| 09.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - વિશ્વ નું રાજ્ય બાહુબળ થી નથી લઈ શકાતું , એનાં માટે યોગબળ જોઈએ , આ પણ એક લૉ ( કાયદો ) છે” | |
| પ્રશ્ન :- | શિવબાબા સ્વયં જ સ્વયં પર કયું વન્ડર ખાય છે (શિવબાબા ને સ્વયં જ સ્વયં પર શું વન્ડર લાગે છે)? |
| ઉત્તર :- | બાબા કહે છે જુઓ, કેવું વન્ડર છે - હું તમને ભણાવું છું, આ હું કોઈ ની પાસે થી ક્યારેય ભણ્યો નથી! મારા કોઈ બાપ નથી, મારા કોઈ શિક્ષક નથી, ગુરુ નથી! હું સૃષ્ટિ ચક્ર માં પુનર્જન્મ લેતો નથી છતાં પણ તમને બધાં જન્મો ની કહાણી સંભળાવી દઉં છું. પોતે ૮૪ નાં ચક્ર માં નથી આવતો પરંતુ ચક્ર નું જ્ઞાન બિલકુલ એક્યુરેટ આપુ છું. |
ઓમ્ શાંતિ ! રુહાની બાપ આપ બાળકો ને સ્વદર્શન ચક્રધારી બનાવે છે અર્થાત્ તમે આ ૮૪ નાં ચક્ર ને જાણી જાઓ છો. પહેલાં નહોતા જાણતાં. હમણાં બાપ દ્વારા તમે જાણ્યું છે. ૮૪ જન્મો નાં ચક્ર માં તમે આવો છો જરુર. આપ બાળકોને ૮૪ નાં ચક્ર ની નોલેજ આપું છું. હું સ્વદર્શન ચક્રધારી છું પરંતુ પ્રેક્ટિકલ માં ૮૪ જન્મો નાં ચક્ર માં આવતો નથી. તો આનાથી સમજી જવું જોઈએ શિવ બાપ માં બધું જ્ઞાન છે. તમે જાણો છો આપણે બ્રાહ્મણ હમણાં સ્વદર્શન ચક્રધારી બનીએ છીએ. બાબા નથી બનતાં. પછી એમનામાં અનુભવ ક્યાંથી આવ્યો? આપણને તો અનુભવ પ્રાપ્ત થાય છે. બાબા ક્યાંથી અનુભવ લાવે છે જે તમને સંભળાવે છે? પ્રેક્ટિકલ અનુભવ થવો જોઈએ ને? બાપ કહે છે મને જ્ઞાન નાં સાગર કહે છે પરંતુ હું તો ૮૪ જન્મો નાં ચક્ર માં આવતો નથી. પછી મારા માં આ જ્ઞાન ક્યાંથી આવ્યું? શિક્ષક ભણાવે છે તો જરુર પોતે ભણેલા છે ને? આ શિવબાબા કેવી રીતે ભણ્યાં? એમને કેવી રીતે ૮૪ નાં ચક્ર ની ખબર પડી, જ્યારે સ્વયં ૮૪ જન્મો માં નથી આવતાં. બાપ બીજરુપ હોવાને કારણે જાણે છે. સ્વયં ૮૪ નાં ચક્ર માં નથી આવતાં. પરંતુ તમને બધું સમજાવે છે, આ પણ કેટલું વન્ડર છે? એવું પણ નથી, બાપ કોઈ શાસ્ત્ર વગેરે ભણેલા છે. કહેવાય છે ડ્રામા અનુસાર એમનામાં નોલેજ નોંધાયેલી છે જે તમને સંભળાવે છે. તો વન્ડરફુલ શિક્ષક થયા ને? વન્ડર લાગવું જોઈએ ને એટલે એમને મોટા-મોટા નામ આપ્યા છે. ઈશ્વર, પ્રભુ, અંતર્યામી