| 27.03.2026 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - જ્ઞાન સાગર બાપ દ્વારા તમે માસ્ટર જ્ઞાન સાગર બન્યાં છો , તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે , એટલે તમે છો ત્રિનેત્રી , ત્રિકાળદર્શી અને ત્રિલોકીનાથ” | |
| પ્રશ્ન :- | વિશ્વ ની રુહાની સેવા આપ બાળકો સિવાય કોઈ નથી કરી શકતું - કેમ? |
| ઉત્તર :- | કારણ કે તમને જ સુપ્રીમ રુહ (શિવબાબા) ની શક્તિ મળે છે. પહેલાં આપ આત્માઓ ને સુપ્રીમ રુહ દ્વારા જ્ઞાન નું ઇન્જેક્શન લાગે છે, જેનાંથી તમે ૫ વિકારો પર સ્વયં પણ વિજય પ્રાપ્ત કરો છો અને બીજાઓ ને પણ કરાવો છો. આવી સેવા બીજું કોઈ કરી ન શકે. કલ્પ-કલ્પ આપ બાળકો જ આ રુહાની સેવા કરો છો. |
ઓમ્ શાંતિ ! બાપ ની યાદ માં બેસવાનું છે બીજા કોઈ પણ દેહધારી ની યાદ માં નથી બેસવાનું. નવાં-નવાં જે આવે છે બાપ ને તો જાણતાં જ નથી. એમનું નામ તો ખૂબ સહજ છે શિવબાબા. બાપ ને બાળકો નથી જાણતાં, કેટલું વન્ડર (આશ્ચર્ય) છે. શિવબાબા ઊંચા માં ઊંચા, સર્વ નાં સદ્દગતિ દાતા છે. સર્વ પતિતો નાં પાવન કર્તા, સર્વ નાં દુઃખહર્તા પણ કહે છે પરંતુ એ કોણ છે, આ કોઈ નથી જાણતું, આપ બી.કે. સિવાય. તમે છો એમનાં પોત્રા-પોત્રીઓ. તે તો જરુર પોતાનાં બાપ અને એમની રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણશે. બાપ દ્વારા બાળકો જ બધું જાણી જાય છે. આ છે જ પતિત દુનિયા. સર્વ કળિયુગી પતિતો ને સતયુગી પાવન કેવી રીતે બનાવે છે તે તો બી.કે. સિવાય દુનિયા માં કોઈ જાણતું નથી. કળિયુગી દુર્ગતિ થી કાઢવા વાળા સતયુગી સદ્દગતિ દાતા બાપ જ છે. શિવજયંતી પણ ભારત માં જ થાય છે. જરુર એ આવે છે પરંતુ ભારત ને શું આવીને આપે છે, આ ભારતવાસી નથી જાણતાં. દર વર્ષે શિવજયંતી મનાવે છે પરંતુ જ્ઞાન નું ત્રીજું નેત્ર નથી એટલે બાપ ને જાણતા નથી.
ગીત :- નયનહીન કો રાહ દિખાઓ…
આ મનુષ્યો નું જ બનાવેલું ગીત છે કે અમે બધા નયનહીન છીએ. આ સ્થૂળ નયન તો બધાને છે પરંતુ પોતાને નયનહીન કેમ કહે છે? તે બાપ સમજાવે છે કે જ્ઞાન નું ત્રીજું નેત્ર કોઈને નથી. બાપ ને ન જાણવા આ થયું અજ્ઞાન. બાપ ને બાપ દ્વારા જાણવા આને કહેવાય છે જ્ઞાન. બાપ જ્ઞાન નું ત્રીજું નેત્ર આપે છે, જેનાથી તમે આખી રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. જ્ઞાન સાગર નાં બાળકો તમે માસ્ટર જ્ઞાનસાગર બની જાઓ છો. ત્રીજું નેત્ર એટલે જ ત્રિનેત્રી, ત્રિકાળદર્શી, ત્રિલોકીનાથ બની જાઓ છો. ભારતવાસી આ નથી જાણતા કે આ લક્ષ્મી-નારાયણ જે સતયુગ નાં માલિક હતાંં, તેમને આ વારસો કેવી રીતે મળ્યો? એ ક્યારે આવ્યાં? પછી ક્યાં ગયાં? પછી કેવી રીતે રાજ્ય લીધું? કાંઈ પણ નથી જાણતાં. આ દેવતાઓ પાવન છે ને? પાવન તો જરુર બાપ જ બનાવશે.
