ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી · 19 નવેમ્બર, 2026

ઓમ શાંતિ · BapDada · 19 નવેમ્બર, 2026

આજની મુરલી — દરરોજ સવારે નવી.

18
ડાઉનલોડ PDF
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

19.11.2026
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - અંદર બહાર સાફ બનો , કોઈ પણ ગંદી આદત હવે તમારા માં ન હોવી જોઈએ”
પ્રશ્ન :- બ્રાહ્મણ બાળકોએ બાપ પાસેથી પૂરે-પૂરો વારસો લેવા માટે કઈ-કઈ ધારણાઓ પર ધ્યાન રાખવાનું છે?
ઉત્તર :- ૧. આ જન્મ માં બાપ નાં બનીને એવું કોઈ પાપ કર્મ ન થાય જેનાથી સો-ગણી સજા ભોગવવી પડે. ૨. બાપ જે અતિ મીઠા છે એ તમને આપ સમાન બનાવે છે એટલે મુખ થી કોઈ કડવા બોલ ન નીકળે જેનાથી બીજાઓને દુઃખ થાય. ૩. દુઃખહર્તા-સુખકર્તા નાં બાળકો બની બધાનાં દુઃખ હરવાનાં છે. મન્સા-વાચા-કર્મણા સુખ આપવાનું છે. ૪. સ્તુતિ-નિંદા માં સમાન રહેવાનું છે.

ઓમ્ શાંતિ ! સદ્દગુરુવાર ને વૃક્ષપતિ દિવસ પણ કહેવાય છે. વૃક્ષપતિ દિવસ અર્થાત્ બાપ નો દિવસ. અમાસ નાં દિવસે અંધારી રાત પૂરી થાય છે પછી દિવસ શરું થાય છે. ચંદ્ર ઉદય થવાનો શરું થાય છે. અને આજકાલ જેમનાં પિતૃ હોય છે તેમને ખવડાવી-પીવડાવી પૂરું કરી પછી મંગાવવાનું નથી હોતું. બધાને તૃપ્ત કરાય છે. દિવસ માં ચાલ્યાં ગયાં પછી રાત માં પાછાં આવવાની દરકાર જ શું છે. અસલ કાયદો આ છે - ૧૨ મહિના નો સમય જ્યારે પૂરો થાય છે તો તેમને ખવડાવી, ખલાસ કરી દેવાનું હોય છે. પછી અંધારી રાત માં કેમ બોલાવાય છે. પરંતુ બ્રાહ્મણોએ આ પણ રીત-રિવાજ બનાવી દીધાં છે, તે ચાલ્યાં આવે છે. દક્ષિણા વગેરે મળતી રહેશે. તે છે હદ ની અમાસ. હવે બાપ આવ્યાં છે બેહદ ની અમાસ માં. બાપ આવે છે તો અડધાકલ્પ નું અંધારું પૂરું થાય છે. પછી સતયુગ માં અજવાળું જ અજવાળું હોય છે. ત્યાં ક્યારેય કોઈ પિતૃ વગેરે નહીં ખવડાવશે. આ પછી છે બેહદ ની અમાસ. બ્રહ્મા ની રાત સો (તે) બ્રાહ્મણો ની રાત પૂરી થઈ દિવસ આવી જાય છે. પછી કોઈ પિતૃ વગેરે ને ખવડાવતાં નથી, ત્યાં બ્રાહ્મણ જ નથી હોતાં. એવું નથી કે કોઈ મરતાં નથી, પરંતુ આ રીત-રિવાજ નથી હોતાં. અહીં તો અનેક પ્રકારનાં બ્રાહ્મણ પણ છે. હવે ઈચ્છે છે કે એક વર્લ્ડ (દુનિયા) હોય, એક દેશ હોય. હવે આટલાં બધાંનો એક દેશ તો હોઈ ન શકે. હાં એક રાજ્ય, એક રીત-રિવાજ હતાં, જ્યારે સતયુગ હતો. એ તો બાપ જ આવીને સ્થાપન કરે