| 12.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - બાપ ખેવૈયા ( નાવિક ) બની આવ્યા છે તમારા બધાં ની નાવ ને વિષય સાગર માંથી કાઢી ક્ષીર સાગર માં લઈ જવા માટે , હવે તમારે આ પાર થી પેલે પાર જવાનું છે” | |
| પ્રશ્ન :- | આપ બાળકો દરેક નો પાર્ટ જોવા છતાં કોઈ ની પણ નિંદા નથી કરી કરતા - કેમ? |
| ઉત્તર :- | કારણકે તમે જાણો છો આ અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, આમાં દરેક એક્ટર પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે. કોઈ નો પણ કોઈ દોષ નથી. આ ભક્તિમાર્ગ પણ ફરી થી પસાર થવાનો છે, આમાં જરા પણ ચેન્જ (પરિવર્તન) ન થઈ શકે. |
| પ્રશ્ન :- | કયા બે શબ્દો માં આખા ચક્ર નું જ્ઞાન સમાયેલું છે? |
| ઉત્તર :- | આજ અને કાલ. કાલે આપણે સતયુગ માં હતાં, આજે ૮૪ જન્મો નું ચક્ર લગાવી ને નર્ક માં પહોંચ્યા, કાલે ફરી સ્વર્ગ માં જઈશું. |
ઓમ્ શાંતિ ! હમણાં બાળકો સામે બેઠાં છે, જ્યાંથી આવે છે ત્યાં પોતાનાં સેન્ટર્સ (સેવાકેન્દ્ર) પર જ્યારે રહે છે તો ત્યાં એવું નહીં સમજશે કે અમે ઊંચા માં ઊંચા બાબા ની સન્મુખ બેઠાં છીએ. એ જ આપણા શિક્ષક પણ છે, એ જ આપણી નાવ ને પાર લગાવવા વાળા છે, જેમને જ ગુરુ કહેવાય છે. અહીં તમે સમજો છો અમે સન્મુખ બેઠાં છીએ, અમને આ વિષય સાગર માંથી કાઢી ક્ષીર સાગર માં લઈ જાય છે. પાર લઈ જવાવાળા બાપ પણ સન્મુખ બેઠાં છે, એ એક જ શિવ બાપ નો આત્મા છે, જેમને જ સુપ્રીમ અથવા ઊંચા માં ઊંચા ભગવાન કહેવાય છે. હવે આપ બાળકો સમજો છો આપણે ઊંચા માં ઊંચા ભગવાન શિવબાબા ની સામે બેઠાં છીએ. તે આમનામાં (બ્રહ્મા તન માં) બેઠાં છે, તે તમને પાર પણ પહોંચાડે છે. એમને રથ પણ જરુર જોઈએ ને? નહીં તો શ્રીમત કેવી રીતે આપે? હવે આપ બાળકો ને નિશ્ચય છે-બાબા આપણા બાબા પણ છે, શિક્ષક પણ છે, પાર લઈ જવા વાળા પણ છે. હવે આપણે આત્માઓ આપણા ઘરે શાંતિધામ માં જવાના છીએ. એ બાબા આપણને રસ્તો બતાવી રહ્યા છે. ત્યાં સેન્ટર્સ પર બેસવામાં અને અહીં સન્મુખ બેસવામાં રાત-દિવસ નો ફરક છે. ત્યાં એવું નહીં સમજશે કે અમે સન્મુખ બેઠાં છીએ. અહીં આ અનુભૂતિ થાય છે. હમણાં આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ. પુરુષાર્થ કરાવવા વાળાને ખુશી રહેશે. હવે આપણે પાવન બનીને ઘરે જઈ રહ્યા છીએ. જેમ નાટક નાં એક્ટર્સ હોય છે તો સમજે છે હવે નાટક પૂરું થયું. હવે બાપ આવ્યા છે આપણને આત્માઓ ને લઈ જવાં. આ પણ સમજાવે છે તમે ઘરે કેવી રીતે જઈ શકો છો, એ બાપ પણ છે, નાવ ને પાર કરવા વાળા નાવિક પણ છે. તે લોકો ભલે ગાય છે પરંતુ સમજતા કંઈ પણ નથી કે નાવ કોને કહેવાય છે? શું એ શરીરને લઈ જશે? હમણાં આપ બાળકો જાણો છો આપણા આત્મા ને પાર લઈ જાય છે. હવે આત્મા આ શરીર ની સાથે વૈશ્યાલય માં વિષય વૈતરણી નદી માં પડ્યો છે. આપણે અસલ રહેવાસી શાંતિધામ નાં હતાં, આપણને પાર લઈ જવા વાળા અર્થાત્ ઘરે લઈ જવા વાળા બાપ મળ્યા છે. તમારી રાજધાની હતી જે માયા-રાવણે આખી છીનવી લીધી છે. તે રાજધાની ફરી જરુર લેવાની છે. બેહદ નાં બાપ કહે છે - બાળકો, હવે પોતાનાં ઘર ને યાદ કરો. ત્યાં જઈને પછી ક્ષીરસાગર માં આવવાનું છે. અહીં છે વિષ (વિકાર) નો સાગર, ત્યાં છે ક્ષીર નો સાગર અને મૂળવતન છે શાંતિ નો સાગર. ત્રણેય ધામ છે. આ તો છે દુઃખધામ.
બાપ સમજાવે છે-મીઠાં-મીઠાં બાળકો, સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. કહેવા વાળા કોણ છે, કોનાં દ્વારા કહે છે? આખો દિવસ ‘મીઠાં-મીઠાં બાળકો’ કહેતાં રહે છે. હમણાં આત્મા પતિત છે, જેનાં કારણે પછી શરીર પણ એવું મળશે. હવે તમે સમજો છો આપણે પાક્કા-પાક્કા સોના નાં ઘરેણા હતાં, પછી ખાદ પડતાં-પડતાં જુઠ્ઠા બની ગયા છીએ. હવે તે ખોટું કેવી રીતે નીકળે? એટલે આ યાદ ની યાત્રા ની ભઠ્ઠી છે. અગ્નિ માં સોનું પાક્કું થાય છે ને? બાપ વારંવાર સમજાવે છે, આ સમજણ જે તમને આપું છું, દરેક કલ્પ આપતો આવ્યો છું. મારો પાર્ટ છે, ફરી ૫ હજાર વર્ષ પછી આવીને કહું છું કે બાળકો, પાવન બનો. સતયુગ માં પણ તમારો આત્મા પાવન હતો, શાંતિધામ માં પણ પાવન આત્મા રહે છે. તે તો છે આપણું ઘર. કેટલું સ્વીટ ઘર છે! જ્યાં જવા માટે મનુષ્ય કેટલું માથું મારે છે? બાપ સમજાવે છે હવે બધાએ જવાનું છે પછી પાર્ટ ભજવવા માટે ફરી આવવાનું છે. આ તો બાળકો સમજ્યાં છે. બાળકો જ્યારે દુઃખી થાય છે તો કહે છે-હે ભગવાન, અમને તમારી પાસે બોલાવો. અમને અહીં દુઃખ માં કેમ છોડ્યા છે? જાણે છે બાપ પરમધામ માં રહે છે. તો કહે છે - હે ભગવાન, અમને પરમધામ માં બોલાવો. સતયુગ માં એવું નહીં કહેશે. ત્યાં તો સુખ જ સુખ છે. અહીં અનેક દુઃખ છે, ત્યારે પોકારે છે - હે ભગવાન! આત્મા ને યાદ રહે છે. પરંતુ ભગવાન ને જાણતા બિલકુલ નથી. હવે આપ બાળકો ને બાપ નો પરિચય મળ્યો છે. બાપ રહે જ છે પરમધામ માં. ઘર ને જ યાદ કરે છે. એવું ક્યારેય નહીં કહેશે રાજધાની માં બોલાવો. રાજધાની માટે ક્યારેય નહીં કહેશે. બાપ તો રાજધાની માં રહેતાં પણ નથી. એ રહે જ છે શાંતિધામ માં. બધાં શાંતિ માંગે છે. પરમધામ માં ભગવાન ની પાસે તો જરુર શાંતિ જ હશે, જેને મુક્તિધામ કહેવાય છે. તે છે આત્માઓનું રહેવાનું સ્થાન, જ્યાંથી આત્માઓ આવે છે. સતયુગ ને ઘર નથી કહેવાતું, તે છે રાજધાની. હમણાં તમે ક્યાં-ક્યાં થી આવ્યા છો? અહીં આવીને સન્મુખ બેઠાં છો. બાપ ‘બાળકો-બાળકો’ કહીને વાત કરે છે. બાપ નાં રુપ માં ‘બાળકો-બાળકો’ પણ કહે છે, પછી શિક્ષક બની સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય અથવા હિસ્ટ્રી-જોગ્રોફી સમજાવે છે. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. આપ બાળકો જાણો છો મૂળવતન છે આપણા આત્માઓનું ઘર. સૂક્ષ્મવતન તો છે જ દિવ્ય દૃષ્ટિ ની વાત. બાકી સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ તો અહીં જ હોય છે. પાર્ટ પણ તમે અહીં ભજવો છો. સૂક્ષ્મવતન નો કોઈ પાર્ટ નથી. આ સાક્ષાત્કાર ની વાત છે. કાલ અને આજ, આ તો સારી રીતે બુદ્ધિ માં હોવું જોઈએ. કાલે આપણે સતયુગ માં હતાં પછી ૮૪ જન્મ લેતાં-લેતાં આજે નર્ક માં આવી ગયા છીએ. બાપ ને બોલાવે પણ નર્ક માં છે. સતયુગ માં તો અથાહ સુખ છે, તો કોઈ બોલાવતા જ નથી. અહીં તમે શરીર માં છો ત્યારે વાત કરો છો. બાપ પણ કહે છે હું જાની જાનનહાર છું અર્થાત્ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણું છું. પરંતુ સંભળાવું કેવી રીતે? વિચારવાની વાત છે ને? એટલે લખેલું છે-બાપ રથ લે છે. કહે છે મારો જન્મ તમારી જેમ નથી. હું આમનામાં પ્રવેશ કરું છું. રથ નો પણ પરિચય આપે છે. આ આત્મા પણ નામ-રુપ ધારણ કરતાં-કરતાં તમોપ્રધાન બન્યો છે. આ સમયે બધાં છોરા (અનાથ) છે, બાપ ને જાણતા નથી. બધાં છોરા અને છોરીઓ થઈ ગયાં. પરસ્પર લડે છે તો કહે છે ને - છોરા-છોરીઓ, લડો કેમ છો? તો બાપ કહે છે મને તો બધાં ભૂલી ગયા છે. આત્મા જ કહે છે છોરા-છોરીઓ. લૌકિક બાપ પણ એવું કહે છે, બેહદ નાં બાપ પણ કહે છે છોરા-છોરીઓ, આ હાલત કેમ થઈ છે? કોઈ ધણી-ધોણી છે? તમને બેહદ નાં બાપ જે સ્વર્ગ નાં માલિક બનાવે છે, જેમને તમે અડધાકલ્પ થી પોકારતા આવ્યા છો, એમનાં માટે કહો છો ઠિક્કર-ભીત્તર માં છે? બાપ હવે સન્મુખ બેસીને સમજાવે છે. હમણાં આપ બાળકો સમજો છો આપણે બાબાની પાસે આવ્યા છીએ. આ બાબા જ આપણને ભણાવે છે. આપણી નાવ પાર કરે છે કારણ કે નાવ ખૂબ જૂની થઈ ગઈ છે. તો કહે છે આને પાર લગાવો પછી અમને નવી આપો. જૂની નાવ ખતરનાક હોય છે. ક્યાંક રસ્તા માં તૂટી પડે, અકસ્માત થઈ જાય. તમે કહો છો અમારી નાવ જૂની થઈ ગઈ છે, હવે અમને આપો. આને વસ્ત્ર પણ કહે છે, નાવ પણ કહે છે. બાળકો કહે છે બાબા, અમને તો આવાં (લક્ષ્મી-નારાયણ) વસ્ત્ર જોઈએ.
