ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 25 ડિસેમ્બર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી25 ડિસેમ્બર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

25.12.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - કદમ - કદમ શ્રીમત પર ચાલવું આ જ હાઈએસ્ટ ( સૌથી ઊંચો ) ચાર્ટ છે . જે બાળકો ને શ્રીમત નો રીગાર્ડ ( આદર ) છે તે મોરલી જરુર વાંચશે”
પ્રશ્ન :- આપ ઈશ્વર નાં બાળકો ને કયો પ્રશ્ન કોઈ પણ પૂછી ન શકે?
ઉત્તર :- આપ બાળકોને આ કોઈ પણ ન પૂછી શકે કે તમે રાજી ખુશી છો? કારણકે તમે કહો છો અમે સદૈવ રાજી છીએ. પરવા હતી પાર બ્રહ્મ માં રહેવા વાળા બાપ ની, એ મળી ગયા બાકી કઈ વાત ની પરવા કરવાની, તમે ભલે બીમાર છો તો પણ કહેશો અમે રાજી ખુશી છીએ. ઈશ્વરનાં બાળકોને કોઈ વાત ની પરવા નથી. બાપ જ્યારે જુએ છે આમનાં પર માયા નો વાર થયો છે તો પૂછે છે-બાળકો, રાજી-ખુશી છો?

ઓમ્ શાંતિ ! બાપ સમજાવે છે બાળકો ની બુદ્ધિ માં આ જરુર હશે કે બાબા બાપ પણ છે, શિક્ષક અને સુપ્રીમ ગુરુ પણ છે. આ યાદ માં જરુર હશે. આ યાદ ક્યારેય કોઈ શીખવાડી ન શકે. કલ્પ-કલ્પ બાપ જ આવીને શીખવાડે છે. એ જ્ઞાનસાગર પતિત-પાવન છે. આ હમણાં સમજાવાય છે જ્યારે જ્ઞાન નું ત્રીજું નેત્ર દિવ્ય બુદ્ધિ મળી છે. બાળકો ભલે સમજતા તો હશે પરંતુ બાપ ને જ ભૂલી જાય છે તો શિક્ષક-ગુરુ પછી કેવી રીતે યાદ આવશે? માયા બહુ જ પ્રબળ છે જે બાપ નાં ત્રણેય રુપ ને જ ભુલાવી દે છે. કહે છે અમે હાર ખાઈ ગયાંં. આમ તો કદમ-કદમ માં પદમ છે પરંતુ હાર ખાવાથી પદમ કેવી રીતે થશે? દેવતાઓ ને જ પદમ ની નિશાની આપે છે. આ ઈશ્વર નું ભણતર છે. આવું મનુષ્ય નું ભણતર ક્યારેય હોઈ ન શકે. ભલે દેવતાઓ ની મહિમા કરાય છે તો પણ ઊંચા માં ઊંચા છે એક બાપ. બાકી આમની મહિમા શું છે? આજે ગધાઈ, કાલે રાજાઈ. હમણાં તમે પુરુષાર્થ કરી આ બની રહ્યા છો. જાણો છો આ પુરુષાર્થ માં નાપાસ ખૂબ થાય છે. જ્ઞાન તો ખૂબ સહજ છે તો પણ આટલાં થોડા પાસ થાય છે. કેમ? માયા ઘડી-ઘડી ભુલાવી દે છે. બાપ કહે છે પોતાનો ચાર્ટ રાખો પરંતુ લખી નથી શકતાં. ક્યાં સુધી બેસીને લખે? જો લખે પણ છે તો પણ ક્યારેક ઉપર, ક્યારેક નીચે. હાઈએસ્ટ (સૌથી ઊંચો) ચાર્ટ તેમનો હોય છે જે કદમ-કદમ શ્રીમત પર ચાલે છે. બાપ તો સમજશે આ બિચારાઓ ને શરમ આવતી હશે. નહીં તો શ્રીમત અમલ માં લાવવી જોઈએ. ૧-૨ ટકા મુશ્કેલ લખે છે. શ્રીમત નો એટલો રીગાર્ડ નથી. મોરલી મળે છે તો પણ નથી વાંચતાં. તેમને દિલ માં લાગતું તો જરુર હશે - બાબા કહે તો છે સાચ્ચું, આપણે મોરલી નથી વાંચતા તો બીજાઓ ને શું શીખવાડીશું?

