ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 24 ફેબ્રુઆરી, 2025

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી24 ફેબ્રુઆરી, 2025 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

24.02.2025
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - આ રુહાની હોસ્પિટલ તમને અડધાકલ્પ માટે એવર હેલ્દી ( સદા સ્વસ્થ ) બનાવવા વાળી છે , અહીં તમે દેહી - અભિમાની બનીને બેસો”
પ્રશ્ન :- ધંધો વગેરે કરતા પણ કયું ડાયરેક્શન (માર્ગદર્શન) બુદ્ધિ માં યાદ રહેવું જોઈએ?
ઉત્તર :- બાપ નું ડાયરેક્શન છે તમે કોઈ સાકાર તથા આકાર ને યાદ નહીં કરો, એક બાપ ની યાદ રહે તો વિકર્મ વિનાશ થાય. આમાં કોઈ એ ન કહી શકે કે ફુરસદ નથી. બધું કરતા પણ યાદ માં રહી શકો છો.

ઓમ્ શાંતિ ! મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે બાપ નું ગુડમોર્નિંગ. ગુડ મોર્નિંગ પછી બાળકોને કહેવાય છે બાપ ને યાદ કરો. બોલાવે પણ છે-હે પતિત-પાવન, આવીને પાવન બનાવો તો બાપ પહેલાં-પહેલાં જ કહે છે - રુહાની બાપ ને યાદ કરો. રુહાની બાપ તો બધા નાં એક જ છે. ફાધર (પિતા) ને ક્યારેય સર્વવ્યાપી નથી મનાતાં. તો જેટલું બની શકે બાળકો પહેલાં-પહેલાં બાપ ને યાદ કરો, કોઈ પણ સાકાર તથા આકાર ને યાદ નહીં કરો, એક બાપ સિવાય. આ તો બિલકુલ સહજ છે ને? મનુષ્ય કહે છે અમે બીઝી (વ્યસ્ત) રહીએ છીએ, ફુરસદ નથી. પરંતુ આમાં તો ફુરસદ સદૈવ છે. બાપ યુક્તિ બતાવે છે આ પણ જાણો છો બાપ ને યાદ કરવાથી જ આપણા પાપ ભસ્મ થશે. મુખ્ય વાત છે આ. ધંધા વગેરે ની કોઈ મનાઈ નથી. તે બધું કરવા છતાં ફક્ત બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. આ તો સમજો છો આપણે પતિત છીએ, સાધુ-સંત, ઋષિ-મુની વગેરે બધા સાધના કરે છે. સાધના કરાય છે ભગવાન ને મળવાની. તો જ્યાં સુધી એમનો પરિચય ન હોય ત્યાં સુધી તો મળી ન શકે. તમે જાણો છો બાપ નો પરિચય દુનિયામાં કોઈ ને પણ નથી. દેહ નો પરિચય તો બધાને છે. મોટી ચીજ નો પરિચય ઝટ થઈ જાય છે. આત્મા નો પરિચય તો જ્યારે બાપ આવે ત્યારે સમજાવે. આત્મા અને શરીર બે ચીજો છે. આત્મા એક સ્ટાર છે અને અતિ સૂક્ષ્મ છે. એને કોઈ જોઈ નથી શકતું. તો અહીં જ્યારે આવીને બેસો છો તો દેહી-અભિમાની બનીને બેસવાનું છે. આ પણ એક હોસ્પિટલ છે ને - અડધાકલ્પ માટે એવર હેલ્દી બનવાની. આત્મા તો છે અવિનાશી, ક્યારેય વિનાશ નથી થતો. આત્મા નો જ બધો પાર્ટ છે. આત્મા કહે છે હું ક્યારેય વિનાશ ને પ્રાપ્ત નથી કરતો. આટલાં બધા આત્માઓ અવિનાશી છે. શરીર છે વિનાશી. હવે તમારી બુદ્ધિ માં આ બેસેલું છે કે આપણે આત્મા અવિનાશી છીએ. આપણે ૮૪ જન્મ લઈએ છીએ, આ ડ્રામા છે. આમાં ધર્મ સ્થાપક કોણ-કોણ ક્યારે આવે છે? કેટલાં જન્મ લેતા હશે, આ તો જાણો છો. ૮૪ જન્મ જે ગવાય છે જરુર કોઈ એક ધર્મ નાં હશે. બધા નાં તો હોઈ ન શકે. બધા ધર્મ એક સાથે તો આવતા નથી. આપણે બીજાનો હિસાબ કેમ બેસીને કાઢીએ? જાણે છે ફલાણા-ફલાણા સમય પર ધર્મ સ્થાપન કરવા આવે છે. તેની પછી વૃદ્ધિ થાય છે. બધા સતોપ્રધાન થી તમોપ્રધાન તો બનવાના જ છે. દુનિયા જ્યારે તમોપ્રધાન થાય છે ત્યારે પછી બાપ આવીને સતોપ્રધાન સતયુગ બનાવે છે. હમણાં આપ બાળકો જાણો છો આપણે ભારતવાસી જ પછી નવી દુનિયામાં આવીને રાજ્ય કરીશું, બીજા કોઈ ધર્મ નહીં હશે. આપ બાળકો માં પણ જેમને ઊંચ પદ લેવું છે તે વધારે યાદ માં રહેવાનો પુરુષાર્થ કરે છે અને સમાચાર પણ લખે છે કે બાબા હું આટલો સમય યાદ માં રહું છું. કોઈ તો પૂરાં સમાચાર શરમ નાં મારે (કારણે) આપતા નથી. સમજે છે બાબા શું કહેશે? પરંતુ ખબર તો પડે છે ને? સ્કૂલ માં શિક્ષક સ્ટુડન્ટ ને (વિદ્યાર્થી) કહેશે ને કે તમે જો ભણશો નહીં તો ફેલ થઈ જશો. લૌકિક મા-બાપ પણ બાળકો નાં ભણતર થી સમજી જાય છે, આ તો ખૂબ મોટી સ્કૂલ છે. અહીં તો નંબરવાર બેસાડતા નથી. બુદ્ધિ થી સમજાય છે, નંબરવાર તો હોય જ છે ને? હવે બાબા સારા-સારા બાળકો ને ક્યાંક મોકલી દે છે, તે પછી ચાલ્યા જાય છે તો બીજા લખે છે અમને મહારથી જોઈએ, તો જરુર સમજે છે તેઓ અમારા કરતાં હોશિયાર પ્રસિદ્ધ છે. નંબરવાર તો હોય છે ને? પ્રદર્શન માં પણ અનેક પ્રકારનાં આવે છે તો ગાઈડ (માર્ગદર્શક) પણ ઉભા રહેવા જોઈએ તપાસ કરવા માટે. રિસીવ કરવા (આવકાર આપવા) વાળા તો જાણે છે આ કયાં પ્રકારનાં વ્યક્તિ છે. તો તેમણે પછી ઈશારો કરવો જોઈએ કે આમને તમે સમજાવો. તમે પણ સમજી શકો છો પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, ત્રિતીય શ્રેણી બધા છે. અહીં તો બધા ની સર્વિસ કરવાની જ છે. કોઈ મોટા વ્યક્તિ છે તો જરુર મોટા વ્યક્તિ ની ખાતરી (સેવા) તો બધા કરે જ છે. આ કાયદો છે. બાપ અથવા શિક્ષક બાળકોની ક્લાસ માં મહિમા કરે છે, આ પણ સૌથી મોટી ખાતરી (સેવા) છે. નામ કરવા વાળા બાળકો ની મહિમા તથા ખાતરી કરાય છે. આ ફલાણા ધનવાન છે, રિલિજિયસ માઈન્ડેડ (ધાર્મિક વૃતિ) છે, આ પણ ખાતરી છે ને? હવે તમે આ જાણો છો ઊંચા માં ઊંચા ભગવાન છે. કહે પણ છે બરોબર ઊંચા માં ઊંચા છે, પરંતુ પછી બોલો એમની બાયોગ્રાફી બતાવો તો કહી દેશે સર્વવ્યાપી છે. બસ, એકદમ નીચા કરી દે છે. હવે તમે સમજાવી શકો છો સૌથી ઊંચા માં ઊંચા છે ભગવાન, એ છે મૂળવતન વાસી. સૂક્ષ્મવતન માં છે દેવતાઓ. અહીં રહે છે મનુષ્ય. તો ઊંચા માં ઊંચા ભગવાન એ નિરાકાર થયાં.

