| 15.02.2026 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
“અવ્યક્ત-બાપદાદા”
|
રીવાઈઝ ૨૨-૦૨-૦૯ મધુબન |
“ બર્થ ડે ( જન્મ દિવસ ) પર ફાસ્ટ સો ફર્સ્ટ ડિવિઝન માં આવવાની ગિફ્ટ લેવા માટે દરેક શ્વાંસ , સંકલ્પ સમર્થ હોય , દિલ ( મન ) મોટું અને સાચ્ચું હોય તો દરેક જરુરીયાત પૂરી થશે”
આજે જીરો બાપ પોતાનાં હીરો બાળકો ને મળવા આવ્યાં છે. આજ નો દિવસ તમે બધા પણ બાપ નો અને બાપ ની સાથે પોતાનો પણ બર્થ ડે મનાવવા આવ્યાં છો. તો બાપદાદા સર્વ બાળકો ની ભલે સન્મુખ બેઠાં છે કે ભલે દૂર બેઠાં દિલ નાં નજીક બેઠાં છે, ચારેય તરફ નાં બાળકો ને સર્વ સંબંધ સાથે મુબારક આપી રહ્યાં છે. તેમાં પણ વિશેષ ત્રણ મુબારક બાપ, શિક્ષક અને સદ્દગુરુ નાં રુપ ની ત્રણ વધાઈઓ પાલના, ભણતર અને વરદાનો ની ચારેય તરફ નાં બાળકો ને વિશેષ આપી રહ્યાં છે. બધા બાળકો ને મુબારક છે, મુબારક છે, મુબારક છે.
આજે આ વિશેષ જન્મ ને ભક્ત પણ મનાવે છે પરંતુ તમે બાળકો જાણો છો કે આ બર્થ ડે બાપ અને બાળકો નાં અવિનાશી સ્નેહ નો જન્મદિવસ છે. આદિ થી લઈને બાપ અને બાળકો સાથે છે, સાથે વિશ્વ પરિવર્તન નાં કાર્ય માં પણ બાપ બાળકો ની સાથે છે, કારણકે બાપ અને બાળકો નો ખૂબ-ખૂબ સ્નેહ છે. હમણાં પણ સાથે છે અને પોતાનાં ઘરે જવાનું છે તો પણ સાથે જવાનું છે. બાપ બાળકો વગર નથી જઈ શકતા અને બાળકો બાપ વગર નથી જઈ શકતા કારણકે દિલ નાં સ્નેહ નો સાથ છે. ઘર નાં પછી જ્યારે રાજ્ય માં આવશો તો પણ બ્રહ્મા બાપ ની સાથે-સાથે રાજ્ય કરશો. તો સર્વ જન્મો કરતાં આ જન્મ સૌથી પ્રિય અને ન્યારો છે. આ જન્મ નું જે મુલ્ય છે તે આખાં કલ્પ માં ૮૪ જન્મ માં નથી, એવાં સ્નેહી અને સાથ વાળો વિશેષ આ હીરા તુલ્ય જન્મ છે. તો તમે બધા પોતાનો જન્મદિવસ મનાવવા આવ્યાં છો કે બાપ નો મનાવવા આવ્યાં છો? કે બાપ બાળકો નો મનાવવા આવ્યાં છે અને બાળકો બાપ નો મનાવવા આવ્યાં છે? ચારેય તરફ ભક્ત પણ શિવજયંતી અથવા શિવરાત્રિ કહીને મનાવે છે, ખૂબ પ્રેમ થી મનાવે છે બાપદાદા ભક્તો ને જોઈને ભક્તો ને પણ ભક્તિ નું ફળ આપે છે. પરંતુ તમારું મનાવવું અને ભક્તો નાં મનાવવા માં ફરક છે. તે રાત્રે મનાવે છે અને તમે અમૃતવેલા મનાવો છો, અમૃતવેલા શ્રેષ્ઠ વેલા છે. અમૃતવેલા જ બાપદાદા દરેક બાળક ની ઝોલી વરદાનો થી ભરી દે છે. બધાની ઝોલી વરદાનો થી ભરેલી છે ને? રોજ વરદાતા બાપ પાસે થી વરદાન મળે જ છે. કેટલાં વરદાન તમને એક-એક બાળક ને બાપદાદા દ્વારા મળ્યાં છે, તે વરદાનો થી ઝોલી ભરેલી છે ને? તો બધા ખૂબ ઉમંગ-ઉત્સાહ થી પહોંચી ગયા છો. બાપદાદા પણ બાળકો ને જોઈ ખૂબ-ખૂબ ખુશ થઈ રહ્યાં છે અને ગીત ગાતા રહે છે વાહ બાળકો વાહ! બાળકો કહે છે વાહ બાબા વાહ! અને બાપ કહે છે વાહ બાળકો વાહ! કારણકે જે પણ બાપ નાં બાળકો બન્યાં છે તે બધા કોટો માં કોઈ આત્માઓ છે. વિશ્વ માં કેટલાં કોટી આત્માઓ છે પરંતુ એમાંથી આપ બાળકો ને જેમને બાપ કહે છે લક્કી અને લવલી બાળકો છે એ કોટો માંથી કોઈ આપ બાળકો છો. નશો છે કે અમે જ કલ્પ-કલ્પ નાં કોટો માં કોઈ બાળકો છીએ. કેટલાં પણ મોટાં-મોટાં પદ વાળા આત્માઓ વર્તમાન સમયે પણ છે પરંતુ બાપ ને ઓળખી, બાપ નો બર્થ ડે મનાવવા વાળા ચારેય તરફ નાં ઓળખવા વાળા બાળકો કોટો માં કોઈ છે. તો આ ખુશી છે કે અમે કોટો માં પણ કોઈ છીએ! નશો છે? હાથ ઉઠાવો. અવિનાશી નશો છે ને? ક્યારેક-ક્યારેક વાળો તો નથી? સદા છે અને સદા જ રહેશે. માયા પેપર તો લે છે, અનુભવ છે ને? માયા નો પણ પરમાત્મ-બાળકો સાથે વધારે પ્રેમ છે. બાળકો જાણે છે કે માયા નો પરમાત્મ-બાળકો સાથે આદિ થી હમણાં સુધી સંબંધ છે. માયા અને પરમાત્મ-બાળકો બંને નો પરસ્પર સંબંધ છે, પરંતુ માયા નું કામ છે આવવાનું અને આપ બાળકોનું કામ શું છે? માયા ને દૂર થી ભગાવવાનું. આવવા નથી દેતા કે આવવા પણ દો છો? ના. દૂર થી જ ભગાવો. આવવા દો તો પછી એને આદત પડી જાય છે આવવાની. તે પણ સમજે છે આવવા તો દે છે ને, ચાલો. પરંતુ બાપ જુએ છે કે કોઈ-કોઈ બાળકો માયા ને આવવા તો દે છે પરંતુ ખાતરી પણ કરી લે છે, ચા-પાણી પણ પીવડાવી લે છે, ખબર છે, કઈ ખાતરી કરે છે? માયા નાં પ્રભાવ માં આવીને આ જ વિચારે છે કે હમણાં તો ટૂ-લેટ નું બોર્ડ નથી લાગ્યું, હજી તો સમય પડ્યો છે. પુરુષાર્થ કરી રહ્યાં છીએ, પહોંચી જઈશું. તો માયા પણ સમજે છે કે એક તો આવવા દીધી, બીજું આ તો મને તો સાથ આપી રહ્યાં છે, ખાતરી કરી રહ્યાં છે. કોઈ-કોઈ બાળકો માયા ને ઓળખી લે છે, પરંતુ કોઈ-કોઈ બાળકો ઓળખવામાં પણ ભૂલ કરી લે છે, માયા ની મત છે કે બાપ ની મત છે, ન ઓળખવાના કારણે માયા નાં પ્રભાવ માં આવી જાય છે પરંતુ બાપદાદા પોતાનાં લક્કી મહાવીર વિજયી બાળકો ને કહે છે આવવા ન દો, હવે આવે અને પછી ભગાવો, આમાં સમય ન લગાવો કારણકે સમય ઓછો છે અને તમારો જે વાયદો છે, વિશ્વ-પરિવર્તક બની, વિશ્વ સેવક બની વિશ્વ નાં આત્માઓ ને બાપ નો પરિચય આપી મુક્તિ નો વારસો અપાવીશું, તે કાર્ય હજી સમાપ્ત નથી થયું. તે કાર્ય ને સમાપ્ત કરવામાં સમય લગાવવાનો છે, જો માયા ને ભગાવવામાં સમય લગાવશો તો વિશ્વ પરિવર્તક નો જે વાયદો છે તે પૂરો કેવી રીતે કરશો? બાપ નાં સાથી છો ને, જન્મ થી જ વાયદો કર્યો છે, હમણાં પણ સાથે રહીશું, સાથે ચાલીશું…. એટલે હમણાં જે બાપ પાસે થી સર્વશક્તિઓ મળી છે એ શક્તિઓ નાં આધાર થી માયા ને દૂર થી ભગાવો. આમાં સમય ન લગાવો. જુઓ, ૭૦ વર્ષ પુરુષાર્થ કરતા રહ્યાં છો, હવે માયા નું આવવું અને ભગાવવી, હવે આનો સમય નથી કારણકે જાણો પણ છો, નોલેજફુલ તો છો ને? આખાં ડ્રામા ની નોલેજ છે, એટલે નોલેજફુલ બાળકો હવે સમય શેમાં લગાવવાનો છે? બે ખજાના ખૂબ જમા કરવાના છે. કયા બે ખજાના? એક સંકલ્પ અને બીજો સમય. બંને ખજાના મહાન છે અને તમે બધા જાણો છો કારણકે નોલેજફુલ બાપ નાં નોલેજફુલ બાળકો છો. માસ્ટર નોલેજફુલ છો ને? ફુલ, બુલ નહીં. કોઈ-કોઈ નોલેજબુલ છે, નોલેજફુલ નથી. તમે કોણ છો, નોલેજફુલ છો? હાથ ઉઠાવો. નોલેજફુલ કે નોલેજબુલ? બધા નોલેજફુલ છે? હાથ ઉઠાવો, સારું. વાહ! ફુલ નોલેજ આવી ગઈ છે! માયા ને ભગાવવા ની નોલેજ છે? પાછળ વાળા ને છે? સારું. ઝંડીઓ તો હલાવી રહ્યાં છે. માતાઓ ને છે? માતાઓ નોલેજફુલ છે? ડબલ ફોરેનર્સ! ડબલ ફોરેનર્સ પણ ઝંડીઓ હલાવી રહ્યાં છે. સારું, જુઓ કેટલું સારું દૃશ્ય લાગે છે. ઝંડીઓ તો સારી લાગી રહી છે. તો નોલેજફુલ અર્થાત્ માયા ને દૂર થી ભગાવવા વાળા. તો એવાં છો? કારણકે બાપદાદાએ પહેલાં જ કહી દીધું છે કે ખજાના જમા કરવાની બેંક ફક્ત આ સમયે સંગમયુગ માં છે પછી આખો કલ્પ જમા કરવાની બેંક નહીં મળશે. જે હમણાં જમા કર્યુ તે કામ માં લાગતું રહેશે. પરંતુ જમા કરવાની બેંક હમણાં સંગમયુગ પર ખુલે છે, એટલે તમે શું કહો છો? બધાને સંદેશ માં સંભળાવો છો ને, હમણાં નહીં તો ક્યારેય નહીં. તો તમને બધાને યાદ છે ને? હમણાં નહીં તો ક્યારેય નહીં. આ સદા યાદ રહે છે? કારણકે સંગમયુગ નો