ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી · 24 માર્ચ, 2026

ઓમ શાંતિ · BapDada · 24 માર્ચ, 2026

આજની મુરલી — દરરોજ સવારે નવી.

18
ડાઉનલોડ PDF
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

24.03.2026
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - તમારે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે , એક બાપ ની મત પર ચાલવાનું છે , કોઈ પણ ડિસ - સર્વિસ ( કુસેવા ) નથી કરવાની”
પ્રશ્ન :- કયા બાળકો ને માયા જોર થી પોતાનો પંજો મારે છે? ઊંચી મંઝિલ કઈ છે?
ઉત્તર :- જે બાળકો દેહ-અભિમાન માં રહે છે એમને માયા જોર થી પંજો મારી દે છે, પછી નામ-રુપ માં ફસાઈ જાય છે. દેહ-અભિમાન આવ્યું અને થપ્પડ લાગી, એનાંથી પદ ભ્રષ્ટ થઈ જાય છે. દેહ-અભિમાન તોડવું આ જ ઊંચી મંઝિલ છે. બાબા કહે છે બાળકો, દેહી-અભિમાની બનો. જેમ બાપ ઓબીડિયન્ટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવક) છે, કેટલાં નિરહંકારી છે, એવાં નિરહંકારી બનો, કોઈ પણ અહંકાર ન હોય.
ગીત :- ન વહ હમ સે જુદા હોંગે…

ઓમ્ શાંતિ ! બાળકોએ ગીત સાંભળ્યું. બાળકો કહે છે અમે બાબા નાં હતાં અને બાબા અમારા હતાં, જ્યારે મૂળવતન માં હતાં. આપ બાળકો ને જ્ઞાન તો સારી રીતે મળ્યું છે. તમે જાણો છો આપણે ચક્ર લગાવ્યું છે. હવે ફરી આપણે એમનાં બન્યાં છીએ. એ આવ્યાં છે રાજયોગ શીખવાડીને સ્વર્ગ નાં માલિક બનાવવાં. કલ્પ પહેલાં ની જેમ ફરી આવ્યાં છે. હવે બાપ કહે છે હે બાળકો, તો બાળક બનીને અહીં મધુબન માં નથી બેસી જવાનું. તમે પોતાનાં ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર રહો. કમળ નું ફૂલ પાણી માં રહે છે પરંતુ પાણી થી ઉપર રહે છે. તેનાં પર પાણી લાગતું નથી. બાપ કહે છે તમારે રહેવાનું ઘર માં જ છે ફક્ત પવિત્ર બનવાનું છે. આ તમારો અનેક જન્મો નાં અંત નો જન્મ છે. જે પણ મનુષ્ય માત્ર છે એ બધાને પાવન બનાવવા હું આવ્યો છું. પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા એક જ છે. એમનાં સિવાય પાવન કોઈ બનાવી ન શકે. તમે જાણો છો અડધાકલ્પ થી આપણે સીડી ઉતરતા આવ્યાં છીએ. ૮૪ જન્મ તમારે જરુર પૂરાં કરવાના છે અને ૮૪ નું ચક્ર પૂરું કરી જ્યારે ફરી જડજડીભૂત અવસ્થા થાય છે ત્યારે મારે આવવું પડે છે. વચ્ચે બીજું કોઈ પતિત થી પાવન બનાવી નથી શકતું. કોઈ પણ નથી બાપ ને, નથી રચના ને જાણતાં. ડ્રામા અનુસાર બધાને કળિયુગ માં પતિત તમોપ્રધાન બનવાનું જ છે. બાપ આવીને બધાને પાવન બનાવી શાંતિધામ લઈ જાય છે. અને તમે બાપ પાસે થી સુખધામ નો વારસો મેળવો છો. સતયુગ માં કોઈ દુઃખ હોતું નથી. હમણાં તમે જીવતે જીવ બાપ નાં બન્યાં છો. બાપ કહે છે તમારે ગૃહસ્થ વ્યવહાર માં રહેવાનું છે. બાબા એ ક્યારેય કોઈને કહી ન શકે કે તમે ઘરબાર છોડો? ના. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં ફક્ત અંતિમ જન્મ પવિત્ર બનવાનું છે. બાબાએ ક્યારેય કહ્યું છે શું કે તમે ઘરબાર છોડો? ના. તમે ઈશ્વરીય સેવા અર્થ જાતે જ છોડ્યું છે. ઘણાં બાળકો છે ઘર ગૃહસ્થ માં રહેતાં પણ ઈશ્વરીય સેવા કરે છે. છોડાવાતું નથી. બાબા કોઈને પણ છોડાવતા નથી. તમે તો જાતે જ સર્વિસ પર નીકળ્યાં છો. બાબાએ કોઈને છોડાવ્યું નથી. તમારા લૌકિક બાપ લગ્ન માટે કહે છે. તમે નથી કરતા કારણ કે તમે જાણો છો કે હવે મૃત્યુલોક નો અંત છે. લગ્ન બરબાદી જ થશે પછી આપણે પાવન કેવી રીતે બનીશું? આપણે કેમ નહીં ભારત ને સ્વર્ગ બનાવવાની સેવા માં લાગી જઈએ. બાળકો ઈચ્છે છે કે રામરાજ્ય હોય. પોકારે છે ને - હે પતિત-પાવન સીતારામ. હે રામ આવીને ભારત ને સ્વર્ગ બનાવો. કહે પણ છે પરંતુ સમજતા કાંઈ નથી. સંન્યાસી લોકો કહે છે કે આ સમય નું સુખ કાગ વિષ્ટા સમાન છે. બરોબર છે પણ એવું. અહીં સુખ તો છે જ નહીં. કહેતાં રહે છે પરંતુ કોઈની બુદ્ધિ માં નથી. બાપ કોઈ દુઃખ માટે આ સૃષ્ટિ થોડી રચે છે? બાપ કહે છે શું તમે ભૂલી ગયા છો - સ્વર્ગ માં દુઃખ નું નામ-નિશાન નથી રહેતું? ત્યાં કંસ વગેરે ક્યાંથી આવ્યાં?

