ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી · 23 નવેમ્બર, 2026

ઓમ શાંતિ · BapDada · 23 નવેમ્બર, 2026

આજની મુરલી — દરરોજ સવારે નવી.

18
ડાઉનલોડ PDF
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

23.11.2026
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - સંગમયુગ પર તમને બાપ દ્વારા સારી બુદ્ધિ અને શ્રેષ્ઠ મત મળે છે , જેનાથી તમે બ્રાહ્મણ થી દેવતા બની જાઓ છો”
પ્રશ્ન :- આપ બાળકો કઈ મસ્તી માં રહો તો ચલન બહુજ રોયલ થઈ જશે?
ઉત્તર :- તમને જ્ઞાન ની મસ્તી ચઢી રહેવી જોઈએ. ઓહો! અમે ભગવાન નાં સન્મુખ બેઠાં છીએ. અમે અહીં થી જઈશું, જઈને વિશ્વ નાં માલિક, ક્રાઉન પ્રિન્સ (તાજધારી રાજકુમાર) બનીશું. જ્યારે એવી મસ્તી રહે તો ચલન સ્વતઃ જ રોયલ થઈ જશે. મુખ થી બહુજ મીઠાં બોલ નીકળશે. પરસ્પર બહુજ પ્રેમ રહેશે.
ગીત :- મહેફિલ મેં જલ ઉઠી શમા…

