ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી · 23 માર્ચ, 2026

ઓમ શાંતિ · BapDada · 23 માર્ચ, 2026

આજની મુરલી — દરરોજ સવારે નવી.

18
ડાઉનલોડ PDF
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

23.03.2026
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - ચુપ રહેવું પણ ખૂબ મોટો ( સરસ ) ગુણ છે , તમે ચુપ રહીને બાપ ને યાદ કરતા રહો તો ખૂબ કમાણી જમા કરી લેશો”
પ્રશ્ન :- કયા બોલ કર્મ સંન્યાસ ને સિદ્ધ કરે છે, તે બોલ તમે નથી બોલી શકતાં?
ઉત્તર :- ડ્રામા માં હશે તો કરી લઈશું, બાબા કહે છે આ તો કર્મ સંન્યાસ થઈ ગયો. તમારે કર્મ તો અવશ્ય કરવાનાં છે. પુરુષાર્થ વગર તો પાણી પણ નથી મળી શકતું, એટલે ડ્રામા કહીને છોડી નથી દેવાનું. નવી રાજધાની માં ઊંચ પદ મેળવવું છે તો ખૂબ પુરુષાર્થ કરો.

ઓમ્ શાંતિ ! પહેલાં-પહેલાં બાળકો ને સાવધાની મળે છે - બાપ ને યાદ કરો અને વારસા ને યાદ કરો. મનમનાભવ. આ શબ્દ પણ વ્યાસે લખ્યાં છે. સંસ્કૃત માં તો બાપે સમજાવ્યું નથી. બાપ તો હિન્દી માં જ સમજાવે છે. બાળકો ને કહે છે કે બાપ ને અને વારસા ને યાદ કરો. આ સહજ શબ્દ છે કે હે બાળકો, મુજ બાપ ને યાદ કરો. લૌકિક બાપ એવું નહીં કહેશે કે હે બાળકો, મુજ પોતાનાં બાપ ને યાદ કરો. આ છે નવી વાત. બાપ કહે છે હે બાળકો, મુજ પોતાનાં નિરાકાર બાપ ને યાદ કરો. આ પણ બાળકો સમજે છે રુહાની બાપ રુહો સાથે વાત કરે છે. ઘડી-ઘડી બાળકો ને કહેવું કે બાપ ને યાદ કરો, આ શોભતું નથી. જ્યારે બાળકો જાણે છે આપણી ફરજ છે બાપ ને યાદ કરવાની, ત્યારે જ વિકર્મ વિનાશ થશે. બાળકોએ નિરંતર યાદ કરવાની કોશિશ કરવી પડે. આ સમયે કોઈ નિરંતર યાદ કરી ન શકે, સમય લાગે છે. આ બાબા કહે છે હું પણ નિરંતર યાદ નથી કરી શકતો. તે અવસ્થા અંત માં રહેશે. આપ બાળકોએ પહેલો પુરુષાર્થ બાપ ને યાદ કરવાનો જ કરવાનો છે. શિવબાબા પાસે થી વારસો મળે છે. ભારતવાસીઓ ની જ વાત છે. આ સ્થાપના થાય છે, દૈવી રાજધાની ની, બીજા જે ધર્મ સ્થાપન કરે છે, તેમાં કોઈ મુશ્કેલી નથી થતી, તેમની પાછળ આવતા જ રહે છે. અહીં દેવી-દેવતા ધર્મ વાળા જે છે તેમને જ્ઞાન થી ઉઠાવવા પડે છે. મહેનત લાગે છે. ગીતા, ભાગવત, શાસ્ત્રો માં આ નથી કે બાપ સંગમ પર રાજધાની સ્થાપન કરે છે. ગીતા માં લખ્યું છે કે પાંડવ પહાડો પર ચાલ્યાં ગયાં, પ્રલય થયો વગેરે વગેરે… હકીકત માં આ વાત તો નથી. તમે હમણાં ભણી રહ્યાં છો ભવિષ્ય ૨૧ જન્મો માટે. બીજી સ્કૂલો માં અહીંયા માટે જ ભણાવે છે. સાધુ-સંત વગેરે જે પણ છે તે ભવિષ્ય માટે જ ભણે છે કારણ કે તે સમજે છે અમે શરીર છોડી મુક્તિધામ માં ચાલ્યાં જઈશું, બ્રહ્મ માં લીન થઈ જઈશું. આત્મા પરમાત્મા માં ભળી જશે. તો તે પણ થયું ભવિષ્ય માટે. પરંતુ ભવિષ્ય માટે ભણાવવા વાળા એક જ રુહાની બાપ છે. બીજું કોઈ નથી. ગવાયેલું પણ છે સર્વ નાં સદ્દગતિ દાતા એક જ છે. તે તો બધા અયથાર્થ થઈ જાય છે. આ બાપ જ આવીને સમજાવે છે. તે (સાધુ-સંતો) પણ સાધના કરતા રહે છે. બ્રહ્મ માં લીન થવાની સાધના છે અયથાર્થ. લીન તો કોઈએ થવાનું નથી. બ્રહ્મ મહતત્વ કોઈ ભગવાન નથી. આ બધું છે