| 15.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - તમારા બધાં ની પરસ્પર એક મત છે , તમે સ્વયં ને આત્મા સમજી એક બાપ ને યાદ કરો છો તો બધાં ભૂત ભાગી જાય છે” | |
| પ્રશ્ન :- | પદમાપદમ ભાગ્યશાળી બનવાનો મુખ્ય આધાર શું છે? |
| ઉત્તર :- | જે બાબા સંભળાવે છે, એ એક-એક વાત ને ધારણ કરવા વાળા જ પદમાપદમ ભાગ્યશાળી બને છે. જ્જ (નિર્ણય) કરો બાબા શું કહે છે અને રાવણ સંપ્રદાય વાળા શું કહે છે? બાપ જે નોલેજ આપે છે તેને બુદ્ધિ માં રાખવી, સ્વદર્શન ચક્રધારી બનવું જ પદ્માપદ્મ ભાગ્યશાળી બનવું છે. આ નોલેજ થી જ તમે ગુણવાન બની જાઓ છો. |
ઓમ્ શાંતિ ! રુહાની બાપ, અંગ્રેજી માં કહેવાય છે સ્પિરિચ્યુઅલ ફાધર. સતયુગ માં જ્યારે તમે જશો તો ત્યાં અંગ્રેજી વગેરે બીજી કોઈ ભાષા તો હશે નહીં. તમે જાણો છો સતયુગ માં આપણું રાજ્ય હોય છે, ત્યાં આપણી જે ભાષા હશે તે જ ચાલશે. પછી તે ભાષા બદલાતી જાય છે. હમણાં તો અનેકાનેક ભાષાઓ છે. જેવાં-જેવાં રાજા તેવી-તેવી તેમની ભાષા ચાલે છે. હવે આ તો બધાં બાળકો જાણે છે, બધાં સેન્ટર્સ (સેવાકેન્દ્ર) પર પણ જે બાળકો છે તેમની છે એક મત. સ્વયં ને આત્મા સમજવાનો છે અને એક બાપ ને યાદ કરવાનાં છે જેથી ભૂત બધાં ભાગી જાય. બાપ છે પતિત-પાવન. પ ભૂતો ની તો બધાં માં પ્રવેશતા છે. આત્મા માં જ ભૂતો ની પ્રવેશતા થાય છે પછી આ ભૂતો અથવા વિકારો નું નામ પણ આપવામાં આવે છે દેહ-અભિમાન, કામ, ક્રોધ, વગેરે. એવું નથી કે સર્વવ્યાપી કોઈ ઈશ્વર છે. ક્યારેય પણ કોઈ કહે કે ઈશ્વર સર્વવ્યાપી છે તો કહો સર્વવ્યાપી આત્માઓ છે અને આ આત્માઓ માં ૫ વિકાર સર્વવ્યાપી છે. બાકી એવું નથી કે પરમાત્મા સર્વ માં વિરાજમાન છે. પરમાત્મા માં પછી ૫ ભૂતો ની પ્રવેશતા કેવી રીતે થશે? એક-એક વાત ને સારી રીતે ધારણ કરવાથી તમે પદમાપદમ ભાગ્યશાળી બનો છો. દુનિયા વાળા રાવણ સંપ્રદાય શું કહે છે અને બાપ શું કહે છે? હવે જ્જ કરો. દરેક નાં શરીર માં આત્મા છે. એ આત્મા માં ૫ વિકાર પ્રવેશ છે. શરીર માં નથી, આત્મા માં ૫ વિકાર અથવા ભૂત પ્રવેશ થાય છે. સતયુગ માં આ ૫ ભૂત નથી. નામ જ છે ડીટી વર્લ્ડ (દૈવી દુનિયા). આ છે ડેવિલ વર્લ્ડ (આસુરી દુનિયા). ડેવિલ કહેવાય છે અસુર ને. કેટલું દિવસ અને રાત નું અંતર છે. હમણાં તમે પરિવર્તન થાઓ છો. ત્યાં તમારા માં કોઈ પણ વિકાર, કોઈ અવગુણ નથી રહેતાં. તમારા માં સંપૂર્ણ ગુણ હોય છે. તમે ૧૬ કળા સંપૂર્ણ બનો છો. પહેલાં હતાં પછી ફરી નીચે ઉતરો છો. આ ચક્ર ની પણ હવે ખબર પડી છે. ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે? આપણને આત્મા ને સ્વ નાં દર્શન થયા છે અર્થાત્ આ ચક્ર ની નોલેજ મળી છે. ઉઠતાં, બેસતાં, ચાલતાં, તમારે આ નોલેજ બુદ્ધિ માં રાખવાનું છે. બાપ નોલેજ ભણાવે છે. આ રુહાની નોલેજ બાપ ભારત માં જ આવીને આપે છે. કહે છે ને - આપણું ભારત. હકીકત માં હિન્દુસ્તાન કહેવું તો ખોટું છે. તમે જાણો છો ભારત જ્યારે સ્વર્ગ હતું તો એકલું આપણું જ રાજ્ય હતું બીજો કોઈ ધર્મ નહોતો. નવી દુનિયા હતી. નવી દિલ્લી કહે છે ને? દિલ્લી નું નામ અસલ દિલ્લી નહોતું, પરિસ્તાન કહેતા હતાં. હમણાં તો નવી દિલ્લી અને જૂની દિલ્લી કહે છે પછી ન જૂની, ન નવી દિલ્લી હશે. પરિસ્તાન કહેવાશે. દિલ્લી ને કેપિટલ (રાજધાની) કહે છે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હશે, બીજું કંઈ પણ નહીં હોય, આપણું જ રાજ્ય હશે. હમણાં તો રાજ્ય જ નથી એટલે ફક્ત કહે છે અમારો ભારત દેશ છે. રાજાઓ તો નથી. આપ બાળકો ની બુદ્ધિ માં આખું જ્ઞાન ચક્ર લગાવે છે. બરોબર પહેલાં-પહેલાં આ વિશ્વ માં દેવી-દેવતાઓ નું રાજ્ય હતું, બીજું કોઈ રાજ્ય નહોતું. જમુના નો કિનારો હતો, તેને પરિસ્તાન કહેવાતું હતું. દેવતાઓની કેપિટલ (રાજધાની) દિલ્લી જ રહી છે, તો બધાં ને આકર્ષણ થાય છે. સૌથી મોટી પણ છે. એકદમ સેન્ટર માં (વચ્ચે) છે.
મીઠાં-મીઠાં બાળકો જાણે છે પાપ તો જરુર થયા છે, પાપ આત્મા બની ગયા છીએ. સતયુગ માં હોય છે પુણ્ય આત્માઓ. બાપ જ આવીને પાવન બનાવે છે જેમની તમે શિવજયંતિ પણ મનાવો છો. હવે જયંતિ શબ્દ તો બધાં ને લાગે છે એટલા માટે પછી શિવરાત્રી કહે છે. રાત્રિ નો અર્થ તો તમારા સિવાય બીજું કોઈ સમજી ન શકે. સારા-સારા વિદ્વાન વગેરે કોઈ પણ નથી જાણતા કે શિવરાત્રી શું છે તો મનાવે શું? બાપે સમજાવ્યું છે રાત્રિ નો અર્થ શું છે? આ જે ૫ હજાર વર્ષ નું ચક્ર છે એમાં સુખ અને દુઃખ નો ખેલ છે, સુખ ને કહેવાય છે દિવસ, દુઃખ ને કહેવાય છે રાત. તો દિવસ અને રાત ની વચ્ચે આવે છે સંગમ. અડધો કલ્પ છે અજવાળું, અડધો કલ્પ છે અંધકાર. ભક્તિ માં તો ખૂબ ટીક-ટીક ચાલે છે. આ છે સેકન્ડ ની વાત. એકદમ સહજ છે, સહજયોગ. તમારે પહેલાં જવાનું છે મુક્તિધામ. પછી તમે જીવનમુક્તિ અને જીવનબંધ માં કેટલો સમય રહ્યા છો? આ તો આપ બાળકો ને યાદ છે છતાં પણ ઘડી-ઘડી