ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 31 ડિસેમ્બર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી31 ડિસેમ્બર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

31.12.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - બાપ જે રોજ - રોજ ભણાવે છે , આ ભણતર માં ક્યારેય મિસ નથી કરવાનું ( ગેરહાજર નથી રહેવાનું ), આ ભણતર થી જ અંદર નો સંશય દૂર થાય છે’’
પ્રશ્ન :- બાપ નાં દિલ ને જીતવાની યુક્તિ કઈ છે?
ઉત્તર :- બાપ નાં દિલ ને જીતવું છે તો જ્યાં સુધી સંગમયુગ છે ત્યાં સુધી બાપ થી કંઈ પણ છુપાવો નહીં. પોતાનાં ચરિત્ર પર પૂરે-પૂરું ધ્યાન આપો. જો કોઈ પાપ કર્મ થઈ જાય છે તો અવિનાશી સર્જન ને સંભળાવો તો હલ્કા થઈ જશો. બાપ જે શિક્ષા આપે છે એ જ એમની દયા, કૃપા અથવા આશીર્વાદ છે. તો બાપ પાસે થી દયા અથવા કૃપા માંગવાની બદલે સ્વયં પર કૃપા કરો. એવો પુરુષાર્થ કરી બાપ નાં દિલ ને જીતી લો.

ઓમ્ શાંતિ ! હવે રુહાની બાળકો આ તો જાણે છે કે નવી દુનિયા માં સુખ છે, જૂની દુનિયામાં દુઃખ છે. દુઃખ માં બધા દુઃખ માં આવી જાય છે અને સુખ માં બધા સુખ માં આવી જાય છે. સુખ ની દુનિયામાં દુઃખ નું નામ-નિશાન નથી પછી જ્યાં દુઃખ હશે ત્યાં સુખ નું નામ-નિશાન નથી. જ્યાં પાપ છે ત્યાં પુણ્ય નું નામ-નિશાન નથી, જ્યાં પુણ્ય છે ત્યાં પાપ નું નામ-નિશાન નથી. એ કઈ જગ્યા છે? એક છે સતયુગ, બીજો છે કળિયુગ. આ તો બાળકો ની બુદ્ધિ માં જરુર હશે જ. હવે દુઃખ નો સમય પૂરો થાય છે અને સતયુગ માટે તૈયારી થઈ રહી છે. આપણે હવે આ પતિત છી-છી દુનિયા માંથી પેલે પાર સતયુગ અર્થાત્ રામરાજ્ય માં જઈ રહ્યા છીએ. નવી દુનિયામાં છે સુખ, જૂની દુનિયામાં છે દુઃખ. એવું નથી, જે સુખ આપે છે એ જ દુઃખ પણ આપે છે. ના, સુખ બાપ આપે છે, દુઃખ માયા રાવણ આપે છે. તે દુશ્મન ની એફીજી (પુતળું) દર વર્ષે બાળે છે. દુઃખ આપવાવાળા ને હંમેશા બાળવામાં આવે છે. બાળકો જાણે છે જ્યારે તેનું રાજ્ય પૂરું થાય છે તો પછી હંમેશા માટે ખલાસ થઈ જાય છે. ૫ વિકાર જ બધાને આદિ-મધ્ય-અંત દુઃખ આપતા આવ્યા છે. તમે અહીં બેઠાં છો તો પણ તમારી બુદ્ધિ માં એ જ રહે કે અમે બાબાની પાસે જઈએ. રાવણ ને તો તમે બાપ નહીં કહેશો. ક્યારેય સાંભળ્યું છે રાવણ ને પરમપિતા પરમાત્મા કોઈ કહેતું હોય? ક્યારેય પણ નહીં. ઘણાં સમજે છે લંકા માં રાવણ હતો. બાપ કહે આ આખી દુનિયા જ લંકા છે. કહે છે વાસ્કોડિગામાએ ચક્ર લગાવ્યું, સ્ટીમર અથવા બોટ (હોડી) દ્વારા. જે સમયે તેણે ચક્ર