ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 6 ઑક્ટોબર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી6 ઑક્ટોબર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

06.10.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
“અવ્યક્ત-બાપદાદા”
રીવાઈઝ ૨૪-૦૨-૦૨ મધુબન

“ બાપ ને પ્રત્યક્ષ કરવા માટે પોતાની તથા બીજાઓની વૃતિ ને પોઝિટિવ બનાવો”

આજે વિશ્વકલ્યાણી બાપદાદા પોતાનાં ચારેય તરફ નાં બાળકો ને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. દરેક બાળકો નાં મન નાં ઉમંગ જોઈ પણ રહ્યા છે અને સાંભળી પણ રહ્યા છે. બધાં નાં મન માં લક્ષ એક જ છે કે જલ્દી થી જલ્દી બાપ સમાન બનીએ. લક્ષ ને જોઈ, હિંમત ને જોઈ, શ્રેષ્ઠ સંકલ્પ ને જોઈ બાપદાદા ખુશ છે. સાથે-સાથે એ પણ જોઈ રહ્યા છે કે લક્ષ બધાનું ખૂબ જ ઊંચા માં ઊંચું છે પરંતુ પ્રત્યક્ષ રુપ માં લક્ષણ નંબરવાર છે. લક્ષ અને લક્ષણ સમાન હોવા અર્થાત્ બાપ સમાન બનવું. જે સેવા ની સ્ટેજ પર નિમિત્ત બાળકો છે, તે સદા એક જ સંકલ્પ માં રહે છે કે બાપ ને પ્રત્યક્ષ કેવી રીતે કરીએ? ક્યારે થશે? એવો સંકલ્પ ચાલે છે ને? બાપ પછી બાળકોને પૂછે છે કે બાળકો, તમે બધાં સંપન્ન, સંપૂર્ણ સ્વરુપ માં સ્વયં ક્યારે પ્રત્યક્ષ થશો? બાપ નો પ્રશ્ન છે બાળકો પ્રત્યે કે તે તારીખ પણ ફિક્સ કરી છે કે તે તારીખ ફિક્સ નથી થવાની?

ડબલ ફોરેનર્સ કહે છે કે કોઈ પણ પ્રોગ્રામ ની તારીખ એક વર્ષ પહેલાં ફિક્સ કરાય છે, એવું કહો છો ને? તો બાપ કહે છે કે સ્વયં ને પ્રત્યક્ષ કરવાની તારીખ ફિક્સ કરી છે? મીટીંગ તો ઘણી કરી છે ને? કરતાં જ રહો છો. આજે ફલાણી મીટીંગ છે, કાલે ફલાણી. હમણાં પણ કેટલાં મીટીંગ વાળા આવ્યા છે, ત્રણ મીટીંગ વાળા આજે પણ બેઠાં છે. આ તો ખૂબ સારું, પરંતુ આ મીટીંગ ની તારીખ કઈ છે? જે વિચારો, તે બોલ હોય, તે જ કર્મ હોય. સંકલ્પ, બોલ અને કર્મ ત્રણેય શ્રેષ્ઠ લક્ષ પ્રમાણે હોય. બાપદાદા જુએ છે કે આ સર્વ વિશ્વકલ્યાણ ને નિમિત્ત બનેલા બાળકો, સર્વ આત્માઓનાં કલ્યાણકારી પ્રત્યક્ષ રુપ માં સ્ટેજ પર ક્યારે આવશે? દરેક ગુપ્ત પુરુષાર્થ માં છે, લગન માં છે, આ પણ બાપદાદા જુએ છે. પરંતુ આ વિશેષ સંકલ્પ ની લગન માં મગ્ન ક્યારે થશે? લગન તો છે પરંતુ નિરંતર આ સંકલ્પ ને સંપન્ન કરવામાં મગ્ન રહેવું અર્થાત્ નિરંતર આ જ સંકલ્પ ને પૂર્ણ કરવાની પ્રેક્ટિસ સ્વરુપ માં હોય. હજી સંકલ્પ અને પ્રત્યક્ષ કર્મ માં અંતર છે. થવાનું તો છે જ અને કરવાનું પણ બાળકોએ જ છે. બાપ તો બેકબોન છે જ.

તો બાપદાદા જોઈ રહ્યા હતાં કે સૌથી તીવ્ર ગતિ ની સેવા છે - “ વૃતિ દ્વારા વાયબ્રેશન ફેલાવવા” . વૃત્તિ ખૂબ તીવ્ર રોકેટ કરતાં પણ તેજ (ઝડપી) છે. વૃત્તિ દ્વારા વાયુમંડળ ને પરિવર્તન કરી શકો છો. જ્યાં ઈચ્છો, જેટલા આત્માઓ પ્રત્યે ઈચ્છો વૃત્તિ દ્વારા અહીં બેઠાં-બેઠાં પહોંચી શકો છો. વૃત્તિ દ્વારા દૃષ્ટિ અને સૃષ્ટિ પરિવર્તન કરી શકો છો. પરંતુ એક વાત વૃત્તિ દ્વારા સેવા કરવામાં અડચણ નાખી રહી છે, વૃત્તિ દ્વારા વાયબ્રેશન ફેલાય છે. તમારા જડચિત્ર હજી સુધી, લાસ્ટ જન્મ સુધી વાયબ્રેશન દ્વારા સેવા કરી રહ્યા છે ને? જોયું છે ને? મંદિર જોયા છે ને? ડબલ ફોરેનર્સે મંદિર જોયા છે? ન જોયા હોય તો જોઈ લેજો કારણ કે તમારા જ મંદિર છે ને? કુમારીઓ, તમારા મંદિર છે કે ભારતવાળા નાં મંદિર છે? બધાનાં મંદિર છે, સારું. મુબારક છે. મંદિર ની મૂર્તિઓ પ્રત્યક્ષ રુપ માં વાયબ્રેશન દ્વારા સેવા કરી રહી છે અર્થાત્ આપ આત્માઓ મંદિરની મૂર્તિઓ દ્વારા સેવા કરી રહ્યા છો. કેટલાં ભક્ત વાયબ્રેશન દ્વારા પોતાની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી રહ્યા છે. તે છે ચૈતન્ય મૂર્તિઓ, હવે પોતાની શુભ ભાવના ની વૃત્તિ, શુભ કામનાઓ ની વૃત્તિ થી વાયુમંડળ માં વાયબ્રેશન ફેલાવો. પરંતુ… કહેવું ગમતું નથી પરંતુ કહેવું પડે છે. પાંડવ, પરંતુ શબ્દ ગમે છે? નથી ગમતો. પરંતુ… પરંતુ છે આ ખતમ થઈ ગયું. એનાં માટે સૌથી સહજ વિધિ છે પહેલાં દરેક પોતાની અંદર ચેક કરો - એક સેકન્ડ માં ચેક કરી શકો છો. હમણાં-હમણાં કરો. સેકન્ડ આપે શું કે બોલવામાં સેકન્ડ મળી ગઈ? હવે પોતાની અંદર ચેક કરો - મારી વૃત્તિ માં કોઈ આત્મા પ્રત્યે પણ કોઈ નેગેટિવ વાયબ્રેશન છે? વિશ્વ નું વાયુમંડળ પરિવર્તન કરવાનું છે, પરંતુ પોતાનાં મન માં કોઈ એક આત્મા પ્રત્યે પણ જો વ્યર્થ વાયબ્રેશન અથવા સાચાં વાયબ્રેશન પણ નેગેટિવ છે તો તે વિશ્વ પરિવર્તન કરી નહીં શકશે. વિઘ્ન પડતાં રહેશે, સમય લાગી જશે. વાયુમંડળ માં પાવર નહીં આવશે. ઘણાં બાળકો કહે છે, તે છે જ એવાં ને! તો વાયબ્રેશન તો હશે ને? બાપ ને પણ જ્ઞાન આપે છે, બાબા, તમને ખબર નથી, એ આત્મા છે જ એવો. પરંતુ બાપ પૂછે છે કે તે