| 21.12.2025 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
“અવ્યક્ત-બાપદાદા”
|
રીવાઈઝ ૦૫-૦૩-૦૮ મધુબન |
“ સંગમ ની બેંક માં સાઈલેન્સ ( શાંતિ ) ની શક્તિ અને શ્રેષ્ઠ કર્મ જમા કરો , શિવમંત્ર થી હું - પણા ને પરિવર્તન કરો”
આજે બાપદાદા ચારેય તરફ નાં બાળકો નાં સ્નેહ ને જોઈ રહ્યાં છે. તમે બધા સ્નેહ નાં વિમાન માં અહીં પહોંચી ગયા છો. આ સ્નેહ નું વિમાન ખૂબ સહજ સ્નેહી ની પાસે પહોંચાડી દે છે. બાપદાદા જોઈ રહ્યાં છે કે આજે વિશેષ બધા લવલીન આત્માઓ પરમાત્મ-પ્રેમ નાં ઝૂલા માં ઝૂલી રહ્યાં છે. બાપદાદા પણ ચારેય તરફ નાં બાળકો નાં સ્નેહ માં સમાયેલા છે. આ પરમાત્મ-સ્નેહ બાપ સમાન અશરીરી સહજ બનાવી દે છે. વ્યક્ત ભાવ થી પરે અવ્યક્ત સ્થિતિ માં અવ્યક્ત સ્વરુપ માં સ્થિત કરી દે છે. બાપદાદા પણ દરેક બાળક ને સમાન સ્થિતિ માં જોઈ હર્ષિત થઈ રહ્યાં છે.
આજ નાં દિવસે બધા બાળકો શિવરાત્રિ, શિવજયંતી બાપ અને પોતાનો જન્મદિવસ મનાવવા આવ્યાં છો. બાપ અને દાદા બંને પોત પોતાનાં વતન થી આપ સર્વ બાળકો નો જન્મદિવસ મનાવવા પહોંચી ગયા છે. આખાં કલ્પ માં આ જન્મદિવસ બાપ નો કે તમારો ન્યારો અને અતિ પ્યારો છે. ભક્ત લોકો પણ આ ઉત્સવ ને ખૂબ ભાવના અને પ્રેમ થી મનાવે છે. તમે જે આ દિવ્ય જન્મ માં, શ્રેષ્ઠ અલૌકિક કર્મ કર્યા છે, હમણાં પણ કરી રહ્યાં છો. તે યાદગાર રુપ માં ભલે અલ્પકાળ માટે, અલ્પ સમય માટે મનાવો છો પરંતુ ભક્તો ની પણ કમાલ છે. યાદગાર મનાવવા વાળા, યાદગાર બનાવવા વાળા ની પણ જુઓ કેટલી કમાલ છે. જે કોપી કરવામાં હોંશિયાર તો નીકળ્યાં છે કારણકે તમારા જ ભક્ત છે ને? તો તમારી શ્રેષ્ઠતા નું ફળ એ યાદગાર બનવા વાળા ને વરદાન રુપ માં મળે છે. તમે એક જન્મ માટે એક વાર વ્રત લો છો, સંપૂર્ણ પવિત્રતા નું. કોપી તો કરી છે એક દિવસ માટે, પવિત્રતા નું વ્રત પણ રાખે છે. તમારો પૂરો જન્મ અન્ન નું વ્રત છે અને તે એક દિવસ રાખે છે. તો બાપદાદા આજે અમૃતવેલા જોઈ રહ્યાં હતાં કે તમારા બધાનાં ભક્ત પણ ઓછા નથી. એમની પણ વિશેષતા સારી રહી છે. તો તમે બધાએ પૂરા જન્મ માટે પાક્કું વ્રત ભલે ખાવા-પીવાનું, ભલે મન નાં સંકલ્પો ની પવિત્રતા નું, વચન નું, કર્મો નું, સંબંધ-સંપર્ક માં આવતા કર્મ નું પૂરાં જન્મ માટે પાક્કું વ્રત લીધું છે? લીધું છે કે થોડું-થોડું લીધું છે? પવિત્રતા બ્રાહ્મણ-જીવન નો આધાર