ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 26 ફેબ્રુઆરી, 2025

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી26 ફેબ્રુઆરી, 2025 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

26.02.2025
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - તમને અપાર ખુશી થવી જોઈએ કે આપણે હમણાં જૂનાં કપડા છોડી ઘરે જઈશું પછી નવાં કપડા નવી દુનિયામાં લઈશું”
પ્રશ્ન :- ડ્રામા નું કયું રહસ્ય અતિ સૂક્ષ્મ સમજવાનું છે?
ઉત્તર :- આ ડ્રામા જું ની જેમ ચાલતો રહે છે, ટિક-ટિક થતી રહે છે. જેની જે એક્ટ ચાલી તે ફરી હૂબહૂ ૫ હજાર વર્ષ પછી રિપીટ (પુનરાવર્તન) થશે, આ રહસ્ય બહુ જ સૂક્ષ્મ સમજવાનું છે. જે બાળકો આ રહસ્ય ને યથાર્થ નથી સમજતા તો કહી દે છે ડ્રામા માં હશે તો પુરુષાર્થ કરી લઈશું, તે ઊંચ પદ નથી મેળવી શકતાં.

ઓમ્ શાંતિ ! બાળકોને બાપ નો પરિચય મળ્યો પછી બાપ પાસે થી વારસો લેવાનો છે અને પાવન બનવાનું છે. કહે પણ છે-હે પતિત-પાવન, આવીને અમને પાવન બનાવો કારણકે સમજે છે અમે પતિત બુદ્ધિ છીએ. બુદ્ધિ પણ કહે છે આ પતિત આયરન એજડ (કળિયુગી) દુનિયા છે. નવી દુનિયા ને સતોપ્રધાન, જૂની દુનિયા ને તમોપ્રધાન કહેવાય છે. આપ બાળકોને હમણાં બાપ મળ્યા છે, ભક્તો ને ભગવાન મળ્યા છે, કહે પણ છે ભક્તિ પછી ભગવાન આવીને ભક્તિ નું ફળ આપે છે કારણકે મહેનત કરે છે તો ફળ પણ માંગે છે. ભક્ત શું મહેનત કરે છે તે તો તમે જાણો છો. તમે અડધોકલ્પ ભક્તિ માર્ગ માં ધક્કા ખાઈને થાકી ગયા છો. ભક્તિ માં બહુ જ મહેનત કરી છે. આ પણ ડ્રામા માં નોંધ છે. મહેનત કરાય છે ફાયદા માટે. સમજે છે ભગવાન આવીને ભક્તિ નું ફળ આપે, તો ફળ આપવા વાળા તો પણ ભગવાન જ થયાં. ભક્ત ભગવાન ને યાદ કરે છે કારણકે ભક્તિ માં દુઃખ છે, તો કહે છે આવીને અમારા દુઃખ હરો, પાવન બનાવો. કોઈ પણ નથી જાણતા કે હમણાં રાવણ રાજ્ય છે. રાવણે જ પતિત બનાવ્યા છે. કહે પણ છે રામ રાજ્ય જોઈએ પરંતુ તે ક્યારે, કેવી રીતે બનવાનું છે? કોઈને પણ આ ખબર નથી. આત્મા અંદર સમજે છે કે હમણાં રાવણ રાજ્ય છે. આ છે જ ભક્તિ માર્ગ. ભક્ત ખૂબ નાચ-તમાશો કરે છે. ખુશી પણ થાય છે, પછી રડે પણ છે. ભગવાન નાં પ્રેમ માં