બાપ તો કહે છે મને યાદ કરો તો સ્વર્ગ નાં માલિક બનો, આમાં બાપ પણ આવી ગયા, ભણાવવા વાળા પણ આવી ગયાં. સદ્દગતિ દાતા પણ આવી ગયાં. થોડા-થોડા શબ્દ માં બધુ જ્ઞાન આવી જાય છે. અહીં તમે આવો જ છો આને રિવાઇઝ (પુનરાવર્તન) કરવાં. ભલે બાપ પણ એમજ સમજાવે છે કારણકે તમે સ્વયં કહો છો અમે ભૂલી જઈએ છીએ એટલા માટે અહીં આવીએ છીએ રિવાઇઝ કરવાં. ભલે કોઈ કરે પણ છે તો પણ રિવાઇઝ નથી થતું. તકદીર માં નથી તો તદબીર (પુરુષાર્થ) પણ શું કરે? તદબીર કરાવવા વાળા તો એક જ બાપ છે, આમાં કોઈની પાસે ખાતરી પણ નથી થઈ શકતી. તે ભણતર માં તો એક્સ્ટ્રા ભણાવવા માટે શિક્ષક ને બોલાવે છે. આ તો તકદીર બનાવવા માટે બધાને એકરસ ભણાવે છે. એક-એક ને અલગ-અલગ ક્યાં સુધી ભણાવશે? કેટલાં અસંખ્ય બાળકો છે! તે ભણતર માં કોઈ મોટા વ્યક્તિ નાં બાળકો હોય છે, ઓફર (માંગણી) કરે છે તો તેમને એક્સ્ટ્રા પણ ભણાવે છે. શિક્ષક જાણે છે કે આ ડલ (કમજોર) છે, એટલે ભણાવીને તેમને સ્કોલરશિપ લાયક બનાવે છે. આ શિક્ષક એવું નથી કરતાં. આ તો બધાને એક જેવું ભણાવે છે. એક્સ્ટ્રા પુરુષાર્થ એટલે શિક્ષક કાંઈક કૃપા કરે છે. ભલે આમ તો પૈસા પણ લે છે, ખાસ સમય આપીને ભણાવે છે, જેથી તે વધારે ભણીને હોશિયાર થાય છે. આ બાપ તો બધાને એક જ મહામંત્ર આપે છે મનમનાભવ. બસ. બાપ જ એક પતિત-પાવન છે, એમની જ યાદ થી આપણે પાવન બનીશું. એ આપ બાળકો નાં હાથ માં છે, જેટલા યાદ કરશો એટલા પાવન બનશો. બધો આધાર દરેક નાં પુરુષાર્થ પર છે. તે તો તીર્થો પર યાત્રાઓ કરવા જાય છે. એક-બીજા ને જોઈને પણ જાય છે. આપ બાળકોએ પણ ખૂબ યાત્રાઓ કરી છે પછી શું થયું? નીચે જ પડતાં આવ્યા છો. યાત્રા શા માટે છે, એનાથી શું મળશે? કંઈ પણ ખબર નહોતી. હમણાં તમારી છે યાદ ની યાત્રા. શબ્દ જ એક છે - મનમનાભવ. આ યાત્રા તમારી અનાદિ છે. તેઓ પણ કહે છે અમે આ યાત્રા અનાદિ કાળ થી કરતા આવ્યા છીએ. હવે તમે જ્ઞાન સહિત કહો છો કે આપણે કલ્પ-કલ્પ આ યાત્રા કરીએ છીએ. આ યાત્રા સ્વયં બાપ આવીને શીખવાડે છે. તે યાત્રાઓ માં કેટલા ધક્કા ખાય છે? કેટલો ઘોંઘાટ હોય છે. આ યાત્રા છે ડેડ સાઈલેન્સ (મૌન) ની. એક