છે. પૂજ્ય બનવાનો આધાર છે. શ્રેષ્ઠ પ્રાપ્તિ નો આધાર છે. તો જે પણ ભાગ્યવાન આત્માઓ અહીં પહોંચી ગયા છે તે ચેક કરો કે આ જન્મ નો ઉત્સવ પવિત્ર બનવાનો ચારેય પ્રકાર થી, ફક્ત બ્રહ્મચર્ય ની પવિત્રતા નહીં, પરંતુ મન-વચન-કર્મ, સંબંધ-સંપર્ક માં પણ પવિત્રતા. આ પાક્કું વ્રત લીધું છે? લીધું છે? જેમણે લીધું છે પાક્કું, થોડું-થોડું કાચ્ચું નહીં, તે હાથ ઉઠાવો. પાક્કું, પાક્કું? પાક્કું? કેટલું પાક્કું? કોઈ હલાવે તો, હલશો? હલશો? નહીં હલશો? ક્યારેક-ક્યારેક તો માયા આવી જાય છે ને કે નહીં, માયા ને વિદાય આપી દીધી છે? કે ક્યારેક-ક્યારેક છુટ્ટી આપી દો છો, આવી જાય છે? ચેક કરો - તો પાક્કું વ્રત લીધું છે? સદા નું વ્રત લીધું છે? કે ક્યારેક-ક્યારેક નું? ક્યારેક થોડું, ક્યારેક ખૂબ, ક્યારેક પાક્કું, ક્યારેક કાચ્ચું - એવું તો નથી ને? કારણકે બાપદાદા સાથે પ્રેમ માં બધા ૧૦૦ ટકા થી પણ વધારે માને છે. જો બાપદાદા પૂછે છે કે બાપ સાથે પ્રેમ કેટલો છે? તો બધા ખૂબ ઉમંગ-ઉત્સાહ થી હાથ ઉઠાવે છે. પ્રેમ માં પર્સન્ટેજ ઓછા નાં જ હોય છે, મેજોરીટી નો પ્રેમ છે. તો જેવી રીતે પ્રેમ માં પાસ છો, બાપદાદા પણ માને છે કે મેજોરીટી પ્રેમ માં પાસ છે, પરંતુ પવિત્રતા નાં વ્રત માં ચારેય રુપ માં મન્સા-વાચા-કર્મણા, સંબંધ ચારેય રુપ માં સંપૂર્ણ પવિત્રતા નું વ્રત નિભાવવામાં પર્સન્ટેજ આવી જાય છે. હવે બાપદાદા શું ઈચ્છે છે? બાપદાદા આ જ ઈચ્છે છે કે જે પ્રતિજ્ઞા કરી છે, સમાન બનવાની, તો દરેક બાળક ની સૂરત (ચહેરા) માં બાપ ની મૂર્ત દેખાય. દરેક બોલ માં બાપ સમાન બોલ હોય, બાપદાદા નાં બોલ વરદાન રુપ બની જાય છે. તો તમે બધા આ ચેક કરો, અમારી સૂરત માં બાપ ની મૂર્ત દેખાય છે? બાપ ની મૂર્ત શું છે? સંપન્ન, બધી વાત માં સંપન્ન. દરેક બાળક નાં નયન, દરેક બાળક નું મુખડું બાપ સમાન છે? સદા હર્ષિત ચહેરો છે? કે ક્યારેક વિચારવાળો, ક્યારેક વ્યર્થ સંકલ્પો ની છાયા વાળો, ક્યારેક ઉદાસ, ક્યારેક ખૂબ મહેનત વાળો, એવો ચહેરો તો નથી? સદા ગુલાબ, ક્યારેક ગુલાબ જેવો ખીલેલો ચહેરો, ક્યારેક બીજો ન બની જાય કારણકે બાપદાદાએ આ પણ જન્મતા જ બતાવી દીધું છે કે માયા તમારા આ શ્રેષ્ઠ જીવન નો સામનો કરશે. પરંતુ માયા નું કામ છે આવવાનું, આપ સદા પવિત્રતા નું વ્રત લેવા વાળા આત્માઓ નું કામ છે દૂર થી જ માયા ને ભગાવવાનું.
