| 30.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - એક બાપ ની યાદ માં રહેવું જ અવ્યભિચારી યાદ છે , આ યાદ થી તમારા પાપ કપાઈ શકે છે” | |
| પ્રશ્ન :- | બાપ જે સમજાવે છે તેને કોઈ સહજ માની લે છે, કોઈ મુશ્કેલ સમજે - આનું કારણ શું છે? |
| ઉત્તર :- | જે બાળકોએ બહુ જ સમય ભક્તિ કરી છે, અડધા કલ્પ થી જૂનાં ભક્ત છે, તેઓ બાપની દરેક વાતને સહજ માની લે છે કારણકે તેમને ભક્તિનું ફળ મળે છે. જે જૂનાં ભક્ત નથી તેમને દરેક વાત સમજવામાં મુશ્કેલી લાગે છે. બીજા ધર્મ વાળા તો આ જ્ઞાન ને સમજી પણ નથી શકતાં. |
ઓમ શાંતિ ! મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ બેસી સમજાવે છે આપ બાળકો બધા શું કરી રહ્યા છો? તમારી છે અવ્યભિચારી યાદ. એક હોય છે વ્યભિચારી યાદ, બીજી હોય છે અવ્યભિચારી યાદ. તમારી બધાની છે અવ્યભિચારી યાદ. કોની યાદ છે? એક બાપની. બાપને યાદ કરતાં- કરતાં પાપ કપાઈ જશે અને તમે ત્યાં પહોંચી જશો. પાવન બની ને પછી નવી દુનિયામાં જવાનું છે. આત્માઓએ જવાનું છે. આત્મા જ આ ઓર્ગન (અંગો) દ્વારા બધા કર્મ કરે છે ને? તો બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. મનુષ્ય તો અનેકાનેક ને યાદ કરે છે. ભક્તિ માર્ગ માં તમારે યાદ કરવાનાં છે એક ને. ભક્તિ પણ પહેલા-પહેલા તમે ઊંચે થી ઊંચા શિવબાબા ની જ કરી હતી. તેને કહેવાય છે અવ્યભિચારી ભક્તિ. તે જ સર્વને સદ્દગતિ આપવા વાળા રચયિતા બાપ છે. એમનાથી બાળકોને બેહદ નો વારસો મળે છે. ભાઈ-ભાઈ થી વારસો નથી મળતો. વારસો હંમેશા બાપ પાસેથી બાળકોને મળે છે. થોડો ઘણો કન્યાઓને મળે છે. તે તો પછી જઈને હાફ પાર્ટનર (અર્ધી ભાગીદાર) બને છે. અહીં તો તમે બધા આત્માઓ છો. બધા આત્માનાં બાપ એક છે. બધાને બાપ પાસેથી વારસો લેવાનો હક છે. તમે છો ભાઈ-ભાઈ, ભલે શરીર સ્ત્રી-પુરુષનું છે. આત્મા બધા ભાઈ- ભાઈ છે. તેઓ તો ફક્ત કહેવા માત્ર કહી દે છે હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ. અર્થ નથી સમજતા. તમે હમણાં અર્થ સમજો છો. ભાઈ- ભાઈ એટલે બધા આત્માઓ એક બાપનાં બાળકો છે પછી પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો ભાઈ-બહેન છે. હમણાં તમે