બાપ કહે છે - મીઠાં-મીઠાં બાળકો, સ્વર્ગવાસી બનવા ઈચ્છો છો? દર ૫ હજાર વર્ષ પછી તમારા આ કપડા જૂનાં થાય છે પછી નવાં આપું છું. આ છે આસુરી શરીર. આત્મા પણ આસુરી છે. મનુષ્ય ગરીબ હશે તો કપડા પણ ગરીબી નાં પહેરશે. સાહૂકાર હશે તો કપડા પણ સાહૂકારી નાં પહેરશે. આ વાતો હમણાં તમે જાણો છો. અહીં તમને નશો ચઢે છે અમે કોની સામે બેઠાં છીએ? સેન્ટર્સ પર બેસો છો તો ત્યાં તમને આ ભાસના નહીં આવશે. અહીં સન્મુખ હોવાથી ખુશી થાય છે કારણકે બાપ ડાયરેક્ટ સમજાવે છે. ત્યાં કોઈ સમજાવશે તો બુદ્ધિ-યોગ ક્યાંક-ક્યાંક ભાગતો રહેશે. કહે છે ને-ગોરખધંધા માં ફસાયેલા રહે છે. ફુરસદ ક્યાં મળે છે? હું તમને સમજાવી રહ્યો છું. તમે પણ સમજો છો-બાબા આ મુખ દ્વારા અમને સમજાવે છે. આ મુખ ની પણ કેટલી મહિમા છે? ગૌમુખ થી અમૃત પીવા માટે ક્યાં-ક્યાં જઈને ધક્કા ખાય છે. કેટલી મહેનત થી જાય છે? મનુષ્ય સમજતા જ નથી આ ગૌમુખ શું છે? કેટલાં સારા સમજદાર મનુષ્ય ત્યાં જાય છે, આમાં ફાયદો શું? વધારે જ સમય વ્યર્થ જાય છે. બાબા કહે છે આ સૂર્યાસ્ત વગેરે માં શું જોશે? ફાયદો તો આમાં કંઈ નથી. ફાયદો થાય જ છે ભણવા માં. ગીતા માં ભણવાનું છે ને? ગીતા માં કોઈ પણ હઠયોગ વગેરે ની વાત નથી. એમાં તો રાજયોગ છે. તમે આવો પણ છો રાજાઈ લેવા માટે. તમે જાણો છો આ આસુરી દુનિયામાં તો કેટલાં લડાઈ-ઝઘડા વગેરે છે? બાબા તો આપણને યોગબળ થી પાવન બનાવી વિશ્વ નાં માલિક બનાવી દે છે. દેવીઓને હથિયાર આપી દીધાં છે પરંતુ હકીકત માં આમાં હથિયાર વગેરે ની કોઈ વાત નથી. કાળી ને જુઓ, કેટલી ભયાનક બનાવી છે? આ બધું પોત-પોતાનાં મન ની ભ્રાંતિઓ થી બનાવ્યું છે. દેવીઓ કોઈ આવી ૪-૮ ભુજાઓવાળી થોડી હશે? આ બધો ભક્તિ માર્ગ છે. સો બાપ સમજાવે છે - આ એક બેહદ નું નાટક છે. આમાં કોઈની નિંદા વગેરે ની વાત નથી. અનાદિ ડ્રામા બનેલો છે. આમાં ફરક કંઈ પણ પડતો નથી. જ્ઞાન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, આ બાપ સમજાવે છે. ભક્તિ માર્ગ થી છતાં પણ તમારે પસાર કરવું (થવું) પડશે. આવી રીતે જ તમે ૮૪ નું ચક્ર લગાવતાં-લગાવતાં નીચે આવશો. આ અનાદિ પૂર્વ નિર્ધારિત ખૂબ સરસ નાટક છે જે બાપ સમજાવે છે. આ ડ્રામા નાં રહસ્ય ને સમજવા થી તમે વિશ્વ નાં માલિક બની જાઓ છો. વન્ડર છે ને? ભક્તિ કેવી રીતે ચાલે છે? જ્ઞાન કેવી રીતે ચાલે છે? આ ખેલ અનાદિ બનેલો છે. આમાં કંઈ પણ ચેન્જ (પરિવર્તન) નથી થઈ શકતું. તે તો કહી દે છે બ્રહ્મ માં લીન થઈ ગયા, જ્યોતિ જ્યોત સમાયા, આ સંકલ્પ ની દુનિયા છે, જેને જે આવડે છે તે કહેતાં રહે છે. આ તો પૂર્વ નિર્ધારિત ખેલ છે. મનુષ્ય બાયસ્કોપ જોઈને આવે છે. શું તેને સંકલ્પ નો ખેલ કહેવાશે? બાપ સમજાવે છે-બાળકો, આ બેહદ નું નાટક છે જે હૂબહૂ રિપીટ થશે. બાપ જ આવીને આ નોલેજ આપે છે કારણકે એ નોલેજફુલ છે. મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે, ચૈતન્ય છે, એમને જ બધી નોલેજ છે. મનુષ્યો એ તો લાખો વર્ષ આયુષ્ય