| 07.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - બાપ આવ્યા છે આપ બાળકો ને કુમ્ભી પાક નર્ક માંથી કાઢવા માટે , આપ બાળકોએ બાપ ને નિમંત્રણ પણ એટલે આપ્યું છે” | |
| પ્રશ્ન :- | આપ બાળકો ખૂબ મોટા માં મોટા કારીગર છો - કેવી રીતે? તમારી કારીગરી શું છે? |
| ઉત્તર :- | આપણે બાળકો એવી કારીગરી કરીએ છીએ જે આખી દુનિયા જ નવી બની જાય છે, એનાં માટે આપણે કોઈ ઈંટ કે તગારા વગેરે નથી ઉપાડતાં પરંતુ યાદ ની યાત્રા થી નવી દુનિયા બનાવી દઈએ છીએ. આપણને ખુશી છે કે આપણે નવી દુનિયાની કારીગરી કરી રહ્યા છીએ. આપણે જ પછી એવાં સ્વર્ગનાં માલિક બનશું. |
ઓમ્ શાંતિ ! મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવે છે, તમે જ્યારે પોત-પોતાનાં ગામ થી નીકળો છો તો આ બુદ્ધિમાં રહે છે કે અમે જઈએ છીએ શિવબાબા ની પાઠશાળા માં. એવું નથી કે કોઈ સાધુ-સંત વગેરે નાં દર્શન કરવાં, શાસ્ત્ર વગેરે સાંભળવા આવો છો. તમે જાણો છો આપણે જઈએ છીએ શિવબાબા ની પાસે. દુનિયાનાં મનુષ્ય તો સમજે છે શિવ ઉપર રહે છે. તે જ્યારે યાદ કરે છે તો આંખો ખોલીને નથી બેસતાં. તે આંખ બંધ કરીને ધ્યાન માં બેસે છે. શિવલિંગ જે જોયેલું હોય છે. ભલે શિવ નાં મંદિર માં જશે તો પણ શિવ ને યાદ કરશે તો ઉપર જોશે અથવા મંદિર યાદ આવશે. ઘણાં પછી આંખો બંધ કરીને બેસે છે. સમજે છે દૃષ્ટિ ક્યાંય પણ નામ-રુપ માં જો જશે તો અમારી સાધના તૂટી જશે. હમણાં આપ બાળકો જાણો છો આપણે ભલે શિવબાબા ને યાદ કરતા હતાં. કોઈ શ્રીકૃષ્ણ ને યાદ કરે, કોઈ રામ ને યાદ કરે, કોઈ પોતાનાં ગુરુ ને યાદ કરે, ગુરુ નું પણ નાનું લોકેટ બનાવીને પહેરે છે. ગીતા નું પણ આટલું નાનું લોકેટ બનાવીને પહેરે છે. ભક્તિમાર્ગ માં તો બધું આવું જ છે. ઘરે બેઠાં પણ યાદ કરે છે. યાદ માં યાત્રા કરવા પણ જાય છે. ચિત્ર તો ઘર માં રાખીને પૂજા કરી શકે છે પરંતુ આ પણ ભક્તિ ની રસમ (રિવાજ) પડેલી છે. જન્મ-જન્માંતર યાત્રાઓ પર જાય છે. ચાર ધામ ની યાત્રા કરે છે. ચાર ધામ કેમ કહે છે? વેસ્ટ (પશ્ચિમ), ઈસ્ટ (પૂર્વ), નોર્થ (ઉત્તર), સાઉથ (દક્ષિણ)... ચારેય નું ચક્ર લગાવે છે. ભક્તિમાર્ગ જ્યારે શરુ થાય છે તો પહેલાં એક ની ભક્તિ કરાય છે એને કહેવાય છે અવ્યભિચારી ભક્તિ. સતોપ્રધાન હતાં, હમણાં તો આ સમયે છે તમોપ્રધાન. ભક્તિ પણ વ્યભિચારી, અનેકો ને યાદ કરતા રહે છે. તમોપ્રધાન ૫ તત્વો નું બનેલું શરીર, તેને પણ પૂજે છે. તો તમોપ્રધાન ભૂતો ની પૂજા કરે છે, પરંતુ આ વાતો ને કોઈ સમજે થોડી છે? ભલે અહીં બેઠાં છે પરંતુ બુદ્ધિયોગ ક્યાંય ભટકતો રહે છે. અહીં તો આપ બાળકોએ આંખો બંધ કરી શિવબાબા ને