| 23.08.2026 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
“અવ્યક્ત-બાપદાદા”
|
રીવાઈઝ ૩૧-૦૩-૧૧ મધુબન |
“ દૃઢ સંકલ્પ દ્વારા “ટેન્શન ફ્રી” નું ઉદાહરણ બની સર્વ નાં આધારમૂર્ત બનો , મન્સા શક્તિ દ્વારા દુઃખી આત્માઓને ખુશી નું વરદાન આપો”
આજે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર પોતાનાં કોટો માં કોઈ, કોઈમાં પણ કોઈ બાળકોનાં ભાગ્ય ની રેખાઓ જોઈ રહ્યાં છે. દરેક નાં મસ્તક થી ચમકતા, દિવ્ય ચમકતા સિતારા ની ચમક જોઈ રહ્યાં છે. નયનો થી સ્નેહ ની રેખા જોઈ રહ્યાં છે. મુખ થી જ્ઞાન ની રેખા જોઈ રહ્યાં છે. દિલ માં દિલારામ ની લવલીન રેખા જોઈ રહ્યાં છે. હાથ માં જ્ઞાન નાં ખજાના ની રેખા જોઈ રહ્યાં છે. પગ માં દરેક કદમ માં પદમ ની રેખા જોઈ રહ્યાં છે. દરેક બાળક આ રેખાઓમાં નંબરવાર સંપન્ન છે. એવું ભાગ્ય તમારા વગર બીજા કોઈનું પણ નથી. તમારું આટલું શ્રેષ્ઠ ભાગ્ય દરેક બાળક થી ચમકતું દેખાઈ રહ્યું છે. અને આ ભાગ્ય અવિનાશી બની જાય છે કેમ? કારણકે આપવા વાળા અવિનાશી બાપ છે. આ સંગમયુગ પર જ એવું શ્રેષ્ઠ ભાગ્ય પ્રાપ્ત થાય છે, જે ભવિષ્ય માં પણ ચાલતું રહે છે. આ સંગમયુગ સર્વ પ્રાપ્તિઓનો યુગ છે, જે જેટલું પોતાનું ભાગ્ય જમા કરે છે એટલું અનેક જન્મ ભાગ્ય નું ફળ પ્રાપ્ત થતું રહે છે. આ સંગમયુગ ની મહિમા આપ બાળકો જ જાણો છો. સંગમયુગ ની પ્રાપ્તિઓ આખાં કલ્પ માં શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ છે.
બાપદાદા જોઈ રહ્યાં છે દરેક બાળક આ સંગમયુગ ની પ્રાપ્તિઓથી કેટલાં સંપન્ન છે. તમે બધા પણ સર્વ પ્રાપ્તિઓનાં અનુભવો માં સદા રહો છો કે ક્યારેક-ક્યારેક? અવિનાશી બાપ છે તો પ્રાપ્તિઓ પણ અવિનાશી છે, બાપદાદા દરેક બાળકને કયા રુપ માં જોવા ઈચ્છે છે, જાણો છો ને! બાપદાદા આ જ ઈચ્છે છે કે દરેક બાળક સ્વરાજ્ય અધિકારી રાજા બને. સ્વ નાં ઉપર અર્થાત્ કર્મેન્દ્રિયો નાં ઉપર, મન-બુદ્ધિ-સંસ્કાર નાં ઉપર રાજા બની રાજ્ય કરે. ભવિષ્ય માં તો રાજ્ય અધિકારી બનશો પરંતુ હમણાં સ્વરાજ્ય અધિકારી રાજા બનો. કોઈ પણ કર્મેન્દ્રિય પોતાના કંટ્રોલ માં હોય કારણકે બાપ દ્વારા સર્વ શક્તિઓનો ખજાનો પ્રાપ્ત થયેલો છે. તો બાપદાદા દરેક બાળક ને સ્વરાજ્ય અધિકારી રાજા રુપ માં જોવા ઈચ્છે છે. તો તમે બધા સ્વરાજ્ય અધિકારી બન્યાં છો? મન-બુદ્ધિ નાં ઉપર રુલિંગ પાવર, કંટ્રોલિંગ પાવર આવી ગઈ છે. અધિનતા તો નથી? અધિકારી છો. જ્યારે બાપદાદા ને સાથે રાખો છો, એકલા નથી રહેતા, બાપે ને સદા સાથી બનાવીને રાખો છો તો આ મન-બુદ્ધિ-સંસ્કાર કોઈની પણ તાકાત નથી જે કંટ્રોલ માં ન રહે એટલે બાપદાદા શક્તિઓને સદા કહે છે કે પોતાનાં કયા સ્વરુપ ને યાદ રાખો જે ક્યારેય પણ બાપ નો સાથ ભુલાઈ ન જાય? તે છે અમે શિવ શક્તિ છીએ. શિવ અને શક્તિ સાથે છે. આ સ્મૃતિ માયાજીત, પ્રકૃતિજીત સ્વતઃ બનાવી દે છે કારણકે બાપદાદાએ સંભળાવ્યું છે કે વર્તમાન સમયે પ્રકૃતિ પોતાનું કાર્ય કરતી રહે છે કારણકે પ્રકૃતિ ને પણ મનુષ્ય આત્માઓ હેરાન કરે છે તો પ્રકૃતિ પણ હેરાન કરે છે. આજકાલ જુઓ છો કે પ્રકૃતિ ક્યાંય ન ક્યાંય પોતાનું કાર્ય કરતી રહે છે પરંતુ તમે પ્રકૃતિજીત બની પ્રકૃતિ ને પણ સતોપ્રધાન બનાવી રહ્યાં છો. લોકો તો પ્રકૃતિ ની હલચલ જોઈ ડરે છે કે કાલે શું થશે! પરંતુ તમે જાણો છો કે સારાથી સારું થશે કારણકે હમણાં આ સંગમયુગ સૃષ્ટિ ચક્ર નો અમૃતવેલા ચાલી રહ્યો છે. તો અમૃતવેલના પછી શું થાય છે? સવાર. અંધકાર ખતમ થઈ પ્રકાશ આવી જાય, તો તમને ખુશી છે કે હવે અમારું રાજ્ય સુખમયી સંસાર, જ્યાં પ્રકૃતિ પણ સુખમયી છે, તે રાજ્ય આવ્યું કે આવ્યું. ખુશી છે ને! જે રાજ્ય માં દુખ-અશાંતિ નું નામ-નિશાન નહીં હશે કારણકે હમણાં સંગમ પર તમે પ્રકૃતિજીત બની રહ્યાં છો. તો બધાને ખુશી છે ને કોની? બોલો, અમારું રાજ્ય આવવાનું છે. આ ખુશી છે? જે આ ખુશીમાં રહે છે તે હાથ ઉઠાવો. ખૂબ સારું. તમે તો ખુશ રહો છો એની મુબારક છે પરંતુ આવી ખુશી, તમારી ખુશી તમારા ભાઈ-બહેન ને જે દુઃખી-અશાંત છે એમને પોતાનાં બાપ દ્વારા લીધેલી કિરણો દ્વારા ખુશી ની કિરણો પહોંચાડો છો? બાપદાદાએ કહ્યું હતું કે આવી મન્સા સેવા કરવાનો સમય દરેકે પોતાની દિનચર્યા માં ફિક્સ કરવાનો છે. જેવી રીતે બીજા કાર્ય માટે સમય ફિક્સ કરેલો છે એવી રીતે પોતાની ખુશી નાં ખોરાક દ્વારા દુઃખી આત્માઓને મન્સા શક્તિ દ્વારા થોડું-ઘણું વરદાન આપીને એમને પણ ખુશ કરો, તો જેમણે પોતાનો સમય મન્સા સેવા માટે ફિક્સ કર્યો છે, તે હાથ ઉઠાવો. સારું, જેમણે પણ નથી કર્યો, છે થોડાં પરંતુ દરેકને આનો સમય ફિક્સ કરવાનો છે કારણકે આપણાં જ ભાઈ-બહેનો છે ને. તો તરસ આવે છે ને! કે તરસ નથી પડતો? પડે છે ને! અને બાપદાદા બધાને જોવા ઈચ્છે છે કે સંગમ ની જે વિશેષ બે વાતો છે જે અમૂલ્ય છે એક સંકલ્પ શક્તિ અને બીજો સંગમ નો સમય કારણકે સંગમ નાં સમય માં એક જન્મ માં અનેક જન્મ ની પ્રારબ્ધ બનાવવાની છે. તો આજકાલ બાપદાદાએ જોયું છે કે ઘણાઓનાં અશુદ્ધ સંકલ્પ ઓછાં ચાલે છે પરંતુ વ્યર્થ સંકલ્પ આવે છે. તો આ એક જન્મ નાં મૂલ્ય નાં અનુસાર વ્યર્થ સંકલ્પ હવે ખતમ થવા જોઈએ કારણકે સંગમયુગ નાં મહત્વ નાં હિસાબ થી એક સેકન્ડ ખુબ કિંમતી સમય નો અધિકાર અપાવે છે એટલે દરેક આ બંને વાતો ને, સમય અને સંકલ્પ બંને નાં મૂલ્ય ને જાણી સમય ને અને સંકલ્પ ને સફળ કરો. જેવી રીતે સ્થૂળ ખજાના ને સફળ કરો છો, જાણો છો કે એક જન્મ માં સફળ કરવાથી અનેક જન્મ એની પ્રાપ્તિ જમા થાય છે. એવી રીતે આ બંને વાતોનું અટેન્શન આપો સફળ કરી સફળતા-મૂર્ત બનો.
