ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 27 ફેબ્રુઆરી, 2025

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી27 ફેબ્રુઆરી, 2025 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

27.02.2025
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - સત્ નો સંગ જ્ઞાન માર્ગ માં જ હોય છે , હમણાં તમે સત્ બાપ નાં સંગ માં બેઠાં છો , બાપ ની યાદ માં રહેવું એટલે સત્સંગ કરવો”
પ્રશ્ન :- સત્સંગ ની આવશ્યક્તા આપ બાળકોને હમણાં જ છે-શા માટે?
ઉત્તર :- કારણકે તમોપ્રધાન આત્મા એક સત્ બાપ, સત્ શિક્ષક અને સદ્દગુરુ નાં સંગ થી જ સતોપ્રધાન અર્થાત્ કાળા થી ગોરો બની શકે છે. સત્સંગ વગર નિર્બળ આત્મા બળવાન નથી બની શકતો. બાપ નાં સંગ થી આત્મા માં પવિત્રતા નું બળ આવી જાય છે, ૨૧ જન્મો માટે તેનો બેડો પાર થઈ જાય છે.

ઓમ્ શાંતિ ! બાળકો સત્સંગ માં બેઠાં છો, આ સત્ નાં સંગ માં કલ્પ-કલ્પ સંગમ પર જ બાળકો બેસે છે. દુનિયા તો આ નથી જાણતી કે સત્ નો સંગ કોને કહેવાય છે? સત્સંગ નામ આ અવિનાશી ચાલ્યું આવે છે. ભક્તિમાર્ગ માં પણ કહે છે અમે ફલાણા સત્સંગ માં જઈએ છીએ. હવે હકીકત માં ભક્તિમાર્ગ માં કોઈ સત્સંગ માં જતા નથી. સત્સંગ હોય જ છે જ્ઞાન માર્ગ માં. હમણાં તમે સત્ નાં સંગ માં બેઠાં છો. આત્માઓ સત્ બાપ નાં સંગ માં બેઠાં છે. બીજી કોઈ જગ્યાએ આત્માઓ પરમપિતા પરમાત્મા નાં સંગ માં નથી બેસતાં. બાપ ને જાણતા નથી. ભલે કહે છે અમે સત્સંગ માં જઈએ છીએ પરંતુ તે દેહ-અભિમાન માં આવી જાય છે. તમે દેહ-અભિમાન માં નહીં આવશો. તમે સમજો છો આપણે આત્મા છીએ, સત્ બાબા સંગ (ની સાથે) બેઠાં છીએ. બીજા કોઈપણ મનુષ્ય સત્ નાં સંગ માં બેસી નથી શકતાં. સત્ નો સંગ - આ નામ પણ હમણાં જ છે. સંત્ નો સંગ - આનો યથાર્થ રીતે અર્થ બાપ સમજાવે છે. આપ આત્માઓ હમણાં પરમાત્મા બાપ જે સત્ય છે, એમની સાથે બેઠાં છો. એ સત્ બાપ, સત્ શિક્ષક, સદ્દગુરુ છે. તો એટલે તમે સત્સંગ માં બેઠાં છો. પછી ભલે અહીં અથવા ઘર માં બેઠાં છો પરંતુ સ્વયં ને આત્મા સમજી યાદ બાપ ને કરો છો. આપણે આત્મા હવે સત્ બાપ ને યાદ કરી રહ્યા છીએ અર્થાત્ સત્ નાં સંગ માં છીએ. બાપ મધુબન માં બેઠાં છે. બાપ ને યાદ કરવાની યુક્તિઓ પણ અનેક પ્રકાર ની મળે છે. યાદ થી જ વિકર્મ વિનાશ થશે. આ પણ બાળકો જાણે છે-આપણે સોળે કળા સંપૂર્ણ બનીએ છીએ પછી ઉતરતા-ઉતરતા કળા ઓછી થતી જાય છે. ભક્તિ પણ પહેલાં અવ્યભિચારી છે પછી ઉતરતા-ઉતરતા વ્યભિચારી ભક્તિ થવાથી તમોપ્રધાન બની જાય છે પછી તેમને સત્ નો સંગ જરુર જોઈએ. નહીં તો પવિત્ર કેવી રીતે બને? તો હમણાં આપ આત્માઓ ને સત્ બાપ નો સંગ મળ્યો છે. આત્મા જાણે છે આપણે બાબા ને યાદ કરવાના છે, એમનો જ સંગ છે. યાદ ને પણ સંગ કહેવાશે. આ છે સત્ નો સંગ. આ દેહ હોવા છતાં પણ તમે આત્મા મને યાદ કરો, આ છે સત્ નો સંગ. જેમ કહે છે ને આમને મોટા માણસ નો સંગ લાગેલો છે, એટલે દેહ-અભિમાની બની ગયા છે. હમણાં તમારો સંગ થયો છે સત્ બાપ ની સાથે, જેનાથી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જાઓ છો. બાપ કહે છે હું એક જ વાર આવું છું. હમણાં આત્મા નો પરમાત્મા સાથે સંગ હોવાથી તમે ૨૧ જન્મ માટે પાર થઈ જાઓ છો. પછી તમને સંગ લાગે છે દેહ નો. આ પણ ડ્રામા બનેલો છે. બાપ કહે છે મારી સાથે આપ બાળકો નો સંગ હોવાથી તમે સતોપ્રધાન બની જાઓ છો, જેને ગોલ્ડન એજડ (સતયુગ) કહેવાય છે.

