| 17.11.2026 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - હું આપ બાળકોનાં માટે હથેળી પર બહિશ્ત લાવ્યો છું , તમે મને યાદ કરો તો સ્વર્ગ ની બાદશાહી મળી જશે” | |
| પ્રશ્ન :- | બેહદ ની ખુશી કયાં બાળકોને નિરંતર રહી શકે છે? |
| ઉત્તર :- | જેમણે બેહદ નો સંન્યાસ કર્યો છે બીજા સંગ તોડી એક સંગ જોડ્યો છે, તે જ નિરંતર ખુશી માં રહી શકે છે. ૨. જે ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરે છે, જેમને સર્વિસ નો શોખ છે તેમની ખુશી ક્યારેય ગાયબ થઇ નથી શકતી. |
| ગીત :- | છોડ ભી દે આકાશ સિંહાસન… |
ઓમ્ શાંતિ ! મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. આ કોણે કહ્યું? બાપે બાળકોને કહ્યું કે ગીત સાંભળ્યું? જ્યારે અતિ દુઃખ હોય છે ત્યારે બોલાવે છે. બાળકો જાણે છે કે બાપ જ સુખધામ કે પાવન દુનિયા રચે છે અથવા ભગવાન-ભગવતી નું રાજ્ય સ્થાપન કરે છે. ભગવાન અને ભગવતી જેમકે સ્વર્ગ નાં માલિક થયાં! તમે જુઓ છો લક્ષ્મી-નારાયણ કેટલાં ધનવાન હતાં, કેટલી મોટી રાજધાની હતી. એમની રાજધાની માં ક્યારેય કોઈ ઉપદ્રવ થતા નથી. બાપ બાળકો ને વારસો જ એવો આપે છે તો કેટલી ખુશી માં રહેવું જોઈએ. પરંતુ નંબરવાર પુરુષાર્થ અનુસાર તો છે જ. કોઈ-કોઈ તો પૂરું જ્ઞાન ન ઉઠાવવાનાં કારણે ન ત્યાંની ખુશી માં રહે છે અને ન અહીંયાની ખુશી માં રહે છે. એમને કહેવાય છે બંને જહાન થી ગયાં કારણ કે બાપ પાસેથી વારસો લેતાં-લેતાં ઉતરી પડે છે. દુનિયામાં આ કોઈને ખબર નથી કે ભગવાન આવીને સ્વર્ગ સ્થાપન કરી રહ્યાં છે કારણકે એ આવે જ છે ગુપ્ત રુપ માં. કહે છે જરુર ભગવાન આ સમયે હોવાં જોઈએ કારણકે બધા ઘોર અંધકાર માં છે. રાત નાં ૧૨ વાગે છે તો તેને ઘોર અંધકાર કહેવાય છે. રાત માં ઘોર અંધારું, દિવસ માં ઘોર પ્રકાશ હોય છે. બાળકો જાણે છે હવે ભક્તિમાર્ગ ની રાત પૂરી થાય છે, જેમાં દુઃખ જ દુઃખ છે. મનુષ્ય સમજે છે ભક્તિ નાં પછી ભગવાન મળે છે. તમે જાણો છો - બાપ જ આવીને આપણા સર્વ ની સદ્દગતિ કરે છે. આપ બાળકોમાં પણ નંબરવાર તો જરુર છે. કોઈને તો ખુશી નો પારો ચઢેલો રહે છે. મહેનત પણ ખુશી થી કરે છે. સર્વિસ નો શોખ રહે છે કે કોઈને જઈને સમજાવીએ, એટલે બાબા પ્રદર્શન, મેળા નો પણ પ્રબંધ રચતા રહે છે કે બીજાઓને સમજાવવાથી ખુશી નો પારો ચઢી જાય. અહીં કોઈની પાસે ધન છે, તે સમજે છે અમે સ્વર્ગ માં બેઠા છીએ. તેમનાં માટે જ્ઞાન ઉઠાવવું મુશ્કેલ છે એટલે ગવાયેલું છે કોટો માં કોઈ જ એટલાં સમજદાર બની બાપ થી વારસા નાં અધિકારી બને છે. ફોલો ફાધર ગવાયેલું છે. તો બાપ ની શ્રીમત પર ચાલવું પડે. જે સારી રીતે શ્રીમત પર ચાલે છે તેમને ફોલો ફાધર કરવું જોઈએ. જેવી રીતે આ (બ્રહ્મા) બાળક સારી રીતે ચાલી રહ્યાં છે. લૌકિક બાળકો સલાહ પર નહીં ચાલ્યાં તો કહ્યું કે તમે પોતાની સલાહ લઈ લો. રાવણ ની મત પર ચાલવા વાળા અને રામ ની મત પર ચાલવા વાળા સાથે ન રહી શકે.