જુઠ્ઠું. જુઠ્ઠખંડ માં છે બધા જુઠ્ઠું બોલવા વાળા. સચખંડ માં છે બધા સત્ય બોલવા વાળા. તમે જાણો છો સચખંડ ભારત માં હતો, હવે જુઠ્ઠખંડ છે. બાપ પણ ભારત માં જ આવે છે. શિવ જયંતી મનાવે છે પરંતુ આ થોડું જાણે છે કે શિવે આવીને ભારત ને સચખંડ બનાવ્યો છે. તેઓ સમજે છે આવતા જ નથી. એ નામ-રુપ થી ન્યારા છે. ફક્ત મહિમા જે ગાય છે પતિત-પાવન, જ્ઞાન નાં સાગર. તે એમ જ પોપટ ની જેમ કહી દે છે. બાપ જ આવીને સમજાવે છે. કૃષ્ણ જયંતી મનાવે છે, ગીતા જયંતી પણ છે. શિવ જયંતી ની પણ કોઈને ખબર નથી કે શિવ આવીને શું કરે છે. આવશે પણ કેવી રીતે? જ્યારે કહે છે નામ-રુપ થી ન્યારા છે. બાપ કહે છે હું જ બાળકો ને સમજાવું છું પછી આ જ્ઞાન પ્રાયઃલોપ થઈ જાય છે. બાપ સ્વયં બતાવે છે કે હું આવીને ભારત ને ફરી થી સ્વર્ગ બનાવું છું. કોઈ તો પતિત-પાવન હશે ને? મુખ્ય ભારત ની જ વાત છે. ભારત જ પતિત છે. પતિત-પાવન ને પણ ભારત માં જ પોકારે છે. સ્વયં કહે છે - વિશ્વ માં શૈતાન નું રાજ્ય ચાલી રહ્યું છે. બોમ્બ્સ વગેરે બનાવતા રહે છે. તેનાથી વિનાશ થવાનો છે. તૈયારીઓ કરી રહ્યાં છે. જેવી રીતે તે રાવણ નાં પ્રેરિત કરેલા છે. રાવણ નું રાજ્ય ક્યારે ખલાસ થશે? ભારતવાસી કહેશે જ્યારે શ્રીકૃષ્ણ આવશે. તમે સમજાવો છો શિવબાબા આવેલા છે. એ જ સર્વ નાં સદ્દગતિ દાતા છે. બાપ કહે છે મને યાદ કરો. આ શબ્દ બીજું કોઈ કહી ન શકે. બાપ જ કહે છે મને યાદ કરો તો ખાદ નીકળશે. તમે સતોપ્રધાન હતાં, હવે તમારી આત્મા માં ખાદ પડી છે. તે યાદ થી જ નીકળશે, આને યાદ ની યાત્રા કહેવાય છે. હું જ પતિત-પાવન છું. મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે, આને યોગ-અગ્નિ કહેવાય છે. સોના ને આગ માં નાખી તેમાંથી કચરો કાઢે છે. પછી સોના માં ખાદ નાખવા માટે પણ આગ માં નાખે છે. બાપ કહે છે તે છે કામ-ચિતા. આ છે જ્ઞાન-ચિતા. આ યોગ-અગ્નિ થી ખાદ નીકળશે અને તમે શ્રીકૃષ્ણપુરી માં જવાને લાયક બનશો. શ્રીકૃષ્ણ જયંતી પર કૃષ્ણ ને બોલાવે છે. તમે જાણો છો શ્રીકૃષ્ણ ને પણ બાપ પાસે થી વારસો મળે છે. શ્રીકૃષ્ણ સ્વર્ગ નાં માલિક હતાં. બાપે શ્રીકૃષ્ણ ને આ પદ આપ્યું. રાધા-કૃષ્ણ જ ફરી લક્ષ્મી-નારાયણ બને છે. રાધા-કૃષ્ણ નો જન્મ દિવસ મનાવે છે. લક્ષ્મી-નારાયણ ની કોઈને ખબર નથી. મનુષ્ય બિલકુલ મૂંઝાયેલા છે. હવે આપ બાળકો સમજો છો તો બીજાઓ ને સમજાવવાનું છે. પહેલાં-પહેલાં પૂછવાનું છે ગીતા માં જે કહ્યું છે - મામેકમ્ યાદ કરો, આ કોણે કહ્યું છે? તેઓ સમજે છે શ્રીકૃષ્ણએ કહ્યું છે. તમે સમજો છો ભગવાન નિરાકાર છે. એમની પાસેથી જ ઊંચ અર્થાત્ શ્રેષ્ઠ મત મળે છે. ઊંચા માં ઊંચા પરમપિતા પરમાત્મા જ છે. એમની જ જરુર શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત થઈ. એ એક ની શ્રીમત થી જ સર્વ ની સદ્દગતિ થાય છે. ગીતા નાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ નથી કહી શકાતાં. તે પછી શરીરધારી શ્રીકૃષ્ણ ને કહી દે છે. તો આનાથી સિદ્ધ છે ક્યાંક ભૂલ છે જરુર. તમે સમજો છો મનુષ્ય ની મોટી ભૂલ છે. રાજયોગ તો બાપે શીખવાડ્યો છે, એ જ પતિત-પાવન છે. ખૂબ ભારે-ભારે