| 13.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
“અવ્યક્ત-બાપદાદા”
|
રીવાઈઝ ૧૧-૦૩-૨૦ મધુબન |
“ વિશેષતાઓ પરમાત્મ - દેન છે , એને વિશ્વ - સેવા માં અર્પણ કરો”
આજે ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર બ્રહ્મા બાપ અને શિવ બાપ પોતાનાં વિશ્વ નાં ચારેય તરફ નાં શ્રેષ્ઠ ભાગ્યવાન બ્રાહ્મણ-કુળ ને ખૂબ-ખૂબ, અરબ-ખરબ દિવ્ય અલૌકિક જન્મ ની મુબારક આપી રહ્યા છે. સાથે-સાથે અતિ સ્નેહ નાં, દિલ નાં, પ્રેમ નાં રુહાની પુષ્પો થી જન્મ ની વધાઈ આપી રહ્યા છે. દરેક બ્રાહ્મણ-આત્મા ની વિશેષતા જોઈ-જોઈ હર્ષિત થઈ રહ્યા છે. દિલ માં જ દિલ માં ગીત ગાઈ રહ્યા છે - વાહ બાળકો વાહ! આજ નાં દિવસે અમૃતવેલા થી બધાં નાં દિલ માં આ જ ખુશી ની લહેર દેખાઈ રહી છે - વાહ બાપ નો અને અમારો અલૌકિક જન્મ! બાપ પણ બધાં બાળકો ને અમૃતવેલા થી વધાઈઓ ની માળાઓ જોઈ-જોઈ ખુશ થઈ રહ્યા છે. આ બર્થ ડે આખા કલ્પ માં આ સંગમયુગ માં મનાવે છે. સતયુગ માં પણ આવો અલૌકિક જન્મદિવસ નહીં મનાવશો. ત્યાં પણ આવો વિચિત્ર જન્મ દિવસ નહીં હશે, જે બાપ અને બાળકો નો એક જ સાથે જન્મ હોય. અત્યાર સુધી સાંભળ્યું છે શું કે બાપ અને બાળકોનો જન્મ એક જ દિવસે થયો? પરંતુ આજ નો દિવસ આપ બાળકો નો અને બાપદાદા નો જન્મ એક જ દિવસે મનાવી રહ્યા છો તો વાહ-વાહ! નાં ગીત ગાઈ રહ્યા છો ને?
આજે બાપદાદા અમૃતવેલે એક માળા બનાવી રહ્યા હતાં. કઈ માળા? ૧૦૮ ની ફાઈનલ માળા નહોતાં બનાવી રહ્યા જે તમે વિચારો અમારું નામ હતું, અમારું નામ હતું… પરંતુ આજે આદિ થી, સ્થાપના નાં સમય થી હમણાં વિનાશ નાં સમીપ સમય સુધી કયા, કયા બાળકો અમર ભવ નાં વરદાની રહ્યા છે! એમની માળા બનાવી રહ્યા હતાં. આ પણ ડ્રામા અનુસાર એ આત્માઓ નો ઊંચા માં ઊંચા ભગવાન ની સાથે સર્વ ચરિત્ર જોવાનો, સાંભળવા નો શ્રેષ્ઠ પાર્ટ છે પરંતુ તે કેટલાં થોડા છે! તમારા બધાં નો પણ પાર્ટ છે, કેમ? બાપદાદા બ્રાહ્મણ વંશાવલી બનાવી રહ્યા છે. એટલે વિશ્વ નાં હિસાબ થી જે પણ બ્રાહ્મણ આત્માઓ છે તે ખૂબ-ખૂબ-ખૂબ ભાગ્યવાન છે, કેમ? કોટો માં કોઈ ની લાઈન માં અને કોઈ માં પણ કોઈ, એક તરફ વિશ્વ નાં કોટો આત્માઓ, બીજી તરફ આપ દરેક બ્રાહ્મણ એક છો. તો જન્મદિવસ પર બાપદાદા દરેક બાળક ને, કોઈ-કોઈ ને નહીં બધાં બાળકો ની જન્મપત્રી જોઈ દરેક ની વિશેષતા ની માળાઓ ગળા માં પહેરાવી રહ્યા હતાં. તમે બધાં ભલે નવા છો, ભલે આદિ (શરુઆત) નાં છો, ભલે મધ્ય નાં છો પરંતુ વિશેષ છો અને વિશેષ રહેશો જ. આખું કલ્પ વિશેષ રહેશો. આખું કલ્પ વિશ્વ નાં સર્વ આત્માઓની આપ શ્રેષ્ઠ આત્માઓ ઉપર મહાનતા ની નજર રહે છે. તો આપ દરેક પોતાની વિશેષતાઓ ને જાણો છો? જો હા, તો એક હાથ ઉઠાવો. ખૂબ સારું. એ વિશેષતાઓ ને શું કરો છો? જાણો છો ખૂબ સારું, માનો છો ખૂબ સારું પરંતુ એ વિશેષતાઓ ને શું કરો છો? (સેવા માં લગાવો છો) બીજી રીતે યુઝ તો નથી કરતા ને? આ વિશેષતાઓ પરમાત્મ-દેન છે. પરમાત્મ-દેન સદા વિશ્વ-સેવા માં અર્પણ કરવાની છે. વિશેષતાઓ જો નેગેટિવ રુપ માં યુઝ કરી તો અભિમાન નું રુપ બની જાય છે કારણ કે જ્ઞાન માં આવ્યા પછી, બ્રાહ્મણ-જીવન માં આવ્યા પછી બાપ દ્વારા વિશેષતાઓ ખૂબ પ્રાપ્ત થાય છે કારણકે બાપ નાં બનવાથી વિશેષતાઓ નાં ખજાના નાં અધિકારી બની જાઓ છો. એક-બે વિશેષતાઓ નથી, ઘણી વિશેષતાઓ છે. જે યાદગાર માં પણ તમારી વિશેષતાઓ નું વર્ણન છે - ૧૬ કળા સંપન્ન, તો ફક્ત ૧૬ કળા નથી, ૧૬ એટલે સંપૂર્ણ. સર્વગુણ સંપન્ન. સંપૂર્ણ નિર્વિકારીતા નો વિસ્તાર છે. કહેવામાં આવે છે સંપૂર્ણ નિર્વિકારી પરંતુ સંપૂર્ણ માં ઘણો વિસ્તાર છે. તો વિશેષતાઓ તો બાપ દ્વારા દરેક બ્રાહ્મણો ને વારસા માં પ્રાપ્ત થાય જ છે. પરંતુ એ વિશેષતાઓ ને ધારણ કરજો અને પછી સેવા માં લગાવજો. મારી આ વિશેષતા છે, ના, પરમાત્મ-દેન છે. પરમાત્મ-દેન સમજવાથી વિશેષતા માં પરમાત્મ-શક્તિઓ ભરાય છે. મારી કહેવાથી અભિમાન અને અપમાન બંને નો સામનો કરવો પડે છે. કોઈ પણ પ્રકાર નું અભિમાન, ભલે જ્ઞાન નું કે યોગ નું, ભલે સેવા નું કે બુદ્ધિ નું અથવા કોઈ ગુણ નું, જેનામાં પણ અભિમાન હશે એની નિશાની છે - એમને અપમાન ખૂબ જલ્દી ફીલ થશે. તો વિશેષ આત્માઓ છો અર્થાત્ પરમાત્મ-દેન નાં અધિકારી છો.
તો આજે તમે બધાં બાપદાદા નો બર્થ ડે મનાવવા આવ્યા છો ને? અને બાપદાદા તમારા બધાં નો બર્થ ડે મનાવવા આવ્યા છે. તમે તો ફક્ત બાપદાદા નો બર્થ ડે મનાવશો પરંતુ બાપદાદા આખા બ્રાહ્મણ-કુળ નો બર્થ ડે મનાવવા આવ્યા છે. ભલે દેશ માં દૂર બેઠાં છે કે વિદેશ નાં ખૂણા માં દૂર માં બેઠાં છે પરંતુ જે પણ બ્રાહ્મણ-આત્મા, બ્રાહ્મણ-કુળ નાં બની ગયા, તે બધાં નો બર્થ ડે બાપદાદા પણ મનાવી રહ્યા છે, તમે પણ મનાવી રહ્યા છો. બધાં નો મનાવી રહ્યા છો કે ફક્ત અહીં બેસવા વાળા નો મનાવી રહ્યા છો? બધું યાદ છે ને? બધાં જોઈ રહ્યા છે કે અમારો પણ મનાવી રહ્યા છે કે નહીં? તો બધાં નો મનાવી રહ્યા છે. બધાં ને મુબારક, મુબારક, મુબારક છે. મનાવવો અર્થાત્ ઉમંગ-ઉત્સાહ માં આવવું. તો દિલ માં ઉત્સાહ છે ને, વાહ! અમારો અલૌકિક જન્મ દિવસ!
