| 16.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - તમે માતા - પિતા નાં સન્મુખ આવ્યા છો , અપાર સુખ મેળવવા , બાપ તમને અથાહ દુઃખો થી કાઢી ઘનેરા સુખો માં લઈ જાય છે” | |
| પ્રશ્ન :- | એક બાપ જ રિઝર્વ માં રહે છે, પુનર્જન્મ નથી લેતાં - શા માટે? |
| ઉત્તર :- | કારણકે કોઈ તો તમને તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવા વાળા જોઈએ. જો બાપ પણ પુનર્જન્મ માં આવે તો તમને કાળા થી ગોરા કોણ બનાવે? એટલે બાપ રિઝર્વ માં રહે છે. |
| પ્રશ્ન :- | દેવતાઓ સદા સુખી કેમ છે? |
| ઉત્તર :- | કારણકે પવિત્ર છે, પવિત્રતા નાં કારણે એમની ચલન સુધરેલી છે. જ્યાં પવિત્રતા છે ત્યાં સુખ-શાંતિ છે. મુખ્ય છે પવિત્રતા. |
ઓમ્ શાંતિ ! મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવે છે. એ બાપ પણ છે, માત-પિતા પણ છે. તમે ગાતા હતાં ને - તુમ માત-પિતા હમ બાલક તેરે… બધાં પોકારતા રહે છે. કોને પોકારે છે? પરમપિતા પરમાત્મા ને. બીજું, એમને સમજાતું નથી કે એમની કૃપા થી સુખ ઘનેરા કયા અને ક્યારે મળ્યાં? સુખ ઘનેરા કોને કહેવાય છે, તે પણ નથી સમજતાં. હમણાં તમે અહીં સામે બેઠાં છો, જાણો છો અહીં કેટલાં દુઃખ ઘનેરા છે. આ છે દુઃખધામ. તે છે સુખધામ. કોઈ ની બુદ્ધિ માં નથી આવતું કે આપણે ૨૧ જન્મ સ્વર્ગ માં ખૂબ સુખી રહીએ છીએ. તમને પણ પહેલાં આ અનુભવ નહોતો. હવે તમે સમજો છો આપણે એ પરમપિતા પરમાત્મા, માત-પિતા ની સામે બેઠાં છીએ. જાણો છો આપણે ૨૧ જન્મો માટે સ્વર્ગ ની બાદશાહી પ્રાપ્ત કરવા માટે જ અહીં આવ્યા છીએ. બાપ ને પણ જાણી લીધાં અને બાપ દ્વારા આખા સૃષ્ટિચક્ર ને પણ સમજી લીધું છે. આપણે પહેલાં ઘનેરા સુખ માં હતાં પછી દુઃખ માં આવ્યા, આ પણ નંબરવાર દરેક ની બુદ્ધિ માં રહે છે. વિદ્યાર્થી ને તો સદૈવ યાદ રહેવું જોઈએ પરંતુ બાબા જુએ છે ઘડી-ઘડી ભૂલી જાય છે એટલે પછી મુરજાઈ જાય છે. છુઈ-મુઈ અવસ્થા થઈ જાય છે. માયા વાર કરી લે છે. તે જે ખુશી થવી જોઈએ, તે નથી રહેતી. નંબરવાર પદ તો છે ને? સ્વર્ગ માં તો જાય છે પરંતુ ત્યાં પણ રાજા થી લઈને રંક સુધી રહે છે ને? તે ગરીબ પ્રજા, તે સાહૂકાર પ્રજા. સ્વર્ગ માં પણ એવું છે તો નર્ક માં પણ એવું છે. ઊંચ અને નીચ. હમણાં આપ બાળકો જાણો છો આપણે પુરુષાર્થ કરીએ છીએ - સુખ ઘનેરા મેળવવા માટે. આ લક્ષ્મી-નારાયણ ને સૌથી વધારે સુખ ઘનેરા છે ને? મુખ્ય છે પવિત્રતા ની વાત. પવિત્રતા વગર પીસ (શાંતિ) અને પ્રોસપર્ટી (સમૃદ્ધિ) મળી નથી શકતી. આમાં ચલન ખૂબ સારી જોઈએ. મનુષ્ય ની ચલન સુધરે છે પવિત્રતા થી. પવિત્ર છે તો એમને દેવતા કહેવાય છે. તમે અહીં આવ્યા છો દેવતા બનવા માટે. દેવતાઓ સદા સુખી હતાં. મનુષ્ય કોઈ સદા સુખી હોઈ ન શકે. સુખ હોય જ છે દેવતાઓ ને. આ દેવતાઓની જ તમે પૂજા કરતા હતાં ને? કારણકે પવિત્ર હતાં. બધો આધાર છે પવિત્રતા પર. વિઘ્ન પણ આમાં જ પડે છે. ઈચ્છે છે દુનિયા માં શાંતિ થાય. બાબા કહે છે પવિત્રતા સિવાય શાંતિ ક્યારેય થઈ ન શકે. પહેલી-પહેલી મુખ્ય છે જ પવિત્રતા ની વાત. પવિત્રતા થી જ સુધરેલી ચલન થાય છે. પતિત થવાથી પછી ચલન બગડે છે. સમજવું જોઈએ હવે આપણે ફરી થી દેવતા બનવાનું છે તો પવિત્રતા જરુર જોઈએ. દેવતાઓ પવિત્ર છે ત્યારે તો અપવિત્ર મનુષ્ય એમની આગળ માથું નમાવે છે. મુખ્ય વાત છે પવિત્રતા ની. પોકારે પણ એવી રીતે છે હે પતિત-પાવન, આવીને અમને પાવન બનાવો. બાપ કહે છે કામ મહાશત્રુ છે, આનાં પર જીત મેળવો. આનાં પર જીત મેળવવા થી જ તમે પવિત્ર બનશો. તમે જ્યારે પવિત્ર સતોપ્રધાન હતાં તો શાંતિ હતી, સુખ પણ હતું. આપ બાળકો ને હવે યાદ આવ્યું છે, કાલ ની તો વાત છે. તમે પવિત્ર હતાં તો અથાહ સુખ-શાંતિ બધું હતું. હવે ફરી તમારે આ લક્ષ્મી-નારાયણ બનવાનું છે, આમાં પહેલી મુખ્ય વાત છે સંપૂર્ણ નિર્વિકારી બનવાની. આ તો ગાયન છે, આ છે જ્ઞાન-યજ્ઞ, આમાં વિઘ્ન તો જરુર પડશે. પવિત્રતા ઉપર કેટલાં હેરાન કરે છે? આસુરી સંપ્રદાય અને દૈવી સંપ્રદાય પણ ગવાયેલું છે. તમારી બુદ્ધિ માં છે સતયુગ માં આ દેવતા હતાં. ભલે ચહેરો તો મનુષ્યો નો છે પરંતુ તેમને દેવતા કહેવાય છે. ત્યાં છે સંપૂર્ણ સતોપ્રધાન. કોઈ પણ ખામી ત્યાં હોતી નથી. દરેક ચીજ પરફેક્ટ (સંપૂર્ણ) હોય છે. બાપ પરફેક્ટ છે તો બાળકો ને પણ પરફેક્ટ બનાવે છે. યોગબળ થી તમે કેટલાં પવિત્ર, બ્યુટીફુલ (સુંદર) બનો છો. આ મુસાફર તો સદા ગોરા છે, જે આવીને તમને શ્યામ થી સુંદર બનાવે છે. ત્યાં નેચરલ બ્યુટી (કુદરતી સૌંદર્ય) હોય છે. સુંદર બનાવવાની આવશ્યક્તા નથી રહેતી. સતોપ્રધાન હોય જ છે સુંદર. તે પછી તમોપ્રધાન થવાથી કાળા બની જાય છે. નામ જ છે શ્યામ અને સુંદર. શ્રીકૃષ્ણ ને શ્યામ અને સુંદર કેમ કહે છે? એનો અર્થ ક્યારેય કોઈ બતાવી ન શકે, બાપ સિવાય. ભગવાન બાપ જે વાતો સંભળાવે છે તે બીજા કોઈ મનુષ્ય સંભળાવી નહીં શકશે. ચિત્રો માં સ્વદર્શન ચક્ર દેવતાઓને આપી દીધું છે.