બાપદાદા દરેક બાળક ને આજે વિશેષ એક વરદાન આપી રહ્યાં છે, દરેક બાળક આજ થી પોતાને ટેન્શન ફ્રી બનાવી શકો છો? સંકલ્પ કરો કે આજ થી અટેન્શન, નો ટેન્શન. બાપદાદા બાળકોને જ્યારે ટેન્શન માં જુએ છે ને તો વિચારે છે હમણાં-હમણાં આ બાળક નો ફોટો પાડીને મોકલીએ. તો સ્વયં સમજી જશે કે હું શું બની ગયો! બાપદાદા માયાજીત, જગતજીત બનાવવા ઈચ્છે છે. ટેન્શન શેમાં, મન માં જ તો આવે છે ને! તો તમે તો રાજા છો ને, સ્વરાજ્ય અધિકારી છો ને! શું મન તમારું છે કે મન માલિક છે? તમે શું કહો છો? આખો દિવસ મારું મન કહો છો ને! માલિક તો નથી ને! કોણ હિંમત રાખે છે, બાપ નું વરદાન સહજ મળશે પરંતુ ફક્ત થોડું અટેન્શન રાખવું પડશે. બાપ નાં વરદાન ની મદદ નો અનુભવ કરીને જોજો. બધાનો ચહેરો જ્યારે પણ જુઓ તો કેવો દેખાય આવે? ટેન્શન ફ્રી, કમળ પુષ્પ સમાન કે ખીલે લા ગુલાબ નાં પુષ્પ ની જેમ.
બાપદાદાએ જોયું કે જે પહેલાં કામ આપ્યું હતું, પર્સન્ટેજ લખવાનું. બધા સ્થાનો થી થોડાં-થોડાં સમાચાર આવ્યાં છે. અહીં પણ રીઝલ્ટ કાઢ્યું છે. અટેન્શન આપ્યું એની મુબારક બાપદાદા આપી રહ્યાં છે પરંતુ હવે બાપદાદા આ જ ઈચ્છે છે કે સમય પ્રમાણે હવે વાણી દ્વારા સાંભળવાનો સમય પણ ઓછો મળશે એટલે મન્સા દ્વારા પોતાનાં ચહેરા અને ચલન દ્વારા સર્વિસ કરો. હમણાં નો અભ્યાસ આગળ આવવા વાળા સમય માં કાર્ય માં આવશે. તો આજ થી ટેન્શન ફ્રી નો સંકલ્પ કરી શકો છો? કરી શકો છો, હાથ ઉઠાવો. ટેન્શન ફ્રી. સારું બધાનો ફોટો પાડો. ખૂબ સારું. તો જે આત્માઓ પરિસ્થિતિ નાં પ્રમાણે ખૂબ ટેન્શન માં રહે છે. આજકાલ દુનિયા માં ટેન્શન ખૂબ વધી રહ્યું છે, તો તમારો ટેન્શન ફ્રી નો અનુભવ અને ટેન્શન ફ્રી ની ચલન અને ચહેરો એમની આગળ એક આધારમૂર્ત બનશે. જો આજે દુનિયામાં ચક્કર લગાવો કે સમાચાર સાંભળો તો શું દેખાય છે? ટેમ્પરરી પોતાને ખુશ કરવાનાં સાધન બનાવતા રહે છે. તો ટેન્શન વાળાઓને ટેન્શન ફ્રી નું ઉદાહરણ દેખાડો તો એમને પણ સહારો દેખાય. તો સંકલ્પ કર્યો, પોતાનાં મન માં સંકલ્પ કર્યો કે ટેન્શન ફ્રી રહીશું? કર્યો? દૃઢ કર્યો કે સાધારણ કર્યો? જ્યાં દૃઢતા હોય છે ત્યાં સફળતા થયેલી જ છે. કરીશું નહીં, કરવાનું જ છે. પસંદ છે? આમાં હાથ ઉઠાવો.
