ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી · 30 નવેમ્બર, 2025

ઓમ શાંતિ · BapDada · 30 નવેમ્બર, 2025

આજની મુરલી — દરરોજ સવારે નવી.

18
મુરલી30 નવેમ્બર, 2025 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

30.11.2025
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
“અવ્યક્ત-બાપદાદા”
રીવાઈઝ ૧૮-૦૧-૦૮ મધુબન

“ સાચાં સ્નેહી બની , બધો બોજ બાપ ને આપીને મોજ નો અનુભવ કરો , મહેનત મુક્ત બનો”

આજે બાપદાદા પોતાનાં ચારેય તરફ નાં બેફિકર બાદશાહો નાં સંગઠન ને જોઈ રહ્યાં છે. આટલી મોટી બાદશાહો ની સભા આખાં કલ્પ નાં આ સંગમ નાં સમયે થાય છે. સ્વર્ગ માં પણ આટલી મોટી સભા બાદશાહો ની નહીં હશે. પરંતુ હમણાં બાપદાદા સર્વ બાદશાહો ની સભા ને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. દૂર વાળા પણ દિલ નાં નજીક દેખાઈ રહ્યાં છે. તમે બધા નયનો માં સમાયેલા છો, તે દિલ માં સમાયેલા છે. કેટલી સુંદર સભા છે, આજ નાં વિશેષ દિવસ પર બધા નાં ચહેરા પર અવ્યક્ત સ્થિતિ ની સ્મૃતિ ની ઝલક દેખાઈ રહી છે. બધા નાં દિલ માં બ્રહ્મા બાપ ની સ્મૃતિ સમાયેલી છે. આદિ દેવ, બ્રહ્મા બાપ અને શિવ બંને જ સર્વ બાળકો ને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે.

આજે તો સવારે બે વાગ્યા થી લઈને બાપદાદા નાં ગળા માં ભિન્ન-ભિન્ન પ્રકાર ની માળાઓ હતી. આ ફૂલો ની માળાઓ તો કોમન છે. હીરાઓ ની માળાઓ પણ કોઈ મોટી વાત નથી પરંતુ સ્નેહ નાં અમૂલ્ય મોતીઓ ની માળા અતિ શ્રેષ્ઠ છે. દરેક બાળકો નાં દિલ માં આજ નાં દિવસે સ્નેહ વિશેષ ઈમર્જ રહ્યો. બાપદાદા ની પાસે ચાર પ્રકાર ની ભિન્ન-ભિન્ન માળાઓ ઈમર્જ હતી. પહેલો નંબર શ્રેષ્ઠ બાળકો ની જે બાપ સમાન બનવાનાં શ્રેષ્ઠ પુરુષાર્થી બાળકો છે, એવાં બાળકો માળા નાં રુપ માં બાપ નાં ગળા માં પરોવાયેલા હતાં. પહેલી માળા સૌથી નાની હતી. બીજી માળા - દિલ નાં સ્નેહ સમીપ સમાન બનવાના પુરુષાર્થી બાળકો ની માળા, તે શ્રેષ્ઠ પુરુષાર્થી, આ પુરુષાર્થી. ત્રીજી માળા હતી - જે મોટી હતી તે હતી - સ્નેહી પણ, બાપ ની સેવા માં સાથી પણ પરંતુ ક્યારેક તીવ્ર પુરુષાર્થી અને ક્યારેક, ક્યારેક-ક્યારેક તોફાનો નો સામનો વધારે કરવા વાળા. પરંતુ ઈચ્છા વાળા, સંપન્ન બનવાની ઈચ્છા પણ સારી રહે છે. ચોથી માળા હતી ઉલ્હના (ફરિયાદ કરવા) વાળા ની. ભિન્ન-ભિન્ન પ્રકાર નાં બાળકો ની અવ્યક્ત ફરિશ્તા ચહેરા નાં રુપ માં માળાઓ હતી. બાપદાદા પણ ભિન્ન-ભિન્ન માળાઓ ને જોઈ ખુશ પણ થઈ રહ્યાં હતાં અને સ્નેહ અને સકાશ સાથે-સાથે આપી રહ્યાં હતાં. હવે તમે બધા પોતે સ્વયં વિચારો હું કોણ? પરંતુ ચારેય તરફ નાં બાળકો માં વિશેષ સંકલ્પ વર્તમાન સમયે દિલ માં ઈમર્જ છે કે હવે કાંઈક કરવું જ છે. આ ઉમંગ-ઉત્સાહ મેજોરીટી માં સંકલ્પ રુપ માં છે. સ્વરુપ માં નંબરવાર છે પરંતુ સંકલ્પ માં છે.