જાણો છો આ દુનિયાથી બધાએ પાછા જવાનું છે. જે પણ મનુષ્ય માત્ર છે, બધા નો પાર્ટ હવે પૂરો થાય છે. પછી બાપ આવીને જૂની દુનિયાથી નવી દુનિયામાં લઈ જાય છે, પાર લઈ જાય છે. ગાય પણ છે - ખિવૈયા, પાર લગાવો અર્થાત્ સુખધામ માં લઈ જાઓ. આ જૂની દુનિયા બદલાઈને પછી નવી દુનિયા જરુર બનવાની છે. મૂળવતન થી લઈને આખી દુનિયાનો નકશો તમારી બુદ્ધિમાં છે. આપણે આત્માઓ બધા સ્વીટધામ, શાંતિધામ નાં નિવાસી છીએ. આ તો બુદ્ધિમાં યાદ છે ને? આપણે જ્યારે સતયુગી નવી દુનિયામાં છીએ તો બાકી બધા આત્માઓ શાંતિધામ માં રહે છે. આત્મા નો તો ક્યારેય વિનાશ નથી થતો. આત્મામાં અવિનાશી પાર્ટ ભરેલો છે. તે ક્યારેય પણ વિનાશ નથી થઈ શકતો. સમજો, આ એન્જિનિયર છે પછી ૫ હજાર વર્ષ પછી હૂબહૂ આવા જ એન્જિનિયર બનશે. આ જ નામ, રુપ, દેશ, કાળ રહેશે. આ બધી વાતો બાપ જ આવીને સમજાવે છે. આ અનાદિ-અવિનાશી ડ્રામા છે. આ ડ્રામાની આયુ ૫ હજાર વર્ષ છે. સેકન્ડ પણ ઓછી વધારે નથી થઈ શકતી. આ અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. બધાને પાર્ટ મળેલો છે. દેહી- અભિમાની થઈ, સાક્ષી થઈ ને ખેલને જોવાનું છે. બાપને તો દેહ છે નહીં. એ તો નોલેજફુલ છે, બીજરુપ છે. બાકી આત્માઓ જે ઉપર નિરાકારી દુનિયામાં રહે છે તે ફરી આવે છે નંબરવાર પાર્ટ ભજવવા. પહેલા-પહેલા નંબર શરુ થાય છે દેવતાઓનો. પહેલા નંબરની જ ડિનાયસ્ટી (વંશ) નાં ચિત્ર છે પછી ચંદ્રવંશી ડિનાયસ્ટી નાં પણ ચિત્ર છે. સૌથી ઊંચ છે સૂર્યવંશી લક્ષ્મી-નારાયણનું રાજ્ય, તેમનું રાજ્ય ક્યારે કેવી રીતે સ્થાપન થયું? કોઈ પણ મનુષ્યમાત્ર નથી જાણતા. સતયુગ ની આયુ જ લાખો વર્ષ લખી દીધું છે. કોઈ ની પણ જીવન કહાણી ને નથી જાણતા. આ લક્ષ્મી-નારાયણ ની જીવન કહાણી ને જાણવાં જોઈએ. વગર જાણીએ માથું ઝૂકાવવું અથવા મહિમા કરવી આ તો ખોટું છે. બાપ બેસીને મુખ્ય-મુખ્ય જે છે તેમની જીવન કહાણી સંભળાવે છે. હમણાં તમે જાણો છો-કેવી રીતે તેમની રાજધાની ચાલે છે. સતયુગ માં શ્રીકૃષ્ણ હતા ને? હવે તે કૃષ્ણપુરી ફરીથી સ્થાપન થઈ રહી છે. શ્રીકૃષ્ણ તો છે સ્વર્ગનાં પ્રિન્સ (રાજકુમાર). લક્ષ્મી-નારાયણ ની રાજધાની કેવી રીતે સ્થાપન થઇ - આ બધું તમે સમજો છો.