ભૂલી જાઓ છો. બાપ સમજાવે છે યોગ શબ્દ છે ઠીક પરંતુ તેમનો છે શારીરિક યોગ. આ છે આત્માઓ નો પરમાત્મા સાથે યોગ. સંન્યાસી લોકો અનેક પ્રકાર નાં હઠયોગ વગેરે શીખવાડે છે તો મનુષ્ય મૂંઝાય છે. આપ બાળકો નાં બાપ પણ છે, તો શિક્ષક પણ છે, તો એમની સાથે યોગ લગાવવો જોઈએ ને? શિક્ષક પાસે થી ભણવાનું હોય છે. બાળક જન્મ લે છે તો પહેલાં બાપ સાથે યોગ હોય છે પછી પ વર્ષ પછી શિક્ષક સાથે યોગ લગાવવો પડે છે પછી વાનપ્રસ્થ અવસ્થા માં ગુરુ સાથે યોગ લગાવવો પડે છે. ત્રણ મુખ્ય યાદ રહે છે. તે તો અલગ-અલગ હોય છે. અહીં આ એક જ વાર બાપ આવીને બાપ પણ બને છે, શિક્ષક પણ બને છે. વન્ડરફુલ છે ને? આવાં બાપ ને તો જરુર યાદ કરવા જોઈએ. જન્મ-જન્માંતર ત્રણેય ને અલગ-અલગ યાદ કરતા આવ્યા છો. સતયુગ માં પણ બાપ સાથે યોગ હોય છે પછી શિક્ષક સાથે હોય છે. ભણવા તો જાય છે ને? બાકી ગુરુ ની ત્યાં આવશ્યક્તા નથી રહેતી કારણકે બધાં સદ્દગતિ માં છે. આ બધી વાતો યાદ કરવામાં શું તકલીફ છે? એકદમ સહજ છે. આને કહેવાય છે સહજયોગ. પરંતુ આ છે અનકોમન (અસાધારણ). બાપ કહે છે હું આ ટેમ્પરરી લોન લઉં છું, તે પણ કેટલો થોડો સમય લઉં છું? ૬૦ વર્ષ માં વાનપ્રસ્થ અવસ્થા થાય છે. કહેવાય છે સાઠ તો લગી લાઠ. આ સમયે બધાં ને લાઠી લાગેલી છે. બધાં વાનપ્રસ્થ, નિર્વાણધામ માં જશે. તે છે સ્વીટ હોમ, સ્વીટેસ્ટ હોમ. એનાં માટે જ કેટલી અથાહ ભક્તિ કરી છે. હવે ચક્ર ફરીને આવ્યા છો. મનુષ્યો ને આ કંઈ પણ ખબર નથી, એમ જ ગપ્પા મારે છે કે લાખો વર્ષ નું ચક્ર છે. લાખો વર્ષ ની વાત હોય તો પછી આરામ મળી ન શકે. આરામ મળવો જ મુશ્કેલ થઈ જાય. તમને આરામ મળે છે, એને કહેવાય છે શાંતિધામ, નિરાકારી દુનિયા. આ છે સ્થૂળ સ્વીટ હોમ, એ છે મૂળ સ્વીટ હોમ. આત્મા એકદમ નાનો રોકેટ છે, એનાં કરતાં ઝડપી ભાગવાવાળું કંઈ હોતું નથી. આ તો સૌથી ઝડપી છે. એક સેકન્ડ માં શરીર છૂટ્યું અને આ ભાગ્યો, બીજું શરીર તો તૈયાર રહે છે. ડ્રામા અનુસાર પૂરા સમય પર તેને જવાનું જ છે. ડ્રામા કેટલો એક્યુરેટ છે, આમાં કોઈ ઇનએક્યુરેસી નથી, આ તમે જાણો છો. બાપ પણ ડ્રામા અનુસાર બિલકુલ એક્યુરેટ સમય પર આવે છે. એક સેકન્ડ નો પણ ફરક નથી પડી શકતો. ખબર કેવી રીતે પડે છે કે આમનામાં બાપ ભગવાન છે? જ્યારે નોલેજ આપે છે, બાળકો ને બેસીને સમજાવે છે. શિવરાત્રી પણ મનાવે છે ને? હું શિવ ક્યારે, કેવી રીતે આવું છું? તે તમને તો ખબર