આપ ભારતવાસીઓ ને બાપ સમજાવે છે. જે દેવતાઓ ને, શિવ ને માને છે. શિવ નો જન્મ પણ ભારત માં થયો છે. ઊંચા માં ઊંચા છે ભગવાન. શિવજયંતી પણ અહીં મનાવે છે. જગત અંબા, જગત પિતા બ્રહ્મા અને સરસ્વતી નો પણ જન્મ અહીંયા જ છે. લક્ષ્મી-નારાયણ નો જન્મ પણ અહીં જ થાય છે, એ જ રાધા-કૃષ્ણ છે. આ પણ ભારતવાસી નથી જાણતાં. કહે છે પતિત-પાવન આવો તો જરુર બધા પતિત છે. સાધુ-સંત, ઋષિ-મુનિ વગેરે બધા પોકારે છે કે અમને પાવન બનાવવા આવો. બીજી તરફ કુંભ નાં મેળા વગેરે માં જાય છે પાપ ધોવાં. સમજે છે ગંગા પતિત-પાવની છે. પોકારે છે કે પતિત-પાવન આવો તો મનુષ્ય કોઈને કેવી રીતે પાવન બનાવી શકે? બાપ સમજાવે છે તમે પહેલાં દેવી-દેવતા ધર્મ નાં હતાંં તો બધા પાવન હતાંં. હમણાં પતિત છો. કહે છે કે રાહ બતાવો પ્રભુ. તો ક્યાંની રાહ? કહે છે બાબા જીવનમુક્તિ ની રાહ બતાવો. અમારા માં ૫ વિકાર છે. બાબા અમે બધા સ્વર્ગ માં હતાંં તો નિર્વિકારી હતાંં. હમણાં વિકારી પતિત બની ગયા છીએ, આનું કાંઈ રહસ્ય તો સમજાવો. આ કોઈ દંતકથાઓ નથી. બાપ સમજાવે છે - શ્રીમત ભગવત્ ગીતા અથવા પરમાત્મા ની સંભળાવેલી ગીતા છે. પતિતો ને પાવન બનાવવા વાળા છે નિરાકાર ભગવાન. મનુષ્ય ને ભગવાન ન કહી શકાય. બાપ કહે છે - આટલાં મોટાં-મોટાં ગુરુ હોવા છતાં પણ ભારત આટલું પતિત કોડી જેવું કેમ બન્યું છે? કાલ ની વાત છે કે ભારત સ્વર્ગ હતું. બાબાએ ભારત ને સ્વર્ગ ની સૌગાત (ભેટ) આપી હતી. ભારતવાસી પતિતો ને આવીને રાજયોગ શીખવાડી પાવન બનાવ્યાં હતાંં. હવે ફરી બાપ બાળકો ની પાસે આવ્યાં છે સેવાધારી બનીને. બાપ છે રુહાની સેવાધારી. બાકી તો બધા મનુષ્ય માત્ર છે શરીરધારી સેવાધારી. સંન્યાસી પણ શરીરધારી સેવાધારી છે. તે પુસ્તક વગેરે બેસીને સંભળાવે છે. બાપ કહે છે હું નિરાકાર સાકાર સાધારણ વૃદ્ધ તન માં પ્રવેશ કરી આવીને બાળકો ને સમજાવું છું. હે ભારતવાસી બાળકો, જુઓ રુહાની બાપ રુહો ને બેસીને સમજાવે છે. આ બ્રહ્મા નથી સંભળાવતા પરંતુ એ નિરાકાર બાપ આ તન નો આધાર લે છે. શિવ ને તો પોતાનું શરીર નથી. સાલિગ્રામ આત્માઓ ને તો પોત-પોતાનાં શરીર છે. પુનર્જન્મ માં આવતાં-આવતાં પતિત બની જાય છે. હમણાં તો આખી દુનિયા પતિત છે. પાવન એક પણ નથી. તમે સતોપ્રધાન હતાંં પછી ખાદ પડવાથી સતો થી રજો, તમો માં આવ્યાં છો. આપ ભારતવાસીઓ ની પાસે શિવબાબા આવીને શરીર ધારણ કરે છે જેને ભાગીરથ પણ કહેવાય છે. મંદિરો માં શંકર નું ચિત્ર દેખાડે છે કારણ કે તે શિવશંકર સાથે સમજી લે છે. આ સમજતા નથી કે શિવ તો નિરાકાર છે, શંકર તો આકારી છે. શિવશંકર સાથે કેવી રીતે કહેવાય છે? સારું, પછી બળદ પર સવારી કોણ કરે છે. શિવ કે શંકર? સૂક્ષ્મવતન માં બળદ ક્યાંથી આવ્યો? શિવ રહે છે મૂળવતન માં, શંકર સૂક્ષ્મવતન માં. મૂળવતન માં બધા આત્માઓ છે. સૂક્ષ્મવતન માં ફક્ત બ્રહ્મા, વિષ્ણુ, શંકર છે, ત્યાં જાનવર હોતાં નથી. બાપ કહે છે હું સાધારણ વૃદ્ધ તન માં પ્રવેશ કરી તમને સમજાવું છું. આપ બાળકો પોતાનાં જન્મો ને નથી જાણતાં. સતયુગ થી લઈને તમે કેટલાં જન્મ લીધાં છે? ૮૪ જન્મ લીધાં. હમણાં આ છે અંત નો જન્મ. ભારત જે અમરલોક પાવન હતું, તે હવે મૃત્યુલોક પતિત છે. સર્વ નાં સદ્દગતિ દાતા તો એક છે ને? રુદ્ર માળા છે જ પરમપિતા પરમાત્મા નિરાકાર શિવ ની. શ્રી શ્રી ૧૦૮ રુદ્ર માળા કહેવાય છે. બધા શિવ નાં ગળા નાં હાર છે. બાપ તો છે પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા, સર્વ ને વારસો આપવા વાળા. લૌકિક બાપ પાસે થી હદ નો વારસો મળે છે જેમને સંન્યાસી કાગ વિષ્ટા સમાન સુખ સમજે છે. બાપ કહે છે કે બરોબર આ તમારું સુખ કાગ વિષ્ટા સમાન છે. બાપ જ આવીને પતિતો ને પાવન અથવા કાંટાઓ ને ફૂલ બનાવે છે નોલેજ થી. આ ગીતા ની નોલેજ છે. આ જ્ઞાન કોઈ મનુષ્ય નથી સમજાવી શકતાં. જ્ઞાન નાં સાગર પતિત-પાવન બાપ જ સમજાવી શકે છે. બાપ પાસે થી જ વારસો મળે છે જે તમે લઈ રહ્યાં છો. તમે જ ફક્ત સદ્દગતિ તરફ જઈ રહ્યાં છો. હમણાં તો સંગમ પર છો, તે તો કળિયુગ માં છે. હમણાં છે કળિયુગ નો અંત. મહાભારત લડાઈ પણ સામે છે. ૫ હજાર વર્ષ પહેલાં પણ જ્યારે તમે રાજયોગ શીખતા હતાંં તો ભંભોર ને આગ લાગી હતી. હમણાં તમે રાજયોગ શીખી રહ્યાં છો, આ લક્ષ્મી-નારાયણ બનવા માટે. બાકી તો છે ભક્તિ માર્ગ. બાપ જ્યારે આવે છે તો આવીને સ્વર્ગ નાં દ્વાર ખોલે છે. બાપ કહે છે કે આ શિવશક્તિ ભારત માતાઓ તો ભારત ને સ્વર્ગ બનાવે છે શ્રીમત પર. તમે છો શિવશક્તિ ભારત માતાઓ, જે આખાં