ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી · 19 ઑગસ્ટ, 2025

ઓમ શાંતિ · BapDada · 19 ઑગસ્ટ, 2025

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી19 ઑગસ્ટ, 2025 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

19.08.2025
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - પોતાનાં સ્વધર્મ ને ભૂલવો જ સૌથી મોટી ભૂલ છે , હવે તમારે અભુલ બનવાનું છે , પોતાનાં ઘર અને રાજ્ય ને યાદ કરવાનાં છે”
પ્રશ્ન :- આપ બાળકો ની કઈ અવસ્થા જ સમય ની સમીપતા ની નિશાની છે?
ઉત્તર :- આપ બાળકો જ્યારે યાદ ની યાત્રા માં સદા મસ્ત રહેશો, બુદ્ધિ નું ભટકવાનું બંધ થઈ જશે, વાણી માં યાદ નું જૌહર (બળ) આવી જશે, અપાર ખુશી માં રહેશો, ઘડી-ઘડી પોતાની સતયુગી દુનિયા નાં દૃશ્યો સામે આવતા રહેશે ત્યારે સમજો સમય સમીપ છે. વિનાશ માં સમય નથી લાગતો, આનાં માટે યાદ નો ચાર્ટ વધારવાનો છે.
ગીત :- તુમ્હેં પાકે હમને જહાન પા લિયા હૈ…

ઓમ્ શાંતિ ! રુહાની બાળકો આ ગીત નો અર્થ તો સમજતા હશે. હવે બેહદ નાં બાપ ને તો મેળવી લીધાં છે. બેહદ નાં બાપ પાસે થી સ્વર્ગ નો વારસો મળે છે, જે વારસા ને કોઈ પણ છીનવી ન શકે. વારસા નો નશો ત્યારે ચાલ્યો જાય છે, જ્યારે રાવણ રાજ્ય શરું થાય છે. આ પણ ડ્રામા બનેલો છે. બાળકો ને સૃષ્ટિ ડ્રામા નું પણ જ્ઞાન છે. આ ચક્ર કેવી રીતે ફરે છે? આને નાટક પણ કહેવાય, ડ્રામા પણ કહેવાય. બાળકો સમજે છે બરોબર બાપ આવીને સૃષ્ટિ નું ચક્ર પણ સમજાવે છે. જે બ્રાહ્મણ કુળ નાં છે, તેમને જ સમજાવે છે. બાળકો તમે પોતાનાં જન્મો ને નથી જાણતા, હું તમને સમજાવું છું. પહેલાં તમે સાંભળતા હતાં ૮૪ લાખ જન્મ લીધાં પછી એક જન્મ મનુષ્ય નો મળે છે. એવું નથી. હમણાં તમે બધા આત્માઓ નંબરવાર આવો-જાઓ છો. બુદ્ધિ માં આવ્યું છે - પહેલાં-પહેલાં આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં પૂજ્ય હતાં, પછી આપણે જ પુજારી બન્યાં છીએ. પોતે જ પૂજ્ય, પોતે જ પુજારી-આ પણ ગાયન છે. મનુષ્ય પછી ભગવાન માટે સમજે છે કે પોતે જ પૂજ્ય પોતે જ પુજારી બને છે. તમારા જ આ બધા રુપ છે. અનેક મત-મતાંતર છે ને? તમે હમણાં શ્રીમત પર ચાલો છો. તમે સમજો છો આપણે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પહેલાં તો કાંઈ નહોતા જાણતા પછી ભણીને ઊંચી પરીક્ષા પાસ કરતા જઈએ છીએ. તે સ્ટુડન્ટ પણ શરુઆત માં તો કાંઈ પણ નથી જાણતા, પછી પરીક્ષા પાસ કરતા-કરતા સમજે છે કે હવે અમે બેરિસ્ટરી પાસ કરી લીધી છે. તમે પણ હમણાં જાણો છો - આપણે ભણીને મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ તે પણ વિશ્વ નાં માલિક. ત્યાં તો છે જ એક ધર્મ, એક રાજ્ય. તમારું રાજ્ય કોઈ છીનવી ન શકે. ત્યાં તમને પવિત્રતા-સુખ-શાંતિ-સંપત્તિ બધું જ છે. ગીત માં પણ સાંભળ્યું ને? હવે આ ગીત તમે તો નથી બનાવ્યાં. અનાયાસ જ ડ્રામા અનુસાર આ સમય માટે આ બનેલા છે. મનુષ્ય નાં બનાવેલા ગીતો નો અર્થ બાપ સમજાવે છે. હમણાં તમે અહીં શાંતિ માં બેસી બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છો, જે કોઈ છીનવી ન શકે. અડધોકલ્પ સુખ નો વારસો રહે છે. બાપ સમજાવે છે મીઠાં-મીઠાં બાળકો અડધાકલ્પ થી પણ વધારે તમે સુખ ભોગવો છો. પછી રાવણ રાજ્ય શરુ થાય છે. મંદિર પણ એવાં છે જ્યાં ચિત્ર દેખાડે છે - દેવતાઓ વામમાર્ગ માં કેવી રીતે જાય છે. ડ્રેસ તો એ જ છે. ડ્રેસ પછી બદલાય છે. દરેક રાજા નો પોત-પોતાનો ડ્રેસ, તાજ વગેરે બધું અલગ-અલગ હોય છે.