બાપ ને જ યાદ કરવાના છે, એનાથી જ પાવન બનવાનું છે. તમને બાપે આ સાચ્ચી-સાચ્ચી રુહાની યાત્રા શીખવાડી છે. તે યાત્રાઓ તો તમે જન્મ-જન્માંતર કરતા જ રહ્યા, તો પણ ગાય છે - ચારો તરફ લગાયે ફેરે… ભગવાન થી તો દૂર જ રહ્યાં. યાત્રા થી આવીને પછી વિકારો માં પડે છે તો શું ફાયદો? હમણાં આપ બાળકો જાણો છો આ છે પુરુષોત્તમ સંગમયુગ, જ્યારે બાપ આવ્યા છે. એક દિવસ બધા જાણી જશે કે બાપ આવેલા છે. ભગવાન અંતે મળશે કેવી રીતે? આ તો કોઈ પણ નથી જાણતાં. કોઈ તો સમજે છે કુતરા-બિલાડી માં મળશે. શું આ બધામાં ભગવાન મળશે? કેટલું જુઠ્ઠું છે. જૂઠું જ ખાવાનું, જૂઠું જ પીવાનું, જુઠ્ઠી રાત વિતાવવી એટલે આ છે જ જુઠ્ઠખંડ. સચ ખંડ સ્વર્ગ ને કહેવાય છે. ભારત જ સ્વર્ગ હતું. સ્વર્ગ માં બધા ભારતવાસી હતાં, આજે એ જ ભારતવાસી નર્ક માં છે. આ તો આપ મીઠાં-મીઠાં બાળકો જાણો છો આપણે બાપ પાસે થી શ્રીમત લઈને ભારત ને ફરીથી સ્વર્ગ બનાવી રહ્યા છીએ. તે સમયે ભારત માં બીજા કોઈ હોતાં જ નથી. આખું વિશ્વ પવિત્ર બની જાય છે. હમણાં તો કેટલાં અનેક ધર્મ છે. બાપ આખા ઝાડ ની નોલેજ સંભળાવે છે. તમને ફરી થી સ્મૃતિ અપાવે છે. તમે દેવતા હતાં પછી વૈશ્ય, શુદ્ર બન્યાં. હમણાં તમે બ્રાહ્મણ બન્યા છો. આ શબ્દ ક્યારેય કોઈ સંન્યાસી, ઉદાસી, વિદ્વાન દ્વારા સાંભળ્યા છે? આ હમ સો નો અર્થ બાપ કેટલો સહજ કરીને સંભળાવે છે. હમ સો એટલે હું આત્મા, આપણે આત્મા આવી-આવી રીતે ચક્ર લગાવીએ છીએ. તે તો કહી દે છે આપણે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આપણે આત્મા. એક પણ નથી જેમને હમ સો નાં અર્થની ખબર હોય. બાપ કહે છે આ જે હમ સો નો મંત્ર છે, સદા બુદ્ધિ માં યાદ રહેવો જોઈએ. નહીં તો ચક્રવર્તી રાજા કેવી રીતે બનશો? તે તો ૮૪ નો અર્થ પણ નથી સમજતાં. ભારત નું જ ઉત્થાન અને પતન ગવાયેલું છે. સતોપ્રધાન, સતો, રજો, તમો. સૂર્યવંશી, ચંદ્રવંશી…