બાપદાદાએ જોયું છે ઘણાં બાળકો માયા ને દૂર થી ભગાવતા નથી, માયા આવી જાય છે, આવી જવા દે છે અર્થાત્ માયા નાં પ્રભાવ માં આવી જાય છે. જો દૂર થી નથી ભગાવતા તો માયા ની પણ આદત પડી જાય છે કારણકે તે જાણી જાય છે કે અહીં મને બેસવા દેશે, બેસવા દેવાની નિશાની છે માયા આવે છે, વિચારે છે કે માયા છે, પરંતુ છતાં પણ શું વિચારે? હજી સંપૂર્ણ થોડી બન્યાં છીએ, કોઈ નથી સંપૂર્ણ બન્યાં. હજી તો બની રહ્યાં છીએ, બની જઈશું, ગે-ગે કરવા લાગી જાય છે તો માયા ને બેસવાની આદત પડી જાય છે. તો આજે જન્મદિવસ તો મનાવી રહ્યાં છો, બાપ પણ દુવાઓ, મુબારક તો આપી રહ્યાં છે પરંતુ બાપ દરેક બાળક ને, લાસ્ટ નંબરવાળા બાળક ને પણ કયા રુપ માં જોવા ઈચ્છે છે? લાસ્ટ નંબર પણ બાપ નો પ્રિય તો છે ને? તો બાપ લાસ્ટ નંબર વાળા બાળક ને પણ સદા ગુલાબ જોવા ઈચ્છે છે, ખીલેલાં. મુરઝાયેલા નહીં. મુરઝાવવા નું કારણ છે થોડું અલબેલાપણું. થઈ જશે, જોઈ લઈશું, કરી જ લઈશું, પહોંચી જ જઈશું… તો આ ગે-ગે ની ભાષા નીચે ઉતારી દે છે. તો ચેક કરો - કેટલો સમય વીતી ગયો, હવે સમય ની સમીપતા નો અને અચાનક થવાનો ઈશારો તો બાપદાદાએ આપી જ દીધો છે, આપી રહ્યાં છે નહીં, આપી જ દીધો છે. એવા સમય માટે એવરરેડી, એલર્ટ આવશ્યક છે. એલર્ટ રહેવા માટે ચેક કરો - અમારું મન અને બુદ્ધિ સદા ક્લિન અને ક્લિયર છે? ક્લિન પણ જોઈએ, ક્લિયર પણ જોઈએ. એનાં માટે સમય પર વિજય પ્રાપ્ત કરવા માટે મન માં, બુદ્ધિ માં કેચિંગ પાવર અને ટચિંગ પાવર બંને ખૂબ આવશ્યક છે. એવી પરિસ્થિતિ આવવાની છે જે ક્યાંય દૂર પણ બેઠાં છો પરંતુ ક્લિન અને ક્લિયર મન અને બુદ્ધિ હશે તો બાપ નો ઈશારો, ડાયરેક્શન, શ્રીમત જે મળવાની છે, તે કેચ કરી શકશો. ટચ (સ્પર્શ) થશે આ કરવાનું છે, આ નથી કરવાનું એટલે બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે તો વર્તમાન સમય સાઈલેન્સ ની શક્તિ પોતાની પાસે જેટલી થઈ શકે જમા કરો. જ્યારે ઈચ્છો, જેવી રીતે ઈચ્છો તેવી રીતે મન અને બુદ્ધિ ને કંટ્રોલ કરી શકો. વ્યર્થ સંકલ્પ સ્વપ્ન માં પણ ટચ ન કરે, એવું માઈન્ડ કંટ્રોલ જોઈએ એટલાં માટે કહેવત છે મન જીતે જગતજીત. જેવી રીતે સ્થૂળ કર્મેન્દ્રિયો હાથ છે, જ્યાં ઈચ્છો, જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી ઓર્ડર થી ચલાવી શકો છો. એવી રીતે મન અને બુદ્ધિ નો કંટ્રોલિંગ પાવર આત્મા માં દરેક સમયે ઈમર્જ હોય. એવું નહીં યોગ નાં સમયે અનુભવ થાય છે પરંતુ કર્મ નાં સમયે, વ્યવહાર નાં સમયે, સંબંધ નાં સમયે અનુભવ ઓછો થાય. અચાનક પેપર આવવાનું છે કારણકે ફાઈનલ રિઝલ્ટ નાં પહેલાં પણ વચ્ચે-વચ્ચે પેપર લેવાય છે.