લગાવ્યું એ સમયે વિમાન વગેરે નહોતાં. ટ્રેન પણ સ્ટીમ (વરાળ) પર ચાલતી હતી. વીજળી અલગ ચીજ છે. હવે બાપ કહે છે દુનિયા તો એક જ છે. નવી થી જૂની, જૂની થી નવી બને છે. એવું નથી કહેવાનું હોતું કે સ્થાપના, પાલના, વિનાશ. ના, પહેલાં સ્થાપના, પછી વિનાશ, પછી પાલના, આ સાચાં શબ્દ છે. પછી થી રાવણ ની પાલના શરુ થાય છે. તે જુઠ્ઠી વિકારી પતિત બનવાની પાલના છે, જેનાથી બધા દુ:ખી થાય છે. બાપ તો ક્યારેય કોઈને દુ:ખ નથી આપતાં. અહીં તો તમોપ્રધાન બનવાને કારણે બાપ ને જ સર્વવ્યાપી કહી દે છે. જુઓ, શું બની ગયાં છે? આ તો આપ બાળકો ને ચાલતાં-ફરતાં બુદ્ધિ માં રહેવું જોઈએ. છે તો ખૂબ સહજ. ફક્ત અલ્ફ ની વાત છે. મુસલમાન લોકો પણ કહે છે ઉઠીને અલ્લાહ ને યાદ કરો. પોતે પણ સવારે ઉઠે છે. તે કહે છે અલ્લાહ અથવા ખુદા ને યાદ કરો. તમે કહેશો બાપ ને યાદ કરો. બાબા શબ્દ બહુ જ મીઠો છે. અલ્લાહ કહેવાથી વારસો યાદ નહીં આવશે. બાબા કહેવાથી વારસો યાદ આવી જાય છે. મુસલમાન લોકો બાપ નથી કહેતાં. તેઓ પછી અલ્લાહ-મિયાં કહે છે. મિયાં-બીબી. આ બધા શબ્દો ભારત માં છે. પરમપિતા પરમાત્મા કહેવાથી જ શિવલિંગ યાદ આવી જશે. યુરોપવાસી લોકો ગોડફાધર કહે છે. ભારત માં તો પથ્થર-ભિત્તર ને પણ ભગવાન સમજી લે છે. શિવલિંગ પણ પથ્થર નું હોય છે. સમજે છે આ પથ્થર માં ભગવાન બેઠાં છે. ભગવાન ને યાદ કરશે તો પથ્થર જ સામે આવી જાય છે. પથ્થર ને ભગવાન સમજી પૂજે છે. પથ્થર ક્યાંથી આવે છે? પહાડો નાં ઝરણા થી પડતા-પડતા ગોળ લિસા બની જાય છે. પછી કેવાં કુદરતી નિશાન પણ બની જાય છે. દેવી-દેવતાઓની મૂર્તિ એવી નથી હોતી. પથ્થર કાપી-કાપીને કાન, મુખ, નાક, આંખ વગેરે-વગેરે કેટલું સુંદર બનાવે છે! ખર્ચો ખૂબ કરે છે. શિવબાબા ની મૂર્તિ પર કોઈ ખર્ચા વગેરેની વાત નથી. હમણાં આપ બાળકો સમજો છો આપણે જ દેવી-દેવતા ચૈતન્ય માં સ્વયં બની રહ્યા છીએ. ચૈતન્ય માં હોઈશું ત્યારે પૂજા વગેરે નહીં થશે. જ્યારે પથ્થર બુદ્ધિ બનીએ છીએ ત્યારે પથ્થર ની પૂજા કરીએ છીએ. ચૈતન્ય છે તો પૂજ્ય છે પછી પુજારી બની જાય છે. ત્યાં નથી કોઈ પુજારી, નથી કોઈ પથ્થર ની મૂર્તિ. આવશ્યક્તા જ નથી. જે ચૈતન્ય હતાં એમની નિશાની યાદગાર માટે પથ્થરો ની રાખે છે. હવે આ દેવતાઓની કહાણી ની તમને ખબર પડી ગઈ છે કે આ દેવતાઓની જીવનકહાણી શું હતી? ફરી થી એ જ રિપીટ (પુનરાવર્તિત) થાય છે. પહેલાં આ જ્ઞાન-ચક્ષુ નહોતા તો જાણે પથ્થર બુદ્ધિ હતાં. હવે બાપ દ્વારા જે જ્ઞાન મળ્યું છે, જ્ઞાન એક જ છે પરંતુ ઉઠાવવા વાળા નંબરવાર છે.