વગેરે-વગેરે. તમને વન્ડર લાગે છે ઈશ્વર માં કેવી રીતે બધી નોલેજ ભરેલી છે? એમનામાં આવી ક્યાંથી જે તમને સમજાવે છે? એમને તો કોઈ બાપ પણ નથી, જેમનાં દ્વારા જન્મ લીધો હોય કે સમજ્યાં હોય. તમે બધાં ભાઈ-ભાઈ છો. એ એક કેવી રીતે તમારા બાપ છે? બીજરુપ છે. કેટલી નોલેજ બાળકોને સંભળાવે છે? કહે છે ૮૪ જન્મ હું નથી લેતો, તમે લો છો. તો જરુર પ્રશ્ન ઉઠશે ને - બાબા, તમને કેવી રીતે ખબર પડી? બાબા કહે છે - બાળકો, અનાદિ ડ્રામા અનુસાર મારા માં પહેલાં થી આ નોલેજ છે, જે તમને ભણાવું છું એટલે જ મને ઊંચા માં ઊંચા ભગવાન કહેવાય છે. સ્વયં ચક્ર માં નથી આવતા પરંતુ એમનામાં આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ છે. તો આપ બાળકો ને કેટલી ખુશી હોવી જોઈએ? એમને ૮૪ નાં ચક્ર ની નોલેજ ક્યાંથી મળી? તમને તો મળી બાપ પાસે થી. બાપ માં ઓરીજનલી (અસલી) નોલેજ છે. એમને કહેવાય જ છે નોલેજફુલ. કોઈ પાસે થી ભણ્યા પણ નથી. તો પણ એમને ઓરીજનલી ખબર છે એટલે નોલેજફુલ કહેવાય છે. આ વન્ડર છે ને એટલે આ ઊંચા માં ઊંચું ભણતર ગવાય છે. બાળકોને પણ વન્ડર લાગે છે બાપ પર. એમને કેમ નોલેજફુલ કહેવાય છે - એક તો આ સમજવાની વાત છે, બીજી પછી શું વાત છે? આ ચિત્ર તમે દેખાડો છો તો કોઈ પૂછશે કે બ્રહ્મા માં પણ પોતાનો આત્મા હશે અને આ જ નારાયણ બને છે એમનામાં પણ પોતાનો આત્મા હશે. બે આત્માઓ છે ને? એક બ્રહ્મા, એક નારાયણ નો. પરંતુ વિચાર કરશો તો આ કોઈ બે આત્માઓ નથી. આત્મા એક જ છે. આ એક સેમ્પલ (ઉદાહરણ) બતાવાય છે દેવતા નું. આ બ્રહ્મા સો વિષ્ણુ અર્થાત્ નારાયણ બને છે, આને કહેવાય છે ગુહ્ય વાતો. બાપ ખૂબ ગુહ્ય નોલેજ સંભળાવે છે જે બાપ સિવાય બીજા કોઈ ભણાવી ન શકે. તો બ્રહ્મા અને વિષ્ણુ નાં કોઈ બે આત્માઓ નથી. એવી રીતે જ સરસ્વતી અને લક્ષ્મી - આ બંને નાં બે આત્માઓ છે કે એક? આત્મા એક છે, શરીર બે છે. આ સરસ્વતી જ પછી લક્ષ્મી બને છે એટલે એક આત્મા ગણાશે. ૮૪ જન્મ એક જ આત્મા લે છે. આ ઘણી સમજવાની વાત છે. બ્રાહ્મણ સો દેવતા, દેવતા સો ક્ષત્રિય બને છે. આત્મા એક શરીર છોડી બીજું લે છે. આત્મા એક જ છે, એક આ સેમ્પલ બતાવાય છે - કેવી રીતે બ્રાહ્મણ સો