બાપદાદા બધા બાળકો ને આજ નાં સ્નેહ નાં દિવસે, સ્મૃતિ નાં દિવસે, સમર્થી નાં દિવસ ની વિશેષ દિલ ની દુવાઓ અને દિલ ની વધાઈઓ આપી રહ્યાં છે. આજ નો વિશેષ દિવસ, સ્નેહ નો હોવાને કારણે મેજોરીટી સ્નેહ માં ખોવાયેલા છે. એવી રીતે જ પુરુષાર્થ માં સદા સ્નેહ માં ખોવાયેલા રહો. લવલીન રહો તો સહજ સાધન છે સ્નેહ, દિલ નો સ્નેહ. બાપ નાં પરિચય ની સ્મૃતિ સહિત સ્નેહ. બાપ ની પ્રાપ્તિઓ નો સ્નેહ સંપન્ન સ્નેહ. સ્નેહ બહુ જ સહજ સાધન છે કારણકે સ્નેહી આત્મા મહેનત થી બચી જાય છે. સ્નેહ માં લીન હોવાને કારણે, સ્નેહ માં ખોવાયેલાને કારણે કોઈ પણ પ્રકારની મહેનત મનોરંજન નાં રુપ માં અનુભવ થશે. સ્નેહી સ્વત: જ દેહ નાં ભાન, દેહ નાં સંબંધ નું ધ્યાન, દેહ ની દુનિયાનાં ધ્યાન થી ઉપર સ્નેહ માં સ્વતઃ જ લીન રહે છે. દિલ નો સ્નેહ બાપ ની સમીપ નો, સાથ નો, સમાનતા નો અનુભવ કરાવે છે. સ્નેહી સદા પોતાને બાપની દુવાઓ નાં પાત્ર સમજે છે. સ્નેહ અસંભવ ને પણ સહજ સંભવ કરી દે છે. સદા પોતાનાં મસ્તક પર, માથા પર બાપ નાં સહયોગ નો, સ્નેહ નો હાથ અનુભવ કરે છે. નિશ્ચયબુદ્ધિ, નિશ્ચિંત રહે છે. આપ સર્વ આદિ સ્થાપના નાં બાળકો ને આદિ નાં સમય નો અનુભવ છે, હમણાં પણ સેવા નાં આદિ નિમિત્ત બાળકો ને અનુભવ છે કે આદિ માં બધા બાળકો ને બાપ મળ્યાં, એ સ્મૃતિ થી સ્નેહ નો નશો કેટલો હતો! નોલેજ તો પછી મળી પરંતુ પહેલાં-પહેલાં નશો, સ્નેહ માં ખોવાયેલા છે. બાપ સ્નેહ નાં સાગર છે તો મેજોરીટી બાળકો આદિ થી સ્નેહ નાં સાગર માં ખોવાયેલા છે, પુરુષાર્થ ની ગતિ માં બહુ જ સારી સ્પીડ થી ચાલ્યાં છે. પરંતુ કોઈ બાળકો સ્નેહ નાં સાગર માં ખોવાઈ જાય છે, કોઈ ફક્ત ડૂબકી લગાવીને બહાર આવી જાય છે એટલે જેટલાં ખોવાયેલા બાળકો ને મહેનત ઓછી લાગે એટલી એમને નથી લાગતી. ક્યારેક મહેનત, ક્યારેક મહોબ્બત, બંને માં રહે છે. પરંતુ જે સ્નેહ માં લવલીન રહે છે તે સદા પોતાને છત્રછાયા ની અંદર રહેવાનો અનુભવ કરે છે. દિલ નાં સ્નેહી બાળકો મહેનત ને પણ મહોબ્બત માં બદલી લે છે. એમની આગળ પહાડ જેવી સમસ્યા પણ પહાડ નહીં પરંતુ રુ સમાન અનુભવ થાય છે. પથ્થર પણ પાણી સમાન અનુભવ થાય છે. તો જેમ આજે વિશેષ સ્નેહ નાં વાયુમંડળ માં રહ્યાં તો અનુભવ કર્યો મહેનત છે કે મનોરંજન થયો?