વિશ્વ ને સ્વર્ગ બનાવી રહ્યાં છો. તમે છો જ શિવ ની સંતાન, એમને જ યાદ કરો છો. શિવ પાસે થી શક્તિ લઈને ૫ વિકારો રુપી શત્રુઓ પર જીત મેળવો છો. આપ બાળકોએ ૫ હજાર વર્ષ પહેલાં પણ ભારત ની રુહાની સેવા કરી હતી. તે સોશિયલ વર્કર્સ (સમાજ સેવક) કરે છે શારીરિક સેવા. આ છે રુહાની સેવા. સુપ્રીમ રુહ આવીને આત્મા ને ઇન્જેક્શન લગાવે છે, ભણાવે છે. આત્મા જ સાંભળે છે. તમે આત્માઓ છો. તમે જ ૮૪ જન્મ લો છો. એક શરીર છોડી બીજું લો છો. ૮૪ જન્મ લઈ ૮૪ મા-બાપ બનાવ્યાં છે. સતયુગ-ત્રેતા માં તમે સ્વર્ગ નાં સુખ મેળવ્યાં, હવે ફરી બેહદ નાં બાપ દ્વારા સુખ નો વારસો લઈ રહ્યાં છો. બરોબર ભારત ખંડ માં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ત્યાં દૈત્ય વગેરે કોઈ નહોતાં. તમે જાણો છો હવે આ જૂની દુનિયા ને આગ લાગવાની છે. હું આવીને જ્ઞાન-યજ્ઞ રચું છું. તમે બધા પવિત્ર દેવતા બનો છો. હજારો છે જે દેવતા બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છે. બાપ આવ્યાં છે બાળકો ની સદ્દગતિ કરવાં. આપ બાળકો ને કાંટા થી ફૂલ બનાવી રહ્યાં છે. તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપી રહ્યાં છે જેનાથી તમે આખાં ડ્રામા ને, શિવબાબા નો શું પાર્ટ ભજવાય છે, બધું જાણો છો. બ્રહ્મા અને વિષ્ણુ નું કનેક્શન (સંબંધ) શું છે, તે પણ જાણો છો. તેઓ દેખાડે છે કે વિષ્ણુ ની નાભી થી બ્રહ્મા નીકળ્યાં. બ્રહ્મા જ જઈને વિષ્ણુ બને છે. બ્રાહ્મણ સો પછી દેવતા. વિષ્ણુ થી બ્રહ્મા બનવામાં ૫ હજાર વર્ષ લાગ્યાં. આ તમને જ્ઞાન છે. આપ બ્રાહ્મણો ની નાભી કમળ થી વિષ્ણુપુરી પ્રગટ થઈ રહી છે. તેમણે તો ચિત્ર બનાવ્યાં છે કે વિષ્ણુ ની નાભી થી બ્રહ્મા નીકળ્યાં. પછી બધા વેદો-શાસ્ત્રો નો સાર સંભળાવ્યો. હવે તમે બ્રહ્મા દ્વારા બધો સાર સમજો છો. બાપ કહે છે મુખ્ય ધર્મ શાસ્ત્ર છે ૪, પહેલું દૈવી ધર્મ નું શાસ્ત્ર છે ગીતા. ગીતા કોણે ગાઈ? શિવબાબાએ. જ્ઞાનસાગર પતિત-પાવન, સુખ નાં સાગર શિવબાબા છે. એમણે બેસી ભારત ને સ્વર્ગ બનાવ્યું, નહીં કે શ્રીકૃષ્ણએ. શ્રીકૃષ્ણ તો મારા દ્વારા જ્ઞાન સાંભળીને પછી કૃષ્ણ બન્યાં. તો આ ગુપ્ત વાત થઈ ને? નવાં-નવાં બાળકો આ વાતો ને સમજી ન શકે.
