ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી · 25 માર્ચ, 2026

ઓમ શાંતિ · BapDada · 25 માર્ચ, 2026

આજની મુરલી — દરરોજ સવારે નવી.

18
ડાઉનલોડ PDF
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

25.03.2026
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - તમે મહાવીર છો , તમારે માયા નાં તોફાનો થી ડરવાનું નથી , એક બાપ સિવાય બીજી કાંઈ પણ પરવા ન કરી પવિત્ર જરુર બનવાનું છે”
પ્રશ્ન :- બાળકો માં કઈ હિંમત બની રહે તો ખૂબ ઊંચું પદ મેળવી શકો છો?
ઉત્તર :- શ્રીમત પર ચાલીને પવિત્ર બનવાની. ભલે કેટલાં પણ હંગામા થાય, સિતમ સહન કરવા પડે પરંતુ બાપે જે પવિત્ર બનવાની શ્રેષ્ઠ મત આપી છે એનાં પર નિરંતર ચાલતાં રહો તો ખૂબ ઊંચ પદ મેળવી શકો છો. કોઈ પણ વાત માં ડરવાનું નથી, કાંઈ પણ થાય છે - નથિંગ ન્યુ.
ગીત :- ભોલેનાથ સે નિરાલા…

ઓમ્ શાંતિ ! આ છે ભક્તિમાર્ગ વાળાઓનું ગીત. જ્ઞાનમાર્ગ માં ગીત વગેરે ની કોઈ જરુર નથી કારણકે ગવાયેલું છે બાપ પાસે થી આપણ ને બેહદ નો વારસો મળે છે. જે ભક્તિમાર્ગ નાં રીત-રિવાજ છે, તે એમાં નથી આવી શકતાં. બાળકો કવિતા વગેરે બનાવે છે તે બીજાઓ ને સંભળાવવા માટે. એમનો પણ અર્થ જ્યાં સુધી તમે ન સમજાવો ત્યાં સુધી કોઈ સમજી ન શકે. હવે આપ બાળકો ને બાપ મળ્યાં છે તો ખુશી નો પારો ચઢવો જોઈએ. બાપે ૮૪ જન્મો નાં ચક્ર ની નોલેજ પણ સંભળાવી છે. ખુશી થવી જોઈએ - આપણે હવે સ્વદર્શન ચક્રધારી બન્યાં છીએ. બાપ પાસે થી વિષ્ણુપુરી નો વારસો લઈ રહ્યાં છીએ. નિશ્ચયબુદ્ધિ જ વિજયંતી. જેમને નિશ્ચય હોય છે તે સતયુગ માં તો જશે જ. તો બાળકો ને સદૈવ ખુશી રહેવી જોઈએ - ફોલો ફાધર. બાળકો જાણે છે નિરાકાર શિવબાબાએ જ્યાર થી આમનામાં પ્રવેશ કર્યો છે તો ખૂબ હંગામા થયાં. પવિત્રતા પર ખૂબ ઝઘડા ચાલ્યાં. બાળકો મોટા થાય, કહેશે જલ્દી લગ્ન કરો, લગ્ન વગર કામ કેવી રીતે ચાલશે? ભલે મનુષ્ય ગીતા વાંચે છે પરંતુ એનાથી સમજતા કાંઈ નથી. સૌથી વધારે બાબા નો અભ્યાસ હતો. એક દિવસ પણ ગીતા વાંચવાનું છોડતાં નહોતાં. જ્યારે ખબર પડી ગીતા નાં ભગવાન શિવ છે, નશો ચઢી ગયો અમે તો વિશ્વ નાં માલિક બનીએ છીએ. આ તો શિવ ભગવાનુવાચ છે પછી પવિત્રતા નાં પણ ખૂબ હંગામા થયાં. આમાં બહાદુરી જોઈએ ને? તમે છો જ મહાવીર-મહાવીરણી. એક સિવાય બીજા કોઈની પરવા નથી. પુરુષ છે રચયિતા, રચયિતા સ્વયં પાવન બને છે તો રચના ને પણ પાવન બનાવે છે. બસ, આ વાત પર જ ઘણાઓ નાં ઝઘડા ચાલ્યાં. મોટાં-મોટાં ઘરો માંથી નીકળી આવ્યાં. કોઈની પરવા ન કરી. જેમની તકદીર માં નથી તો સમજે પણ કેવી રીતે? પવિત્ર રહેવું છે તો રહો, નહીં તો જઈને પોતાનો પ્રબંધ કરો. એટલી હિંમત જોઈએ ને? બાબા ની સામે કેટલાં હંગામા થયાં. બાબા ને ક્યારેય રંજ (દુઃખી) થતા જોયાં? અમેરિકા સુધી સમાચાર પત્ર માં આવી ગયું. નથિંગન્યુ. આ તો કલ્પ પહેલાં ની જેમ થાય છે, આમાં ડરવાની શું વાત છે? આપણે તો પોતાનાં બાપ પાસે થી વારસો લેવાનો છે. પોતાની રચના ને બચાવવાની છે. બાપ જાણે છે બધી રચના આ સમયે પતિત છે. મારે જ બધાને પાવન બનાવવાના છે. બાપ ને જ બધા કહે છે પતિત-પાવન, લિબ્રેટર આવો, તો એમને જ તરસ પડે (રહેમ આવે) છે. રહેમદિલ છે ને? તો બાપ સમજાવે છે - બાળકો, કોઈ પણ વાત માં ડરો નહીં. ડરવાથી આટલું ઊંચ પદ નહીં મેળવી શકો. માતાઓ પર જ અત્યાચાર થાય છે. આ પણ નિશાની છે - દ્રૌપદી ને નિર્વસ્ત્ર કરતા હતાં. બાપ ૨૧ જન્મો માટે નંગન થવાથી બચાવે છે. દુનિયા આ વાતો ને નથી જાણતી. પતિત તમોપ્રધાન જૂની સૃષ્ટિ પણ બનવાની જ છે. દરેક વસ્તુ નવી થી પછી જૂની જરુર થવાની છે. જૂનાં ઘર ને છોડવું જ પડે છે. નવી દુનિયા ગોલ્ડન એજ, જૂની દુનિયા આયરન એજ… સદૈવ તો રહી ન શકે. આપ બાળકો જાણો છો - આ સૃષ્ટિ ચક્ર છે. દેવી-દેવતાઓ નાં રાજ્ય ની ફરી થી સ્થાપના થઈ રહી છે. બાપ પણ કહે છે ફરી થી તમને ગીતા જ્ઞાન સંભળાવું છું. અહીં રાવણ રાજ્ય માં દુઃખ છે. રામરાજ્ય કોને કહેવાય છે, આ પણ કોઈ સમજતા નથી. બાપ કહે છે હું સ્વર્ગ અથવા રામરાજ્ય ની સ્થાપના કરવા આવ્યો છું. આપ બાળકોએ અનેક વાર રાજ્ય લીધું અને પછી ગુમાવ્યું છે. આ બધાની બુદ્ધિ માં છે. ૨૧ જન્મ સતયુગ માં આપણે રહીએ છીએ, એને કહેવાય છે ૨૧ પીઢી અર્થાત્ જ્યારે વૃદ્ધ અવસ્થા થાય છે ત્યારે શરીર છોડે છે. અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. હવે તમે જાણે ત્રિકાળદર્શી બની ગયા છો. તમે જાણો છો - શિવબાબા કોણ છે? શિવ નાં મંદિર પણ અસંખ્ય બનાવે છે. મૂર્તિ તો ઘર માં પણ રાખી શકો છો ને? પરંતુ ભક્તિમાર્ગ ની પણ ડ્રામા માં નોંધ છે. બુદ્ધિ થી કામ લેવાય છે. શ્રીકૃષ્ણ ની અથવા શિવ ની મૂર્તિ ઘર માં પણ રાખી શકે છે. વસ્તુ તો એક જ છે. પછી આટલાં દૂર-દૂર કેમ જાઓ છો? શું એમની પાસે જવાથી શ્રીકૃષ્ણ પુરી નો વારસો મળશે? હવે તમે જાણો છો જન્મ-જન્માંતર આપણે ભક્તિ કરતા આવ્યાં છીએ. રાવણ રાજ્ય નો પણ ભપકો જુઓ કેટલો છે! આ છે અંત નો ભપકો. રામરાજ્ય તો સતયુગ માં હતું. ત્યાં આ વિમાન વગેરે બધું હતું પછી આ બધું ગુમ થઈ ગયું. ફરી આ સમયે આ બધું નીકળ્યું છે. હવે આ બધું શીખી રહ્યાં છે, જે શીખવા વાળા છે તે સંસ્કાર લઈ જશે. ત્યાં આવીને ફરી વિમાન બનાવશે. આ ભવિષ્ય માં તમને સુખ આપવા વાળી વસ્તુઓ છે. આ સાયન્સ પછી તમને કામ આવશે. હમણાં આ સાયન્સ દુઃખ માટે છે પછી ત્યાં સુખ માટે હશે. હમણાં સ્થાપના થઈ રહી છે બાપ નવી દુનિયા માટે રાજધાની સ્થાપન કરે છે તો આપ બાળકોએ મહાવીર બનવાનું છે. દુનિયા માં આ થોડી કોઈ જાણે છે કે ભગવાન આવેલા છે.

બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર રહો, આમાં ડરવાની વાત નથી. કરીને ગાળો આપશે. ગાળો તો આમને પણ ખૂબ મળી છે. શ્રીકૃષ્ણએ ગાળો ખાધી - એવું દેખાડે છે. હવે શ્રીકૃષ્ણ તો ગાળો ખાઈ ન શકે. ગાળો તો કળિયુગ માં ખાય છે. તમારું રુપ જે હમણાં છે ફરી થી કલ્પ પછી આ સમયે થશે. વચ્ચે ક્યારેય હોઈ ન શકે. જન્મ બાય જન્મ ફીચર્સ બદલાતા જાય છે, આ ડ્રામા બનેલો છે. ૮૪ જન્મો માં જે ફીચર્સ વાળા જન્મ લીધાં છે તે જ લેશો. હવે આપ જાણો છો આ જ ફીચર્સ બદલાઈ બીજા જન્મ માં આ લક્ષ્મી-નારાયણ નાં ફીચર્સ થઈ જશે. તમારી બુદ્ધિ નું હવે તાળું ખુલેલું છે. આ છે નવી વાત. બાબા પણ નવાં, વાતો પણ નવી. આ વાતો કોઈ ની સમજ માં જલ્દી નથી આવતી. જ્યારે તકદીર માં હોય ત્યારે કાંઈક સમજે. બાકી મહાવીર એમને કહેવાય છે જે કેટલાં પણ તોફાન આવે, હલે નહીં. હમણાં આ અવસ્થા બની ન શકે. થવાની છે જરુર. મહાવીર કોઈ તોફાન થી ડરશે નહીં. તે અવસ્થા અંત માં થવાની છે એટલે ગવાયેલું છે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ ને પૂછો. બાપ આવ્યાં છે આપ બાળકો ને સ્વર્ગ ને લાયક બનાવવાં. કલ્પ પહેલાં ની જેમ નર્ક નો વિનાશ તો થવાનો જ છે. સતયુગ માં તો એક જ ધર્મ હશે. ઈચ્છે પણ છે વનનેસ, એક ધર્મ હોવો જોઈએ. આ પણ કોઈને ખબર નથી કે રામરાજ્ય, રાવણ રાજ્ય અલગ-અલગ છે. હવે બાપ માં પૂરો નિશ્ચય છે તો શ્રીમત પર ચાલવું પડે. દરેક ની નબ્જ (નસ) જોવાય છે. એ અનુસાર પછી સલાહ પણ અપાય છે. બાબાએ પણ બાળકો ને કહ્યું - જો લગ્ન કરવા છે તો જઈને કરો. ઘણાં મિત્ર-સંબંધી વગેરે બેઠાં છે, એને લગ્ન કરાવી આપશે. પછી કોઈ ને કોઈ નીકળી પડ્યાં. તો દરેક ની રગ જોવાય છે. પૂછે છે બાબા આ હાલત છે, અમે પવિત્ર રહેવા ઈચ્છીએ છીએ, અમારા સંબંધી અમને ઘર થી કાઢે છે, હવે શું કરવાનું? અરે આ પણ પૂછો છો, પવિત્ર રહેવાનું છે, જો નથી રહી શકતા તો જઈને લગ્ન કરો. સારું, સમજો કોઈની સગાઈ થઈ છે, રાજી કરવાના છે, વાંધો નહીં. હથિયાલો જ્યારે બાંધે છે (પ્રતિજ્ઞા જ્યારે કરે છે) તો એ સમયે કહે છે આ પતિ તમારો ગુરુ છે. સારું તમે એમની પાસે લખાવી લો. તમે માનો છો હું તમારો ગુરુ, ઈશ્વર છું, લખો. સારું, હવે હું હુકમ આપું છું પવિત્ર રહેવાનું છે. હિંમત જોઈએ ને? મંઝિલ ખૂબ ઊંચી છે. પ્રાપ્તિ ખૂબ જબરજસ્ત છે. કામ ની આગ ત્યારે લાગે છે જ્યારે પ્રાપ્તિ ની ખબર નથી. બાપ કહે છે આટલી મોટી પ્રાપ્તિ થાય છે તો જો એક જન્મ પવિત્ર રહીએ તો શું મોટી વાત છે? હું તમારો પતિ ઈશ્વર છું. મારી આજ્ઞા પર પવિત્ર રહેવું પડશે. બાબા યુક્તિઓ બતાવે છે ભારત માં આ કાયદો છે - સ્ત્રી ને કહે છે તમારો પતિ ઈશ્વર છે. એમની આજ્ઞા માં રહેવાનું છે. પતિ નાં પગ દબાવવાના છે કારણકે સમજે છે ને, લક્ષ્મીએ પણ નારાયણ નાં પગ દબાવ્યા હતાં. આ આદત ક્યાંથી નીકળી? ભક્તિ માર્ગ નાં ચિત્રો થી. સતયુગ માં તો એવી વાતો હોતી નથી. નારાયણ ક્યારેય કોઈ થાકે છે શું જે લક્ષ્મી પગ દબાવે? થાકવાની વાત હોઈ ન શકે. આ તો દુઃખ ની વાત થઈ જાય છે. ત્યાં દુઃખ-દર્દ ક્યાંથી આવ્યું? ત્યારે બાબાએ ફોટા માંથી લક્ષ્મી નું ચિત્ર જ ઉડાવી દીધું. નશો તો ચઢે છે ને? નાનપણ થી જ વૈરાગ રહેતો હતો એટલે ભક્તિ ખૂબ કરતા હતાં. તો બાબા યુક્તિ ખૂબ બતાવે છે. તમે જાણો છો આપણે એક બાપ નાં બાળકો છીએ તો પરસ્પર ભાઈ-બહેન થઈ ગયાં. દાદા પાસે થી વારસો લઈએ છીએ. બાપ ને બોલાવે જ છે પતિત દુનિયા માં. હે પતિત-પાવન બધી સીતાઓ નાં રામ. બાપ ને કહેવાય છે ટ્રુથ, સચખંડ સ્થાપન કરવા વાળા. એ જ આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું સત્ય જ્ઞાન તમને આપે છે. તમારો આત્મા હવે જ્ઞાન સાગર બની રહ્યો છે.