હવે બાળકો જાણે છે અમે શિવબાબા પાસે થી બ્રહ્મા દ્વારા વારસો લઈ રહ્યાં છીએ. બાપ તો બાળકો-બાળકો જ કહે છે. બાળકો તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. સાંભળે તો આત્મા છે ને? આપણે આત્મા છીએ, નહીં કે શરીર. બીજા જે પણ મનુષ્ય માત્ર છે તેમને પોતાનાં શરીર નાં નામ નો નશો છે કારણકે દેહ-અભિમાની છે. આપણે આત્મા છીએ એ જાણતા જ નથી. તે તો આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા કહી દે છે. હમણાં તમને બાપે સમજાવ્યું છે તમે આત્મા સો વિશ્વ નાં માલિક દેવી-દેવતા બની રહ્યાં છો. આ જ્ઞાન હમણાં છે, હમ સો દેવતા પછી ક્ષત્રિય વર્ણ માં આવીશું. ૮૪ જન્મો નો હિસાબ પણ જોઈએ ને? બધા તો ૮૪ જન્મ નહીં લેશે. બધા એક સાથે થોડી આવી જાય છે? તમે જાણો છો કયા ધર્મ કેવી રીતે આવતા રહે છે. હિસ્ટ્રી (ઈતિહાસ) જૂની પછી નવી થાય છે. હમણાં આ છે જ પતિત દુનિયા. તે છે પાવન દુનિયા. પછી બીજા-બીજા ધર્મ આવે છે, અહીં કર્મક્ષેત્ર પર આ એક જ નાટક ચાલે છે. મુખ્ય છે ૪ ધર્મ. આ સંગમ પર બાપ આવીને બ્રાહ્મણ સંપ્રદાય સ્થાપન કરે છે. વિરાટ રુપ નું ચિત્ર બનાવે છે, પરંતુ તેમાં આ ભૂલ છે. બાપ આવીને બધી વાતો સમજાવી અભુલ બનાવે છે. બાપ તો નથી ક્યારેય શરીર માં આવતા, નથી ભૂલ કરતાં. એ તો થોડા સમય માટે આપ બાળકો ને સુખધામ નો અને પોતાનાં ઘરનો રસ્તો બતાવવા માટે આમનાં રથ માં આવે છે. નથી ફક્ત રસ્તો બતાવતા પરંતુ લાઈફ (જીવન) પણ બનાવે છે. કલ્પ-કલ્પ તમે ઘરે જાઓ છો પછી સુખ નો પાર્ટ પણ ભજવો છો. બાળકો ને ભૂલાઈ ગયું છે - આપણો આત્માઓ નો સ્વધર્મ છે જ શાંત. આ દુઃખ ની દુનિયા માં શાંતિ કેવી રીતે થશે - આ બધી વાતો ને તમે સમજી ગયા છો. તમે બધાને સમજાવો પણ છો. ધીરે-ધીરે બધા આવતા જશે, વિલાયત વાળાઓ ને પણ ખબર પડશે - આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? આની આયુ કેટલી