દેખાડી દીધી છે. બાપ કહે છે આટલું આયુષ્ય થોડી હોઈ શકે છે? બાયસ્કોપ લાખો વર્ષ નું હોય તો કોઈની બુદ્ધિ માં નહીં બેસે. તમે તો બધું વર્ણન કરો છો. લાખો વર્ષ ની વાત કેવી રીતે વર્ણન કરશે? તો તે બધો છે ભક્તિમાર્ગ. તમે જ ભક્તિમાર્ગ નો પાર્ટ ભજવ્યો. આવું-આવું દુઃખ ભોગવતાં-ભોગવતાં હવે અંત માં આવી ગયા છો. આખા ઝાડ ની જડજડીભૂત અવસ્થા થઈ છે. હવે ત્યાં જવાનું છે. સ્વયં ને હલકા કરી દો. આમણે પણ હલ્કું કરી દીધું ને? તો બધાં બંધન તૂટી જાય. નહીં તો બાળકો, ધન, કારખાના, ઘરાક, રાજા-રજવાડા વગેરે યાદ આવતાં રહેશે. ધંધો જ છોડી દીધો તો પછી યાદ કેમ આવશે? અહીં તો બધું જ ભૂલવાનું છે. આને ભૂલી પોતાનું ઘર અને રાજધાની ને યાદ કરવાના છે. શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાના છે. શાંતિધામ થી પછી આપણે અહીં આવવું પડે. બાપ કહે છે મને યાદ કરો, એને જ યોગ-અગ્નિ કહેવાય છે. આ રાજયોગ છે ને? તમે રાજઋષિ છો. ઋષિ પવિત્ર ને કહેવાય છે. તમે પવિત્ર બનો છો રાજાઈ માટે. બાપ જ તમને બધું સત્ય બતાવે છે. તમે પણ સમજો છો આ નાટક છે. બધાં એક્ટર્સ અહીં જરુર હોવા જોઈએ. પછી બાપ બધાને લઈ જશે. આ ઈશ્વર ની જાન છે ને? ત્યાં બાપ અને બાળકો રહે છે પછી અહીં આવે છે પાર્ટ ભજવવાં. બાપ તો સદૈવ ત્યાં રહે છે. મને યાદ જ દુઃખ માં કરે છે. ત્યાં પછી હું શું કરીશ? તમને શાંતિધામ, સુખધામ માં મોકલ્યા, બાકી શું જોઈએ? તમે સુખધામ માં હતાં બાકી બધાં આત્માઓ શાંતિધામ માં હતાં પછી નંબરવાર આવતા ગયાં. નાટક આવીને પૂરું થયું. બાપ કહે છે-બાળકો, હવે ગફલત (ભૂલ) નહીં કરો. પાવન તો જરુર બનવાનું છે. બાપ કહે છે આ એ જ ડ્રામા અનુસાર પાર્ટ ચાલી રહ્યો છે. તમારા માટે ડ્રામા અનુસાર હું કલ્પ-કલ્પ આવું છું. નવી દુનિયામાં હવે ચાલવું છે ને? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- હવે આ ઝાડ જૂનું જડજડીભૂત થઈ ગયું છે, આત્માએ પાછા ઘરે જવાનું છે એટલે સ્વયં ને બધાં બંધનો થી મુક્ત કરી હલકા બનાવી લેવાનાં છે. અહી નું બધું જ બુદ્ધિ થી ભૂલી જવાનું છે.
- અનાદિ ડ્રામા ને બુદ્ધિ માં રાખી કોઈ પણ પાર્ટધારી ની નિંદા નથી કરવાની. ડ્રામા નાં રહસ્ય ને સમજી વિશ્વ નાં માલિક બનવાનું છે.
| વરદાન :- |
સાઈલેન્સ ( શાંતિ ) ની શક્તિ દ્વારા આત્મશક્તિ નાં ઉડાન ની તીવ્ર ગતિ કરવા વાળા વિશ્વ પરિવર્તક ભવ સાયન્સ નાં સાધનોની ગતિ ને સાયન્સ દ્વારા કાપી પણ શકો છો, પકડી પણ શકો છો પરંતુ આત્મા ની ગતિને હજી સુધી નથી કોઈ પકડી શક્યું, ન પકડી શકે, એમાં સાયન્સ પોતાને ફેલ સમજે છે. જ્યાં સાયન્સ ફેલ છે ત્યાં સાઈલેન્સ ની શક્તિ થી જે ઈચ્છો તે કરી શકો છો. તો આત્મ-શક્તિ ની ઉડાન તીવ્ર ગતિ થી કરો, આ શક્તિ થી સ્વ પરિવર્તન, ભલે કોઈ પણ વૃત્તિ નું પરિવર્તન, વાયુમંડળ નું પરિવર્તન કરી વિશ્વ પરિવર્તક બની શકો છો તીવ્રતા ની નિશાની છે વિચાર્યુ અને થયું. |
| સ્લોગન :- | શિક્ષા દાતા ની સાથે રહેમદિલ બની સહયોગી બનો. |