| 31.07.2026 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - શિવબાબા ને આ પણ લાલસા નથી કે બાળકો મોટાં થશે તો મારી સેવા કરશે , તે ક્યારેય વૃદ્ધ થતાં નથી , બાપ જ છે નિષ્કામ સેવાધારી” | |
| પ્રશ્ન :- | ભોળાનાથ શિવબાબા આપણાં સર્વ બાળકોનાં ખૂબ મોટા ઘરાક છે - કેવી રીતે? |
| ઉત્તર :- | બાબા કહે હું એટલો ભોળો ઘરાક છું, જે તમારી બધી જૂની વસ્તુ ખરીદી લઈ અને તેનાં રિટર્ન (વળતર) માં બધી નવી-નવી વસ્તુ આપું છું. તમે કહો છો બાબા આ તન-મન-ધન બધું તમારું છે તો એનાં બદલે તમને બ્યુટીફુલ (સુંદર) તન મળી જાય, અપાર ધન મળી જાય. |
| ગીત :- | ભોલેનાથ સે નિરાલા… |
ઓમ્ શાંતિ ! આ ભક્તિમાર્ગ માં ગીત ગાય છે. જે પણ ગીત છે બધા ભક્તિમાર્ગ નાં છે, તેનો પણ અર્થ બાપ સમજાવે છે. બાળકો પણ સમજી જાય છે કે ભોળાનાથ કોને કહેવાય છે. દેવતાઓને ભોળાનાથ નહીં કહેવાશે. ગવાયેલું છે સુદામાએ બે મુઠ્ઠી અન્ન ની આપી તો મહેલ મળી ગયાં. તે પણ કેટલાં સમય નાં માટે? ૨૧ જન્મ નાં માટે. હવે બાળકો સમજે છે કે બાપ આવીને ભારતવાસીઓ ને બરોબર હીરા-ઝવેરાત નાં મહેલ આપે છે. શેનાં વળતર માં આપે છે? બાળકો કહે છે બાબા આ તન-મન-ધન બધું તમારું છે. તમારું જ આપેલું છે. કોઈને બાળક જન્મ્યું હતું તો કહે છે ભગવાને આપ્યું. ધન માટે પણ કહે છે ભગવાને આપ્યું. કહેવાવાળા કોણ છે? આત્મા. ભગવાન અર્થાત્ બાપે આપ્યું. બાપ કહે છે - બધું તમારે હવે આપવું પડશે. તેનાં વળતર માં હું તમને ખૂબ બ્યુટીફુલ તન ટ્રાન્સફર કરી દઈશ, અપાર ધન આપીશ. પરંતુ કોને આપશે? જરુર બાળકો ને જ આપશે. લૌકિક બાપ થી અલ્પકાળ માટે ધન મળ્યું છે. બેહદ નાં બાપ આપણ ને બેહદ નો વારસો આપશે. બાપ સમજાવે છે જ્ઞાન અને ભક્તિ માં રાત-દિવસ નો ફરક છે. ભક્તિમાં અલ્પકાળ માટે મળે છે. ધન છે તો સુખ છે. ધન વગર મનુષ્ય કેટલાં દુઃખી થાય છે. બાળકો જાણે છે બાબા અમને અથાહ ધન આપે છે એટલે ખુશી થાય છે. સુખધામ માં તો સુખ ની કોઈ કમી નથી. દરેકને પોત-પોતાની રાજધાની છે. તેને કહેવાય છે પવિત્ર ગૃહસ્થ આશ્રમ. તો બાપ કેટલાં ભોળા છે, શું લે છે અને શું આપે છે! કેટલાં સારા ઘરાક છે બાપ! આમ તો બાળકોનાં તો બાપ ઘરાક જ છે. બાળક જન્મ્યુ અને આખી મિલકત તેમની છે. તે હોય છે હદ નાં ઘરાક, આ છે બેહદ નાં ભોળાનાથ. બેહદ નાં બાળકો નાં ઘરાક. બાપ કહે છે - હું પરમધામ થી આવ્યો છું. જૂનું બધું તમારાથી લઈને નવી દુનિયામાં તમને બધું આપું છું એટલે દાતા કહેવાય છે. દાતા પણ આમનાં જેવાં બીજા કોઈ નથી. નિષ્કામ સેવા કરે છે. બાપ કહે છે - હું નિષ્કામી છું. મને કોઈ પણ લાલસા