છે? ફોરેનર્સ (વિદેશી) પણ તમારી પાસે આવશે અથવા બાળકો ત્યાં જઈને સૃષ્ટિ ચક્ર નું રહસ્ય સમજાવશે. તેઓ સમજે છે કે ક્રાઇસ્ટ ગોડ (ભગવાન) ની પાસે જઈને પહોંચ્યાં. ક્રાઈસ્ટ ને ગોડ (ભગવાન) નું બાળક સમજે છે. ઘણાં પછી આ સમજે છે કે ક્રાઈસ્ટ પણ પુનર્જન્મ લેતાં-લેતાં હમણાં બેગર (ગરીબ) છે. જેમ તમે પણ બેગર છો ને? બેગર અર્થાત્ તમોપ્રધાન. સમજે છે ક્રાઈસ્ટ પણ અહીં છે, પછી ક્યારે આવશે? આ નથી જાણતાં. તમે સમજાવી શકો છો - તમારા ધર્મ સ્થાપક પછી પોતાનાં સમય પર ધર્મ સ્થાપન કરવા આવશે. તેમને ગુરુ નથી કહી શકાતાં. તે ધર્મ સ્થાપન કરવા આવે છે. સદ્દગતિ દાતા ફક્ત એક છે, તે જે પણ ધર્મ સ્થાપન કરવા આવે છે તે બધા પુનર્જન્મ લેતાં-લેતાં હમણાં આવીને તમોપ્રધાન બન્યાં છે. અંત માં આખું ઝાડ જડજડીભૂત અવસ્થા ને મેળવે છે. હમણાં તમે જાણો છો - આખું ઝાડ ઉભું છે, બાકી દેવી-દેવતા ધર્મ નું ફાઉન્ડેશન નથી. (વડ નું દૃષ્ટાંત ) આ વાતો બાપ જ બાળકોને સમજાવે છે. આપ બાળકો ને તો ખૂબ ખુશી થવી જોઈએ. તમને ખબર પડી છે હમ સો દેવી-દેવતા હતાં ફરી હવે બનીએ છીએ. અહીં તમે આવો જ છો સત્યનારાયણ ની કથા સાંભળવા, જેનાંથી નર થી નારાયણ બનશો. નારાયણ બનશે તો જરુર લક્ષ્મી પણ હશે. લક્ષ્મી-નારાયણ હશે તો જરુર તેમની રાજધાની પણ હશે ને? એકલા લક્ષ્મી-નારાયણ તો નહીં બનશે. લક્ષ્મી બનવાની અલગ કથા થોડી છે? નારાયણ ની સાથે લક્ષ્મી પણ બને છે. લક્ષ્મી પણ ક્યારેક નારાયણ બને છે. નારાયણ પછી ક્યારેક લક્ષ્મી બને છે. કોઈ-કોઈ ગીત ખૂબ સરસ છે. માયા નાં ઘુટકા આવવા પર ગીત સાંભળવાથી હર્ષિતપણું આવી જશે. જેમ તરતા શીખવાનું હોય છે તો પહેલાં ઘુટકા આવે છે પછી તેમને પકડી લે છે. અહીં પણ માયા નાં ઘુટકા ખૂબ ખાય છે. તરવા વાળા તો ઘણાં હોય છે. તેમની પણ રેસ (હરીફાઈ) થાય છે તો તમારી પણ રેસ થાય છે - પેલે પાર જવાની. મામેકમ્ યાદ કરવાનું