ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 25 ફેબ્રુઆરી, 2025

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી25 ફેબ્રુઆરી, 2025 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

25.02.2025
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - બધાને આ ખુશ ખબરી સંભળાવો કે ભારત હવે ફરીથી સ્વર્ગ બની રહ્યું છે , હેવનલી ગોડફાધર આવેલા છે”
પ્રશ્ન :- જે બાળકો ને સ્વર્ગ નાં માલિક બનવાની ખુશી છે તેમની નિશાની શું હશે?
ઉત્તર :- તેમની અંદર કોઈ પણ પ્રકાર નું દુઃખ નથી આવી શકતું. તેમને નશો રહેશે કે અમે તો બહુજ મોટા વ્યક્તિ છીએ, અમને બેહદ નાં બાપ આવાં (લક્ષ્મી-નારાયણ) બનાવે છે. તેમની ચલન બહુ જ રોયલ હશે. તે બીજા ને ખુશખબરી સંભળાવ્યા વગર રહી નથી શકતાં.

ઓમ્ શાંતિ ! બાપ સમજાવે છે અને બાળકો જાણે છે કે ખાસ ભારત અને આમ દુનિયા ને સંદેશ પહોંચાડવાનો છે. તમે બધા સંદેશી છો, બહુ જ ખુશી નો સંદેશ બધાને આપવાનો છે કે ભારત હવે ફરીથી સ્વર્ગ બની રહ્યું છે અથવા સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે. ભારત માં બાપ જેમને હેવનલી ગોડફાધર કહે છે, એ જ સ્થાપના કરવા આવ્યા છે. આપ બાળકોને ડાયરેક્શન (માર્ગદર્શન) છે કે આ ખુશખબરી બધાને સારી રીતે સંભળાવો. દરેક ને પોતાનાં ધર્મ ની તાત (લગન) રહે છે. તમને પણ તાત છે, તમે ખુશખબરી સંભળાવો છો, ભારત નાં સૂર્યવંશી દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થઈ રહી છે અર્થાત્ ભારત ફરીથી સ્વર્ગ બની રહ્યું છે. આ ખુશી અંદર રહેવી જોઈએ-આપણે હમણાં સ્વર્ગ નાં માલિક બની રહ્યા છીએ. જેમને અંદર આ ખુશી છે તેમને દુઃખ તો કોઈ પણ જાત નું થઈ નથી શકતું. આ તો બાળકો જાણે છે નવી દુનિયા સ્થાપન થવા માં તકલીફ પણ થાય છે. અબળાઓ ઉપર કેટલાં અત્યાચાર થાય છે. બાળકોને આ સદૈવ સ્મૃતિ માં રહેવું જોઈએ-આપણે ભારત ને બેહદ ની ખુશખબરી સંભળાવીએ છીએ. જેમ બાબાએ પરચા છપાવ્યા છે - બહેનો-ભાઈઓ, આવીને આ ખુશખબરી સાંભળો. આખો દિવસ વિચાર ચાલે છે કેવી રીતે બધાને આ સંદેશ સંભળાવીએ? બેહદ નાં બાપ બેહદ નો વારસો આપવા આવ્યા છે. આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર ને જોઈને તો આખો દિવસ હર્ષિત રહેવું જોઈએ. તમે તો બહુ જ મોટા વ્યક્તિ છો એટલે તમારી કોઈ પણ જંગલી ચલન ન હોવી જોઈએ. તમે જાણો છો આપણે વાંદરા થી પણ ખરાબ હતાં. હવે બાબા આપણને આવાં (દેવી-દેવતા) બનાવે છે. તો કેટલી ખુશી થવી જોઈએ? પરંતુ વન્ડર છે બાળકોને એવી ખુશી રહેતી નથી. નથી એ ઉમંગ-ઉત્સાહ થી બધાને ખુશખબરી સંભળાવતાં. બાપે તમને મેસેન્જર (સંદેશવાહક) બનાવ્યા છે. બધા નાં કાન માં આ મેસેજ આપતા રહો. ભારતવાસીઓ ને આ ખબર જ નથી કે આપણો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ક્યારે રચાયો? પછી ક્યાં ગયો? હમણાં તો ફક્ત ચિત્ર છે. બીજા બધા ધર્મ છે, ફક્ત આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નથી. ભારત માં જ ચિત્ર છે. બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. તો તમને બધાને આ ખુશખબરી સંભળાવો તો તમને પણ અંદર ખુશી રહેશે. પ્રદર્શન માં તમે આ ખુશખબરી સંભળાવો છો ને? બેહદ નાં બાપ પાસે થી આવીને સ્વર્ગ નો વારસો લો. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક છે ને? પછી તેઓ ક્યાં ગયાં? આ કોઈ પણ સમજતા નથી એટલે કહેવાય છે - શકલ મનુષ્ય ની (ચહેરો મનુષ્ય નો), સિરત વાંદરા જેવી છે (ચરિત્ર વાંદરા જેવું છે). હમણાં તમારી શકલ મનુષ્ય ની છે, સિરત દેવતાઓ જેવી બની રહી છે. તમે જાણો છો આપણે ફરીથી સર્વગુણ સંપન્ન બનીએ છીએ. પછી બીજાઓને પણ આ પુરુષાર્થ કરાવવાનો છે. પ્રદર્શન ની સર્વિસ (સેવા) ખૂબ સરસ છે. જેમને ગૃહસ્થ વ્યવહાર નું બંધન નથી, વાનપ્રસ્થી છે અથવા વિધવાઓ છે, કુમારીઓ છે તેમને તો સર્વિસ નો ખૂબ ચાન્સ (તક) છે. સર્વિસ માં લાગી જવું જોઈએ. આ સમયે લગ્ન કરવા બરબાદી કરવી છે, લગ્ન ન કરવા આબાદી છે. બાપ કહે છે આ મૃત્યુલોક પતિત દુનિયા વિનાશ થઈ રહી છે. તમારે પાવન દુનિયામાં ચાલવું છે તો આ સર્વિસ માં લાગી જવું જોઈએ. પ્રદર્શન પાછળ પ્રદર્શન કરવાં જોઈએ. સર્વિસેબલ (સેવાધારી) બાળકો જે છે, તેમને સર્વિસ નો શોખ સારો છે. બાબા ને કોઈ-કોઈ પૂછે છે અમે સર્વિસ છોડીએ? બાબા જુએ છે - લાયક છે તો રજા આપે છે, ભલે સર્વિસ કરો. આવી ખુશખબરી બધાને સંભળાવવાની છે. બાપ કહે છે પોતાનું રાજ્ય-ભાગ્ય આવીને લો. તમે ૫ હજાર વર્ષ પહેલાં રાજ્ય-ભાગ્ય લીધું હતું, હવે ફરીથી લો. ફક્ત મારી મત પર ચાલો.

જોવું જોઈએ-અમારા માં કયા અવગુણ છે? તમે આ બેજ પર તો ખૂબ સર્વિસ કરી શકો છો, આ ફર્સ્ટ ક્લાસ ચીજ છે. ભલે પાઈ પૈસાની ચીજ છે પરંતુ આનાથી કેટલું ઊંચું પદ મેળવી શકાય છે. મનુષ્ય ભણવા માટે પુસ્તકો વગેરે પર કેટલો ખર્ચો કરે છે. અહીં પુસ્તક વગેરે ની તો વાત જ નથી. ફક્ત બધા નાં કાન માં સંદેશો આપવાનો છે, આ છે બાપ નો સાચ્ચો મંત્ર. બાકી તો બધા જુઠ્ઠા મંત્ર આપતા રહે છે. જુઠ્ઠી ચીજ ની વેલ્યુ (મુલ્ય) થોડી હોય છે? વેલ્યુ હીરા ની હોય છે, નહીં કે પથ્થરો ની. આ જે ગાયન છે એક-એક વરશન્સ (શબ્દ) લાખો ની મિલકત છે, તે આ જ્ઞાન માટે કહેવાય છે. બાપ કહે છે શાસ્ત્રો તો અનેક છે. તમે તો અડધો કલ્પ વાંચતાં આવ્યા છો, તેનાથી તો કાંઈ મળ્યું નહીં. હમણાં તમને જ્ઞાન રત્ન આપે છે. તેઓ છે શાસ્ત્રો ની ઓથોરિટી (સત્તા). બાપ તો જ્ઞાન નાં સાગર છે. એમનાં એક-એક વરશન્સ લાખો-કરોડો રુપિયા નાં છે. તમે વિશ્વ નાં માલિક બનો છો. પદમપતિ જઈને બનો છો. આ જ્ઞાન ની જ મહિમા છે. તે શાસ્ત્ર વગેરે વાંચતાં તો કંગાળ બની ગયા છો. તો હવે આ જ્ઞાન-રત્નો નું દાન પણ કરવાનું છે. બાપ ખૂબ સહજ યુક્તિઓ સમજાવે છે. બોલો, પોતાનાં ધર્મ ને ભૂલી તમે બહાર ભટકતા રહો છો. આપ ભારતવાસીઓ નો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, તે ધર્મ ક્યાં ગયો? ૮૪ લાખ યોનિઓ કહેવાથી કોઈ પણ વાત બુદ્ધિ માં બેસતી નથી. હમણાં બાપ સમજાવે છે તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં પછી ૮૪ જન્મ લીધાં છે. આ લક્ષ્મી-નારાયણ આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળા છે ને? હમણાં ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની ગયા છે. બીજા બધા ધર્મ છે, આ આદિ સનાતન ધર્મ નથી. જ્યારે આ ધર્મ હતો તો બીજા ધર્મ નહોતાં. કેટલું સહજ છે! આ બાપ, આ દાદા. પ્રજાપિતા બ્રહ્મા છે તો જરુર બી.કે. અનેક હશે ને? બાપ આવીને રાવણ ની જેલ થી, શોક વાટિકા થી છોડાવે છે. શોક વાટિકા નો અર્થ પણ કોઈ સમજતું નથી. બાપ કહે છે આ શોક ની, દુઃખ ની દુનિયા છે. તે છે સુખ ની દુનિયા. તમે પોતાની શાંતિ ની દુનિયા અને સુખ ની દુનિયા ને યાદ કરતા રહો. ઇનકોરપોરિયલ વર્લ્ડ (નિરાકારી દુનિયા) કહે છે ને? અંગ્રેજી શબ્દ ખૂબ સારા છે. અંગ્રેજી તો ચાલ્યું જ આવે છે. હમણાં તો અનેક ભાષાઓ થઈ ગઈ છે. મનુષ્ય કાંઈ પણ સમજતા નથી-હવે કહે છે નિર્ગુણ બાળ સંસ્થા… નિર્ગુણ અર્થાત્ કોઈ ગુણ નથી. એમ જ સંસ્થા બનાવી દીધી છે. નિર્ગુણ નો પણ અર્થ નથી સમજતાં. અર્થ વગર નામ રાખી દે છે. અથાહ સંસ્થાઓ છે. ભારત માં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સંસ્થા હતી, બીજા કોઈ ધર્મ નહોતાં. પરંતુ મનુષ્યો એ ૫૦૦૦ વર્ષ ની બદલે કલ્પ ની આયુ લાખો વર્ષ લખી દીધી છે. તો તમારે બધાને આ અજ્ઞાન અંધકાર થી કાઢવાનાં છે. સર્વિસ કરવાની છે. ભલે આ ડ્રામા તો પૂર્વ-નિર્ધારિત છે પરંતુ શિવબાબા નાં યજ્ઞ થી ખાશે, પીશે અને સર્વિસ કાંઈ પણ નહીં કરશે તો ધર્મરાજ જે રાઈટ હેન્ડ છે, તે જરુર સજા આપશે એટલે સાવધાની અપાય છે. સર્વિસ કરવી તો ખૂબ સહજ છે. પ્રેમ થી કોઈને પણ સમજાવતા રહો. બાપ ની પાસે કોઈ-કોઈ નાં સમાચાર આવે છે કે અમે મંદિર માં ગયાં, ગંગાઘાટ પર ગયાં. સવારે ઉઠીને મંદિર માં જાય છે, રિલિજિયસ માઈન્ડેડ (ધાર્મિક વિચાર વાળા) ને સમજાવવાનું સહજ થશે. સૌથી સારું છે લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં સર્વિસ કરવી. અચ્છા, પછી તેમને આવાં બનાવવા વાળા શિવબાબા છે, ત્યાં જઈને સમજાવો. જંગલ ને આગ લાગી જશે, આ બધું ખતમ થઈ જશે પછી તમારો પણ પાર્ટ પૂરો થાય છે. તમે જઈને રાજાઈ કુળ માં જન્મ લો છો. રાજાઈ કેવી રીતે મળવાની છે, જે આગળ ચાલીને ખબર પડશે. ડ્રામા માં પહેલા થી જ થોડી સંભળાવી દેશે? તમે જાણી લેશો અમે શું પદ મેળવીશું? વધારે દાન-પુણ્ય કરવા વાળા રાજાઈ માં આવે છે ને? રાજાઓ ની પાસે ધન ખૂબ રહે છે. હમણાં તમે અવિનાશી જ્ઞાન-રત્નો નું દાન કરો છો.

ભારતવાસીઓ માટે જ આ જ્ઞાન છે. બોલો, આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થઈ રહી છે, પતિત થી પાવન બનાવવા વાળા બાપ આવ્યા છે. બાપ કહે છે મને યાદ કરો, કેટલું સહજ છે? પરંતુ એટલી તમોપ્રધાન બુદ્ધિ છે જે કાંઈ પણ ધારણા થતી નથી. વિકારો ની પ્રવેશતા છે. જાનવર પણ અલગ-અલગ પ્રકાર નાં હોય છે, કોઈમાં ક્રોધ બહુ જ હોય છે, દરેક જાનવર નો સ્વભાવ અલગ હોય છે. જુદા-જુદા સ્વભાવ હોય છે દુઃખ આપવાનાં. સૌથી પહેલો દુઃખ આપવાનો વિકાર છે કામ કટારી ચલાવવી. રાવણ રાજ્ય માં છે જ આ વિકારો નું રાજ્ય. બાપ તો રોજ સમજાવતા રહે છે, કેટલી સારી-સારી બાળકીઓ છે, બિચારી કેદ માં છે, જેમને બાંધેલી કહેવાય છે. હકીકત માં તેમનાં માં જો જ્ઞાન ની પરાકાષ્ઠા થઈ જાય તો પછી કોઈ પણ તેમને પકડી ન શકે. પરંતુ મોહ ની રગ બહુ જ છે. સંન્યાસીઓ ને પણ ઘરબાર યાદ આવે છે, ખૂબ મુશ્કેલી થી તે રગ તૂટે છે. હવે તમારે તો મિત્ર-સંબંધીઓ વગેરે બધાને ભૂલવાના જ છે કારણકે આ જૂની દુનિયા જ ખતમ થવાની છે. આ શરીર ને પણ ભૂલી જવાનું છે. સ્વયં ને આત્મા સમજી બાબા ને યાદ કરવાના છે. પવિત્ર બનવાનું છે. ૮૪ જન્મો નો પાર્ટ તો ભજવવાનો જ છે. વચ્ચે તો કોઈ પાછા જઈ ન શકે. હવે નાટક પૂરું થાય છે. આપ બાળકોને ખુશી ખૂબ થવી જોઈએ. હવે આપણે જવાનું છે પોતાનાં ઘરે. પાર્ટ પૂરો થયો, ઉત્કંઠા હોવી જોઈએ-બાબા ને બહુ જ યાદ કરીએ. યાદ થી વિકર્મ વિનાશ થશે. ઘરે જઈ પછી સુખધામ માં આવીશું. ઘણાં સમજે છે જલ્દી આ દુનિયા માંથી છૂટીએ. પરંતુ જશે ક્યાં? પહેલાં તો ઊંચ પદ મેળવવા માટે મહેનત કરવી જોઈએ ને? પહેલાં પોતાની નસ જોવાની છે-અમે ક્યાં સુધી લાયક બન્યા છીએ? સ્વર્ગ માં જઈ શું કરીશું? પહેલાં તો લાયક બનવું પડે ને? બાપ નાં સપૂત બાળકો બનવું પડે. આ લક્ષ્મી-નારાયણ સપૂત લાયક છે ને? બાળકોને જોઈને ભગવાન પણ કહે છે આ બહુ જ સારા છે, લાયક છે સર્વિસ કરવામાં. કોઈનાં માટે તો કહેશે આ લાયક નથી. મફત પોતાનું પદ જ ભ્રષ્ટ કરી લે છે. બાપ તો સાચ્ચું કહે છે ને? પોકારે પણ છે હે પતિત-પાવન આવો, આવીને સુખધામ નાં માલિક બનાવો. સુખ ઘનેરા માંગે છે ને? તો બાપ કહે છે કાંઈક તો સર્વિસ કરવા લાયક બનો. જે મારા ભક્ત છે, એમને આ ખુશખબરી સંભળાવો કે હમણાં શિવબાબા વારસો આપી રહ્યા છે. એ કહે છે મને યાદ કરો અને પવિત્ર બનો તો પવિત્ર દુનિયાનાં માલિક બની જશો. આ જૂની દુનિયા ને આગ લાગી રહી છે. સામે મુખ્ય-ઉદ્દેશ જોવાથી બહુ જ ખુશી રહે છે - અમારે આ બનવું છે. આખો દિવસ બુદ્ધિ માં એ જ યાદ રહે તો ક્યારેય પણ કોઈ શૈતાની (આસુરી) કામ ન થાય. આપણે આ બની રહ્યા છીએ પછી આવું ઉલ્ટું કામ કેવી રીતે કરી શકીએ? પરંતુ કોઈની તકદીર માં નથી તો આવી-આવી યુક્તિઓ પણ રચતા નથી, પોતાની કમાણી નથી કરતાં. કમાણી કેટલી સારી છે. ઘરે બેઠાં બધાએ પોતાની કમાણી કરવાની છે અને પછી બીજાઓ ને કરાવવાની છે. ઘરે બેસીને આ સ્વદર્શન ચક્ર ફેરવો, બીજાઓ ને પણ સ્વદર્શન ચક્રધારી બનાવવાનાં છે. જેટલાં અનેક ને બનાવશો એટલું તમારું પદ ઊંચું થશે. આ લક્ષ્મી-નારાયણ જેવા બની શકો, મુખ્ય-ઉદ્દેશ જ આ છે. હાથ પણ બધા સૂર્યવંશી બનવામાં જ ઉઠાવે છે. આ ચિત્ર પણ પ્રદર્શન માં ખૂબ કામ આવી શકે છે. આનાં પર સમજાવવાનું છે. અમને ઊંચા માં ઊંચા બાપ જે સંભળાવે છે, તે જ અમે સાંભળીએ છીએ. ભક્તિમાર્ગ ની વાતો સાંભળવી અમે પસંદ નથી કરતાં. આ ચિત્ર બહુ જ સારી ચીજ છે. આનાં પર તમે સર્વિસ ખૂબ કરી શકો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. પોતાની નસ જોવાની છે કે અમે ક્યાં સુધી લાયક બન્યાં છીએ? લાયક બની સર્વિસ નું સબૂત આપવાનું છે. જ્ઞાન ની પરાકાષ્ઠા થી બંધનમુક્ત બનવાનું છે.
  2. એક બાપ ની મત પર ચાલી અવગુણો ને અંદર થી કાઢવાના છે. દુઃખદાઈ સ્વભાવ ને છોડી સુખદાઈ બનવાનું છે. જ્ઞાન-રત્નો નું દાન કરવાનું છે.
વરદાન :- પરીક્ષાઓ અને સમસ્યાઓ માં મુરઝાવવા ને ( નિરાશ થવાને ) બદલે મનોરંજન નો અનુભવ કરવા વાળા સદા વિજયી ભવ
આ પુરુષાર્થી જીવન માં ડ્રામા અનુસાર સમસ્યાઓ તથા પરિસ્થિતિઓ તો આવવાની જ છે. જન્મ લેતા જ આગળ વધવાનું લક્ષ રાખો અર્થાત્ પરીક્ષાઓ અને સમસ્યાઓ નું આહવાન કરવું. જ્યારે રસ્તો નક્કી કરવાનો છે તો રસ્તા માં નઝારા ન હોય, આ બની કેવી રીતે શકે? પરંતુ એ નઝારા ને પાર કરવા ને બદલે જો તેને કરેક્શન કરવા લાગી જાઓ છો તો બાપ ની યાદ નું કનેક્શન લૂઝ (ઢીલું) થઈ જાય છે અને મનોરંજન ની બદલે મન ને મુરઝાવી દો છો એટલે વાહ નઝારા વાહ નાં ગીત ગાતા આગળ વધો અર્થાત્ સદા વિજયી ભવ નાં વરદાની બનો
સ્લોગન :- મર્યાદા ની અંદર ચાલવું એટલે મર્યાદા પુરુષોત્તમ બનવું.

અવ્યક્તિ ઈશારા - એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

એકાંતવાસી અર્થાત્ અનુભવી મૂર્ત. વર્તમાન સમય પ્રમાણે હમણાં વાનપ્રસ્થ અવસ્થા ની સમીપ છો. વાનપ્રસ્થી ઢીંગલીઓનો ખેલ નથી કરતાં. વાનપ્રસ્થી એકાંત અને સિમરણ માં રહે છે. તો તમે બધા બેહદ નાં વાનપ્રસ્થી સદા એક નાં અંત માં અથવા નિરંતર એકાંત માં સદા સ્મૃતિ સ્વરુપ રહો. આ છે બેહદ નાં વાનપ્રસ્થી ની સ્થિતિ.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.