તો આજે અમૃતવેલા થી જન્મ દિવસ નો ઉત્સાહ-ઉમંગ બધાં માં ખૂબ-ખૂબ રહ્યો ને? બાપદાદા એ કાર્ડ પણ જોયા, તમે આ આંખો થી જુઓ છો, બાપદાદા તો સૂક્ષ્મ માં જ તમારી પહેલાં જ જોઈ લે છે. પરંતુ બાપદાદા એ જોયું બધાં પોતાનાં દિલ નો ઉમંગ દેખાડવા માટે કેટલો ઉમંગ-ઉત્સાહ રાખે છે! આજકાલ તો ઈ-મેલ ખુબ સસ્તું છે ને? તો ઈ-મેલ પણ બધાં ખૂબ કરે છે. બાપદાદા ની પાસે બધું પહોંચે છે. ભલે ઈ-મેલ હોય કે કાર્ડ હોય, ભલે પત્ર હોય કે દિલ નાં સંકલ્પ હોય. અમૃતવેલે થી વતન માં જો ચારેય તરફ નાં કાર્ડ, પત્ર, ઈ-મેલ, સંકલ્પ બધાં ભેગા કરો તો જોઈ-જોઈને ખૂબ મજા આવશે. આ પ્રદર્શન વિચિત્ર હોય છે. તો બર્થ ડે પર ભવિષ્ય માટે સંકલ્પ કરાય છે. જેવી રીતે બર્થ ડે નો નંબર આગળ વધે છે, વર્ષ આગળ વધે છે, એવી રીતે જ પુરુષાર્થ માં કે પોતાનાં અમૂલ્ય જીવન માં, મન માં અર્થાત્ સંકલ્પ માં બુદ્ધિ ની નિર્ણયશક્તિ માં, વાણી માં, સેકન્ડ માં સફળતા મૂર્ત બનાવવાની શક્તિ માં, સંબંધ-સંપર્ક માં દરેક સમયે સંપર્ક-સંબંધ વાળાઓ ને કોઈ ન કોઈ પ્રાપ્તિ ની અનુભૂતિ થાય, એવું પોતાનાં ભવિષ્ય-વર્ષ માટે દૃઢ સંકલ્પ નું વ્રત લીધું? કારણકે વિશેષ શિવ જયંતિ ને દિવસે બે લક્ષ બ્રાહ્મણ-આત્માઓ નાં રહે છે - એક સ્વયં સાથે પ્રતિજ્ઞા નું અને બીજું બાપ ની પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાવવાનું, આ બે વિશેષ લક્ષ આ દિવસે દરેક ની અંદર રહે છે. તો બાપદાદા એ આપ સર્વ ની કરેલી પ્રતિજ્ઞા નો (જે વીતેલા સમયમાં કરી છે) પોતામેલ જોયો. દર વર્ષે દરેકે વિધિપૂર્વક સંકલ્પ થી, વાણી થી પ્રતિજ્ઞા કરી છે. ખૂબ સારું કર્યુ છે. પરંતુ હવે આજ ને બદલે અર્થાત્ જન્મદિવસ મનાવ્યા પછી એક શબ્દ ને વિશેષ અન્ડરલાઈન કરજો. સાધારણ શબ્દ છે, નવો નથી. તે શબ્દ છે - નિરંતર દૃઢતા. ક્યારેક દૃઢતા અને ક્યારેક દૃઢતા માં પણ અલબેલાપણું, ના. જો નિરંતર દૃઢતા છે તો એની નિશાની છે - નિરંતર દરેક સંકલ્પ, બોલ, કર્મ દ્વારા સ્વયં માં, સેવા માં અને સંબંધ માં ૧૦૦ ટકા સફળતા. જ્યાં સુધી આ બધી વાતો માં બ્રાહ્મણો માં સદા સફળતા ઓછી છે ત્યાં સુધી પ્રત્યક્ષતા ડ્રામા અનુસાર રોકાયેલી છે. સફળતા પ્રત્યક્ષતા નો આધાર છે. દરેક બોલ સફળતાપૂર્વક હોય, દરેક સંકલ્પ સફળતાપૂર્વક હોય. એટલે આજકાલ નાં યાદગાર માં પણ ગુરુ કહેવા વાળા ને સત્ વચન મહારાજ કહેવાય છે. ભલે ખોટું પણ બોલી રહ્યા હોય પરંતુ ભક્ત કહે છે સત્ વચન. તો આ તમારા વચન નું ગાયન છે. મહારાજ, મહાન તો તમે જ બનો છો ને? એટલે સત્ વચન મહારાજ એટલે મહાન આત્માઓ. એવું ક્યારેય નહીં વિચારો કે મારો ભાવ નહોતો પરંતુ બોલી દીધું, નીકળી ગયું, વગર ભાવ નાં, ભાવના નાં બોલ નથી નીકળતાં. આ તો ચલાવવાની વાત છે. ક્યારેક કહે છે નીકળી ગયું, કેમ નીકળી ગયું? કેમ, કંટ્રોલિંગ પાવર નથી શું કે જે નીકળી ગયું? થઈ ગયું, તો રાજા નથી? કોઈ-કોઈ કર્મેન્દ્રિયો ને વશીભૂત થઈ ગયા ને - જે નીકળી ગયું, થઈ ગયું!
