| 21.11.2026 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - વિચાર સાગર મંથન કરી સર્વિસ ( સેવા ) ની ભિન્ન - ભિન્ન યુક્તિઓ કાઢો , જેનાથી બધાને બાપ નો પરિચય મળી જાય” | |
| પ્રશ્ન :- | બાપ દરેક બાળકો ને ઊંચી તકદીર બનાવવાની યુક્તિ કઈ બતાવે છે? |
| ઉત્તર :- | પોતાની ઊંચી તકદીર બનાવવી છે તો અંદર થી બધી છી-છી ખરાબ આદતો નિકાળી દો. ખોટું બોલવું, ગુસ્સો કરવો આ ખૂબ ખરાબ આદતો છે. સર્વિસ નો શોખ રાખો. જેવી રીતે બાપ નિરહંકારી બની સેવા કરે છે. એવી રીતે જેટલું થઈ શકે બીજાઓનાં કલ્યાણ અર્થ રુહાની સેવા માં બિઝી (વ્યસ્ત) રહો. |
| ગીત :- | મરના તેરી ગલી મેં… |
ઓમ્ શાંતિ ! મીઠાં-મીઠાં રુહાની બાળકોએ પહેલી-પહેલી આ પોઈન્ટ (વાત) સમજવાની અને સમજાવવાની છે કે બાપ કોણ છે! બાળકોને અતીન્દ્રિય સુખ ત્યારે અનુભવ થાય છે જ્યારે નિશ્ચય કરે છે કે અમે બેહદ બાપ નાં સંતાન છીએ. બસ, આ એક જ વાત થી ખુશી નો પારો ચઢે છે. આ છે સ્થાઈ ખુશી ની પોઈન્ટ (વાત). તમે જાણો છો આપણે પોતાને બ્રહ્માકુમાર-કુમારીઓ કહીએ છીએ. આ છે નવી રચના. તો પહેલાં બધાએ નિશ્ચય કરવાનો છે કે આ આપણાં બાપ છે. બાપ ની નીચે પછી છે વિષ્ણુ (ત્રિમૂર્તિ નાં ચિત્ર પર) બાપ થી વિષ્ણુપુરી નો વારસો મળે છે તો કેટલી ખુશી થવી જોઈએ. આ નિશ્ચય કરાવીને પછી લખાવવું જોઈએ. વિષ્ણુ નો અર્થ વૈષ્ણવ પણ નિકાળે છે. ભારતવાસી સારી રીતે જાણે છે કે આ દેવી-દેવતાઓ નિર્વિકારી હતાં. સ્વર્ગ માં આમનો પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. ગાય પણ છે આપ છો સંપૂર્ણ નિર્વિકારી, અમે વિકારી. સતયુગ માં સંપૂર્ણ નિર્વિકારી છે. કળિયુગ માં સંપૂર્ણ વિકારી છે. વિકારી ને પતિત, ભ્રષ્ટાચારી કહેશે. ક્રોધી ને પતિત ભ્રષ્ટાચારી નથી કહેવાતું. ક્રોધ તો સંન્યાસીઓમાં પણ હોય છે. તો પહેલાં-પહેલાં પરિચય આપવાનો છે બાપ નો. ઊંચા માં ઊંચા બાપ જ્યારે ભારત માં આવે છે તો આ મહાભારત લડાઈ પણ લાગે છે જરુર કારણકે પરમાત્મા આવીને પતિત દુનિયા થી પાવન દુનિયા માં લઈ જાય છે. શરીરો નો તો વિનાશ થવાનો છે. આ નિશ્ચય હોવો જોઈએ કે અમને બાપ ભણાવે છે તો કેટલું રેગ્યુલર (નિયમિત) થવું (રહેવું) જોઈએ. અહીં હોસ્ટેલ નથી. હોસ્ટેલ બનાવે તો પછી ખૂબ મકાન જોઈએ. ૭ દિવસ, ૪ દિવસ નાં માટે પણ આવે છે તો પણ ખૂબ મકાન જોઈએ. બાપ કહે છે - ગૃહસ્થ વ્યવહાર માં રહી ફક્ત બાબા ને યાદ કરો. બસ, બાબા જ પતિત-પાવન છે. બાપ કહે છે મને યાદ કરો - હું ગેરેન્ટી (ખાતરી) કરું છું