| 31.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - આદેશ કરો કે - હે ભૂતો , તમે અમારી પાસે આવી નહીં શકો , તમે તેમને ડરાવો તો તે ભાગી જશે” | |
| પ્રશ્ન :- | ઈશ્વરીય નશામાં રહેવાવાળા બાળકોનાં જીવનની શોભા કઈ છે? |
| ઉત્તર :- | સર્વિસ (સેવા) જ એમનાં જીવનની શોભા છે. જ્યારે નશો છે કે અમને ઈશ્વરીય લોટરી મળી છે તો સેવાનો શોખ હોવો જોઈએ. પરંતુ તીર ત્યારે લાગશે જ્યારે અંદર કોઈ પણ ભૂત નહીં હશે. |
| પ્રશ્ન :- | શિવબાબા નાં બાળકો કહેવડાવવાનાં હકદાર કોણ છે? |
| ઉત્તર :- | જેમને નિશ્ચય છે કે ભગવાન અમારા બાપ છે, અમે એવા ઊંચેથી ઊંચા બાપનાં બાળકો છીએ, એવા નશામાં રહેવાવાળા લાયક બાળકો જ શિવબાબા નાં બાળકો કહેવાનાં હકદાર છે. જો ચરિત્ર ઠીક નથી, ચલન રોયલ્ટી ની નથી તો શિવબાબા નાં બાળકો નથી કહી શકાતાં. |
ઓમ શાંતિ ! શિવબાબા યાદ છે? સ્વર્ગની બાદશાહી યાદ છે? અહીં જ્યારે બેસો છો તો મગજ માં આવવું જોઈએ - આપણે બેહદનાં બાપનાં બાળકો છીએ અને નિત્ય બાપને યાદ કરીએ છીએ. યાદ કર્યા વગર આપણે વારસો લઈ ન શકીએ. શેનો વારસો? પવિત્રતાનો. તો એનાં માટે એવો પુરુષાર્થ કરવો જોઈએ. ક્યારેય પણ કોઈ વિકારની વાત આપણી પાસે આવી ન શકે, ફક્ત વિકારની જ વાત નથી. એક ભૂત નહીં પરંતુ કોઇ પણ ભૂત આવી ન શકે. એવો શુદ્ધ અહંકાર રહેવો જોઈએ. બહુ જ ઊંચા માં ઊંચાં ભગવાન નાં આપણે બાળકો પણ ઊંચા માં ઊંચા થયા ને? વાતચીત, ચલન કેવી રોયલ હોવી જોઈએ. બાપ ચલનથી સમજે છે આ તો બિલકુલ જ વર્થ નોટ પેની (કોડીતુલ્ય) છે. મારા બાળક કહેવાને પણ હકદાર નથી. લૌકિક બાપને પણ ન લાયક બાળકને જોઈ અંદરમાં એવું થાય છે. આ પણ બાપ છે. બાળકો જાણે છે બાપ અમને શિક્ષણ આપી રહ્યા છે પરંતુ કોઈ-કોઈ એવા છે જે બિલકુલ સમજતા નથી. બેહદનાં બાપ આપણને સમજાવી રહ્યા છે એ નિશ્ચય નથી, નશો નથી. આપ બાળકોની બુદ્ધિ કેટલી ઊંચી હોવી જોઈએ? આપણે કેટલાં ઊંચ બાપ નાં બાળકો છીએ. બાપ કેટલું સમજાવે છે. અંદરમાં વિચારો આપણે કેટલાં ઊંચા માં ઊંચાં બાપનાં બાળકો છીએ, આપણું ચરિત્ર કેટલું ઊંચું હોવું જોઈએ? જે આ દેવી-દેવતાઓની મહિમા છે, એ આપણી હોવી જોઈએ. પ્રજા ની થોડી મહિમા છે? એક લક્ષ્મી-નારાયણને જ દેખાડયા