નંબરવાર માળા પણ બનાવે છે. ફલાણા- ફલાણા માળાનાં દાણા બનશે. પરંતુ ચાલતા- ચાલતા પછી હાર પણ ખાઈ લે છે. માયા હરાવી દે છે. જ્યાં સુધી સેના માં છે, કહેવાશે આ કમાંડર છે, આ ફલાણા છે. પછી મરી પડે છે. અહી મરવું અર્થાત્ અવસ્થા ઓછી થવી, માયા થી હારવું. ખતમ થઇ જાય છે. આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, ભાગન્તી…અહો મમ માયા…ફારકતી દેવન્તી થઈ જાય છે. મરજીવા બને છે, બાપ નાં બને છે પછી રામરાજ્ય થી રાવણ રાજ્ય માં ચાલ્યા જાય છે. આના પર જ પછી યુદ્ધ દેખાડ્યું છે-કૌરવ અને પાંડવોનું. પછી અસુરો અને દેવતાઓનું પણ યુદ્ધ દેખાડ્યુ છે. એક યુદ્ધ દેખાડો ને. બે કેમ? બાપ સમજાવે છે અહીં ની જ વાત છે. લડાઈ તો હિંસા થઈ જાય, આ તો છે જ અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ. તમે હમણાં ડબલ અહિંસક બનો છો. તમારી છે જ યોગબળની વાત. હથિયારો વગેરેથી તમે કોઈને કંઈ કરતા નથી. તે તાકાત તો ખ્રિસ્તીઓ માં પણ ઘણી છે. રશિયા અને અમેરિકા બે ભાઈ છે. આ બંનેની છે હરિફાઈ, બોમ્બ્સ વગેરે બનાવવાની . બંને એક-બીજાથી તાકાત વાળા છે. એટલી તાકાત છે, જો બંને પરસ્પર મળી જાય તો આખા વિશ્વ પર રાજ્ય કરી શકે છે. પરંતુ કાયદો નથી જે બાહુબળ થી કોઈ વિશ્વ પર રાજય મેળવી શકે. વાર્તાઓ પણ દેખાડે છે - બે બિલાડી પરસ્પર લડી, માખણ વચમાં ત્રીજો ખાઈ ગયો. આ બધી વાતો હવે બાપ સમજાવે છે. આ થોડી જ કંઈ જાણતા હતાં. આ ચિત્ર વગેરે પણ બાપે જ દિવ્ય દૃષ્ટિથી બનાવડાવ્યા છે અને હવે સમજાવી રહ્યા છે, તેઓ પરસ્પર માં લડે છે. આખા વિશ્વની બાદશાહી તમે લઈ લો છો. તે બંને છે બહુ જ પાવરફૂલ (શક્તિશાળી). જેમ-તેમ પરસ્પર લડાવી દે છે. પછી મદદ દેતા રહે છે કારણકે તેમનો પણ વેપાર છે જબરદસ્ત. સો જ્યારે બે બિલાડી પરસ્પર લડે ત્યારે તો બારુદ વગેરે કામ આવે. જ્યાં-ત્યાં બે ને લડાવી દે છે. આ હિન્દુસ્તાન-પાકિસ્તાન પહેલા અલગ હતાં શું? બંને ભેગા હતા, આ બધી ડ્રામા માં નોંધ છે. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યા છો - યોગબળ થી વિશ્વનાં માલિક બનો. તેઓ પરસ્પર લડે છે, માખણ વચ્ચે તમે ખાઈ લો છો. માખણ અર્થાત વિશ્વની બાદશાહી તમને મળે છે અને બહુ જ સરળ રીતે મળે છે. બાપ કહે છે-મીઠાં-મીઠાં બાળકો, પવિત્ર જરુર બનવાનું છે. પવિત્ર બની પવિત્ર દુનિયામાં ચાલવાનું છે. તેને કહેવાય છે વાઈસલેસ વર્લ્ડ, સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. દરેક ચીજ સતોપ્રધાન, સતો, રજો, તમો માં જરુર આવે છે. બાપ સમજાવે છે-તમારામાં આ બુદ્ધિ નહોતી કારણકે શાસ્ત્રો માં લાખો વર્ષ કહી દીધા છે. ભક્તિ છે જ અજ્ઞાન અંધકાર. આ પણ પહેલા તમને ખબર થોડી જ હતી? હવે સમજો છો તેઓ કહી દે છે કળયુગ હમણાં ૪૦ હજાર વર્ષ હજી ચાલશે. અચ્છા, ૪૦ હજાર વર્ષ પુરા થાય પછી શું થશે? કોઈ ને પણ આ ખબર નથી એટલે કહેવાય છે અજ્ઞાન નિદ્રા માં સૂતેલા છે. ભક્તિ છે અજ્ઞાન. જ્ઞાન આપવા વાળા તો એક જ બાપ જ્ઞાનનાં સાગર છે. તમે છો જ્ઞાન-નદી ઓ. બાપ આવીને આપ બાળકોને અર્થાત્ આત્માઓને ભણાવે છે. તે બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. બીજા કોઈ પણ આમ નહીં કહેશે, આ અમારા બાપ, શિક્ષક, ગુરુ છે. આ તો છે બેહદની વાત. બેહદ નાં બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. સ્વયં બેસીને સમજાવે છે હું તમારો સુપ્રીમ બાપ છું, તમે બધા મારા બાળકો છો. તમે પણ કહો છો-બાબા, તમે એ જ છો. બાપ પણ કહે છે તમે કલ્પ-કલ્પ મળો છો. તો એ છે પરમ આત્મા, સુપ્રીમ. એ આવીને બાળકોને બધી વાતો સમજાવે છે. કળયુગ ની આયુ ૪૦ હજાર વર્ષ હજુ કહેવું બિલકુલ ગપોડા છે. ૫ હજાર વર્ષમાં બધું આવી જાય છે. બાપ જે સમજાવે છે તમે માનો છો, સમજો છો. એવું નથી કે તમે નથી માનતા. જો ન માનતા તો અહીં ન આવતા. આ ધર્મ નાં નથી તો પછી માનતા નથી. બાપે સમજાવ્યું છે બધો આધાર ભક્તિ પર છે. જેમણે બહુ જ ભક્તિ કરી છે તો ભક્તિનું ફળ તેમને મળવું જોઇએ. તેમને જ બાપ પાસેથી બેહદ નો વારસો મળે છે. તમે જાણો છો હમ સો દેવતા વિશ્વનાં માલિક બનીએ છીએ. બાકી થોડા દિવસ છે. આ જૂની દુનિયાનો વિનાશ તો દેખાડ્યો છે, બીજા કોઈ શાસ્ત્ર માં આવી વાત છે નહીં. એક ગીતા જ છે ભારતનું ધર્મ શાસ્ત્ર. દરેકે સ્વયંનું ધર્મશાસ્ત્ર વાંચવું જોઈએ અને એ ધર્મ જેમના દ્વારા સ્થાપન થયો તેમને પણ જાણવા જોઈએ. જેમ ક્રિશ્ચન ક્રાઈસ્ટ ને જાણે છે, તેમને જ માને છે, પૂજે છે. તમે આદિ સનાતન દેવી- દેવતા ધર્મનાં છો તો દેવતાઓને જ પૂજો છો. પરંતુ આજકાલ સ્વયંને હિન્દુ ધર્મનાં કહી દે છે.