હવે તમે જાણો છો આપણે જે હીરા જેવા હતાં તે પછી કોડી જેવા બની ગયા છીએ પછી ભગવાન ને પોતાનાં કરતાં પણ વધારે નીચે લઈ ગયા છીએ. ઓળખતા જ નથી. તમને ભારત વાસીઓને જ પરિચય મળે છે પછી પરિચય ઓછો થઈ જાય છે. હમણાં તમે બાપ નો પરિચય બધાને આપતા જાઓ છો. અનેક ને બાપ નો પરિચય મળશે. તમારું મુખ્ય ચિત્ર છે જ આ ત્રિમૂર્તિ, ગોળો, ઝાડ. આમાં કેટલો પ્રકાશ (કેટલી સમજ) છે. આ તો કોઈ પણ કહેશે આ લક્ષ્મી-નારાયણ સતયુગ નાં માલિક હતાં. અચ્છા, સતયુગ ની પહેલાં શું હતું? આ પણ હમણાં તમે જાણો છો. હમણાં છે કળિયુગ નો અંત અને છે પણ પ્રજા નું પ્રજા પર રાજ્ય. હમણાં રાજાઈ તો નથી, કેટલો ફરક છે? સતયુગ નાં આદિ માં રાજાઓ હતાં અને હમણાં કળિયુગ માં પણ રાજાઓ છે. ભલે કોઈ તે પાવન નથી પરંતુ કોઈ પૈસા આપીને પણ ટાઈટલ (પદવી) લઈ લે છે. મહારાજા તો કોઈ નથી, ટાઈટલ ખરીદી લે છે. જેમ પટિયાલા નાં મહારાજા, જોધપુર, બિકાનેર નાં મહારાજા… નામ તો લે છે ને? આ નામ અવિનાશી ચાલ્યું આવે છે. પહેલાં પવિત્ર મહારાજાઓ હતાં, હવે છે અપવિત્ર મહારાજાઓ. શબ્દ ચાલ્યા આવે છે. આ લક્ષ્મી-નારાયણ માટે કહેવાશે આ સતયુગ નાં માલિક હતાં, કોણે રાજ્ય લીધું? હમણાં તમે જાણો છો રાજાઈ ની સ્થાપના કેવી રીતે થાય છે. બાપ કહે છે હું તમને હમણાં ભણાવું છું-૨૧ જન્મો માટે. તે તો ભણીને આ જ જન્મ માં જ બેરિસ્ટર વગેરે બને છે. તમે હમણાં ભણીને ભવિષ્ય મહારાજા-મહારાણી બનો છો. ડ્રામા પ્લાન અનુસાર નવી દુનિયા ની સ્થાપના થઈ રહી છે. હમણાં છે જૂની દુનિયા. ભલે કેટલાં પણ સારા-સારા મોટા મહેલ છે પરંતુ હીરા-ઝવેરાત નાં મહેલ તો બનાવવાની કોઈ માં તાકાત નથી. સતયુગ માં આ બધા હીરા-ઝવેરાત નાં મહેલ બનાવે છે ને? બનાવવામાં કોઈ વાર થોડી લાગે છે? અહીં પણ અર્થક્વેક (ધરતીકંપ) વગેરે થાય છે તો બહુ જ કારીગર લગાવી દે છે, એક-બે વર્ષ માં આખું શહેર ઊભું કરી દે છે. નવી દિલ્લી બનાવવામાં ૮-૧૦ વર્ષ લાગ્યા પરંતુ અહીં નાં મજુર અને ત્યાં નાં મજુર માં તો ફરક રહે છે ને? આજકાલ તો નવી-નવી ઇન્વેન્શન (શોધ) પણ કરતા રહે છે. મકાન બનાવવા નાં સાયન્સ (વિજ્ઞાન) નું પણ જોર છે, બધું જ તૈયાર મળે છે, ઝટ ફ્લેટ તૈયાર. બહુ જ જલ્દી-જલ્દી બને છે તો આ બધું ત્યાં કામ માં તો આવે છે ને? આ બધા સાથે ચાલવાના છે. સંસ્કાર તો રહે છે ને? આ સાયન્સ નાં સંસ્કાર પણ ચાલશે (આવશે). તો હવે બાપ બાળકો ને સમજાવતા રહે છે, પાવન બનવું છે તો બાપ ને યાદ કરો. બાપ પણ ગુડમોર્નિંગ કરી પછી શિક્ષા આપે છે. બાળકો બાપ ની યાદ માં બેઠાં છો? હરતાં-ફરતાં બાપ ને યાદ કરો કારણકે જન્મ-જન્માંતર નો માથા પર બોજો છે. સીડી ઉતરતાં-ઉતરતાં ૮૪ જન્મ લે છે. હમણાં પાછી એક જન્મ માં ચઢતી કળા થાય છે. જેટલા બાપ ને યાદ કરતા રહેશો એટલી ખુશી પણ થશે, તાકાત મળશે. ઘણાં બાળકો છે જેમને આગળ નંબર માં રખાય છે પરંતુ યાદ માં બિલકુલ રહેતાં નથી. ભલે જ્ઞાન માં હોશિયાર છે પરંતુ યાદ ની યાત્રા નથી. બાપ તો બાળકો ની મહિમા કરે છે. આ પણ નંબરવન માં છે તો જરુર મહેનત પણ કરતા હશે ને? તમે હંમેશા સમજો કે શિવબાબા સમજાવે છે તો બુદ્ધિયોગ ત્યાં લાગેલો રહેશે. આ પણ શીખતા તો હશે ને? તો પણ કહે છે બાબા ને યાદ કરો. કોઈને પણ સમજાવવા માટે ચિત્ર છે. ભગવાન કહેવાય છે જ નિરાકાર ને. એ આવીને શરીર ધારણ કરે છે. એક ભગવાન નાં બાળકો બધા આત્માઓ ભાઈ-ભાઈ છે. હમણાં આ શરીર માં વિરાજમાન છે. બધા અકાળમૂર્ત છે. આ અકાળમૂર્ત (આત્મા) નું તખ્ત છે. અકાળતખ્ત બીજી કોઈ ખાસ ચીજ નથી. આ તખ્ત છે અકાળમૂર્ત નું. ભ્રકુટી ની વચ્ચે આત્મા વિરાજમાન હોય છે, આને કહેવાય છે અકાળતખ્ત. અકાળતખ્ત, અકાળમૂર્ત નું. આત્માઓ બધા અકાળ છે, કેટલો અતિ સૂક્ષ્મ છે. બાપ તો છે નિરાકાર. એ પોતાનું તખ્ત ક્યાંથી લાવે? બાપ કહે છે મારું પણ આ તખ્ત છે. હું આવીને આ તખ્ત ની લોન લઉં છું. બ્રહ્મા નાં સાધારણ વૃધ્ધ તન માં અકાળતખ્ત પર આવીને બેસું છું. હવે તમે જાણી ગયા છો સર્વ આત્માઓ નું આ તખ્ત છે. મનુષ્યો ની જ વાત કરાય છે, જાનવરો ની તો વાત નથી. પહેલાં જે મનુષ્ય જાનવર કરતાં પણ ખરાબ થઈ ગયા છે, તે તો સુધરે. કોઈ જાનવર ની વાત પૂછે, તો બોલો પહેલાં પોતાનો તો સુધાર કરો. સતયુગ માં તો જાનવર પણ ખૂબ સરસ ફર્સ્ટ ક્લાસ હશે. કચરો વગેરે કાંઈ પણ નહીં હશે. કિંગ (રાજા) નાં મહેલ માં કબુતર વગેરે નો કચરો થાય તો દંડ લગાવી દે. જરા પણ કચરો નથી. ત્યાં ખૂબ ખબરદારી રહે છે. પહેરા પર રહે છે, ક્યારેય કોઈ જાનવર વગેરે અંદર ઘૂસી ન શકે. ખૂબ સફાઈ રહે છે. લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં પણ કેટલી સફાઈ રહે છે? શંકર-પાર્વતી નાં મંદિર માં કબુતર પણ દેખાડે છે. તો જરુર મંદિર ને પણ ખરાબ કરતા હશે. શાસ્ત્રો માં તો બહુ જ દંતકથાઓ લખી દીધી છે.