જન્મ સૌથી નાનો પરંતુ અમૂલ્ય જન્મ છે. આ જન્મ નું મૂલ્ય આખો કલ્પ ચાલે છે. તો ચેક કરો છો, અમારું જમા નું ખાતું કેટલું છે? જેટલું ઈચ્છો છો એટલું જમા થાય છે? કારણકે બાપદાદાએ પહેલાં જ કહી દીધું છે કે હવે ચાલવાનો સમય સમાપ્ત થયો. ઉડવાનો સમય છે. પુરુષાર્થ નો સમય પૂરો થયો પરંતુ હવે તીવ્ર પુરુષાર્થ નો સમય છે, તે પણ થોડો છે એટલે બાપદાદાએ ડબલ વિદેશીઓ ને ટાઈટલ આપ્યું છે ડબલ તીવ્ર પુરુષાર્થી. બોલો, ડબલ તીવ્ર પુરુષાર્થી છો! હાથ ઉઠાવો. ડબલ તીવ્ર પુરુષાર્થી, પાક્કું. સારું. બાપદાદા તો જન્મ ની મુબારક ની સાથે તમને વધાઈ પણ આપે છે. પદમ પદમ ગુણા વધાઈઓ છે, વધાઈઓ છે, વધાઈઓ છે.
બાપદાદાએ જોયું જે બાપદાદાએ હોમવર્ક આપ્યું હતું, ઓ.કે. નું. તે ઘણાં બાળકોએ અટેન્શન આપ્યું છે પરંતુ ૧૦૦ માર્ક્સ ખૂબ થોડા નાં છે. ૫૦ ટકા વાળા વધારે છે. પરંતુ બાપદાદા આ જ ઈચ્છે છે, સંભળાવે શું ઈચ્છે છે? બાપદાદા ની આ જ દરેક આશાઓ નાં દીપક, આશાઓ સંપન્ન કરવા વાળા મહાવીર બાળકો પાસે થી બાપ ની આ જ આશા છે કે સમય અનુસાર જો હમણાં થી બહુજકાળ તીવ્ર પુરુષાર્થ નો ચાર્ટ જમા નથી કર્યો તો પછી ક્યારે કરશો? બાપદાદા સમય પ્રતિ સમય ત્રણ શબ્દ યાદ અપાવે છે - એક અચાનક, બીજો એવરરેડી અને ત્રીજો બહુજ સમય નું ખાતું જમા, કારણકે બાપદાદા ઈચ્છે છે કે બાળકો પોતાનાં રાજ્ય માં ફર્સ્ટ જન્મ થી ૨૧ જન્મ સુધી ફુલ રાજ્ય ભાગ્ય નાં અધિકારી બને. હવે તો આ ખુશી છે ને કે પોતાનું રાજ્ય આવ્યું કે આવ્યું? જેવી રીતે હમણાં સંદેશ આપો છો બાપ આવ્યાં છે એવી રીતે આ પણ ખુશખબરી સંભળાવો કે આપનું દૈવી રાજ્ય સુખ શાંતિમય રાજ્ય આવ્યું કે આવ્યું. તો જ્યારે બધાને આ સંદેશ આપો છો તો પોતાનો પુરુષાર્થ પણ તીવ્ર બહુજ સમય નો જમા કરવાનો જોઈએ. આ હિસાબ બહુજકાળ થી સ્મૃતિ માં રાખો કારણકે મજા નવાં ઘર માં છે. જો બે-ત્રણ જન્મ ની પછી આવ્યાં, બે-ત્રણ મહિના મકાન ને થઈ જાય તો શું કહેવાશે? નવું છે કે ૩ મહિના થઈ ગયા છે? તો બાપદાદા ઈચ્છે છે કે એક-એક બાપદાદા નું લાડલું બાળક, વાહ-વાહ બાળક, બાપ નાં દિલતખ્તનશીન બાળક, પહેલાં જન્મ માં બ્રહ્મા બાપ નાં સાથી બનીને આવે. પસંદ છે! પસંદ છે? પસંદ છે? સારું. તો શું કરવું પડશે. કરવું પણ તો પડશે ને? પસંદ તો છે, બાપ ને પણ પસંદ છે પરંતુ કરવું શું પડશે? હવે થી, ચાલો વીત્યું તે વીત્યું, બાપદાદા માફ કરી દેશે, વીત્યું. હવે થી બર્થ ડે ની સોગાત (ભેટ) બાપ ને શું આપશો? બાપ ને કાંઈક તો સોગાત આપશો ને? બાપ નો જન્મદિવસ મનાવવા આવ્યાં છો, તો બાપ ને સોગાત શું આપશો? જે બાપ ની આશા છે દરેક બાળક માં લાસ્ટ માં, લાસ્ટ સો ફાસ્ટ થઈ શકે છે? જે પહેલીવાર આવ્યાં છે, તે હાથ ઉઠાવો. સારું.
તો બાપદાદા બધા લાસ્ટ આવવાવાળા બાળકો ને, પહેલીવાર આવવા ની પદમગુણા મુબારક આપી રહ્યાં છે. પરંતુ એક ભાગ્ય પણ બતાવી રહ્યાં છે, ભાગ્ય બનાવવા નું માર્જિન છે કારણકે ટૂલેટ નું બોર્ડ નથી લાગ્યું. જો કોઈ લાસ્ટ પણ ફાસ્ટ પુરુષાર્થ કરે, લાસ્ટ સો ફાસ્ટ અને ફાસ્ટ સો ફર્સ્ટ ડિવિઝન માં આવી શકે છે, ફર્સ્ટ નંબર નહીં, તે તો પ્રસિદ્ધ થઈ ગયા છે, પરંતુ ફર્સ્ટ ડિવિઝન માં આવી શકે છે. પસંદ છે? આવવા વાળા નવાં બાળકો ને પસંદ છે? ચાન્સ છે, બાપદાદા સીટ આપી દેશે પરંતુ કાંઈક કરવું પણ તો પડશે. એક-એક શ્વાંસ, એક-એક સંકલ્પ અટેન્શન, દરેક શ્વાંસ, દરેક સંકલ્પ સમર્થ હોય, વ્યર્થ ન હોય કારણકે તમારા બધાનું ભલે પહેલાં આવવા વાળાનું કે પાછળ આવવા વાળાનું પરંતુ ટાઈટલ શું છે? સમર્થ બાળકો છો, કમજોર બાળકો નથી. બાપદાદા યાદ-પ્યાર શું આપે છે? રોજ નાં યાદ-પ્યાર લાડલા, સિકિલધા, દિલતખ્તનશીન બાળકો, એટલે બાપ આ ગોલ્ડન ચાન્સ આપી રહ્યાં છે પરંતુ લેવાવાળા લો. બાપ આપશે, બંધાયેલા છે. છે કોઈ તીવ્ર પુરુષાર્થી? ચાન્સ છે. ટૂ-લેટ નું બોર્ડ લાગી ગયું પછી ફિનિશ. પરંતુ બાપદાદા ને જન્મ ની સોગાત શું આપશો? જન્મ ઉત્સવ મનાવવા આવ્યાં છો ને? બાપદાદાએ તો આપ બાળકો ને જન્મદિવસ પર આપ બધા બાળકો ને વિશેષ સોગાત આપી છે કે ૯૦ ટકા તમારો તીવ્ર પુરુષાર્થ આજ થી અંત સુધી જો છે તો ૧૦ ટકા બાપદાદા વધારીને આપશે. મંજુર છે? હવે વ્યર્થ ખતમ. જેમ જુઓ સતયુગ નાં દેવતાઓ આવે છે ને, તો એમને ખબર નથી અહીં ની ભાષા શું બોલે છે. પુરુષાર્થ શબ્દ કહે છે ને, તો તે કહેશે પુરુષાર્થ શું? કારણકે પ્રાલબ્ધ વાળા છે ને? એમ આપ તીવ્ર પુરુષાર્થીઓ ને સ્વપ્ન માં કે સંકલ્પ માં અથવા પ્રેક્ટિકલ કર્મ માં વ્યર્થ શું હોય છે, એની સમાપ્તિ હોય. છે હિંમત? ૧૦ ટકા બાપ ગ્રેસ માં આપશે. છે મંજૂર. હાથ ઉઠાવો. કેટલાં ટકા પાક્કું? ૧૦૦ ટકા, ના ૧૦૧ ટકા, કારણકે બાપદાદા ને બાળકો વગર, બાળકો નાં સાથ વગર ગમતું નથી. બાપ સમજે છે જ્યારે મારા બાબા કહી દીધું અને બાબાએ કહી દીધું મારા બાળકો, તો બાપ સમાન તો બનવું પડે. હવે દૃઢ સંકલ્પ ની આવશ્યક્તા છે. તમે લોકોએ પુસ્તક છપાવ્યું છે ને - દૃઢ સંકલ્પ જ સફળતા ની ચાવી છે. તો સંકલ્પ ને સાધારણ ન કરો. તમે છો કોણ? જો અહીં નાં પ્રેસિડેન્ટ રીવાજી (સાધારણ) ચલન ચાલે તો સારું લાગશે, અને તમે કોણ છો? તમે તો ત્રણ તખ્ત નાં નિવાસી છો. સૌથી મોટું તખ્ત બાપદાદા નું દિલતખ્ત. તો દિલતખ્ત વાળા પહેલાં જન્મ નાં સાથી તો બનશે. ભલે તખ્ત પર એક બેસશે પરંતુ રોયલ ફેમિલી રાજ્ય અધિકારી તો બની શકો છો. તો સાથ નિભાવવા વાળા, ઘર સુધી તો સાથે ચાલશે. બાપદાદા કેવી રીતે પણ લઈ જશે. વાયા લઈ જાય કે ડાયરેક્ટ લઈ જાય પરંતુ લઈ તો જશે. તો શું પછી ઘર માં બેસી જશો, બ્રહ્મા બાપ ચાલ્યાં જશે અને તમે બેસી જશો, સારું લાગશે? રાજયોગી છો ને? પોતાને શું ટાઈટલ આપો છો અને બીજાઓ ને પણ શું શીખવાડો છો? રાજયોગ કે પ્રજા યોગ? ભલે રોયલ પ્રજા પણ હોય પરંતુ પ્રજા યોગી તો નથી? રાજયોગી છો. તો બધાને બાપે આપ સર્વ બાળકો પ્રત્યે આપેલી સોગાત યાદ રહેશે? ક્યાં સુધી? અંત સુધી. બાપદાદાએ જોયું પુરુષાર્થ ખૂબ કરે છે, બાપદાદા જ્યારે જુએ છે બાળકો મહેનત ખૂબ કરી રહ્યાં છે તો બાળકો ની મહેનત જોઈને બાપ ને ગમતું નથી. એટલે મહોબ્બત માં રહો તો મહેનત ખતમ થઈ જશે. મારા બાબા, તો બીજું મારું ખતમ. જ્યારે મારા બાબા કહ્યું તો અનેક મારા એમાં ખતમ થઈ ગયા ને? એક રમકડું લાવો છો ને એક માં એક, એક માં એક હોય છે. એક માં ૧૦-૧૨ સમાઈ જાય છે, રમકડું બતાવો છો તો એક મારા બાબા, મારા બાબા કહેવાવાળા છો ને? મારા બાબા છે ને? મહારથીઓ નાં બાબા તો નથી? મારા બાબા. જ્યારે મારા બાબા છે તો હદ નું મારું તારા માં સમાવી લો. મારા નાં બદલે તારું કહો, કેટલો ફરક છે? મારું અને તારું કેટલો ફરક છે? મારું અને તારું. એક શબ્દ નો ફરક છે. તો પાક્કું છે ને મારા બાબા? પાક્કું છે, કેટલાં ટકા? ૧૦૦ ટકા, ૧૦૦ અને એક. એવી રીતે એક આંગળી ઉઠાવો. જે ૧૦૧ કહે છે, તે ઉઠાવો. બાપદાદા જોઈ રહ્યાં છે. ટી.વી. માં પણ જોઈ રહ્યાં છે. સારું.
