ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 10 ઑક્ટોબર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી10 ઑક્ટોબર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

10.10.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - ઉઠતાં - બેસતાં બુદ્ધિ માં જ્ઞાન ઉછળતું રહે તો અપાર ખુશી માં રહેશો”
પ્રશ્ન :- આપ બાળકોએ કોના સંગ થી ખૂબ-ખૂબ સંભાળ કરવાની છે?
ઉત્તર :- જેમની બુદ્ધિ માં બાપ ની યાદ નથી રહેતી, બુદ્ધિ આમ-તેમ ભટકતી રહે છે, એમનાં સંગ થી તમારે સંભાળ કરવાની છે. એમનાં અંગ થી અંગ પણ ન લાગવું જોઈએ કારણકે યાદ માં ન રહેવા વાળા વાયુમંડળ ને ખરાબ કરે છે.
પ્રશ્ન :- મનુષ્યો ને પશ્ચાતાપ ક્યારે થશે?
ઉત્તર :- જ્યારે એમને ખબર પડશે કે આમને ભણાવવા વાળા સ્વયં ભગવાન છે તો એમનો ચહેરો ફીકો પડી જશે અને પશ્ચાતાપ કરશે કે અમે ગફલત કરી, ભણવાનું ન ભણ્યાં.

ઓમ્ શાંતિ ! હવે રુહાની યાત્રા ને તો બાળકો સારી રીતે સમજે છે. કોઈ પણ હઠયોગ ની યાત્રા હોતી નથી. આ છે યાદ. યાદ માટે કોઈ પણ તકલીફ ની વાત નથી. બાપ ને યાદ કરવા - આમાં કોઈ તકલીફ નથી. આ ક્લાસ છે એટલે ફક્ત કાયદેસર બેસવાનું હોય છે. તમે બાપ નાં બાળકો બન્યા છો, બાળકો ની પાલના (પરવરિશ) થઈ રહી છે. કઈ પાલના? અવિનાશી જ્ઞાન-રત્નો નાં ખજાના મળી રહ્યા છે. બાપ ને યાદ કરવામાં કોઈ તકલીફ નથી. ફક્ત માયા બુદ્ધિ નો યોગ તોડી દે છે. બાકી બેસો ભલે કેવી રીતે પણ, એની સાથે કોઈ યાદ નો સંબંધ નથી. ઘણાં બાળકો હઠયોગ થી ૩-૪ કલાક બેસે છે. આખી રાત પણ બેસી જાય છે. પહેલાં તમારી તો હતી ભઠ્ઠી, તે વાત બીજી હતી, ત્યાં તમને ધંધાધોરી તો હતી નહીં એટલે આ શીખવાડતા હતાં. હવે બાપ કહે છે તમે ગૃહસ્થ વ્યવહાર માં રહો. ધંધાધોરી પણ ભલે કરો. કંઈ પણ કામકાજ કરતા બાપ ને યાદ કરવાના છે. એવું પણ નથી કે હવે નિરંતર તમે યાદ કરી શકો છો. ના. આ અવસ્થા માં સમય લાગે છે. હમણાં નિરંતર યાદ રહી જાય પછી તો કર્માતીત અવસ્થા થઈ જાય. બાપ સમજાવે છે-બાળકો, ડ્રામા નાં પ્લાન અનુસાર હવે બાકી થોડો સમય છે. બધો હિસાબ પણ બુદ્ધિ માં રહે છે. કહે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં ભારત જ હતું. તેને સ્વર્ગ કહેવાતું હતું. હવે તેનાં ૨ હજાર વર્ષ પૂરાં થાય છે, ૫૦૦૦ વર્ષ નો હિસાબ થઈ જાય છે.

