| 24.12.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - અપાર ખુશી તથા નશા માં રહેવા માટે દેહ - અભિમાન ની બીમારી છોડી પ્રીત બુદ્ધિ બનો , સ્વયં ની ચલન સુધારો” | |
| પ્રશ્ન :- | કયા બાળકો ને જ્ઞાન નો ઉલ્ટો (ઉંધો) નશો નથી ચઢી શકતો? |
| ઉત્તર :- | જે બાપ ને યથાર્થ જાણીને યાદ કરે છે, દિલ થી બાપ ની મહિમા કરે છે, જેમનું ભણતર પર પૂરું ધ્યાન છે તેમને જ્ઞાન નો ઉલ્ટો નશો નથી ચઢી શકતો. જે બાપ ને સાધારણ સમજે છે તે બાપ ને યાદ કરી ન શકે. યાદ કરે તો પોતાનાં સમાચાર પણ બાપ ને અવશ્ય આપે. બાળકો પોતાનાં સમાચાર નથી આપતાં તો બાપ ને વિચાર ચાલે છે કે બાળક ક્યાંક મૂર્છિત તો નથી થઈ ગયું? |
ઓમ્ શાંતિ ! બાપ બાળકોને સમજાવે છે-બાળકો, જ્યારે કોઈ નવાં આવે છે તો તેમને પહેલાં હદ અને બેહદ, બે બાપ નો પરિચય આપો. બેહદ નાં બાબા એટલે બેહદ નાં આત્માઓ નાં બાપ. તે હદ નાં બાપ, દરેક જીવ આત્મા નાં અલગ છે. આ નોલેજ પણ બધાં એકરસ ધારણ નથી કરી શકતાં. કોઈ એક ટકો, કોઈ ૯૫ ટકા ધારણ કરે છે. આ તો સમજ ની વાત છે, સૂર્યવંશી, ચંદ્રવંશી કુળ હશે ને? રાજા-રાણી તથા પ્રજા. પ્રજા માં બધાં પ્રકાર નાં મનુષ્ય હોય છે. પ્રજા એટલે જ પ્રજા. બાપ સમજાવે છે આ ભણતર છે, દરેક પોતાની બુદ્ધિ અનુસાર જ ભણે છે. દરેક ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. જેમણે કલ્પ પહેલાં જેટલું ભણતર ધારણ કર્યું છે, એટલું હમણાં પણ ભણે છે. ભણતર ક્યારેય છૂપું નથી રહી શકતું. ભણતર અનુસાર પદ પણ મળે છે. બાપે સમજાવ્યું છે, આગળ ચાલીને પરીક્ષા આવશે. પરીક્ષા વગર ટ્રાન્સફર થઈ ન શકે. તો અંત માં બધી ખબર પડશે. પરંતુ હમણાં પણ સમજી શકો છો અમે કયા પદ ને લાયક છીએ? ભલે શરમ નાં મારે બધા હાથ ઉઠાવી લે છે પરંતુ સમજી શકે છે, આવાં અમે કેવી રીતે બની શકીએ છીએ? છતાં પણ હાથ ઉઠાવી દે છે. આ પણ અજ્ઞાન જ કહેવાશે. બાપ તો ઝટ સમજી જાય છે કે આનાં કરતાં તો વધારે અક્કલ લૌકિક વિદ્યાર્થી માં હોય છે. તે સમજે છે અમે સ્કોલરશિપ લેવાને લાયક નથી, પાસ નહીં થઈશું. તેઓ સમજે છે, શિક્ષક જે ભણાવે છે એમાં અમે કેટલાં માર્ક્સ લઈશું? એવું થોડી કહેશે કે અમે પાસ વિથ ઓનર બનીશું. અહીં તો ઘણાં બાળકો માં એટલી પણ અક્કલ નથી, દેહ-અભિમાન બહુ જ છે. ભલે આવ્યા છે આ (દેવતા) બનવા માટે પરંતુ એવી ચલન પણ તો જોઈએ? બાપ કહે છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ કારણકે કાયદેસર બાપ સાથે પ્રીત નથી.