ચારેય તરફ નાં બાપદાદા નાં દિલતખ્તનશીન બાળકો ને, ચારેય તરફ નાં તીવ્ર પુરુષાર્થી બાળકો ને, ચારેય તરફ નાં બાપદાદાએ જે ગિફ્ટ આપી, એ ગિફ્ટ ને સ્વીકાર કરવાવાળા અને જે બાળકોએ સંકલ્પ થી બાપદાદા ને ગિફ્ટ આપી, એ સંકલ્પ ને સદા દૃઢ કરવાવાળા એવાં દૃઢ પુરુષાર્થી, પ્રતિજ્ઞા કરી પ્રત્યક્ષતા કરવા વાળા સર્વ બાળકો ને બાપદાદા નાં ખૂબ-ખૂબ દિલ નાં દુલાર અને દિલ નાં યાદ-પ્યાર સ્વીકાર થાય અને બધા બાળકો ને વારંવાર વધાઈ, વધાઈ, વધાઈ.
| વરદાન :- |
મહેમાનપણા ની વૃત્તિ દ્વારા પ્રવૃત્તિ ને શ્રેષ્ઠ , સ્ટેજ ને ( સ્થિતિ ) ઊંચી બનાવવા વાળા સદા ઉપરામ ભવ જે સ્વયં ને મહેમાન સમજીને ચાલે છે તે પોતાનાં દેહ રુપી મકાન થી પણ નિર્મોહી થઈ જાય છે. મહેમાન નું પોતાનું કાંઈ નથી હોતું, કાર્ય માં બધી વસ્તુઓ લગાવશે પરંતુ મારાપણા નો ભાવ નહીં હશે. તે બધા સાધનો ને અપનાવતા પણ જેટલાં ન્યારા એટલાં બાપ નાં પ્યારા (પ્રિય) રહે છે. દેહ, દેહ નાં સંબંધ અને વૈભવો થી સહજ ઉપરામ થઈ જાય છે. જેટલી મહેમાનપણા ની વૃત્તિ રહેશે એટલી પ્રવૃત્તિ શ્રેષ્ઠ અને સ્ટેજ ઊંચી રહે છે. |
| સ્લોગન :- | પોતાનાં સ્વભાવ ને નિર્મળ બનાવી દો તો દરેક કદમ માં સફળતા સમાયેલી છે. |
આ અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો
દુનિયા ની આગળ હવે આ જ વાસ્તવિકતા દેખાય છે કે અમે બધા એક છીએ, એક નાં છીએ, એકરસ સ્થિતિવાળા છીએ. એક ની લગન માં મગન રહી એક નું નામ પ્રત્યક્ષ કરવાવાળા છીએ, હવે આ ન્યારી અને પ્યારી ગોલ્ડન સ્થિતિ નો ઝંડો લહેરાવો. નાનો હોય કે મોટા હોય, બીમાર હોય કે સ્વસ્થ હોય, મહારથી હોય કે ઘોડીસવાર, બધા એકમત થઈને સહયોગી બનો તો સહજ સફળતામૂર્ત બની જશો.