તો આ વર્ષ માં મુબારક ની સાથે નિરંતર દરેક વાત માં દૃઢતા ને અન્ડરલાઈન કરજો. આજે બર્થ ડે છે એટલે બાપદાદા આજે નથી સંભળાવતા પરંતુ બધાં નાં ચાર્ટ થી બાપદાદા એ એક વાત ની નોંધ લીધી, પરંતુ છેલ્લી વાર માં સંભળાવશે. આજે તો મનાવવાનું છે, સંભળાવવાનું નથી. ૧૫ દિવસ પછી સંભળાવશે. (બાપદાદા સંભળાવે તો ૧૫ દિવસ માં બધું ઠીક થઈ જશે) સારું, પહેલાં કહો ૧૫ દિવસ માં કરેક્શન થઈ જશે પછી તો સંભળાવવાનું ઠીક છે. જો ૧૫ દિવસ માં પરિવર્તન થઈ જાય તો બાપદાદા તો ખબર નહીં શું કરી દેશે? તો સંભળાવે શું? તો ૧૫ દિવસ માં પરિવર્તન થઈ જશે? સંકલ્પ કરશો? સારું, પાંડવ કરશો સંભળાવે? સાંભળવવું તો સહજ છે, કરશો? કરવું પડશે. (બાપદાદા એ પાછળ વાળા ને, માતાઓ ને, ટીચર્સ ને, ડબલ વિદેશીઓ ને બધાને પૂછ્યું, બધાએ હાથ હલાવ્યો) હાથ તો બધાં ખૂબ સારો ઉઠાવી લે છે.
ડબલ વિદેશીઓ નાં ત્રણ ગ્રુપ છે ને? (અંતર્મુખી, મસ્તાના, શક્તિ ગ્રુપ)
સારું, અંતર્મુખી ગ્રુપ હાથ ઉઠાવો. અંતર્મુખી માં થોડા છે. બીજું ગ્રુપ છે મસ્તાના, સારું, મસ્તાના ગ્રુપવાળા ઊભા થઈ જાઓ. સદા મસ્ત રહેવાવાળા ને! મસ્તાના નો અર્થ શું થયો? સદા મસ્ત રહેવાવાળા ને? ત્રીજું ગ્રુપ - શક્તિ. શક્તિ ગ્રુપ શક્તિશાળી છે ને? નામ તો ખૂબ સારા રાખ્યા છે. જુઓ, શરુ-શરુ માં જ્યારે ભઠ્ઠી હતી તો તમારા ગ્રુપ્સ નાં નામ શું હતાં? (ડિવાઈન યુનિટી, મનોહર પાર્ટી, સુપ્રીમ પાર્ટી) નામ તો સુંદર છે ને? તો આ પણ ગ્રુપ સારા બન્યા છે. નામ યાદ રહેશે તો નામ ની સાથે કર્તવ્ય પણ યાદ રહેશે. સારું, ડબલ વિદેશી કુમાર ઊઠો. સારું, આ કુમારો નું ગ્રુપ છે. સારું કર્યુ છે, બાપદાદા એ ડબલ વિદેશીઓ નાં રિફ્રેશમેન્ટ નાં સમાચાર ખૂબ સારા સાંભળ્યા છે. બાપદાદા દિલ થી મુબારક પણ આપી રહ્યા છે પરંતુ બધાં ગ્રુપ્સે જે આજે અન્ડર લાઈન કર્યુ છે, તે યાદ પણ અપાવી રહ્યા છે.
ડબલ વિદેશી નાં ટીચર્સ ઘણાં છે. ટીચર બનવું ખૂબ-ખૂબ શ્રેષ્ઠ ભાગ્ય ની નિશાની છે કારણકે બાપદાદા ટીચર્સ ને ગુરુ-ભાઈ નાં રુપ માં જુએ છે, આટલાં સમાન રુપ માં જુએ છે કારણકે બાપ નાં આસન પર બેસે છે, ટીચર્સ ને આ હક મળે છે. જેવી રીતે ગુરુ ની ગાદી હોય છે ને તો આ મોરલી નું તખ્ત, મોરલી ધારણ કરાવવી અને મોરલી સંભળાવવી. ફક્ત સંભળાવવી નહીં પરંતુ મોરલી ધારણ કરાવવી, આ ટીચર્સ ને બાપદાદા એ ગુરુ ભાઈ નું તખ્ત આપ્યું છે અને વિદેશ માં તો જોવાય છે કે ખૂબ જલ્દી થી જલ્દી તખ્તનશીન બની જાય છે. બાપદાદા ખુશ થાય છે, જવાબદારી નો તાજ ધારણ કરી લેવો, હિંમત રાખવી, આ પણ કોઈ કમ વાત નથી પરંતુ ગુરુભાઈ અર્થાત્ બાપ સમાન. આમ તો બધાએ બાપ સમાન બનવાનું જ છે પરંતુ છતાં પણ ટીચર્સ ને વિશેષ જવાબદારી નો તાજ છે. બાપદાદા ને પણ ટીચર્સ નું સંગઠન ખૂબ ગમે છે. પરંતુ આજ નો વિશેષ શબ્દ “નિરંતર અટેન્શન.”
સારું - ભારત નાં ટીચર્સ ઊઠો, ભારત નાં ટીચર્સ પણ ઓછા નથી. તો સાંભળ્યું, ટીચર્સ ને બાબા કઈ નજર થી જુએ છે? આ ક્લાસ ની, મોરલી સંભળાવવા ની સીટ… ખૂબ ભાગ્યવાન છો. ખૂબ-ખૂબ-ખૂબ ભાગ્યશાળી છો કારણકે સાકાર રુપ માં નિમિત્ત કોણ છે? સારું, દાદીઓ તો એક વિદેશ માં રહે છે, એક મધુબન રહે છે પરંતુ દરેક સ્થાન પર સાકાર રુપ માં નિમિત્ત ટીચર્સ છે કે નિમિત્ત પાંડવ પણ છે. એવું નથી ફક્ત ટીચર્સ (બહેનો) છે, પાંડવ પણ છે, જેમને મોટાભાઈ કહો છો ને? પાંડવ તો જરુરી છે જ. શક્તિઓ અને પાંડવો બંને નાં સાથ થી જ આદિ થી કાર્ય ચાલ્યું છે, ભલે થોડા પાંડવ હતાં પરંતુ વિશ્વકિશોર તો હતાં ને? આનંદ કિશોર, વિશ્વકિશોર શરુઆત નાં છે. તો પાંડવો નો સાથ તો છે ને? પરંતુ મેજોરીટી ટીચર્સ વધારે છે જે નિમિત્ત બની જાય છે. આપ બેકબોન છો, ટીચર્સ નાં પણ બેકબોન છો. દરેક નો પાર્ટ છે. પરંતુ વિદેશ માં આ વિશેષતા છે કે પાંડવ પણ ટીચર બને છે, ભારત માં ઓછા બને છે. તો ટીચર્સ ને સદા બાપદાદા કહે છે ટીચર્સ અર્થાત્ પોતાનાં ફીચર્સ દ્વારા બાપ નો સાક્ષાત્કાર કરાવવા વાળા. ફીચર્સ દ્વારા ફ્યુચર સ્પષ્ટ દેખાડવા વાળા. તો એવાં ટીચર્સ છો ને? જે તમને જોઈ બાપદાદા ની પાલના ની અનુભૂતિ થાય. પરમાત્મ-ગુણ, પરમાત્મ-શક્તિઓ તમારા ચહેરા થી દેખાય, બોલ થી દેખાય. એવું નહીં ફલાણી ટીચરે કહ્યું, ના. બાપદાદા એ ટીચર્સ નાં ફીચર્સ દ્વારા અનુભવ કરાવ્યો. બાપ સાથે દરેક નું કનેક્શન જોડાવવું - આ છે ટીચર્સ નું કર્તવ્ય. દરેક નાં દિલ થી દરેક સમયે બાબા નીકળે.