આપ બાળકો સમજો છો કે ભારતમાં જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. તે ૮૪ જન્મ લઇ પતિત બન્યાં છે, ત્યારે પોકારે છે હે પતિત-પાવન આવો. હવે આપ બાળકો સમજો છો કે બાકી થોડા દિવસો છે. દૈવી રાજધાની સ્થાપન કરવામાં સમય તો લાગે છે. આ છે ગુપ્ત. આમાં લડાઈ ની વાત નથી. એવું નથી ચઢાઈ કરીને રાજ્ય લઈએ છીએ. ના, આ તો બાપ આવીને રાજાઓનાં રાજા બનાવે છે. જે બાપ ને યાદ કરીએ છીએ દુઃખહર્તા સુખકર્તા આવો. સંન્યાસી, ગુરુ થોડી દુઃખહર્તા હોઈ શકે છે? એમનો સંન્યાસ છે હદ નો. તમારો છે બેહદ નો. આમાં બેહદ ની ખુશી રહે છે. આ લક્ષ્મી-નારાયણ ભગવતી-ભગવાન ને પણ બેહદ ની ખુશી છે ને! પતિત મનુષ્યો ને તો જે આવડે તે બોલે છે. તમે તો એક-એક શબ્દ અર્થ સહિત બોલો છો. નવી દુનિયામાં છે જ એક ધર્મ. એમની કોઈ થી પણ ભેંટ (તુલના) નથી કરાતી. જૂની દુનિયામાં ભેંટ કરાય છે. નવી દુનિયામાં આ ખબર નથી રહેતી કે જૂની દુનિયામાં શું હશે. ત્યાં બધું ભૂલી જવાય છે. અહીં તમને બધું બતાવાય છે કે નવી દુનિયા ક્યારે સ્થાપન થશે! જૂની દુનિયા ક્યારે વિનાશ થશે! તમને બધી નોલેજ છે. હવે તમને બાપ મળ્યાં છે સ્વર્ગ ની સ્થાપના કરવા વાળા. તો એમનાથી સારી રીતે વારસો લેવો જોઈએ. વારસો મળવાનો પણ એમને છે જેમણે કલ્પ પહેલાં સારી રીતે પુરુષાર્થ કર્યો હતો. એમાં પણ નંબરવાર છે. આ છે કાંટાઓ ની દુનિયા. પહેલાં નંબર નો કાંટો તો બધામાં છે જ. જૂની દુનિયા છી-છી, નવી દુનિયા સારી હોય છે. સ્વર્ગ કોને કહેવાય છે, આ પણ કોઈને ખબર નથી. એમ જ કહી દે છે કે ફલાણા સ્વર્ગવાસી થયાં. સ્વર્ગ છે ક્યાં જો સ્વર્ગવાસી થયાં?
તમે જાણો છો સ્વર્ગ પણ આ ભારત માં હતું. નર્ક પણ ભારત માં છે. તો આ શબ્દ તે લોકો પકડીને કહી દે છે સ્વર્ગ-નર્ક અહીં જ છે. જેમણે ખૂબ ધન છે તે સ્વર્ગ માં છે. પરંતુ એવું નથી. ભારત નવું હતું તો સતયુગ હતું, જેને સ્વર્ગ કહેવાય છે. હવે પતિત દુનિયા નર્ક છે. દુનિયા તો એક જ છે. નવી દુનિયામાં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. જૂની દુનિયામાં રાવણ નું રાજ્ય છે. ભગવાનુવાચ, હું તમને ૮૪ જન્મો નાં રહસ્ય બતાવું છું. આ રાજ્યોગ થી તમને રાજાઓનાં રાજા સ્વર્ગ નાં માલિક બનાવું છું. તો નર્ક નો જરુર વિનાશ થવો જ જોઈએ. શાસ્ત્રો માં કૃષ્ણનું નામ નાખી લડાઈ વગેરે દેખાડી છે. પાંડવો ની કોઈ સેના તો નથી. આજકાલ કન્યાઓ, માતાઓની પલટન બનાવી તેમને બંદૂક વગેરે ચલાવવાનું શીખવાડે છે. અહીં તમારા હાથ માં બંદૂક વગેરે કંઈ નથી. તેમને શું ખબર તે શિવશક્તિ સેના કોણ છે? શિવબાબા તો ક્યારેય હિંસા કરાવી ન શકે. લડાઈની કોઈ વાત જ નથી. તમે