છે. યાદ નથી કરતા તો ઘુટકા ખાય છે. બાપ કહે છે - યાદ ની યાત્રા થી જ બેડો પાર થશે. તમે પેલે પાર ચાલ્યાં જશો. તરવૈયા કોઈ ખૂબ હોંશિયાર હોય છે, કોઈ ઓછાં. અહીં પણ એવું છે. બાબા ની પાસે ચાર્ટ મોકલી દે છે. બાબા તપાસ કરે છે. યાદ નાં ચાર્ટ ને આ સાચ્ચી રીતે સમજે છે કે ખોટું સમજે છે. કોઈ-કોઈ દેખાડે છે - અમે આખાં દિવસ માં ૫ કલાક યાદ માં રહ્યાં. હું વિશ્વાસ નથી કરતો, જરુર ભૂલ થઈ છે. કોઈ સમજે છે અમે જેટલો સમય અહીં ભણીએ છીએ એટલો સમય તો ચાર્ટ ઠીક રહે છે. પરંતુ ના. ઘણાં છે અહીં બેસતા પણ, સાંભળતા પણ બુદ્ધિ બહાર ક્યાંય-ક્યાંક ચાલી જાય છે. પૂરું સાંભળતા પણ નથી. ભક્તિમાર્ગ માં આવું-આવું થાય છે. સન્યાસી લોકો કથા સંભળાવે છે પછી વચ્ચે-વચ્ચે પૂછે છે, અમે શું સંભળાવ્યું? જુએ છે આ તવાઈ થઈને બેઠાં છે તો પૂછે છે પછી બતાવી નથી શકતાં. બુદ્ધિ ક્યાંય ને ક્યાંય ચાલી જાય છે. એક શબ્દ પણ નથી સાંભળતાં. અહીં પણ એવું છે. બાબા જોતા રહે છે - સમજાય જાય છે આમની બુદ્ધિ ક્યાંય બહાર ભટકતી રહે છે. અહીંયા-ત્યાં જોતા રહે છે. એવાં-એવાં પણ કોઈ-કોઈ નવાં આવે છે. બાબા સમજી જાય છે પૂરું સમજ્યા નથી એટલે બાબા કહે છે નવાં-નવાં ને જલ્દી અહીં ક્લાસ માં આવવાની રજા ન આપો. નહીં તો વાયુમંડળ ને બગાડે છે. આગળ ચાલી તમે જોશો જે સારા-સારા બાળકો હશે અહીં બેઠા-બેઠા વૈકુંઠ માં ચાલ્યાં જશે. ખૂબ ખુશી થતી રહેશે. ઘડી-ઘડી ચાલ્યાં જશે-હવે સમય નજીક છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર તમારી અવસ્થા એવી થઈ જશે. ઘડી-ઘડી સ્વર્ગ માં પોતાનાં મહેલ જોતા રહેશે. જે કાંઈ બતાવવા-કરવાનું હશે તેનો સાક્ષાત્કાર થતો રહેશે. સમય તો જોઈ રહ્યાં છો. કેવી-કેવી રીતે તૈયારીઓ થઈ રહી છે. બાપ કહે છે - જોજો કેવી રીતે એક સેકન્ડ માં આખી દુનિયાનાં મનુષ્ય ખાક માં મળી જશે. બોમ્બ લગાવ્યો અને આ ખલાસ થયાં.

આપ બાળકો જાણો છો હમણાં આપણી રાજાઈ સ્થાપન થઈ રહી છે. હમણાં તો યાદની યાત્રા માં મસ્ત રહેવાનું છે. તે જૌહર (બળ) ભરવાનું છે જે કોઈને પણ દૃષ્ટિ થી તીર લાગી જાય. અંત માં ભીષ્મ પિતામહ વગેરે જેવા ને તમે જ જ્ઞાન નાં બાણ માર્યા છે. ઝટ સમજી જશે, આ તો સાચ્ચું કહે છે. જ્ઞાન નાં સાગર પતિત-પાવન તો નિરાકાર ભગવાન છે. શ્રીકૃષ્ણ હોઈ ન શકે. તેમનો તો જન્મ દેખાડે છે. શ્રીકૃષ્ણનો એ જ ચહેરો ફરી ક્યારેય મળી ન શકે. પછી સતયુગ માં એ જ ચહેરો મળશે. દરેક જન્મ માં, દરેક નાં ચહેરા અલગ-અલગ હોય છે. આ ડ્રામા નો પાર્ટ એવો બનેલો છે. ત્યાં તો નેચરલ બ્યુટીફુલ (કુદરતી સુંદર) ફીચર્સ હોય છે. હવે તો દિવસે-દિવસે તન પણ તમોપ્રધાન થતા જાય છે. પહેલાં-પહેલાં સતોપ્રધાન પછી સતો-રજો-તમો બની જાય છે. અહીં તો જુઓ કેવા-કેવા બાળકો જન્મ લે છે. કોઈનાં પગ નથી ચાલતાં, કોઈ જામડા હોય છે. શું-શું થઈ જાય છે. સતયુગ માં આવું થોડી હોય છે? ત્યાં દેવતાઓ ને દાઢી વગેરે પણ નથી હોતી. ક્લિનશેવ હોય છે. નૈન-ચેન થી ખબર પડે છે આ મેલ (પુરુષ) છે, આ ફિમેલ (સ્ત્રી) છે. આગળ ચાલી તમને ખુબજ સાક્ષાત્કાર થતા રહેશે. આપ બાળકો ને કેટલી ખુશી થવી જોઈએ. બાબા કલ્પ-કલ્પ આવીને આપણને રાજયોગ શીખવાડી મનુષ્ય થી દેવતા બનાવે છે. આ પણ આપ બાળકો જાણો છો કે બીજા જે પણ ધર્મવાળા છે બધા પોત-પોતાનાં સેક્શન (વિભાગ) માં ચાલ્યાં જશે. આત્માઓ નું ઝાડ પણ દેખાડે છે ને? ચિત્રો માં ઘણું કરેક્શન (સુધાર) કરતા, બદલાતા જશે. જેમ બાબા સૂક્ષ્મવતન માટે સમજાવે છે, સંશય બુદ્ધિ તો કહેશે આ શું? પહેલાં આમ કહેતા હતાં, હવે આમ કહે છે! લક્ષ્મી-નારાયણ નાં બે રુપ મળાવીને વિષ્ણુ કહે છે. બાકી ૪ ભુજા વાળા મનુષ્ય થોડી હોય છે? રાવણ નાં ૧૦ શીશ દેખાડે છે. એવાં કોઈ મનુષ્ય હોતાં નથી. દર વર્ષે બાળે છે. જાણે ઢીંગલીઓ ની રમત.