આ ગ્રુપ પણ સારું બનાવ્યું છે કારણકે પર્સનલ રિફ્રેશમેન્ટ મળવાથી અનુભૂતિ સારી કરે છે. ગ્રુપ માં રિઝલ્ટ સારું નીકળ્યું ને? સારું છે.
ચારેય તરફ નાં જન્મ-ઉત્સવ મનાવવા વાળા શ્રેષ્ઠ બ્રાહ્મણ-આત્માઓ ને, સદા અલૌકિક જન્મ નાં અલૌકિક દિવ્ય કર્તવ્ય કરવાવાળા શ્રેષ્ઠ આત્માઓ ને, સદા એક બાપ બીજા ન કોઈ, એવા એકનામી અને સર્વ ખજાનાઓ નાં ઈકોનોમી નાં અવતાર બાળકો ને, સદા દરેક વરદાન અને વારસા ને જીવન દ્વારા પ્રત્યક્ષ કરવાવાળા ઉમંગ-ઉત્સાહ માં રહેવાવાળા બાળકો ને, બાપદાદા નાં અલૌકિક જન્મ નાં મુબારક સહિત યાદ-પ્યાર અને નમસ્તે.
દાદીઓ સાથે:- દાદીજીએ બાપદાદા નાં બર્થ ડે ની ખૂબ-ખૂબ વધાઈ આપી.
આજે માળા માં આપ સર્વ આવ્યાં. માળા યાદ કરી ને? આદિ ની સ્થાપના નાં રત્ન, તો તેમાં તમે માળા નાં મણકા હતાં. સારું છે, સ્થાપના માં પણ નિમિત્ત બન્યા, પાલના માં પણ નિમિત્ત બન્યા, હવે બાપ ની સાથે ચાલવામાં પણ નિમિત્ત બનશો. શું દરવાજો બાપદાદા એકલા ખોલશે? (ના) તમારા માટે રોકાયેલા છે. આવો, તો દરવાજો ખોલે. પરંતુ સેવા પૂરી કરવી પડશે ને કારણકે સાકાર માં તમને લોકો ને નિમિત્ત બનાવ્યા છે. તો સાકાર નું કાર્ય તો પૂરું કરવું પડશે ને? આજકાલ બધાં કોને જુએ છે? બધાં ની નજર ક્યાં જાય છે? તમારા લોકોની ઉપર જ તો જાય છે. જે નિમિત્ત બનેલા છે, તેમની ઉપર જ બધાની નજર જાય છે. નજરો માં તો બધાને બેસાડ્યા કારણકે બાપ ની નજર કોઈ નાની તો નથી, બેહદ ની નજર છે. તો બધાં નજર માં છે. બધાં નુરે-રત્ન છે. ખૂબ સારું. દરેક પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે અને ભજવવાનો જ છે. ડ્રામા માં બંધાયેલા છો. મજા આવે છે ને? ખૂબ સારું છે!
| વરદાન :- |
અલ્પકાળ નાં સહારા નાં કિનારા ને છોડી એક બાપ ને સહારો બનાવવા વાળા યથાર્થ પુરુષાર્થી ભવ પુરુષાર્થ નો અર્થ એ નથી કે એક વાર ની ભૂલ વારંવાર કરતા રહો અને પુરુષાર્થ ને પોતાનો સહારો બનાવી લો. યથાર્થ પુરુષાર્થી અર્થાત્ પુરુષ બની રથ દ્વારા કાર્ય કરાવવા વાળા. હવે અલ્પકાળ નાં સહારા નો કિનારો છોડી દો. ઘણાં બાળકો બાપ ની બદલે હદ નાં કિનારા ને સહારો બનાવી લે છે. ભલે પોતાનાં સ્વભાવ-સંસ્કાર ને કે પરિસ્થિતિઓ ને… આ બધાં અલ્પકાળ નાં સહારા દેખાવ-માત્ર, દગાબાજ છે. એક બાપ નો સહારો જ છત્રછાયા છે. |
| સ્લોગન :- | નોલેજફુલ તે છે જે માયા ને દૂર થી જ ઓળખી સ્વયં ને સમર્થ બનાવી લે. |