આપ બાળકો હમણાં રાજયોગ શીખી રહ્યા છો. તમે રાજઋષિ છો. તે છે હઠયોગ ઋષિ. રાત-દિવસ નો ફરક છે. તેઓનો તો સંન્યાસ છે કાચો, હદનો. ફક્ત ઘરબાર છોડવાનો. તમારો સંન્યાસ અથવા વૈરાગ્ય છે આખી જૂની દુનિયાને છોડવાનો. પહેલા-પહેલા સ્વયં નાં ઘર સ્વીટ હોમ માં જઈને પછી નવી દુનિયા સતયુગમાં આવશો. બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થાય છે. હમણાં તો આ પતિત જૂની દુનિયા છે. આ સમજવાની વાતો છે. બાપ દ્વારા ભણો છો. આ તો જરુર સત્ય છે ને? આમાં નિશ્ચય ન હોવાની તો વાત જ નથી. આ નોલેજ બાપ જ ભણાવે છે. એ બાપ શિક્ષક પણ છે, સાચા સદ્દગુરુ પણ છે, સાથે લઈ જવા વાળા. એ ગુરુ લોકો તો અડધા પર છોડીને ચાલ્યા જાય છે. એક ગુરુ ગયા તો બીજા ગુરુ કરશે. તેમના ચેલાને ગાદી પર બેસાડશે. અહીં તો છે બાપ અને બાળકોની વાત. તે પછી છે ગુરુ અને ચેલા નાં વારસા નો હક. વારસો તો બાપનો જ જોઈએ ને? શિવબાબા આવે જ છે ભારત માં. શિવરાત્રિ અને શ્રીકૃષ્ણની રાત્રિ મનાવે છે ને? શિવની જન્મપત્રી તો છે નહીં. સંભળાવે કેવી રીતે? એમની તિથી-તારીખ તો હોતી નથી. શ્રીકૃષ્ણ જે પહેલા નંબર વાળા છે, તેમની દેખાડે છે. દિવાળી મનાવવી તો દુનિયાનાં મનુષ્યો નું કામ છે. આપ બાળકો માટે થોડી જ દિવાળી છે. આપણું નવું વર્ષ, નવી દુનિયા સતયુગ ને કહેવાય છે. હમણાં તમે નવી દુનિયા માટે ભણી રહ્યા છો. હમણાં તમે છો પુરુષોત્તમ સંગમયુગ પર. તે કુંભના મેળામાં કેટલા અનેક મનુષ્ય જાય છે. તે હોય છે પાણીની નદીઓ પર મેળો. કેટલા અનેક મેળા લાગે છે. તેમની પણ અંદર ઘણી પંચાયત હોય છે. ક્યારેક-ક્યારેક તો તેમના પરસ્પર જ મોટા ઝઘડા થઈ જાય છે કારણકે દેહ-અભિમાની છે ને? અહીં તો ઝઘડા વગેરેની વાત જ નથી. બાપ ફક્ત કહે છે - મીઠાં-મીઠાં લાડલા બાળકો, મને યાદ કરો. તમારો આત્મા જે સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યો છે, ખાદ પડી છે ને, તે યોગ-અગ્નિ થી જ નીકળશે. સોની લોકો જાણે છે, બાપ ને જ પતિત-પાવન કહેવાય છે. બાપ સુપ્રીમ સોની થયા. બધાની ખાધ નીકાળીને સાચું સોનુ બનાવી દે છે. સોનું અગ્નિ માં નાખવામાં આવે છે. આ છે યોગ અર્થાત્ યા દની અગ્નિ કારણકે યાદ થી જ પાપ ભસ્મ થાય છે. તમોપ્રધાન થી સતોપ્રધાન યાદની યાત્રાથી જ બનવાનું છે. બધા તો સતોપ્રધાન નહીં બનશે. કલ્પ પહેલા ની માફક જ પુરુષાર્થ કરશે. પરમ આત્મા નો પણ ડ્રામામાં પાર્ટ નોંધાયેલો છે, જે નોંધ છે તે થતું રહે છે. બદલી નથી શકાતું, રીલ ફરતું જ રહે છે. બાપ કહે છે આગળ જઈ તમને ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવશું. પહેલા-પહેલા તો આ નિશ્ચિય કરવાનો છે - એ છે બધા જ આત્માઓનાં બાપ. તેમને યાદ કરવાનાં