ખરાબ છે, ખોટું છે, થવું ન જોઈએ પરંતુ ખરાબ ને પોતાની વૃત્તિ માં રાખવું, શું આ બાપ ની પરવાનગી છે? જે સમજે છે આ બાપ ની પરવાનગી નથી, તે એક હાથ ઉઠાવજો. ટીવી માં દેખાડો. (દાદી ને) તમે જોઈ રહ્યા છો ને? સારું. યાદ રાખજો હાથ ઉઠાવ્યો હતો. ડબલ ફોરેનર્સે હાથ ઉઠાવ્યો! બાપદાદા નાં ટીવી માં તો આ આવી જ રહ્યું છે. જ્યાં સુધી દરેક બ્રાહ્મણ આત્મા ની સ્વયં ની વૃત્તિ માં કોઈ પણ આત્મા પ્રત્યે વાયબ્રેશન નેગેટિવ છે તો વિશ્વ કલ્યાણ પ્રત્યે વૃત્તિ થી વાયુમંડળ માં વાયબ્રેશન ફેલાવી નહીં શકે . આ પાક્કુ સમજી લો. કેટલી પણ સેવા કરી લો, રોજ આઠ-આઠ ભાષણ કરી લો, યોગ શિબિર કરાવી લો, અનેક પ્રકાર નાં કોર્સ કરાવી લો પરંતુ કોઈ નાં પ્રત્યે પણ પોતાની વૃત્તિ માં કોઈ જૂનાં નેગેટિવ વાયબ્રેશન નહીં રાખો. અચ્છા, તે ખરાબ છે, ખૂબ ભૂલો કરે છે, અનેક ને દુઃખ આપે છે, તો શું તમે એમને દુઃખ આપવામાં જવાબદાર બનવાને બદલે એમને પરિવર્તન કરવામાં મદદગાર નથી બની શકતાં? દુઃખ માં મદદ નથી કરવાની, એને પરિવર્તન કરવામાં તમે મદદગાર બનો. જો કોઈ એવાં પણ આત્મા છે જે તમે સમજો છો, બદલાવાના નથી. ચાલો, તમારા મત પ્રમાણે તે બદલાવા વાળા નથી, પરંતુ નંબરવાર તો છે ને? તો તમે કેમ વિચારો છો? આ તો બદલાવાના જ નથી. તમે કેમ જ્જમેન્ટ આપો છો, એ તો બાપ જ્જ છે ને? તમે બધાં એક-બીજા નાં જ્જ બની ગયા છો. બાપ પણ તો જોઈ રહ્યા છે, આ આવાં છે, આ આવાં છે, આ આવાં છે… બ્રહ્મા બાપ ને પ્રત્યક્ષ જોયા કેવાં પણ વારંવાર ભૂલો કરવા વાળા આત્મા રહ્યા પરંતુ બાપદાદાએ (વિશેષ સાકાર રુપમાં બ્રહ્મા બાપ) સર્વ બાળકો પ્રત્યે યાદ-પ્યાર આપ્યા, સર્વ બાળકો ને મીઠાં-મીઠાં કહ્યું, બે-ચાર કડવા અને બાકી મીઠાં…શું એવું કહ્યું? તો પણ એવાં આત્માઓ પ્રત્યે પણ સદા રહેમદિલ બન્યાં. ક્ષમા નાં સાગર બન્યાં. પરંતુ સારું, તમે પોતાની વૃત્તિ માં પણ જો કોઈ નાં પ્રત્યે પણ જો નેગેટિવ ભાવ રાખ્યો, તો એનાથી તમને શું ફાયદો છે? જો તમને એમાં ફાયદો છે, તો ભલે રાખો, મંજૂરી છે. જો ફાયદો નથી, પરેશાની હેરાનગતિ થાય છે… તે વાત સામે આવશે. બાપદાદા જુએ છે, આ સમયે એમને દર્પણ દેખાડવો જોઈએ. તો જે વાત