તો તમારા બધા પાપ ભસ્મ થઈ જશે. પહેલાં તો આ લખાવી લેવું જોઈએ કે બરોબર અમે શિવબાબા નાં સંતાન છીએ, પછી વિશ્વ નાં માલિકપણા નાં હકદાર બનીએ છીએ. રાજા-રાણી, પ્રજા બધાં વિશ્વ નાં માલિક છે. મેળા, પ્રદર્શન માં જે પણ સમજાવવા વાળા છે, તેમને બાબા ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે - મૂળ વાત સમજાવવાની છે કે ઊંચા માં ઊંચા ભગવાન એક જ છે. એ જ જ્ઞાન નાં સાગર, પતિત-પાવન છે. જ્ઞાન નાં સાગર છે તો જરુર ડાયરેક્શન પણ એ જ આપશે. કૃષ્ણ તો આપી ન શકે. શિવબાબા વગર બીજું કોઈ ભગવાન નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ દેવતાઓ છે. સ્વર્ગ માં છે દૈવી ગુણ વાળા મનુષ્ય, અહીં કળિયુગ માં છે આસુરી ગુણ વાળા મનુષ્ય. આ પણ પછી સમજાવવાનું છે. પહેલાં-પહેલાં તો બાપ નો પરિચય આપીને સહી (હસ્તાક્ષર) કરાવવી જોઈએ. વિચાર સાગર મંથન કરીને ભિન્ન-ભિન્ન યુક્તિઓ નીકાળવી જોઈએ અને બાબા ને બતાવવી જોઈએ કે બાબા આ પ્રકાર નો પ્રશ્ન પૂછે છે, આ પ્રકારે અમે સમજાવ્યું. પછી બાબા પણ એવી પોઈન્ટ સંભળાવશે જે એમને અસર પડે. બાબા ને સર્વવ્યાપી અથવા કચ્છ-મચ્છ અવતાર કહેવું આ પણ ગ્લાનિ (અપમાન) છે, એટલે બાબા નો પરિચય આપવાનો છે. બાબા જ વિશ્વનાં માલિક બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક, સતોપ્રધાન હતાં. પછી પુનર્જન્મ લેતાં-લેતાં તમોપ્રધાન બની ગયાં છે. પછી બાપ કહે છે - મને યાદ કરો તો સતોપ્રધાન બની જશો. કોઈ પણ ધર્મ વાળા હોય બાપ નો સંદેશ બધાનાં માટે છે. એમને કહે છે ગોડફાધર (પરમપિતા) લિબરેટર (મુક્તિદાતા). લિબરેટ (મુક્ત) કરવા જરુર પતિત દુનિયામાં આવશે. કળિયુગ અંત માં આખી દુનિયા જ તમોપ્રધાન છે, જ્યારે સતોપ્રધાન બને ત્યારે નવી દુનિયામાં જઈ શકે. બાકી જે ત્યાં નથી આવતાં તે શાંતિધામ માં રહે છે. આ બુદ્ધિ માં બેસાડવાનું છે, જે સમજે કે અમારે એ બાપ ને યાદ કરવાનાં છે. કોઈ દેહધારી ને યાદ નથી કરવાનાં. બાપ છે જ વિદેહી, વિચિત્ર બીજા બધાનાં ચિત્ર ભિન્ન-ભિન્ન છે. કોઈને સમજાવવાનો શોખ રહેવો જોઈએ. પ્રદર્શન માં બહુજ લોકો આવે છે. સેવાકેન્દ્ર પર એટલાં નથી આવતાં. સર્વિસ માં રહેવાથી બાળકોને બહુજ ઉલ્લાસ રહેશે. અહીં બાપ ને ઘડી-ઘડી ભૂલી જાય છે. સર્વિસ માં રહેશે તો યાદ ની યાત્રા ભૂલશે નહીં. સ્વયં યાદ કરશે બીજાઓને પણ યાદ કરાવશે. આપ બાળકો ભણી રહ્યાં છો. તમારી બુદ્ધિ માં છે અમે રાજાઈ જરુર લઈશું. આ યાદ રહેવાથી પણ ખુશી રહે છે. ભૂલી જવાથી ગભરાહટ થાય છે.