આજે તો સ્નેહ નો બધાને અનુભવ થયો ને? સ્નેહ માં ખોવાયેલા હતાં? ખોવાયેલા હતાં બધાં? આજે મહેનત નો અનુભવ થયો? કોઈ પણ વાત ની મહેનત નો અનુભવ થયો? શું, કેમ, કેવી રીતે નો સંકલ્પ આવ્યો? સ્નેહ બધું ભુલાવી દે છે. તો બાપદાદા કહે છે કે બાપ નાં સ્નેહ ને ભૂલો નહીં. સ્નેહ નાં સાગર મળ્યાં છે, ખૂબ લહેરાવો. જ્યારે પણ કોઈ મહેનત નો અનુભવ થાય ને, કારણકે માયા વચ્ચે-વચ્ચે પેપર તો લે છે, પરંતુ એ સમયે સ્નેહ નાં અનુભવ ને યાદ કરો. તો મહેનત મોહબ્બત માં બદલાઈ જશે. અનુભવ કરીને જુઓ. શું છે, ભૂલો શું થઈ જાય છે? આ સમયે શું, કેમ… એમાં ખૂબ ચાલ્યાં જાઓ છો. જે આવ્યું છે તે જાય પણ છે પરંતુ જશે કેવી રીતે? સ્નેહ ને યાદ કરવાથી મહેનત ચાલી જશે કારણકે બધાને ભિન્ન-ભિન્ન સમય પર બાપદાદા બંને નાં સ્નેહ નો અનુભવ તો છે. છે ને અનુભવ? ક્યારેક તો કર્યો છે ને, ચલો સદા નથી ક્યારેક તો છે. એ સમય ને યાદ કરો - બાપ નો સ્નેહ શું છે? બાપ નાં સ્નેહ થી શું-શું અનુભવ કર્યો? તો સ્નેહ ની સ્મૃતિ થી મહેનત બદલાઈ જશે કારણકે બાપદાદા ને કોઈપણ બાળકો ની મહેનત ની સ્થિતિ ગમતી નથી. મારા બાળકો અને મહેનત! તો મહેનત મુક્ત ક્યારે બનશો? આ સંગમયુગ જ છે જેમાં મહેનત મુક્ત, મોજ જ મોજ માં રહી શકો છો. મોજ નથી તો કોઈને કોઈ બોજ બુદ્ધિ માં છે, બાપે કહ્યું છે બોજ મને આપી દો. હું-પણા ને ભૂલી ટ્રસ્ટી બની જાઓ. જવાબદારી બાપ ને આપી દો અને સ્વયં દિલ નાં સાચાં બાળકો બની ખાઓ, રમો અને મોજ કરો કારણકે આ સંગમયુગ બધા યુગો માં મોજો નો યુગ છે. આ મોજો નાં યુગ માં પણ મોજ નહીં મનાવશો તો ક્યારે મનાવશો? બાપદાદા જ્યારે જુએ છે ને કે બાળકો બોજ ઉઠાવીને બહુ જ મહેનત કરી રહ્યાં છે. આપી નથી દેતા, પોતે જ ઉઠાવી લે છે. તો બાપ ને તો તરસ પડશે ને, રહેમ આવશે ને? મોજો નાં સમયે મહેનત! સ્નેહ માં ખોવાઈ જાઓ, સ્નેહ નાં સમય ને યાદ કરો. દરેક ને કોઈને કોઈ સમયે વિશેષ સ્નેહ ની અનુભૂતિ થાય જ છે, થઈ છે. બાપ જાણે છે થઈ છે પરંતુ યાદ નથી કરતાં. મહેનત ને જ જોતા રહે છે, મૂંઝાતા રહે છે. જો આજે પણ અમૃતવેલા થી હજી સુધી બાપદાદા બંને ઓથોરિટી નાં સ્નેહ નો દિલ થી અનુભવ કર્યો હશે તો આજ નાં દિવસ ને પણ યાદ કરવાથી સ્નેહ નાં આગળ મહેનત સમાપ્ત થઈ જશે.

હવે બાપદાદા આ વર્ષ માં દરેક બાળક ને સ્નેહ યુક્ત, મહેનત મુક્ત જોવા ઈચ્છે છે. મહેનત નું નામનિશાન દિલ માં ન રહે, જીવન માં ન રહે. બની શકે છે? બની શકે છે? જે સમજે છે કરીને જ છોડવાનું છે, હિંમત વાળા છે તે હાથ ઉઠાવો. આજે વિશેષ એવાં દરેક બાળકો ને બાપ નું વિશેષ વરદાન છે - મહેનત મુક્ત થવાનું. સ્વીકાર છે? પછી કાંઈ થઈ જાય તો શું કરશો? શું, કેમ તો નહીં કરશો ને? મહોબ્બત નાં સમય ને યાદ કરજો. અનુભવ ને યાદ કરજો અને અનુભવ માં ખોવાઈ જજો. તમારો વાયદો છે. બાપ પણ બાળકો ને પ્રશ્ન પૂછે છે કે તમારા બધાનો વાયદો છે કે અમે બાપ દ્વારા ૨૧ જન્મો માટે જીવનમુક્ત અવસ્થા નું પદ પ્રાપ્ત કરી રહ્યાં છીએ, કરીશું જ, તો જીવનમુક્ત માં મહેનત હોય છે શું? ૨૧ જન્મ માં એક જન્મ સંગમ નો છે. તમારો વાયદો ૨૧ જન્મો નો છે, ૨૦ જન્મો નો નથી. તો હવે થી મહેનત મુક્ત અર્થાત્ જીવનમુક્ત, બેફિકર બાદશાહ. હમણાં નાં સંસ્કાર આત્મા માં ૨૧ જન્મ ઈમર્જ રહેશે. તો ૨૧ જન્મ નો વારસો લીધો છે ને? કે લેવાનો છે હજી? તો અટેન્શન પ્લીઝ, મહેનત મુક્ત, સંતુષ્ટ રહેવાનું અને સંતુષ્ટ કરવાનાં. ફક્ત રહેવાનું નથી, કરવાના પણ છે. ત્યારે મહેનત મુક્ત રહેશો. નહીં તો રોજ કોઈને કોઈ બોજ ની વાતો, મહેનત ની વાતો, શું, કેમ ની ભાષા માં આવશે. હવે સમય ની સમીપતા ને જોઈ રહ્યાં છો. જેવી રીતે સમય ની સમીપતા થઈ રહી છે, એવી રીતે તમારા બધાનો પણ બાપ ની સાથે સમીપતા નો અનુભવ વધવો જોઈએ ને? બાપ સાથે તમારી સમીપતા સમય ની સમીપતા ને સમાપ્ત કરશે. શું આપ સર્વ બાળકો ને આત્માઓ નાં દુઃખ-અશાંતિ નો અવાજ કાનો માં નથી સંભળાતો? તમે જ પૂર્વજ પણ છો, પૂજ્ય પણ છો. તો હે પૂર્વજ આત્માઓ, હે પૂજ્ય આત્માઓ, ક્યારે વિશ્વ કલ્યાણ નું કાર્ય સંપન્ન કરશો?