છે. ત્યાં બધા બિલકુલ મીઠાં હોય છે, દુઃખ ની વાત નથી હોતી. ક્યારેય કડવું બોલતાં નથી, પાપ કરતાં નથી. હમણાં જે જેટલો પુરુષાર્થ કરશે એટલું ઊંચ પદ મેળવશે, નંબરવાર. એવું નહીં કે કોઈ ત્યાં ચોરી વગેરે કરશે. ના. અંદર-બહાર સાફ રહે છે. અહીં અંદર એક, બહાર બીજા હોય છે. કેટલું એક-બીજા ને નુકસાન પહોંચાડે છે. આ બધી છે રાવણ રાજ્ય ની ગંદી ચંચળતા. બાબા હવે આને એકદમ ખતમ કરાવી દે છે. બધાંની એકદમ ઝટ થી ગંદી આદતો ખતમ થતી નથી. સમય લાગે છે, જેટલાં-જેટલાં યોગ માં રહેશો કદમ-કદમ પર જોતાં રહેશો કે અમે યોગ માં રહીએ છીએ! કોઈ પાપ કર્મ તો નથી કરતાં! ખૂબ મીઠાં બની પછી બીજાઓને મીઠાં બનાવું છું? સ્વયં જ કડવા હશે તો બીજાઓને મીઠાં કેવી રીતે બનાવશે? અહીં એવાં ઝટ પ્રત્યક્ષ થઈ જાય છે, છુપાઈ ન શકે. બાપ કહે છે - મારા બાળક બની બીજું કોઈ ઉલ્ટું-સુલ્ટું કામ કરશો તો ખૂબ કઠોર સજા ખાશો. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. ભગવાન સ્વયં બેસી ભણાવે છે દેવતા બનાવવા માટે, દેવતાઓની મહિમા ગાય છે - સર્વગુણ સમ્પન્ન… અહિંસા પરમોધર્મ. હિંસા બે પ્રકારની હોય છે - એક તો કામ કટારી ની હિંસા થી મનુષ્ય આદિ-મધ્ય-અંત દુઃખ ભોગવે છે. બીજું પછી ક્રોધ માં આવીને એકબીજા ને મારે, દુઃખ આપે, દુઃખી થાય છે. અહીં તો બાળકો ને કહેવાય છે મન્સા-વાચા-કર્મણા એવું કોઈ કામ નથી કરવાનું. કોઈને દુઃખ નથી આપવાનું. આપણે છીએ જ દુઃખહર્તા-સુખકર્તા નાં બાળકો. તો બધાંને આ જ યુક્તિ બતાવવાની છે - તમે કેવી રીતે દુઃખ હરીને સુખ આપો. કરેલા કર્મો નો હિસાબ-કિતાબ ચૂક્તું થઈ જાય છે. અહીં બાપ સમજાવે છે આ જન્મ માં જે કાંઈ પાપ કર્મ કર્યા છે, બતાવવાથી અડધા કપાઈ જશે. પરંતુ અનેક જન્મો નાં કરેલાં પાપ કર્મ તો બહુજ છે ને માથા પર. હવે બાપ સમજાવે છે કે આ જન્મ માં પણ એવાં કર્મ ન કરવાં જોઈએ જેનાથી પાપ બને અને પછી યોગબળ થી અનેક જન્મો નાં પાપ કર્મ ભસ્મ કરવાનાં છે. આ જન્મ માં બાપ નાં બનીને કોઈ પણ પાપ કર્મ ન કરવાં જોઈએ. બ્રાહ્મણ બન્યાં વગર વારસો મળી ન શકે. આ બાપદાદા છે ને. વારસો તમને એમનાથી મળે છે, આમનાથી નહીં. આ પોતાને કાંઈ નથી કહેવડાવતાં. આ તો ફક્ત રથ છે, આમનાથી તમને કાંઈ મળતું નથી. રથ પણ તો ગવાયેલો છે. હુસેન નો રથ નીકાળે છે ને. ઘોડા ને કેટલો સજાવે છે. આ તો પતિત તન છે ને. આ પણ હવે સજી રહ્યો છે. પોતાનાં પુરુષાર્થ થી