માં પોતાનો કોઈ ફાયદો નથી, નોલેજફુલ બનવું અલગ વસ્તુ છે, જ્ઞાન છે - આ ખોટું છે, આ સાચું છે. નોલેજફુલ બનવું ખોટું નથી, પરંતુ વૃતિ માં ધારણ કરવું આ ખોટું છે કારણ કે પોતાનાં માં જ મૂડ ઓફ, વ્યર્થ સંકલ્પ, યાદ ની શક્તિ ઓછી, નુકસાન થાય છે. જ્યારે પ્રકૃતિ ને પણ તમે પાવન બનાવવા વાળા છો તો આ તો આત્માઓ છે. વૃત્તિ, વાયબ્રેશન અને વાયુમંડળ ત્રણેય નો સંબંધ છે. વૃત્તિ થી વાયબ્રેશન બને છે, વાયબ્રેશન થી વાયુમંડળ બને છે. પરંતુ મૂળ છે વૃત્તિ. જો તમે સમજો છો કે જલ્દી-જલ્દી બાપ ની પ્રત્યક્ષતા થાય તો તીવ્રગતિ નો પ્રયત્ન છે? બધાં પોતાની વૃત્તિ ને પોતાનાં માટે, બીજા ને માટે પોઝિટિવ ધારણ કરો. નોલેજફુલ ભલે બનો પરંતુ પોતાનાં મન માં નેગેટિવ ધારણ નહીં કરો. નેગેટિવ નો અર્થ છે કચરો. હમણાં-હમણાં વૃત્તિ પાવરફુલ કરો, વાયબ્રેશન પાવરફુલ બનાવો, વાયુમંડળ પાવરફુલ બનાવો કારણ કે બધાએ અનુભવ કરી લીધો છે, વાણી થી પરિવર્તન, શિક્ષા થી પરિવર્તન ખૂબ ધીમી ગતિ થી થાય છે, થાય છે પરંતુ ખૂબ ધીમી ગતિ થી. જો તમે ફાસ્ટ ગતિ ઈચ્છો છો તો નોલેજફુલ બની, ક્ષમા સ્વરુપ બની, રહેમદિલ બની, શુભભાવના, શુભકામના દ્વારા વાયુમંડળ ને પરિવર્તન કરો. જુઓ, પ્રત્યક્ષ જોયું છે તમે બધાએ, મધુબન માં જે પણ આવે છે, સૌથી વધારે પ્રભાવ કઈ વાત નો પડે છે? વાયુમંડળ નો. અહીં પણ ભલે બધાં નંબરવાર છે પરંતુ બ્રહ્મા બાપ ની કર્મભૂમિ છે, બાપદાદા ની વરદાન ભૂમિ છે, તે વાયુમંડળ પરિવર્તન કરી દે છે. અનુભવ છે ને? તો વાયબ્રેશન દ્વારા વાયુમંડળ બનાવવું, આ છે તીવ્રગતિ નાં દિલ ની છાપ. વાયુમંડળ દિલ માં છપાઈ જાય છે. સાંભળેલી વાતો ભૂલાઈ જાય છે પરંતુ વાયુમંડળ ની દિલ પર છાપ લાગી જાય છે, તે ભૂલી નથી શકાતું. એવું છે? તો બાપદાદા સાંભળતા રહે છે, પ્રત્યક્ષતા ક્યારે થશે? પરસ્પર રુહરુહાન તો સારી કરો છો. સારું છે. બોલો, પાંડવ, હવે શું કરશો? વાયુમંડળ પાવરફુલ બનાવજો. ભલે સેવાકેન્દ્ર છે કે જે પણ સ્થાન છે, પ્રવૃત્તિ માં છો તો પણ વાયુમંડળ પાવરફુલ. ચારેય તરફ નું વાયુમંડળ જો સંપૂર્ણ નિર્વિઘ્ન, રહેમદિલ, શુભભાવના, શુભકામના વાળું બની જશે તો પ્રત્યક્ષતા માં કોઈ વાર નથી.