દેવતા બને છે? હમ સો નો અર્થ કેટલો સરસ છે! આને કહેવાય છે ગુહ્ય-ગુહ્ય વાતો. આમાં પણ પહેલાં-પહેલાં તો આ સમજ જોઈએ કે આપણે એક બાપ નાં બાળકો છીએ. સર્વ આત્માઓ અસલ પરમધામ માં રહેવાવાળા છે. અહીં પાર્ટ ભજવવા આવ્યાં છે. આ ખેલ છે. બાપ તમને આ ખેલ નાં સમાચાર સંભળાવે છે. બાપ તો ઓરીજનલી જાણે જ છે. એમને કોઈએ શીખવાડ્યું નથી. આ ૮૪ નાં ચક્ર ને એ જ જાણે છે જે આ સમયે તમને સંભળાવે છે. પછી તમે ભૂલી જાઓ છો. પછી આનું શાસ્ત્ર કેવી રીતે બની શકે? બાપ તો કોઈ શાસ્ત્ર ભણેલા નથી. પછી કેવી રીતે આવીને નવી-નવી વાતો સંભળાવે છે? અડધો કલ્પ છે ભક્તિમાર્ગ. આ વાત પણ શાસ્ત્રો માં નથી. આ શાસ્ત્ર પણ ડ્રામા અનુસાર ભક્તિમાર્ગ માં બન્યાં છે. તમારી બુદ્ધિ માં શરુ થી લઈને અંત સુધી આ ડ્રામા ની કેટલી ઊંચી નોલેજ છે. એમને જરુર મનુષ્ય-તન નો આધાર લેવો પડે. શિવબાબા આ બ્રહ્મા-તન માં બેસી સૃષ્ટિ ચક્ર ની નોલેજ સંભળાવે છે. મનુષ્યએ તો ગપ્પા મારી સૃષ્ટિ ની આયુ જ કેટલી લાંબી કરી દીધી છે! નવી દુનિયા સો પછી જૂની દુનિયા બને છે. નવી દુનિયાને કહેવાય છે સ્વર્ગ, જૂની ને કહેવાય છે નર્ક. દુનિયા તો એક જ છે. નવી દુનિયા માં રહે છે દેવી-દેવતા. ત્યાં અપાર સુખ છે. આખી સૃષ્ટિ નવી હોય છે. હમણાં આને જૂની કહેવાય છે. નામ જ છે આયરન એજેડ વર્લ્ડ (કળિયુગી દુનિયા). જેમ જૂની દિલ્લી અને નવી દિલ્લી કહેવાય છે. બાપ સમજાવે છે - મીઠાં-મીઠાં બાળકો, ન્યુ વર્લ્ડ (નવી દુનિયા) માં ન્યુ (નવી) દિલ્લી હશે. આ તો જૂની દુનિયામાં જ કહી દે છે ન્યુ દિલ્લી. આને ન્યુ કેવી રીતે કહેવાશે? બાપ સમજાવે છે નવી દુનિયા માં નવી દિલ્લી હશે. તેમાં આ લક્ષ્મી-નારાયણ રાજ્ય કરશે. તેને કહેવાશે સતયુગ. તમે આ આખા ભારત માં રાજ્ય કરશો. તમારી ગાદી જમુના કિનારા પર હશે. અંત માં રાવણ રાજ્ય ની ગાદી પણ અહીં જ છે. રામરાજ્ય ની ગાદી પણ અહીં હશે. નામ દિલ્લી નહીં હોય. એને પરિસ્તાન કહેવાય છે. પછી જે જેવા રાજા હોય છે તે પોતાની ગાદીનું એવું નામ રાખે છે. આ સમયે તમે બધાં જૂની દુનિયા માં છો. નવી દુનિયામાં જવા માટે તમે ભણી રહ્યા છો. ફરીથી મનુષ્ય થી દેવતા બની રહ્યા છો. ભણાવવા વાળા છે બાપ.