જાણો છો કે શિવબાબા ની રુહાની સેના છે. શિવબાબા આપણને ડબલ અહિંસક બનાવે છે. એમને કહેવાય છે ૧૦૦ પરસેન્ટ નોન-વાયોલેન્સ. અહીં છે ૧૦૦ પરસેન્ટ વાયોલેન્સ (હિંસા) એક જ બોમ્બ થી કેટલાં નો વિનાશ કરી દે છે. બેહદ નાં નોન-વાયોલેન્સ અને વાયોલેન્સ માં કેટલો ફરક છે! તમે હવે આ સમયે બેહદનાં સાઈલેન્સ માં છો. તે તરફ જેટલી લડાઈની તૈયારીઓ થતી જાય છે, એટલો અવાજ વધતો જાય છે. કેટલાં હંગામા થાય છે વિનાશ માં. સ્થાપના માં તો કેટલી સાઈલેન્સ માં બેઠા છો. હિંસા ની કોઈ વાત જ નથી. તમારી હવે પ્રેક્ટિકલ લાઈફ છે. બાપ થી યોગબળ દ્વારા વારસો મેળવી રહ્યાં છો. બાપ અલ્ફ ને યાદ કરવાથી સ્વર્ગની બાદશાહી મળે છે, કેટલું સહજ છે. બાપ કેટલાં મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) છે. કેટલાં દૂરદેશ થી આવે છે. જેવી રીતે વિદેશ થી કોઈનાં બાપ આવે છે તો બાળકો ખૂબ ખુશ થાય છે. બાબા અમારા માટે વિદેશ થી સારી-સારી સોગાત (ભેટ) લાવ્યાં. આ બેહદ નાં બાપ તો એક જ વાર આવે છે. કઈ સોગાત લઈ આવે છે? કહે છે હું તમારા માટે હથેળી પર બહિશ્ત લઈ આવ્યો છું. જેવી રીતે કહે છે હનુમાન સંજીવની બૂટી નો પહાડ લઈ આવ્યાં. હવે પહાડ તો કોઈ ઉઠાવી નથી શકતાં. એવી રીતે જ બાપ કહે છે હું હથેળી પર બહિશ્ત લઈ આવ્યો છું. હવે બહિશ્ત કોઈ હથેળી પર થોડી ઉઠે છે! આ તો સમજણ ની વાત છે. બાળકો તો જાણે છે બાબા અમારા માટે નંબરવન સોગાત લાવે છે. બાબા કહે છે - હું આવ્યો છું તમને પાવન દુનિયાનાં માલિક બનાવવાં, તો પાવન બનવું પડે. ભારત નો પ્રાચીન રાજ્યોગ ગીતા નાં ભગવાને જ શીખવાડ્યો હતો અને રાજાઈ આપી હતી. હવે ફરીથી રાજયોગ શીખવાડી રહ્યાં છે. તમે કહો છો કે અમે સ્વર્ગ ની સ્થાપના કરવા વાળા બાપ નાં બાળકો છીએ, બાપ નવી દુનિયા સ્થાપન કરે છે તો જરુર કોઈને તો બાદશાહી મળી હશે ને? એવું પણ નથી ફક્ત સ્વર્ગ માં રહેવા વાળાને જ બાપે આપી હશે. બીજા બધાને પણ તો બાપ આપે છે ને. બાકી બધાને ડ્રામા અનુસાર મુક્તિ નો પાર્ટ મળેલો છે. બધા મુક્ત થઈ જાય છે. એક જ બાપ સર્વ નાં સદ્દગતિ દાતા છે, બીજું ન કોઈ. તમારા પાસે પ્રદર્શન માં જે નામીગ્રામી આવે છે, જે માને છે કે બરોબર ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ નથી, શિવ છે, તો તેમનાથી લખાવી લેવાનું છે. મોટા વ્યક્તિઓની જ વાત સાંભળશે. ગરીબ ની તો કોઈ સાંભળશે નહીં એટલે પ્રદર્શન માં કોશિશ કરી આ લખાવી લો ગીતા નાં ભગવાન એક જ છે. એ સર્વ નાં બાપ છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હવે તો આખાં વિશ્વ પર રાવણ નું રાજ્ય છે, આ જ બધા નો દુશ્મન છે, જેને વર્ષે-વર્ષે