ઓમ્ શાંતિ ! મીઠાં-મીઠાં બાળકો, રુહાની બાળકોએ આવીને બ્રાહ્મણ બની રુહાની બાબા થી આ જરુર સમજ્યું છે કે અમે છીએ સંગમયુગી બ્રાહ્મણ. બાપે આપણી બુદ્ધિ નું તાળું ખોલ્યું છે. હવે આપણે સમજીએ છીએ કે આ છે સંગમયુગ. મનુષ્ય જે પણ પતિત-ભ્રષ્ટાચારી છે, તેઓ પછી પાવન બની ભવિષ્ય માં પાવન શ્રેષ્ઠાચારી પુરુષોત્તમ કહેવાશે. આ લક્ષ્મી-નારાયણ ક્યારેક તો પુરુષાર્થ કરી પુરુષોત્તમ બન્યાં છે ને. એમની હિસ્ટ્રી (ઇતિહાસ) જરુર જોઈએ. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે સ્થાપન થયું? ન કળિયુગ માં, ન સતયુગ માં. સ્વર્ગ સ્થાપન થાય જ છે સંગમ પર. આટલાં વિસ્તાર માં કોઈ જતું નથી. તમે જાણો છો આ સંગમયુગ છે. કળિયુગ નાં પછી સતયુગ નવી દુનિયા થાય છે તો જરુર સંગમયુગ પણ હશે. પછી નવી દુનિયામાં નવું રાજ્ય હશે. બુદ્ધિ ચાલવી જોઈએ. તમે જાણો છો બાપ દ્વારા આપણને સારી બુદ્ધિ અને શ્રીમત મળી રહી છે. કહે છે હે ઈશ્વર આમને સદૈવ સુમત અથવા સારી મત આપો. એ આખી દુનિયાનાં બાપ છે. બધાંને સારી મત આપવા વાળા છે. સંગમયુગ પર આવીને પોતાનાં બાળકોને સારી મત આપે છે. જેને પાંડવ સંપ્રદાય અને દૈવી સંપ્રદાય શાસ્ત્રો માં લખેલું છે. બ્રાહ્મણ સંપ્રદાય અને દૈવી સંપ્રદાય ને પણ કોઈ સમજી નથી શકતું. બ્રહ્મા દ્વારા જ બ્રાહ્મણ સંપ્રદાય બની શકે છે. પરમપિતા પરમાત્મા જ બ્રહ્મા દ્વારા આ રચના રચે છે. પ્રજાપિતા છે ત્યારે તો આટલાં બધા બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારીઓ છે. જ્યાં સુધી કોઈ આવીને આપ બ્રાહ્મણો દ્વારા જ્ઞાન ન લે ત્યાં સુધી સદ્દગતિ કેવી રીતે થઈ શકે. તમારી પાસે બહુજ આવશે. સંન્યાસી પણ આવશે બીજા ધર્મ વાળા પણ આવશે, બાપ પાસેથી વારસો લેવાં. સ્વર્ગ માં એમનો પાર્ટ નથી પરંતુ સંદેશ બધાંને આપવાનો છે કે બાપ આવ્યાં છે. આ સમયે હિન્દુ કહેવડાવવા વાળા કોઈ પણ દેવી-દેવતા ધર્મ ને જાણતાં જ નથી. તે જે પહેલાં સતોપ્રધાન હતાં, તે પછી તમો માં આવવાનાં કારણે પોતાને દેવી-દેવતા કહી નથી શકતાં. આપ બાળકો જાણો છો, રાવણ નું રાજ્ય પણ અહીં હોય છે અને પરમપિતા પરમાત્મા જેમને રામ પણ કહે છે, એમનો જન્મ પણ અહીં જ થાય છે, ગાય પણ છે પતિત-પાવન સીતારામ. પરંતુ પતિત કોણે બનાવ્યાં, રાવણ કોણ છે, કેમ પતિત-પાવન બાપ ને બોલાવે છે? આ કોઈને પણ ખબર નથી. આ કોઈ સમજતાં નથી કે અમારામાં જે ૫ વિકાર છે, તે જ રાવણ છે. જેમાં પ વિકાર નથી તે રામ સંપ્રદાય છે. હમણાં રામરાજ્ય નથી એટલે બધા ઈચ્છે છે કે નવી દુનિયા, નવું પવિત્ર રાજ્ય જોઈએ. રામ કહેવાય છે શિવબાબા ને, પરંતુ એમણે પરમાત્મા રામ ને સમજી લીધાં છે એટલે શિવબાબા ને ભૂલાવી દીધાં છે. તમે સમજાવી શકો છો કે રામરાજ્ય કોને કહેવાય છે! શાસ્ત્રો માં લખી દીધું છે કે રામ ની સીતા ચોરાઈ ગઈ, આ થઈ શકે છે શું કે રાજા ની રાણી ને કોઈ ચોરીને લઈ જાય? શાસ્ત્ર પણ અનેક છે. મુખ્ય શાસ્ત્ર છે ગીતા. શાસ્ત્રો માં લખ્યું છે કે બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ધર્મ ની સ્થાપના કરે છે. તો પ્રજાપિતા પણ અહીં જ જોઈએ. બ્રહ્માને આટલાં અનેક બાળકો છે તો આ છે મુખ વંશાવલી, આટલાં કુખ વંશાવલી હોઈ ન શકે. જ્યારે કે સરસ્વતી પણ મુખ વંશાવલી છે તો બ્રહ્માની સ્ત્રી હોઈ જ ન શકે. હવે બાપ કહે છે - બ્રહ્મા મુખ દ્વારા તમે બ્રાહ્મણ બનો છો, મારા બાળકો બનો છો. આપ બાળકો જાણો છો શિવબાબા ની કેટલી મહિમા છે. બાપ પતિત-પાવન, લિબ્રેટર (મુક્તિદાતા) પણ છે. આ બધાં ગાય પણ છે પરંતુ સમજતાં નથી, એટલે પહેલાં બાપ નો પરિચય આપવાનો છે કે એ પતિત-પાવન છે, ગીતા નાં ભગવાન પણ છે. નિરાકાર શિવબાબા છે તો જરુર આવીને જ્ઞાન સંભળાવ્યું હશે. હવે જે શરીર દ્વારા જ્ઞાન સંભળાવે છે એમનું નામ રાખ્યું છે બ્રહ્મા. નહીં તો બ્રહ્મા ક્યાંથી આવ્યાં! બ્રહ્મા નાં બાપ કોણ? બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં રચયિતા કોણ? આ છે ગુહ્ય પ્રશ્ન. ત્રિમૂર્તિ દેવતા તો કહે છે પરંતુ આ આવ્યાં ક્યાંથી! હવે બાપ સમજાવે છે, આમનાં પણ રચતા ઊંચા માં ઊંચા ભગવંત જ છે, જેને શિવ કહે છે. આ ૩ દેવતાઓ લાઈટ નાં છે, એમને હડ્ડી-માસ નથી પરંતુ મોટી બુદ્ધિ વાળા સમજી નથી શકતાં. આનાં પર સમજાવવાનું છે - ઊંચા માં ઊંચા ભગવાન છે. એ બ્રહ્મા દ્વારા સ્વર્ગ નો વારસો આપે છે. ગાય પણ છે મનુષ્ય સે દેવતા કિયે… પછી દેખાડે છે વિષ્ણુ ની નાભી થી બ્રહ્મા નીકળ્યાં. ક્યારેય નાભી થી પણ બાળકો થાય છે શું? હવે બાપ બેસી બધાં રહસ્ય સમજાવે છે. પરંતુ જ્યારે કોઈ સમજે ને.