બાપ આપ બાળકો ને સમજાવે છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ નો યથાર્થ અર્થ શું છે? બાળકો જ પૂરું નથી સમજી શકતા તો પછી તે (દુનિયા વાળા) શું સમજશે? બાપ ને યાદ કરવા - આ તો થઈ ગુપ્ત વાત. ભણતર તો ગુપ્ત નથી ને ? ભણતર માં નંબરવાર હોય છે. એક જેવું થોડી ભણશે? બાબા સમજે છે હમણાં તો બેબી (નાનાં) છે. આવાં બેહદ નાં બાપ ને ત્રણ-ત્રણ, ચાર-ચાર મહિના યાદ પણ નથી કરતાં. ખબર કેવી રીતે પડે કે યાદ કરે છે? બાપ ને પત્ર પણ નથી લખતા કે બાબા હું કેવી-કેવી રીતે ચાલી રહ્યો છું, શું-શું સર્વિસ કરું છું? બાપ ને બાળકોની કેટલી ફિકર રહે છે કે ક્યાંક બાળક મૂર્છિત તો નથી થઈ ગયું, ક્યાંક બાળક મરી તો નથી ગયું? કોઈ તો બાબા ને કેટલાં સારા-સારા સર્વિસ નાં સમાચાર લખે છે. બાપ પણ સમજે, બાળક જીવતું છે. સર્વિસ કરવા વાળા બાળકો ક્યારેય છુપાઈ ન શકે. બાપ તો દરેક બાળકો નું દિલ લે છે કે કયું બાળક કેવું છે? દેહ-અભિમાન ની બીમારી ખૂબ કડક (ખરાબ) છે. બાબા મોરલી માં સમજાવે છે, ઘણાંને તો જ્ઞાન નો ઉલ્ટો નશો ચઢી જાય છે, અહંકાર આવી જાય છે પછી યાદ પણ નથી કરતાં, પત્ર પણ નથી લખતાં. તો બાપ પણ યાદ કેવી રીતે કરશે? યાદ થી યાદ મળે છે. હમણાં આપ બાળકો બાપ ને યથાર્થ જાણીને યાદ કરો છો, દિલ થી મહિમા કરો છો. ઘણાં બાળકો બાપ ને સાધારણ સમજે છે એટલે યાદ નથી કરતાં. બાબા કોઈ ભપકો વગેરે થોડી દેખાડશે? ભગવાનુવાચ, હું તમને વિશ્વ ની રાજાઈ આપવા માટે રાજયોગ શીખવાડું છું. તમે એવું થોડી સમજો છો કે અમે વિશ્વ ની બાદશાહી લેવા માટે બેહદ નાં બાપ પાસેથી ભણીએ છીએ. આ નશો હોય તો અપાર ખુશી નો પારો સદા ચઢેલો રહે. ગીતા વાંચવા વાળા ભલે કહે છે-શ્રીકૃષ્ણ ભગવાનુવાચ, હું રાજયોગ શીખવાડું છું, બસ. તેમને રાજાઈ મેળવવાની ખુશી થોડી રહેશે? ગીતા વાંચીને પૂરી કરી અને ગયા પોત-પોતાનાં ધંધાદોરી માં. તમને તો હવે બુદ્ધિ માં છે કે અમને બેહદ નાં બાપ ભણાવે છે. તેમને એવું બુદ્ધિ માં નહીં આવશે. તો પહેલાં-પહેલાં કોઈ પણ આવે તો તેમને બે બાપ નો પરિચય આપવાનો છે. બોલો ભારત સ્વર્ગ હતું, હવે નર્ક છે. આ કળિયુગ છે, આને સ્વર્ગ થોડી કહેવાશે? એવું તો નહીં કહેવાશે કે સતયુગ માં પણ છે, કળિયુગ માં પણ છે. કોઈને દુઃખ મળ્યું તો કહેશે નર્ક માં છે, કોઈને સુખ છે તો કહેશે સ્વર્ગ માં છે. એવું ઘણાં કહે છે-દુઃખી મનુષ્ય નર્ક માં છે, અમે તો બહુ જ સુખ માં બેઠાં છીએ, મહેલ, મોટરો વગેરે છે, સમજે છે અમે તો સ્વર્ગ માં છીએ. ગોલ્ડન એજ, (સતયુગ) આયરન એજ (કળિયુગ) એક જ વાત છે.