સાધુ-સંત વગેરે તો સમજે છે આત્મા નિર્લેપ છે, બધા પરમાત્મા જ પરમાત્મા છે. તો તેનો અર્થ પરમાત્મા માં ખાદ પડી છે. પરમાત્મા માં તો ખાદ પડી ન શકે. બાપ કહે છે શું મુજ પરમાત્મા માં ખાદ પડે છે? ના. હું તો સદૈવ પરમધામ માં રહું છું કારણકે મારે તો જન્મ-મરણ માં આવવાનું નથી. આ આપ બાળકો જાણો છો, તમારામાં પણ કોઈ નો સંગ વધારે છે, કોઈ નો ઓછો છે. કોઈ તો સારી રીતે પુરુષાર્થ કરી યોગ માં રહે છે, જેટલો સમય આત્મા બાપ નો સંગ કરશે તેટલો ફાયદો છે. વિકર્મ વિનાશ થશે. બાપ કહે છે - હે આત્માઓ, મુજ બાપ ને યાદ કરો, મારો સંગ કરો. મારે આ શરીર નો આધાર તો લેવો પડે છે. નહીં તો પરમાત્મા બોલે કેવી રીતે? આત્મા સાંભળે કેવી રીતે? હમણાં આપ બાળકો નો સંગ છે સત્ ની સાથે. સત્ બાપ ને નિરંતર યાદ કરવાના છે. આત્માઓએ સત્ નો સંગ કરવાનો છે. આત્મા પણ વન્ડરફુલ છે, પરમાત્મા પણ વન્ડરફુલ છે, દુનિયા પણ વન્ડરફુલ છે. આ દુનિયા કેવી રીતે ચક્ર લગાવે છે? વન્ડર છે. તમે આખા ડ્રામા માં ઓલરાઉન્ડ પાર્ટ ભજવો છો. તમારા આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે - વન્ડર છે! સતયુગી આત્માઓ અને આજકાલ નાં આત્માઓ! એમાં પણ તમે આત્મા સૌથી વધારે ઓલરાઉન્ડર છે. નાટક માં કોઈનો શરુ થી પાર્ટ હોય છે, કોઈનો વચ્ચે થી, કોઈનો પાછળ થી પાર્ટ હોય છે. તે છે બધા હદ નાં ડ્રામા, તે પણ હમણાં નીકળ્યા છે. હમણાં સાયન્સ નું (વિજ્ઞાનનું) આટલું જોર છે. સતયુગ માં કેટલું તેનું બળ રહેશે? નવી દુનિયા કેટલી જલ્દી બનતી હશે? ત્યાં પવિત્રતા નું બળ છે મુખ્ય. હમણાં છે નિર્બળ. ત્યાં છે બળવાન. આ લક્ષ્મી-નારાયણ બળવાન છે ને? હમણાં રાવણે બળ છીનવી લીધું છે પછી તમે તે રાવણ પર જીત મેળવીને કેટલાં બળવાન બનો છો! જેટલો સત્ નો સંગ કરશે અર્થાત્ આત્મા જેટલો સત્ બાપ ને યાદ કરે છે એટલો બળવાન બને છે. ભણતર માં પણ બળ તો મળે છે ને? તમને પણ બળ મળે છે, આખા વિશ્વ પર તમે હુકમ ચલાવો છો. આત્મા નો સત્ સાથે યોગ સંગમ પર જ થાય છે. બાપ કહે છે આત્મા ને મારો સંગ મળવાથી આત્મા બહુ જ બળવાન બની જાય છે. બાપ વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી (દુનિયાની સર્વોચ્ચ સત્તા) છે ને? એમનાં દ્વારા બળ મળે છે. આમાં બધા વેદો-શાસ્ત્રો નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આવી જાય છે.