બાપદાદાએ સમાચાર માં જોયું છે, દરેક વર્ગ વાળા પોત-પોતાની મીટીંગ કરે છે, પ્લાન બનાવે છે કે વિશ્વ કલ્યાણ ની ગતિ ને તીવ્ર કેવી રીતે કરીએ? પ્લાન તો ખૂબ સારા બનાવે છે, પરંતુ બાપદાદા પૂછે છે અંતે પણ ક્યાં સુધી? આનો જવાબ દાદીઓ આપશે - અંતે ક્યાં સુધી? પાંડવ આપશે - અંતે ક્યાં સુધી? બાપ ની પ્રત્યક્ષતા થાય, આ જ બધા દરેક વર્ગ નાં પ્લાન બનાવવા માં લક્ષ રાખે છે. પરંતુ પ્રત્યક્ષતા થશે દૃઢ પ્રતિજ્ઞા થી. પ્રતિજ્ઞા માં દૃઢતા, ક્યારેક કોઈ કારણ થી અથવા વાતો થી દૃઢતા ઓછી થઈ જાય છે. પ્રતિજ્ઞા બહુ જ સારી રીતે કરે છે, અમૃતવેલા જો તમે સાંભળી શકો ને, બાપ તો સાંભળે છે, તમારી પાસે એવાં હજી સાયન્સે સાધન નથી આપ્યાં જે બધા નાં દિલ નો અવાજ સાંભળી શકો. બાપદાદા સાંભળે છે, વાયદાઓ ની માળાઓ, સંકલ્પ કરવાની વાતો એટલી સારી-સારી દિલ ખુશ કરવા વાળી હોય છે જે બાપદાદા કહે છે વાહ બાળકો વાહ! સંભળાવે શું શું કરો છો? જ્યારે કર્મ માં આવો છો ને, મુરલી સુધી પણ ૭૫% ઠીક હોય છે. પરંતુ જ્યારે કર્મયોગ માં આવો છો તો એમાં ફરક આવી જાય છે. થોડા સંસ્કાર, થોડો સ્વભાવ, સ્વભાવ અને સંસ્કાર સામનો કરે છે એમાં પ્રતિજ્ઞા દૃઢ ને બદલે સાધારણ થઈ જાય છે. દૃઢતા ની ટકાવારી ઓછી થઈ જાય છે.