નથી. એવું તો નથી કહેતો કે બાળકો નું કામ છે - બુઢ્ઢા બાપ ની સંભાળ કરવી કારણ કે મેં તમારી સંભાળ કરી છે. ના, આ કાયદો હોય છે - બાપ વૃદ્ધ થાય તો બાળકો તેમની સંભાળ કરે. આ બાપ તો ક્યારેય વૃદ્ધ થતા નથી, સદૈવ જવાન છે. આત્મા ક્યારેય વૃદ્ધ થતો નથી. આ તો જાણો છો લૌકિક બાપ બાળકોમાં ઉમ્મીદ રાખે છે કે હું વૃદ્ધ થઈશ તો બાળકો અમારી સેવા કરશે. ભલે બધું બાળકોને આપે છે છતાં પણ સેવા તો થાય છે. આ શિવબાબા કહે છે હું છું જ અભોક્તા. હું ક્યારેય ખાતો જ નથી. હું આવું જ છું ફક્ત બાળકોને નોલેજ (જ્ઞાન) આપવાં. સુપ્રીમ રુહ (પરમ આત્મા), રુહો ને બેસી સમજાવે છે. રુહ જ સાંભળે છે, દરેક વાત રુહ કરે છે. સંસ્કાર પણ રુહ લઈ જાય છે જેનાં આધાર પર શરીર મળે છે. અહીં મનુષ્યો ની અનેક મતો છે. કોઈ કહે છે રુહ પરમાત્મા જ થયાં. તેમને કાંઈ પણ લેપ-છેપ નથી લાગતો. આત્મા નિર્લેપ કહી દે છે. જો આત્મા નિર્લેપ હોત તો કેમ કહેશે પાપ આત્મા, પુણ્ય આત્મા. જો આત્મા નિર્લેપ છે તો કહેવાય - પાપ શરીર, પુણ્ય શરીર. હમણાં તમે જાણો છો કે બધા આત્માઓ નાં રુહાની બાપ આપણને રુહો ને ભણાવી રહ્યાં છે, આ શરીર દ્વારા. આત્મા ને બોલાવે પણ છે ને. કહે છે અમારા બાપ નો આત્મા આવ્યો, સ્વાદ લીધો. આત્મા જ સ્વાદ લે છે. બાપ તો એવું નહીં કહેશે. એ તો અભોક્તા છે. બ્રાહ્મણો ને ખવડાવે છે, આત્મા આવે છે. ક્યાંક તો વિરાજમાન થતો હશે. બ્રાહ્મણો વગેરે ને ખવડાવવું ભારત માં કોમન (સામાન્ય) વાત છે. આત્મા ને બોલાવે છે, તેમને પૂછે છે પછી કંઈક વાતો તેમની સાચ્ચી પણ નીકળે છે. આ પિતૃ વગેરે ખવડાવવાં - આ પણ ડ્રામા માં નોંધ છે. આમાં કોઈ વન્ડર (આશ્ચર્ય) ન થવું જોઈએ. બાપ નટશેલ (સાર) માં ડ્રામા નાં રહસ્ય ને બતાવે છે. ડીટેલ (વિસ્તાર) માં તો આટલી ડ્રામા ની સમજણ આપી ન શકાય. એક-એક ને સમજાવવામાં જ વર્ષ લાગી જાય. આપ બાળકોને ખૂબ સહજ શિક્ષા મળે છે. ગાય પણ છે ને પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. એમનું નામ જ છે પતિત-પાવન. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પતિત-પાવન ન કહી શકાય. બાપ ને જ પતિત-પાવન, લિબરેટર (મુક્તિદાતા) કહે છે. દુઃખહર્તા, સુખકર્તા પણ એમને જ કહેવાય છે. એ છે નિરાકાર. શિવ નાં મંદિર માં જઈને જુઓ ત્યાં લિંગ રાખેલું છે. જરુર ચૈતન્ય હતાં ત્યારે તો પૂજા કરે છે. આ દેવતાઓ પણ ક્યારેક ચૈતન્ય હતાં ત્યારે તો તેમની મહિમા છે. નહેરુ ચૈતન્ય માં હતાં ત્યારે તો તેમનો ફોટો નીકાળી મહિમા કરે છે. કોઈ સારું કામ કરીને જાય છે તો તેમનું જડ ચિત્ર બનાવી મહિમા કરે છે. પવિત્ર ની જ પૂજા