તમે જાણો છો આત્માને જ પાપ આત્મા, પુણ્ય આત્મા કહેવાય છે. એવું નથી કે પવિત્ર આત્મા એજ પરમાત્મા છે. પરમાત્મા બાપ તો સદા પાવન છે. તમોપ્રધાન ને પતિત કહેવાય છે. સતયુગ માં જ્યારે સુખ હતું તો દુઃખ નું નામ પણ નહોતું. મનુષ્ય તો કહી દે છે સ્વર્ગ હમણાં જ છે. કાંઈ પણ સમજતાં નથી પરંતુ અંત માં આવીને બાપ થી વારસો લેશે. આપ બાળકો જ જાણો છો કે આપણે આપણી રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ. વિશ્વ નાં માલિક બીજું કોઈ બની ન શકે. વિશ્વ પર રાજ્ય સતયુગ માં હોય છે. કળિયુગ માં આખાં વિશ્વ પર રાજ્ય કરી ન શકાય. આ પણ કોઈને ખબર નથી. ગીતા માં પણ છે કે મહાભારે લડાઈ લાગી હતી ત્યારે જ બધાં ધર્મ વિનાશ થઈ જાય છે. જેમ વાંસ નું જંગલ હોય છે, તે બધું સૂકાઈ જાય છે તો પરસ્પર ટકરાવા થી આગ લાગી જાય છે અને આખું જંગલ સળગી જાય છે. આ મનુષ્ય સૃષ્ટિ ઝાડ પણ જડજડિભૂત થઈ ગયું છે. આને પણ હવે આગ લાગવાની છે, એક બીજા માં લડીને ખલાસ થઈ જશે. આગ નો સામાન બનાવતાં જ રહે છે. હવે જાતેજ બોમ્બ્સ દ્વારા આગ લાગવાની છે, આ રહસ્ય તે નથી જાણતાં. હમણાં કળિયુગ નર્ક બદલાઈ સ્વર્ગ થવાનું છે. આ જ્ઞાન માં મસ્તી બહુજ જોઈએ. પોતાને જોવાનું છે કે હું એ મસ્તી કે નશા માં રહું છું? આપણે પરમાત્મા નાં સંતાન છીએ, એમનાં થી સ્વર્ગનો વારસો મેળવી રહ્યાં છીએ. પરસ્પર વાત કરવાની રોયલ્ટી જોઈએ. અહીંયાથી બધુંજ શિખવાનું છે. પછી તે જ સંસ્કાર લઈ જશો. અતિ મીઠા બનવાનું છે, ખૂબ નશો રહેવો જોઈએ. શિવબાબા નાં અમે બાળકો છીએ. દેવતા પદ મેળવવા વાળા છીએ, તો એકબીજા થી કેટલાં પ્રેમ થી બોલવું જોઈએ. પરંતુ બાળકોનાં મુખ થી હજું ફૂલ નીકળતાં નથી. તમે કેટલાં ઊંચા છો. તમને આ યાદ રહે કે અમે શિવબાબા નાં સંતાન છીએ પછી સતયુગ માં મહારાજા બનીશું. અર્થાત્ અમે વિશ્વ નાં ક્રાઉન પ્રિન્સ (તાજધારી રાજકુમાર) બનીશું.