બાપદાદા એક ખેલ બાળકો નો જોઈ હસે છે. કયો ખેલ કરો છો? બતાવે શું? બાપદાદા ને તો ખેલ જોવા માં રહેમ આવે છે, મજા નથી આવતી કારણકે બાપદાદા જુએ છે બાળકો પોતાની વાત બીજા નાં ઉપર રાખવામાં ખૂબ હોંશિયાર છે. શું ખેલ કરે છે? વાતો બનાવી દે છે. વિચારે છે કોણ જોવા વાળા છે? હું જાણું, મારું મન જાણે. બાપ તો પરમધામ માં, સૂક્ષ્મ વતન માં બેઠાં છે. જો કોઈને કહો કે આ ન કરવું જોઈએ, તો ખેલ શું કરે છે, ખબર છે? હા, થયું તો છે પરંતુ… પરંતુ જરુર નાખે છે. પરંતુ શું? એવું હતું ને, એવું કર્યુ ને, એવું થાય છે ને, ત્યારે થયું મેં નથી કર્યુ, એવું થયું ત્યારે. હવે એણે કર્યુ, ત્યારે કર્યુ. નહીં તો હું ન કરત, તો આ શું થયું? પોતાની મહેસુસતા, રિયલાઇઝેશન ઓછી છે. અચ્છા, સમજો એમણે એવું કર્યુ, ત્યારે તમે કર્યુ, ચલો બહુ જ સારું. પહેલો નંબર તે થયા, બીજો નંબર તમે થયા, ઠીક છે. બાપદાદા આ પણ માની લે છે. તમે પહેલો નંબર નથી, બીજો નંબર છો પરંતુ જો તમે વિચારો છો કે પહેલો નંબર પરિવર્તન કરે તો હું ઠીક થઈશ, ઠીક છે? આ જ સમજો છો નો એ સમયે? સમજો, પહેલો નંબર પરિવર્તન કરે છે. બાપદાદા બીજા બધા પહેલાં નંબર વાળા ને કહે છે તમારી ભૂલ છે, તમારે પરિવર્તન કરવાનું છે, ઠીક છે. સારું, જો પહેલાં નંબર વાળા એ પરિવર્તન કર્યુ, તો પહેલો નંબર કોને મળશે? તમારો તો પહેલો નંબર નહીં થશે. પરિવર્તન શક્તિ માં તમારો પહેલો નંબર નહીં થશે. પહેલો નંબર તમે એમને આપ્યો તો તમારો કયો નંબર થયો? બીજો નંબર થયો ને? જો તમને કહે કે બીજો નંબર છે તો મંજૂર કરશો? કરશો? કહેશો ના, એવું હતું, તેવું હતું, કેવું હતું… આ ભાષા ખૂબ ખેલ માં આવે છે. એવી રીતે, તેવી રીતે, કેવી રીતે આ ખેલ બંધ કરીને મારે પરિવર્તન થવાનું છે. હું પરિવર્તન થઈને બીજા ને પરિવર્તન કરું, પરંતુ જો બીજા નું પરિવર્તન ન કરી શકતા હોય તો શુભ ભાવના, શુભ કામના તો રાખી શકો છો! તે તો તમારી પોતાની ચીજ છે ને? તો હે અર્જુન મારે બનવાનું છે. પહેલાં વિશ્વ નાં રાજ્યધારી લક્ષ્મી-નારાયણ નાં સમીપ તમારે આવવાનું છે કે બીજા નંબર વાળા ને?

બાપદાદા ની આ વર્ષ ની આ જ આશા છે કે બધા બ્રાહ્મણ આત્માઓ, બ્રહ્માકુમાર બ્રહ્માકુમારી જેમ અહીં આ બેજ લગાવો છો ને, બધા લગાવો છો ને? અહીં પણ આવો છો તો તમને બેજ મળે છે ને, ભલે કાગળ નો, ભલે સોના નો કે ચાંદી નો. તો જેમ અહીં બેજ લગાવો છો તેમ દિલ માં, મન માં આ બેજ લગાવો, મારે પરિવર્તન થવું છે. મારે નિમિત્ત બનવું છે. આ બદલાય, આ વાત બદલાય, આ વ્યક્તિ બદલાય, આ સંજોગો બદલાય, ના. મારે બદલવાનું છે. વાતો તો આવશે, તમે ઉપર જઈ રહ્યાં છો, ઊંચા સ્થાન પર સમસ્યાઓ પણ તો ઊંચી આવે છે ને? પરંતુ જેવી રીતે આજે નંબરવાર યથાશક્તિ સ્નેહ ની સ્મૃતિ નું વાયુમંડળ હતું. એવી રીતે પોતાનાં મન માં સદા સ્નેહ માં લવલીન રહેવાનું વાયુમંડળ સદા ઈમર્જ રાખો.