છે. મનમનાભવ નો પણ અર્થ આ છે. બાકી શ્રીકૃષ્ણ ભગવાનુવાચ તો છે જ નહીં. સમજો, શ્રીકૃષ્ણ હોય તો બધા તેમની પાસે ચાલ્યા જાય. બધા ઓળખી લે. તો એમ કેમ કહે છે કે મને કોટો માં કોઈ જાણે છે. આ તો બાપ સમજાવે છે એટલે મનુષ્યને સમજવામાં તકલીફ થાય છે. પહેલા પણ આવું થયું હતું. મેં જ આવીને દેવી-દેવતા ધર્મ ની સ્થાપન કરી હતી, પછી આ શાસ્ત્ર વગેરે બધું લુપ્ત થઈ જાય છે. પછી પોતાના સમય પર ભક્તિ માર્ગ નાં શાસ્ત્ર વગેરે બધુ એ જ નીકળશે. સતયુગ માં એક પણ શાસ્ત્ર નથી હોતા. ભક્તિ નું નામ નિશાન નથી. હમણા તો ભક્તિનું રાજ્ય છે. બધામાં મોટા થી મોટા છે શ્રી શ્રી ૧૦૮ જગતગુરુ કહેવાવાળા. આજકાલ તો ૧૦૦૮ પણ કહી દે છે. હકીકતમાં આ માળા છે અહીં ની. માળા જ્યારે ફેરવે છે તો જાણે છે ફૂલ નિરાકાર છે, પછી છે મેરુ. બ્રહ્મા-સરસ્વતી યુગલ દાણા કારણકે પ્રવૃત્તિ માર્ગ છે ને? પ્રવૃત્તિ માર્ગ વાળા નિવૃત્તિ માર્ગવાળા ને ગુરુ કરશે તો શું આપશે? હઠયોગ શીખવો પડે. તે તો અનેક પ્રકાર નાં હઠયોગ છે, રાજયોગ છે જ એક પ્રકારનો. યાદ ની યાત્રા છે જ એક, જેને રાજયોગ કહેવાય છે. બાકી બીજું બધો છે હઠયોગ, શરીર ની તંદુરસ્તી માટે, આ રાજયોગ બાપ જ શીખવાડે છે. આત્મા છે ફર્સ્ટ અને પછી છે શરીર. તમે પછી સ્વયંને આત્મા ને બદલે શરીર સમજી ઉલ્ટા થઈ પડ્યા છો. હવે સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે. અચ્છા !
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- આ અનાદિ અવિનાશી પૂર્વ નિર્ધારિત ડ્રામામાં દરેક નાં પાર્ટ ને દેહી-અભિમાની બની, સાક્ષી થઈ ને જોવાનો છે. સ્વયંનાં સ્વીટ હોમ અને સ્વીટ રાજધાનીને યાદ કરવાનાં છે, આ જૂની દુનિયાને બુદ્ધિથી ભૂલી જવાનું છે.
- માયાથી હારવાનું નથી. યાદની અગ્નિથી પાપોનો નાશ કરી આત્માને પાવન બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે.
| વરદાન :- |
દિવાળી પર યથાર્થ વિધિથી પોતાના દૈવી પદનું આહ્વાન કરવા વાળા પૂજ્ય આત્મા ભવ દિવાળી પર પહેલા લોકો વિધિપૂર્વક દિપક જગાડતા હતા, દીપક બુજાઈ નહીં આ ધ્યાન રાખતા હતા, ધૃત નાખતા હતા, વિધિપૂર્વક આહ્વાન નાં અભ્યાસમાં રહેતા હતાં. હવે તો દીપક નાં બદલે બલ્પ જગાવી દે છે. દિવાળી નથી મનાવતા હવે તો મનોરંજન થઈ ગયું છે. આહ્વાન ની વિધિ અથવા સાધના સમાપ્ત થઈ ગઈ છે. સ્નેહ સમાપ્ત થઈ ફક્ત સ્વાર્થ રહી ગયો છે એટલે યથાર્થ દાતા રુપધારી લક્ષ્મી કોઈની પાસે આવતી નથી. પરંતુ તમે બધા યથાર્થ વિધિથી પોતાનાં દૈવી પદનું આહ્વાન કરો છો એટલે સ્વયં પૂજ્ય દેવી-દેવતા બની જાઓ છો. |
| સ્લોગન :- | સદા બેહદ ની વૃત્તિ, દૃષ્ટિ અને સ્થિતિ હોય ત્યારે વિશ્વ કલ્યાણ નું કાર્ય સંપન્ન થશે. |