જે ભૂલો છે તેનાં પર જોર આપવાનું છે. એક તો ઈશ્વર ને સર્વવ્યાપી કહેવું, બીજું પછી ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ ને કહેવું, કલ્પ લાખો વર્ષ નું કહેવું - આ ખૂબ ભારે ભૂલો છે. કલ્પ લાખો વર્ષ નું હોઈ ન શકે. પરમાત્મા સર્વવ્યાપી હોઈ ન શકે. કહે છે એ પ્રેરણા થી બધું કરે છે, પરંતુ ના. પ્રેરણા થી થોડી પાવન બનાવી દેશે? આ તો બાપ બેસી સન્મુખ સમજાવે છે મામેકમ્ યાદ કરો. પ્રેરણા શબ્દ ખોટો છે. ભલે કહેવાય છે શંકર ની પ્રેરણા થી બોમ્બ્સ વગેરે બનાવે છે. પરંતુ આ ડ્રામા માં બધી નોંધ છે. આ યજ્ઞ થી જ આ વિનાશ જ્વાળા નીકળી છે. પ્રેરણા નથી કરતાં. આ તો વિનાશ અર્થ નિમિત્ત બન્યાં છે. ડ્રામા માં નોંધ છે. શિવબાબા નો જ આખો પાર્ટ છે. એમનાં પછી પાર્ટ છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર નો. બ્રહ્મા બ્રાહ્મણ રચે છે. એ જ પછી વિષ્ણુપુરી નાં માલિક બને છે. પછી ૮૪ જન્મો નું ચક્ર લગાવીને તમે આવીને બ્રહ્માવંશી બનો છો. લક્ષ્મી-નારાયણ તે પછી આવીને બ્રહ્મા-સરસ્વતી બને છે. આ પણ સમજાવ્યું છે કે આમનાં દ્વારા એડોપ્ટ કરે છે એટલે આમને મોટી મમ્મા કહેવાય છે. તે પછી નિમિત્ત બનેલી છે. કળશ માતાઓ ને અપાય છે. સૌથી મોટી વીણા સરસ્વતી ને આપી છે. સૌથી હોંશિયાર છે. બાકી વીણા કે વાજું વગેરે કાંઈ નથી. સરસ્વતી ની જ્ઞાન મોરલી સારી હતી. મહિમા તેમની સારી હતી. નામ તો ખૂબ લખી દીધાં છે. દેવીઓ ની પુજા થાય છે. તમે હમણાં જાણો છો આપણે જ અહીં પૂજ્ય બનીએ છીએ પછી પુજારી બની પોતાની પૂજા કરીશું. હમણાં આપણે બ્રાહ્મણ છીએ પછી આપણે જ પૂજ્ય દેવી-દેવતા બનીશું, યથા રાજા રાણી તથા પ્રજા. દેવીઓમાં જે ઊંચ પદ મેળવે છે તો મંદિર પણ તેમનાં અનેક બને છે. નામ પ્રસિદ્ધ પણ એમનું જ થાય છે જે સારી રીતે ભણે, ભણાવે છે. તો હવે તમે જાણો છો પૂજ્ય, પુજારી આપણે જ બનીએ છીએ. શિવબાબા તો સદૈવ પૂજ્ય છે. સૂર્યવંશી દેવી-દેવતા જે હતાં એ જ પુજારી પછી ભગત બને છે. જાતેજ પૂજ્ય, જાતેજ પુજારી ની સીડી ખૂબ સારી રીતે સમજાવે છે. ચિત્ર વગર પણ તમે કોઈ ને સમજાવી શકો છો. જે શીખીને જાય છે તેમની બુદ્ધિ માં બધી નોલેજ છે. ૮૪ જન્મો ની સીડી ભારતવાસી ચઢે-ઉતરે છે. તેમનાં ૮૪ જન્મો છે. પૂજ્ય હતાં પછી આપણે પુજારી બન્યાં. હમ સો, સો હમ નો અર્થ પણ તમે ખૂબ સારી રીતે સમજ્યો છે. આત્મા સો પરમાત્મા હોઈ ન શકે. બાપે હમ સો, સો હમ નો અર્થ સમજાવ્યો છે. હમ સો દેવતા, સો ક્ષત્રિય… બન્યાં. હમ સો નો બીજો કોઈ અર્થ નથી. પૂજ્ય, પુજારી પણ ભારતવાસી જ બને છે બીજા ધર્મ માં કોઈ પૂજ્ય પુજારી નથી બનતાં. તમે જ સૂર્યવંશી, ચંદ્રવંશી બનો છો. સમજણ કેટલી સારી મળી છે. આપણે જ દેવી-દેવતા હતાં. આપણે આત્મા નિર્વાણધામ માં રહેવા વાળા છીએ. આ ચક્ર ફરતું રહે છે. જ્યારે દુઃખ સામે આવે છે તો બાપ ને યાદ કરે છે. બાપ કહે છે હું દુઃખ નાં સમયે જ આવીને સૃષ્ટિ ને બદલું છું. એવું નથી કે નવી સૃષ્ટિ રચું છું. ના, જૂની ને નવી બનાવવા હું આવું છું. બાપ આવે જ છે સંગમ પર. હવે નવી દુનિયા બની રહી છે. જૂની ખલાસ થવાની છે. આ છે બેહદ ની વાત.