હમણાં આપ બાળકોને બધી જ ખબર પડી ગઈ છે. એક બાપ બીજરુપ ને જ જ્ઞાન નાં સાગર કહેવાય છે. એ આ સૃષ્ટિ ચક્ર માં નથી આવતાં. એવું નથી કે આપણે આત્મા જ પરમાત્મા બની જઈએ છીએ. ના, બાપ આપ સમાન નોલેજફુલ બનાવે છે. આપ સમાન ગોડ (ભગવાન) નથી બનાવતા, આ વાતોને સારી રીતે સમજવું જોઈએ ત્યારે જ બુદ્ધિ માં ચક્ર ચાલી શકે છે. તમે બુદ્ધિ થી સમજી શકો છો કે આપણે કેવી રીતે ૮૪ નાં ચક્ર માં આવીએ છીએ. આમાં સમય, વર્ણ, વંશાવલી બધુ આવી જાય છે. આ નોલેજ થી જ ઊંચા માં ઊંચા બને છે. નોલેજ હશે તો બીજાઓને પણ આપશો. તે સ્કૂલો માં જ્યારે પરીક્ષા હોય છે તો પેપર વગેરે ભરાવે છે. પેપર વિલાયત થી આવે છે. જે વિલાયત માં ભણતા હશે, તેમનાં માં પણ કોઈ મોટા એજ્યુકેશન મિનિસ્ટર (શિક્ષણ મંત્રી) હશે તો તપાસ કરતા હશે. અહીં તમારા પેપર ની કોણ તપાસ કરશે? તમે સ્વયં જ કરશો. સ્વયં જે ઈચ્છો તે બનો. ભણીને જે પદ બાપ પાસે થી ઈચ્છો તે લઈ લો. જેટલા બાપ ને યાદ કરશો, બીજા ની સેવા કરશો, એટલું જ ફળ મળશે. તેમને સર્વિસ કરવાની ફિકર રહેશે કે રાજધાની સ્થાપન થઈ રહી છે તો પ્રજા પણ તો જોઈએ ને? ત્યાં વજીર વગેરે ની જરુર નથી રહેતી. અહીં તો જ્યારે અક્કલ ઓછી હોય છે ત્યારે વજીર ની જરુર હોય છે. અહીં બાપ ની પાસે પણ સલાહ લેવા આવે છે-બાબા, પૈસા છે શું કરીએ? ધંધો કેવી રીતે કરીએ? બાપ કહે છે આ દુનિયાનાં ધંધા વગેરે ની વાત અહીં નહીં લાવો. હા, કોઈ દિલશિકસ્ત થઈ જાય તો થોડુંક આશ્વાસન આપવા માટે બતાવી દે છે. પરંતુ આ મારો કોઈ ધંધો નથી. મારો ધંધો છે તમને પતિત થી પાવન બનાવીને વિશ્વ નાં માલિક બનાવવાનો. તમારે બાપ પાસે થી શ્રીમત સદા લેતા રહેવાનું છે. હમણાં તો બધાની છે આસુરી મત. ત્યાં તો સુખધામ છે. ત્યાં ક્યારેય એવું નહીં પૂછશે કે રાજી ખુશી છો? તબિયત ઠીક છે? આ શબ્દ અહીં જ પૂછાય છે. ત્યાં આ શબ્દ હોતા જ નથી. દુઃખધામ નાં કોઈ શબ્દ જ નથી. પરંતુ બાપ જાણે છે બાળકોમાં માયાની પ્રવેશતા થવાના કારણે બાપ પૂછી શકે છે કે ઠીક-ઠાક રાજી-ખુશી છો? મનુષ્ય અહીં નાં શબ્દો ને તો સમજી ન શકે. કોઈ મનુષ્ય પૂછે તો કહી શકો છો કે અમે ઈશ્વરનાં બાળકો છીએ, અમને શું ખુશી સમાચાર પૂછો છો? પરવા હતી પાર બ્રહ્મ માં રહેવા વાળા બાપ ની, હવે એ મળી ગયા, હવે શું પરવા? આ હંમેશા યાદ રહેવું જોઈએ. આપણે કોનાં બાળકો છીએ-આ પણ બુદ્ધિ માં જ્ઞાન છે. જ્યારે આપણે પાવન બની જઈશું પછી લડાઈ શરુ થશે. તમને પૂછશે જરુર. તમે કહેશો અમે તો સદૈવ રાજી છીએ. બીમાર પણ છો તો પણ રાજી છો. બાબા ની યાદ માં છો તો સ્વર્ગ કરતાં પણ અહીં વધારે રાજી છો. જ્યારે સ્વર્ગ ની બાદશાહી આપવા વાળા બાપ મળ્યા છે. આપણને કેટલાં લાયક બનાવે છે? પછી આપણ ને શું પરવા છે? ઈશ્વરનાં બાળકોને કઈ ચીજ ની પરવા. ત્યાં દેવતાઓ ને પણ પરવા નથી. દેવતાઓની ઉપર છે ઈશ્વર. તો ઈશ્વરનાં બાળકો ને શું પરવા હોઈ શકે છે? બાબા આપણને ભણાવી રહ્યા છે. બાબા આપણા શિક્ષક, સદ્દગુરુ છે. બાબા આપણા ઉપર તાજ રાખે છે. આને ઈંગ્લિશ માં કહે છે ક્રાઉન પ્રિન્સ. બાપ નો તાજ બાળક પહેરશે. તમે સમજી શકો છો સતયુગ માં સુખ જ સુખ છે. પ્રેક્ટિકલ માં તે સુખ ત્યારે મેળવશો જ્યારે ત્યાં જશો. તે તો તમે જ જાણો. સતયુગ માં શું હશે, આ શરીર છોડી આપણે ક્યાં જઈશું? હમણાં તમને પ્રેક્ટિકલ માં બાપ ભણાવી રહ્યા છે. તમે જાણો છો સાચ્ચે-સાચ્ચે આપણે સ્વર્ગ માં જઈએ છીએ. તે, જે કહે છે ફલાણા સ્વર્ગ માં ગયા પરંતુ તેમને ખબર નથી સ્વર્ગ અને નર્ક કોને કહેવાય છે? કલ્પની આયુ જ લાખો વર્ષ લખી દીધી છે. જન્મ-જન્માંતર આ જ્ઞાન સાંભળતા-સાંભળતા નીચે ઉતરતા આવ્યાં. હમણાં તમારી બુદ્ધિ માં છે કે આપણે ક્યાંથી ક્યાં આવીને પડ્યા છીએ. સતયુગ થી ઉતરતા જ આવ્યા છીએ. હવે આપણે આ પુરુષોત્તમ સંગમયુગ પર પહોંચ્યા છીએ. કલ્પ-કલ્પ બાપ આવે છે ભણાવવા. બાપ ની પાસે તમે રહો છો ને? આ જ આપણા સાચાં-સાચાં સદ્દગુરુ છે, જે મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો બતાવે છે. જેમ આ બાબા પણ શીખે છે, એમ એમને જોઈ આપ બાળકો પણ શીખો છો. કદમ-કદમ પર સાવધાની રાખવાની હોય છે. મન્સા-વાચા-કર્મણા બહુ જ શુદ્ધ રહેવાનું છે. અંદર કોઈ પણ ગંદકી ન હોવી જોઈએ. બાપ ને ઘડી-ઘડી બાળકો ભૂલી જાય છે. બાપ ને ભૂલવાથી બાપ ની શિક્ષા પણ ભૂલાઈ જાય છે. આપણે વિદ્યાર્થી છીએ, આ પણ ભૂલી જાય છે. છે ખૂબ સહજ. બાપ ની યાદ માં જ કરામત છે. આવી કરામત બીજા કોઈ પણ બાપ શીખવાડી ન શકે. આ કરામત થી જ તમોપ્રધાન થી સતોપ્રધાન બને છે.