તમે જાણો છો ઊંચા માં ઊંચા બાપે નીચે આવીને રાજયોગ શીખવાડ્યો છે. હમણાં તમે છો સંગમ પર જ્યારે કળિયુગી જૂની દુનિયા ખતમ થવાની છે. બાપે આનો હિસાબ પણ બતાવ્યો છે, હું આવું છું બ્રહ્મા-તન માં. મનુષ્યો ને તો ખબર જ નથી કે બ્રહ્મા કયા? સાંભળ્યું છે પ્રજાપિતા બ્રહ્મા. તમે પ્રજા છો ને બ્રહ્મા ની એટલે પોતાને બી.કે. કહો છો. હકીકત માં શિવબાબા નાં બાળકો શિવવંશી છો જ્યારે નિરાકાર આત્માઓ છો, પછી સાકાર માં પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો ભાઈ-બહેન છો બીજો કોઈ સંબંધ નથી. આ સમયે તમે તે કળિયુગી સંબંધ ને ભૂલો છો કારણકે તેમાં બંધન છે. તમે જાઓ છો નવી દુનિયામાં. બ્રાહ્મણો ની ચોટલી હોય છે. ચોટલી બ્રાહ્મણો ની નિશાની છે. આપ બ્રાહ્મણો નું આ કુળ છે. તે છે કળિયુગી બ્રાહ્મણ. બ્રાહ્મણ ખાસ કરીને પંડા હોય છે. એક ધામા ખાય છે, બીજા બ્રાહ્મણ ગીતા સંભળાવે છે. હમણાં તમે બ્રાહ્મણ આ ગીતા સંભળાવો છો, તે પણ ગીતા સંભળાવે છે, તમે પણ ગીતા સંભળાવો છો. ફરક જુઓ કેટલો છે? તમે કહો છો કૃષ્ણ ને ભગવાન ન કહી શકાય. કૃષ્ણ ને તો દેવતા કહેવાય છે. એમનામાં દૈવી ગુણ છે. તેમને તો આ આંખો થી જોઈ શકાય છે. શિવ નાં મંદિર માં જોશો શિવ ને પોતાનું શરીર નથી. એ છે પરમ આત્મા અર્થાત્ પરમાત્મા. ઈશ્વર, પ્રભુ, ભગવાન વગેરે શબ્દો નો કોઈ અર્થ નથી નીકળતો. પરમાત્મા જ સુપ્રીમ આત્મા છે. તમે નોન સુપ્રીમ છો. ફરક જુઓ કેટલો છે? તમારા આત્મા અને એ આત્મા માં. આપ આત્માઓ હમણાં પરમાત્મા પાસે થી શીખી રહ્યા છો. એ કોઈ પાસે થી શીખ્યા નથી. આ તો ફાધર (પિતા) છે ને? એ પરમપિતા પરમાત્મા ને તમે ફાધર પણ કહો છો, શિક્ષક પણ કહો છો અને ગુરુ પણ કહો છો. છે એક જ. બીજા કોઈ પણ આત્મા બાપ, શિક્ષક, ગુરુ નથી બની શકતાં. એક જ પરમાત્મા છે એમને કહેવાય છે સુપ્રીમ. દરેક ને પહેલાં ફાધર (પિતા) જોઈએ, પછી શિક્ષક જોઈએ, પછી અંત માં જોઈએ ગુરુ. બાપ પણ કહે છે - હું તમારો બાપ પણ બનું છું, પછી શિક્ષક બનું છું અને પછી હું જ તમારો સદ્દગતિ દાતા સદ્દગુરુ પણ બનું છું. સદ્દગતિ આપવાવાળા ગુરુ છે જ એક. બાકી તો ગુરુ અનેક છે. બાપ કહે છે હું તમને બધાને સદ્દગતિ આપું છું, તમે બધાં સતયુગ માં જશો, બાકી બધાં ચાલ્યા જશે શાંતિધામ, જેને પરમધામ કહેવાય છે. સતયુગ માં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. બાકી