જ સજે છે. આમની બાબા તરફદારી (પક્ષ) નથી કરતાં. આ તો બાબા ક્યારેક-ક્યારેક હસે છે કે ભાડું તો મળશે ને. પરંતુ પુરુષાર્થ જેવો તમારે કરવાનો છે તેવો આમને કરવાનો હોય છે. આ લાલચ નથી રહેતી કે મને ભાડું આપશે. આ તો બાબા હસે છે. આત્માએ યોગબળ થી જ સતોપ્રધાન બનવાનું છે. જેટલો યોગ હશે એટલાં પાવન બનશે અને પછી આપ સમાન પણ બનાવવાનાં છે. આપ બાળકો જાણો છો જે સારા-સારા સર્વિસ (સેવા) કરવા વાળા છે, તે નામીગ્રામી છે. બાબા સર્વિસ પર મોકલી દે છે. ખૂબ મીઠું બોલવાનું હોય છે. કોઈ થી લડવા-ઝઘડવાનું નથી. બ્રાહ્મણ જો કડવું બોલે છે તો કહેશે આમનામાં તો ક્રોધ નું ભૂત છે. સ્તુતિ-નિંદા માં સમાન રહેવું જોઈએ. અનેકો માં ક્રોધ નું ભૂત છે, તેનાંથી બહુજ નારાજ થાય છે. એવું નહીં કે બધાનો ક્રોધ નીકળી ગયો છે. જ્યાં સુધી સંપૂર્ણ બનવાનો સમય આવે ત્યાં સુધી ધીરે-ધીરે ખાદ નીકળતી રહેશે. એવું કોઈ કહી ન શકે કે અમારામાં ક્રોધ નથી. કોઈ માં વધારે, કોઈ માં ઓછો હોય છે. કોઈ-કોઈ નો અવાજ જ એવો હોય છે જેમકે લડાઈ કરે છે. બાળકોએ ખૂબ-ખૂબ મીઠાં બનવાનું છે. અહીં જ સર્વગુણ સંપન્ન બનવાનું છે. વિકાર તો અનેક પ્રકારનાં છે ને. ક્રોધ કરવો, ખોટું બોલવું આ બધા વિકાર છે.

બાપ કહે છે - બાળકો હવે કોઈ વિકર્મ કરશો તો ખૂબ સજા ખાવી પડશે. ત્યાં તો મારી સાથે દંડ આપવા વાળા ધર્મરાજ છે. અહીં સજા મળે છે પ્રત્યક્ષ, ધર્મરાજ ની સજા મળે છે ગુપ્ત, ગર્ભ જેલ માં પણ સજાઓ ભોગવે છે. કોઈને બીમારી વગેરે થાય છે - તે પણ કર્મભોગ છે. ધર્મરાજ દ્વારા દંડ મળે છે. આગળ નો પણ હમણાં મળે છે. હમણાં નો હમણાં પણ મળી શકે છે. પછી ગર્ભજેલ માં પણ મળે છે. તે છે ગુપ્ત, ધર્મરાજ ત્યાં તો સજા નહીં આપશે ને. અહીં પછી શરીર થી ભોગના ભોગવવી પડે છે. હવે બાપ આપણને આનાંથી છોડાવી રહ્યાં છે. પરમપિતા પરમાત્મા અને ધર્મરાજ બાબા બંને હાજર છે. હવે બધાંનો કયામત (મોત) નો સમય છે. દરેક ની જ્જમેન્ટ (નિર્ણય) થાય છે. આ પણ ડ્રામા માં નોંધ છે. જ્યારે કે આપ બાળકો સમજો છો - સંપૂર્ણ બનવાનું છે, તો કોઈ પણ પાપ કર્મ ન કરો. પોતાનાં કલ્યાણ માટે જેટલું થઈ શકે એટલો પુરુષાર્થ કરવો જોઈએ. કલ્પ-કલ્પાંતર ની વાત છે. તે ભણતર હોય છે એક જન્મ નાં માટે. બીજા જન્મ માં પછી બીજું ભણતર, આ છે ૨૧ જન્મો નું. અવિનાશી બાપ અવિનાશી ભણતર ભણાવે છે, જેનાથી ૨૧ જન્મો નાં માટે અવિનાશી પદ પણ મળે