તો પહેલાં-પહેલાં બે બાપ ની વાત બુદ્ધિ માં બેસાડવાની છે. બાપ જ સ્વયં પોતાનો પરિચય આપે છે. એ સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે છે? શું લૌકિક બાપ ને સર્વવ્યાપી કહેવાશે? હમણાં તમે ચિત્ર માં દેખાડો છો આત્મા અને પરમાત્મા નું રુપ તો એક જ છે, એમાં ફરક નથી. આત્મા અને પરમાત્મા કોઈ નાનાં-મોટાં નથી. બધા આત્માઓ છે, એ પણ આત્મા છે. એ સદા પરમધામ માં રહે છે એટલે એમને પરમ આત્મા કહેવાય છે. ફક્ત તમે આત્માઓ જેમ આવો છો તેમ હું નથી આવતો. હું અંત માં આ તન માં આવીને પ્રવેશ કરું છું. આ વાતો કોઈ બહાર નાં સમજી ન શકે. વાત ખૂબ સહજ છે. ફરક એટલો છે જે બાપ નાં બદલે વૈકુંઠવાસી શ્રીકૃષ્ણ નું નામ નાખી દીધું છે. શું શ્રીકૃષ્ણએ વૈકુંઠ થી નર્ક માં આવી રાજયોગ શીખવાડ્યો? શ્રીકૃષ્ણ કેવી રીતે કહી શકે છે દેહ સહિત… મામેકમ્ યાદ કરો. દેહધારી ની યાદ થી પાપ કેવી રીતે કપાશે? શ્રીકૃષ્ણ તો એક નાનું બાળક અને ક્યાં હું સાધારણ મનુષ્ય નાં વૃદ્ધ તન માં આવું છું. કેટલો ફર્ક થઈ ગયો છે? આ એક જ ભૂલ નાં કારણે બધાં મનુષ્ય પતિત, કંગાળ બની ગયા છે. નથી હું સર્વવ્યાપી, નથી શ્રીકૃષ્ણ સર્વવ્યાપી. દરેક શરીર માં આત્મા સર્વવ્યાપી છે. મને તો પોતાનું શરીર પણ નથી. દરેક આત્મા ને પોત-પોતાનાં શરીર છે. નામ દરેક શરીર પર અલગ-અલગ પડે છે. નથી મને શરીર અને નથી મારા શરીર નું કોઈ નામ. હું તો વૃદ્ધ શરીર લઉં છું તો એમનું નામ બદલીને બ્રહ્મા રાખું છું. મારું તો બ્રહ્મા નામ નથી. મને સદા શિવ જ કહે છે. હું જ સર્વ નો સદ્દગતિ દાતા છું. આત્મા ને સર્વ નાં સદ્દગતિ દાતા નહીં કહેવાશે. પરમાત્મા ની ક્યારેય દુર્ગતિ થાય છે શું? આત્માની જ દુર્ગતિ અને આત્મા ની જ સદ્દગતિ થાય છે. આ બધી વાતો વિચાર સાગર મંથન કરવાની છે. નહીં તો બીજા ને કેવી રીતે સમજાવશો? પરંતુ માયા એવી દુસ્તર છે જે બાળકોની બુદ્ધિ ને આગળ નથી વધવા દેતી. દિવસભર ઝરમુઈ-ઝઘમુઈ માં જ સમય વેસ્ટ કરી દે છે. બાપ થી પછાડવા માટે માયા કેટલો ફોર્સ કરે છે? પછી ઘણાં બાળકો તો તૂટી પડે છે. બાપ ને યાદ ન કરવાથી અવસ્થા અચળ-અડોલ નથી બની શકતી. બાપ ઘડી-ઘડી ઊભા કરે, માયા પાડી દે છે. બાપ કહે છે ક્યારેય હાર નથી ખાવાની. કલ્પ-કલ્પ આવું થાય છે, કોઈ નવી વાત નથી. માયાજીત અંત માં બની જ જશો. રાવણ રાજ્ય ખલાસ તો થવાનું જ છે. પછી આપણે નવી દુનિયા માં રાજ્ય કરીશું. કલ્પ-કલ્પ માયાજીત બન્યા છીએ. અગણિત વાર નવી દુનિયા માં રાજ્ય કર્યુ છે. બાપ કહે છે બુદ્ધિ ને સદા બીઝી (વ્યસ્ત) રાખો તો સદા સેફ (સલામત) રહેશો. આને જ સ્વદર્શન ચક્રધારી કહેવાય છે. બાકી આમાં હિંસા વગેરે ની વાત નથી. બ્રાહ્મણ જ સ્વદર્શન ચક્રધારી હોય છે. દેવતાઓ ને સ્વદર્શન ચક્રધારી નહીં કહેવાશે. પતિત દુનિયા નાં રીત-રિવાજ અને દેવી-દેવતાઓનાં રીત-રિવાજ માં ખૂબ અંતર છે. મૃત્યુલોક વાળા જ પતિત-પાવન બાપ ને બોલાવે છે, અમને પતિતો ને આવીને પાવન બનાવો. પાવન દુનિયા માં