નથી. શિવરાત્રી, કૃષ્ણરાત્રી મનાવે છે. રામ ની નથી મનાવતા કારણ કે ફરક પડી ગયો ને? શિવરાત્રી ની સાથે શ્રીકૃષ્ણ ની પણ રાત્રિ મનાવી લે છે. પરંતુ જાણતા કંઈ પણ નથી. અહીં છે જ આસુરી રાવણ રાજ્ય. આ સમજવાની વાતો છે. આ તો છે બાબા, વૃદ્ધ ને બાબા કહેવાશે. નાનાં બાળક ને બાબા થોડી કહેવાશે? કોઈ-કોઈ પ્રેમ થી પણ બાળક ને બાબા કહી દે છે. તો તેમણે પણ શ્રીકૃષ્ણ ને પ્રેમ થી કહી દીધું છે. બાબા તો ત્યારે કહેવાય છે જ્યારે મોટા થાય અને પછી બાળકો ને જન્મ આપે. શ્રીકૃષ્ણ સ્વયં જ રાજકુમાર છે, તેને બાળકો ક્યાંથી આવે? બાપ કહે જ છે હું વૃદ્ધ નાં તન માં આવું છું. શાસ્ત્રો માં પણ છે પરંતુ શાસ્ત્રો ની બધી વાતો એક્યુરેટ નથી હોતી, કોઈ-કોઈ વાત ઠીક છે. બ્રહ્મા ની આયુ એટલે પ્રજાપિતા બ્રહ્મા ની આયુ કહેવાશે. તે તો જરુર આ સમયે હશે. બ્રહ્મા ની આયુ મૃત્યુલોક માં પૂરી થશે. આ કોઈ અમરલોક નથી. આને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ. આ આપ બાળકો સિવાય બીજા કોઈની બુદ્ધિ માં ન હોઈ શકે.
બાપ બતાવે છે - મીઠાં-મીઠાં બાળકો, તમે સ્વયં નાં જન્મો ને નથી જાણતા, હું બતાવું છું કે તમે ૮૪ જન્મ લો છો. કેવી રીતે? એ પણ તમને ખબર પડી ગઈ છે. દરેક યુગ ની આયુ ૧૨૫૦ વર્ષ છે અને આટલાં-આટલાં જન્મ લીધાં છે. ૮૪ જન્મો નો હિસાબ છે ને? ૮૪ લાખ નો તો હિસાબ હોઈ ન શકે. આને કહેવાય છે ૮૪ નું ચક્ર, ૮૪ લાખની તો વાત જ યાદ ન આવે. અહીં કેટલાં અપરંપાર દુઃખ છે. કેવાં દુઃખ આપવાવાળા બાળકો જન્મી રહ્યા છે? આને કહેવાય છે ઘોર નર્ક, બિલકુલ છી-છી દુનિયા છે. આપ બાળકો જાણો છો હવે આપણે નવી દુનિયા માં જવાની તૈયારી કરી રહ્યા છીએ. પાપ કપાઈ જાય તો આપણે પુણ્યાત્મા બની જઈએ. હવે કોઈ પાપ નથી કરવાનાં. એક-બીજા પર કામ કટારી ચલાવવી - આ આદિ-મધ્ય-અંત દુઃખ આપવું છે. હવે આ રાવણ રાજ્ય પૂરું થાય છે. હમણાં છે કળિયુગ નો અંત. આ મહાભારી લડાઈ છે અંતિમ. પછી કોઈ લડાઈ વગેરે થશે જ નહીં. ત્યાં કોઈ પણ યજ્ઞ રચાતા નથી. જ્યારે યજ્ઞ રચે છે તો એમાં હવન કરે છે. બાપે પણ આ જે રુદ્ર યજ્ઞ રચ્યો છે તેમાં બાળકો પોતાની જૂની સામગ્રી બધી સ્વાહા કરી દે છે. હવે બાપે સમજાવ્યું છે આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. રુદ્ર શિવ ને કહેવાય છે. રુદ્ર માળા કહે છે ને? નિવૃત્તિ માર્ગ વાળા ને પ્રવૃત્તિ માર્ગ નાં રીત-રીવાજ ની કંઈ પણ ખબર