આપ બાળકોને આંતરિક ખુશી થવી જોઈએ કે અમે પરમાત્મા નાં સન્મુખ બેઠાં છીએ, જેમનાંથી સ્વર્ગનો વારસો મળે છે એમની શ્રીમત પર ચાલવાનું છે. તમે જાણો છો આપણી રાજધાની સ્થાપન થઈ રહી છે. રાજધાની માં બધું જોઈએ. પરંતુ આપ બાળકો નાં મુખ થી સદૈવ રતન નીકળવાં જોઈએ. બાબા રુપ પણ છે તો વસંત પણ છે. કહાણીઓ બધી હમણાં ની છે. બાપ છે જ્ઞાન નાં સાગર. તે જ્ઞાન ની વર્ષા કરે છે. બાકી તે ઈન્દ્ર દેવતા વરસાદ વરસાવે છે, એવી વાત નથી. આ વાદળ નેચરલ (કુદરતી) બને છે, વરસાદ કરે છે. સતયુગ માં આ ૫ તત્વ પણ તમારા ગુલામ બની જાય છે અને અહીં મનુષ્ય બધાનાં ગુલામ બની પડ્યાં છે. અહીં દરેક વાત માં મહેનત કરવી પડે છે. ત્યાં બધી વાત સ્વતઃ થઈ જાય છે. તો બાળકોને બાબાની યાદ સદા રહેવી જોઈએ એનાથી ખુશી નો પારો સદા ચઢ્યો રહેશે. તે લોકો (વિજ્ઞાન વાળા) પણ મંથન કરે છે. આપ બાળકોએ વાણી નું મંથન કરવાનું છે. વાણી નો પ્રવાહ ક્યારેક-ક્યારેક બહુજ સારો રહે છે, ક્યારેક ઓછો, આને કહેવાય છે મંથન કરવું. બાળકો બાપ ની અવસ્થા ને જોઈ રહ્યાં છે અને બાબા પોતાનો અનુભવ સંભળાવે છે. તો ક્યારેક બહુજ ઉછળતો પ્રવાહ રહે છે, ક્યારેક ઓછો. ક્યારેક બહુ સારા પોઈન્ટ્સ નીકળે છે. બાબા પણ મદદગાર બની જાય છે. આ તમે પણ ફીલ (અનુભવ) કરો છો. બાબા તો ક્યારેય મોરલી હાથ માં નથી ઉઠાવતાં. બાળકો મેગેઝિન લખે છે - તો બાબા ક્યારેક-ક્યારેક જુએ છે કે બાળકો ક્યારેક ગફલત (ભૂલ) તો નથી કરતાં. મેગેઝિન માં પણ સારા-સારા મોરલી નાં પોઈન્ટ્સ આવે છે અને બધી તરફ જતા રહે છે. કોઈની તરફ મોરલી નથી જતી તો બાબા કહે છે રચતા અને રચના નું જ્ઞાન ૭ દિવસ માં સમજી લીધું છે ને. બાકી શું જોઈએ. બાકી ૫ વિકારો ને ભસ્મ કરવાનો પુરુષાર્થ કરવાનો છે બીજી તો કોઈ તકલીફ નથી.