દેખાય છે તમારું નામ બધું વિદેશ થી જ નીકળશે કારણ કે તેમની બુદ્ધિ છતાં પણ ભારતવાસીઓ કરતાં તીખી (સમજદાર) છે. ભારત પાસે થી પીસ (શાંતિ) પણ તે માંગે છે. ભારતવાસીઓએ જ લાખો વર્ષ કહીને અને સર્વવ્યાપી નું જ્ઞાન આપીને બુદ્ધિ બગાડી દીધી છે. તમોપ્રધાન બની ગયા છે. તે એટલાં તમોપ્રધાન નથી બન્યાં, તેમની બુદ્ધિ તો ખૂબ તીખી છે. એમનો જ્યારે અવાજ નીકળશે ત્યારે ભારતવાસી જાગશે કારણકે ભારતવાસી એકદમ ઘોર ઊંઘ માં સૂતેલા છે. તેઓ થોડાં સૂતેલા છે. એમનાં થી અવાજ સારો નીકળશે, વિદેશ થી આવ્યા પણ હતાં કે અમને કોઈ બતાવે-શાંતિ કેવી રીતે થઈ શકે છે? કારણ કે બાપ પણ ભારત માં જ આવે છે. આ વાત આપ બાળકો જ બતાવી શકો છો - દુનિયામાં ફરી થી એ શાંતિ ક્યારે અને કેવી રીતે થશે? આપ બાળકો તો જાણો છો બરોબર પેરેડાઈઝ (વૈકુંઠ) અથવા હેવન હતું. નવી દુનિયા માં ભારત પેરેડાઈઝ હતું. આ બીજા કોઈ પણ નથી જાણતાં. મનુષ્યો ની બુદ્ધિ માં આ વાત જ બેસી ગઈ છે કે ઈશ્વર સર્વવ્યાપી છે અને કલ્પ ની આયુ લાખો વર્ષ કહી દીધી છે. સૌથી વધારે પથ્થર બુદ્ધિ આ ભારતવાસી જ બને છે. આ ગીતા શાસ્ત્ર વગેરે બધાં છે ભક્તિમાર્ગ નાં. પછી પણ આ બધું આમ જ બનશે. ભલે ડ્રામા ને જાણે છે તો પણ બાપ તો પુરુષાર્થ કરાવે છે. આપ બાળકો જાણો છો વિનાશ તો જરુર થશે. બાપ આવ્યા જ છે નવી દુનિયાની સ્થાપના કરવા. આ તો ખુશી ની વાત છે ને? જ્યારે કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો અંદર ખુશી થાય છે ને? આપણે આ બધું પસાર કરી આ (દેવતા) જઈને બનીશું. બધો ભણતર પર આધાર છે.

આપ બાળકો જાણો છો બરોબર બાપ આપણને ભણાવીને આ બનાવે છે. બરોબર પેરેડાઈઝ હેવન હતું. મનુષ્ય તો બિચારા બિલકુલ જ મૂંઝાયેલા છે. બેહદ નાં બાપ પાસે જે જ્ઞાન છે એ આપ બાળકોને આપી રહ્યા છે. બાપ ની તમે મહિમા કરો છો-બાબા નોલેજફુલ છે પછી બ્લિસફુલ (આનંદ નાં સાગર) પણ છે, ખજાનો પણ તેમની પાસે ફુલ છે. તમને આટલાં સાહૂકાર કોણ બનાવે છે? અહીં તમે કેમ આવ્યા છો? વારસો મેળવવા. જો કોઈ ની તંદુરસ્તી સારી છે પરંતુ ધન નથી તો ધન વગર શું થશે? વૈકુંઠ માં તો તમારી પાસે ધન રહે છે. અહીં જે-જે સાહૂકાર છે, તેમને નશો રહે છે અમારી પાસે આટલું ધન છે, આ-આ કારખાના વગેરે છે. શરીર છોડ્યું, ખલાસ. તમે તો જાણો છો આપણને બાબા ૨૧ જન્મો માટે આટલાં ખજાના આપી દે છે. બાપ સ્વયં તો ખજાના નાં માલિક નથી બનતાં. આપ બાળકો ને માલિક બનાવે છે. આ પણ તમે જાણો છો વિશ્વ માં શાંતિ તો ગોડફાધર સિવાય કોઈ સ્થાપન કરી ન શકે. સૌથી ફર્સ્ટ ક્લાસ ચિત્ર છે-આ ત્રિમૂર્તિ, ગોળા નું. આ ચક્ર માં જ બધું જ્ઞાન ભરેલું છે. તમારી એવી કોઈ વન્ડરફુલ ચીજ હશે ત્યારે એ સમજશે આમાં જરુર કંઈક રહસ્ય છે. બાળકો કોઈ-કોઈ નાનાં-નાનાં રમકડા બનાવે છે, તે બાબા ને પસંદ નથી આવતાં. બાબા તો કહે છે મોટા ચિત્ર લગાવો જે દૂર થી કોઈ વાંચીને સમજી શકે. મનુષ્ય અટેન્શન (ધ્યાન) મોટી ચીજ પર આપશે. આમાં સ્પષ્ટ દેખાડ્યું છે, એક તરફ છે કળિયુગ, બીજી તરફ છે સતયુગ. મોટા-મોટા ચિત્ર હશે તો મનુષ્ય નું અટેન્શન ખેંચાશે. યાત્રાળુ પણ જોશે. સમજશે પણ સારી રીતે. આ પણ જાણે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું. બહાર તો આવું નથી જાણતાં. ૫ હજાર વર્ષ નો હિસાબ તમે સ્પષ્ટ સમજાવો છો તો આ આટલું મોટું બનાવવું જોઈએ જે દૂર થી જોઈ શકે અને શબ્દ પણ વાંચે, જેનાથી સમજે કે દુનિયાનો અંત તો બરોબર છે. બોમ્બ્સ તો તૈયાર થતા રહે છે. નેચરલ કેલેમિટીઝ (કુદરતી આપદાઓ) પણ થશે. તમે વિનાશ નું નામ સાંભળો છો તો અંદર ખુશી ખૂબ થવી જોઈએ. પરંતુ જ્ઞાન જ ન હોય તો ખુશ પણ થઈ ન શકે. બાપ કહે છે દેહ સહિત બધું જ છોડી સ્વયં ને આત્મા સમજો, પોતાનાં આત્મા નો યોગ મુજ બાપ સાથે લગાવો. આ છે મહેનત ની વાત. પાવન બનીને જ પાવન દુનિયામાં આવવાનું છે. તમે સમજો છો આપણે જ બાદશાહી લઈએ છીએ, પછી ગુમાવીએ છીએ. આ તો ખૂબ સહજ છે. ઉઠતાં, બેસતાં, ચાલતાં અંદર ટપકવું જોઈએ, જેવી રીતે બાબા ની પાસે જ્ઞાન છે ને? બાપ આવ્યા જ છે ભણાવીને દેવતા બનાવવા. તો આટલી અથાહ ખુશી બાળકોમાં રહેવી જોઈએ ને? પોતાને પૂછો એટલી અથાહ ખુશી છે? બાપ ને એટલા યાદ કરીએ છીએ? ચક્ર નું પણ બધું જ્ઞાન બુદ્ધિ માં છે, તો એટલી ખુશી રહેવી જોઈએ. બાપ કહે છે મને યાદ કરો અને બિલકુલ ખુશી માં રહો. તમને ભણાવવા વાળા જુઓ કોણ છે? જ્યારે બધાને ખબર પડશે તો બધાનો ચહેરો ફીકો થઈ જશે. પરંતુ હમણાં એમને સમજવામાં થોડી વાર છે. હમણાં દેવતા ધર્મ નાં એટલાં મેમ્બર્સ તો બન્યા નથી. આખી રાજાઈ સ્થાપન થઈ નથી. કેટલાં અનેક મનુષ્યો ને બાપ નો સંદેશ આપવાનો છે! બેહદ નાં બાપ ફરી થી આપણને સ્વર્ગ ની બાદશાહી આપી રહ્યા છે. તમે પણ એ બાપ ને યાદ કરો. બેહદ નાં બાપ તો જરુર બેહદ નું સુખ આપશે ને? બાળકોની અંદર તો અથાહ જ્ઞાન ની ખુશી હોવી જોઈએ અને જેટલાં બાપ ને યાદ કરતા રહેશો તો આત્મા પવિત્ર બનતો જશે.