બાપદાદાએ એક વાત જોઈ છે કે હાથ ઉઠાવીને ખૂબ ખુશ કરી દે છે. હાથ ઉઠાવીને ખુશ તો કર્યા પરંતુ હવે શું કરશો? દૃઢ સંકલ્પ, સાધારણ સંકલ્પ એમાં રાત-દિવસ નો ફરક છે. કરીશું અને કરવાનું જ છે. તો આ વર્ષ ની આ સિઝન નો આજે છલ્લો દિવસ છે પરંતુ હવે ની સિઝન માં બાપદાદા દરેક નાનાં-મોટાં સેન્ટર, ઘણો સમય છે વચ્ચે, આગલા વર્ષ ની સિઝન માં કારણ નહીં પરંતુ નિવારણ સ્વરુપ જોવાય ઈચ્છે છે. તો કેટલી હિંમત અને ઉમંગ છે કે બ્રાહ્મણ-પરિવાર માં ટેન્શન નું નામ-નિશાન ન હોય. થઈ શકે છે? દરેક પોતાનાથી પૂછો, થઈ શકે છે? આ ખુશખબરી બાપદાદા સાંભળવા ઈચ્છે છે.
બાપદાદાએ જોયું કે ઈચ્છા બધા રાખે છે, કરીશું પરંતુ જ્યારે સમસ્યા આવે છે તો સમસ્યા પોતાનાં બનાવી દે છે. પછી ખૂબ મીઠી વાતો કરે છે, આ થઈ જાય છે ને, આ તો થશે ને! આ તો ચાલે છે ને! બાપદાદા તો ખૂબ મીઠી-મીઠી વાતો સંભળાવે છે. બધાનું કારણ રાજા બની જાઓ, બસ. સ્વરાજ્ય અધિકારી બની જાઓ. તો આજે બાપદાદા બધા બાળકોને ભલે સામે બેઠાં છે, ભલે દૂર બેઠાં દિલ માં બેઠાં છે. તમે તો આંખો ની સામે છો, પરંતુ બાપદાદા જે દૂર બેઠાં છે એમને દિલ માં જોઈ રહ્યાં છે.
બાપદાદા ને ખબર છે કે આજ નાં દિવસે મધુબન માં પણ નાની-નાની ગીતા પાઠશાળાઓ લાગેલી છે. બાળકો આવ્યાં છે, બાપદાદા ખૂબ-ખૂબ-ખૂબ નીચે બેસેલા ને, ક્યાંય ન ક્યાંય બેસવાવાળાને બધાને પહેલાં દિલ નાં દુલાર અને યાદપ્યાર આપી રહ્યાં છે. (આજે શાંતિવન માં ૨૮ હજાર થી પણ વધારે ભાઈ-બહેનો પહોંચ્યાં છે) બાપદાદાએ જોયું કે બાળકોને થોડી તકલીફ તો જોવી પડે છે પરંતુ આ તકલીફ ખુશી માં અનુભવ નથી કરતાં. છતાં પણ આરામ થી સુવા માટે ત્રણ પગ પૃથ્વી તો મળી છે ને? જે પટરાણી બન્યાં છે એ બાળકોને બાપદાદા વિશેષ યાદપ્યાર આપી રહ્યાં છે. સારું, જે આજે પહેલી વાર મધુબન માં આવ્યાં છે કે બાપદાદા થી મળવા આવ્યાં છે, તે ઉઠો. આજે પહેલી વાર આવવા વાળા બાળકોને બાપ દ્વારા નવાં બ્રાહ્મણ-પરિવાર માં આવવાની પોતાનાં તરફથી અને બ્રાહ્મણ પરિવારનાં તરફ થી ખૂબ-ખૂબ વધાઈ આપી રહ્યાં છે કારણકે છતાં પણ ટૂ-લેટ આવ્યાં છો પરંતુ આવી તો ગયાં. બાપદાદા અને પરિવાર ને જોઈ તો લીધાં. બાપદાદા સમજે છે કે તમે ઈચ્છો તો આજે આવવા વાળા ને વિશેષ વરદાન છે કે જો દિલ થી ઈચ્છો તો લાસ્ટ સો ફાસ્ટ, ફાસ્ટ સો આગળ આવી શકો છો. બાપદાદા અને પરિવાર નો આપ સર્વ આત્માઓથી પ્રેમ છે, સહયોગી બનશે, સ્નેહ આપશે અને તમને આગળ વધારશે. ચાન્સ આપશે, એટલે આજે આવવા વાળા ને આગળ વધવાનો ખૂબ ચાન્સ સારો ડ્રામા માં મળી શકે છે. પૂરો પરિવાર જ્યાંથી પણ આવ્યો હોય તો તે પરિવાર તમારો સહયોગી બનશે, આપ સહજયોગી બનજો. અચ્છા.