આંસુ આવી જાય છે પરંતુ ભગવાન ને જાણતા નથી. જેમનાં પ્રેમ માં આંસુ આવે છે, એમને જાણવા જોઈએ ને? ચિત્રો થી તો કાંઈ મળી ન શકે. હા, ખૂબ ભક્તિ કરે છે તો સાક્ષાત્કાર થાય છે. બસ, એ જ એમનાં માટે ખુશી ની વાત છે. ભગવાન સ્વયં જ આવીને પોતાનો પરિચય આપે છે કે હું કોણ છું. હું જે છું, જેવો છું, દુનિયામાં કોઈ નથી જાણતું. તમારા માં જે બાબા કહે છે તેમાં પણ કોઈ પાક્કા છે, કોઈ કાચ્ચા છે. દેહ-અભિમાન તૂટવામાં જ મહેનત લાગે છે. દેહી-અભિમાની બનવું પડે. બાપ કહે છે તમે આત્માઓ છો, તમે ૮૪ જન્મ ભોગવી તમોપ્રધાન બન્યા છો. હમણાં આત્મા ને ત્રીજું નેત્ર મળ્યું છે. આત્મા સમજી રહી છે. આપ બાળકોને આખા સૃષ્ટિ ચક્ર નું નોલેજ બાપ આપે છે. બાપ નોલેજફુલ છે તો બાળકોને પણ નોલેજ આપે છે. કોઈ પૂછે ફક્ત તમે જ ૮૪ જન્મ લો છો? બોલો-હા, અમારા માં કોઈ ૮૪, કોઈ ૮૨ જન્મ લે છે. વધુ માં વધુ ૮૪ જન્મ જ લે છે. ૮૪ જન્મ તેમનાં છે જે શરુ માં આવે છે. જે સારી રીતે ભણી ને ઊંચ પદ મેળવ છે, તે જલ્દી આવશે. માળા માં નજીક પરોવાશે. જેમ નવું ઘર બનતું રહે છે તો દિલ માં આવે છે જલ્દી બની જાય તો અમે જઈને બેસીએ. આપ બાળકોને પણ ખુશી થવી જોઈએ-હવે આપણે આ જૂનાં કપડા છોડી નવાં લેવાનાં છીએ. નાટક માં એક્ટર્સ (અભિનેતા) અડધો કલાક પહેલાં થી જ ઘડિયાળ ને જોતા રહે છે, સમય પૂરો થાય તો ઘરે જઈએ. તે સમય આવી જાય છે. આપ બાળકો માટે બેહદ ની ઘડિયાળ છે. તમે જાણો છો જ્યારે કર્માતીત અવસ્થા મેળવીશું તો પછી અહીં રહેશું નહીં. કર્માતીત બનવા માટે પણ યાદ માં રહેવું પડે, ખૂબ મહેનત છે. નવી દુનિયા માં તમે જાઓ છો પછી એક-એક જન્મ માં કળા ઓછી થતી જાય છે. નવાં મકાન માં ૬ મહિના બેસો તો કાંઈક ને કાંઈક ડાઘ વગેરે પડી જાય છે ને? થોડો ફરક પડી જાય છે. તો ત્યાં નવી દુનિયામાં પણ કોઈ તો પહેલાં આવશે, કોઈ થોડાંક મોડા આવશે. પહેલાં જે આવશે તેમને કહેવાશે સતોપ્રધાન પછી ધીમે-ધીમે કળા ઓછી થતી જાય છે. આ ડ્રામા નું ચક્ર જું ની જેમ ચાલતું રહે છે. ટિક-ટિક થતી રહે છે. તમે જાણો છો આખી દુનિયામાં જેમની જે પણ એક્ટ ચાલે છે, આ ચક્ર ફરતું રહે છે. આ બહુ જ સૂક્ષ્મ વાતો છે સમજવાની. બાપ અનુભવ થી સંભળાવે છે.