જેમ બાપ ઓલમાઈટી છે, તમે પણ ઓલમાઈટી બનો છો. વિશ્વ પર તમે રાજ્ય કરો છો. તમારી પાસે થી કોઈ છીનવી ન શકે. તમને મારા દ્વારા કેટલું બળ મળે છે, આમને પણ બળ મળે છે, જેટલા બાપ ને યાદ કરશો એટલું બળ મળશે. બાપ બીજી કોઈ તકલીફ નથી આપતાં. ફક્ત યાદ કરવાના છે, બસ. ૮૪ જન્મો નું ચક્ર હવે પૂરું થયું છે. હવે પાછા જવાનું છે. આ સમજવું કોઈ મોટી વાત નથી. વધારે વિસ્તાર માં જવાની તો જરુર જ નથી. બીજ ને જાણવા થી સમજી જાય છે, આમના થી આખું ઝાડ આવી રીતે નીકળે છે. નટશેલ (સંક્ષિપ્ત) માં બુદ્ધિ માં આવી જાય છે. આ ખૂબ વિચિત્ર વાતો છે. ભક્તિમાર્ગ માં મનુષ્ય કેટલાં ધક્કા ખાય છે? મહેનત કરે છે, મળતું કાંઈ પણ નથી. તો પણ બાપ આવીને તમને વિશ્વ નાં માલિક બનાવે છે. આપણે યોગબળ થી વિશ્વ નાં માલિક બનીએ છીએ, આ જ પુરુષાર્થ કરવાનો છે. ભારત નો યોગ પ્રસિદ્ધ છે. યોગ થી તમારું આયુષ્ય કેટલું લાંબુ થઈ જાય છે. સત્ નાં સંગ થી કેટલો ફાયદો થાય છે, આયુષ્ય પણ લાંબુ અને કાયા પણ નિરોગી બની જાય છે. આ બધી વાતો આપ બાળકો ની બુદ્ધિ માં જ બેસાડાય છે. બીજા કોઈ નો પણ સત્ ની સાથે સંગ નથી આપ બ્રાહ્મણો સિવાય. તમે પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન છો, દાદા-પૌત્રા છો. તો એટલી ખુશી થવી જોઈએ ને કે અમે દાદા-પૌત્રા છીએ. વારસો પણ દાદા પાસે થી મળે છે, આ જ યાદ ની યાત્રા છે. બુદ્ધિ માં આ જ સિમરણ રહેવું જોઈએ. તે સત્સંગો માં તો એક જગ્યાએ જઈને બેસે છે, અહીં તે વાત નથી. એવું નથી કે એક જગ્યાએ બેસવાથી જ સત્ નો સંગ થશે. ના, ઉઠતાં-બેસતાં, હરતાં-ફરતાં આપણે સત્ નાં સંગ માં છીએ. જો એમને યાદ કરીએ છીએ તો. યાદ નથી કરતા તો દેહ-અભિમાન માં છીએ, દેહ તો અસત્ ચીજ છે ને? દેહ ને સત્ નહીં કહેવાશે. શરીર તો જડ છે, ૫ તત્વો નું બનેલું, તેમાં આત્મા ન હોય તો ચુરપુર ન થાય. મનુષ્ય નાં શરીર ની તો વેલ્યુ નથી, બીજા બધાનાં શરીર ની વેલ્યુ છે. સૌભાગ્ય તો આત્મા ને મળવાનું છે, હું ફલાણો છું, આત્મા કહે છે ને? બાપ કહે છે આત્મા કેવો થઈ ગયો છે, ઈંડા, કચ્છ, મચ્છ બધું ખાઈ જાય છે. દરેક ભસ્માસુર છે, પોતાને પોતે જ ભસ્મ કરે છે. કેવી રીતે? કામ ચિતા પર બેસી દરેક પોતાને ભસ્મ કરી રહ્યા છે તો ભસ્માસુર થયાં ને? હવે તમે જ્ઞાન ચિતા પર બેસી દેવતા બનો છો. આખી દુનિયા કામ ચિતા પર બેસી ભસ્મ થઈ ગઈ છે, તમોપ્રધાન કાળી થઈ ગઈ છે. બાપ આવે છે બાળકો ને કાળા થી ગોરા બનાવવાં. તો બાપ બાળકોને સમજાવે છે દેહ-અભિમાન છોડી સ્વયં ને આત્મા સમજો. બાળકો સ્કૂલ માં ભણે છે પછી ભણતર તો ઘર માં રહીને પણ બુદ્ધિ માં રહે છે ને? આ પણ તમારી બુદ્ધિ માં રહેવું જોઈએ. આ છે તમારું વિદ્યાર્થી જીવન. મુખ્ય-ઉદ્દેશ સામે છે. ઉઠતાં, બેસતાં, ચાલતાં બુદ્ધિ માં આ જ્ઞાન રહેવું જોઈએ.