મીઠાં બાળકોએ હિંમત રાખવી જોઈએ, આપણે બાબા ની શ્રીમત પર ચાલવાનું છે. બેહદ નાં બાપ બેહદ ની રચના ને સ્વર્ગ નાં માલિક બનાવે છે. તો પુરુષાર્થ કરી પૂરો વારસો લેવાનો છે. વારી જવાનું છે. તમે એમને પોતાનાં વારિસ બનાવશો તો તે તમને ૨૧ જન્મો માટે વારસો આપશે. બાપ બાળકો નાં ઉપર વારી જાય છે. બાળકો કહે છે બાબા આ તન-મન-ધન બધું તમારું છે. તમે બાપ પણ છો તો બાળક પણ છો. ગાય પણ છે ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ… એક જ મહિમા કેટલી મોટી છે. એમને કહેવાય જ છે સર્વ નાં દુઃખહર્તા-સુખકર્તા. સતયુગ માં પ તત્વ પણ સુખ આપવા વાળા હોય છે. કળિયુગ માં પ તત્વ પણ તમોપ્રધાન હોવાને કારણે દુઃખ આપે છે. ત્યાં તો છે જ સુખ. આ ડ્રામા બનેલો છે. તમે જાણો છો આ એ જ ૫ હજાર વર્ષ પહેલાં વાળી લડાઈ છે. હમણાં સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે. તો બાળકોએ સદૈવ ખુશી માં રહેવું જોઈએ. ભગવાને તમને એડોપ્ટ કર્યા છે પછી આપ બાળકો ને બાપ શૃંગારે પણ છે, ભણાવે પણ છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. સદા બાપ સમાન બનવાની હિંમત રાખવાની છે. બાપ પર પૂરાં વારી જવાનું છે.
  2. કોઈપણ વાત માં ડરવાનું નથી. પવિત્ર જરુર બનવાનું છે.
વરદાન :- સમસ્યાઓ ને ચઢતી કળા નું સાધન અનુભવ કરી સદા સંતુષ્ટ રહેવાવાળા શક્તિશાળી ભવ
જે શક્તિશાળી આત્માઓ છે તે સમસ્યાઓ ને એવી રીતે પાર કરી લે છે જાણે કોઈ સીધો રસ્તો સહજ જ પાર કરી લે છે. સમસ્યાઓ એમનાં માટે ચઢતી કળા નું સાધન બની જાય છે. દરેક સમસ્યા જાણીતી અનુભવ થાય છે. તે ક્યારેય પણ આશ્ચર્યવત્ નથી થતા પરંતુ સદા સંતુષ્ટ રહે છે. મુખ થી ક્યારેય કારણ શબ્દ નથી કાઢતા પરંતુ એ સમયે કારણ ને નિવારણ માં બદલી દે છે.
સ્લોગન :- સ્વ-સ્થિતિ માં સ્થિત રહીને સર્વ પરિસ્થિતિઓ ને પાર કરવી જ શ્રેષ્ઠતા છે.

માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય

“ પરમાર્થ થી વ્યવહાર સ્વતઃ સિદ્ધ થાય છે”

ભગવાનુવાચ છે કે તમે મારા દ્વારા પરમ અર્થ ને જાણવાથી મારા પરમ પદ ને પ્રાપ્ત કરશો અર્થાત્ પરમાર્થ ને જાણવા થી વ્યવહાર સિદ્ધ થઈ જાય છે. જુઓ, દેવતાઓ ની આગળ પ્રકૃતિ તો ચરણો ની દાસી થઈને રહે છે, આ પાંચ તત્વો સુખ-સ્વરુપ બની મન ઈચ્છિત સેવા કરે છે. આ સમયે જો મન ઈચ્છિત સુખ ન મળવાના કારણે મનુષ્ય ને દુઃખ, અશાંતિ પ્રાપ્ત થતી રહે છે. સતયુગ માં તો આ પ્રકૃતિ બા-અદબ (મર્યાદા માં) રહે છે. જુઓ, દેવતાઓ નાં જડ ચિત્રો પર પણ એટલાં હીરા-ઝવેરાત લગાડે છે, તો જ્યારે ચૈતન્ય માં પ્રત્યક્ષ થશે તો એ સમયે કેટલાં વૈભવ હશે? આ સમયે મનુષ્ય ભૂખે મરે છે અને જડ ચિત્રો પર કરોડો રુપિયા ખર્ચ કરી રહ્યાં છે. તો આ શું ફરક છે? જરુર એમણે એવાં શ્રેષ્ઠ કર્મ કર્યા છે ત્યારે તો એમનાં યાદગાર બનેલા છે. એમનું પૂજન પણ કેટલું થાય છે. એ નિર્વિકારી પ્રવૃત્તિ માં રહેતાં પણ કમળફૂલ સમાન અવસ્થા માં હતાં, પરંતુ હવે એ નિર્વિકારી પ્રવૃત્તિ નાં બદલે વિકારી પ્રવૃતિ માં ચાલ્યાં ગયા છે, જેનાં કારણે બધા પરમાર્થ ને ભૂલી વ્યવહાર ની તરફ લાગી ગયા છે, એટલે રિઝલ્ટ ઉલટું જઈ રહ્યું છે. હવે પોતાને સ્વયં પરમાત્મા આવી વિકારી પ્રવૃત્તિ થી કાઢી નિર્વિકારી પ્રવૃત્તિ શીખવાડે છે, જેનાથી પોતાનું જીવન સદાકાળ માટે સુખી બને છે એટલે પહેલાં જોઈએ પરમાર્થ પછી વ્યવહાર. પરમાર્થ માં રહેવાથી વ્યવહાર ઓટોમેટિકલી સિદ્ધ થઈ જાય છે. ઓમ્ શાંતિ.

આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

જેમ ડોક્ટર પેશન્ટ ને પહેલાં વિશ્વાસ માં લાવે છે, એમને વિશ્વાસ થઈ જાય છે કે આ ડોક્ટર ખૂબ સારા છે, અહીં થી શફા (આશ્રય) મળી જશે. તેમ ડોક્ટર કેટલી પણ સારી દવા આપે પરંતુ જો વિશ્વાસ નથી તો એ દવા ની અસર નથી થતી. એમ રુહાની ડોક્ટરી માં પણ એવી શક્તિશાળી સ્ટેજ હોય જે બધાને વિશ્વાસ થઈ જાય કે અહીં પહોંચ્યાં છીએ તો અવશ્ય કોઈ ને કોઈ પ્રાપ્તિ થશે જ.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.