તમે જાણો છો આ ભણતર ફરી ૫ હજાર વર્ષ પછી રિપીટ થશે. આ પૂર્વ નિર્ધારિત ખેલ છે. આ ચક્ર ની કોઈને ખબર નથી. આનાં ક્રિયેટર, ડાયરેક્ટર, મુખ્ય એક્ટર કોણ છે - કાંઈ પણ નથી જાણતા. હવે આપ બાળકોને ખબર છે-આપણે ૮૪ જન્મ ભોગવી હવે પાછા જઈએ છીએ. આપણે આત્મા છીએ. દેહી-અભિમાની બનો ત્યારે ખુશી નો પારો ચઢે. તે છે હદ નું નાટક, આ છે બેહદ નું. બાબા આપણને આત્માઓને ભણાવી રહ્યા છે, એ નહીં બતાવશે કે ફલાણા સમયે આ થશે. બાબા ને કોઈ પણ વાત પૂછે તો કહે છે ડ્રામા માં જે કાંઈ બતાવવાનું છે તે બતાવી દે છે, ડ્રામા અનુસાર જે જવાબ મળવાનો હતો તે મળી ગયો, બસ તેનાં પર ચાલી પડવાનું છે. ડ્રામા વગર બાપ કાંઈ પણ ન કરી શકે. ઘણાં બાળકો કહે છે ડ્રામા માં હશે તો પુરુષાર્થ કરી લઈશું, તેઓ ક્યારેય ઊંચું પદ મેળવી ન શકે. બાપ કહે છે પુરુષાર્થ તમારે કરવાનો છે. ડ્રામા તમને પુરુષાર્થ કરાવે છે કલ્પ પહેલાં ની જેમ. કોઈ ડ્રામા પર ઉભા રહી જાય છે કે જે ડ્રામા માં હશે, તો સમજાય છે તેમની તકદીર માં નથી. હવે તમને સ્મૃતિ આવી છે-આપણે આત્મા છીએ, આપણે આ પાર્ટ ભજવવા આવ્યા છીએ. આત્મા પણ અવિનાશી છે, પાર્ટ પણ અવિનાશી છે. ૮૪ જન્મો નો પાર્ટ આત્મા માં નોંધાયેલો છે ફરી એ જ પાર્ટ ભજવશે. આને કહેવાય છે કુદરત. કુદરત નો બીજો શું વિસ્તાર કરશે? હવે મુખ્ય વાત છે-પાવન જરુર બનવાનું છે. આ જ ફિકર છે. કર્મ કરતા બાપ ની યાદ માં રહેવાનું છે. તમે એક માશૂક નાં આશિક છો ને? એક માશૂક ને બધા આશિક યાદ કરે છે. એ માશૂક કહે છે હવે મને યાદ કરો. હું તમને પાવન બનાવવા આવ્યો છું. તમે મને જ પતિત-પાવન કહો છો પછી મને ભૂલીને ગંગા ને કેમ પતિત-પાવની કહો છો? હવે તમે સમજ્યું છે તો તે બધું છોડી દીધું છે. તમે સમજો છો બાપ જ પતિત-પાવન છે. હવે પતિત-પાવન શ્રીકૃષ્ણ ને સમજી ક્યારેય યાદ નહીં કરશો. પરંતુ ભગવાન કેવી રીતે આવે છે? આ કોઈ નથી જાણતાં. શ્રીકૃષ્ણ નો આત્મા જે સતયુગ માં હતો એ અનેક રુપ ધારણ કરતા-કરતા હવે તમોપ્રધાન બન્યો છે ફરી સતોપ્રધાન બને છે. શાસ્ત્રો માં આ ભૂલ કરી દીધી છે. આ પણ ભૂલ જ્યારે થાય ત્યારે તો હું આવીને અભૂલ બનાવું ને? આ ભૂલો પણ ડ્રામા માં છે, ફરી પણ થશે. હવે તમને સમજાવ્યું છે, શિવ ભગવાનુવાચ. ભગવાન કહે પણ છે શિવ ને. ભગવાન તો એક જ હોય છે. બધા ભક્તો ને ફળ આપવા વાળા છે એક ભગવાન. એમને કોઈ પણ જાણી નથી શકતું. આત્મા કહે છે ઓ ગોડફાધર (પરમપિતા). તે લૌકિક ફાધર તો અહીં છે છતાં પણ એ બાપ ને યાદ કરે છે, તો આત્મા નાં બે ફાધર થઈ જાય છે. ભક્તિ માર્ગ માં એ ફાધર ને યાદ કરતા રહે છે. આત્મા તો છે જ. આટલા બધા આત્માઓ ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. એક શરીર છોડી પછી બીજું લઈ પાર્ટ ભજવવાનો હોય છે. આ બધી વાતો બાપ જ સમજાવે છે. કહે પણ છે અમે અહીં પાર્ટ ભજવવા આવ્યા છીએ. આ એક માંડવો છે. આમાં આ ચંદ્ર-સિતારાઓ વગેરે બધી બત્તીઓ છે. આ સૂર્ય, ચંદ્ર, સિતારાઓ ને મનુષ્ય દેવતા કહી દે છે કારણકે આ ખૂબ સારું કામ કરે છે, રીમઝીમ કરે છે, કોઈને તકલીફ નથી આપતા, બધા ને સુખ આપે છે. ખૂબ કામ કરે છે એટલે તેમને દેવતા કહી દે છે. સારું કામ કરવા વાળા ને કહે છે ને-આ તો જેમ કે દેવતા છે. હવે હકીકત માં દેવતાઓ તો સતયુગ માં હતાં. બધા સુખ આપવા વાળા હતાં. બધાં ની પ્રીત હતી એટલે દેવતાઓ સાથે તેમની તુલના કરી છે. દેવતાઓ નાં ગુણ પણ ગવાય છે. તેમની આગળ જઈને ગાય છે - હમ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં, આપેહી તરસ પરોઈ… તમને તો તરસ પડતી હશે. બાપ કહે છે તરસ પડી છે ત્યારે તો ફરીથી આવ્યો છું, તમને ગુણવાન બનાવવાં. તમે પૂજ્ય હતાં, હવે પુજારી બન્યા છો ફરી પૂજ્ય બનો. હમ સો નો અર્થ પણ તમને સમજાવ્યો છે. મનુષ્ય તો કહી દે છે - આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. બાપ કહે છે આ ખોટું છે. તમે આત્મા નિરાકાર હતા પછી એ જ દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યાં. હમણાં બ્રાહ્મણ વર્ણ માં આવ્યા છો. આત્મા પહેલાં સતોપ્રધાન, સતો, રજો, તમો માં આવે છે. હવે આપ બાળકો સમજો છો આ નોલેજ બાબા કલ્પ-કલ્પ સંગમયુગ પર આપણને આવીને આપે છે. બરોબર ભારત સ્વર્ગ હતું, ત્યાં કેટલાં થોડા મનુષ્ય હશે! હમણાં કળિયુગ છે. બધા ધર્મ આવી ગયા છે. સતયુગ માં થોડી કોઈ ધર્મ હતો? ત્યાં હોય જ છે એક ધર્મ. બાકી બધા આત્માઓ ચાલ્યા જાય છે. તમે જાણો છો હવે જૂની દુનિયા નો વિનાશ સામે છે. બાપ રાજયોગ શીખવાડી રહ્યા છે. કોઈ પણ આવે, બોલો આ બેહદ ની ઘડિયાળ છે. બાપે દિવ્ય દૃષ્ટિ આપી આ ઘડિયાળ બનાવડાવી છે. જેમ તે ઘડિયાળ તમે ઘડી-ઘડી જુઓ છો, હવે આ બેહદ ની ઘડિયાળ યાદ આવે છે. બાપ બ્રહ્મા દ્વારા એક ધર્મ ની સ્થાપના, શંકર દ્વારા આસુરી દુનિયાનો વિનાશ કરાવે છે. બુદ્ધિ પણ કહે છે-ચક્ર ફરવાનું જરુર છે. કળિયુગ પછી સતયુગ આવશે. હમણાં મનુષ્ય પણ અનેક છે, ઉપદ્રવ પણ ખૂબ થતા રહે છે. મૂસળ પણ તે જ છે. શાસ્ત્રો માં તો કેટલી કથાઓ બનાવી દીધી છે. બાપ આવીને વેદો-શાસ્ત્રો નો સાર સમજાવે છે. મુખ્ય ધર્મ પણ ૪ છે. આ બ્રાહ્મણ ધર્મ છે પાંચ મો. સૌથી ઊંચા માં ઊંચો આ છે નાનો ધર્મ. યજ્ઞ ની સંભાળ કરવા વાળા બ્રાહ્મણ છે. આ જ્ઞાન યજ્ઞ છે. ઉપદ્રવ ને ખતમ કરવા માટે યજ્ઞ રચે છે, તે સમજે છે-આ લડાઈ વગેરે ન થાય. અરે લડાઈ નહીં લાગશે તો સતયુગ કેવી રીતે આવશે, આટલા બધા મનુષ્ય ક્યાં જશે? હું સર્વ આત્માઓ ને લઈ જાઉં છું તો જરુર શરીર અહીં છોડવું પડે. તમે પોકારો પણ છો-હે બાબા, આવીને અમને પતિત થી પાવન બનાવો.