લઈ ચાલો. તમારી બુદ્ધિ માં છે આજ થી ૫ હજાર વર્ષ પહેલાં નવી દુનિયા હતી, જેને સતયુગ કહેવાય છે. ત્રેતા ને નવી દુનિયા નહીં કહેવાશે. બાપે સમજાવ્યું છે-તે છે ફર્સ્ટ ક્લાસ, તે છે સેકન્ડ ક્લાસ. એક-એક વાત સારી રીતે ધારણ કરવી જોઈએ જે કોઈ આવીને સાંભળે તો વન્ડર (આશ્ચર્ય) ખાય. કોઈ-કોઈ વન્ડર પણ ખાય છે, પરંતુ ફુરસદ નથી જે પુરુષાર્થ કરે. પછી સાંભળે છે પવિત્ર જરુર બનવાનું છે. આ કામ વિકાર જ મનુષ્ય ને પતિત બનાવે છે, એને જીતવાથી તમે જગતજીત બનશો. પરંતુ કામ વિકાર એમની જાણે કે પૂંજી છે, એટલે તે શબ્દ નથી બોલતાં. ફક્ત કહે છે મન ને વશ માં કરો. પરંતુ મન અમન ત્યારે થાય જ્યારે શરીર માં ન હોય. બાકી મન અમન તો ક્યારેય થતું જ નથી. દેહ મળે છે કર્મ કરવા માટે તો પછી કર્માતીત અવસ્થા માં કેવી રીતે રહેશે? કર્માતીત અવસ્થા કહેવાય છે મુર્દા ને. જીવતા જ મુર્દા અથવા શરીર થી અલગ. બાપ તમને શરીર થી ન્યારા બનવાનું ભણતર ભણાવે છે. શરીર થી આત્મા અલગ છે. આત્મા પરમધામ નો રહેવા વાળો છે. આત્મા શરીર માં આવે છે તો તેને મનુષ્ય કહેવાય છે. શરીર મળે જ છે કર્મ કરવા માટે. એક શરીર છોડી પછી બીજું શરીર કર્મ કરવા માટે લેવાનું છે. શાંતિ તો ત્યારે થાય જ્યારે શરીર માં નથી. મૂળવતન માં કર્મ હોતા નથી. સૂક્ષ્મવતન ની તો વાત જ નથી. સૃષ્ટિ નું ચક્ર અહીં ફરે છે. બાપ અને સૃષ્ટિ ચક્ર ને જાણવું, એને જ નોલેજ કહેવાય છે. સૂક્ષ્મવતન માં નથી સફેદ પોશધારી, નથી શૃંગારેલા, નથી નાગ બલાઓ પહેરવા વાળા શંકર વગેરે. બાકી બ્રહ્મા અને વિષ્ણુ નાં રહસ્ય બાપ સમજાવતા રહે છે. બ્રહ્મા અહીં છે. વિષ્ણુ નાં બે રુપ પણ અહીં છે. તે ફક્ત સાક્ષાત્કાર નો પાર્ટ ડ્રામા માં છે, જે દિવ્ય દૃષ્ટિ થી દેખાય છે. ક્રિમિનલ (અપવિત્ર) આંખો થી પવિત્ર ચીજ ન દેખાય. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- સ્વયં સ્વયં ને સદા સલામત રાખવા માટે બુદ્ધિ ને વિચાર સાગર મંથન માં બીઝી રાખવાની છે. સ્વદર્શન ચક્રધારી બનીને રહેવાનું છે. ઝરમુઈ-ઝઘમુઈ માં પોતાનો સમય નથી ગુમાવવાનો.
- શરીર થી અલગ રહેવાનું ભણતર જે બાપ ભણાવે છે, તે ભણવાનું છે. માયા નાં ફોર્સ થી બચવા માટે સ્વયં ની અવસ્થા અચલ-અડોલ બનાવવાની છે.
| વરદાન :- |
બ્રહ્મા બાપ સમાન લક્ષ ને લક્ષણ માં લાવવા વાળા પ્રત્યક્ષ સેમ્પલ બની સર્વ નાં સહયોગી ભવ જેવી રીતે બ્રહ્મા બાપે સ્વયં ને નિમિત્ત એક્ઝામ્પલ બનાવ્યા, સદા એક લક્ષ, લક્ષણ માં લાવ્યા-જે ઓટે સો અર્જુન, એનાથી નંબરવન બન્યાં. તો એવી રીતે ફોલો ફાધર કરો. કર્મ દ્વારા સદા સ્વયં જીવન માં ગુણમૂર્ત બની, પ્રત્યક્ષ સેમ્પલ બની બીજાઓ ને સહજ ગુણ ધારણ કરવાનો સહયોગ આપો - આને કહેવાય છે ગુણદાન. દાન નો અર્થ જ છે સહયોગ આપવો. કોઈ પણ આત્મા હવે સાંભળવાને બદલે પ્રત્યક્ષ પ્રમાણ જોવા ઈચ્છે છે. તો પહેલાં સ્વયં ને ગુણમૂર્ત બનાવો. |
| સ્લોગન :- | સર્વ ની નિરાશાઓ નો અંધકાર દૂર કરવા વાળા જ જ્ઞાન-દીપક છે. |