| 31.05.2025 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી ભણવાનું અને ભણાવવાનું છે , ખુશી અને પદ નો આધાર છે ભણતર” | |
| પ્રશ્ન :- | સર્વિસ (સેવા) ની સફળતા માટે મુખ્ય ગુણ કયો જોઈએ? |
| ઉત્તર :- | સહનશીલતા નો. દરેક વાત માં સહનશીલ બનીને પરસ્પર સંગઠન બનાવીને સર્વિસ કરો. ભાષણ વગેરે નાં પ્રોગ્રામ લઈને આવો. મનુષ્યો ને નિંદ્રા માંથી જગાડવા માટે અનેક પ્રબંધ નીકળશે. જે તકદીરવાન બનવા વાળા છે તે ભણતર પણ રુચી થી ભણશે. |
| ગીત :- | હમેં ઉન રાહો પર ચલના હૈ… |
ઓમ્ શાંતિ ! શું વિચાર કરીને અહીં મધુબન માં આપ બાળકો આવો છો? શું ભણતર ભણવા આવો છો? કોની પાસે? (બાપદાદાની પાસે) આ છે નવી વાત. ક્યારેય એવું સાંભળ્યું પણ છે કે બાપદાદા ની પાસે ભણવા જઈએ છીએ, એ પણ બાપદાદા બંને સાથે છે. વન્ડર (અદ્દભુત) છે ને? તમે વન્ડરફુલ બાપ ની સંતાન છો. આપ બાળકો પણ ન રચતા, ન રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણતા હતાં. હવે એ રચયિતા અને રચના ને તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણ્યાં છે. જેટલાં જાણ્યાં છે અને જેટલું જેમને સમજાવો છો એટલી ખુશી અને ભવિષ્ય નું પદ હશે. મૂળ વાત છે હમણાં આપણે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણીએ છીએ. ફક્ત આપણે બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ જ જાણીએ છીએ. જ્યાં સુધી જીવવાનું છે, પોતે નિશ્ચય કરવાનો છે કે અમે બી.કે. છીએ અને શિવબાબા પાસે થી વારસો લઈ રહ્યાં છીએ આખા વિશ્વ નો. પૂરી રીતે ભણો છો કે ઓછું ભણો છો, તે વાત અલગ છે, છતાં પણ જાણો તો છો ને? આપણે એમનાં બાળકો છીએ પછી પ્રશ્ન ઉઠે છે ભણવા અથવા ન ભણવાનો. તે અનુસાર જ પદ મળશે. ખોળા માં આવ્યાં નિશ્ચય તો હશે અમે રાજાઈ નાં હકદાર બન્યાં. પછી ભણતર માં પણ રાત-દિવસ નો ફરક પડી જાય છે. કોઈ તો સારી રીતે ભણે છે અને ભણાવે છે બીજું કાંઈ સૂઝતું જ નથી. બસ, ભણવાનું અને ભણાવવાનું છે, આ અંત સુધી ચાલવાનું છે. સ્ટુડન્ટ લાઈફ (વિદ્યાર્થી જીવન) માં કોઈ અંત સુધી ભણતર નથી ચાલતું. સમય હોય છે. તમારે તો જ્યાં સુધી જીવવાનું છે ભણવાનું અને ભણાવવાનું છે. પોતાને પૂછવાનું છે કેટલાં ને બાપ રચયિતા નો પરિચય આપું છું? મનુષ્ય તો મનુષ્ય જ છે. જોવામાં કોઈ ફરક નથી પડતો. શરીર માં ફરક નથી. આ અંદર બુદ્ધિ માં ભણતર ગુંજતું રહે છે. જેટલું જે ભણશે, એટલી તેમને ખુશી પણ રહેશે. અંદર આ રહે છે કે આપણે નવાં વિશ્વ નાં માલિક બનીશું. હવે આપણે સ્વર્ગ નાં દ્વારે જઈએ છીએ. પોતાનાં દિલ થી સદૈવ પૂછતા રહો, અમારા માં કેટલો ફરક છે? બાપે અમને પોતાનાં બનાવ્યાં છે, અમે શું થી શું બનીએ છીએ. ભણતર પર જ આધાર છે. ભણતર થી મનુષ્ય કેટલા ઊંચા બને છે. તે તો બધા અલ્પકાળ ક્ષણભંગુર નાં પદ છે. તેમાં કાંઈ પણ રાખ્યું નથી. જાણે કોઈ કામ નાં નથી. લક્ષણ કાંઈ પણ નહોતાં. હવે આ ભણતર થી કેટલાં ઊંચા બનો છો. બધું અટેન્શન (ધ્યાન) ભણતર પર આપવાનું છે. જેમની તકદીર માં છે તેમનું દિલ ભણતર માં લાગે છે. બીજાઓ ને પણ ભણતર માટે ભિન્ન-ભિન્ન રીતે પુરુષાર્થ કરાવતા રહે છે. દિલ થાય છે તેમને ભણાવી ને વૈકુંઠ નાં માલિક બનાવીએ. મનુષ્યો ને નિંદ્રા થી જગાડવા માટે કેટલું માથું મારતા રહે છે અને મારતા રહેશે. આ પ્રદર્શન વગેરે તો કાંઈ નથી, આગળ ચાલીને બીજા પ્રબંધ નીકળશે સમજાવવા માટે. હમણાં બાપ પાવન બનાવી રહ્યાં છે તો બાપ ની શિક્ષા પર અટેન્શન આપવું જોઈએ. દરેક વાત માં સહનશીલ પણ થવું જોઈએ. પરસ્પર મળીને સંગઠન કરી ભાષણો વગેરે નાં પ્રોગ્રામ રાખવા જોઈએ. એક અલ્ફ પર પણ આપણે ખૂબ સારું સમજાવી શકીએ છીએ. ઊંચા માં ઊંચા ભગવાન કોણ? એક અલ્ફ પર તમે બે કલાક ભાષણ કરી શકો છો. આ પણ તમે જાણો છો અલ્ફ ને યાદ કરવાથી ખુશી રહે છે. જો બાળકો ને યાદ ની યાત્રા માં અટેન્શન ઓછું છે, અલ્ફ ને યાદ નથી કરતા તો નુકસાન જરુર થાય છે. બધો આધાર યાદ પર છે. યાદ કરવાથી એકદમ હેવન (સ્વર્ગ) માં ચાલ્યાં જાય છે. યાદ ભુલવાથી જ નીચે પડે છે. આ વાતો ને બીજા કોઈ સમજી ન શકે. શિવબાબા ને તો જાણતા જ નથી. ભલે કેટલાં પણ કોઈ ભપકા થી પૂજા કરતા હોય, યાદ કરતા હોય છતાં પણ સમજતા નથી.
તમને બાપ પાસે થી ખૂબ મોટી જાગીર મળે છે. ભક્તિમાર્ગ માં કૃષ્ણ નો દીદાર (સાક્ષાત્કાર) કરવા માટે કેટલાં માથા મારે છે, સારા દર્શન થયા પછી શું? ફાયદો તો કાંઈ પણ થયો નહીં. દુનિયા જુઓ, કઈ વાતો પર ચાલી રહી છે? તમે જાણે શેરડી નો રસ મીઠો પીવો છો, બાકી બધા મનુષ્ય છોતરા ચૂસે છે. તમે હમણાં સુગર (મીઠો રસ) પી ને પૂરું પેટ ભરી અડધો કલ્પ સુખ મેળવો છો, બાકી બધા ભક્તિમાર્ગ નાં છોતરા ચૂસતા નીચે ઉતરતા આવે છે. હમણાં બાપ કેટલાં પ્રેમ થી પુરુષાર્થ કરાવે છે! પરંતુ તકદીર માં નથી તો અટેન્શન નથી આપતાં. નથી પોતે અટેન્શન આપતા, નથી બીજાઓ ને આપવા દેતાં. નથી પોતે અમૃત પીતા, નથી પીવા દેતાં. અનેક ની આવી એક્ટિવિટી (પ્રવૃત્તિ) ચાલે છે. જો પૂરી રીતે ભણતા નથી, રહેમદિલ નથી બનતા, કોઈનું કલ્યાણ નથી કરતા તો તે તો શું પદ મેળવશે? ભણવા અને ભણાવવા વાળા કેટલું ઊંચું પદ મેળવે છે! ભણતા નથી તો શું પદ હશે - તે પણ આગળ ચાલીને રીઝલ્ટ (પરિણામ) ની ખબર પડી જશે. પછી સમજશે -બરોબર, બાબા અમને કેટલી વોર્નિંગ (ચેતવણી) આપતા હતાં. અહીં બેઠાં છો, બુદ્ધિ માં રહેવું જોઈએ - અમે બેહદ નાં બાપ ની પાસે બેઠાં છીએ. એ અમને ઉપર થી આવીને આ શરીર દ્વારા ભણાવે છે કલ્પ પહેલાં ની જેમ. હવે આપણે ફરીથી બાપ ની સામે બેઠાં છીએ. એમની સાથે જ આપણે જવાનું છે. છોડી ને નથી જવાનું. બાપ આપણને સાથે લઈ જશે. આ જૂની દુનિયા વિનાશ થઈ જશે. આ વાતો બીજા કોઈ નથી જાણતાં. આગળ ચાલીને જાણશે, બરોબર જૂની દુનિયા ખતમ થવાની છે. મળી તો કાંઈ પણ નહીં શકે. આ વાતો બીજા કોઈ નથી જાણતાં. ટૂ લેટ (ખુબ મોડું) થઈ જશે. હિસાબ-કિતાબ ચૂક્તું કરી બધાએ પાછા જવાનું છે. આ પણ જે સેન્સિબલ (સમજદાર) બાળકો છે તે જાણે છે. બાળકો તે જે સર્વિસ પર ઉપસ્થિત છે. મા-બાપ ને ફોલો (અનુસરણ) કરે છે. જેમ બાપ રુહાની સેવા કરે છે તેમ તમારે કરવાની છે. ઘણાં બાળકો છે જેમને આ ધૂન લાગેલી રહે છે, જેમની બાબા મહિમા કરે છે, તેમનાં જેવાં બનવાનું છે. શિક્ષક મળે તો બધાને છે. અહીં પણ બધા આવે છે. અહીં તો મોટા શિક્ષક બેઠાં છે. બાપ ને યાદ જ નથી કરતા તો સુધરશે કેવી રીતે? નોલેજ તો ખૂબ સહજ છે. ૮૪ જન્મો નું ચક્ર છે કેટલું સહજ! પરંતુ કેટલું માથું મારવું પડે છે. બાપ કેટલી સહજ વાત સમજાવે છે. બાપ ને અને ૮૪ નાં ચક્ર ને યાદ કરો તો બેડો પાર થઈ જશે. આ મેસેજ (સંદેશ) બધાને આપવાનો છે. પોતાનાં દિલ થી પૂછો-ક્યાં સુધી મેસેન્જર (સંદેશ વાહક) બન્યો છું? જેટલાં અનેક ને જગાડીશ એટલાં ઈનામ મળશે, જો જગાડતો નથી તો જરુર ક્યાંક સૂતેલો છું પછી મને એટલું ઊંચું પદ તો મળશે નહીં. બાબા રોજ-રોજ કહે છે સાંજે પોતાનો આખાં દિવસ નો પોતામેલ કાઢો. સર્વિસ પર પણ રહેવાનું છે. મૂળ વાત છે બાપ નો પરિચય આપવો. બાપે જ ભારત ને સ્વર્ગ બનાવ્યું હતું. હમણાં નર્ક છે પછી સ્વર્ગ હશે. ચક્ર તો ફરવાનું છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાપ ને યાદ કરો તો વિકાર નીકળી જશે. સતયુગ માં ખૂબ થોડા હોય છે. પછી રાવણ રાજ્ય માં કેટલી વૃદ્ધિ થાય છે. સતયુગ માં ૯ લાખ પછી ધીરે-ધીરે વૃદ્ધિ થતી જશે. જે પહેલાં પાવન હતાં એ જ પછી પતિત બને છે. સતયુગ માં દેવતાઓ નો પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. તે જ પછી અપવિત્ર પ્રવૃત્તિવાળા બની ગયા છે. ડ્રામા અનુસાર આ ચક્ર ફરવાનું જ છે. હવે ફરી તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ નાં બની રહ્યાં છો. બાપ જ આવીને પવિત્ર બનાવે છે. કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તમે અડધોકલ્પ પવિત્ર હતાં પછી રાવણ રાજ્ય માં તમે પતિત બન્યાં છો. આ પણ તમે હમણાં સમજો છો. આપણે પણ બિલકુલ વર્થ નોટ એ પેની (કોડી તુલ્ય) હતાં. હમણાં કેટલી નોલેજ મળી છે. જેનાંથી આપણે શું થી શું બનીએ છીએ! બાકી જે પણ આટલાં ધર્મ છે, આ ખતમ થઈ જવાનાં છે. બધા મરશે એવી રીતે જાણે જનાવર મરે છે. જેમ બરફ પડે છે તો કેટલાં જનાવર, પક્ષી વગેરે મરી જાય છે. નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ) પણ આવશે. આ બધું ખતમ થઈ જશે. આ બધા મરેલા જ છે. આ આંખો થી જે તમે જુઓ છો તે પછી નહીં હશે. નવી દુનિયા માં બિલકુલ જ થોડા રહેશે. આ જ્ઞાન તમારી બુદ્ધિ માં છે, જ્ઞાન નાં સાગર બાપ જ તમને જ્ઞાન નો વારસો આપી રહ્યાં છે. તમે જાણો છો આખી દુનિયામાં કચરો જ કચરો છે. આપણે પણ કચરા માં મેલા પડ્યાં હતાં. બાબા કચરા માંથી કાઢી ને હવે કેટલાં ગુલ-ગુલ બનાવી રહ્યાં છે. આપણે આ શરીર છોડીશું, આત્મા પવિત્ર બની જશે.