બાબા કહે છે મારે જરુર જૂની દુનિયાનો વિનાશ કરાવવો પડશે. પાવન દુનિયા છે જ સતયુગ, બધા ને મુક્તિધામ લઈ જાઉં છું. બધા કાળ ને તો બોલાવે છે ને? એ નથી સમજતા કે અમે તો કાળો નાં કાળ ને બોલાવીએ છીએ. બાપ કહે છે આ પણ ડ્રામા માં નોંધ છે. આત્માઓને છી-છી દુનિયા માંથી કાઢી શાંતિધામ લઈ જાઉં છું. આ તો સારી વાત છે ને? તમારે મુક્તિ માં જઈને પછી જીવનમુક્તિ માં આવવાનું છે પછી જીવનબંધ માં. આટલા બધા સતયુગ માં તો નહીં આવશે પછી નંબરવાર આવશે એટલે હવે શાંતિધામ અને સુખધામ ને યાદ કરો. અંત માં જે આવે છે, તેમનો તો પાર્ટ જ થોડો છે. પહેલાં જરુર તે સુખ મેળવશે. તમારો પાર્ટ સૌથી ઊંચો છે. તમે ખૂબ સુખ મેળવો છો. ધર્મ સ્થાપક તો ફક્ત ધર્મ ની સ્થાપના કરે છે, કોઈને લિબરેટ (મુક્ત) નથી કરતાં. બાપ તો ભારત માં આવીને બધા ને જ્ઞાન આપે છે. એ જ સર્વ નાં પતિત-પાવન છે, સર્વ ને લિબરેટ કરે છે. બીજા ધર્મ સ્થાપક કોઈ સદ્દગતિ કરવા નથી આવતા, તે આવે છે ધર્મ સ્થાપન કરવાં. તે કોઈ શાંતિધામ-સુખધામ માં નથી લઈ જતા, સર્વ ને શાંતિધામ, સુખધામ માં બાપ જ લઈ જાય છે. જે દુઃખ થી છોડાવી સુખ આપે છે, તેમનાં જ તીર્થ હોય છે. મનુષ્ય સમજતા નથી, હકીકત માં સાચ્ચું તીર્થ તો એક બાબા નું જ છે. મહિમા પણ એક ની જ છે. બધા એમને પોકારે છે-હે લિબરેટર, આવો. ભારત જ સાચ્ચુ તીર્થ છે, જ્યાં બાપ આવીને સર્વ ને મુક્તિ-જીવનમુક્તિ આપે છે. તો તમે પછી ભક્તિ માર્ગ માં એમનાં મોટા-મોટા મંદિર બનાવો છો. હીરા-ઝવેરાત નાં મંદિર બનાવો છો. સોમનાથ નું મંદિર કેટલું સુંદર બનાવે છે અને હમણાં જુઓ બાબા ક્યાં બેઠા છે? પતિત શરીર માં, પતિત દુનિયામાં. તમે જ ઓળખો છો. તમે બાબા નાં મદદગાર બનો છો. બીજાઓ ને રસ્તો બતાવવા માં જે મદદ કરશે તેમને ઊંચ પદ મળશે. આ તો કાયદો છે. બાપ કહે છે મહેનત કરો. અનેક ને રસ્તો બતાવો કે બાપ અને વારસા ને યાદ કરો. ૮૪ નું ચક્ર તો સામે છે, આ છે જાણે આંધળાઓ ની આગળ અરીસો. આ ડ્રામા હૂબહૂ રિપીટ થાય છે તો પણ મને કોઈ નહીં જાણશે. એવું નથી કે મારું મંદિર લૂંટે છે તો હું કાંઈક કરું. ડ્રામા માં લૂંટવાનું જ છે, ફરી પણ લૂંટીને લઈ જશે. મને બોલાવે જ છે પતિત થી પાવન બનાવો તો હું આવીને આપ બાળકોને ભણાવું છું. ડ્રામા માં વિનાશ ની પણ નોંધ છે, તે ફરી પણ થશે. હું કાંઈ ફૂંક નથી મારતો કે વિનાશ થઈ જાય. આ મૂસળ વગેરે બન્યા છે-આ પણ ડ્રામા માં નોંધ છે. હું પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલો છું. મારો પાર્ટ સૌથી મોટો છે-સૃષ્ટિ ને બદલવી, પતિત થી પાવન બનાવવી. હવે સમર્થ કોણ? હું કે ડ્રામા? રાવણ ને પણ ડ્રામા અનુસાર આવવાનું જ છે. જે નોલેજ મારા માં છે, તે આવીને આપું છું. તમે શિવબાબા ની સેના છો. રાવણ પર જીત મેળવો છો. બાપ કહે છે સેન્ટર ખોલતા રહો. હું આવું છું