હવે બેહદ નાં બાપ જે સંભળાવે છે એમની મત પર ચાલવાનું છે. પોતાની મનમત પર ચાલવાથી બરબાદી કરી દે છે. આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, ભાગન્તી અથવા ટ્રેટર (દગાબાજ) બનન્તી. કેટલી જઈને ડિસસર્વિસ કરે છે. એમનું પછી શું થશે? હીરા જેવું જીવન બનાવવા ને બદલે કોડી જેવું બનાવી દે છે. અંત માં તમને બધા પોતાનાં સાક્ષાત્કાર થશે. આવી ચલન નાં કારણે આ પદ મેળવ્યું. અહીં તો તમારે કોઈ પણ પાપ નથી કરવાના કારણ કે તમે પુણ્ય આત્મા બનો છો. પાપ નો પછી સો-ગુણા દંડ થઈ જાય છે. ભલે સ્વર્ગ માં તો આવશે પરંતુ બિલકુલ જ ઓછું પદ. અહીં તમે રાજયોગ શીખવા આવ્યાં છો પછી પ્રજા બની જાય છે. પદ માં તો ખૂબ ફરક છે ને? આ પણ સમજાવ્યું છે - યજ્ઞ માં થોડું આપે છે પછી પાછું લઈ જાય છે તો ચંડાળ નો જન્મ મળે છે. ઘણાં બાળકો પછી ચલન પણ એવી ચાલે છે, જે પદ ઓછું થઈ જાય છે.