નથી. તે તો ઘરબાર છોડી જંગલ માં ચાલ્યા જાય છે. નામ જ પડ્યું છે સંન્યાસ. કોનો સંન્યાસ? ઘરબાર નો. ખાલી હાથે નીકળે છે. પહેલાં તો ગુરુ લોકો ખૂબ પરીક્ષા લે છે, કામ કરાવે છે. પહેલાં ભિક્ષા માં ફક્ત લોટ લેતા હતાં, રાંધેલું નહોતા લેતાં. તેમને તો જંગલ માં જ રહેવાનું છે, ત્યાં કંદ-મૂળ-ફળ મળે છે. આ પણ ગાયન છે, જ્યારે સતોપ્રધાન સંન્યાસી હોય છે ત્યારે આ ખાય છે. હમણાં તો વાત ન પૂછો, શું-શું કરતા રહે છે. આનું નામ જ છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). તે છે વાઇસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). તો પોતાને વિશશ (વિકારી) સમજવું જોઈએ ને? બાપ કહે છે સતયુગ ને કહેવાય છે શિવાલય, નિર્વિકારી દુનિયા. અહીં તો બધાં છે પતિત મનુષ્ય એટલે દેવી-દેવતા ને બદલે નામ જ હિન્દુ રાખી દીધું છે. બાપ તો બધી વાતો સમજાવતા રહે છે. તમે અસલ છો જ બેહદ બાપ નાં બાળકો. એ તો તમને ૨૧ જન્મો નો વારસો આપે છે. તો બાપ મીઠાં-મીઠાં બાળકો ને સમજાવે છે - જન્મ-જન્માંતર નાં પાપ તમારા માથા પર છે. પાપો થી મુક્ત થવા માટે જ તમે બોલાવો છો. સાધુ-સંત વગેરે બધાં પોકારે છે - હે પતિત-પાવન…. અર્થ કંઈ નથી સમજતા, એમ જ ગાતા રહે છે, તાળી વગાડતા રહે છે. તેમને કોઈ પૂછે - પરમાત્મા સાથે યોગ કેવી રીતે લગાવીએ? એમને કેવી રીતે મળીએ? તો કહી દેશે સર્વવ્યાપી છે. શું આ જ રસ્તો બતાવે છે? કહી દે છે વેદ-શાસ્ત્ર વાંચવાથી ભગવાન મળશે. પરંતુ બાપ કહે છે - હું દર ૫ હજાર વર્ષ પછી ડ્રામા પ્લાન અનુસાર આવું છું. આ ડ્રામા નું રહસ્ય બાપ સિવાય બીજું કોઈ નથી જાણતું. લાખો વર્ષ નો ડ્રામા તો હોઈ ન શકે. હવે બાપ સમજાવે છે આ ૫ હજાર વર્ષ ની વાત છે. કલ્પ પહેલાં પણ બાબાએ કહ્યું હતું કે મનમનાભવ. આ છે મહામંત્ર. માયા પર જીત મેળવવાનો મંત્ર છે. બાપ જ બેસીને અર્થ સમજાવે છે. બીજા કોઈ અર્થ નથી સમજાવતાં. ગવાય પણ છે ને સર્વ નાં સદ્દગતિ દાતા એક બાપ. કોઈ મનુષ્ય તો હોઈ ન શકે. દેવતાઓની પણ વાત નથી. ત્યાં તો સુખ જ સુખ છે, ત્યાં કોઈ ભક્તિ નથી કરતાં. ભક્તિ કરાય છે ભગવાન ને મળવા માટે. સતયુગ માં ભક્તિ હોતી નથી કારણ કે ૨૧ જન્મો નો વારસો મળેલો છે. ત્યારે ગવાય પણ છે દુઃખ મેં સિમરણ... અહીં તો અથાહ દુઃખ છે. ઘડી-ઘડી કહે છે ભગવાન, રહેમ કરો. આ કળિયુગી દુઃખી દુનિયા સદૈવ નથી રહેતી. સતયુગ-ત્રેતા ભૂતકાળ થઈ ગયાં, ફરી