ભણાવવાં. હું કાંઈ લેતો નથી. પૈસા જે કાંઈ છે તે આમાં સફળ કરો. એવું પણ નથી બધું ખલાસ કરીને ભૂખે મરો. ભૂખે કોઈ મરી ન શકે. બાબાએ (બ્રહ્મા) બધું જ આપ્યું પછી ભૂખે મરે છે શું? તમે ભૂખે મરો છો શું? શિવબાબા નો ભંડારો છે. આજકાલ તો દુનિયા માં જુઓ કેટલાં મનુષ્ય ભૂખે મરતા રહે છે. હમણાં આપ બાળકોએ તો બાપ પાસે થી પૂરો વારસો લેવાનો પુરુષાર્થ કરવાનો છે. આ છે રુહાની નેચર ક્યોર (કુદરતી ઉપચાર). બિલકુલ સરળ વાત ફક્ત મુખ થી કહે છે મનમનાભવ. આત્મા ને ક્યોર (ઈલાજ) કરે છે એટલે બાપ ને અવિનાશી સર્જન પણ કહે છે. કેવું સારું ઓપરેશન શીખવાડે છે? મને યાદ કરો તો તમારા બધા દુઃખ દૂર થઈ જશે. ચક્રવર્તી રાજા બની જશો. આ કાંટાઓનાં જંગલ માં રહેતા એવું સમજો કે આપણે ફૂલો નાં બગીચા માં જઈ રહ્યા છીએ. ઘરે જઈ રહ્યા છીએ. એક-બીજા ને યાદ અપાવતા રહો. અલ્લાહ ને યાદ કરો તો બે બાદશાહી મળી જશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. ઊંચ પદ મેળવવા માટે બાપ નાં પૂરે-પૂરાં મદદગાર બનવાનું છે. આંધળાઓ ને રસ્તો દેખાડવાનો છે. બેહદ ની ઘડિયાળ ને સદા યાદ રાખવાની છે.
  2. યજ્ઞ ની સંભાળ કરવા માટે સાચાં- સાચાં બ્રાહ્મણ બનવાનું છે. પૈસા વગેરે જે છે તેને સફળ કરી બાપ પાસે થી પૂરે-પૂરો વારસો લેવાનો છે.
વરદાન :- મનમનાભવ ની વિધિ દ્વારા બંધનો નાં બીજ ને સમાપ્ત કરવા વાળા નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ ભવ
બંધનો નું બીજ છે સંબંધ. જ્યારે બાપની સાથે સર્વ સંબંધ જોડી લીધાં તો બીજા કોઈ માં મોહ કેવી રીતે હોઈ શકે? સંબંધ વગર મોહ નથી હોતો અને મોહ નથી તો બંધન નથી. જ્યારે બીજ ને જ ખતમ કરી દીધું તો બીજ વગર વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થશે? જો હજી સુધી બંધન છે તો સિદ્ધ છે કે કંઈક તોડ્યું છે, કંઈક જોડ્યું છે એટલે મનમનાભવ ની વિધિ થી મન નાં બંધનો થી પણ મુક્ત નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ બનો પછી આ ફરિયાદ સમાપ્ત થઈ જશે કે શું કરીએ બંધન છે, કપાતા નથી.
સ્લોગન :- બ્રાહ્મણ જીવન નો શ્વાસ ઉમંગ-ઉત્સાહ છે એટલે કોઈ પણ પરિસ્થિતિ માં ઉમંગ-ઉત્સાહ નું પ્રેશર ઓછું ન થાય.

અવ્યક્તિ ઈશારા - એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

જેટલાં સેવા ની હલચલ માં આવો છો એટલાં બિલકુલ અંડરગ્રાઉન્ડ ચાલ્યા જાઓ. કોઈ પણ નવી ઇન્વેન્શન (શોધ) અને શક્તિશાળી ઇન્વેન્શન અંડરગ્રાઉન્ડ જ કરે છે તો એકાંતવાસી બનવું જ અંડરગ્રાઉન્ડ છે. જે પણ સમય મળે, એકસાથે એક કલાક અથવા અડધો કલાક સમય નહીં મળશે પરંતુ વચ્ચે પાંચ મિનિટ પણ મળે તો સાગર નાં તળિયે ચાલ્યા જાઓ. એનાથી સંકલ્પો ઉપર બ્રેક લાગી શકશે પછી વાણી માં આવવાનું ઈચ્છો તો પણ નહીં આવી શકો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.