દરેક ટીચર ચહેરા થી બ્રહ્મા બાપ સમાન એવાં ખુશનુમા નજર આવે. અંદર પુરુષાર્થ હશે પણ પરંતુ તે તમારા ચહેરા થી નજર આવે, બાપ પ્રત્યક્ષ થાય. કોઈને પણ જોવે તો તમારા ચહેરા માં બાપની ચમક દેખાઈ આવે. એવાં ચહેરા થી સેવા કરવા વાળા બાપ ને પ્રત્યક્ષ કરી જ લેશે. હવે સમય આવી ગયો છે, બાપ ને પોતાનાં ચહેરા થી પ્રત્યક્ષ કરવાનો. તો ટીચર્સ ને સદા મારા બાબા તો સ્વત: જ યાદ છે. હવે બાપ ને ચહેરા થી પ્રત્યક્ષ કરવાનાં છે. કરી શકો છો તો કરો. જુઓ, હમણાં સુધીનાં રિઝલ્ટ માં શું બધા કહે છે! બ્રહ્માકુમારીઓ બહુ જ સારું કામ કરી રહી છે, બાપ પ્રત્યક્ષ નથી. તે હમણાં પણ ગુપ્ત છે. તો હવે સમય સમીપ આવી રહ્યો છે, તો તમારા દ્વારા જાહેર નિમિત્ત ટીચર્સ છે અથવા કોઈ પણ બાળક છે, હવે બાપ ને પ્રત્યક્ષ કરો. બ્રહ્માકુમારીઓ સારું કાર્ય કરી રહી છે, આ તો થઈ ગયું. અહીં સુધી પહોંચી ગયા છો. પરંતુ હવે આ પ્રત્યક્ષ કરો કે સ્વયં પરમાત્મા બ્રહ્મા તન માં પ્રત્યક્ષ થઈ બ્રહ્માકુમારીઓને એવાં યોગ્ય બનાવી રહ્યા છે. હવે આ પોઇન્ટ રહી ગયેલી છે. પરંતુ હવે અન્ય આત્માઓની અંદર આ પ્રત્યક્ષ થાય કે ભગવાન સ્વયં પ્રત્યક્ષ થઈ આ કાર્ય બહેનો દ્વારા કે ભાઈઓ દ્વારા કરાવી રહ્યા છે આ પ્રત્યક્ષતા કરવાની છે ને! ક્યારે કરશો? હમણાં. શું કહેશો? હમણાં ને. (હવે શરું કરશો, આવતી સીઝન સુધી થઈ જશે) તમે બધા સાથે છો, આવતી સિઝન સુધી થઈ જશે? હાથ ઉઠાવો જે સમજે છે! થોડા હાથ ઉઠાવી રહ્યા છે. જે હાથ નથી ઉઠાવી રહ્યા તે જોશે અને તમે કરશો! ટીચર્સે તો સંકલ્પ કર્યો છે ને! કારણકે જોઈ રહ્યા છો બાપદાદા તો કહે જ છે કે બધું અચાનક થવાનું છે. કોઈ બાળક સમજે છે અચાનક, અચાનક પણ બહુ જ સમય થઈ ગયો છે. હવે થવું જોઈએ. પરંતુ અચાનક ત્યારે થાય જ્યારે બાળકો પણ બાપ સમાન બની જાય. તમારી સૂરત-મૂરત એક-એક બોલ બાપ ને પ્રત્યક્ષ કરે. થઈ જવાનું તો છે જ. થવાનું જ છે, હમણાં ફક્ત નિમિત્ત બનવાનું છે. હવે આવતી સિઝન માં શું કરશો? એક તો પોતાને બાપ સમાન બનાવશો. જે પણ કમી રહી ગઈ છે, એને સંપન્ન કરશો. અને બાપદાદા ને ખુશી છે કઈ વાત ની? તો બાળકોએ જેવી રીતે હમણાં નાનાં-મોટા બધા સેન્ટરોએ વાણી દ્વારા પ્રસિદ્ધ કર્યા કે અમે શું કાર્ય કરી રહ્યા છે. વાયુમંડળ ને પરિવર્તન કર્યું છે. એની બાપદાદા મુબારક આપી રહ્યા છે. જેમણે જ્યાં પણ પ્રોગ્રામ કર્યા છે, સારા કર્યા છે, અને બધાનાં અટેન્શન માં પણ આવ્યું છે કે બ્રહ્માકુમારીઓ સાચ્ચે ગુપ્ત રુપ માં પોતાનાં કાર્ય નો સમય ૭૫ વર્ષ પૂરા કર્યા છે. હવે આ કહે કે બ્રહ્માકુમારીઓનાં ભગવાન બાબા આવી ગયા છે. લક્ષ્ય છે ને! તો આવતી સિઝન સુધી આ કાર્ય આરંભ થઈ જવું જોઈએ એનો પ્રત્યક્ષ પ્રોગ્રામ બનાવજો. પ્રોગ્રામ બનાવો છો ને, મીટીંગ કરો છો ને! તો મીટીંગ માં આ પ્રોગ્રામ બનાવો કે હવે બધા બાળકોને ખબર તો પડે કે વારસો આપવા વાળા બાપ આવી ગયાં. વંચિત ન રહી જાય. બાપ ને તો બાળકો નાં દુઃખ ને જોઈ બહુજ તરસ પડે છે. જ્યારે દુઃખ માં બુમો પાડે છે, બાપ ને તરસ પડે છે. તમને દેવ અને દેવીઓને પણ ખૂબ પોકારે છે. તો આવતી સિઝન માં એક તો વ્યર્થ નું નામ નિશાન નહીં, મંજૂર છે? મંજૂર છે! દિલ નો હાથ ઉઠાવો. દિલ નો હાથ ઉઠાવજો. વ્યર્થ હોય શું, આ ખબર જ ખોવાઈ જાય. જેવી રીતે સ્વર્ગ ની શહજાદીઓ આવે છે ને તો એમને દુઃખ અને અશાંતિ ની ખબર જ નથી, કહે છે શું કહે છે, આ શું હોય છે! એવી રીતે જ બ્રાહ્મણ પરિવાર માં વ્યર્થની ખબર જ ન હોય, વ્યર્થ હોય શું? સ્વચિંતન, સ્વચિંતક. અચ્છા.
બધા ચારેય તરફ નાં બાળકોને બાપદાદા નાં દિલ નાં યાદપ્યાર અને સાથે-સાથે બાપ દરેક બાળક ને પોતાનાં સ્વમાન નાં નશા માં નિશ્ચય માં જોઈ હર્ષિત થાય છે, ક્યારેય પણ સ્વમાન ને નહીં છોડતાં. સ્વમાનધારી અર્થાત્ સદા સર્વ પ્રાપ્તિવાન, સ્વમાન ની લિસ્ટ ખુબ લાંબી છે, રોજ એક-એક સ્વમાન સ્મૃતિ માં રાખી સ્વરુપ માં લાવતા તીવ્ર પુરુષાર્થી બની આગળ વધતા ચાલો. બાપદાદા ને દિલ માં બેસાડી અને પોતાને બાપદાદા નાં દિલ માં બેસાડી નિર્ભય થઈને માસ્ટર સર્વશક્તિમાન બની ચાલતા રહો, ઉડતા રહો અને ઉડાવતા રહો. ઓમ્ શાંતિ.
| વરદાન :- |
સેવા ની સ્ટેજ પર સમાવવાની શક્તિ દ્વારા સફળતા મૂર્ત બનવા વાળા માસ્ટર સાગર ભવ જ્યારે સેવાની સ્ટેજ પર આવો છો તો અનેક પ્રકારની વાતો સામે આવે છે, એ વાતો ને સ્વયં માં સમાવી લો તો સફળતામૂર્ત બની જશો. સમાવવું અર્થાત્ સંકલ્પ રુપ માં પણ કોઈ પણ વ્યક્ત વાતો અને ભાવ નાં આંશિક રુપ સમાયેલા ન હોય. અકલ્યાણકારી બોલ કલ્યાણ ની ભાવના માં એવી રીતે બદલી દો જેવી રીતે અકલ્યાણ નાં બોલ હતાં જ નહીં. અવગુણ ને ગુણ માં, નિંદા ને સ્તુતિ માં બદલી દો- ત્યારે કહેવાશો માસ્ટર સાગર. |
| સ્લોગન :- | વિસ્તાર ને ન જોઈ સાર ને જોવાં અથવા સ્વયં માં સમાવવા વાળા જ તીવ્ર પુરુષાર્થી છે. |
અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો
જેવી રીતે તમારી રચના કાચબો સેકન્ડ માં બધા અંગ સમેટી લે છે. સમેટવા ની શક્તિ રચના માં પણ છે. તમે માસ્ટર રચતા સમેટવાની શક્તિ નાં આધાર થી સેકન્ડ માં સર્વ સંકલ્પો ને સમાવી ને એક સંકલ્પ માં સેકન્ડ માં સ્થિત થઈ જાઓ. જ્યારે સર્વ કર્મેન્દ્રિયો નાં કર્મ ની સ્મૃતિ થી પરે એક જ આત્મિક સ્વરુપ માં સ્થિત થઈ જશે ત્યારે કર્માતીત અર્થાત્ સંપન્ન સ્થિતિ નો અનુભવ થશે.