ડ્રામા પ્લાન અનુસાર આપ બાળકો જેટલી સર્વિસ કરી પ્રજા બનાવો છો તો જેમનું કલ્યાણ થાય છે તેમનાં પછી આશીર્વાદ પણ મળી જાય છે. ગરીબો ની સેવા કરો છો. નિમંત્રણ આપતા રહો. ટ્રેન માં પણ તમે ખૂબ સેવા કરી શકો છો. આટલાં નાનાં બેજ માં કેટલું જ્ઞાન ભરેલું છે. આખા ભણતર નો સાર આમાં છે. બેજ તો ખૂબ સારાં-સારાં અનેક બનાવવા જોઈએ જે કોઈ ને સૌગાત (ભેટ) પણ આપી શકે. કોઈ ને પણ સમજાવવું તો ખૂબ સહજ છે. ફક્ત શિવબાબા ને યાદ કરો. શિવબાબા પાસે થી જ વારસો મળે છે તો બાપ અને બાપ નો વારસો સ્વર્ગ ની બાદશાહી, કૃષ્ણપુરી ને યાદ કરો. મનુષ્યો ની મત તો કેટલી મુંઝાયેલી છે. કંઈ પણ સમજતા નથી. વિકાર માટે કેટલાં હેરાન કરે છે? કામ (વિકાર) ની પાછળ કેટલાં મરે છે? કોઈ વાત જ સમજતા નથી. બધાં ની બુદ્ધિ બિલકુલ ચટ થઈ ગઈ છે, બાપ ને જાણતા જ નથી. આ પણ ડ્રામા માં નોંધ છે. બધાની માનસિક શક્તિ ખલાસ થઈ ગઈ છે. બાપ કહે છે-બાળકો, તમે પવિત્ર બનો તો આવાં સ્વર્ગ નાં માલિક બની જશો, પરંતુ સમજતા જ નથી. આત્મા ની તાકાત બધી નીકળી ગઈ છે. કેટલું સમજાવે છે તો પણ પુરુષાર્થ કરવાનો અને કરાવવાનો છે. પુરુષાર્થ માં થાકવાનું નથી. હાર્ટ ફેલ પણ નથી થવાનું. આટલી મહેનત કરી, ભાષણ થી એક પણ ન નીકળ્યાં. પરંતુ તમે જે સંભળાવ્યું, તે જેમણે પણ સાંભળ્યું એનાં પર છાપ તો લાગી ગઈ. અંત માં બધાં જાણશે જરુર. આપ બી.કે. ની અથાહ મહિમા નીકળવાની છે. પરંતુ એક્ટિવિટી (પ્રવૃત્તિ) જુએ છે તો જાણે કે એકદમ બેસમજી ની. કોઈ રિગાર્ડ (સમ્માન) જ નથી, પૂરો પરિચય નથી. બુદ્ધિ બહાર ભટકતી રહે છે. બાપ ને યાદ કરે તો મદદ પણ મળે. બાપ ને યાદ કરતા નથી તો એ પતિત છે. તમે બનો છો પાવન. જે બાપ ને યાદ નથી કરતા તો એમની બુદ્ધિ જરુર ક્યાંક ને ક્યાંક ભટકતી રહે છે. તો તેમની સાથે અંગ થી અંગ ન મળવા જોઈએ કારણકે યાદ માં ન રહેવાનાં કારણે તે વાયુમંડળ ને ખરાબ કરી દે છે. પવિત્ર અને અપવિત્ર, સાથે રહી ન શકે એટલે બાપ જૂની સૃષ્ટિ ને ખલાસ કરી દે છે. દિવસે-દિવસે કાયદા પણ કડક (કઠોર) નીકળતા જશે. બાપ ને યાદ નથી કરતા તો ફાયદા ને બદલે વધારે જ નુકસાન કરે છે. પવિત્રતા નો બધો આધાર યાદ પર છે. એક જગ્યાએ બેસવાની વાત નથી. અહીં સાથે બેસવા કરતાં તો અલગ-અલગ પહાડો પર જઈને બેસવું એ સારું છે. જે યાદ નથી કરતા તે છે પતિત. તેમનો તો સંગ પણ ન કરવો જોઈએ. ચલન થી પણ ખબર પડે છે. યાદ વગર પાવન તો બની ન શકે. દરેક ઉપર પાપો નો બોજો તો ખૂબ છે - જન્મ-જન્માંતર નો. તે યાદ ની યાત્રા વગર નીકળે કેવી રીતે? તે એટલે પતિત જ છે.