તમારી રુદ્રમાળા પણ આ ધારણા અનુસાર જ બને છે. એક છે રુદ્ર માળા, બીજી છે રુંડ માળા. એક છે ભાઈઓ ની, બીજી છે ભાઈઓ અને બહેનો ની. આ તો બુદ્ધિ માં આવે છે આપણે આત્માઓ ખૂબ નાનાં-નાનાં બિંદુ જેવા છીએ. ગાયન પણ છે ભ્રકુટી ની વચ્ચે ચમકે છે અજબ સિતારો. હવે તમે સમજો છો આપણે આત્મા ચૈતન્ય છીએ. એક નાનાં સિતારા જેવા છીએ. પછી જ્યારે ગર્ભ માં આવે છે તો પહેલાં કેટલું નાનું પિંડ હોય છે. પછી કેટલું મોટું થઈ જાય છે! એ જ આત્મા પોતાનાં શરીર દ્વારા અવિનાશી પાર્ટ ભજવતો રહે છે. આ શરીર ને જ પછી બધા યાદ કરવા લાગી જાય છે. આ શરીર જ સારું-ખરાબ હોવાનાં કારણે બધાને આકર્ષિત કરે છે. સતયુગ માં એવું નહીં કહેવાશે કે આત્મ-અભિમાની બનો, સ્વયં ને આત્મા સમજો. આ જ્ઞાન તમને હમણાં જ મળે છે કારણકે તમે જાણો છો હમણાં આત્મા પતિત બન્યો છે. પતિત હોવાનાં કારણે જે કામ કરે છે તે બધું ઉલ્ટું થઈ જાય છે. બાપ સુલ્ટુ કામ કરાવે છે, માયા ઉલ્ટું કામ કરાવે છે. સૌથી ઉલ્ટું કામ છે બાપ ને સર્વવ્યાપી કહેવાનું. આત્મા જે પાર્ટ ભજવે છે તે અવિનાશી છે. તેને બાળતા નથી, તેની તો પૂજા થાય છે. શરીરને બાળવામાં આવે છે. આત્મા જ્યારે શરીર છોડે છે તો શરીર ને બાળે છે. આત્મા બીજા શરીર માં પ્રવેશ કરી જાય છે. આત્મા વગર શરીર બે-ચાર દિવસ પણ નથી રાખી શકતાં. ઘણાં તો પછી શરીર માં દવાઓ વગેરે લગાવી ને રાખે પણ છે. પરંતુ ફાયદો શું? ક્રિશ્ચન નાં એક સેંટ ઝેવિયર છે, કહે છે તેમનું શરીર હજી પણ રાખેલું છે. તેમનું પણ જાણે મંદિર બનેલું છે. કોઈને બતાવતા નથી ફક્ત તેમના પગ બતાવે છે. કહે છે કોઈ પગે પડે છે તો બીમાર નથી પડતાં. પગે પડવાથી બીમારી થી હલ્કા થઈ જાય છે તો સમજે છે તેમની કૃપા. બાપ કહે છે ભાવના નું ભાડું મળી જાય છે. નિશ્ચય બુદ્ધિ હોવાથી થોડો ફાયદો થાય છે. બાકી આમ તો અનેકાનેક ત્યાં જાય, મેળો લાગી જાય. બાપ પણ અહીં આવ્યા છે તો પણ એટલાં અનેકાનેક નથી થતાં. અનેકાનેક થવાની જગ્યા પણ નથી. જ્યારે અનેકાનેક થવાનો સમય આવે છે તો વિનાશ થઈ જાય છે. આ પણ ડ્રામા બનેલો છે. આનો આદિ અથવા અંત નથી. હા, ઝાડ ની જડજડીભૂત અવસ્થા થાય છે અર્થાત્ તમોપ્રધાન બની જાય છે ત્યારે આ ઝાડ નું પરિવર્તન થાય છે. કેટલું બેહદ નું મોટું ઝાડ છે? પહેલાં એ આવશે જેમને પહેલાં નંબર માં જવાનું છે. નંબરવાર આવશે ને? બધા સૂર્યવંશી તો સાથે નહીં આવશે. ચંદ્રવંશી પણ બધા સાથે નથી આવતાં. નંબરવાર માળા અનુસાર જ આવશે. પાર્ટધારી બધા એકસાથે કેવી રીતે આવશે? ખેલ જ બગડી જાય. આ ખેલ બહુ જ સચોટ બનેલો છે, આમાં કોઈ પરિવર્તન થઈ ન શકે.