બાપ સમજાવે છે–મીઠાં-મીઠાં બાળકો, સ્વદર્શન ચક્ર ની તો દેવતાઓ ને આવશ્યક્તા નથી. તે શું કરશે શંખ વગેરે? સ્વદર્શન ચક્રધારી તમે બ્રાહ્મણ-બાળકો છો. શંખધ્વનિ પણ તમારે કરવાની છે. તમે જાણો છો હવે વિશ્વ માં કેવી રીતે શાંતિ સ્થાપન થઈ રહી છે. સાથે ચલન પણ સારી જોઈએ. ભક્તિમાર્ગ માં પણ તમે દેવતાઓ ની આગળ જઈને પોતાની ચલન નું વર્ણન કરો છો ને? પરંતુ દેવતાઓ કોઈ તમારી ચલન ને સુધારતા નથી. સુધારવા વાળા બીજા છે. એ શિવબાબા તો છે નિરાકાર. એમની આગળ એમ નહીં કહેશો કે આપ સર્વગુણ સંપન્ન છો... શિવ ની મહિમા જ અલગ છે. દેવતાઓ ની મહિમા ગાય છે. પરંતુ અમે આવા કેવી રીતે બનીએ? આત્મા જ પવિત્ર અને અપવિત્ર બને છે ને? હમણાં તમારો આત્મા પવિત્ર બની રહ્યો છે. જ્યારે આત્મા સંપૂર્ણ બની જશે તો પછી આ શરીર પતિત નહીં રહેશે પછી જઈને પાવન શરીર લેશે. અહીં તો પાવન શરીર હોઈ ન શકે. પાવન શરીર ત્યારે હોય જ્યારે પ્રકૃતિ પણ સતોપ્રધાન હોય. નવી દુનિયા માં દરેક ચીજ સતોપ્રધાન હોય છે. હમણાં પાંચ તત્વ તમોપ્રધાન છે એટલે કેટલાં ઉપદ્રવ થતા રહે છે. કેવી રીતે મનુષ્ય મરતા રહે છે. તીર્થયાત્રા પર જાય છે, કોઈ એક્સિડન્ટ (અકસ્માત) થયો મરી જાય છે. જળ, પૃથ્વી વગેરે કેટલું નુકસાન કરે છે? આ બધાં તત્વ તમને મદદ કરે છે. વિનાશ માં અચાનક પુર આવી જાય, તોફાન આવે છે - આ છે કુદરતી આપદાઓ. તે બોમ્બ્સ વગેરે જે બનાવે છે, એ પણ ડ્રામા માં નોંધ છે. એને ઈશ્વરીય આપદાઓ નહીં કહેવાશે. તે તો મનુષ્ય નું બનાવેલું છે. ભૂકંપ વગેરે કોઈ મનુષ્ય નું બનાવેલું નથી. આ આપદાઓ બધી પરસ્પર મળે છે, પૃથ્વી થી હળવાશ થાય છે. તમે જાણો છો કેવી રીતે બાબા આપણને એકદમ હલ્કા બનાવીને સાથે લઈ જાય છે નવી દુનિયા માં. માથું હલ્કું થવાથી પછી ચુસ્ત થઈ જાય છે ને? તમને બાબા એકદમ હલ્કા કરી દે છે. બધાં દુઃખ દૂર થઈ જાય છે. હમણાં તમારા બધાં નું માથું ખૂબ ભારે છે પછી બધાં હલ્કા, શાંત, સુખી થઈ જશે. જે, જે ધર્મ વાળા છે, બધાને ખુશી થવી જોઈએ, બાબા આવેલા છે, બધાં ની સદ્દગતિ કરવાં. જ્યારે પૂરી સ્થાપના થઈ જાય છે ત્યારે પછી બધાં ધર્મ વિનાશ થઈ જાય છે. પહેલાં તમારી બુદ્ધિ માં આ ખ્યાલ પણ નહોતો. હવે સમજો છો, ગાયન પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના. બાકી અનેક ધર્મ બધાં વિનાશ. આ કર્તવ્ય એક બાપ જ કરે છે, બીજા કોઈ કરી ન શકે એક શિવબાબા સિવાય. આવાં અલૌકિક જન્મ અને અલૌકિક કર્તવ્ય કોઈ નાં હોઈ ન શકે. બાપ છે ઊંચા માં ઊંચા. તો એમનાં કર્તવ્ય પણ ખૂબ ઊંચા છે. કરનકરાવનહાર છે ને? તમે નોલેજ સંભળાવો છો બાપ આવેલા છે, આ સૃષ્ટિ થી પાપ આત્માઓ નો બોજ ઉતારવા માટે. આ તો ગાયન પણ છે ને - બાપ આવે છે એક ધર્મ ની સ્થાપના અને