સેવા નો ટર્ન રાજસ્થાન અને ભોપાલ ઝોન નો છે :- રાજસ્થાન ની ધરણી બ્રહ્મા બાપ ને ખૂબ પસંદ આવી, જે રાજસ્થાન માં જ મધુબન બનાવ્યું છે. રાજસ્થાની સેવા બાપદાદાએ જોઈ કે દરેક સ્થાન માં હવે વૃદ્ધિ સારી થઈ રહી છે. નવાં-નવાં આત્માઓને બાપ નો સંદેશ આપવાનાં પ્રોગ્રામ્સ પણ સારા થઈ રહ્યાં છે. પરંતુ બાપદાદા બધાને આ જ કહે છે દરેક સેવાકેન્દ્ર યજ્ઞ-સ્નેહી, વારિસ, એવું ગ્રુપ બનાવો જે સ્વયં પણ આગળ વધતા જાય, બીજાઓને પણ યજ્ઞ-સ્નેહી બનાવે. પહેલાં પણ બાપદાદાએ આ કહ્યું યજ્ઞ સ્નેહી, સેવા સ્નેહી અને સફળ કરવામાં સદા આગળ થી આગળ વધવા વાળા, વૃદ્ધિ થઈ રહી છે, સારું છે, સંદેશ આપવાનાં કાર્ય માં દરેક ઉમંગ-ઉત્સાહ માં છે. હવે બાપદાદા આ જ જોવા ઈચ્છે છે કે સ્વ અને સેવા બંનેનું બેલેન્સ કરવા વાળા, દરેક સેન્ટર થી વધારે માં વધારે આગળ આવવા જોઈએ. ફક્ત સેવા નહીં, સ્વ અને સેવા કારણકે હવે સ્વ-પરિવર્તન નો સમય એટલો વધારે નથી, એટલે પહેલાં સ્વ સાથે સેવા. દરેક સેવાકેન્દ્ર નિર્વિઘ્ન, બધા સાથી નિર્વિઘ્ન, ફક્ત ટીચર નહીં પરંતુ પૂરો ક્લાસ નિર્વિઘ્ન અને સ્વ-પરિવર્તન નું અટેન્શન રાખવા વાળા છો. તો આ વૃદ્ધિ કરો. એક-એક ની વાતો ને સાંભળો અને એમને ઉમંગ-ઉત્સાહ ની પાંખો લગાડો, જે બાપદાદા ને નિર્વિઘ્ન સેન્ટર નાં સમાચાર આપી શકો. બાકી બાપદાદાએ જોયું રાજસ્થાન પણ આગળ વધી રહ્યું છે, વધતું રહેશે. બાપદાદા દરેક બાળક ને આગળ વધવાની મુબારક આપી રહ્યાં છે. અચ્છા.
ભોપાલ ઝોન :- સારું, આ પણ ઝોન પોતાનું પરિવર્તન અને સેવાની વૃદ્ધિ માં સારું આગળ વધી રહ્યું છે. બાપદાદાને ખુશી છે કે દરેક બાળક સ્વ નાં પ્રત્યે પણ પ્લાન બનાવી રહ્યું છે અને પ્રેક્ટિકલ માં પણ લઈ રહ્યું છે. અને બાબા ની શુભ આશા છે કે સદા આગળ વધતા રહેશો. દરેક ઝોન માં જોયું છે કે હમણાં ઉમંગ-ઉત્સાહ છે એટલે સેવા માં પોત-પોતાનાં સ્થાન માં વૃદ્ધિ કરી રહ્યાં છે. બાપદાદા આગળ માટે પણ મુબારક આપી રહ્યાં છે, વધતા ચાલો, ઉડતા ચાલો, ઉડાવતા ચાલો. અચ્છા.