તો આ બર્થડે પર વિશેષતા શું કરશો? સાઈલેન્સ ની શક્તિ જેટલી જમા કરી શકો, એક સેકન્ડ માં સ્વીટ સાઈલેન્સ ની અનુભૂતિ માં ખોવાઈ જાઓ કારણકે સાયન્સ અને સાઈલેન્સ, સાયન્સ પણ અતિ માં જઈ રહી છે. તો સાયન્સ પર સાઈલેન્સ ની શક્તિ થી વિજય પરિવર્તન કરશે. સાઈલેન્સ ની શક્તિ થી દૂર બેઠાં કોઈ આત્મા ને સહયોગ પણ આપી શકો છો, સકાશ આપી શકો છો. ભટકેલું મન શાંત કરી શકો છો. બ્રહ્મા બાપ ને જોયા જ્યારે પણ કોઈ અનન્ય બાળક થોડું હલચલ માં કે શારીરિક હિસાબ-કિતાબ માં રહ્યું તો સવારે-સવારે ઉઠીને બાળક ને સાઈલેન્સ ની શક્તિ નો સકાશ આપ્યો અને તે અનુભવ કરતા હતાં. તો અંત માં પણ આ સાઈલેન્સ ની સેવા નો સહયોગ આપવો પડશે. પરિસ્થિતિ અનુસાર આ ખૂબ ધ્યાન માં રાખો, સાઈલેન્સ ની શક્તિ કે પોતાનાં શ્રેષ્ઠ કર્મો ની શક્તિ જમા કરવાની બેંક ફક્ત હમણાં ખુલે છે બીજા કોઈ જન્મ માં જમા કરવાની બેંક નથી. હમણાં જો જમા નથી કર્યુ પછી બેંક જ નહીં હશે તો શેમાં જમા કરશો? એટલે જમા ની શક્તિ ને જેટલી ભેગી કરવા ઈચ્છો એટલી કરી શકો છો. આમ લોકો પણ કહે છે જે કરવાનું છે તે હમણાં કરી લો. જે વિચારવાનું છે હમણાં વિચારી લો. હમણાં જે પણ વિચારશો તે વિચાર, વિચાર રહેશે પછી થોડા સમય પછી જ્યારે સમય ની સીમા નજીક આવશે તો વિચાર પશ્ચાતાપ નાં રુપ માં બદલાઈ જશે. આ કરતા હતાં, આ કરવાનું હતું… તો વિચાર નહીં રહેશે, પશ્ચાતાપ માં બદલાઈ જશે એટલે બાપદાદા પહેલાં થી જ ઈશારો આપી રહ્યાં છે. સાઈલેન્સ ની શક્તિ, એક સેકન્ડ માં કાંઈ પણ થાય, સાઈલેન્સ માં ખોવાઈ જાઓ. આ નહીં, પુરુષાર્થ કરી રહ્યાં છીએ! જમા નો પુરુષાર્થ હમણાં કરી શકો છો.