કોઈ ધર્મ નથી બીજા બધાં આત્માઓ ચાલ્યાં જાય છે મુક્તિધામ. સદ્દગતિ કહેવાય છે સતયુગ ને, પાર્ટ ભજવતા-ભજવતા પછી દુર્ગતિ માં આવી જાઓ છો. તમે જ સદ્દ્ગતિ થી ફરી દુર્ગતિ માં આવો છો. તમે જ પૂરાં ૮૪ જન્મ લો છો. યથા રાજા-રાણી તથા પ્રજા જે તે સમયે હશે. ૯ લાખ તો પહેલાં આવશે. ૮૪ જન્મ ૯ લાખ તો લેશે ને પછી બીજા આવતા રહેશે - આ હિસાબ કરાય છે. જે બાપ સમજાવે છે. બધાં ૮૪ જન્મ નથી લેતાં, પહેલાં-પહેલાં આવવા વાળા જ ૮૪ જન્મ લે છે પછી ઓછા-ઓછા લેતા આવે છે. મેક્સિમમ (વધુમાં વધુ) છે ૮૪, આ જે વાતો છે બીજા કોઈ મનુષ્ય નથી જાણતાં. બાપ જ સમજાવે છે. ગીતા માં છે ભગવાનુવાચ. હમણાં તમે સમજી ગયા છો - આદિ સનાતન દેવી-દેવતા ધર્મ કોઈ કૃષ્ણએ નથી રચ્યો. આ તો બાપ જ સ્થાપન કરે છે. કૃષ્ણ નાં આત્માએ ૮૪ જન્મો નાં અંત માં આ જ્ઞાન સાંભળ્યું છે જે પહેલાં નંબર માં આવ્યા. આ વાતો સમજવાની છે. રોજ ભણવાનું છે, તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છો ભગવાન નાં. ભગવાનુવાચ છે ને? હું તમને રાજાઓ નાં રાજા બનાવું છું. આ છે જૂની દુનિયા, નવી દુનિયા એટલે સતયુગ. હમણાં છે કળિયુગ. બાપ આવીને કળિયુગી પતિત થી સતયુગી પાવન દેવતા બનાવે છે. એટલે કળિયુગી મનુષ્ય પોકારે છે - બાબા, આવીને અમને પાવન બનાવો. કળિયુગી પતિત થી સતયુગી પાવન બનાવો. ફરક જુઓ કેટલો છે? કળિયુગ માં છે અપાર દુઃખ. બાળક જન્મ્યું, સુખ થયું, કાલે મરી ગયું - દુઃખી થઈ જશે. આખું આયુષ્ય કેટલું દુઃખ થાય છે? આ છે જ દુઃખની દુનિયા. હમણાં બાપ સુખ ની દુનિયા સ્થાપન કરી રહ્યા છે. તમને સ્વર્ગવાસી દેવતા બનાવે છે. હમણાં તમે પુરુષોત્તમ સંગમયુગ પર છો. ઉત્તમ થી ઉત્તમ પુરુષ કે નારી બનો છો. તમે આવો જ છો આ લક્ષ્મી-નારાયણ બનવા માટે. સ્ટુડન્ટ ટીચર સાથે યોગ રાખે છે કારણકે સમજે છે આમનાં દ્વારા અમે ભણીને ફલાણા બનીશું. અહીં તમે યોગ લગાવો છો પરમપિતા પરમાત્મા શિવ સાથે, જે તમને દેવતા બનાવે છે. કહે છે મુજ બાપ ને યાદ કરો, જેનાં તમે સાલિગ્રામ બાળકો છો. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો એ જ નોલેજફુલ છે. બાપ તમને સાચ્ચી ગીતા સંભળાવે છે પરંતુ સ્વયં ભણેલા નથી. કહે છે હું કોઈ નું બાળક નથી, કોઈની પાસે થી ભણેલો નથી. મારા કોઈ ગુરુ નથી. હું પછી આપ બાળકોનો બાપ, શિક્ષક, ગુરુ છું. એમને કહેવાય છે પરમ આત્મા. આ આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે, જ્યાં સુધી એ ન સંભળાવે, ત્યાં સુધી તમે આદિ-મધ્ય-અંત ને સમજી ન શકો. આ ચક્ર ને જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનો છો. તમને આ બાબા નથી ભણાવતા, આમનામાં શિવબાબા પ્રવેશ કરી આત્માઓ ને ભણાવે છે. આ નવી વાત છે ને? આ હોય જ છે સંગમ પર. જૂની દુનિયા ખતમ થઇ જશે, કિસકી દબી રહી ધૂલ મેં, કિસકી રાજા ખાય… બાળકોને કહે છે અનેક નું કલ્યાણ કરવા માટે, ફરી થી દેવતા બનાવવા માટે આ પાઠશાળા મ્યુઝિયમ ખોલો. જ્યાં અનેક આવીને સુખ નો વારસો મેળવશે. હમણાં રાવણ રાજ્ય છે ને? રામ રાજ્ય માં હતું સુખ, રાવણ રાજ્ય માં છે દુ:ખ કારણકે બધાં વિકારી બની ગયા છે. એ છે જ નિર્વિકારી દુનિયા. બાળકો તો આ લક્ષ્મી-નારાયણ વગેરે ને પણ છે ને? પરંતુ ત્યાં છે યોગબળ. બાપ તમને યોગબળ શીખવાડે છે. યોગબળ થી તમે વિશ્વ નાં માલિક બનો છો, બાહુબળ થી કોઈ વિશ્વ નાં માલિક બની ન શકે. લૉ (કાયદો) નથી કહેતો. આપ બાળકો યાદ નાં બળ થી આખા વિશ્વ ની બાદશાહી લઈ રહ્યા છો. કેટલું ઊંચું ભણતર છે? બાપ કહે છે - પહેલાં-પહેલાં પવિત્રતા ની પ્રતિજ્ઞા કરો. પવિત્ર બનવાથી જ પછી તમે પવિત્ર દુનિયા નાં માલિક બનશો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- કળિયુગી સંબંધ જે આ સમયે બંધન છે, એને ભૂલી સ્વયં ને સંગમયુગી બ્રાહ્મણ સમજવાનું છે. સાચ્ચી ગીતા સાંભળવાની અને સંભળાવવાની છે.
- જૂની દુનિયા ખતમ થવાની છે એટલે પોતાનું બધું સફળ કરવાનું છે. અનેક નાં કલ્યાણ માટે, મનુષ્યો ને દેવતા બનાવવા માટે આ પાઠશાળા અથવા મ્યુઝિયમ ખોલવાનાં છે.
| વરદાન :- |
બાપ ની આજ્ઞા સમજી મહોબ્બત થી દરેક વાત ને સહન કરવા વાળા સહનશીલ ભવ ઘણાં બાળકો કહે છે કે અમે સાચાં છીએ છતાં પણ અમારે જ સહન કરવું પડે છે, મરવું પડે છે પરંતુ આ સહન કરવું તથા મરવું જ ધારણા નાં વિષય માં નંબર લેવો છે, એટલે સહન કરવામાં ગભરાઓ નહીં. ઘણાં બાળકો સહન કરે છે પરંતુ મજબૂરી થી સહન કરવું અને મહોબ્બત માં સહન કરવું - આમાં અંતર છે. વાતો ને કારણે સહન નથી કરતા પરંતુ બાપ ની આજ્ઞા છે સહનશીલ બનો. તો આજ્ઞા સમજી મહોબ્બત માં સહન કરવું અર્થાત્ સ્વયં ને પરિવર્તન કરી લેવા - આનાં જ માર્ક્સ છે. |
| સ્લોગન :- | જે સદા ખુશી નો ખોરાક ખાય છે, તે તંદુરસ્ત રહે છે. |