છે. તો બાળકોએ કેટલી સારી સેવા કરવી જોઈએ. આ લક્ષ્મી-નારાયણ બંનેએ આ સેવા કરી છે ને? બુદ્ધિ કેટલી ઊંચી જોઈએ? કોઈ બાળકો માં તો કંઈ ફરક જ નથી. માયાથી હાર ખાઈ લે છે તો વધારે જ બગડી જાય છે. નહીં તો અંદરમાં કેટલો નશો રહેવો જોઈએ. આપણે બેહદનાં બાપનાં બાળકો છીએ. બાપ કહે છે બધા ને મારો પરિચય આપતા રહો. સર્વિસ થી જ શોભા મેળવશો, ત્યારે જ બાપનાં દિલ પર ચઢશો. બાળક એ જે બાપનાં દિલ પર ચઢેલા હોય. બાપનો બાળકો પર કેટલો પ્રેમ હોય છે. બાળકોને માથા પર ચઢાવે છે. એટલો મોહ હોય છે પરંતુ એ તો છે હદનો માયાવી મોહ. આ તો છે બેહદનો. એવા કોઈ બાપ હશે જે બાળક ને જોઈ ખુશ ન થાય? મા-બાપને તો અથાહ ખુશી હોય છે. અહીં જ્યારે બેસો છો તો સમજવું જોઈએ કે બાબા આપણને ભણાવે છે. બાબા આપણા ઓબીડિયન્ટ ટીચર (વફાદાર શિક્ષક) છે. બેહદનાં બાપે જરુર કોઈ સેવા કરી હશે ત્યારે તો ગાયન છે ને? કેટલી વન્ડરફુલ વાત છે. કેટલી એમની મહિમા કરાય છે. અહીં બેઠાં છો તો બુદ્ધિમાં નશો રહેવો જોઈએ. સંન્યાસી તો છે જ નિવૃત્તિ માર્ગવાળા. એમનો ધર્મ જ અલગ છે. આ પણ હવે બાપ સમજાવે છે. તમે થોડી જાણતા હતાં સંન્યાસ માર્ગ ને? તમે તો ગૃહસ્થ આશ્રમમાં રહેતા ભક્તિ વગેરે કરતા હતાં, તમને પછી જ્ઞાન મળે છે. એમને તો જ્ઞાન મળવાનું છે નહીં. તમે કેટલું ઊંચું ભણો છો અને બેઠાં કેટલા સાધારણ છો, નીચે. દેલવાડા મંદિરમાં પણ તમે નીચે તપસ્યામાં બેઠાં છો, ઉપરમાં વૈકુંઠ ઊભું છે. ઉપર વૈકુંઠને જોઈને મનુષ્ય સમજે છે સ્વર્ગ ઉપર જ હોય છે.
તો આપ બાળકો નાં અંદરમાં આ બધી વાતો આવી જોઈએ કે આ સ્કૂલ છે. આપણે ભણી રહ્યા છીએ. ક્યાંય ચક્કર લગાવવા જાઓ છો તો પણ બુદ્ધિમાં આવાં વિચાર ચાલે તો ખૂબ મજા આવશે. બેહદ નાં બાપ ને તો દુનિયામાં કોઈ નથી જાણતું. બાપ નાં બાળક બની અને બાપની બાયોગ્રાફી (જીવનચરિત્ર) ને ન જાણે? એવા ભુટ્ટૂ ક્યારેય જોયા? ન જાણવાનાં કારણે કહી દે છે સર્વવ્યાપી છે. ભગવાન ને જ કહી દે છે પોતેજ પૂજ્ય, પોતેજ પૂજારી. આપ બાળકોને અંદરમાં કેટલી ખુશી હોવી જોઈએ - આપણે કેટલાં ઊંચા પૂજ્ય હતાં. પછી આપણે જ પૂજારી બન્યા છીએ. જે શિવબાબા તમને આટલા ઊંચા બનાવે છે પછી ડ્રામા અનુસાર તમે જ એમની પૂજા