તો બાપદાદા ને બાળકો સાથે સ્નેહ છે, બાપદાદા એક-એક બાળક ને સાથે લઈ જવા ઈચ્છે છે. જે વાયદો છે સાથે રહીશું, સાથે ચાલીશું… તે વાયદો નિભાવવા માટે સમાન સાથે ચાલશે. સંભળાવ્યું હતું ને - ડબલ ફોરેનર્સ ને હાથ માં હાથ આપીને ચાલવાનું ગમે છે, તો શ્રીમત નો હાથ માં હાથ હોય, બાપ ની શ્રીમત તે તમારી મત આને કહેવાય છે હાથ માં હાથ. તો ઠીક છે - આજે બર્થડે ઉત્સવ મનાવવા આવ્યાં છો ને? બાપદાદા ને પણ ખુશી છે કે મારા બાળકો, ફખુર (ગર્વ) છે બાપ ને કે મારા બાળકો સદા ઉત્સાહ માં રહેતાં ઉત્સવ મનાવતા રહે છે. દરરોજ ઉત્સવ મનાવો છો કે વિશેષ દિવસ પર? સંગમયુગ જ ઉત્સવ છે. યુગ જ ઉત્સવ નો છે. બીજો કોઈ યુગ સંગમયુગ જેવો નથી. તો બધાને ઉમંગ-ઉત્સાહ છે ને કે અમારે સમાન બનવાનું જ છે. છે? બનવાનું જ છે, કે જોશો, બનીશું, કરીશું, ગે ગે તો નથી? જે સમજે છે બનવાનું જ છે, તે હાથ ઉઠાવો. બનવાનું જ છે, ત્યાગ કરવો પડશે તપસ્યા કરવી પડશે. તૈયાર છો કાંઈ પણ ત્યાગ કરવો પડે. સૌથી મોટો ત્યાગ શું છે? ત્યાગ કરવા માં સૌથી મોટા માં મોટો એક શબ્દ વિઘ્ન નાખે છે. ત્યાગ, તપસ્યા, વૈરાગ, બેહદ નો વૈરાગ, આમાં એક જ શબ્દ વિઘ્ન નાખે છે, જાણો તો છો. કયો એક શબ્દ છે? ‘હું’, બોડી કોન્શિયસ નો હું. એટલે બાપદાદાએ કહ્યું જેવી રીતે હમણાં જ્યારે પણ મારું કહો છો તો પહેલાં શું યાદ આવે છે? મારા બાબા. મારા બાબા આવે છે ને? ભલે મારું બીજું કાંઈ પણ કરો પરંતુ મારું કહેવાની આદત પડી ગઈ છે પહેલાં બાબા આવે છે. એવી રીતે જ જ્યારે હું કહો છો, તો જેવી રીતે મારા બાબા ભૂલાતા નથી, ક્યારેય કોઈને મારા કહો ને તો બાબા શબ્દ આવે જ છે, એવી રીતે જે જ્યારે હું કહો તો પહેલાં આત્મા યાદ આવે. હું કોણ? આત્મા. હું આત્મા આ કરી રહ્યો છું. હું અને મારું, હદ નું બદલી બેહદ નું થઈ જાય. થઈ શકે છે? થઈ શકે છે? ગરદન તો હલાવો. આદત પાડો, હું કહો તો તરત આવે આત્મા. અને જ્યારે હું-પણું આવે છે તો એક શબ્દ યાદ આવે - કરાવનહાર કોણ? બાપ કરાવનહાર કરાવી રહ્યાં છે. કરાવનહાર શબ્દ કરતી વખતે સદા યાદ રહે. હું-પણું નહીં આવશે. મારો વિચાર, મારી ફરજ, ફરજ નો પણ ખૂબ નશો હોય છે. મારી ફરજ… પરંતુ આપવા વાળા દાતા કોણ? આ ફરજ જ પ્રભુ ની દેન છે. પ્રભુ ની દેન ને હું માનવું, વિચારો સારું છે?