અનેક અધર્મો નો વિનાશ કરવા. તમને હવે કેટલાં ઊંચા મહાત્મા બનાવી રહ્યા છે. મહાત્મા દેવતા વગર કોઈ હોતાં નથી. અહીં તો અનેક ને મહાત્મા કહેતા રહે છે. પરંતુ મહાત્મા કહેવાય છે મહાન આત્મા ને. રામરાજ્ય કહેવાય જ છે સ્વર્ગ ને. ત્યાં રાવણ રાજ્ય જ નથી, તો વિકાર નો સવાલ પણ નથી ઉઠી શકતો એટલે એમને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી. જેટલાં સંપૂર્ણ બનશો એટલાં વધારે સમય સુખ મેળવશો. અપૂર્ણ તો એટલું સુખ મેળવી ન શકે. સ્કૂલ માં પણ કોઈ સંપૂર્ણ, કોઈ અપૂર્ણ હોય છે. ફરક દેખાય છે. ડોક્ટર એટલે ડોક્ટર. પરંતુ કોઈ નો પગાર ખૂબ ઓછો, કોઈનો ખૂબ વધારે. તેવી જ રીતે દેવતાઓ તો દેવતાઓ હોય છે પરંતુ પદ નો ફરક કેટલો પડી જાય છે. બાપ આવીને તમને ઊંચ ભણતર ભણાવે છે. શ્રીકૃષ્ણ ને જ કહે છે શ્યામ-સુંદર. શ્યામ કૃષ્ણ પણ દેખાડે છે. શ્રી શ્રીકૃષ્ણ શ્યામ થોડા હોય છે? નામ-રુપ તો બદલાઈ જાય છે ને? તે પણ આત્મા શ્યામ બને છે, ભિન્ન નામ, રુપ, દેશ, કાળ હવે તમને સમજાવાય છે, તમે સમજો છો બરોબર આપણે શરુ થી લઈને કેવી રીતે પાર્ટ માં આવ્યા છીએ? પહેલાં દેવતા હતાં પછી દેવતા થી અસુર બન્યાં. બાપે ૮૪ જન્મો નાં રહસ્ય પણ સમજાવ્યાં છે, જેની બીજા કોઈને ખબર નથી. બાપ જ આવીને બધાં રહસ્ય સમજાવે છે. બાપ કહે છે-મારા લાડલા બાળકો, તમે મારી સાથે ઘર માં રહેતાં હતાં ને? તમે ભાઈ-ભાઈ હતાં ને? બધાં આત્માઓ હતાં, શરીર નહોતા. બાપ હતાં અને તમે ભાઈ-ભાઈ હતાં. બીજો કોઈ સંબંધ નહોતો. બાપ તો પુનર્જન્મ માં આવતા નથી. એ તો ડ્રામા અનુસાર રિઝર્વ રહે છે. એમનો પાર્ટ જ એવો છે. તમે કેટલો સમય પોકાર્યા છે, એ પણ બાપે બતાવ્યું છે. એવું નથી, દ્વાપર થી પોકારવાનું શરુ કર્યુ છે. ના, બહુ જ સમય પછી તમે પોકારવાનું શરુ કર્યુ છે. તમને તો બાપ સુખી બનાવે છે, અર્થાત્ સુખ નો વારસો બાપ આપી રહ્યા છે. તમે પણ કહો છો બાબા અમે તમારી પાસે કલ્પ-કલ્પ અનેક વાર આવ્યા છીએ. આ ચક્ર ચાલતું જ રહે છે. દર ૫ હજાર વર્ષ પછી બાબા તમને મળે છે અને વારસો મેળવો છો. જે પણ બધાં દેહધારી છે બધાં સ્ટુડન્ટ્સ છે, ભણાવવા વાળા છે વિદેહી. આ એમનો દેહ નથી. પોતે વિદેહી છે, અહીં આવી ને દેહ ધારણ કરે છે. દેહ વગર બાળકો ને ભણાવે કેવી રીતે? બધાં રુહો નાં એ બાપ છે. ભક્તિમાર્ગ માં બધાં એમને પોકારે છે, બરોબર રુદ્ર માળા ફેરવે છે. ઉપર છે ફૂલ અને યુગલ મેરુ. તે તો એક જેવા જ છે. ફૂલ ને કેમ નમસ્કાર કરે છે, આ પણ હમણાં તમને ખબર પડી છે કે માળા કોની ફેરવે છે? દેવતાઓ ની માળા ફેરવે છે કે તમારી ફેરવે છે? માળા દેવતાઓ ની છે કે તમારી છે? દેવતાઓ ની નહીં કહેવાશે. આ બ્રાહ્મણ જ છે જેમને બાપ ભણાવે છે. બ્રાહ્મણ થી પછી તમે દેવતા બની જાઓ છો. હમણાં