શરુ કરો છો. આ વાતોને દુનિયા થોડી જાણે છે ભક્તિ ક્યારે શરુ થાય છે? બાપ આપ બાળકોને રોજ-રોજ સમજાવતા રહે છે, અહીં બેઠાં છો તો અંદર માં ખુશી થવી જોઈએ ને? આપણને કોણ ભણાવે છે! ભગવાન આવીને ભણાવે છે - આ તો ક્યારેય સાંભળ્યું પણ નહીં હશે. તેઓ તો સમજે છે ગીતાનાં ભગવાન શ્રીકૃષ્ણ છે તો શ્રીકૃષ્ણ જ ભણાવતા હશે. સારું, શ્રીકૃષ્ણ પણ સમજો તો પણ કેટલી ઊંચી અવસ્થા હોવી જોઈએ. એક પુસ્તક પણ છે મનુષ્ય મત અને ઈશ્વરીય મત નું. દેવતાઓને તો મત લેવાની દરકાર જ નથી. મનુષ્ય ઇચ્છે છે ઈશ્વરની મત. દેવતાઓને તો મત પૂર્વ જન્મ માં મળી હતી જેનાંથી ઊંચ પદ મેળવ્યું. હવે આપ બાળકોને શ્રીમત મળી રહી છે શ્રેષ્ઠ બનવા માટે. ઈશ્વરીય મત અને મનુષ્ય મત માં કેટલો ફરક છે. મનુષ્ય મત શું કહે છે? ઈશ્વરીય મત શું કહે છે? તો જરુર ઈશ્વરીય મત પર ચાલવું પડે. કોઈને મળવા જાઓ છો તો કંઈ પણ લઈ નથી જતાં. યાદ નથી રહેતું કોઈને શું સૌગાત આપવી જોઈએ? આ મનુષ્ય મત અને ઈશ્વરીય મત નો કોન્ટ્રાસ્ટ (તફાવત) બહુ જ જરુરી છે. તમે મનુષ્ય હતાં તો આસુરી મત હતી અને હવે ઈશ્વરીય મત મળે છે. એમાં કેટલો ફરક છે. આ શાસ્ત્ર વગેરે બધા મનુષ્ય નું જ બનાવેલા છે. બાપ કોઈ શાસ્ત્ર વાંચી આવે છે શું? બાપ કહે છે હું કોઈ બાપ નો બાળક છું શું? હું કોઈ ગુરુનો શિષ્ય છું શું? જેમનાંથી શીખ્યો છું? તો આ પણ બધી વાતો સમજાવવી જોઈએ. ભલે આ જાણો છો કે વાનરબુદ્ધિ છે પરંતુ મંદિર લાયક બનવા વાળા પણ છે ને? એવાં ઘણા મનુષ્ય મત પર ચાલે છે પછી તમે સંભળાવો છો કે અમે ઈશ્વરીય મત થી શું બનીએ છીએ, એ અમને ભણાવે છે. ભગવાનુવાચ - અમે એમનાંથી ભણવા જઈએ છીએ. અમે રોજ એક કલાક, પોણો કલાક જઈએ છે. ક્લાસમાં વધારે સમય પણ લેવો ન જોઈએ. યાદની યાત્રા તો ચાલતાં-ફરતાં થઈ શકે છે. જ્ઞાન અને યોગ બંને ખૂબ સહજ છે. અલ્ફ નો છે જ એક શબ્દ. ભક્તિમાર્ગનાં તો ઘણા શાસ્ત્ર છે, ભેગા કરો તો આખું ઘર શાસ્ત્રોથી ભરાઈ જાય. કેટલો આનાં પર ખર્ચો થયો હશે. હવે બાપ તો ખૂબ સહજ બતાવે છે, ફક્ત બાપને યાદ કરો. તો બાપનો વારસો છે જ સ્વર્ગની બાદશાહી. તમે વિશ્વનાં માલિક હતાં ને? ભારત સ્વર્ગ હતું ને? શું તમે ભૂલી ગયા છો? આ પણ ડ્રામા ની ભાવી