હવે બાપ બાળકો ને સમજાવે છે, એમાં પણ થોડા છે જે ધારણા કરી શકે છે. બાકી તો કાંઈ નથી સમજતાં. બાપ બાળકો ને કેટલાં પ્રેમ થી સમજાવે છે-બાળકો, ખૂબ-ખૂબ મીઠાં બનો. મુખ થી સદૈવ રત્ન નીકળતા રહે. તમે છો રુપ-વસંત. તમારા મુખ થી પથ્થર ન નીકળવા જોઈએ. આત્મા ની જ મહિમા થાય છે. આત્મા કહે છે-હું પ્રેસિડેન્ટ છું, ફલાણો છું… મારા શરીર નું નામ આ છે. અચ્છા, આત્માઓ કોનાં બાળકો છે? એક પરમાત્મા નાં. તો જરુર એમની પાસે થી વારસો મળતો હશે. એ પછી સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે છે? તમે સમજો છો આપણે પણ પહેલાં કાંઈ નહોતાં જાણતાં. હવે કેટલી બુદ્ધિ ખુલી છે. તમે કોઈ પણ મંદિર માં જશો, સમજશો આ તો બધા ખોટા ચિત્ર છે. ૧૦ ભુજાઓ વાળા, હાથી ની સૂંઢ વાળા કોઈ ચિત્ર હોય છે શું? આ બધી છે ભક્તિ માર્ગ ની સામગ્રી. હકીકત માં ભક્તિ થવી જોઈએ એક શિવબાબા ની, જે સર્વ નાં સદ્દગતિ દાતા છે. તમારી બુદ્ધિ માં છે - આ લક્ષ્મી-નારાયણ પણ ૮૪ જન્મ લે છે. પછી ઊંચા માં ઊંચા બાપ જ આવીને સર્વ ને સદ્દગતિ આપે છે. એમનાં થી મોટું કોઈ નથી. આ જ્ઞાન ની વાતો તમારા માં પણ નંબરવાર ધારણ કરી શકે છે. ધારણા નથી કરી શકતાં તો બાકી શું કામ નાં રહ્યાં? ઘણાં તો આંધળા ની લાઠી બનવાના બદલે આંધળા બની જાય છે. ગાય જો દૂધ નથી દેતી તો તેને પિંજરાપુર માં (પશુકેન્દ્ર માં) રાખે છે. આ પણ જ્ઞાન નું દૂધ નથી આપી શકતાં. ઘણાં છે, જે કાંઈ પુરુષાર્થ નથી કરતાં. સમજતા નથી કે અમે કાંઈક તો કોઈનું કલ્યાણ કરીએ. પોતાની તકદીર નો વિચાર જ નથી રહેતો. બસ, જે કાંઈ મળ્યું તે સારું. તો બાપ કહેશે તેમની તકદીર માં નથી. પોતાની સદ્દગતિ કરવાનો પુરુષાર્થ તો કરવો જોઈએ. દેહી-અભિમાની બનવાનું છે. બાપ કેટલાં ઊંચા માં ઊંચા છે અને આવે જુઓ કેવી પતિત દુનિયા, પતિત શરીર માં છે. એમને બોલાવે જ પતિત દુનિયામાં છે. જ્યારે રાવણ દુઃખ આપે છે તો બિલકુલ જ ભ્રષ્ટ કરી દે છે, ત્યારે બાપ આવીને શ્રેષ્ઠ બનાવે છે. જે સારો પુરુષાર્થ કરે છે તે