યાદ નથી કરવાનાં. જાણો છો બાપ ખૂબ-ખૂબ દૂરદેશ નાં રહેવાવાળા છે. એ આવીને બાળકો ને શ્રીમત આપે છે. શ્રીમત પર ચાલવાથી જ શ્રેષ્ઠ દેવતા બનશો. દેવતાઓની આખી રાજધાની સ્થાપન થઈ રહી છે. તમે અહીં બેઠાં પોતાનું દેવી-દેવતાઓ નું રાજ્ય સ્થાપન કરો છો. પહેલાં તમને ખબર થોડી હતી તે કેવી રીતે સ્થાપન થાય છે? હમણાં જાણો છો બાબા આપણા બાપ પણ છે, શિક્ષક બનીને ભણાવે છે અને પછી સાથે પણ લઈ જશે, સદ્દગતિ કરશે. ગુરુ લોકો કોઈ ની સદ્દગતિ નથી કરતાં. અહીં તમને સમજાવાય છે - આ એક જ બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. બાપ પાસે થી વારસો મળે છે, સદ્દગુરુ જૂની દુનિયા થી નવી દુનિયામાં લઈ જશે. આ બધી વાતો ને વૃદ્ધ માતાઓ તો સમજી ન શકે. એમનાં માટે મુખ્ય વાત છે સ્વયં ને આત્મા સમજી શિવબાબા ને યાદ કરવાનાં છે. આપણે શિવબાબા નાં બાળકો છીએ, આપણને બાબા સ્વર્ગ નો વારસો આપશે. વૃદ્ધ માતાઓ ને પછી એવી-એવી તોતડી ભાષા માં સમજાવવું જોઈએ. આ તો દરેક આત્મા નો હક છે બાપ પાસે થી વારસો લેવાનો. મૃત્યુ તો સામે છે. જૂની દુનિયા સો ફરી જરુર નવી બનવાની છે. નવી સો જૂની. ઘર ને બનવામાં કેટલાં થોડાક મહિના લાગે છે, પછી જૂનું થવામાં ૧૦૦ વર્ષ લાગી જાય છે.
હમણાં આપ બાળકો જાણો છો આ જૂની દુનિયા હવે ખલાસ થવાની છે. આ લડાઈ જે હવે લાગે છે તે ફરી ૫ હજાર વર્ષ પછી લાગશે. આ બધી વાતો વૃદ્ધ માતાઓ તો સમજી ન શકે. આ પછી બ્રાહ્મણીઓનું કામ છે તેમને સમજાવવાનું. તેમનાં માટે તો એક શબ્દ જ ઘણો છે - સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. તમે આત્મા પરમધામ માં રહેવાવાળા છો. પછી અહીં શરીર લઈને પાર્ટ ભજવો છો. આત્મા અહીં દુઃખ અને સુખ નો પાર્ટ ભજવે છે. મૂળ વાત બાપ કહે છે - મને યાદ કરો અને સુખધામ ને યાદ કરો. બાપ ને યાદ કરવાથી પાપ કપાઈ જશે અને પછી સ્વર્ગ માં આવી જશો. હવે જેટલાં જે યાદ કરશે એટલાં પાપ કપાશે. વૃદ્ધાઓ તો ટેવાયેલી છે, સત્સંગ માં જઈને કથા સાંભળે છે. તેમને પછી ઘડી-ઘડી બાપ ની યાદ અપાવવાની છે. સ્કૂલ માં તો ભણતર હોય, કથા નથી સાંભળવાની. ભક્તિમાર્ગ માં તો તમે અસંખ્ય કથાઓ સાંભળી છે પરંતુ એનાંથી કંઈ પણ ફાયદો નથી થતો. છી-છી દુનિયાથી નવી દુનિયા માં તો જઈ ન શક્યાં. મનુષ્ય નથી રચયિતા બાપ ને, નથી રચના ને જાણતાં. નેતી-નેતી કહી દે છે. તમે પણ પહેલાં નહોતા જાણતાં. હવે તમે ભક્તિમાર્ગ ને સારી રીતે જાણી ગયા છો. ઘર માં પણ ઘણાં ની પાસે મૂર્તિઓ હોય છે, ચીજ એ જ છે, કોઈ-કોઈ પતિ લોકો પણ સ્ત્રી ને કહે છે - તમે ઘર માં મૂર્તિ રાખી બેસીને પૂજા કરો. બહાર ધક્કા ખાવા કેમ જાઓ છો? પરંતુ તેમની ભાવના હોય છે. હમણાં તમે સમજો છો તીર્થયાત્રા કરવી એટલે ભક્તિમાર્ગ નાં ધક્કા ખાવાં. અનેક વાર તમે ૮૪ નાં ચક્ર કાપ્યા. સતયુગ-ત્રેતા માં તો કોઈ યાત્રા નથી હોતી. ત્યાં કોઈ મંદિર વગેરે હોતાં નથી. આ યાત્રાઓ વગેરે બધું ભક્તિમાર્ગ માં જ હોય છે. જ્ઞાનમાર્ગ માં આ બધું હોતું નથી. તેને કહેવાય છે ભક્તિ. જ્ઞાન આપવા વાળા તો એક સિવાય બીજું કોઈ નથી. જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે. સદ્દગતિ દાતા એક જ બાપ છે. શિવબાબા ને કોઈ શ્રી શ્રી નથી કહેતાં, એમને ટાઈટલ ની જરુર નથી. આ તો મોટાઈ કરે છે, એમને કહે જ છે “શિવબાબા”. તમે બોલાવો છો શિવબાબા, અમે પતિત બની ગયા છીએ, અમને આવીને પાવન બનાવો. ભક્તિમાર્ગ નાં દલદલ માં ગળા સુધી ફસાઈ ગયા છે, ફસાઈને પછી બૂમો પાડે છે, વિષય વાસના નાં દલદલ માં એકદમ ફસાઈ ગયા છે. સીડી નીચે ઉતરતાં-ઉતરતાં ફસાઈ ગયા છે. કોઈ ને પણ ખબર નથી પડતી, ત્યારે કહે છે બાબા, અમને કાઢો. બાબા ને પણ ડ્રામા અનુસાર આવવું જ પડે છે. બાપ કહે છે હું બંધાયમાન છું, આ બધાને દલદલ માંથી કાઢવા માટે. આને કહેવાય છે કુમ્ભીપાક નર્ક. રૌરવ નર્ક પણ કહે છે. આ બાપ બેસીને સમજાવે છે, તેમને ખબર થોડી પડે છે?
તમે બાપને જુઓ, નિમંત્રણ કેવું આપો છો? નિમંત્રણ તો કોઈ લગ્ન-મરણ વગેરે પર અપાય છે. તમે કહો છો - હે પતિત-પાવન બાબા, આ પતિત દુનિયા, રાવણ ની જૂની દુનિયામાં આવો. અમે ગળા સુધી આમાં ફસાયેલા છીએ. બાપ સિવાય બીજા તો કોઈ કાઢી ન શકે. કહે પણ છે દૂર દેશ નાં રહેવાવાળા શિવબાબા, આ રાવણ નો દેશ છે. બધાં નાં આત્મા તમોપ્રધાન થઈ ગયાં છે એટલે બોલાવે પણ છે કે આવીને પાવન બનાવો. પતિત-પાવન સીતારામ, એમ ગાઈને બૂમો પાડે છે. એવું નથી કે તે પવિત્ર રહે છે. આ દુનિયા જ પતિત છે, રાવણ રાજ્ય છે, આમાં તમે ફસાઈ ગયા છો. પછી આ નિમંત્રણ આપ્યું છે - બાબા, આવીને અમને કુમ્ભીપાક નર્ક માંથી કાઢો. તો બાપ આવ્યા છે. કેટલાં તમારા ઓબીડિયેંટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવક) છે. ડ્રામા માં અપાર દુઃખ આપ બાળકોએ જોયા છે. સમય પસાર થતો જાય છે. એક સેકન્ડ ન મળે બીજા સાથે. હવે બાપ તમને લક્ષ્મી-નારાયણ જેવા બનાવે છે પછી તમે અડધોકલ્પ રાજ્ય કરશો - સ્મૃતિ માં લાવો. હવે સમય ખૂબ થોડો છે. મોત શરુ થઈ જશે તો મનુષ્ય ગાંડા થઈ જશે. થોડા સમય માં શું થઈ જશે. ઘણાં તો અવાજ (ધડાકા) સાંભળીને પણ હાર્ટ ફેલ થઈ જશે. મરશે એવાં જે વાત ન પૂછો. જુઓ, અનેક વૃદ્ધ માતાઓ આવી છે. બિચારી કંઈ પણ સમજી ન શકે. જેમ તીર્થો પર જાય છે ને, તો એક-બીજા ને જોઈ તૈયાર થઈ જાય છે, અમે પણ આવીએ છીએ.