આપ બાળકો જાણો છો શિવબાબાએ બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી છે, જે ધર્મ સતયુગ અને ત્રેતા, અડધોકલ્પ ચાલે છે. પછી બીજા ધર્મવાળા ની પછી થી વૃદ્ધિ થાય છે. જેમ ક્રાઈસ્ટ આવ્યા, પહેલાં તો ખૂબ થોડા હતાં. જ્યારે ખૂબ થઈ જાય ત્યારે રાજાઈ કરી શકે. ક્રિશ્ચન ધર્મ હજી સુધી છે. વૃદ્ધિ થતી રહે છે. તેઓ જાણે છે કે ક્રાઈસ્ટ દ્વારા અમે ક્રિશ્ચન બન્યા છીએ. આજ થી ૨ હજાર વર્ષ પહેલાં ક્રાઈસ્ટ આવ્યા હતાં. હવે વૃદ્ધિ થઈ રહી છે. ક્રિશ્ચન કહેશે અમે ક્રાઈસ્ટ નાં છીએ. પહેલાં એક ક્રાઈસ્ટ આવ્યા, પછી તેમનો ધર્મ સ્થાપન થાય છે, વૃદ્ધિ થતી જાય છે. એક થી બે, બે થી ચાર… પછી એવી રીતે વૃદ્ધિ થતી જાય છે. હમણાં જુઓ ક્રિશ્ચન નું ઝાડ કેટલું થઈ ગયું છે. ફાઉન્ડેશન છે દેવી-દેવતા ઘરાના (વંશ), એટલે બ્રહ્મા ને ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર કહેવાય છે. પરંતુ ભારતવાસીઓ ને આ ભૂલાઈ ગયું છે કે અમે પરમપિતા પરમાત્મા શિવ નાં ડાયરેક્ટ બાળકો છીએ.

ક્રિશ્ચન પણ સમજે છે આદિ દેવ થઈને ગયા છે, જેમની આ મનુષ્ય વંશાવલી છે. બાકી તે માનશે તો પોતાનાં ક્રાઈસ્ટ ને જ, ક્રાઈસ્ટ ને, બુદ્ધ ને પિતા સમજે છે. સિજરો (વિભાગ) છે ને? જેમ ક્રાઈસ્ટ નું યાદગાર ક્રિશ્ચન દેશ માં છે. એમ આપ બાળકોએ અહીં તપસ્યા કરી છે ત્યારે તમારું પણ યાદગાર અહીં (આબૂ માં) છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. ડેડ સાઈલેન્સ ની સાચ્ચી-સાચ્ચી રુહાની યાત્રા કરવાની છે. હમ સો નો મંત્ર સદા યાદ રાખવાનો છે, ત્યારે ચક્રવર્તી રાજા બનશો.
  2. મન્સા-વાચા-કર્મણા બહુ જ શુદ્ધ રહેવાનું છે. અંદર કોઈ પણ ગંદકી ન હોય. કદમ-કદમ પર સાવધાની રાખવાની છે. શ્રીમત નો રીગાર્ડ રાખવાનો છે.
વરદાન :- નિર્માણતા નાં ગુણ ને ધારણ કરી સર્વ ને સુખ આપવા વાળા સુખ દેવા , સુખ સ્વરુપ ભવ
આપ મહાન આત્માઓ ની નિશાની છે નિર્માણતા. જેટલા નિર્માણ બનશો એટલું સર્વ દ્વારા માન પ્રાપ્ત થશે. જે નિર્માણ છે તે બધાને સુખ આપશે. જ્યાં પણ જશે, જે પણ કરશે તે સુખદાયી હશે. તો જે પણ સંબંધ-સંપર્ક માં આવે તે સુખ ની અનુભૂતિ કરે એટલે આપ બ્રાહ્મણ આત્માઓ નું ગાયન છે - સુખ નાં સાગર નાં બાળકો સુખ સ્વરુપ, સુખદેવા. તો બધાને સુખ આપો અને સુખ લેતા ચાલો. કોઈ તમને દુઃખ આપે તો લેતા નહીં.
સ્લોગન :- સૌથી મોટા (મહાન) જ્ઞાની તે છે જે આત્મ-અભિમાની રહે છે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.