બાબા ને લખવું જોઈએ કે બાબા અમે અતીન્દ્રિય સુખ માં છીએ. બાકી થોડો સમય છે અમે ચાલ્યાં પોતાનાં સુખધામ. ૬૩ જન્મ અમે ખૂબ બીમાર રહ્યાં. કોઈ દવા ન થઈ તો નાસૂર બની ગયાં. કોઈની સંભાળ મળી ન શકી, બીમારી અંદર ઘર કરી ગઈ. આ બીમારી એવી છે જે સિવાય અવિનાશી સર્જન નાં ક્યારેય છૂટી નથી શકતી. હવે બધાંનો છૂટવાનો સમય છે. પવિત્ર બની મુક્તિધામ માં ચાલ્યાં જશે. કોઈ કહે છે મુક્તિ માં રહેવું સારું છે. પાર્ટ જ નથી. જેવી રીતે નાટક માં કોઈએ થોડો પાર્ટ કરી લીધો તો એમને હીરો-હીરોઈન અથવા ઊંચા પાર્ટધારી નહીં કહેશે. બાપ સમજાવે છે જેટલું થઈ શકે બાપ ને યાદ કરો તો પાક્કાં થઈ જાઓ. યાદ ભૂલવી ન જોઈએ. મુખ્ય છે એક બાપ. બાકી આ નાનાં-નાનાં ચિત્ર છે - સમજાવવાનાં માટે, એનાંથી સિદ્ધ કરવાનું છે શિવ-શંકર એક નથી. બાકી સૂક્ષ્મવતન માં કોઈ વાત થતી નથી. હવે તમે સમજો છો આ બધું છે ભક્તિમાર્ગ, જ્ઞાન આપવા વાળા છે એક બાપ. એ આપે છે સંગમ પર, આ પાક્કું કરો. ભારતવાસીઓને તો કલ્પ-કલ્પ સ્વર્ગ નો વારસો મળે જ છે. ૫ હજાર વર્ષ ની વાત છે. તેઓ પછી લાખો વર્ષ કહી દે છે. તેઓ કહે છે ફક્ત કળિયુગ લાખો વર્ષ નો છે અને આપણે કહીએ છીએ આ આખું ચક્ર ૫ હજાર વર્ષ નું છે. ગપોડા કેટલાં મોટાં લગાવ્યાં છે. બોલાવે છે હે પતિત-પાવન. કૃષ્ણ ને પતિત-પાવન તો નહીં કહેશે. કોઈ પણ ધર્મ વાળા કૃષ્ણ ને લિબ્રેટર નહીં કહેશે. હે પતિત-પાવન કરીને પોકારે છે તો બુદ્ધિ ઉપર ચાલી જાય છે છતાં પણ સમજતાં નથી. માયા નું કેટલું અંધારું છે, ગફલત માં પડ્યાં છે. કહે છે શાસ્ત્ર અનાદિ છે. પરંતુ સતયુગ-ત્રેતા માં આ હોતાં નથી. આ ભણતર એવું છે જે બીમારી માં પણ બેસી ક્લાસ માં ભણી શકે છે. અહીં બહાનું ચાલી ન શકે. ગાયો ખૂબ સારી હોય છે, કોઈ તો લાત પણ મારી દે છે. અહીં પણ જેમનામાં ક્રોધ છે તો અહંકાર વશ લાત પણ મારી દે છે. ડિસસર્વિસ (કુસેવા) કરી દે છે. કોઈ પણ અવગુણ ન હોવાં જોઈએ. પરંતુ કર્મબંધન એવાં છે જે ઊંચ પદ મેળવવા નથી દેતાં. બાપ ઊંચી તકદીર બનાવવાનો રસ્તો બતાવે છે. પરંતુ કોઈ નહીં બનાવશે તો બાપ શું કરે, ખૂબ ભારે (ઊંચી) કમાણી છે. કમાણી નો ફખુર (નશો) રહેવો જોઈએ. કમાણી નહીં કરશો તો પરિણામ શું થશે! કલ્પ-કલ્પ એવી હાલત થશે. બાપ તો બધાને સાવધાની આપે છે, ઇનસલ્ટ (અપમાન) નથી કરતાં. બાળકોમાં કોઈ છી-છી આદત ન હોવી જોઈએ. ખોટું બોલવું ખૂબ ખરાબ છે. યજ્ઞ ની સર્વિસ ખુશી થી કરવી જોઈએ. બાબા ની પાસે આવે છે તો બાપ ઈશારો કરે છે સર્વિસ કરો. જે તમને ખવડાવે છે તેમની સર્વિસ જરુર કરવી જોઈએ. સેવા કરતાં બાપ શિખવાડે છે. જુઓ, ઊંચા માં ઊંચા બાપ પણ કેટલી સર્વિસ કરે છે. જે કામ અજ્ઞાન માં નથી કર્યું, તે પણ કરવું પડે. આટલું