ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 30 ડિસેમ્બર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી30 ડિસેમ્બર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

30.12.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - આત્મા રુપી બેટરી ને જ્ઞાન અને યોગ થી ભરપૂર કરી સતોપ્રધાન બનાવવાની છે , પાણી નાં સ્નાન થી નહીં”
પ્રશ્ન :- આ સમયે બધા મનુષ્ય આત્માઓ ને ભટકાવવા વાળો કોણ છે? તે ભટકાવે કેમ છે?
ઉત્તર :- બધાને ભટકાવવા વાળો રાવણ છે કારણકે તે પોતે પણ ભટકે છે. તેને પોતાનું કોઈ ઘર નથી. રાવણ ને કોઈ બાબા નહીં કહેશે. બાપ તો પરમધામ ઘરે થી આવે છે પોતાનાં બાળકો ને ઠેકાણું આપવાં. હવે તમને ઘર ની ખબર પડી ગઈ એટલે તમે ભટકતા નથી. તમે કહો છો અમે બાપ થી પહેલાં-પહેલાં જુદા થયા હવે ફરી પહેલાં-પહેલાં ઘરે જઈશું.

ઓમ્ શાંતિ ! મીઠાં-મીઠાં બાળકો અહીં બેસીને સમજે છે, આમનાં માં જે શિવબાબા આવ્યા છે, કેમ પણ કરીને આપણને સાથે ઘરે જરુર લઈ જશે. એ આત્માઓનું ઘર છે ને? તો બાળકો ને જરુર ખુશી થતી હશે, બેહદનાં બાપ આવીને આપણને ગુલ-ગુલ બનાવે છે. કોઈ કપડાં વગેરે નથી પહેરાવતાં. આને કહેવાય છે યોગબળ, યાદ નું બળ. જેટલો શિક્ષક નું રુતબો (પદ) છે એટલો બાળકો ને પણ રુતબો અપાવે છે. ભણતર થી વિદ્યાર્થી જાણે છે કે અમે આ બનીશું. તમે પણ સમજો છો આપણાં બાબા શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. આ છે નવી વાત. આપણાં બાબા શિક્ષક છે, એમને આપણે યાદ કરીએ છીએ. આપણને ભણાવીને આ બનાવી રહ્યા છે. આપણાં બેહદ નાં બાબા આવેલાં છે- આપણને પાછાં ઘરે લઈ જવાં. રાવણ નું કોઈ ઘર નથી હોતું, ઘર રામ નું હોય છે. શિવબાબા ક્યાં રહે છે? તમે ઝટ કહેશો પરમધામ માં. રાવણ ને તો બાબા નહીં કહેશે. રાવણ ક્યાં રહે છે? ખબર નથી. એવું નહીં કહેશે કે રાવણ પરમધામ માં રહે છે. ના, તેનું જેમ કે ઠેકાણું જ નથી. ભટકતો રહે છે, તમને પણ ભટકાવે છે. તમે રાવણ ને યાદ કરો છો શું? ના. કેટલું તમને ભટકાવે છે. શાસ્ત્ર વાંચો, ભક્તિ કરો, આ કરો. બાપ કહે છે આને કહેવાય છે ભક્તિ માર્ગ, રાવણ રાજ્ય. ગાંધીજી પણ કહેતા હતાં રામરાજ્ય જોઈએ. આ રથ માં આપણાં શિવબાબા આવેલાં છે. મોટા બાબા છે ને? એ આત્માઓ સાથે બાળકો-બાળકો કહી વાત કરે છે. હમણાં તમારી બુદ્ધિમાં છે રુહાની બાપ અને રુહાની બાપ ની બુદ્ધિમાં છે આપ રુહાની બાળકો, કારણકે આપણું કનેક્શન છે જ મૂળવતન થી. આત્માયેં પરમાત્મા અલગ રહે બહુકાલ… ત્યાં તો આત્માઓ બાપ ની સાથે ભેગી રહે છે. પછી અલગ થાય છે પોત-પોતાનો પાર્ટ ભજવવાં. લાંબાકાળ નો હિસાબ જોઈએ ને? તે બાપ બેસીને બતાવે છે. તમે હમણાં ભણતર ભણી રહ્યા છો. તમારા માં પણ નંબરવાર છે જે સારી રીતે ભણે છે. તે જ પહેલાં-પહેલાં મારા થી જુદા થયા છે. તે જ પછી મને બહુજ યાદ કરશે તો ફરી પહેલાં-પહેલાં આવી જશે.