શિવબાબાએ સ્વર્ગ ની સ્થાપના કરી, તેમાં આ લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતાંં. હવે તમે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છો. બાપ કહે છે આ મૃત્યુલોક, દુઃખધામ માં તમારો અંતિમ જન્મ છે. ભારત અમરલોક હતું. ત્યાં દુઃખ નું નામ નહોતું. ભારત પરીસ્તાન હતું, હવે કબ્રિસ્તાન બન્યું છે, ફરી પરીસ્તાન થશે. આ બધી સમજવાની વાતો છે. આ છે મનુષ્ય થી દેવતા બનવાની પાઠશાળા. આ કોઈ સંન્યાસીઓ નો સત્સંગ નથી, જ્યાં શાસ્ત્ર બેસીને સંભળાવે છે. આ વાતો ને નવાં કોઈ સમજી ન શકે જ્યાં સુધી ૭ દિવસ નો કોર્સ નથી કર્યો. આ સમયે ભક્ત તો બધા મનુષ્ય માત્ર છે, તેમનો આત્મા પણ યાદ કરે છે. પરમાત્મા એક માશૂક નાં બધા આશિક છે.
બાપ આવીને સચખંડ બનાવે છે. અડધાકલ્પ પછી રાવણ આવીને જુઠ્ઠખંડ બનાવે છે. હમણાં છે સંગમ. આ બધી સમજવાની વાતો છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- બાપ ની શ્રીમત પર ભારત ની સાચ્ચી-સાચ્ચી રુહાની સેવા કરવાની છે. સર્વશક્તિમાન્ બાપ પાસે થી શક્તિ લઈ ૫ વિકારો રુપી શત્રુઓ પર વિજય મેળવવાનો છે.
- મનુષ્ય થી દેવતા બનવા માટે પવિત્ર જરુર બનવાનું છે. નોલેજ ને ધારણ કરી કાંટા થી ફૂલ બનવાનું અને બનાવવાના છે.
| વરદાન :- |
વિનાશ નાં સમયે પેપર માં પાસ થવા વાળા આકારી લાઈટ રુપધારી ભવ વિનાશ નાં સમયે પેપર માં પાસ થવા અથવા સર્વ પરિસ્થિતિઓ નો સામના કરવા માટે આકારી લાઈટ રુપધારી બનો. જ્યારે ચાલતાં-ફરતાં લાઈટ-હાઉસ બની જશો તો તમારું આ રુપ (શરીર) દેખાશે નહીં. જેવી રીતે પાર્ટ ભજવવા નાં સમયે વસ્ત્ર ધારણ કરો છો, કાર્ય સમાપ્ત થયું વસ્ત્ર ઉતાર્યું. એક સેકન્ડ માં ધારણ કરો અને એક સેકન્ડ માં ન્યારા થઈ જાઓ - જ્યારે આ અભ્યાસ હશે તો જોવા વાળા અનુભવ કરશે કે આ લાઈટ નાં વસ્ત્રધારી છે, લાઈટ જ આમનો શૃંગાર છે. |
| સ્લોગન :- | ઉમંગ-ઉત્સાહ ની પાંખો સદા સાથે હોય તો દરેક કાર્ય માં સફળતા સહજ મળે છે. |
આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
બાપ સર્વશક્તિવાન્ છે તો એમનો હાથ પકડવા વાળા પહોંચ્યાં કે પહોંચ્યાં - આ વિશ્વાસ રાખો. ભલે સ્વયં કમજોર પણ છે પરંતુ સાથી તો મજબૂત છે ને? એટલે પાર થઈ જ જશો. સદા એવાં નિશ્ચયબુદ્ધિ વિજયી રત્ન છો, આ જ સ્મૃતિ માં રહો. વીત્યું તે વીત્યું, બિંદુ લગાવીને આગળ વધો.