કરે છે. કોઈ પણ મનુષ્ય ની પૂજા ન કરી શકાય. વિકાર થી જન્મે છે ને તો તેમની પૂજા નથી થઈ શકતી. પૂજા દેવતાઓની થાય છે જે સદૈવ પવિત્ર હોય છે. તમે જાણો છો બાપ આવ્યાં હતાં ફરી હવે સંગમ પર આવ્યાં છે - સ્વર્ગ ની સ્થાપના કરવાં. પછી દ્વાપર થી રાવણ રાજ્ય શરું થશે. રાવણ રાજ્ય શરું થવાથી ઝટ શિવ નાં મંદિર બનાવે છે. હમણાં તો ચૈતન્ય માં નોલેજ સંભળાવી રહ્યાં છે. એ સત્ છે, ચૈતન્ય છે. એમની જ મહિમા ગાય છે - નિરાકાર ને શરીર તો જોઈએ ને. તો બાપ જ આવીને વિશ્વ ને હેવન (સ્વર્ગ) બનાવે છે, તે હેવન માં રાજ્ય કરવા માટે તમે પુરુષાર્થ કરી રહ્યાં છો. સ્વર્ગવાસી તમે બની રહ્યાં છો. નિરાકાર પરમપિતા પરમાત્મા જ્ઞાન નાં સાગર છે. પરંતુ સંભળાવે કેવી રીતે? કહે છે હું આ શરીર માં આવ્યો છું, મારો ડ્રામા માં આ પાર્ટ છે. હું પ્રકૃતિ નો આધાર લઉં છું. આ જે પહેલાં જન્મ નાં છે એમનાં જ અનેક જન્મો નાં અંતમાં હું આવીને પ્રવેશ કરું છું અને આમનું નામ બ્રહ્મા રાખું છું. પહેલાં આ બધા ભઠ્ઠીમાં હતાં તો અનેકો ને નામ આપ્યાં હતાં. પરંતુ ઘણાઓએ પછી છોડી દીધું એટલે નામ રાખવાથી શું ફાયદો? તમે તે નામ જોશો તો વન્ડર (આશ્ચર્ય) થશે. એક જ સાથે બધા ભેગાં કેટલાં રમણીક નામ આવ્યાં. સંદેશી નામ લઈ આવતી હતી. તે લિસ્ટ પણ જરુર રાખવું જોઈએ. સંન્યાસી પણ જ્યારે સંન્યાસ કરે છે તો તેમનું પણ નામ બદલી દે છે. ઘરબાર છોડી દે છે. તમે છોડતા નથી. તમે બ્રહ્મા નાં આવીને બનો છો. શિવ નાં તો છો જ. તમે કહો છો બાપદાદા. સંન્યાસીઓનું એવું નથી હોતું. ભલે નામ બદલે છે પરંતુ બાપદાદા નથી મળતાં. તેમને ફક્ત ગુરુ મળે છે. હઠયોગી હદ નાં સંન્યાસી અને રાજયોગી બેહદ નાં સંન્યાસી માં રાત-દિવસ નો ફરક છે. ગવાયેલું પણ છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. તેમને પણ વૈરાગ છે. પરંતુ તેમનો છે ઘરબાર થી વૈરાગ. તમને આખી દુનિયાથી વૈરાગ છે. તેમને ખબર જ નથી કે સૃષ્ટિ બદલાય છે. તમારો છે બેહદ નો વૈરાગ. આ સૃષ્ટિ ખલાસ થવાની છે. તમારા માટે નવી દુનિયા બની રહી છે. ત્યાં જવાનું છે પરંતુ પાવન થયા વગર તો ત્યાં જઈ નથી શકતાં. દિલ માં થાય છે બરોબર નવી દુનિયામાં દેવી-દેવતાઓનું રાજ્ય હતું, જે બાપ હવે સ્થાપન કરે છે. તમે જાણો છો શિવબાબા ને યાદ કરવાથી આપણે પુણ્ય આત્મા બની જઈશું. છે ખૂબ સહજ, પરંતુ યાદ ભુલાઈ જાય છે. ભક્તિમાર્ગ નાં રીત-રીવાજ બિલકુલ જ અલગ છે. પાછાં પોતાનાં ઘરે તો કોઈ જઈ નથી શકતાં. પુનર્જન્મ બધાને જરુર લેવાનો છે. ઘરે જવાનો સમય એક જ છે. ફલાણા મોક્ષ ને પ્રાપ્ત થયાં, આ તો ગપ્પા છે. બાપ કહે