હવે તમે જાણો છો ભક્તિમાર્ગ નાં તીર્થ યાત્રા નો અર્થ જ છે નીચે ઉતરવું, તમોપ્રધાન બનવું. મોટા માં મોટી યાત્રા તમારી આ જ છે, જે તમે પતિત દુનિયા થી પાવન દુનિયા માં જાઓ છો. તો આ બાળકીઓને કંઈક તો શિવબાબા ની યાદ અપાવતા રહો. શિવબાબા નું નામ યાદ છે? થોડુંક સાંભળે છે તો સ્વર્ગ માં આવશે. આ ફળ જરુર મળવાનું છે. બાકી પદ તો છે ભણતર થી. એમાં ખૂબ ફરક પડી જાય છે. ઊંચા માં ઊંચું પછી ઓછા માં ઓછું, રાત-દિવસ નો ફરક પડી જાય છે. ક્યાં પ્રાઈમ મિનિસ્ટર, ક્યાં નોકર-ચાકર? રાજધાની માં નંબરવાર હોય છે. સ્વર્ગ માં પણ રાજધાની હશે. પરંતુ ત્યાં પાપ આત્માઓ ગંદા વિકારી નહીં હોય. તે છે જ નિર્વિકારી દુનિયા. તમે કહેશો અમે આ લક્ષ્મી-નારાયણ જરુર બનીશું. તમને હાથ ઉઠાવતા જોઈ વૃદ્ધાઓ વગેરે પણ હાથ ઉઠાવી દેશે. સમજતી કંઈ નથી. છતાં પણ બાપ ની પાસે આવી છે તો સ્વર્ગ માં તો જશે પરંતુ બધાં આવાં થોડી બનશે? પ્રજા પણ બનશે. બાપ કહે છે હું ગરીબ નિવાઝ છું, તો બાબા ગરીબો ને જોઈ ખુશ થાય છે. ભલે કેટલાં પણ મોટામાં મોટા સાહૂકાર પદમપતિ છે, એમનાં કરતાં પણ આ ઊંચ પદ મેળવશે - ૨૧ જન્મો માટે. આ પણ સારું છે. વૃદ્ધાઓ જ્યારે આવે છે તો બાપ ને ખુશી થાય છે, તો પણ શ્રીકૃષ્ણપુરી માં તો જશે ને? આ છે રાવણપુરી, જે સારી રીતે ભણશે તે શ્રીકૃષ્ણ ને પણ ખોળામાં ઝુલાવશે. પ્રજા થોડી અંદર આવી શકશે? તે તો ક્યારેક દીદાર (સાક્ષાત્કાર) કરશે. જેમ પોપ દીદાર કરાવે છે બારીમાંથી, લાખો આવીને ભેગાં થાય છે દર્શન કરવાં. પરંતુ એમનો આપણે શું દીદાર કરીશું? સદા પાવન તો એક જ બાપ છે જે તમને આવીને પાવન બનાવે છે. આખા વિશ્વ ને સતોપ્રધાન બનાવે છે. ત્યાં આ ૫ ભૂત રહેશે નહીં. ૫ તત્વો પણ સતોપ્રધાન બની જાય છે, તમારા ગુલામ બની જાય છે. ક્યારેય પણ એવી ગરમી નહીં હોય જે નુકસાન થઈ જાય. ૫ તત્વ પણ કાયદા અનુસાર ચાલે છે. અકાળે મૃત્યુ નથી થતું. હવે તમે સ્વર્ગ માં ચાલો છો તો નર્ક થી બુદ્ધિયોગ કાઢી લેવો જોઈએ. જેમ નવું મકાન બનાવે છે તો જૂનાં માંથી બુદ્ધિ હટી જાય છે. બુદ્ધિ નવા માં ચાલી જાય છે, આ પછી છે બેહદની વાત. નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે, જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. તમે છો નવી દુનિયા સ્વર્ગ બનાવવા વાળા. તમે ખૂબ સારા કારીગર છો. પોતાનાં માટે સ્વર્ગ બનાવી રહ્યા છો. કેટલાં મોટા કારીગર છો, યાદ ની યાત્રા થી નવી દુનિયા સ્વર્ગ બનાવો છો. થોડું પણ યાદ કરો તો સ્વર્ગ માં આવી જશો. તમે ગુપ્ત વેશ માં પોતાનું સ્વર્ગ બનાવી રહ્યા છો. જાણો છો આપણે આ શરીરને છોડી