બાબા સમજાવે છે એવાં કર્મ ન કરો જે રાજા-રાણી નાં બદલે પ્રજા માં પણ ઓછું પદ મળે. યજ્ઞ માં સ્વાહા થઈને ભાગન્તી થાય તો શું જઈને બનશે? આ પણ બાપ સમજાવે છે, બાળકો, કોઈ પણ વિકર્મ ન કરો, નહીં તો સો-ગુણા સજાઓ મળશે. પછી કેમ નુકસાન કરવું જોઈએ? અહીં રહેવાવાળા કરતાં પણ જે ઘર ગૃહસ્થ માં રહે છે, સર્વિસ માં રહે છે તે ખૂબ ઊંચ પદ મેળવે છે. એવાં ઘણાં ગરીબ છે, ૮ આના કે રુપિયો મોકલી દે છે અને જે ભલે અહીં હજાર પણ આપે તો પણ ગરીબ નું ઊંચ પદ થઈ જાય છે કારણ કે તે કોઈ પાપ કર્મ નથી કરતાં. પાપ કરવાથી સો-ગુણા બની જશે. તમારે પુણ્યાત્મા બની સૌને સુખ આપવાનું છે. દુઃખ આપ્યું તો પછી ટ્રીબ્યુનલ (પંચ) બેસશે. સાક્ષાત્કાર થાય છે કે તમે આ-આ કર્યું, હવે ખાઓ સજા. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. સાંભળતા પણ રહે છે તો પણ ઘણાં બાળકો ઉલ્ટી ચલન ચાલતાં રહે છે. બાપ કહે છે હંમેશા ક્ષીરખંડ બનીને રહો. જો લૂણપાણી બનીને રહે છે તો બહુ જ ડિસસર્વિસ કરે છે. કોઈ નાં નામ-રુપ માં ફસાઈ જાય છે તો આ પણ બહુ જ પાપ થઈ જાય છે. માયા જાણે એક ઉંદર છે, ફૂંકે પણ છે, કોતરે પણ છે, લોહી પણ નીકળી આવે, ખબર પણ નથી પડતી. માયા પણ લોહી કાઢી દે છે. એવાં કર્મ કરાવી દે છે જે ખબર પણ નથી પડતી. ૫ વિકાર એકદમ માથું ફેરવી દે છે. બાબા સાવધાની તો આપશે ને? એવું ન થાય જે પછી ટ્રીબ્યુનલ ની સામે કહે કે અમને સાવધાન થોડી કર્યા હતાં? તમે જાણો છો ઈશ્વર ભણાવે છે. સ્વયં કેટલાં નિરહંકારી છે. કહે છે હું ઓબિડીયન્ટ સર્વન્ટ છું. કોઈ-કોઈ બાળકો માં કેટલો અહંકાર રહે છે. બાબા નાં બનીને પછી એવાં-એવાં કર્મ કરે છે જે વાત ન પૂછો. આનાં કરતાં તો જે બહાર ગૃહસ્થ વ્યવહાર માં રહે છે તે ખૂબ ઊંચા ચાલ્યાં જાય છે. દેહ-અભિમાન આવતા જ માયા જોર થી પંજો મારી દે છે. દેહ-અભિમાન તોડવું ઊંચી મંઝિલ છે. દેહ-અભિમાન આવ્યું અને થપ્પડ લાગી. તો દેહ-અભિમાન માં આવવું જ શા માટે જોઈએ જે પદ ભ્રષ્ટ થઈ જાય? એવું ન થાય ત્યાં જઈને ઝાડું લગાવવું પડે. હમણાં જો બાબા ને કોઈ પૂછે તો બાબા બતાવી શકે છે. પોતે પણ સમજી શકે છે કે હું કેટલી સેવા કરું છું. અમે કેટલાં ને સુખ આપ્યું છે. બાબા-મમ્મા બધાને સુખ આપે છે. કેટલાં ખુશ થાય છે. બાબા બોમ્બે માં કેટલો જ્ઞાન નો ડાન્સ કરતા હતાં, ચાત્રક ખૂબ હતાં ને? બાપ કહે છે બહુ જ ચાત્રક ની સામે જ્ઞાન નો ડાન્સ કરું છું તો સારા-સારા પોઈન્ટ્સ નીકળે છે. ચાત્રક ખેંચે છે. તમારે પણ આવું બનવાનું છે ત્યારે તો ફોલો (અનુકરણ) કરશો. શ્રીમત પર ચાલવાનું છે. પોતાની મત પર ચાલીને બદનામી કરી દે છે તો ખૂબ નુકસાન થઈ જાય છે. હમણાં બાપ તમને સમજદાર બનાવે છે. ભારત સ્વર્ગ હતું ને? હમણાં એવું કોઈ થોડી સમજે છે? ભારત જેવો પાવન કોઈ દેશ નથી. કહે છે પરંતુ સમજતા નથી કે અમે ભારતવાસી સ્વર્ગવાસી હતાં, ત્યાં અથાહ સુખ હતું. ગુરુનાનકે ભગવાન ની મહિમા ગાઈ છે કે એ આવીને મુત-પલીતી કપડા ધુએ છે. જેમની જ મહિમા છે એકોઅંકાર… શિવલિંગ ની બદલે અકાળતખ્ત નામ રાખી દીધું છે. હવે બાપ તમને આખી સૃષ્ટિ નાં રહસ્ય સમજાવે છે. બાળકો એક પણ પાપ નહીં કરતાં, નહીં તો સો-ગુણા થઈ જશે. મારી નિંદા કરાવી તો પદ ભ્રષ્ટ થઈ જશે. બહુ જ સંભાળ કરવાની છે. પોતાનું જીવન હીરા જેવું બનાવો. નહીં તો બહુ જ પસ્તાશો. જે કાંઈ ઉલ્ટું કર્યુ છે તે અંદર માં ખાતું રહેશે. શું કલ્પ-કલ્પ અમે આવું કરીશું જેનાથી નીંચ પદ મેળવીશું? બાપ કહે છે માતા-પિતા ને ફોલો કરવા ઈચ્છો છો તો સચ્ચાઈ થી સર્વિસ કરો. માયા તો ક્યાંક ને ક્યાંક થી ઘૂંસીને આવશે. સેવાકેન્દ્ર નાં હેડ્સે (મુખ્યાએ) બિલકુલ નિરહંકારી બનીને રહેવાનું છે. બાપ જુઓ કેટલાં નિરહંકારી છે. ઘણાં બાળકો બીજાઓ પાસે થી સેવા લે છે. બાપ કેટલાં નિરહંકારી છે. ક્યારેય કોઈ પર ગુસ્સો નથી કરતાં. બાળકો જો નાફરમાન-વરદાર હોય તો બાપ એમને સમજાવી તો શકે છે. તમે શું કરો છો, બેહદ નાં બાપ જ જાણે છે. બધા બાળકો એક સમાન સપૂત નથી હોતાં, કપૂત પણ હોય છે. બાબા સમજણ આપે છે. અનેક બાળકો છે. આ તો વૃદ્ધિ થતા હજારો નાં અંદાજ માં થઈ જશે. તો બાપ બાળકો ને સાવધાની પણ આપે છે, કોઈ ગફલત નહીં કરો. અહીં પતિત થી પાવન બનવા આવ્યાં છો તો કોઈ પણ પતિત કામ ન કરો. નથી નામ-રુપ માં ફસાવાનું છે, નથી દેહ-અભિમાન માં આવવાનું. દેહી-અભિમાની બની બાપ ને યાદ કરતા રહો. શ્રીમત પર ચાલતાં રહો. માયા ખૂબ પ્રબળ છે. બાબા બધું જ સમજાવી દે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. બાપ સમાન નિરહંકારી બનવાનું છે. કોઈની પાસે થી સેવા નથી લેવાની. કોઈને દુઃખ નથી આપવાનું. એવું કોઈ પાપ કર્મ ન થાય, જેની સજા ખાવી પડે. પરસ્પર ક્ષીરખંડ બનીને રહેવાનું છે.
  2. એક બાપ ની શ્રીમત પર ચાલવાનું છે, પોતાની મત પર નહીં.
વરદાન :- સેકન્ડ માં દેહ રુપી ચોલા થી ન્યારા બની કર્મભોગ પર વિજય પ્રાપ્ત કરવા વાળા સર્વ શક્તિ સંપન્ન ભવ
જ્યારે કર્મભોગ નું જોર હોય છે, કર્મેન્દ્રિય કર્મભોગ નાં વશ પોતાની તરફ આકર્ષિત કરે છે અર્થાત્ જે સમયે બહુજ દર્દ થઈ રહ્યું હોય, એવાં સમય પર કર્મભોગ ને કર્મયોગ માં પરિવર્તન કરવા વાળા, સાક્ષી થઈ કર્મેન્દ્રિયો થી ભોગવવા વાળા જ સર્વ શક્તિ સંપન્ન અષ્ટ રત્ન વિજયી કહેવાય છે. એનાં માટે બહુજ સમય નો દેહ રુપી ચોલા થી ન્યારા બનવાનો અભ્યાસ હોય. આ વસ્ત્ર, દુનિયા નાં અથવા માયા નાં આકર્ષણ માં ટાઈટ અર્થાત્ ખેંચાયેલુ ન હોય ત્યારે સહજ ઉતરશે.
સ્લોગન :- સર્વ નું માન પ્રાપ્ત કરવા માટે નિર્માણચિત્ત બનો - નિર્માણતા મહાનતા ની નિશાની છે.