બાપદાદા દરેક સ્થાન થી હવે રીઝલ્ટ ઈચ્છે છે. આ એક મહિનો એવો નેચરલ નેચર બનાવો કારણકે નેચરલ નેચર જલ્દી થી બદલાતો નથી. તો નેચરલ નેચર બનાવો જે બતાવ્યું ને - સદા તમારા ચહેરા થી બાપ નાં ગુણ દેખાય, ચલન થી બાપ ની શ્રીમત દેખાય. સદા હર્ષિત ચહેરો હોય. સદા સંતુષ્ટ રહેવાની અને સંતુષ્ટ કરવાની ચાલ હોય. દરેક કર્મ માં, કર્મ અને યોગ નું બેલેન્સ હોય. ઘણાં બાળકો બાપદાદા ને ખૂબ સારી-સારી વાતો સંભળાવે છે, બતાવે શું કહે છે? કહે છે બાબા તમે સમજી લો ને મારો આ નેચર છે, બીજું કાંઈ નથી, મારો નેચર જ આ છે. હવે બાપદાદા શું કહે? મારો નેચર છે? મારા બોલ એવાં છે, ઘણાં એમ કહે છે, ક્રોધ થોડી કર્યો, મારું બોલવાનું થોડું મોટે થી છે, થોડું તેજ (મોટેથી) બોલ્યો, ક્રોધ થોડી કર્યો ફક્ત તેજ બોલ્યો. જુઓ, કેટલી મીઠી-મીઠી વાતો છે. બાપદાદા કહે છે જેને તમે પોતાનો નેચર કહો છો, આ મારો કહેવું જ ખોટું છે. મારો નેચર આ રાવણ નો નેચર છે કે તમારો નેચર છે? તમારો નેચર અનાદિકાળ, આદિકાળ, પૂજ્યકાળ આ ઓરીજનલ નેચર છે. રાવણ ની વસ્તુ ને મારી-મારી કહો છો ને એટલે જતી નથી. પારકી વસ્તુ ને પોતાની બનાવીને રાખી છે ને, કોઈ પારકી વસ્તુ ને પોતાની પાસે સંભાળીને રાખે, છુપાવીને રાખે, સારું મનાય છે? તો રાવણ નો નેચર, પારકા નેચર ને મારો કેમ કહો છો? ખૂબ ફખુર થી કહો છો મારો દોષ નથી, મારો નેચર છે. બાપદાદા ને પણ રિઝાવાની (ખુશ કરવાની) કોશિશ કરો છો. હવે આ સમાપ્તિ સમારોહ કરશો? કરશો? જુઓ, દિલ થી કહો, મન થી કરો, જ્યાં મન હશે ને, ત્યાં બધું થઈ જશે. મન થી માનો કે આ મારો નેચર નથી. આ બીજા ની વસ્તુ છે, તે નથી રાખવાની. તમે તો મરજીવા બની ગયા ને? તમારો બ્રાહ્મણ નેચર છે કે આ જૂનો નેચર છે? તો સમજ્યાં બાપદાદા શું ઈચ્છે છે? ભલે મનોરંજન મનાવો, ડાન્સ કરો, ખેલ કરો પરંતુ… પરંતુ છે. બધું કરતા પણ સમાન બનવાનું જ છે. સમાન બન્યાં વગર સાથે ચાલશો કેવી રીતે? કસ્ટમ માં, ધર્મરાજપુરી માં રોકાવું પડશે, સાથે નહીં ચાલશો. તો શું, બતાવો દાદીઓ, એક મહિનો રિઝલ્ટ જુએ? જુએ? બોલો, જુએ? એક મહિનો અટેન્શન રાખશો? એક મહિનો જો અટેન્શન રાખ્યું તો નેચરલ થઈ જશે. મહિના નો એક દિવસ પણ છોડવાનો નથી. સારું, જવાબદારી ઉઠાવે છે દાદીઓ. બધા સાથે રહીને એક-બીજા પ્રત્યે શુભભાવના-શુભકામના નો હાથ ફેલાવો. જેવી રીતે કોઈ પડે છે ને તો એમને હાથ આપી પ્રેમ થી ઉઠાવે છે તો શુભ ભાવના અને શુભકામના નો હાથ, એક-બીજા ને સહયોગ આપી આગળ વધારતા ચાલો. ઠીક છે? ફક્ત તમે ચેક ઓછું કરો છો, કરીને પછી ચેક કરો છો, થઈ ગયું ને? પહેલાં વિચારો, પછી કરો. પહેલાં કરો પછી વિચારો નહીં. કરવાનું જ છે.