કહેવાય છે. હવે બાપ આવેલા છે. દર ૫ હજાર વર્ષ પછી આવે છે ભણાવવાં. બેહદનાં બાપ નો વારસો જરુર સ્વર્ગ નવી દુનિયાનો હશે ને? આ તો બિલકુલ સહજ વાત છે. લાખો વર્ષ કહી દેવાથી બુદ્ધિને જાણે તાળું લાગી જાય છે. તાળું ખુલતું જ નથી. એવું તાળું લાગેલું છે જે આટલી સહજ વાત પણ સમજતા નથી. બાપ સમજાવે છે એક જ વાત બસ. વધારે કંઈ પણ ભણાવવું ન જોઈએ. અહીં તમે એક સેકન્ડમાં કોઈને પણ સ્વર્ગવાસી બનાવી શકો છો. પરંતુ આ સ્કૂલ છે એટલે તમારું ભણતર ચાલતું રહે છે. જ્ઞાન સાગર બાપ તમને જ્ઞાન તો એટલું આપે છે જે સાગરને શાહી બનાવો, આખા જંગલને કલમ બનાવો તો પણ અંત ન થઈ શકે. જ્ઞાનને ધારણ કરતા કેટલો સમય થયો છે. ભક્તિને તો અડધો કલ્પ થયો છે. જ્ઞાન તો તમને એક જ જન્મમાં મળે છે. બાપ તમને ભણાવી રહ્યા છે નવી દુનિયા માટે. એ શારીરિક સ્કૂલમાં તો તમે કેટલો સમય પણ ભણો છો. ૫ વર્ષથી લઈને ૨૦-૨૨ વર્ષ સુધી ભણતા રહો છો. કમાણી થોડી અને ખર્ચો બહુ જ કરશો તો નુકસાન થઈ જશે ને?
બાપ કેટલાં સોલ્વન્ટ (સાહૂકાર) બનાવે છે, પછી ઇનસોલ્વન્ટ (કંગાળ) બની જાઓ છો. હમણાં ભારતની હાલત જુઓ શું છે? ઉમંગ થી સમજાવવું જોઈએ. માતાઓએ ઊભા થવું જોઈએ. તમારું જ ગાયન છે વંદે માતરમ્. ધરતીને વંદે માતરમ્ નથી કહેવાતુ. વંદે માતરમ્ મનુષ્યને કરાય છે. બાળકો જે બંધનમુક્ત છે એ જ આ સેવા કરે છે. એ પણ કલ્પ પહેલાં બંધનમુક્ત થયા હતાં, એમ થતા રહે છે. અબળાઓ પર કેટલાં અત્યાચાર થાય છે. જાણે છે અમને બાપ મળ્યા છે, તો સમજે છે બસ, હવે બાપ ની સેવા કરવી છે. બંધન છે, એવું કહેવા વાળા રીઢ બકરીઓ છે. ગવર્મેન્ટ ક્યારેય કહી ન શકે તમે ઈશ્વરીય સેવા ન કરો. વાત કરવાની હિંમત જોઈએ ને? જેમનામાં જ્ઞાન છે એ તો એટલામાં સહજ બંધનમુક્ત થઈ શકે છે. જ્જ ને પણ સમજાવી શકો છો - અમે રુહાની સેવા કરવા ઇચ્છીએ છીએ. રુહાની બાપ અમને ભણાવી રહ્યા છે. ક્રિશ્ચન લોકો પણ કહે છે લિબ્રેટ કરો, ગાઈડ (માર્ગદર્શક) બનો. ભારતવાસીઓ થી તો પણ એમની સમજ સારી છે. આપ બાળકો માં જે સારા સમજદાર છે એમને સેવાનો ખૂબ શોખ રહે છે. સમજે છે ઈશ્વરીય સેવાથી ખૂબ લોટરી મળે છે. ઘણાં તો લોટરી વગેરે સમજતા જ નથી. ત્યાં પણ જઈને દાસ-દાસીઓ બનશે. દિલમાં સમજે