હમણાં બાપદાદા એ જે તારીખ આપી, તે બાપદાદા ને યાદ છે. હિસાબ તો પૂછશે ને? દરેકે પોતાનું એકાઉન્ટ તો રાખ્યું છે ને? તો એકાઉન્ટ માં બાપદાદા આ જ ચેક કરશે - વૃતિ માં, દૃષ્ટિ માં, બોલ માં રહેમદિલ, શુભ ભાવના, શુભકામના વાળા આત્મા કેટલાં પર્સન્ટ માં રહ્યાં? હજી પણ ૧૫ દિવસ તો હશે ને? વધારે છે. સારું, જેમણે ન પણ કર્યુ હોય તો ૧૫ દિવસ પણ કરી લેજો તો પણ પાસ કરી દેશે. વિતેલા ને બિંદુ લગાવજો અને રહેમ નાં સિંધુ બની જજો. ક્ષમા નાં સિંધુ બની જજો. (બાપદાદાએ ડ્રિલ કરાવી.)

સાંભળ્યું બધાએ? સારું. ત્રણ મીટીંગ વાળા જે આવ્યા છે, સ્પાર્ક વાળા એક હાથ ઉઠાવો. સારુ. ખૂબ સારું. હવે આ જ વિષય પર રિસર્ચ કરો, વાયુમંડળ કેવી રીતે પ્રેક્ટિકલ માં શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનાવી શકો છો? રિસર્ચ કરી રહ્યા છો ને? એવું વાયુમંડળ બનાવવા માટે શું-શું બુદ્ધિ માં રાખવાનું છે, શું-શું કર્મ માં કરવાનું છે, સંબંધ-સંપર્ક માં કરવાનું છે? સારું છે, પોતાને બીઝી (વ્યસ્ત) રાખો છો, સારી વાત છે. પરંતુ બાપદાદા આ પ્રેક્ટિકલ અનુભવ જોવા ઈચ્છે છે કે કેવી રીતે પ્રેક્ટિકલ કર્યુ અને તેનું પરિણામ શું નીકળ્યું (આવ્યું)? જો વચ્ચે કંઈ પણ અડચણ આવી તો શું આવી? આ અનુભવ પ્રેક્ટિકલ કરીને જુઓ, ફક્ત પોઈન્ટ્સ નહીં કાઢતા, આ કરવાનું છે, આ કરવાનું છે. ના. કરો. અનુભવ કરીને એક્ઝામ્પલ (ઉદાહરણ) બનીને બતાવો અને તે એક્ઝામ્પલ બીજાઓને પણ સહયોગ આપશે. ઠીક છે ને? આ (રમેશભાઈ) નિમિત્ત છે ને?, સારું છે. હજી પણ ૧૫ દિવસ પડ્યા (બાકી) છે, હજી લાસ્ટ નથી થયું (અંત નથી આવ્યો). હવે ખૂબ ગયું, પરંતુ થોડું રહ્યું છે તો સ્પાર્ક વાળા એવું પ્રેક્ટિકલ કરીને જુઓ અને બીજાઓને દેખાડો. ઠીક છે? કરી શકશો? બની શકશે? સારું, ઠીક છે, ખૂબ સારું. સારું.