મીઠાં-મીઠાં બાળકો જ્યારે અહીં બેસો છો તો બુદ્ધિ માં આ જ યાદ રહેવું જોઈએ. બીજા સત્સંગો માં તો બીજી-બીજી વાતો બુદ્ધિ માં આવે છે. આ તો એક જ ભણતર છે, જેમાં તમારી કમાણી થાય છે. તે શાસ્ત્રો વગેરે ને વાંચવાથી કમાણી નથી થતી. હા, કંઈક ને કંઈક ગુણ સારા હોય છે. ગ્રંથ વાંચવા બેસે છે તો એવું નથી બધા નિર્વિકારી બને છે. બાપ કહે આ દુનિયામાં બધા ભ્રષ્ટાચાર થી જન્મ લે છે. આપ બાળકો ને ઘણાં પૂછે છે ત્યાં જન્મ કેવી રીતે થશે? બોલો, ત્યાં તો ૫ વિકાર જ નથી, યોગબળ થી બાળકો નો જન્મ થાય છે. પહેલાં જ સાક્ષાત્કાર થાય છે કે બાળક આવવાનું છે. ત્યાં વિકાર ની વાત નથી. અહીં તો બાળકો ને પણ માયા પાડી દે છે. કોઈ-કોઈ તો બાપ ને આવીને સંભળાવે પણ છે. સંભળાવશે નહીં તો સો-ગુણા દંડ પડી જશે. બાપ તો બધા બાળકો ને કહે છે કે કોઈ પણ પાપ કર્મ થઈ જાય છે તો બાપ ને ઝટ બતાવવું જોઈએ. બાપ અવિનાશી વૈદ છે. સર્જન ને સંભળાવવા થી તમે હલ્કા થઈ જશો. જ્યાં સુધી સંગમયુગ છે ત્યાં સુધી બાપ થી કંઈ પણ છુપાવવાનું નથી. કોઈ છુપાવે છે તો બાપ નાં દિલ ને જીતી નથી શકતાં. બધો આધાર પુરુષાર્થ પર છે. સ્કૂલ માં આવશે જ નહીં તો ચરિત્ર કેવી રીતે સુધરશે? આ સમયે બધા નાં ચરિત્ર ખરાબ છે. વિકાર જ પહેલાં નંબર નું ખરાબ ચરિત્ર છે એટલે બાપ કહે છે - બાળકો, કામ વિકાર તમારો મહાશત્રુ છે. પહેલાં પણ આ ગીતા નું જ્ઞાન સાંભળ્યું હતું તો આ બધી વાતો સમજાતી નહોતી. હમણાં બાપ ડાયરેક્ટ ગીતા સંભળાવે છે. હમણાં બાપે આપ બાળકોને બુદ્ધિ આપી છે, તો ભક્તિ નું નામ સાંભળતા હસવું આવે છે કે શું-શું કરતા હતાં! હમણાં તો બાપ શિક્ષા આપે છે, આમાં દયા, કૃપા અથવા આશીર્વાદ ની વાત હોતી નથી. સ્વયં પર જ દયા, કૃપા અથવા આશીર્વાદ કરવાના છે. બાપ તો દરેક બાળક ને પુરુષાર્થ કરાવે છે. કોઈ તો પુરુષાર્થ કરી બાપ નાં દિલ ને જીતી લે છે, કોઈ તો પુરુષાર્થ કરતા-કરતા મરી પણ જાય છે. બાપ તો દરેક બાળક ને એક જેવું જ ભણાવે છે પછી કોઈક