છે - કોઈ પણ આત્મા વચ્ચે થી પાછો નથી જઈ શકતો. નહીં તો આખો ખેલ બગડી જાય. દરેક ને સતો, રજો, તમો માં જરુર આવવાનું છે. મોક્ષ નાં માટે તો ઘણાં આવે છે, સમજાવાય છે મોક્ષ થતો નથી. આ તો અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા (નાટક) છે. તે ક્યારેય બદલી નથી થઈ શકતો. માખી અહીંયા થી પાસ થઈ પછી ૫ હજાર વર્ષ પછી એવી રીતે જ પાસ થશે. આ તો જાણો છો બાબા કેટલાં ભોળા છે. પતિત-પાવન બાપ પોતાનાં પરમધામ થી આવે છે - પાર્ટ ભજવવાં. એ જ સમજાવે છે આ ડ્રામા કેવી રીતે બનેલો છે, આમાં મુખ્ય કોણ-કોણ છે. જેવી રીતે કહે છે ને કે સૌથી સાહૂકાર કોણ છે - આ દુનિયામાં? તેમાં નંબરવાર નામ કાઢે છે. તમે જાણો છો, સૌથી સાહૂકાર કોણ છે? તે કહેશે અમેરિકા. પરંતુ તમે જાણો છો સ્વર્ગ માં સૌથી સાહૂકાર આ લક્ષ્મી-નારાયણ બને છે. તમે પુરુષાર્થ કરો છો ભવિષ્ય નાં માટે, સૌથી મોટા સાહૂકાર બનવાનાં માટે. આ રેસ (દોડ) છે. આ લક્ષ્મી-નારાયણ જેવાં સાહૂકાર કોઈ હશે? અલ્લાહ અવલદિન ની પણ સ્ટોરી (વાર્તા) બનાવી છે. દગો કરવાથી કુબેર નો ખજાનો નીકળી ગયો. ખૂબ જાત-જાત નાં નાટક બનાવે છે. હવે તમારી બુદ્ધિમાં છે - આ શરીર છોડી સ્વર્ગમાં જઈશું. અમને કારુન નો ખજાનો મળશે. બાપ કહે છે - મને યાદ કરવાથી માયા એકદમ ભાગી જશે. બાપ ને યાદ નથી કરતાં તો માયા પછી હેરાન કરે છે. કહે છે બાબા અમને માયા નાં તોફાન ખૂબ આવે છે. અચ્છા, બાપ ને ખૂબ પ્રેમ થી યાદ કરો તો તોફાન ઉડી જશે. બાકી નાટક વગેરે બેસી બનાવ્યાં છે. વાત છે કાંઈ પણ નહીં. બાપ કેટલું સહજ બતાવે છે - ફક્ત બાપ ને યાદ કરો તો તમારામાં જે અલોય (ખાદ) છે તે નીકળી જશે બીજી કોઈ તકલીફ નથી આપતાં. આત્મા જે પવિત્ર સાચું સોનું હતો, તે હવે જુઠ્ઠો બની ગયો છે ફરી સાચ્ચો બનશે - આ યાદ-અગ્નિ થી. આગ માં નાખ્યાં વગર સોનું પવિત્ર થઈ ન શકે તો આને પણ યોગ-અગ્નિ કહે છે. છે યાદ ની વાત. તે લોકો તો અનેક પ્રકાર નાં હઠયોગ શીખવાડે છે. તમને તો બાપ કહે છે - ઉઠતાં-બેસતાં યાદ કરો. આસન વગેરે ક્યાં સુધી તમે લગાવશો. આ તો ચાલતાં-ફરતાં કામ કરતાં યાદ માં રહેવાનું છે. ભલે બીમાર હોવ તો અહીં સૂતા પણ બાપ ને યાદ કરી શકો છો. શિવબાબા ને યાદ કરો અને ચક્ર ને ફરાવો, બસ. તેમણે પછી લખ્યું છે ગંગા કા તટ હો (ગંગા નું તટ હોય), અમૃત મુખ મેં હો (અમૃત મુખ માં હોય). ગંગા નાં કિનારે તો ગંગાજળ જ મળે છે, એટલે મનુષ્ય હરિદ્વાર માં જઈને બેસે છે. બાપ તો કહે છે તમે ક્યાંય પણ બેસો, ભલે બીમાર થાઓ ફક્ત બાપ ને યાદ કરો. સ્વદર્શન ચક્ર ફરાવતા રહો ત્યારે પ્રાણ તન થી નીકળે. આ પ્રેક્ટિસ (અભ્યાસ) કરવી પડે. તે ભક્તિમાર્ગ ની વાતો માં અને આ જ્ઞાનમાર્ગ ની વાતો માં કેટલો રાત દિવસનો ફરક છે. બાપ ની યાદ થી તમે સ્વર્ગ નાં માલિક બની જશો. તે તો લડાઈ વાળાઓને કહે છે - જે યુદ્ધ નાં મેદાન માં મરશે તે સ્વર્ગ માં જશે. હકીકત માં યુદ્ધ આ જ છે. તેમણે કૌરવો, પાંડવો નું લશ્કર દેખાડ્યું છે. મહાભારત લડાઈ થઈ પછી શું થયું? રીઝલ્ટ (પરિણામ) કાંઈ પણ નથી. બિલકુલ જ ઘોર અંધકાર છે, કંઈ પણ સમજતાં નથી એટલે અજ્ઞાન અંધકાર કહેવાય છે. બાપ ફરી રોશની (અજવાળું) કરવા આવ્યાં છે. એમને જ્ઞાન નાં સાગર, નોલેજફુલ કહેવાય છે. હમણાં તમને પણ બધું જ્ઞાન મળ્યું છે. તે છે મૂળવતન, જ્યાં તમે આત્માઓ રહો છો તેને બ્રહ્માંડ પણ કહેવાય છે. અહીં રુદ્ર-યજ્ઞ રચે છે તો બાપ ની સાથે-સાથે આપ આત્માઓની પણ પૂજા કરે છે કારણ કે તમે અનેકોનું કલ્યાણ કરો છો. બાપ ની સાથે તમે ભારતની ખાસ અને દુનિયાની આમ રુહાની સેવા કરો છો એટલે બાપ ની સાથે આપ બાળકો નું પણ પૂજન થાય છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- માયા નાં તોફાનો ને ભગાવવા માટે બાપ ને ખૂબ-ખૂબ પ્રેમ થી યાદ કરવાનાં છે. આત્મા ને યોગ અગ્નિ થી સાચું-સાચું સોનું બનાવવાનું છે.
- બેહદ નાં વૈરાગી બની આ જુની દુનિયા ને ભૂલી જવાનું છે. દુનિયા બદલાઇ રહી છે, નવી દુનિયામાં જવાનું છે એટલે આનાંથી સંન્યાસ લઇ લેવાનો છે.
| વરદાન :- |
કદમ - કદમ પર સાવધાની રાખતા પદમો ની કમાણી જમા કરવાવાળા પદમપતિ ભવ બાપ બાળકોને ખૂબજ ઊંચી સ્ટેજ પર રહેવાની સાવધાની આપી રહ્યાં છે એટલે હવે જરા પણ ગફલત કરવાનો સમય નથી, હવે તો કદમ-કદમ પર સાવધાની રાખતા, કદમ માં પદમો ની કમાણી કરતા પદમપતિ બનો. જેવી રીતે નામ છે પદમાપદમ ભાગ્યશાળી, એવાં કર્મ પણ હોય. એક કદમ પણ પદમ ની કમાણી નાં વગર ન જાય. તો ખૂબ વિચારી-સમજીને શ્રીમત પ્રમાણે દરેક કદમ ઉઠાવો. શ્રીમત માં મનમત મિક્સ નહીં કરો. |
| સ્લોગન :- | મન ને ઓર્ડર પ્રમાણે ચલાવો તો મનમનાભવ ની સ્થિતિ સ્વતઃ રહેશે. |
આ અવ્યક્ત ઇશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો
યાદ ને શક્તિશાળી બનાવવા માટે વિસ્તાર માં જતાં સાર ની સ્થિતિ નો અભ્યાસ ઓછો ન થાય, વિસ્તાર માં સાર ભુલાઈ ન જાય. ખાવો-પીવો, સેવા કરો પરંતુ ન્યારાપણા ને નહીં ભૂલો. સાધના અર્થાત્ શક્તિશાળી યાદ. નિરંતર બાપ ની સાથે દિલ નો સંબંધ. સાધના એને નથી કહેવાતી કે ફક્ત યાદ માં બેસી ગયાં પરંતુ જેવી રીતે શરીર થી બેસો છો તેવી રીતે દિલ, મન, બુદ્ધિ એક બાપ ની તરફ બાપ ની સાથે-સાથે બેસી જાય. એવી એકાગ્રતા જ્વાળા ને પ્રજ્વલિત કરશે.