માતેશ્વરી જી નાં અણમોલ મહાવાક્ય

“ ઈશ્વર સર્વવ્યાપી નથી , એનું પ્રમાણ શું છે ?”

શિરોમણી ગીતા માં જે ભગવાનુવાચ છે હે બાળકો, જ્યાં જીત છે ત્યાં હું છું, આ પણ પરમાત્મા નાં મહાવાક્ય છે પહાડો માં જે હિમાલય પહાડ છે એમાં હું છું અને સાપો માં કાળો નાગ હું છું એટલે પર્વત માં ઊંચો પર્વત કૈલાશ પર્વત દેખાડે છે અને સાપો માં કાળી નાગ, તો એનાથી સિદ્ધ છે કે પરમાત્મા જો સર્વ સાપો માં કેવળ કાળા નાગ માં છે, તો સર્વ સાપો માં એનો વાસ ન થયો ને? જો પરમાત્મા ઊંચા માં ઊંચા પહાડ માં છે એટલે નીચે પહાડો માં નથી અને પછી કહે છે જ્યાં જીત ત્યાં મારો જન્મ, એટલે હાર માં નથી. હવે આ વાતો સિદ્ધ કરે છે કે પરમાત્મા સર્વવ્યાપી નથી એક તરફ એવું પણ કહે છે અને બીજી તરફ આમ પણ કહે છે કે પરમાત્મા અનેક રુપ માં આવે છે, જેમ પરમાત્મા ને ૨૪ અવતારો માં દેખાડ્યા છે કહે છે કે કચ્છ-મચ્છ વગેરે બધા રુપ પરમાત્મા નાં છે. હવે આ છે એમનું મિથ્યા જ્ઞાન, એવી રીતે જ પરમાત્મા ને સર્વત્ર સમજી બેઠાં છે જ્યારે આ સમયે કળિયુગ માં સર્વત્ર માયા જ વ્યાપક છે તો પછી પરમાત્મા વ્યાપક કેવી રીતે થયાં? ગીતા માં પણ કહે છે કે હું પછી માયા માં વ્યાપક નથી, એનાથી સિદ્ધ છે કે પરમાત્મા સર્વત્ર નથી.