સમયે એવી વાતો નીકળે છે જે જૂનો સંશય જ ઉડી જાય છે, પછી ઉભા થઈ જાય છે એટલે બાબા નું ભણતર ક્યારેય મિસ ન કરવું જોઈએ. મુખ્ય છે બાપ ની યાદ. દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. કોઈ કાંઈ છી-છી બોલે તો સાંભળ્યું-નસાંભળ્યું કરી દેવું જોઈએ. હિયર નો ઇવિલ… ઊંચ પદ મેળવવું છે તો માન-અપમાન, દુઃખ-સુખ, હાર-જીત બધું સહન જરુર કરવાનું છે. બાપ કેટલી યુક્તિઓ બતાવે છે. તો પણ બાળકો બાપ નું પણ સાંભળ્યું-નસાંભળ્યું કરી દે છે તો તે શું પદ મેળવશે? બાપ કહે છે જ્યાં સુધી અશરીરી નથી બન્યા ત્યાં સુધી માયા નો કંઈક ને કંઈક માર લાગતો રહેશે. બાપ નું કહેવાનું નથી માનતા તો બાપ નો ડિસરીગાર્ડ (અપમાન) કરે છે. છતાં પણ બાપ કહે છે બાળકો, સદા જીવતા જાગતા રહો અને બાપ ને યાદ કરી ઊંચ પદ મેળવો. અચ્છા!

મીઠાં-મીઠાં સીકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. ૧) કોઈપણ ઉલ્ટી-સુલ્ટી વાતો કરે તો સાંભળ્યું-ન સાંભળ્યું કરી દેવાનું છે. હિયર નો ઇવિલ… દુઃખ-સુખ, માન-અપમાન બધું જ સહન કરવાનું છે.
  2. ૨) બાપ જે સંભળાવે છે તેને ક્યારેય સાંભળ્યું-ન સાંભળ્યું કરી બાપ નું અપમાન નથી કરવાનું. માયા નાં માર થી બચવા માટે અશરીરી રહેવાનો અભ્યાસ જરુર કરવાનો છે.
વરદાન :- બાપ સમાન રહેમદિલ બની બધાને ક્ષમા કરી સ્નેહ આપવા વાળા માસ્ટર દાતા ભવ
જેવી રીતે બાપ ને રહેમદિલ કહે છે, મર્સીફુલ કહે છે, એવી રીતે આપ બાળકો પણ માસ્ટર રહેમદિલ છો. જે રહેમદિલ છે તે જ કલ્યાણ કરી શકે છે, અકલ્યાણ કરવા વાળા ને પણ ક્ષમા કરી શકે છે. તે માસ્ટર સ્નેહ નાં સાગર હોય છે, એમની પાસે સ્નેહ વગર બીજું કંઈ જ નથી. વર્તમાન સમયે સંપત્તિ કરતાં પણ વધારે સ્નેહ ની આવશ્યક્તા છે એટલે માસ્ટર દાતા બની બધાને સ્નેહ આપતા ચાલો. કોઈ પણ ખાલી હાથે ન જાય.
સ્લોગન :- તીવ્ર પુરુષાર્થી બનવાની ઈચ્છા છે તો જ્યાં ઇચ્છા છે ત્યાં રાહ મળી જશે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.