છે સારું, દાસી પણ ચાલશે, ચંડાળ પણ ચાલશે. સ્વર્ગ માં તો હોઈશું ને? એમની ચલન પણ એવી જોવામાં આવે છે. તમે સમજો છો બેહદનાં બાપ આપણને સમજાવી રહ્યા છે. આ દાદા પણ સમજાવે છે, બાપ આમનાં દ્વારા બાળકોને ભણાવી રહ્યા છે. કોઈ તો આટલું પણ સમજતા નથી. અહીંથી બહાર નીકળ્યા, ખલાસ. અહીં બેસી પણ જાણે કઈ સમજતા નથી. બુદ્ધિ બહાર ભટકતી ધક્કા ખાતી રહે છે. એક પણ ભૂત નીકળતું નથી. ભણાવવાવાળા કોણ અને બનો છો શું! સાહૂકારો નાં પણ દાસ-દાસીઓ બનશે ને? હમણાં પણ સાહૂકારો ની પાસે કેટલાં નોકર-ચાકર રહે છે? સેવા પર તો એકદમ ઉડવું જોઈએ. આપ બાળકો શાંતિ સ્થાપન અર્થ નિમિત્ત બનો છો, વિશ્વમાં સુખ-શાંતિ સ્થાપન કરી રહ્યા છો. પ્રેકટીકલમાં તમે જાણો છો અમે શ્રીમત પર સ્થાપન કરી રહ્યા છીએ, એમાં અશાંતિ કોઈ હોવી ન જોઈએ. બાબાએ અહીં પણ ઘણા એવા સારા-સારા ઘર જોયેલા છે. એક ઘર માં ૬-૭ વહુઓ ભેગી કેટલી પ્રેમ થી રહે છે, બિલકુલ શાંતિ હોય છે. કહેતા હતાં - અમારી પાસે તો સ્વર્ગ છે. કોઈ ની ખિટ-ખિટ ની વાત નથી. બધાં આજ્ઞાકારી છે, એ સમયે બાબા નાં પણ સંન્યાસી જેવાં વિચારો હતાં. દુનિયાથી વૈરાગ રહેતો હતો. હવે તો આ છે બેહદનો વૈરાગ. કંઈ પણ યાદ ન રહે. બાબા તો નામ બધાં ભૂલી જાય છે. બાળકો કહે છે બાબા, તમે અમને યાદ કરો છો? બાબા કહે છે મારે તો બધા ને ભૂલવાનું છે. ન ભૂલો, ન યાદ કરો. બેહદ નો વૈરાગ છે ને? બધા ને ભૂલવાનું છે. આપણે અહીં નાં રહેવાવાળા થોડી છીએ? બાપ આવેલા છે - આપણો સ્વર્ગનો વારસો આપવાં. બેહદનાં બાપ કહે છે મને યાદ કરો તો તમે વિશ્વનાં માલિક બની જશો. આ બેજ ખૂબ સારો છે સમજાવવા માટે. કોઈ માંગે તો બોલો - સમજીને લો. આ બેજ ને સમજવાથી તમને વિશ્વની બાદશાહી મળી શકે છે. શિવબાબા આ બ્રહ્મા દ્વારા ડાયરેક્શન આપે છે મને યાદ કરો તો તમે આ બનશો. ગીતા વાળા જે છે એ સારી રીતે સમજી લેશે. જે દેવતા ધર્મનાં હશે. કોઈ-કોઈ પ્રશ્ન પૂછે છે - દેવતાઓ ઉતરે કેમ છે? અરે, આ ચક્ર ફરતું રહે છે. પુનર્જન્મ લેતાં-લેતાં નીચે તો ઉતરશે ને! ચક્ર તો ફરવાનું જ છે. દરેકનાં દિલ માં આ આવે જરુર છે અમે સેવા કેમ નથી કરી શકતાં? જરુર મારામાં કોઇ ખામી છે. માયાનાં ભૂતોએ નાક થી પકડ્યા છે.