સારું. હવે બાપદાદા કઈ ડ્રિલ કરાવવા ઈચ્છે છે? એક સેકન્ડ માં શાંતિ ની શક્તિ સ્વરુપ બની જાઓ. એકાગ્ર બુદ્ધિ, એકાગ્ર મન. આખાં દિવસ માં એક સેકન્ડ વચ્ચે-વચ્ચે કાઢી અભ્યાસ કરો. સાઈલેન્સ નો સંકલ્પ કર્યો અને સ્વરુપ બન્યાં. એના માટે સમય ની આવશ્યકતા નથી. એક સેકન્ડ નો અભ્યાસ કરો, સાઈલેન્સ. અચ્છા.
ચારેય તરફ નાં જન્મ ઉત્સવ મનાવવા વાળા ભાગ્યવાન આત્માઓ ને, સદા ઉત્સાહ માં રહેવાવાળા સંગમયુગ નાં ઉત્સવ ને મનાવવા વાળા, એવાં સર્વ ઉમંગ-ઉત્સાહ ની પાંખો થી ઉડવા વાળા બાળકો ને, સદા મન અને બુદ્ધિ ને એકાગ્રતા નાં અનુભવી બનાવવા વાળા મહાવીર બાળકો ને, સદા સમાન બનવાના ઉમંગ ને સાકાર રુપ માં લાવવા વાળા ફોલો ફાધર કરવા વાળા બાળકો ને, સદા એક-બીજા નાં સ્નેહી-સહયોગી હિંમત અપાવવા વાળા બાપ દ્વારા મદદ નું વરદાન અપાવવા વાળા વરદાની બાળકો ને, મહાદાની બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને પદમ-પદમ-પદમ પદમગુણા મુબારક છે, મુબારક છે, મુબારક છે.
| વરદાન :- |
સદા એકાંત અને સ્મરણ માં વ્યસ્ત રહેવાવાળા બેહદ નાં વાનપ્રસ્થી ભવ વર્તમાન સમય નાં પ્રમાણે તમે બધા વાનપ્રસ્થ અવસ્થા ની સમીપ છો. વાનપ્રસ્થી ક્યારેય ગુડ્ડીઓ નાં ખેલ નથી કરતાં. તે સદા એકાંત અને સ્મરણ માં રહે છે. તમે બધા બેહદ નાં વાનપ્રસ્થી સદા એક નાં અંત માં અર્થાત્ નિરંતર એકાંત માં રહો સાથે-સાથે એક નું સ્મરણ કરતા સ્મૃતિ સ્વરુપ બનો. બધા બાળકો પ્રત્યે બાપદાદા ની આ જ શુભ આશ છે કે હવે બાપ અને બાળકો સમાન થઈ જાઓ. સદા યાદ માં સમાયેલા રહો. સમાન બનવું જ સમાવવું છે - આ જ વાનપ્રસ્થ સ્થિતિ ની નિશાની છે. |
| સ્લોગન :- | તમે હિંમત નો એક કદમ વધારો તો બાપ મદદ નાં હજાર કદમ વધારશે. |
અવ્યક્ત ઈશારા - હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો
જેવી રીતે બાપ માટે બધાનાં મુખ માંથી એક જ અવાજ નીકળે છે - “મારા બાબા”. એવી રીતે આપ દરેક શ્રેષ્ઠ આત્માઓ પ્રત્યે આ ભાવના હોય, મહેસુસતા હોય. દરેક દ્વારા મારા-પણા ની ભાસના આવે. દરેક સમજે કે આ મારા શુભચિંતક સહયોગી સેવા નાં સાથી છે, આને કહેવાય છે - બાપ સમાન, કર્માતીત સ્ટેજ નાં તખ્તનશીન.
સુચના:- આજે મહિના નો ત્રીજો રવિવાર છે, બધા રાજયોગી તપસ્વી ભાઈ બહેનો સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી, વિશેષ યોગ અભ્યાસ નાં સમયે પોતાનાં લાઈટ-માઈટ સ્વરુપ માં સ્થિત થઈ, ભ્રકુટી ની મધ્ય બાપદાદા નું આહવાન કરતા, કમ્બાઈન્ડ સ્વરુપ નો અનુભવ કરે અને ચારેય તરફ લાઈટ-માઈટ ની કિરણો ફેલાવવા ની સેવા કરે.