તમે તૈયાર થઈ જશો તો આખી રાજધાની તૈયાર થઈ જશે. કલ્પ-કલ્પ જેમણે જે પદ મેળવ્યું છે તે અનુસાર પુરુષાર્થ ચાલતો રહે છે. એવું નથી ડ્રામા માં જે પુરુષાર્થ કર્યો હશે તે થશે. પુરુષાર્થ કરવાનો હોય છે પછી કહેવાય છે કલ્પ પહેલાં પણ એવો પુરુષાર્થ કર્યો હતો. હંમેશા પુરુષાર્થ ને મોટો (પહેલાં) રખાય છે. પ્રારબ્ધ પર બેસી નથી જવાનું. પુરુષાર્થ વગર પ્રારબ્ધ મળી ન શકે. પુરુષાર્થ કર્યા વગર પાણી પણ ન પી શકાય. કર્મ સંન્યાસ શબ્દ ખોટો છે. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં પણ રહો. બાબા બધાને અહીં તો નહીં બેસાડી દેશે. શરણાગતિ ગવાયેલી છે. ભઠ્ઠી બનવાની હતી કારણકે તેમને હેરાન કરાયાં. તો આવીને બાપ ની પાસે શરણ લીધી. શરણ તો દેવી પડે ને? શરણ એક પરમપિતા પરમાત્મા ની જ લેવાય છે. ગુરુ વગેરે ની શરણ નથી લેવાતી. જ્યારે ખૂબ દુઃખ થાય છે તો હેરાન થઈ આવીને શરણ લે છે. ગુરુઓ ની પાસે કોઈ હેરાન થઈને નથી જતાં. ત્યાં તો એમ જ જાય છે. તમે રાવણ થી ખૂબ હેરાન થયા છો. હવે રામ આવ્યાં છે રાવણ થી છોડાવવાં. એ તમને શરણ માં લે છે. તમે કહો છો બાબા અમે તમારા છીએ. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પણ શરણ શિવબાબા ની લીધેલી છે. બાબા અમે તમારી જ મત પર ચાલીશું.