બાપ બધા ને એકરસ ભણતર ભણાવે છે પરંતુ ઘણાં ની બુદ્ધિ બિલકુલ જડ છે, કાંઈ પણ સમજી નથી શકતાં. આ પણ ડ્રામા માં નોંધ છે. બાપ કહે છે એમની તકદીર માં નથી તો હું પણ શું કરી શકું. હું તો બધા ને એકરસ ભણાવું છે. ભણે નંબરવાર છે. કોઈ સારી રીતે સમજી અને સમજાવે છે, બીજાઓ નું પણ જીવન હીરા જેવું બનાવે છે. કોઈ તો બનાવતા જ નથી. ઉલ્ટો અહંકાર કેટલો છે. જેમ સાયન્સ (વિજ્ઞાન) વાળા ને માઈન્ડ (બુદ્ધિ) નો કેટલો ઘમંડ છે, દૂર-દૂર આકાશ ને, સમુદ્ર ને જોવાં ઈચ્છે છે. બાપ કહે છે આનાંથી કોઈ ફાયદો જ નથી. મફત સાયન્સ ઘમંડી પોતાનું માથું ખરાબ કરી રહ્યાં છે. મોટો-મોટો પગાર તેમને મળે છે, બધું વેસ્ટ કરતા રહે છે. એવું નથી કે સોના ની દ્વારિકા કોઈ નીચે થી નીકળશે. આ તો ડ્રામા નું ચક્ર છે જે ફરતું રહે છે. પછી આપણે સમય પર પોતાનાં મહેલ જઈને બનાવીશું - નવી દુનિયામાં. કોઈ આશ્ચર્ય ખાય છે, શું એવાં જ મકાન ફરી બનશે? જરુર, બાપ દેખાડે છે તમે ફરી એવાં સોના નાં મહેલ બનાવશો. ત્યાં તો સોનું ખૂબ રહે છે. હમણાં સુધી પણ કોઈ-કોઈ તરફ સોના નાં પહાડો ખૂબ છે પરંતુ સોનું કાઢી નથી શકતાં. નવી દુનિયામાં તો સોના ની અથાહ ખાણો હતી, તે ખતમ થઈ ગઈ. હમણાં હીરા નો ભાવ પણ જુઓ કેટલો છે? આજે આટલાં ભાવ, કાલે પથ્થરો જેટલાં થઈ જશે. બાપ આપ બાળકો ને ખૂબ વન્ડરફુલ વાતો સંભળાવે છે અને સાક્ષાત્કાર પણ કરાવે છે. આપ બાળકો ની હવે બુદ્ધિમાં આ જ રહેવાનું છે - આપણે આત્માઓએ પોતાનું ઘર છોડ્યે ૫ હજાર વર્ષ થયા છે જેને મુક્તિધામ કહે છે. ભક્તિમાર્ગ માં મુક્તિ માટે કેટલું માથુ મારે છે પરંતુ હમણાં તમે સમજો છો બાપ સિવાય કોઈ મુક્તિ આપી ન શકે. સાથે લઈ ન જઈ શકે. હમણાં આપ બાળકો ની બુદ્ધિ માં નવી દુનિયા છે, જાણો છો આ ચક્ર ફરવાનું છે, તમારે બીજી કોઈ વાતો માં જવાનું નથી. ફક્ત બાપ ને યાદ કરવાના છે, બધા ને આ જ કહેતાં રહો - બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. બાપે તમને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હતાં ને? તમે મારી શિવ જયંતિ પણ મનાવો છો. કેટલાં વર્ષ થયાં? ૫ હજાર વર્ષ ની વાત છે. તમે સ્વર્ગવાસી બન્યાં હતાં પછી ૮૪ નું ચક્ર લગાવ્યું છે. આ પણ ડ્રામા બનેલો છે. તમને આ સૃષ્ટિ ચક્ર આવીને સમજાવું છું. હમણાં આપ બાળકો ને સ્મૃતિ આવી છે, ખૂબ સારી રીતે. આપણે સૌથી ઊંચા પાર્ટધારી છીએ. આપણો પાર્ટ બાબા ની સાથે છે, આપણે બાબા ની શ્રીમત પર બાબા ની