બાળે છે. છતાં પણ મરતો નથી. હવે ભારત નો મોટો દુશ્મન આ રાવણ છે, આ વાત ફક્ત તમે જાણો છો. હવે રામ પરમપિતા પરમાત્મા રાવણ પર જીત અપાવે છે. કહે છે મને યાદ કરો તો તમારા પાપ નાશ થશે, તમે લાયક બની જશો તો પછી નવી દુનિયા જોઈએ. જરુર જૂની દુનિયાનો વિનાશ પણ થયેલો હતો, તે થશે. મહાભારત લડાઈ લાગે છે ત્યારે જ જ્યારે રાવણ રાજ્ય વિનાશ થઈ રામરાજ્ય સ્થાપન થાય છે. રાવણ રાજ્ય માં જ હાહાકાર શરું થાય છે. હાહાકાર નાં પછી જયજયકાર થાય છે, દુનિયા બદલાય છે. જેવી રીતે જૂનું ઘર તોડી નવું બનાવાય છે પછી તોડાય છે, આ પણ સ્થાપના થઈ રહી છે. બોમ્બ્સ વગેરે બનાવતાં જ રહે છે. તૈયારીઓ થઈ રહી છે. હવે દશેરા આવ્યો તો રાવણ ની એફીજી (પુતળું) પણ કાઢી. તમારી છે બેહદ ની વાત. તમારી બુદ્ધિ માં આવે છે આ શું કરે છે. તમે જ્યારે સમજાવશો ત્યારે સમજશે અમે આ શું કરીએ છીએ. હસવું પણ આવશે. કોઈને પણ સમજાવી શકો છો - આટલો મોટો રાવણ તો હોતો જ નથી. હવે બાપ કહે છે તમે રામ રાજ્ય લો. ૫ વિકારો નું દાન આપો ગ્રહણ છૂટી જાય. બાપ આવી ને સમજાવે છે આ ૫ વિકારો નું ગ્રહણ આખી દુનિયા પર લાગેલું છે. બિલકુલ જ શ્યામ થઈ જાય છે. આપ બાળકોને તો ખુશી હોવી જોઈએ. બાકી થોડા દિવસ છે.
તમે હવે ક્રિયેટર, ડાયરેક્ટર, મુખ્ય એક્ટર્સ ડ્રામા નાં આદિ-મધ્ય અંત ને જાણો છો, બીજું કોઈ નથી જાણતું. તમારી હવે સ્વચ્છ બુદ્ધિ બની છે. તમે બાપ નાં બન્યાં છો તો જરુર સ્વર્ગ માં મોકલી દેશે. નોલેજ ઈઝ સોર્સ ઓફ ઇન્કમ (જ્ઞાન આવક નું સાધન) કહેવાય છે. આ છે રુહાની નોલેજ, જે બાપ જ આપે છે. મનુષ્ય, મનુષ્યો ને આપી ન શકે. દુનિયામાં બધા મનુષ્ય, મનુષ્યો ને નોલેજ આપે છે. તમને તો બાપ સુપ્રીમ સોલ આવીને જ્ઞાન આપે છે. બાકી બધી છે ભક્તિમાર્ગ ની દંત-કથા સંભળાવવા વાળા. સત્યનારાયણ ની કથા, રામાયણ ની કથા… જે પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું છે તે કંઈ ન કંઈ બનાવતાં રહે છે. આ તો છે ભણતર. ભણતર માં હિસ્ટ્રી-જોગ્રોફી સંભળાવાય છે. આ છે વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી, હ્યુજ (મોટી). તમે સમજો છો બાબાએ ૫ હજાર વર્ષ પહેલાં પણ કહ્યું હતું તે ગીતા ભણવાવાળા થોડી કંઈ સમજે છે. યાદવ, કૌરવ, પાંડવ કોને કહેવાય છે - તમે પ્રેક્ટિકલ માં જુઓ છો. યુરોપવાસી યાદવોએ મૂસળો નીકાળ્યાં, વિનાશ થયો. વિનાશ નાં પછી શું થયું, તે કંઈ નથી દેખાડતાં. તે સમજે છે પ્રલય થઈ ગયો. તે કહે છે તમે શાસ્ત્રો ને માનો છો? બોલો હા, અમે શાસ્ત્રો ને જાણીએ છીએ, માનીએ છીએ - આ બધા ભક્તિમાર્ગ નાં છે. જ્ઞાન તો એક બાપ જ સંભળાવે છે, જે જ્ઞાન નાં સાગર