બાબા શ્રીમત આપે છે - ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં મને યાદ કરો બીજા બધાની યાદ છોડી દો. મારી યાદ થી જ વિકર્મ વિનાશ થશે. ફક્ત શરણ લેવાની વાત નથી. બધો આધાર યાદ પર છે. બાપ સિવાય એવું કોઈ સમજાવી ન શકે. બાળકો સમજે છે બાપ ની પાસે આટલાં લાખો ક્યાં આવીને રહેશે. પ્રજા પણ પોત-પોતાનાં ઘરે રહે છે, રાજા ની પાસે થોડી રહે છે? તો તમને ફક્ત કહેવાય છે એક ને યાદ કરો. બાબા અમે તમારા છીએ. તમે જ સેકન્ડ માં સદ્દગતિ નો વારસો આપવા વાળા છો. રાજયોગ શીખવાડી રાજાઓ નાં રાજા બનાવો છો. બાપ કહે છે જેમણે કલ્પ પહેલાં બાપ પાસે થી વારસો લીધો છે તે જ આવીને લેશે. અંત સુધી બધાએ આવીને બાપ પાસે થી વારસો લેવાનો છે. હમણાં તમે પતિત હોવાનાં કારણે પોતાને દેવતા કહી નથી શકતાં. બાપ બધી વાતો સમજાવે છે. કહે છે મારા નૂરે રતન, જ્યારે તમે સતયુગ માં આવો છો તો તમે વન-વન થી રાજાઈ કરો છો. બીજાઓ ની તો જ્યારે વૃદ્ધિ થાય, લાખો નાં અંદાજ માં થાય ત્યારે રાજાઈ ચાલે. તમને લડવા-કરવાની દરકાર નથી. તમે યોગબળ દ્વારા બાપ પાસે થી વારસો લો છો. ચુપ રહીને ફક્ત બાપ ને અને વારસા ને યાદ કરો. અંત માં તમે ચુપ રહેશો પછી આ ચિત્ર વગેરે કામ નહીં આવશે. તમે હોંશિયાર થઈ જશો. બાપ કહે છે - ફક્ત મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. હવે કરો, ન કરો તમારી મરજી. કોઈ દેહધારી નાં નામ-રુપ માં નથી ફસાવાનું. બાપ ને યાદ કરો તો અંત મતી સો ગતિ થઈ જશે. તમે મારી પાસે આવી જશો. ફુલ પાસ થવા વાળા ને રાજાઈ મળશે. બધો આધાર યાદ ની યાત્રા પર છે. આગળ ચાલી નવાં પણ ખૂબ આગળ નીકળતાં જશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. કોઈ દેહધારી નાં નામ-રુપ માં નથી ફસાવવાનું. એક બાપ ની શ્રીમત પર ચાલીને સદ્દગતિ મેળવવાની છે. ચુપ રહેવાનું છે.
  2. ભવિષ્ય ૨૧ જન્મો માટે સારી રીતે ભણવાનું અને બીજાઓ ને પણ ભણાવવાનાં છે. ભણવા અને ભણાવવા થી જ નામ પ્રસિદ્ધ થશે.
વરદાન :- મનમત , પરમત ને સમાપ્ત કરી શ્રીમત પર પદમો ની કમાણી જમા કરવા વાળા પદમાપદમ ભાગ્યશાળી ભવ
શ્રીમત પર ચાલવા વાળા એક સંકલ્પ પણ મનમત કે પરમત પર નથી કરી શકતાં. સ્થિતિ ની સ્પીડ જો તેજ (તીવ્ર) નથી હોતી તો જરુર કાંઈ ન કાંઈ શ્રીમત માં મનમત કે પરમત મિક્સ છે. મનમત અર્થાત્ અલ્પજ્ઞ આત્મા નાં સંસ્કાર અનુસાર જે સંકલ્પ ઉત્પન્ન થાય છે તે સ્થિતિ ને ડગમગ કરે છે એટલે ચેક કરો અને કરાવો, એક કદમ પણ શ્રીમત વગર ન હોય ત્યારે પદમો ની કમાણી જમા કરી પદમાપદમ ભાગ્યશાળી બની શકશો.
સ્લોગન :- મન માં સર્વ નાં કલ્યાણ ની ભાવના બની રહે - આ જ વિશ્વ કલ્યાણકારી આત્મા નું કર્તવ્ય છે.

આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

પરિસ્થિતિ ભલે કેવી પણ હોય પરંતુ નિશ્ચિયબુદ્ધિ બાળકો પરિસ્થિતિ માં પોતાની સ્વસ્થિતિ ને શક્તિ થી સદા વિજયી અનુભવ કરશે. ભલે દુનિયા વાળા લોકો તથા બ્રાહ્મણ પરિવાર નાં સંબંધ-સંપર્ક માં બીજા સમજે અથવા કહે કે આ હારી ગયા - પરંતુ તે હાર નથી જીત છે. કોઈપણ સેવા ની, સંગઠન ની, પ્રકૃતિ ની પરિસ્થિતિ સ્વ સ્થિતિ ને તથા શ્રેષ્ઠ સ્થિતિ ને ડગમગ કરે છે તો આ પણ બંધનમુક્ત સ્થિતિ નથી. આ બંધન થી પણ મુક્ત બનો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.