ડબલ વિદેશી ભાઈ - બહેનો સાથે :- વિદેશ વાળા ને પાસ પેપર્સ તો આવે છે પરંતુ એક વિશેષતા છે કે તે સાચાં દિલ થી બોલી દે છે. અંદર નથી રાખતા અને એનું સમાધાન સાચાં દિલ થી કરતા રહે છે. આ બાપદાદા ને ખુશી છે કે સાફ દિલ તો હજૂર હાજર થઈ જાય છે. સારું રીઝલ્ટ જોઈ બાપદાદા મુબારક પણ આપી રહ્યાં છે અને વરદાન પણ આપી રહ્યાં છે કે સદા આગળ વધતા રહેશો. ટીચર્સ પણ સારી મહેનત કરી રહ્યાં છે. બાપદાદા ને ખુશી થાય છે કે સૌથી વધારે મધુબન નો ફાયદો વિદેશ વાળા ઉઠાવી રહ્યાં છે. તો બાપદાદા જુએ છે કે વિદેશ નાં નાનાં-નાનાં સ્થાનો પર પણ અવાજ બુલંદ કરવાની સેવા કરવાનું આરંભ કરી દીધું છે. તો સેવા ની મુબારક છે , સ્વ-પરિવર્તન ની મુબારક છે. ઉડતા ચાલો અને ઉડાવતા ચાલો. અચ્છા.
ચારેય તરફ નાં દેશ અને વિદેશ નાં બાળકો ને બાપદાદા પુરુષાર્થ માં સહજ આગળ વધવા અને વધારવાની ખાસ મુબારક આપી રહ્યાં છે. હવે જે સમય આવવાનો છે, એનાં માટે બાપદાદાએ ડાયરેક્શન આપી દીધું છે કે તીવ્ર પુરુષાર્થી બની સેકન્ડ માં બિંદુ લગાવો, ફુલસ્ટોપ લગાવવાનો અભ્યાસ અતિ આવશ્યક છે. આ વાત ને હલ્કી નહીં કરો. અચાનક કંઈ ન કંઈ થવાનું છે એટલે બાપ ની શુભ આશા છે કે દરેક બાળક સાથે છે, સાથે ચાલશે, સાથે-સાથે રાજ્ય કરશે બ્રહ્મા બાપ ની સાથે, શિવબાબા સાક્ષી થઈ જશે. સાથી બનવાવાળા છો તો બાપદાદા સમાન બનવાનું જ છે. અચ્છા, દરેક બાળકને બાપદાદા નાં તરફ થી આ વર્ષ ની મુબારક છે અને આગળ નાં વર્ષની પણ મુબારક છે કે સદા બાપ સમાન બનવાનું જ છે. અચ્છા.
| વરદાન :- |
મનન શક્તિ દ્વારા શક્તિશાળી બની વિઘ્નો નાં ફોર્સ ને સમાપ્ત કરવાવાળા સર્વ આકર્ષણ મુક્ત ભવ વર્તમાન સમય મનન શક્તિ દ્વારા આત્મા માં સર્વ શક્તિઓ ભરવાની આવશ્યકતા છે. એનાં માટે અંતર્મુખી બની દરેક પોઇન્ટ પર મનન કરો તો માખણ નીકળશે અને શક્તિશાળી બની જશો. એવાં શક્તિશાળી આત્માઓ અતીન્દ્રિય સુખ ની પ્રાપ્તિ નો અનુભવ કરે છે, એમને અલ્પકાળ ની કોઈ પણ વસ્તુ પોતાનાં તરફ આકર્ષિત નથી કરી શકતી. એમની મગન અવસ્થા દ્વારા જે રુહાની શક્તિશાળી સ્થિતિ બને છે એનાંથી વિઘ્નો નો ફોર્સ સમાપ્ત થઈ જાય છે. |
| સ્લોગન :- | બ્રાહ્મણ-સંસાર માં સર્વ નું સન્માન પ્રાપ્ત કરવાવાળા જ તખ્ત નશીન બને છે. |
આ અવ્યક્ત ઇશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો
બ્રહ્મા બાપ અને શિવ બાપ ની વિશેષ પસંદગી છે જ પવિત્રતા. પરંતુ પવિત્રતા ની પરિભાષા ખૂબ શ્રેષ્ઠ અને ગુહ્ય છે. પવિત્રતા જ્યાં હશે ત્યાં નિશ્ચય, સચ્ચાઈ-સફાઈ, આ બધું આવી જાય છે. સંપૂર્ણ પવિત્રતા નો અર્થ જ છે - સ્વપ્ન માત્ર પણ અપવિત્રતા મન અને બુદ્ધિ ને ટચ ન કરે, આને જ કહેવાય છે સાચાં વૈષ્ણવ.