બીજી મીટીંગ છે ટ્રાન્સપોર્ટ ની :- ટ્રાન્સપોર્ટ વાળા તો બધાં ને સુખ આપશે. ટ્રાન્સપોર્ટ વાળા હાથ ઉઠાવો. સારું. બહેનો, બહેનો વગર તો ગતિ નથી. તો ટ્રાન્સપોર્ટ વાળા શું કરશે? ફક્ત યાત્રા કરાવશે? ટ્રાન્સપોર્ટ વાળા એવો પરસ્પર પ્રોગ્રામ બનાવો જે કોઈ પણ આત્મા ને ઓછા માં ઓછા સમય માં દુઃખ ની દુનિયા થી પાર કરીને થોડા સમય માટે પણ શાંતિ ની યાત્રા કરાવી શકો. ચાલો, પરમધામ સુધી તો પહોંચવું મુશ્કેલ છે પરંતુ દુઃખ ની દુનિયાની શાંતિ ની યાત્રા તો કરી શકે છે. તે પ્લાન તો ખૂબ બનાવો, ચારેય પ્રકાર ની યાત્રાઓ વાળા ને બાપદાદા નો સંદેશ તો પહોંચાડી રહ્યા છો, પહોંચાડશો જ; કારણ કે કોઈ પણ વર્ગ રહી ન જાય ને? આ સારું છે જે વર્ગો ની ઇન્વેન્શન કાઢી (કરી) છે, આ સારી છે, ઠપકો નહીં મળે. કોઈ પણ વર્ગ રહી નહીં જશે, દરેક પોતાનાં વર્ગ ને આગળ વધારવાનો ઉમંગ તો રાખે છે ને? આ ખૂબ સારું છે. પરંતુ હમણાં જે પણ વર્ગ બન્યાં છે, કેટલાં સમય થી વર્ગ ચાલી રહ્યા છે, દોઢ-બે વર્ષ થઈ ગયા કે વધારે થઈ ગયાં? (૧૦-૧૨ વર્ષ) વર્ગો ની સેવા ને ૧૦-૧૨ વર્ષ થઈ ગયાં. સારું. ઘણો સમય થઈ ગયો છે. વર્ગ વાળા માટે બાપદાદા નો એક સંકલ્પ છે. બાપદાદા એ ૨-૩ વાર કહ્યું છે પરંતુ થયું નથી કે દરેક વર્ગે જે પણ જેટલાં સમય માં પણ સેવા કરી છે, એ એક-એક વર્ગ નાં વિશેષ સેવાધારીઓ ભલે સહયોગી છે કે હાફ (થોડા) યોગી છે, ક્યારેક-ક્યારેક આવે છે, રેગ્યુલર નથી, એવા કોઈ દરેક વર્ગ વાળા ઓછા માં ઓછા પ તો બધાં વર્ગ ની સામે આવવા જોઈએ. મધુબન માં તે બધાં જુએ કે વર્ગ વાળા એ, ભલે ૧૦-૧૨ હોય પરંતુ પાંચ તો લાવો પાક્કા, સારા સહયોગી, સેવા નાં નિમિત્ત બનવા વાળા પાંચ-પાંચ તો નીકળી શકે છે કે નહીં? નીકળી શકે છે તો લાવો. (ક્યારે લાવીએ?) તે દાદીઓ ઉપર છે. (બાપદાદા નાં પ્રોગ્રામ માં લાવીએ?) તે પછી એવાં બાપદાદા ને મળવા લાયક હોય, પ તો નીકળી જ શકે છે. વધારે નથી કહેતાં, પ બસ. તો આ દાદીઓ પાસ કરશે.