અહીં બાળકો આવે છે રિફ્રેશ થાય છે, યુક્તિઓ સમજાવાય છે કે આમ-આમ સમજાવો. દુનિયા માં અનેકાનેક સત્સંગ થાય છે. કેટલાં મનુષ્ય આવીને ભેગા થાય છે. હકીકત માં તે સત્ નો સંગ તો નથી. સત્ નો સંગ તો હમણાં આપ બાળકોને જ મળે છે. બાપ જ આવીને સતયુગ સ્થાપન કરે છે. તમે માલિક બની જાઓ છો. દેહ-અભિમાન અથવા જુઠ્ઠા અભિમાન થી તમે નીચે પડો છો અને સત્ નાં સંગ થી તમે ચઢી જાઓ છો. અડધો કલ્પ તમે પ્રારબ્ધ ભોગવો છો. એવું નથી કે ત્યાં પણ તમને સત્ નો સંગ છે. ના, સત્ નો સંગ અને જુઠ્ઠ નો સંગ ત્યારે કહે છે જ્યારે બંને હાજર છે. સત્ બાપ જ્યારે આવે છે, એ જ આવીને બધી વાતો સમજાવે છે. જ્યાં સુધી એ સત્ બાપ નથી આવ્યા ત્યાં સુધી કોઈ જાણતું પણ નથી. હવે બાપ આપ બાળકોને કહે છે-હે આત્માઓ, મારી સાથે સંગ રાખો. દેહ નો જે સંગ મળ્યો છે, એનાથી ઉપરામ થઈ જાઓ. દેહ નો સંગ ભલે સતયુગ માં પણ હશે પરંતુ ત્યાં તમે છો જ પાવન. હમણાં તમે સત્ નાં સંગ થી પતિત થી પાવન બનો છો પછી શરીર પણ સતોપ્રધાન મળશે. આત્મા પણ સતોપ્રધાન રહેશે. હમણાં તો દુનિયા પણ તમોપ્રધાન છે. દુનિયા નવી અને જૂની બને છે. નવી દુનિયામાં બરોબર આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. આજે તે ધર્મ ને ગુમ કરી આદિ સનાતન હિંદુ ધર્મ કહી દે છે, મુંઝાઈ ગયા છે. હમણાં તમે ભારતવાસી સમજો છો કે આપણે પ્રાચીન દેવી-દેવતા ધર્મ નાં હતાં. સતયુગ નાં માલિક હતાં. પરંતુ તે નશો ક્યાં? કલ્પ ની આયુ જ લાંબી લખી દીધી છે. બધી વાતો ભૂલી ગયા છે. આનું નામ જ છે ભૂલભૂલૈયા નો ખેલ. હવે સત્ બાપ દ્વારા તમે બધી નોલેજ જાણવા થી ઊંચ પદ મેળવો છો પછી અડધાકલ્પ પછી નીચે ઊતરો છો કારણકે રાવણ રાજ્ય શરુ થાય છે. દુનિયા જૂની તો થશે ને? તમે સમજો છો આપણે નવી દુનિયાનાં માલિક હતાં, હમણાં જૂની દુનિયામાં છીએ. કોઈ-કોઈને આ પણ યાદ નથી આવતું. બાબા આપણ ને સ્વર્ગવાસી બનાવે છે. અડધોકલ્પ આપણે સ્વર્ગવાસી રહીશું પછી અડધાકલ્પ પછી નીચે ઉતરીએ છીએ કારણકે રાવણ રાજ્ય શરુ થાય છે. દુનિયા જૂની તો થશે ને? તમે સમજો છો બાબા આપણને સ્વર્ગવાસી બનાવે છે. અડધોકલ્પ આપણે સ્વર્ગવાસી રહીશું પછી નર્કવાસી બનીશું. તમે પણ માસ્ટર ઓલમાઈટી બન્યા છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. આ છે જ્ઞાન-અમૃત નો ડોઝ. શિવબાબા ને ઓર્ગન્સ મળ્યા છે જૂનાં. નવાં ઓર્ગન્સ તો મળતા નથી. જૂનું વાજું મળે છે. બાપ આવે પણ વાનપ્રસ્થ માં જ છે. બાળકોને ખુશી થાય છે તો બાપ પણ ખુશ થાય છે. બાપ કહે છે હું જાઉં છું બાળક ને નોલેજ આપી રાવણ થી છોડાવવાં. પાર્ટ તો ખુશી