બાપ બાળકોને બેસી આખા સૃષ્ટિ ચક્ર નાં ગુહ્ય રહસ્ય સમજાવે છે, જે બીજું કોઈ પણ નથી જાણતું. ગુહ્ય પણ કહેવાય, ગુહ્યતમ પણ કહેવાય છે. આ તમે જાણો છો બાપ કોઈ ઉપર થી બેસીને નથી સમજાવતાં, અહીં આવીને સમજાવે છે-હું આ કલ્પ વૃક્ષ નું બીજરુપ છું. આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ ને કલ્પ વૃક્ષ કહેવાય છે. દુનિયાનાં મનુષ્ય તો બિલ્કુલ કંઈ નથી જાણતા. કુંભકરણ ની નિંદ્રા માં સૂતેલાં છે પછી બાપ આવીને જગાડે છે. હમણાં આપ બાળકો ને જગાડ્યા છે બીજા બધા સુતેલા પડ્યા છે. તમે પણ કુંભકરણ ની આસુરી નિંદ્રા માં સૂતેલાં હતા. બાપે આવીને જગાડ્યા છે, બાળકો જાગો. તમે ગાફિલ (અલબેલા) થઈ સૂતેલા પડ્યા છો, આને કહેવાય છે અજ્ઞાન નિદ્રા. તે નિંદર તો બધાં કરે છે. સતયુગ માં પણ કરે છે. હમણાં બધા છે અજ્ઞાન ની નિદ્રા માં. બાપ આવીને જ્ઞાન આપીને બધાને જગાડે છે. હમણાં તમે બાળકો જાગ્યા છો, જાણો છો બાબા આવેલાં છે, આપણને લઈ જશે. હમણાં તો ન આ શરીર કામનું રહ્યું છે ન આત્મા, બંને પતિત બની ગયાં છે, એકદમ મુલમ્મા (ભેળસેળ) નું છે. ૯ કેરેટ કહે અર્થાત્ બહુ જ થોડું સોનું, સાચું સોનું ૨૪ કેરેટનું હોય છે. હવે બાપ આપ બાળકો ને ૨૪ કેરેટ માં લઈ જવા ઈચ્છે છે. તમારાં આત્મા ને સાચાં-સાચાં ગોલ્ડન એજેડ (સતોપ્રધાન) બનાવે છે. ભારત ને સોનાની ચીડિયા (દુનિયા) કહેતા હતાં. હમણાં તો લોખંડ ની, ઠીક્કર-ભિત્તર ની ચીડિયા કહેવાશે. છે તો ચૈતન્ય ને? આ સમજવાની વાતો છે. જેમ આત્મા ને સમજો છો તેમ બાપ ને પણ સમજી શકો છો. કહે પણ છે ચમકે છે તારો. ખુબ જ નાનો તારો છે. ડોક્ટરો વગેરેએ ઘણી કોશિશ કરી છે જોવાની પરંતુ દિવ્ય દૃષ્ટિ વગર જોઇ નથી શકાતો. બહુ જ સૂક્ષ્મ છે. કોઈ કહે છે આંખો થી આત્મા નીકળી ગયો, કોઈ કહે છે મુખ થી નીકળી ગયો. આત્મા નીકળીને જાય ક્યાં છે? બીજા તન માં જઈને પ્રવેશ કરે છે. હવે તમારો આત્મા ઉપર ચાલી જશે શાંતિધામ. આ પાક્કી ખબર છે બાપ આવીને અમને ઘરે લઈ જશે. એક તરફ છે કળિયુગ, બીજી તરફ છે સતયુગ. હમણાં આપણે સંગમ પર ઊભા છીએ. વન્ડર છે. અહીં કરોડો મનુષ્ય છે અને સતયુગ માં ફક્ત ૯ લાખ! બાકી બધાનું શું થયું? વિનાશ થઈ જાય છે. બાપ આવે જ છે નવી દુનિયાની સ્થાપના કરવાં. બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે. પછી પાલના પણ થાય છે બે રુપ માં. એવું તો નથી ચાર ભુજાવાળા કોઈ મનુષ્ય હશે. પછી તો શોભા જ નથી. બાળકો ને પણ સમજાવી દે છે-ચતુર્ભુજ છે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ નું કમબાઇન્ડ (સંયુક્ત) રુપ. શ્રી અર્થાત્ શ્રેષ્ઠ. ત્રેતા માં બે કળા ઓછી થઈ જાય છે. તો બાળકો ને આ જે નોલેજ હમણાં મળે છે એની સ્મૃતિ માં રહેવાનું છે. મુખ્ય છે જ બે અક્ષર, બાપ ને યાદ કરો. બીજા કોઈ ની સમજ માં નહીં આવશે. બાપ જ પતિત-પાવન સર્વ શક્તિમાન્ છે. ગાય પણ છે બાબા, તમે અમને આખું આકાશ ધરતી બધું જ આપી દીધું. એવી કોઈ ચીજ નથી જે ન આપી હોય. આખા વિશ્વ નું રાજ્ય આપી દીધું છે.

તમે જાણો છો આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં. પછી ડ્રામા નું ચક્ર ફરે છે. સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર. આ પણ જાણો છો વિકારી થી નિર્વિકારી, નિર્વિકારી થી વિકારી, આ ૮૪ જન્મો નો પાર્ટ અસંખ્યવાર ભજવ્યો છે. તેની ગણતરી નથી કરી શકાતી. જનસંખ્યા ભલે ગણતરી કરી લે છે. બાકી આ જે તમે તમોપ્રધાન થી સતોપ્રધાન, સતોપ્રધાન થી તમોપ્રધાન બનો છો, એનો હિસાબ નિકાળી નથી શકતા કે કેટલી વાર બન્યા છો. બાબા કહે છે ૫ હજાર વર્ષ નું આ ચક્ર છે. આ ઠીક છે. લાખો વર્ષ ની વાત તો યાદ પણ ન રહી શકે. હમણાં તમારા માં ગુણો ની ધારણા થાય છે. જ્ઞાન નું ત્રીજું નેત્ર મળી જાય છે. આ આંખો થી તમે જૂની દુનિયાને જુઓ છો. ત્રીજું નેત્ર જે મળે છે, તેનાથી નવી દુનિયાને જોવાની છે. આ દુનિયા તો કોઈ કામ ની નથી. જૂની દુનિયા છે. નવી અને જૂની દુનિયામાં ફરક જુઓ કેટલો છે? તમે જાણો છો આપણે જ નવી દુનિયાનાં માલિક હતાં પછી ૮૪ જન્મ લેતાં-લેતાં આ બન્યા છીએ. આ સારી રીતે યાદ રાખવું જોઈએ અને પછી બીજાઓને પણ સમજાવવાનું છે-કેવી રીતે આપણે આ બનીએ છીએ? બ્રહ્મા સો વિષ્ણુ, પછી વિષ્ણુ સો બ્રહ્મા બને છે. બ્રહ્મા અને વિષ્ણુ માં ફરક જુઓ છો ને? વિષ્ણુ કેવાં શૃંગારેલા બેઠા છે અને બ્રહ્મા કેવાં સાધારણ બેઠા છે! તમે જાણો છો આ બ્રહ્મા, તે વિષ્ણુ બનવાનાં છે. આ કોઈને સમજાવવું પણ બહુ સહજ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નો પરસ્પર શું સંબંધ છે? તમે જાણો છો આ વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ છે. આ જ વિષ્ણુ દેવતા થી પછી આ મનુષ્ય બ્રહ્મા બને છે. તે વિષ્ણુ સતયુગ નાં છે, બ્રહ્મા અહીં નાં છે. બાપે સમજાવ્યું છે બ્રહ્મા થી વિષ્ણુ બને સેકન્ડ માં, પછી વિષ્ણુ ને બ્રહ્મા બનવામાં ૫ હજાર વર્ષ લાગે છે. તતત્વમ્. ફક્ત એક બ્રહ્માં જ તો નથી બનતાં ને? આ વાતો સિવાય બાપ નાં બીજું કોઈ સમજાવી ન શકે. અહીં કોઈ મનુષ્ય ગુરુ ની વાત નથી. આમનાં પણ ગુરુ શિવબાબા, તમારાં બ્રાહ્મણો નાં પણ ગુરુ શિવબાબા છે. એમને સદ્દગુરુ કહેવાય છે. તો બાળકોએ શિવબાબા ને જ યાદ કરવાનાં છે. કોઈને પણ આ સમજાવવું તો બહુજ સહજ છે - શિવબાબા ને યાદ કરો. શિવબાબા સ્વર્ગ નવી દુનિયા રચે છે. ઊંચે થી ઊંચા ભગવાન શિવ છે. એ આપણાં, આત્માઓનાં બાબા છે. તો ભગવાન બાળકોને કહે છે મુજ બાપ ને યાદ કરો. યાદ કરવું કેટલું સહજ છે! બાળક નો જન્મ થાય છે અને ઝટ મા-મા તેનાં મુખ થી જાતેજ નીકળે છે. મા-બાપ સિવાય બીજા કોઈ પાસે નહીં જશે. મા મરી જાય છે, તે પછી બીજી વાત છે. પહેલા છે મા અને બાપ પછી પાછળ બીજા મિત્ર-સંબંધી વગેરે હોય છે. તેમાં પણ જોડી-જોડી હશે. કાકા-કાકી બે છે ને? કુમારી હશે પછી મોટી થતાં જ કોઈ કાકી કહેશે, કોઈ મામી કહેશે.