હવે આપ બાળકો સમજો છો આપણે હવે ઘરે જવાનું છે પછી નવી દુનિયામાં આવીને રાજ્ય કરીશું. તમે મુસાફર છો ને? દૂર દેશ થી અહીં આવીને પાર્ટ ભજવો છો. હવે તમારી બુદ્ધિમાં છે આપણે અમરલોક જવાનું છે. આ મૃત્યુલોક ખલાસ થઈ જવાનો છે. બાપ સમજાવે તો ખૂબ છે. સારી રીતે ધારણ કરવાનું છે. આને પછી વાગોળતા રહેવું જોઈએ. એ પણ બાપે સમજાવ્યું છે કર્મભોગ ની બીમારી ઉથલ (બહાર) ખાશે. માયા સતાવશે પરંતુ મૂંઝાવું ન જોઈએ. થોડું કંઈક થાય છે તો હેરાન થઈ જાય છે. બીમારીમાં મનુષ્ય ખૂબ ભગવાનને વધારે યાદ કરે છે. બંગાળમાં જ્યારે કોઈ ખૂબ બીમાર થાય છે તો તેમને કહે છે રામ બોલો....રામ બોલો... જુએ છે હવે મરવા પર છે તો ગંગા પર લઈ જઈ હરિ બોલ, હરિ બોલ કરે છે પછી એમને લઈ આવી બાળવાની શું જરુર છે. ગંગામાં અંદર નાખી દો ને. કચ્છ-મચ્છ વગેરેનાં શિકાર થઈ જશે. કામમાં આવી જશે. પારસી લોકો રાખી દે છે તો એ હાડકાઓ પણ કામમાં આવે છે. બાપ કહે છે તમે બીજી બધી વાતો ભૂલી મને યાદ કરો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- બંધનમુક્ત બની ભારતની સાચ્ચી સેવા કરવાની છે. ફલક (ઉમંગ) થી સમજાવવાનું છે કે અમને રુહાની બાપ ભણાવી રહ્યા છે, અમે રુહાની સેવા પર છીએ. ઈશ્વરીય સેવાની ઉછળ આવતી રહે.
- કર્મભોગની બીમારી કે માયાનાં તોફાનોમાં મૂંઝાવાનું કે હેરાન નથી થવાનું. બાપે જે જ્ઞાન આપ્યું છે એને વાગોળતા બાપ ની યાદમાં હર્ષિત રહેવાનું છે.
| વરદાન :- |
નિરાકાર અને સાકાર બંને રુપો નાં યાદગાર ને વિધિપૂર્વક મનાવવા વાળા શ્રેષ્ઠ આત્મા ભવ દિપમાળા અવિનાશી અનેક જાગતા દિપકો ની યાદગાર છે. આપ ચમકતા આત્માઓ દિપકની લો માફક દેખાવ છો એટલે ચમકતા આત્માઓ દિવ્ય જ્યોતિનું યાદગાર સ્થૂળ દિપક ની જ્યોતિ માં દેખાડ્યું છે તો એક તરફ નિરાકારી આત્માનાં રુપનું યાદગાર છે, બીજી તરફ તમારા જ ભવિષ્ય સાકાર દિવ્ય સ્વરુપ લક્ષ્મી નાં રુપમાં યાદગાર છે. આ જ દિપમાળા દેવ પદ પ્રાપ્ત કરાવે છે. તો આપ શ્રેષ્ઠ આત્માઓ પોતાની યાદગાર સ્વયં જ મનાવી રહ્યા છો. |
| સ્લોગન :- | નેગેટિવ ને પોઝિટિવ માં ચેન્જ કરવા માટે પોતાની ભાવનાઓને શુભ અને બેહદની બનાવો. |