૨ ) નિરાકારી દુનિયા - આત્મા અને પરમાત્મા નું રહેવાનું સ્થાન

હવે આ તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે નિરાકારી દુનિયા કહીએ છીએ તો નિરાકાર નો અર્થ આ નથી કે એમનો કોઈ આકાર નથી, જેમ આપણે નિરાકારી દુનિયા કહીએ છીએ તો એનો મતલબ છે જરુર કોઈ દુનિયા છે, પરંતુ તેનો સ્થૂળ સૃષ્ટિ જેવો આકાર નથી, એમ પરમાત્મા નિરાકાર છે પરંતુ એમને પોતાનું સૂક્ષ્મ રુપ અવશ્ય છે. તો આપણું આત્મા અને પરમાત્મા નું ધામ નિરાકારી દુનિયા છે. તો જ્યારે આપણે દુનિયા શબ્દ કહીએ છીએ, તો એનાથી સિદ્ધ છે તે દુનિયા છે અને ત્યાં રહે છે ત્યારે તો દુનિયા નું નામ પડ્યું, હવે દુનિયાવી લોકો તો સમજે છે કે પરમાત્મા નું રુપ પણ અખંડ જ્યોતિ તત્વ છે, તો થયું પરમાત્મા નું રહેવાનું સ્થાન, જેને રીટાયર્ડ ઘર કહીએ છીએ. તો આપણે પરમાત્મા નાં ઘર ને પરમાત્મા ન કહી શકીએ. હવે બીજી છે આકારી દુનિયા, જ્યાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર દેવતાઓ આકારી રુપ માં રહે છે અને આ છે સાકારી દુનિયા, જેનાં બે ભાગ છે - એક છે નિર્વિકારી સ્વર્ગ ની દુનિયા જ્યાં અડધોકલ્પ સર્વદા સુખ છે, પવિત્રતા અને શાંતિ છે. બીજી છે વિકારી કળિયુગી દુઃખ અને અશાંતિ ની દુનિયા. હવે તે બે દુનિયાઓ કેમ કહે છે? કારણકે આ જે મનુષ્ય કહે છે સ્વર્ગ અને નર્ક બંને પરમાત્મા ની રચેલી દુનિયા છે, એનાં પર પરમાત્મા નાં મહાવાક્ય છે બાળકો, મેં કોઈ દુઃખ ની દુનિયા નથી રચી જે મેં દુનિયા રચી છે તે સુખ ની રચી છે. હવે આ જે દુઃખ અને અશાંતિ ની દુનિયા છે તે મનુષ્ય આત્માઓ પોતાને અને મુજ પરમાત્મા ને ભૂલવાને કારણે આ હિસાબ કિતાબ ભોગવી રહ્યાં છે. બાકી એવું નથી કે જે સમયે સુખ અને પુણ્ય ની દુનિયા છે ત્યાં કોઈ સૃષ્ટિ નથી ચાલતી. હા, અવશ્ય જ્યારે આપણે કહીએ છીએ કે ત્યાં દેવતાઓ નું નિવાસ્થાન હતું, તો ત્યાં બધી પ્રવૃત્તિ ચાલતી હતી પરંતુ એટલું જરુર હતું કે ત્યાં વિકારી ઉત્પત્તિ નહોતી જેનાં કારણે આટલાં કર્મબંધન નહોતાં. એ દુનિયા ને કર્મબંધન રહિત સ્વર્ગ ની દુનિયા કહે છે. તો એક છે નિરાકારી દુનિયા, બીજી છે આકારી દુનિયા, ત્રીજી છે સાકારી દુનિયા. અચ્છા.

ઓમ્ શાંતિ

અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્શ્ચિંત રહો”

સાકાર માં જો કોઈ નિમિત્ત શ્રેષ્ઠ આત્મા સાથે હોય છે તો એનાથી કોઈ પણ વાત વેરીફાઈ કરાવી પછી કરશો તો નિશ્ચયબુદ્ધિ થઈને કરશો. નિર્ભયતા અને નિશ્ચય બંને ગુણો ને સામે રાખીને કરશો. તો જ્યાં સદા નિશ્ચય અને નિર્ભયતા છે ત્યાં સદૈવ શ્રેષ્ઠ સંકલ્પ નો વિજય છે. જે પણ સંકલ્પ કરો છો, જો સદા નિરાકાર અને સાકાર સાથે અથવા સન્મુખ છે, તો વેરીફાઈ કરાવ્યાં પછી નિશ્ચય અને નિર્ભયતા થી કરો, એનાથી સમય પણ વેસ્ટ નહીં જશે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.