નિરહંકારી બનવાનું છે. કાયદા નાં વિરુદ્ધ કોઈ કામ નથી કરવાનું. જેટલું થઈ શકે બીજાઓનાં કલ્યાણ અર્થ બધું હાથે થી કરવું પડે. લાચાર હાલત માં કાંઈ કરાવ્યું તે બીજી વાત છે. પોતાને નિરહંકારી, નિર્મોહી બનાવવાનાં છે. બાબા ની યાદ વગર કોઈનું કલ્યાણ થઈ ન શકે. જેટલું યાદ કરશો એટલાં પાવન બનશો. યાદ માં જ વિઘ્ન પડે છે. જ્ઞાન માં એટલાં વિઘ્ન નથી પડતાં, જ્ઞાન ની તો અનેક પોઈન્ટ છે. બાપ ને યાદ કરવાથી સુગંધિત ફૂલ બનશો. ઓછું યાદ કરશો તો રતન-જ્યોત બનશો. અક નાં પણ ફૂલ હોય છે. તો પોતાને સુગંધિત ફૂલ બનાવવાં જોઈએ. કોઈ દુર્ગંધ ન હોવી જોઈએ. આત્માએ સુગંધિત બનવાનું છે. આટલાં નાનાં બિંદુ માં બધું જ્ઞાન ભરેલું છે, વન્ડર છે. સૃષ્ટિ એક જ છે, ઉપર કે નીચે સૃષ્ટિ નથી. ત્રિમૂર્તિ નો અર્થ પણ તમે જાણો છો. તેમણે ફક્ત નામ રાખી દીધું છે - ત્રિમૂર્તિ માર્ગ. કોઈ બ્રહ્મા ને ત્રિમૂર્તિ કહી દે છે. એમની બાયોગ્રાફી (જીવન કહાણી) ની કાંઈ ખબર નથી. શાસ્ત્રો માં છે શ્રેષ્ઠાચારી મનુષ્યો ની જીવન કહાણી. લક્ષ્મી-નારાયણ, રાધા-કૃષ્ણ વગેરે છે તો બધા મનુષ્ય. પરંતુ બીજા ની જીવન કહાણી ને શાસ્ત્ર ન કહેવાય. દેવતાઓની જીવન કહાણી ને શાસ્ત્ર કહેવાય છે. બાકી શિવબાબા ની જીવન કહાણી ક્યાં છે? એ તો નિરાકાર છે. સ્વયં કહે છે હું તો પતિત-પાવન છું, મને બધા ફાધર કહી બોલાવે છે. હું આવીને સ્વર્ગ ની સ્થાપના કરું છું. ભારત ૫ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું. હવે ફરી બનવાનું છે. કેટલું સહજ છે. પરંતુ પથ્થર બુદ્ધિ એવાં છે જે તાળું ખુલતું જ નથી. જ્ઞાન અને યોગ નું તાળું બંધ છે.
બાપ કહે છે - ઘર-ઘર માં સંદેશ આપો કે ઊંચા માં ઊંચા છે બાપ. ફસ્ટ ફ્લોર (પહેલો માળ) મૂળવતન, સેકન્ડ ફ્લોર (બીજો માળ) સૂક્ષ્મવતન. થર્ડ ફ્લોર (ત્રીજો માળ) છે આ સાકારી દુનિયા. જો આ ફલોર્સ ની પણ બાળકો ને યાદ રહે તો પહેલાં બાબા જરુર યાદ આવે. સર્વિસ નાં માટે ભાગવું જોઈએ. બાબા ક્યાંય પણ જવાની મનાઈ નથી કરતાં. ભલે લગ્ન માં જાઓ, તીર્થો પર જાઓ, સર્વિસ કરવાં જાઓ. ભાષણ કરો - બોલો એક છે રુહાની યાત્રા, બીજી છે શારીરિક યાત્રા. પોઈન્ટ તો બહુજ મળતાં રહે છે. વાનપ્રસ્થીઓનાં ઝુંડ માં જઈને સર્વિસ કરો. તેમનું પણ સાંભળો. તે લોકો શું કહે છે. હાથ માં પરચો (કાગળ) હોય. મુખ્ય ૪-૫ વાતો લખેલી હોય - ઈશ્વર સર્વવ્યાપી નથી, ગીતા નાં ભગવાન કૃષ્ણ નથી, આ સ્પષ્ટ લખી દો. જે કોઈ વાંચે તો સમજે આ સાચ્ચું તો છે, આમાં ચતુરાઈ ખૂબ જોઈએ. બાબા ત્રિમૂર્તિ નાં માટે પણ સમજાવે છે. આ ઘડી-ઘડી પાકીટ થી કાઢી જોતાં રહો. કોઈને પણ સમજાવો - આ બાબા, આ વારસો. વિષ્ણુ નું ચિત્ર પણ સારું છે. ટ્રેન માં પણ સર્વિસ કરી