હવે તમને બાપ સમજાવે છે તમે બધાં ભાઈ-ભાઈ છો. બસ, બીજા બધા સંબંધ કેન્સલ કરે છે. ભાઈ-ભાઈ સમજશે તો એક બાપ ને યાદ કરશે. બાપ પણ કહે છે-બાળકો, મુજ એક બાપ ને યાદ કરો. કેટલાં મોટા બેહદ નાં બાપ છે. એ મોટા બાબા તમને બેહદ નો વારસો આપવા આવ્યા છે. ઘડી-ઘડી કહે છે મનમનાભવ. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો, આ વાત ભૂલો નહીં. દેહ-અભિમાન માં આવવાથી જ ભૂલી જાઓ છો. પહેલાં-પહેલાં તો સ્વયં ને આત્મા સમજવાનો છે-આપણે આત્મા સાલિગ્રામ છીએ અને એક બાપ ને જ યાદ કરવાનાં છે. બાપે સમજાવ્યું છે હું પતિત-પાવન છું, મને યાદ કરવાથી તમારી બેટરી જે ખાલી થઈ ગઈ છે તે ભરપૂર થઇ જશે, તમે સતોપ્રધાન બની જશો. પાણી ની ગંગા માં તો જન્મ-જન્માંતર ગોતા ખાધાં છે પરંતુ પાવન બની ન શક્યા. પાણી કેવી રીતે પતિત-પાવન હોઈ શકે? જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે. આ સમયે છે જ પાપ આત્માઓની જુઠ્ઠી દુનિયા. લેન-દેન પણ પાપ આત્માઓ થી જ થાય છે. મન્સા-વાચા-કર્મણા પાપ આત્મા જ બને છે. હમણાં આપ બાળકો ને સમજ મળી છે. તમે કહો છો અમે આ લક્ષ્મી-નારાયણ બનવા માટે પુરુષાર્થ કરીએ છીએ. હમણાં તમારી ભક્તિ કરવાનું બંધ છે. જ્ઞાન થી સદ્દગતિ થાય છે. આ (દેવતાઓ) સદ્દગતિ માં છે ને? બાપે સમજાવ્યું છે આ બહુજ જન્મો નાં અંત માં છે. બાપ કેટલું સહજ સમજાવે છે! આપ બાળકો કેટલી મહેનત કરો છો? કલ્પ-કલ્પ કરો છો. જૂની દુનિયાને બદલી નવી દુનિયા બનાવવાની છે. કહે છે ને ભગવાન જાદુગર છે, રત્નાગર છે, સૌદાગર છે. જાદુગર તો છે ને? જૂની દુનિયાને નર્ક થી બદલી સ્વર્ગ બનાવી દે છે. કેટલું જાદુ છે, હવે તમે સ્વર્ગ નાં રહેવાસી બની રહ્યા છો. જાણો છો હમણાં આપણે નર્ક નાં રહેવાસી છીએ. નર્ક અને સ્વર્ગ અલગ છે. ૫ હજાર વર્ષ નું ચક્ર છે. લાખો વર્ષ ની તો વાત જ નથી. આ વાતો ભૂલવી ન જોઈએ. ભગવાનુવાચ છે ને? કોઈ જરુર છે જે પુનર્જન્મ રહિત છે. શ્રીકૃષ્ણ ને તો શરીર છે. શિવ ને નથી. એમને મુખ તો જરુર જોઈએ? તમને સંભળાવવા માટે આવીને ભણાવે છે ને? ડ્રામા અનુસાર બધી નોલેજ જ એમની પાસે છે. એ આખા કલ્પ માં એક જ વાર આવે છે દુઃખધામ ને સુખધામ બનાવવાં. સુખ-શાંતિ નો વારસો જરુર બાપ પાસે થી મળ્યો છે ત્યારે તો મનુષ્ય ઈચ્છે છે ને? બાપ ને યાદ કરે છે.

બાપ જુઓ, જ્ઞાન કેટલું સહજ રીતે આપે છે! અહીં બેઠાં પણ બાપ ને યાદ કરો, બાજોલી યાદ કરો તો પણ મનમનાભવ જ છે. બાપ જ આ બધું જ્ઞાન આપવા વાળા છે. તમે કહેશો અમે બેહદ નાં બાપની પાસે જઈએ છીએ. બાપ આપણને શાંતિધામ-સુખધામ લઈ જવાનો રસ્તો બતાવે છે. અહીં બેઠાં ઘર ને યાદ કરવાનું છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે, ઘર ને યાદ કરવાનું છે અને નવી દુનિયાને યાદ કરવાની છે. આ જુની દુનિયા તો ખતમ થવાની જ છે. આગળ ચાલીને તમે વૈકુંઠ ને પણ ખુબ જ યાદ કરશો. ઘડી-ઘડી વૈકુંઠ માં જતા રહેશો. શરુમાં બાળકીઓ ઘડી-ઘડી સાથે બેસી વૈકુંઠ માં ચાલી જતી હતી. આ જોઈને મોટા-મોટા ઘરવાળા પોતાનાં બાળકો ને મોકલી દેતા હતાં. નામ જ રાખ્યું હતું ઓમ નિવાસ. કેટલાં અસંખ્ય બાળકો આવ્યા, પછી હંગામા થયાં. બાળકોને ભણાવતા હતાં. પોતે જ ધ્યાન માં ચાલ્યા જતા હતાં. હમણાં આ ધ્યાન-દીદાર નો પાર્ટ બંધ કરી દીધો છે. અહીં પણ કબ્રિસ્તાન બનાવી દેતા હતાં. બધાંને સુવડાવી દેતા હતાં, કહેતાં હતાં હવે શિવબાબા ને યાદ કરો, ધ્યાન માં ચાલ્યા જતા હતાં. હવે આપ બાળકો પણ જાદુગર છો. કોઈને પણ જોશો અને તે ઝટ ધ્યાન માં ચાલ્યા જશે. આ જાદુ કેટલું સરસ છે! નૌધા ભક્તિ માં તો જ્યારે એકદમ પ્રાણ આપવા તૈયાર થાય છે ત્યારે તેમને દીદાર થાય છે. અહીં તો બાપ સ્વયં આવ્યા છે, આપ બાળકોને ભણાવીને ઊંચ પદ પ્રાપ્ત કરાવે છે. આગળ ચાલીને આપ બાળકો બહુજ સાક્ષાત્કાર કરતા રહેશો. બાપ ને હમણાં પણ કોઈ પૂછે તો બતાવી શકે છે કોણ ગુલાબ નું ફૂલ છે, કોણ ચંપા નું ફૂલ છે, કોણ ટગર છે? કળી પણ હોય છે ને? (ટગર, કળી આ બધાં વિવિધ ફૂલોનાં નામ છે) અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. દેહ નાં સર્વ સંબંધ રદ્દ કરી આત્મા ભાઈ-ભાઈ છે, આ નિશ્ચય કરવાનો છે અને બાપ ને યાદ કરી પુરા વારસા નાં અધિકારી બનવાનું છે.
  2. હવે પાપ આત્માઓ સાથે લેન-દેન નથી કરવાની. અજ્ઞાન નિદ્રા થી બધાને જગાડવાનાં છે, શાંતિધામ-સુખધામ જવાનો રસ્તો બતાવવાનો છે.
વરદાન :- મન - બુદ્ધિ ને એકાગ્રતા દ્વારા સર્વ સિધ્ધિઓ પ્રાપ્ત કરવા વાળા સદા સમર્થ આત્મા ભવ
સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે એકાગ્રતા ની શક્તિઓને વધારો. આ એકાગ્રતા ની શક્તિ સહજ નિર્વિઘ્ન બનાવી દે છે, મહેનત કરવાની આવશ્યકતા નથી રહેતી. એક બાપ બીજું ન કોઈ - આનો સહજ અનુભવ થાય છે, સહજ એકરસ સ્થિતિ બની જાય છે. સર્વ નાં પ્રત્યે કલ્યાણ ની વૃત્તિ, ભાઈ-ભાઈ ની દૃષ્ટિ રહે છે. પરંતુ એકાગ્ર થવા માટે એટલા સમર્થ બનો જે મન-બુદ્ધિ સદા તમારાં ઓર્ડર અનુસાર ચાલે. સ્વપ્ન માં પણ સેકન્ડ-માત્ર પણ હલચલ ન થાય.
સ્લોગન :- કમલ પુષ્પ નાં સમાન ન્યારા રહો તો પ્રભુ નાં પ્રેમ નાં પાત્ર બની જશો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.