રાજા-રાણી બની જાય છે, જે પુરુષાર્થ નથી કરતા તે ગરીબ બની જાય છે. તકદીર માં નથી તો તદબીર (પુરુષાર્થ) કરી નથી શકતાં. કોઈ તો ખૂબ સારી તકદીર બનાવી લે છે. દરેક પોતાને જોઈ શકે છે કે અમે શું સર્વિસ કરીએ છીએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. રુપ-વસંત બની મુખ થી સદૈવ રત્નો કાઢવાના (બોલવાના) છે. ખૂબ-ખૂબ મીઠાં બનવાનું છે. ક્યારેય પણ પથ્થર (કટુવચન) નથી કાઢવાનાં.
  2. જ્ઞાન અને યોગ માં હોશિયાર બની પોતાનું અને બીજાઓ નું કલ્યાણ કરવાનું છે. પોતાની ઊંચી તકદીર બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે. આંધળાઓ ની લાઠી બનવાનું છે.
વરદાન :- સંતુષ્ટતા દ્વારા સર્વ થી પ્રશંસા પ્રાપ્ત કરવા વાળા સદા પ્રસન્ન ચિત્ત ભવ
સંતુષ્ટતા ની નિશાની પ્રત્યક્ષ રુપ માં પ્રસન્નતા દેખાશે અને જે સદા સંતુષ્ટ તથા પ્રસન્ન રહે છે તેમની દરેક પ્રશંસા અવશ્ય કરે છે. તો પ્રશંસા, પ્રસન્નતા થી જ પ્રાપ્ત કરી શકો છો એટલે સદા સંતુષ્ટ અને પ્રસન્ન રહેવાનું વિશેષ વરદાન સ્વયં પણ લો અને બીજાઓ ને પણ આપો કારણકે આ યજ્ઞ ની અંતિમ આહુતિ-સર્વ બ્રાહ્મણો ની સદા પ્રસન્નતા છે. જ્યારે બધા સદા પ્રસન્ન રહેશે ત્યારે પ્રત્યક્ષતા નો અવાજ ગુંજાશે અર્થાત્ વિજય નો ઝંડો લહેરાશે.
સ્લોગન :- ડાયમંડ બની ડાયમંડ બનવાનો મેસેજ આપવો જ ડાયમંડ જ્યુબિલી મનાવવી છે.

અવ્યક્ત ઇશારા :- એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

એકાંતવાસી બનવું અર્થાત્ ચારેય તરફ નાં વાયબ્રેશન થી પરે ચાલ્યા જવું. ઘણાં એવા હોય છે જેમને એકાંત નથી ગમતું, સંગઠન માં રહેવું, હસવું, બોલવું વધારે પસંદ આવે છે, પરંતુ આ થયું બાહ્યમુખતા માં આવવું. હવે પોતાને એકાંતવાસી બનાવો અર્થાત્ સર્વ આકર્ષણ નાં વાયબ્રેશન થી અંતર્મુખ બનો. હવે સમય એવો આવી રહ્યો છે જે આ જ અભ્યાસ કામ માં આવશે. જો બહાર નાં આકર્ષણ થી વશીભૂત થવાનો અભ્યાસ હશે તો સમય પર દગો આપી દેશે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.