શકો છો, બાપ ને યાદ કરો તો વિશ્વ નાં માલિક બની જશો. સર્વિસ ખૂબ થઈ શકે છે. પરંતુ કોઈને અક્કલ આવતી નથી. ખૂબ પુરુષાર્થ કરવાનો છે. લડાઈ નાં મેદાન માં સુસ્ત થોડી થવું જોઈએ. ખૂબ ખબરદારી રાખવાની છે. મંદિરો માં ખૂબ સર્વિસ થઈ શકે છે. બસ, બાબા કહે છે મનમનાભવ. તમોપ્રધાન થી સતોપ્રધાન બનો. મુખ્ય વાત પાક્કી કરાવી દેવી જોઈએ. બાળકોને સર્વિસ નો ખૂબ ખ્યાલ હોવો જોઈએ. ત્રિમૂર્તિ નાં ચિત્ર માં બધું જ્ઞાન ભરેલું છે. સીડી પણ સારી છે. દરેક પોતાની ઉન્નતિ ઈચ્છે છે, ધન કમાવવાની. નાનાં બાળકોને પણ યુક્તિઓ શિખવાડો, બધા આફરીન (દુવા) આપશે. કમાલ છે બ્રહ્માકુમાર-કુમારીઓ ની, નાનાં બાળકો પણ એટલું જ્ઞાન આપે છે જે કોઈ સંન્યાસી વગેરે આપી ન શકે. મફત માં વસ્તુ મળશે તો સમજશે આ અમારા કલ્યાણ નાં માટે આપે છે. બોલો, આ ફ્રી (મફત) છે. તમે ભલે ભણો, આનાંથી પોતાનું કલ્યાણ કરો. શિવબાબા ભોળા ભંડારી છે ને. અસંખ્ય બાળકો છે. બાબા ને પૈસાની શું દરકાર છે. ટ્રેન માં પણ તમે ખૂબ સર્વિસ કરી શકો છો. વ્યક્તિ સારા જોયાં તો ઝટ તેમને સમજાવી ચિત્ર આપી દેવું જોઈએ. કહો તમે પોતાનું પણ કલ્યાણ કરો અને બીજાઓનું પણ કલ્યાણ કરજો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- કોઈ પણ કામ કાયદા નાં વિરુદ્ધ નથી કરવાનું. ખૂબ-ખૂબ નિરહંકારી, નિર્મોહી રહેવાનું છે. જેટલું થઈ શકે દરેક કાર્ય પોતાનાં હાથે થી કરવાનું છે. યજ્ઞ ની સર્વિસ ખૂબ ખુશી થી કરવાની છે.
- ભણતર માં ક્યારેય બહાનું નથી આપવાનું. બીમારી માં પણ ભણવાનું જરુર છે. ઉલ્લાસ માં રહેવાનાં માટે સર્વિસ નો શોખ રાખવાનો છે.
| વરદાન :- |
સદા સ્વમાન માં સ્થિત રહી નિર્માણ સ્થિતિ દ્વારા સર્વ ને સન્માન આપવા વાળા માનનીય , પૂજનીય ભવ જે બાપ ની મહિમા છે તે જ તમારા સ્વમાન છે, સ્વમાન માં સ્થિત રહો તો નિર્માણ બની જશો, પછી સર્વ દ્વારા સ્વતઃ જ માન મળતું રહેશે. માન માંગવાથી નથી મળતું પરંતુ સન્માન આપવાથી, સ્વમાન માં સ્થિત થવાથી, માન નો ત્યાગ કરવાથી સર્વ નાં માનનીય કે પૂજનીય બનવાનું ભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે કારણકે સન્માન આપવું, આપવું નહીં લેવું છે. |
| સ્લોગન :- | જાનનહાર ની સાથે કરનહાર બની અસમર્થ આત્માઓને અનુભૂતિ નો પ્રસાદ આપતા ચાલો. |
આ અવ્યકત ઈશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો
કોઈ પણ પ્રકાર નાં દેહ નું, સંબંધ નું, વૈભવ નું બંધન પોતાની તરફ આકર્ષિત ન કરે, એવાં સ્વતંત્ર આત્મા જ બાપ સમાન કર્માતીત સ્થિતિ કે સંપન્ન સ્થિતિ નો અનુભવ કરે છે. એનાં માટે પ્રેક્ટિસ કરો હમણાં-હમણાં કર્મયોગી, હમણાં-હમણાં કર્માતીત સ્ટેજ. કોઈ પણ કર્મ પોતાનાં બંધન માં બાંધી ન લે.