બાપ કહે છે હું આપ બાળકો માટે આખી પતિત દુનિયા ને ખલાસ કરી દઉં છું. તેમનો સંગ પણ ન હોય. પરંતુ એટલી પણ બુદ્ધિ નથી કે કોની સાથે સંગ કરવો જોઈએ? તમારો પ્રેમ પાવન નો પાવન ની સાથે હોવો જોઈએ. આ પણ બુદ્ધિ જોઈએ ને? મીઠાં બાપ અને મીઠી રાજધાની સિવાય બીજું કોઈ યાદ ન આવે. આટલું બધું ત્યાગ કરવું કોઈ માસી નું ઘર નથી. બાપ ને તો બાળકો પર અથાહ પ્રેમ છે. બાળકો, પાવન બની જાઓ તો તમે પાવન દુનિયાનાં માલિક બની જશો. હું તમારા માટે પાવન દુનિયા ની સ્થાપના કરી રહ્યો છું. આ પતિત દુનિયા ને બિલકુલ ખલાસ કરાવી દે છે. અહીં આ પતિત દુનિયા માં દરેક ચીજ તમને દુઃખ આપે છે. આયુષ્ય પણ ઓછું થતું જાય છે, આને કહેવાય છે વર્થ નોટ એ પેની. કોડી અને હીરા માં ફરક તો હોય છે ને? તો આપ બાળકોને કેટલી ખુશી થવી જોઈએ? ગવાય પણ છે સચ તો બિઠો નચ. તમે સતયુગ માં ખુશી માં ડાન્સ કરો છો. અહીં ની કોઈ પણ વસ્તુ સાથે દિલ નથી લગાવવાનું. આને તો જોવા છતાં પણ નથી જોવાનું , આંખો ખુલ્લી હોવા છતાં પણ જાણે કે ઊંઘ હોય, પરંતુ એ હિંમત, એ અવસ્થા જોઈએ. આ તો નિશ્ચય છે કે જૂની દુનિયા હશે જ નહીં. આટલો ખુશી નો પારો ચઢેલો રહેવો જોઈએ. ચિટીયો ભરવો જોઈએ-અરે, આપણે શિવબાબા ને યાદ કરીશું તો વિશ્વની બાદશાહી મળશે. હઠયોગ થી પણ બેસવાનું નથી. ખાતાં-પીતાં, કામ કરતા, બાપ ને યાદ કરો. આ પણ જાણો છો રાજધાની સ્થાપન થઈ રહી છે. બાપ થોડી કહેશે દાસી બનો. બાપ તો કહેશે પુરુષાર્થ કરો પાવન બનવાનો. બાપ પાવન બનાવવાનો પુરુષાર્થ કરાવે છે તમે પછી પતિત બનો છો, કેટલાં ખોટા પાપ કરો છો. હંમેશા શિવબાબા ને યાદ કરો તો પાપ બધાં સ્વાહા થઈ જાય. આ બાબા નો યજ્ઞ છે ને? ખૂબ મોટો યજ્ઞ છે. તે લોકો યજ્ઞ રચે છે-લાખો રુપિયા ખર્ચ કરે છે. અહીં તો તમે જાણો છો આખી દુનિયા આમાં સ્વાહા થઈ જવાની છે. બહાર થી અવાજ થશે, ભારત માં પણ ફેલાશે. એક તો બાપ ની સાથે બુદ્ધિ નો યોગ હોય તો પાપ કપાશે અને પછી ઊંચ પદ પણ મળે. બાપ ની તો ફરજ છે બાળકો ને પુરુષાર્થ કરાવવાની. લૌકિક બાપ તો બાળકોની સેવા કરે છે, સેવા લે પણ છે. આ બાપ તો કહે છે હું આપ બાળકો ને ૨૧ જન્મો નો વારસો આપું છું, તો આવાં બાપ ને યાદ જરુર કરવાનાં છે, જેનાથી પાપ કપાઈ જાય. બાકી પાણી થી થોડી પાપ કપાય છે? પાણી તો જ્યાં-ત્યાં છે. વિદેશ માં પણ નદીઓ છે તો શું અહીં ની નદીઓ પાવન બનાવવા વાળી, વિદેશ ની નદીઓ પતિત બનાવવા વાળી છે શું? કંઈ પણ મનુષ્યો માં સમજ નથી. બાપ ને તો તરસ પડે (રહેમ આવે) છે ને? બાપ સમજાવે છે - બાળકો, ગફલત નહીં કરો. બાપ આટલાં ગુલ-ગુલ બનાવે છે તો મહેનત કરવી જોઈએ ને? સ્વયં પર રહેમ કરવાનો છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. અહીં ની કોઈ પણ વસ્તુ માં દિલ નથી લગાવવાનું. જોવા છતાં પણ નથી જોવાનું. આંખો ખુલ્લી હોવા છતાં પણ જાણે ઊંઘ નો નશો રહે છે, એવી રીતે ખુશી નો નશો ચઢેલો હોય.
  2. બધો આધાર પવિત્રતા પર છે, એટલે સંભાળ કરવાની છે કે પતિત નાં અંગ થી અંગ ન મળે. મીઠાં બાપ અને મીઠી રાજધાની સિવાય બીજું કોઈ યાદ ન આવે.
વરદાન :- હદ ની ઈચ્છાઓને છોડી સારા બનવા વાળા ઈચ્છા માત્રમ્ અવિદ્યા ભવ
મન માં કોઈ પણ હદ ની ઈચ્છા હશે તો સારા બનવા નહીં દેશે. જેવી રીતે તડકા માં ચાલો છો તો પડછાયો આગળ જાય છે, એને પકડવાની કોશિશ કરો તો પકડી નથી શકતાં, પીઠ કરીને આવી જાઓ તો પડછાયો પાછળ-પાછળ આવશે. એવી રીતે જ ઈચ્છા આકર્ષિત કરી રડાવવા વાળી છે, એને છોડી દો તો તે પાછળ-પાછળ આવશે. માંગવા વાળા ક્યારેય પણ સંપન્ન નથી બની શકતાં. કોઈ પણ હદ ની ઈચ્છાઓ ની પાછળ ભાગવું એવું છે જાણે મૃગતૃષણા, એનાથી સદા બચીને રહો તો ઈચ્છા માત્રમ્ અવિદ્યા બની જશો.
સ્લોગન :- પોતાનાં શ્રેષ્ઠ કર્મ અથવા શ્રેષ્ઠ ચલન દ્વારા દુવાઓ જમા કરી લો તો પહાડ જેવી વાત પણ રુ સમાન અનુભવ થશે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.