યાદ માં રહીને બીજાઓ ને પણ આપસમાન બનાવીએ છીએ. જે કલ્પ પહેલાં હતાં તે જ બનશે. સાક્ષી થઈને જોતાં રહેશે અને પુરુષાર્થ પણ કરાવતા રહેશે. સદા ઉમંગ માં રહેવા માટે રોજ એકાંત માં બેસી પોતાની સાથે વાતો કરો. બાકી થોડો સમય આ અશાંત દુનિયામાં છીએ, પછી તો અશાંતિ નું નામ જ નહીં રહેશે. કોઈ મુખ થી કહી ન શકે કે મન ની શાંતિ કેવી રીતે મળે? શાંતિ માટે તો જાય છે પરંતુ શાંતિ નાં સાગર તો એક બાપ જ છે, બીજા કોઈ પાસે આ વસ્તુ નથી. તેમ આપ બાળકો ની બુદ્ધિ માં ગુંજવું જોઈએ - રચયિતા અને રચના ને જાણવા - આ છે જ્ઞાન. તે શાંતિ નાં માટે, તે સુખ નાં માટે. સુખ હોય છે ધન થી. ધન નથી તો મનુષ્ય કામ નાં નથી. ધન માટે મનુષ્ય કેટલાં પાપ કરે છે? બાપે અથાહ ધન આપ્યું છે. સ્વર્ગ સોના નું, નર્ક પથ્થરો નું. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- સમય કાઢી એકાંત માં પોતે પોતાની સાથે વાતો કરી પોતાને ઉમંગ માં લાવવાનાં છે. આપસમાન બનાવવાની સેવા ની સાથે-સાથે સાક્ષી થઈને દરેક નાં પાર્ટ ને જોવાનો અભ્યાસ કરવાનો છે.
- બાપ ને યાદ કરી પોતાને સુધારવાનાં છે. પોતાનાં દિલ થી પૂછવાનું છે કે હું મેસેન્જર બન્યો છું, કેટલાં ને આપસમાન બનાવ્યાં છે?
| વરદાન :- |
શ્રેષ્ઠ પુરુષાર્થ દ્વારા ફાઈનલ રિઝલ્ટ માં ફર્સ્ટ નંબર લેવાવાળા ઉડતા પંખી ભવ ફાઈનલ રિઝલ્ટ માં ફર્સ્ટ નંબર લેવા માટે :- ૧. દિલ નાં અવિનાશી વૈરાગ દ્વારા વિતેલી વાતો ને, સંસ્કાર રુપી બીજ ને બાળી નાખો. ૨. અમૃતવેલા થી રાત સુધી ઈશ્વરીય નિયમો અને મર્યાદાઓ ને સદા પાલન કરવાનું વ્રત લો અને ૩. મન્સા દ્વારા, વાણી દ્વારા કે સંબંધ-સંપર્ક દ્વારા નિરંતર મહાદાની બની, પુણ્ય આત્મા બની દાન-પુણ્ય કરતા રહો. જ્યારે એવો શ્રેષ્ઠ હાઈ જમ્પ આપવા વાળો પુરુષાર્થ થાય ત્યારે ઉડતા પંખી બની ફાઈનલ રિઝલ્ટ માં નંબરવન બની શકશો. |
| સ્લોગન :- | વૃત્તિ દ્વારા વાયુમંડળ ને પાવરફુલ બનાવવું આ જ લાસ્ટ નો પુરુષાર્થ અથવા સર્વિસ છે. |
અવ્યક્ત ઈશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો
વિશેષ આત્માઓ તથા મહાન આત્માઓ ને દેશ ની તથા વિશ્વ ની પર્સનાલિટી કહે છે. પવિત્રતા ની પર્સનાલિટી અર્થાત્ દરેક કર્મ માં મહાનતા અને વિશેષતા. રુહાની પર્સનાલિટી વાળા આત્માઓ પોતાની શક્તિ, સમય, સંકલ્પ વેસ્ટ નથી ગુમાવતા, સફળ કરે છે. એવી પર્સનાલિટી વાળા ક્યારેય પણ નાની-નાની વાતો માં પોતાનાં મન-બુદ્ધિ ને બીઝી નથી રાખતાં.