વિશેષ નોંધ :- આજે પ્યારા બાપદાદા ની અતિ લાડલી, દેશ-વિદેશ નાં સર્વ બ્રાહ્મણ પરિવાર ની જાન (પ્રાણ), આપણા બધા નાં દિલો પર રાજ્ય કરવાવાળી મીઠી દાદી જાનકીજી નો પુણ્ય સ્મૃતિ દિવસ છે. દાદીજી એ ૧૦૪ વર્ષ ની આયુ સુધી વિદેહી તથા જીવનમુક્ત સ્થિતિ માં રહી, જ્ઞાન-દાન ની સાથે-સાથે ગુણો નું દાન કરતા પૂરાં પરિવાર ની અલૌકિક પાલના કરી છે. એમના સાર ગર્ભિત અનેક જ્ઞાન નાં ગુહ્ય રહસ્યો થી ભરપૂર ક્લાસિસ બધાનું માર્ગદર્શન કરતા રહ્યાં છે. આજે પણ એમની છત્રછાયા અને એમનાં દ્વારા મળેલી અણમોલ શિક્ષાઓ અનેક બ્રહ્મા વત્સો નાં કાનો માં ગુંજતી રહે છે. દાદીજી સચ્ચાઈ, સફાઈ અને સાદગી ની પ્રતિમૂર્તિ હતાં. દાદીજી દ્વારા મળેલી અનેક અણમોલ શિક્ષાઓ માંથી થોડી શિક્ષાઓ લખી રહ્યાં છીએ, બધા એને આત્મસાત કરજો જ.
૧) પોતાનાં સૂક્ષ્મ અભિમાન ને પારખીને એને જલ્દી થી ખતમ કરવું જ પોતાનાં ઉપર આશીર્વાદ કરવા છે.
૨) વધારે વિચારવું, બોલવું અને ચિંતા કરવાથી શક્તિ ખર્ચ થાય છે, સાઈલેન્સ માં રહો તો શક્તિ જમા થાય.
૩) કોઈની ભૂલ ચિત્ત પર ન હોય, ચિત્ત સાફ રાખો તો ચેન થી રહી શકશો.
૪) સમર્થ થી વ્યર્થ તથા નેગેટિવ ને ખતમ કરી દો તો શાંતિ પ્રિય બની જશો.
૫) બાબા પાસે થી પ્રાઈઝ લેવી છે તો નિયમો પર ચાલો, થોડો પણ ક્યાંય લગાવ ન હોય.
૬) કર્મ અને સંબંધ ની ખબર ગુણો થી પડે છે એટલે કર્મ માં રુહાનિયત અને સંબંધ માં સચ્ચાઈ હોય.
૭) નમ્રતા અને સત્યતા ને પોતાનાં સાથી બનાવી લો તો દરેક વાત એક્યુરેટ થશે.
૮) પ્રેમ માંગવાની બદલે સ્વમાન માં રહો અને બધાને માન આપો તો પ્રેમ નાં પાત્ર બની જશો.
૯) જે સાચાં, સ્વચ્છ અને સર્વિસેબલ છે, તે જ પરમાત્મ-પ્રેમ નાં પાત્ર છે.
૧૦) સેવા કરતા ડબલ લાઈટ રહેવું, આ જ સૌથી મોટી સેવા છે.
૧૧) મોટી વાત ને નાની કરી દો તો શૂળ પણ કાંટો થઈ જશે.
૧૨) ચિંતન સાધના માં ઇન્ટરફિયર (દખલ) કરે છે અને સિમરણ (સ્મરણ) સાધના દ્વારા સિદ્ધિ અપાવે છે.
૧૩) ખુશી નો ખજાનો સદા કાયમ રાખવાનો છે તો પોઝિટિવ વિચારવાની રીત શીખી લો.
૧૪) હમણાં ની સ્થિતિ જ અંત માં કામ આવશે એટલે પોતાની સ્થિતિ બનાવવા પર ધ્યાન આપો.
૧૫) મનોબળ એવું વધારી લો જે કાંટા નાં જંગલ માં સ્વયં પણ સુરક્ષિત રહો અને બીજાઓ ને પણ સહયોગ આપી શકો.
૧૬) અપવિત્રતા થી મુક્ત થવું છે તો આંતરિક વૈરાગ વૃત્તિ ધારણ કરો.