ભણો છો પછી ત્યાં જઈને દેવતા પદ મેળવો છો. માળા આપ બ્રાહ્મણો ની છે, જે તમે બાપ દ્વારા ભણી ને, મહેનત કરી પછી દેવતા બની જાઓ છો. બલિહારી ભણાવવા વાળાની. બાપે બાળકો ની કેટલી સેવા કરી છે? ત્યાં તો કોઈ બાપ ને યાદ પણ નથી કરતાં. ભક્તિમાર્ગ માં તમે માળા ફેરવતા હતાં. હવે એ ફૂલ આવીને તમને પણ ફૂલ બનાવે છે અર્થાત્ પોતાની માળા નાં દાણા બનાવે છે. તો ગુલ-ગુલ બનો છો ને? આત્મા નું જ્ઞાન પણ હમણાં તમને મળે છે. આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન તમારી બુદ્ધિ માં છે. તમારી જ મહિમા છે. તમે બ્રાહ્મણ આપ સમાન બ્રાહ્મણ બનાવીને પછી દેવી-દેવતા બનાવો છો. દેવતાઓ સ્વર્ગ માં રહે છે. તમે જ્યારે દેવતા બની જાઓ છો ત્યાં તમને પાસ્ટ (ભૂતકાળ), પ્રેઝન્ટ (વર્તમાન), ફ્યુચર (ભવિષ્ય) ની નોલેજ નહીં હશે.
હમણાં આપ બ્રાહ્મણ-બાળકો ને જ ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય નું જ્ઞાન મળે છે, બીજા કોઈ ને પણ જ્ઞાન નથી મળતું. તમે ખૂબ-ખૂબ ભાગ્યશાળી છો. પરંતુ માયા પછી ભૂલાવી દે છે. તમને કોઈ આ બાબા નથી ભણાવતાં. આ તો મનુષ્ય છે, આ પણ ભણી રહ્યા છે. આ તો સૌથી છેલ્લે હતાં. સૌથી નંબરવન પતિત એ જ ફરી નંબરવન પાવન બને છે. કેટલાં સુખી થાય છે? મુખ્ય-ઉદ્દેશ્ય સામે છે. બાપ તમને કેટલાં ઊંચ બનાવે છે! આયુષ્ય વાન ભવ, પુત્રવાન ભવ… આ પણ ડ્રામા માં નોંધ છે. બાપ કહે છે હું આશીર્વાદ આપું તો પછી બધાં ને આપતો રહું. હું તો આપ બાળકો ને ભણાવવા આવું છું. ભણતર થી જ તમને બધાં આશીર્વાદ મળી જાય છે.અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- જેમ બાપ પરફેક્ટ છે-એમ સ્વયં ને પરફેક્ટ બનાવવાનાં છે. પવિત્રતા ધારણ કરી પોતાની ચલન સુધારવાની છે, સાચાં સુખ-શાંતિ નો અનુભવ કરવાનો છે.
- સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન બુદ્ધિ માં રાખી બ્રાહ્મણ સો દેવતા બનાવવાની સેવા કરવાની છે. પોતાનાં ઊંચા ભાગ્ય ને ક્યારેય ભૂલવાનું નથી.
| વરદાન :- |
ધારણા સ્વરુપ દ્વારા સેવા કરીને ખુશી નું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત કરવા વાળા સાચાં સેવાધારી ભવ સેવા નો ઉમંગ રાખવો ખૂબ સારું છે પરંતુ જો પરિસ્થિતિ અનુસાર સેવા નો ચાન્સ તમને નથી મળતો તો પોતાની અવસ્થા હલચલ માં ન આવે. જો જ્ઞાન સંભળાવવા નો ચાન્સ નથી મળતો પરંતુ તમે પોતાની ધારણા સ્વરુપ નો પ્રભાવ પાડો છો તો સેવા નાં માર્ક્સ જમા થઈ જાય છે. ધારણા સ્વરુપ બાળકો જ સાચાં સેવાધારી છે. એમને સર્વની દુવાઓ અને સેવા નાં રિટર્ન માં પ્રત્યક્ષ ફળ ખુશી ની અનુભૂતિ થાય છે. |
| સ્લોગન :- | સાચાં દિલ થી દાતા, વિધાતા, વરદાતા ને રાજી કરી લો તો રુહાની મોજ માં રહેશો. |