છે. બાપ પાસેથી ૨૧ જન્મો નાં માટે વારસો મળે છે. આપ બાળકો જાણો છો આ જૂની દુનિયા છે, નવી દુનિયા માં ભારત એકલું હતું. હવે ફરી આ ચક્ર ફરવાનું છે. નવી સૃષ્ટિ સ્થાપન થઈ જૂની નો વિનાશ થશે. આ તો ગવાયેલું છે પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા આવીને નવી દુનિયા સ્થાપન કરે છે. બ્રાહ્મણ તો જરુર જોઈએ. તો જરુર પવિત્ર પણ બનતાં હશે, રાજયોગ પણ શિખતા હશે. આપણે બ્રહ્માકુમાર-કુમારીઓ તો પવિત્ર બની રહ્યાં છીએ. બાપ એવું નથી કહેતાં કે ઘરબાર છોડો. ના, ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન રહો. આ બાપદાદા નામ ખૂબ સારું છે. દાદા પાસેથી વારસો મળે છે. એ છે ઊંચા માં ઊંચા. બ્રહ્મા તો પતિત હતાં ને. આ પહેલાં-પહેલાં શ્રેષ્ઠાચારી પૂજ્ય મહારાજા હતાં. હવે અંત માં આવીને પતિત બની ગયાં. આ છે એમનો અંતિમ જન્મ. આ દુનિયામાં કોઈ પાવન છે જ ક્યાં! પાવન દુનિયામાં કોઈ યાદ નથી કરતાં. ગવાયેલું પણ છે આત્મા પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ… આનો હિસાબ પણ તમે સમજ્યો. સૂર્યવંશી જે છે તે પહેલાં-પહેલાં પોતાનો વારસો લેવા આવશે. હવે આત્મા શરીર છોડીને ગયો. કહે છે સ્વર્ગ પધાર્યા. પછી એમને નર્ક માં બોલવવાની દરકાર (જરુર) જ શું છે. કાંઈ પણ સમજતાં નથી. સાધુ-સંત વગેરે પણ મરે છે તો એમની પણ વરસી મનાવે છે, ભોગ લગાવે છે. જ્યારે કહે છે જ્યોતિ જ્યોત સમાયા પછી ભોગ કેમ લગાવે? વરસી કેમ મનાવે? શરીર તો ખલાસ થયું - આત્મા પણ ગયો પછી આત્મા ને બોલાવવા ની શું દરકાર છે. જ્યોતિ માં લીન થઈ ગયો પછી આવી કેવી રીતે શકે? અનેકાઅનેક મત છે. એવું પણ કહે છે મનુષ્ય મોક્ષ પામે છે પછી આવતાં નથી. મોક્ષ ને પામ્યા તો વધારે જ ખુશી મનાવવી જોઈએ, પાર્ટ ભજવવાથી છૂટી ગયાં. પછી તો એમને યાદ પણ ન કરવા જોઈએ. આ પણ તમે જાણો છો. બધાં મનુષ્ય-માત્ર એક બાપ ને યાદ જરુર કરે છે. માને પણ બધા ભાઈ-ભાઈ છે. તો ભાઈઓ ને બાપ પાસેથી વારસો જરુર મળવો જોઈએ. સર્વ આત્માઓનાં સદ્દગતિ દાતા એક છે. બધા આત્માઓએ પાછું જવાનું છે. મનુષ્ય, મનુષ્ય ને સદ્દગતિ કેવી રીતે આપી શકે એટલે એક જ સર્વ નાં સદ્દગતિ દાતા નું નામ પ્રસિદ્ધ છે. એ જ જ્ઞાન નાં સાગર, પતિત-પાવન છે. એ બાપ આવીને શિખવાડે છે. બધાંને રાવણ રાજ્ય થી છોડાવે છે, આને બેહદ ની અમાસ કહેવાશે. અડધોકલ્પ છે બેહદ ની રાત પછી અડધોકલ્પ છે બેહદ નો દિવસ. આ ખેલ છે. જ્યારે રિલીજિયસ કોન્ફરન્સ (ધાર્મિક સંગઠન) વાળા બોલાવે છે - શાંતિ કેવી રીતે થાય તો ત્યાં બતાવવું જોઈએ - એક ધર્મ, એક મત સતયુગ માં જ હોય છે. એને ૫ હજાર વર્ષ થયાં. ત્યાં સુખ-શાંતિ બધું હતું, બાકી બધા આત્માઓ શાંતિધામ માં હતાં. નવી દુનિયા માં એક જ ધર્મ હતો. જૂની દુનિયામાં ઝાડ કેટલું વધી જાય છે. અનેક ધર્મ છે. હવે અનેક ધર્મો નો વિનાશ અને એક ધર્મ ની સ્થાપના આ બાપ નું જ કામ છે. શિવબાબા કહે છે - આ મારું કામ છે. હું કલ્પ-કલ્પ આવીને આ કામ કરું છું. સતયુગ ની રાજધાની નાં માટે રાજ્યોગ જરુર સંગમ પર જ શિખવાડશે. બધાં પતિતો ને પાવન બનાવે છે. કહે છે હું આવું છું અનેક જન્મો નાં અંત નાં જન્મ નાં અંત માં. જેમણે પૂરાં ૮૪ જન્મ લીધાં છે, એમનાં રથ માં જ આવીને સમજાવું છું. નવી દુનિયા તો છે જ નહીં. જૂની દુનિયામાં જ આવીને નવી દુનિયા બનાવું છું. પતિત દુનિયા ને પાવન બનાવું છું. મારું નામ જ છે દુઃખહર્તા-સુખકર્તા. સુખ માં મને કોઈ યાદ નથી કરતાં, દુઃખ માં મને યાદ કરે છે. જરુર સુખ મળ્યું હતું. બાપ કહે છે હું આવ્યો છું ભણાવવાં. હવે ભણવાનું તમારું કામ છે. મનુષ્ય તો ઘોર અંધારા માં છે, તમે પણ કાંઈ નહોતાં જાણતાં. આ સમયે આખી દુનિયા નો બેડો ડૂબેલો છે, કેટલાં દુઃખી છે. તમે બધાનો બેડો પાર કરો છો, બધા શાંતિધામ માં ચાલ્યાં જશે. આ વાતો તમારી બુદ્ધિ માં છે, તે પણ નંબરવાર. જે લાઈટ-હાઉસ બન્યાં હશે, તે બીજાઓને પણ રસ્તો બતાવતાં રહેશે. એમનું કામ જ છે રસ્તો બતાવવો. બાળકો ને બાપ કેવી રીતે ભણાવે છે, આ તો સ્થાઈ ખુશી રહેવી જોઈએ. અહીં આવીને ખૂબ રિફ્રેશ થઈ જાય છે, બહાર જવાથી નશો ગુમ થઈ જાય છે. બાપ થી પૂરે-પૂરો વારસો લેવાની તમન્ના રાખવી જોઈએ. કદમ-કદમ પર બાપ થી સલાહ લેતાં રહેવાની છે. આગળ તીર્થો પર પગપાળા જતાં હતાં, ખૂબ ખબરદારી થી જતાં હતાં. આ સમયે તો બસ-ટ્રેન માં જાય છે. માયા નો આ સમયે ભપકો બહુજ છે. સતયુગ માં ભપકો હતો પછી દ્વાપર થી ઉતરતો ગયો. હવે ફરી અંત માં શરું થયો છે, આને માયા નો પામ્પ (ભપકો) કહેવાય છે. કોઈને કહો ચાલો સ્વર્ગ માં, તો કહેશે અમારે અહીં જ બધાં સુખ છે. મોટરો, એરોપ્લેન વગેરે બધું છે. અમારા માટે સ્વર્ગ અહીં જ છે. ધન, સંપત્તિ, દાગીના વગેરે બધું છે. લક્ષ્મી-નારાયણ ને પણ ઘરેણાં છે ને. આપણે પણ પહેરી શકીએ છીએ. કેટલું પણ સમજાવો છતાં પણ વિષ જ યાદ રહે છે. વિષ (વિકાર) વગર રહી નથી શકતાં. બાપ કહે છે - તમે મારી વાત માનતાં નથી. પાવન નથી બનતાં તો મને બોલાવો જ કેમ છો કે પતિત-પાવન આવો! યાદ રાખજો હવે નહીં માનશો તો ધર્મરાજ દ્વારા સજા અપાવશે. ડરાવે પણ છે. ઘણાં બાળકો વિકાર માં જતાં જ રહે છે, ડર જ નથી. તે કેટલાં હન્ટર (ચાબૂક) ખાશે. વાત ન પૂછો. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. પુરુષાર્થ કરી ઊંચું પદ મેળવવું જોઈએ ને. સંગદોષ માં એવાં પડી જાય છે જે એકદમ પોતાનું પદ ગુમાવી દે છે. તમે જાણો છો હવે હીરા વગેરે ની ખાણો ખાલી થતી જઈ રહી છે પછી ભરાઈ જશે. સોના, હીરા નાં પહાડ હોય છે. હીરા જ્યારે ખોદી ને કાઢે છે તો પહેલાં પથ્થર હોય છે પછી એને સાફ કરી હીરા બનાવે છે. તમને પણ જ્ઞાન-સીરાન પર ચઢાવે છે તો તમે કેટલાં સારા થઈ જાઓ છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. હવે કયામત નો સમય છે એટલે કોઈ પણ પાપ કર્મ નથી કરવાનાં. પોતાનાં કલ્યાણ નો પુરુષાર્થ કરવાનો છે, ખૂબ મીઠાં બનવાનું છે. ક્રોધ ને છોડી દેવાનો છે.
  2. બાપ થી પૂરે-પૂરો વારસો લેવાની તમન્ના (ઈચ્છા) રાખવાની છે. કદમ-કદમ પર બાપ ની સલાહ લેવાની છે. બાપ સમાન દુખહર્તા-સુખકર્તા બનવાનું છે.
વરદાન :- પોતાનાં ભાગ્ય અને ભાગ્યવિધાતા ની સ્મૃતિ દ્વારા સર્વ ઉલઝનો ( મૂંઝવણો ) થી મુક્ત રહેવાવાળા માસ્ટર રચયિતા ભવ
સદા વાહ મારું ભાગ્ય અને વાહ ભાગ્ય વિધાતા આ મન નાં સૂક્ષ્મ અવાજ ને સાંભળતા રહો અને ખુશી માં નાચતાં રહો. જાણવાનું હતું તે જાણી લીધું, મેળવવાનું હતું તે મેળવી લીધું - આ જ અનુભવો માં રહો તો સર્વ ઉલઝનો થી મુક્ત થઈ જશો હવે મૂંઝાયેલા આત્માઓને કાઢવાનો સમય છે એટલે માસ્ટર સર્વશક્તિમાન છું, માસ્ટર રચયિતા છું - આ સ્મૃતિ થી નાનપણ ની નાની-નાની વાતો માં સમય નહીં ગુમાવો.
સ્લોગન :- કમળ આસનધારી જ માયા નાં આકર્ષણ થી ન્યારા, બાપ નાં સ્નેહ માં પ્યારા શ્રેષ્ઠ કર્મયોગી છે

આ અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

પુરુષાર્થ માં સરળતા, બ્રહ્મા બાપ સમાન ઉપરામ અને સાક્ષીદૃષ્ટા નાં સંસ્કાર, આ જ સંપૂર્ણ સ્ટેજ ની નિશાની કે લક્ષણ છે તો હવે આ સંસ્કારો માં સમાનતા લાવવાની છે આનાંથી સર્વ નાં દિલો પર વિજયી થશો, જે સંગમ પર સર્વ નાં દિલ ઉપર વિજયી બને છે તે જ ભવિષ્ય માં વિશ્વ-મહારાજન બને છે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.