આપ બાળકો કોઈ નાં પણ સત્સંગ માં જઈ શકો છો, સેવા કરવાનો પણ ઉમંગ હોવો જોઈએ. જ્યારે બધા ધર્મ વાળા ભેગાં થાય છે તો સમજાવવું જોઈએ કે દરેક નો ધર્મ અલગ-અલગ છે. ભાઈ-ભાઈ કહે છે પરંતુ મળીને એક નથી થઈ શકતાં. આ ફક્ત કહેવાની વાત છે. બાપ કહે છે - હું આવીને બ્રાહ્મણ બનાવું પછી દેવી-દેવતા ધર્મ સ્થાપન કરું છું, ત્યાં બીજો કોઈ ધર્મ હોતો નથી. આ એ જ મહાભારત લડાઈ છે. ગીતા માં પણ એનું વર્ણન કરેલું છે. આ એક જ ભણતર છે. ભણાવવા વાળા પણ એક જ છે. જ્ઞાન જ્યારે પૂરું થશે તો બાપ કહે છે હું પણ ચાલ્યો જઈશ. મારે કળિયુગ નાં અંત માં જ્ઞાન સંભળાવવાનું છે, મારે કલ્પ-કલ્પ આવવાનું છે. એક સેકન્ડ પણ ઓછી વધારે નહીં થશે. જ્યારે જ્ઞાન પૂરું થાય પછી કર્માતીત અવસ્થા માં ચાલ્યા જશો, તો વિનાશ પણ થઈ જશે. દિવસે-દિવસે તમારી સેવા વધતી જશે. અહીં તો ન કોઈ માં પવિત્રતા છે, ન દૈવી ગુણો ની ધારણા છે. ત્યાં પવિત્રતા નું અંતર જુઓ કેટલું છે. તમે હમણાં સંગમ માં બેઠાં છો, આ જ પુરુષોત્તમ યુગ છે. હમણાં તમે પુરુષોત્તમ બની રહ્યાં છો. પરંતુ તે જલવો, ચલન પણ જોઈએ. ક્યારેય મુખ થી પથ્થર ન નીકાળવાં જોઈએ. રત્ન જ મુખ થી નીકળવાં જોઈએ. હમણાં તમે દેવતા સમાન ગુલ-ગુલ બની રહ્યાં છો. ગોડ (ભગવાન) આવી ને ગોડ-ગોડેઝ (ભગવાન-ભગવતી) બનાવે છે. દેવતાઓને જ ભગવાન-ભગવતી કહે છે. પરંતુ એવાં બનાવે કોણ છે? આ કોઈ નથી જાણતું. તમારી બુદ્ધિ માં બધું રચતા અને રચના નું જ્ઞાન છે પછી બીજાઓને આપ સમાન બનાવવાની જવાબદારી છે. બહુજ આવતાં રહેશે. સ્વદર્શન ચક્રધારી બ્રાહ્મણ જ બને છે. માયા નાં તોફાન પણ બાળકો ને જ આવે છે. ક્યાંક તોફાન આવવાથી હાડકાં-હાડકાં તૂટી જાય છે. ચાલતાં-ચાલતાં કોઈ ડિસસર્વિસ (કુસેવા) પણ કરે છે. બાપ કહે છે કોઈ પણ છી-છી કામ નહીં કરો. તમે મુખ વંશાવલી બ્રાહ્મણ છો, તે છે કુખ વંશાવલી. કેટલો ફરક છે. તે શારીરિક યાત્રા પર લઈ જાય છે, તમારી છે રુહાની યાત્રા. તમે બેહદ નાં બાપ પાસેથી વારસો લઈ રહ્યાં છો. આ પણ કોઈમાં અક્કલ નથી જે સમજે કે તે પણ બ્રાહ્મણ, આપણે પણ બ્રાહ્મણ. પરંતુ સાચાં બ્રાહ્મણ કોણ છે? તે બ્રાહ્મણ પોતાને બ્રહ્માકુમારી નથી કહેવડાવી શકતાં. તમે પોતાને બ્રહ્માકુમાર કહેવડાવો છો તો જરુર બ્રહ્મા પણ હશે. પરતું એમની બુદ્ધિમાં આ વાતો આવતી નથી, જે પૂછે. બાબા કલ્પ-કલ્પ આપ બાળકોને આવીને આ વાતો સમજાવે છે કે તમે બ્રહ્મા નાં સંતાન બ્રાહ્મણ બધા ભાઈ-બહેન થયાં. પછી તે વિકાર માં કેવી રીતે જઈ શકે. જો કોઈ જાય છે તો બ્રાહ્મણ કુળ ને કલંકિત કરે છે. પોતાને બ્રહ્માકુમાર-કુમારી કહેવડાવીને પછી પતિત થઈ ન શકાય. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. વાણી થી જે સાંભળો છો એનાં પર મંથન કરવાનું છે. પુરુષોત્તમ બની રહ્યાં છો એટલે ચલન બહુજ રોયલ બનાવવાની છે. મુખ થી ક્યારેય પથ્થર નથી નીકાળવાનાં.
  2. અનેકો ને આપ સમાન બનાવવાની જવાબદારી સમજી સર્વિસ (સેવા) પર તત્પર રહેવાનું છે. કોઈ પણ છી-છી ગંદુ કામ કરીને ડિસસર્વિસ નથી કરવાની.
વરદાન :- અતિન્દ્રિય સુખમયી સ્થિતિ દ્વારા અનેક આત્માઓ નું આહવાન કરવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ
જેટલી લાસ્ટ કર્માતીત સ્ટેજ સમીપ આવતી જશે એટલી અવાજ થી પરે શાંત સ્વરુપ ની સ્થિતિ વધારે પ્રિય લાગશે - આ સ્થિતિ માં સદા અતિન્દ્રિય સુખ ની અનુભૂતિ થશે અને આ જ અતિન્દ્રિય સુખમયી સ્થિતિ દ્વારા અનેક આત્માઓનું સહજ આહવાન કરી શકશો. આ પાવરફુલ સ્થિતિ જ વિશ્વ કલ્યાણકારી સ્થિતિ છે. આ સ્થિતિ દ્વારા કેટલાં પણ દૂર રહેવાવાળા આત્મા ને સંદેશ પહોંચાડી શકો છો.
સ્લોગન :- દરેક ની વિશેષતા ને સ્મૃતિ માં રાખી ફેથફુલ બનો તો સંગઠન એકમત થઈ જશે.

આ અવ્યક્ત ઈશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

જેવી રીતે બ્રહ્મા બાપ માટે બધાનાં મુખ થી એક જ અવાજ નીકળે છે - “મારા બાબા”. એવી રીતે આપ દરેક શ્રેષ્ઠ આત્માઓનાં પ્રત્યે આ ભાવના હોય, મહેસુસતા હોય. દરેક થી મારાપણા ની ભાસના આવે. દરેક સમજે કે આ મારા શુભચિંતક, સહયોગી સેવા નાં સાથી છે, આને કહેવાય છે બાપ સમાન. આ જ છે સંપન્ન કે સંપૂર્ણ કર્માતીત સ્ટેજ.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.