છે. હવે ભક્તિ ખતમ થઈ જ્ઞાન જિંદાબાદ થઈ રહ્યું છે. જૂની દુનિયાનો વિનાશ સામે ઉભો છે, નથિંગ ન્યૂ. આપણી પ્રીત છે બાપ થી. આપણે બીજો સંગ તોડી એક સંગ જોડીએ છીએ. બાપ કહે છે - પોતાને આત્મા સમજી મારી સાથે યોગ લગાવો - આને જ ભારત નો પ્રાચીન યોગ કહેવાય છે, જે બાપ જ શીખવાડે છે. કૃષ્ણ નો આત્મા પણ આ સમયે અંતિમ જન્મ માં છે, આને કહેવાય છે તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. આ તમારો અનેક જન્મો નાં અંત નો જન્મ છે, એટલે મેં આમનામાં પ્રવેશ કર્યો છે. હું આમાં બેસીને આપ બાળકો ને બ્રહ્મા મુખ વંશાવલી બનાવી રાજ્ય-ભાગ્ય આપું છું. બાપ સિવાય બીજું કોઈ બતાવી ન શકે. આ તો બાપ સ્વયં આ મુખ દ્વારા સંભળાવી રહ્યાં છે. આ બાબા પણ પહેલાં કંઈ નહોતાં જાણતાં, તમે પણ કંઈ નહોતાં જાણતાં. ભારતવાસીઓને જ સમજાવવું પડે. ૮૪ જન્મોનું ચક્ર કેવી રીતે ફરે છે, આ તે જ લડાઈ ઉભી છે, જેનાથી સ્વર્ગ નાં ગેટ (દ્વાર) ખૂલ્યાં હતાં. જ્યારે કે બાપે આવીને રાજયોગ શીખવાડી મનુષ્ય થી દેવતા બનાવ્યાં હતાં. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- જે સારી રીતે શ્રીમત પર ચાલે છે, તેમને ફોલો કરવાનાં છે. બેહદની ખુશી માં રહેવા માટે આપ સમાન બનાવવાની સેવા કરવાની છે.
- પ્રીત બુદ્ધિ બની બીજા સંગ તોડી એક બાપ સાથે જોડવાનો છે. ડબલ અહિંસક બની સાઈલેન્સ માં બેસી પોતાની રાજાઈ સ્થાપન કરવાની છે.
| વરદાન :- |
ત્યાગ અને તપસ્યા દ્વારા સેવા માં સફળતા પ્રાપ્ત કરવાવાળા સાચાં સેવાધારી ભવ સેવા માં સફળતા નું મુખ્ય સાધન છે ત્યાગ અને તપસ્યા. ત્યાગ અર્થાત્ મન્સા સંકલ્પ થી પણ ત્યાગ, કોઈ પરિસ્થિતિ નાં કારણે, મર્યાદા નાં કારણે, મજબૂરી થી ત્યાગ કરવો આ ત્યાગ નથી પરંતુ જ્ઞાન સ્વરુપ થી, સંકલ્પ થી પણ ત્યાગી બનો અને તપસ્વી અર્થાત્ સદા બાપ ની લગન માં લવલીન, જ્ઞાન, પ્રેમ, આનંદ, સુખ, શાંતિ નાં સાગર માં સમાયેલા એવાં ત્યાગી, તપસ્વી જ સેવામાં સફળતા પ્રાપ્ત કરવા વાળા સાચાં સેવાધારી છે. |
| સ્લોગન :- | પોતાની તપસ્યા દ્વારા શાંતિ નાં વાયબ્રેશન ફેલાવવાં જ વિશ્વ સેવાધારી બનવું છે. |
આ અવ્યકત ઈશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો
આપ સંપૂર્ણ આત્માઓનું અંતિમ વાહન - કર્મબંધન મુક્ત, કર્માતીત સ્થિતિ. એવી સ્થિતિ બનાવવા માટે બ્રહ્મા બાપ સમાન સર્વ હદો પર વિજય પ્રાપ્ત કરવાવાળા વિજયી રત્ન બનો, ત્યારે અંતિમ કર્માતીત સ્વરુપ નાં અનુભવી બનશો. અનેક પ્રકાર ની હદો અર્થાત્ અનેક મારું-મારું. જ્યારે હું અને મારું, તું અને તારું… આ ચાર શબ્દ એક બાબા શબ્દ માં સમાઈ જશે ત્યારે સંપૂર્ણતા સમીપ આવશે.