ઈન્જિનિયર્સ :- ઈન્જિનિયર્સ નું તો કામ જ છે પ્લાન બનાવવાં. તો તીવ્ર પુરુષાર્થ નો કોઈ પ્લાન બનાવ્યો કે ફક્ત સેવા નાં બનાવ્યાં? ઈન્જિનિયર્સે દરેક મહિને તીવ્ર પુરુષાર્થ નો કોઈ નવો-નવો પ્લાન બનાવવો જોઈએ. સલાહ આપવી જોઈએ પછી ફાઈનલ તો દાદીઓ કરશે. દાદીઓ તમારા સાથી છે, પરંતુ ઈન્જિનિયર્સ અને સાયન્સ, વિજ્ઞાન વાળા એ એવાં કોઈ પ્લાન બનાવવા જોઈએ જે જલ્દી-જલ્દી નવી દુનિયા આવી જાય. બસ, આ જ મીટીંગ કરતા રહેશે, પ્લાન બનાવતા રહેશે, કયાં સુધી? કોઈ તીવ્રગતિ નાં પ્લાન બનાવો કારણ કે લક્ષ તો તમારા વર્ગ નું આ જ છે કે એવા પ્લાન બને જે પોતાનું રાજ્ય જલ્દી થી જલ્દી આવે. તો એવાં પણ પ્લાન બનાવો અને સેવા માં પણ થોડા સમય માં વધારે સફળતા પ્રત્યક્ષ દેખાય, એવાં પ્લાન બનાવો. એવા પ્લાન બનાવશો ને? લાસ્ટ ટર્ન માં બધાં રિપોર્ટ સાંભળશે કે દરેક વર્ગે સફળતા ને તીવ્ર બનાવવા નાં શું પ્લાન બનાવ્યાં? ફક્ત બનાવવાનાં નથી, ૧૫ દિવસ એનો અભ્યાસ કરવાનો છે, પ્રેક્ટિકલ માં લાવવાનું છે. ઠીક છે ને? હવે પ્રેક્ટિકલ બનવાનું છે ને? એક-બીજા માં બધાં કહે છે, બાપદાદા તો બધાં ની રુહરુહાન સાંભળતા રહે છે. બધાં કહે છે પ્રત્યક્ષ થાય, પ્રત્યક્ષ થાય. પરંતુ પહેલાં પ્રત્યક્ષ તમે તો થઈ જાઓ. બાપ પણ તમારા દ્વારા પ્રત્યક્ષ થશે ને? સારું, હમણાં-હમણાં પોતાની વૃત્તિ ને એકાગ્ર કરી શકો છો? ક્યાંય પણ વૃત્તિ હલચલ માં ન આવે. અચલ, એકાગ્ર, શક્તિશાળી રહે. (બાપદાદાએ ડ્રિલ કરાવી) અચ્છા.

ચારેય તરફનાં સર્વિસેબલ બાળકો ને, સદા એમનાં શ્રેષ્ઠ વાયબ્રેશન દ્વારા સેવા કરવા વાળા, તીવ્રગતિ નો પુરુષાર્થ કરવા વાળા બાળકો ને, સદા ક્ષમા નાં માસ્ટર સાગર, સદા શુભભાવના, શુભકામના દ્વારા બહુ જ કમજોર આત્માઓ ને પણ શક્તિશાળી બનાવવા વાળા એવા માસ્ટર સર્વશક્તિવાન બાળકો ને બાપદાદા નાં ખૂબ-ખૂબ યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :- સમય પ્રમાણે દરેક કાર્ય માં સફળ થવા વાળા જ્ઞાની , યોગી તૂ આત્મા ભવ
જ્ઞાન નો અર્થ છે સમજ. સમજદાર એને કહેવાય છે જે સમય પ્રમાણે સમજદારી થી કાર્ય કરવા સાથે સફળતા પ્રાપ્ત કરે. સમજદાર ની નિશાની છે તે ક્યારેય દગો નથી ખાઈ શકતાં અને યોગી ની નિશાની છે ક્લિન અને ક્લિયર બુદ્ધિ. જેમની બુદ્ધિ ક્લિન અને ક્લિયર છે તે ક્યારેય નહીં કહેશે કે ખબર નહીં, આવું કેમ થઈ ગયું? આ શબ્દ જ્ઞાની અને યોગી આત્માઓ ન બોલી શકે, તે જ્ઞાન અને યોગ ને દરેક કર્મમાં લાવે છે.
સ્લોગન :- અચલ-અડોલ તે જ રહે જે પોતાનાં આદિ, અનાદિ સંસ્કાર-સ્વભાવ ને સ્મૃતિ માં રાખે છે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.