બાપદાદા ની પાસે સમાચાર બહુ જ સારા-સારા આવે છે. સંકલ્પ સુધી બહુ જ સારા છે. સ્વરુપ માં આવવા માં યથાશક્તિ થઈ જાય છે. હવે બે મિનિટ માટે બધા પરમાત્મ-સ્નેહ, સંગમયુગ નાં આત્મિક-મોજ ની સ્થિતિ માં સ્થિત થઈ જાઓ. (ડ્રિલ) અચ્છા - આ જ અનુભવ રોજ વારંવાર સમય પ્રતિ સમય અનુભવ કરતા રહેજો. સ્નેહ ને નહીં છોડતાં. સ્નેહ માં ખોવાઈ જતા શીખો. અચ્છા.

ચારેય તરફ નાં યોગયુક્ત, યુક્તિયુક્ત, રહસ્ય યુક્ત પોતે પણ રહસ્ય ને જાણી સદા રાજી કરવા વાળા અને રાજી રહેવા વાળા, ફક્ત પોતે રાજી નથી રહેવાનું, રાજી કરવાના પણ છે, એવાં સદા સ્નેહ નાં સાગર માં લવલીન બાળકો ને, સદા બાપ સમાન બનવાનાં તીવ્રગતિ નાં પુરુષાર્થી બાળકો ને, સદા અસંભવ ને પણ સહજ સંભવ કરવા વાળા શ્રેષ્ઠ આત્માઓ ને, સદા બાપ ની સાથે રહેવા વાળા અને બાપ ની સેવા માં સાથી રહેવા વાળા એવાં બહુ જ-બહુ જ લક્કી અને લવલી બાળકો ને આજ નાં અવ્યક્ત દિવસ નાં, અવ્યક્ત ફરિશ્તા સ્વરુપ નાં યાદ-પ્યાર અને દિલની દુવાઓ, અચ્છા.

વરદાન :- યાદ નાં જાદુ મંત્ર દ્વારા સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા વાળા સિદ્ધિ સ્વરુપ ભવ
બાપ ની યાદ જ જાદુ નો મંત્ર છે, આ જાદુ નાં મંત્ર દ્વારા જે સિદ્ધિ ઈચ્છો તે પ્રાપ્ત કરી શકો છો. જેવી રીતે સ્થૂળ માં પણ કોઈ કાર્ય ની સિદ્ધિ માટે મંત્ર જપે છે, એવી રીતે અહીં પણ જો કોઈ પણ કાર્ય માં સિદ્ધિ જોઈએ તો આ યાદ નો મહામંત્ર વિધિ સ્વરુપ છે. આ જાદુ મંત્ર સેકન્ડ માં પરિવર્તન કરી દે છે. એને સદા સ્મૃતિ માં રાખો તો સદા સિદ્ધિ સ્વરુપ બની જશો કારણકે યાદ માં રહેવું જ મોટી વાત નથી, સદા યાદ માં રહેવું - આ જ મોટી વાત છે, એનાથી જ સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
સ્લોગન :- સેકન્ડ માં વિસ્તાર ને સાર રુપ માં સમાવી લેવો અર્થાત્ અંતિમ સર્ટિફિકેટ લેવું.

અવ્યક્ત ઈશારા - અશરીરી અથવા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો

જેવી રીતે કોઈ શરીર નાં વસ્ત્ર સહજ ઉતારી શકો છો એવી રીતે આ શરીર રુપી વસ્ત્ર પણ સહજ ઉતારી શકો અને સહજ જ સમય પર ધારણ કરી શકો, આનો અભ્યાસ જોઈએ. જો વસ્ત્ર તંગ અથવા ટાઈટ છે તો સહજ ઉતારી નથી શકાતા, એવી રીતે જ આ દેહ રુપી વસ્ત્ર પણ કોઈ સંસ્કાર માં ચોંટેલું તંગ અથવા ટાઈટ ન હોય. એનાં માટે બધી વાતો માં ઈઝી રહો, જો ઈઝી રહેશો તો બધા કાર્ય ઈઝી થશે. જેટલાં જૂનાં સંસ્કારો થી ન્યારા રહેશો એટલી અવસ્થા પણ ન્યારી અર્થાત્ વિદેહી સહજ બની જશે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.