થી ભજવાય છે ને? બાપ બહુ જ ખુશી થી પાર્ટ ભજવે છે. બાપ ને કલ્પ-કલ્પ આવવું પડે છે. આ પાર્ટ ક્યારેય બંધ નથી થતો. બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ. જેટલો સત્ નો સંગ કરશો એટલી ખુશી થશે, યાદ ઓછું કરે છે એટલે એટલી ખુશી નથી રહેતી. બાપ બાળકોને મિલકત આપે છે. જે બાળકો સાચાં દિલ વાળા છે, એમનાં પર બાપ નો બહુ જ પ્રેમ રહે છે. સાચાં દિલ પર સાહેબ રાજી રહે છે. અંદર-બહાર જે સાચાં રહે છે, બાપ નાં મદદગાર બને છે, સર્વિસ પર તત્પર રહે છે તે જ બાપ ને પ્રિય લાગે છે. પોતાનાં દિલ ને પૂછવાનું છે - અમે સાચ્ચી-સાચ્ચી સર્વિસ કરીએ છીએ? સાચાં બાબા ની સાથે સંગ રાખીએ છીએ? જો સત્ બાબા ની સાથે સંગ નહીં રાખીશું તો શું ગતિ થશે? અનેક ને રસ્તો બતાવતાં રહેશો તો ઊંચ પદ પણ મેળવશો. સત્ બાપ પાસે થી આપણે શું વારસો મેળવ્યો છે, પોતાની અંદર જોવાનું છે. આ તો જાણો છો નંબરવાર છે. કોઈ કેટલો વારસો મેળવે છે, કોઈ કેટલો મેળવે છે. રાત-દિવસ નો ફરક રહે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. તમને જે આ દેહ નો સંગ મળ્યો છે, આ સંગ થી ઉપરામ રહેવાનું છે. સત્ નાં સંગ થી પાવન બનવાનું છે.
  2. આ વિદ્યાર્થી જીવન માં હરતાં-ફરતાં બુદ્ધિ માં નોલેજ ફરતું રહે. મુખ્ય-ઉદ્દેશ ને સામે રાખી પુરુષાર્થ કરવાનો છે. સાચાં દિલ થી બાપ નાં મદદગાર બનવાનું છે.
વરદાન :- અવ્યભિચારી અને નિર્વિઘ્ન સ્થિતિ દ્વારા ફર્સ્ટ જન્મ ની પ્રારબ્ધ પ્રાપ્ત કરવા વાળા સમીપ અને સમાન ભવ
જે બાળકો અહીં બાપ નાં ગુણ અને સંસ્કારો નાં સમીપ છે, સર્વ સંબંધો થી બાપ નાં સાથ નો તથા સમાનતા નો અનુભવ કરે છે એ જ ત્યાં રોયલ કુળ માં ફર્સ્ટ જન્મ નાં સંબંધ માં સમીપ આવે છે. ૨. ફર્સ્ટ માં એ જ આવશે જે આદિ થી હમણાં સુધી અવ્યભિચારી અને નિર્વિઘ્ન રહે છે. નિર્વિઘ્ન નો અર્થ આ નથી કે વિઘ્ન આવે જ નહીં પરંતુ વિઘ્ન-વિનાશક તથા વિઘ્નો ઉપર સદા વિજયી રહે. આ બંને વાતો જો આદિ થી અંત સુધી ઠીક છે તો ફર્સ્ટ જન્મ માં સાથી બનશો.
સ્લોગન :- સાઈલેન્સ નાં પાવર થી નેગેટિવ ને પોઝિટિવ માં પરિવર્તન કરો.

અવ્યક્ત ઈશારા - એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

એકાંતવાસી અર્થાત્ સદા સ્થૂળ એકાંત ની સાથે-સાથે એક નાં અંત માં રહેવું. એકાગ્રતા ની શક્તિ થી કોઈપણ આત્મા નો સંદેશ એ આત્મા સુધી પહોંચાડી શકો છો. કોઈપણ આત્મા નું આહવાન કરી શકો છો. કોઈપણ આત્મા નાં અવાજ ને કેચ કરી શકો છો. કોઈ પણ આત્મા ને દૂર બેઠાં સહયોગ આપી શકો છો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.