આવશે. લાખો વર્ષ ની તો વાત પણ યાદ નથી રહી શકતી. હવે બાપ તો બધી નોલેજ આપે છે, સ્વયં નો પરિચય પણ આપે છે અને રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય પણ સમજાવે છે. ૫ હજાર વર્ષ ની વાત છે. આપ બાળકો નાં ધ્યાન માં આવી ગયું છે. હમણાં તો પારકા રાજ્ય માં છો. તમને પોતાનું રાજ્ય હતું. અહીં તો લડાઈ થી પોતાનું રાજ્ય લે છે, હથિયારો થી, મારામારી થી પોતાનું રાજ્ય લે છે. આપ બાળકો તો યોગબળ થી પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છો. તમને સતોપ્રધાન દુનિયા જોઈએ. જૂની દુનિયા ખતમ થઈ, નવી દુનિયા બને છે, આને કહેવાય છે કળિયુગી જૂની દુનિયા. સતયુગ છે નવી દુનિયા. આ પણ કોઈ ને ખબર નથી. સંન્યાસી કહી દે છે આ તમારી કલ્પના છે. અહીં જ સતયુગ છે, અહીં જ કળિયુગ છે. હવે બાપ સમજાવે છે એક પણ એવા નથી જે બાપ ને જાણતા હોય. જો કોઈ જાણતા હોત તો પરિચય આપે. સતયુગ-ત્રેતા શું ચીજ છે, કોઈ ને સમજ માં થોડી આવે છે? આપ બાળકો ને બાપ સારી રીતે સમજાવતા રહે છે. બાપ જ બધું જાણે છે, જાની જાનનહાર અર્થાત્ નોલેજફુલ છે. મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે. જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર છે. એમની પાસે થી જ આપણને વારસો મળવાનો છે. બાપ નોલેજ માં આપ સમાન બનાવે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- આ પાપો થી મુક્ત થવાનો સમય છે એટલે હમણાં કોઈ પણ પાપ નથી કરવાનાં. જૂની બધી સામગ્રી આ રુદ્ર યજ્ઞ માં સ્વાહા કરવાની છે.
- હમણાં વાનપ્રસ્થ અવસ્થા છે એટલે બાપ, શિક્ષક ની સાથે-સાથે સદ્દગુરુ ને પણ યાદ કરવાના છે. સ્વીટ હોમ માં જવા માટે આત્મા ને સતોપ્રધાન (પાવન) બનાવવાનો છે.
| વરદાન :- |
પોતાની સૂક્ષ્મ કમજોરીઓ નું ચિંતન કરી પરિવર્તન કરવાવાળા સ્વચિંતક ભવ ફક્ત જ્ઞાન નાં પોઈન્ટ્સ રિપીટ કરવા, સાંભળવા કે સંભળાવવા જ સ્વચિંતન નથી પરંતુ સ્વચિંતન અર્થાત્ પોતાની સૂક્ષ્મ કમજોરીઓ ને, પોતાની નાની-નાની ભૂલો નું ચિંતન કરીને ખતમ કરવી, પરિવર્તન કરવું - આ જ છે સ્વચિંતક બનવું. જ્ઞાન નું મનન તો બધાં બાળકો ખૂબ સારું કરે છે પરંતુ જ્ઞાન ને સ્વયં પ્રત્યે યુઝ કરી ધારણા સ્વરુપ બનવું, સ્વયં ને પરિવર્તન કરવું, આનાં જ માર્ક્સ ફાઈનલ રિઝલ્ટ માં મળે છે. |
| સ્લોગન :- | દરેક સમયે કરન કરાવનહાર બાબા યાદ રહે તો હું-પણા નું અભિમાન નથી આવી શકતું. |