મનુષ્ય કહે છે - શાસ્ત્રો વગર અમે જીવી નથી શકતાં. શાસ્ત્ર તો અમારા પ્રાણ છે. ગીતા નું જુઓ માન કેટલું છે! અહીં તો તમારી પાસે મોરલીઓ નો ઢગલો ભેગો થઈ જાય છે. તમે રાખીને શું કરશો? દિવસે-દિવસે નવાં-નવાં પોઈન્ટ્સ (વાત) સાંભળતાં રહો છો. હા, પોઈન્ટ્સ નોંધ કરવા સારું છે. ભાષણ કરતા સમયે રિહર્સલ (પૂર્વ-અભ્યાસ) કરશે. આ-આ પોઈન્ટ્સ સમજાવીશું. ટોપિક (વિષય) નું લિસ્ટ હોવું જોઈએ. આજે આ ટોપિક પર સમજાવીશું. રાવણ કોણ છે, રામ કોણ છે? સાચ્ચું શું છે, તે અમે તમને બતાવીએ છીએ. આ સમયે રાવણ રાજ્ય આખી દુનિયા માં છે. ૫ વિકાર તો બધામાં છે. બાપ આવીને પછી રામરાજ્ય ની સ્થાપના કરે છે. આ હાર અને જીત ની રમત છે. હાર કેવી રીતે થાય છે? ૫ વિકારો રુપી રાવણ થી. પહેલાં પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો તે હવે પતિત બની ગયો છે. લક્ષ્મી-નારાયણ સો પછી બ્રહ્મા-સરસ્વતી. બાપ પણ કહે છે હું આમનાં અનેક જન્મો નાં અંત માં પ્રવેશ કરું છું. તમે કહેશો અમે પણ અનેક જન્મો નાં અંત માં બાપ પાસે થી જ્ઞાન લઈ રહ્યાં છીએ. આ બધી સમજવાની વાતો છે. કોઈ ની ડલહેડ (મંદ) બુદ્ધિ છે તો સમજતા નથી. આ તો રાજધાની સ્થાપન થઈ રહી છે. ઘણાં આવ્યાં પછી ચાલ્યાં ગયા, તે પછી આવી જશે. પ્રજા માં પાઈ પૈસા નું પદ મેળવી લેશે. તે પણ તો જોઈએ ને? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. સદા આ જ નશા માં રહેવાનું છે કે આપણે હવે ભણતર પૂરું કરી મનુષ્ય થી દેવતા સો વિશ્વ નાં માલિક બનીશું. આપણા રાજ્ય માં પવિત્રતા-સુખ-શાંતિ બધું જ હશે. તેને કોઈ છીનવી નથી શકતું.
  2. આ પાર થી પેલે પાર જવા માટે યાદ ની યાત્રા માં સારા તરવૈયા બનવાનું છે. માયા નાં ઘુટકા નથી ખાવાના. પોતાની તપાસ કરવાની છે, યાદ નાં ચાર્ટ ને યથાર્થ સમજીને લખવાનો છે.
વરદાન :- પુરુષાર્થ અને પ્રારબ્ધ નાં હિસાબ ને જાણીને તીવ્ર ગતિ થી આગળ વધવા વાળા નોલેજફુલ ભવ
પુરુષાર્થ દ્વારા બહુજકાળ ની પ્રારબ્ધ બનાવવાનો આ જ સમય છે એટલે નોલેજફુલ બની તીવ્રગતિ થી આગળ વધો. આમાં આ ન વિચારો કે આજે નહીં તો કાલે બદલાઈ જઈશું. આને જ અલબેલાપણું કહેવાય છે. હજી સુધી બાપદાદા સ્નેહ નાં સાગર બની સર્વ સબંધ નાં સ્નેહ માં બાળકો નું અલબેલાપણું, સાધારણ પુરુષાર્થ જોતા-સાંભળતા પણ એક્સ્ટ્રા મદદ થી, એક્સ્ટ્રા માર્કસ આપીને આગળ વધારી રહ્યાં છે. તો નોલેજફુલ બની હિંમત અને મદદ નાં વિશેષ વરદાન નો લાભ લો.
સ્લોગન :- પ્રકૃતિ નાં દાસ બનવા વાળા જ ઉદાસ હોય છે, એટલે પ્રકૃતિજીત બનો.

અવ્યક્ત ઈશારા - સહજયોગી બનવું છે તો પરમાત્મ-પ્રેમ નાં અનુભવી બનો

જેવી રીતે કોઈ સાગર માં સમાઈ જાય તો એ સમયે સિવાય સાગર નાં બીજું કાંઈ નજર નહીં આવશે. તો બાપ અર્થાત્ સર્વ ગુણો નાં સાગર માં સમાઈ જવું, આને કહેવાય છે લવલીન સ્થિતિ. તો બાપ માં નથી સમાવવાનું, પરંતુ બાપ ની યાદ માં, સ્નેહ માં સમાઈ જવાનું છે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

Also searched astodays murli in gujarati · today murli in gujarati · bk gujarati murli · gujarati pdf murli · gujarati murli today · daily murli gujarati · aajni murli · આજની મુરલી · આજ કી મુરલી · brahma kumaris gujarati murli

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.