પછી જઈને સ્વર્ગ માં નિવાસ કરીશું તો આવાં બેહદ નાં બાપ ને ભૂલવા ન જોઈએ. હમણાં તમે સ્વર્ગ માં જવા માટે ભણી રહ્યા છો. પોતાની રાજધાની સ્થાપન કરવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. આ રાવણ ની રાજધાની ખલાસ થઈ જવાની છે. તો અંદર કેટલી ખુશી થવી જોઈએ? આપણે આ સ્વર્ગ તો અનેકવાર બનાવ્યું છે, રાજાઈ લીધી પછી ગુમાવી છે. આ પણ યાદ કરો તો ખૂબ સારું. આપણે સ્વર્ગનાં માલિક હતાં, બાપે આપણને આવાં બનાવ્યા હતાં. બાપ ને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થશે. કેટલી સહજ રીતે તમે સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યા છો? જૂની દુનિયાનાં વિનાશ માટે કેટલી ચીજો નીકળતી રહે છે? કુદરતી આપદાઓ, મૂશળ (મિસાઈલ) વગેરે દ્વારા આખી દુનિયા ખતમ થશે. હવે બાપ આવ્યા છે તમને શ્રેષ્ઠ મત આપવાં, શ્રેષ્ઠ સ્વર્ગ ની સ્થાપના કરવાં. અનેક વાર તમે આ સ્થાપના કરી છે તો બુદ્ધિમાં યાદ રાખવું જોઈએ. અનેક વાર રાજ્ય લીધું પછી ગુમાવ્યું છે. આ બુદ્ધિમાં ચાલતું રહે અને એક-બીજા ને પણ આ વાત સંભળાવો. દુનિયા ની વાતો માં સમય ન ગુમાવવો જોઈએ. બાપ ને યાદ કરો, સ્વદર્શન ચક્રધારી બનો. અહીં બાળકોએ સારી રીતે સાંભળીને પછી ખૂબ વાગોળવાનું (ચિંતન કરવાનું) છે, સિમરણ કરવાનું છે, બાબાએ શું સંભળાવ્યું? શિવબાબા અને વારસા ને તો જરુર યાદ કરવા જોઈએ. બાપ હથેળી પર બહિશ્ત (સ્વર્ગ) લઈને આવ્યા છે, પવિત્ર પણ બનવાનું છે. પવિત્ર નહીં બનશો તો સજા ખાવી પડશે. પદ પણ ખૂબ નાનું (નીચું) મેળવશો. સ્વર્ગમાં ઊંચું પદ મેળવવું છે તો સારી રીતે ધારણા કરો. બાપ રસ્તો તો ખૂબ સહજ બતાવે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- બાપ જે સંભળાવે છે તે સારી રીતે સાંભળીને પછી વાગોળવાનું છે. દુનિયાની વાતો માં પોતાનો સમય નથી ગુમાવવાનો.
- બાપ ની યાદ માં આંખો બંધ કરીને નથી બેસવાનું. શ્રીકૃષ્ણ ની રાજધાની માં આવવા માટે ભણતર સારી રીતે ભણવાનું છે.
| વરદાન :- |
મન - બુદ્ધિ ને ઝમેલાઓ થી કિનારે કરી મિલન - મેળો મનાવવા વાળા ઝમેલા મુક્ત ભવ ઘણાં બાળકો વિચારે છે આ ઝમેલા પૂરાં થશે તો અમારી અવસ્થા તથા સેવા સારી થઈ જશે પરંતુ ઝમેલા પહાડ સમાન છે. પહાડ નહીં હટશે, પરંતુ જ્યાં ઝમેલા હોય ત્યાં પોતાનાં મન-બુદ્ધિ ને કિનારે કરી લો અથવા ઉડતી કળા થી ઝમેલા નાં પહાડ ની પણ ઉપર ચાલ્યા જાઓ તો પહાડ પણ તમને સહજ અનુભવ થશે. ઝમેલા ની દુનિયામાં ઝમેલા તો આવશે જ, તમે મુક્ત રહો તો મિલન-મેળો મનાવી શકશો. |
| સ્લોગન :- | આ બેહદ નાટક માં હીરો પાર્ટ ભજવવા વાળા જ હીરો પાર્ટધારી છે. |