| 24.11.2026 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - જ્ઞાન - ધન નું દાન કરવાનાં માટે વિચાર સાગર મંથન કરો , દાન નો શોખ રાખો તો મંથન ચાલતું રહે” | |
| પ્રશ્ન :- | જ્ઞાનમાર્ગ માં સદા પોતાને તંદુરસ્ત રાખવાનું સાધન કયું છે? |
| ઉત્તર :- | સદા પોતે-પોતાને તંદુરસ્ત રાખવા માટે બાબા દ્વારા જે પણ જ્ઞાન-ઘાસ (મોરલી) મળે છે, તેને ખાઈને પછી ઉગારવું (વાગોળવુ) જોઈએ અર્થાત્ મંથન કરવું જોઈએ. જે બાળકોને મંથન કરવાની અર્થાત્ હજમ કરવાની (પચાવવાની) આદત છે, તે બીમાર નથી પડતાં. સદા તંદુરસ્ત તે છે જેમનામાં વિકારો ની બિમારી નથી. |
| ગીત :- | તૂ પ્યાર કા સાગર હૈ… |
ઓમ્ શાંતિ ! બાળકોએ ગીત સાંભળ્યું. મનુષ્ય જે પણ ગીત વગેરે બનાવે છે, શાસ્ત્ર વગેરે સંભળાવે છે, સમજતાં કાંઈ પણ નથી. જે કાંઈ ભણતાં (વાંચતાં) આવ્યાં છે તેનાથી કોઈનું કલ્યાણ નથી થયું વધારે જ અકલ્યાણ થતું આવ્યું છે. સર્વ નાં કલ્યાણકારી એક જ ઈશ્વર છે. તમે સમજો છો આપણું કલ્યાણ કરવા વાળા આવેલાં છે. કલ્યાણ નો રસ્તો બતાવી રહ્યાં છે. ખાસ આપ ભારતવાસીઓ નું, આમ આખી દુનિયાનું કલ્યાણ કરવા વાળા એક બાપ જ છે. સતયુગ માં બધાનું કલ્યાણ હતું, તમે બધાં સુખધામ માં હતાં અને બાકી બધાં શાંતિધામ માં હતાં. આ બાળકોની બુદ્ધિમાં છે પરંતુ પોઈન્ટ (વાત) ખસી જાય છે, પૂરી ધારણા નથી કરતાં. જો એક પોઈન્ટ પર વિચાર સાગર મંથન કરતાં રહે તો એવું ન થાય. જાનવરો માં જેટલી અક્કલ છે, આજકાલ નાં મનુષ્યો માં એટલી પણ અક્કલ નથી. જાનવર (ગાય) ઘાસ ખાય છે તો વાગોળતાં રહે છે. તમને પણ ભોજન મળે છે. પરંતુ તમે પછી આખો દિવસ વાગોળતાં નથી. તે તો આખો દિવસ વાગોળતી જ રહે છે. આ તમને મળે છે જ્ઞાન-ઘાસ. યોગ અને જ્ઞાન. આનાં પર દિવસભર વિચાર સાગર મંથન કરતાં રહેવું જોઈએ. જેમને સર્વિસ (સેવા) નો શોખ નથી, તે વિચાર સાગર મંથન કરીને શું કરશે. શોખ નથી તો કરશે પણ નહીં. કોઈ-કોઈ ને જ્ઞાન-ધન આપવાનો શોખ રહે છે. ગૌશાળા માં મનુષ્ય જઈને ગાયો ને ઘાસ વગેરે આપે છે. તે પણ પુણ્ય સમજે છે. બાપ તમને આ જ્ઞાન-ઘાસ ખવડાવે છે. આનાં પર વિચાર સાગર મંથન કરતાં રહેશો તો ખુશી માં રહેશો અને સર્વિસ નો શોખ પણ થશે. કોઈ લોટો ભરી લે છે અથવા બુંદ (ટીપું) લે છે, તે પણ સ્વર્ગ માં ચાલ્યાં જશે. સ્વર્ગ નાં દ્વાર તો ખુલવાના જ છે. આમ તો જ્ઞાન સાગર ને હપ કરવાનાં છે. કોઈ તો આખાં હપ કરે છે, કોઈ તો બુંદ લે છે છતાં પણ સ્વર્ગ માં તો જશે. બાકી જેટલું-જેટલું ધારણ કરશે એટલું ઊંચ પદ મેળવશે. બાકી સ્વર્ગ માં એક બુંદ થી પણ ચાલ્યાં જશે. મનુષ્ય મરે છે તો એમને ગંગા નું એક ટીપું આપે છે. કોઈ-કોઈ ઘર માં સદૈવ ગંગાજળ જ પીવે છે. કેટલું પીતાં હશે. ગંગા તો વહેતી રહે છે. એને તો કોઈ હપ કરી ન શકે. તમારા માટે તો ગવાયેલું છે - સાગર ને હપ કરી લીધો. જે જ્ઞાન સાગર નાં નજીક આવી જાય છે, વધારે સર્વિસ કરે છે તે જ વિજય માળા માં પરોવાય છે. જેટલું-જેટલું જે હપ કરે છે અને બીજાઓનું કલ્યાણ કરે છે તે પદ પણ મેળવે છે, જેટલી ધારણા કરશે એટલી ખુશી પણ થશે. ધનવાન ને ખુશી થાય છે ને. જેમની પાસે બહુજ અથાહ ધન હોય છે, દાન કરે છે, કોલેજ, ધર્મશાળા, મંદિર વગેરે બનાવે છે તો તેમને એટલી ખુશી પણ રહે છે. અહીં તો તમને મળે છે અવિનાશી જ્ઞાન-રત્ન. ૨૧ જન્મો નાં માટે અવિનાશી ખજાનો. જે સારી રીતે ધારણ કરી પછી દાન પણ કરે છે, તેમને સારું પદ મળે છે. કોઈ-કોઈ બાળકો લખે છે - બાબા મને દિલ (મન) થાય છે નોકરી છોડી આ રુહાની સર્વિસ માં લાગી જાઉં. પ્રોજેક્ટર, પ્રદર્શન લઈને ફરતો રહું. એક ટીપું પણ કોઈને મળશે તો કલ્યાણ થઈ જશે. સર્વિસ નો ખૂબ શોખ છે. બાકી દરેકની અવસ્થા ને બાબા જાણે છે. સર્વિસ ની સાથે પછી ગુણ પણ જોઈએ. ન ક્રોધ હોવો જોઈએ, ન કોઈ ઉલ્ટા-સુલ્ટા ખ્યાલ આવવાં જોઈએ. વિકારો ની કોઈ પણ બીમારી ન હોય. તંદુરસ્તી સારી જોઈએ. જેનામાં વિકાર ઓછા છે, બાબા કહેશે આ તંદુરસ્ત છે. બાબા મહિમા કરશે ને. ગવાયેલું પણ છે - કોણ-કોણ સારા મહારથી છે. તેમણે પછી અસુર અને દેવતાઓની લડાઈ દેખાડી છે. દેવતાઓની જીત થઈ. હવે આપણી લડાઈ છે ૫ વિકારો રુપી અસુરો થી. બીજી કોઈ જાત નાં મનુષ્ય આસુરી નથી હોતાં, જેનામાં આસુરી સ્વભાવ છે, એમને જ અસુર કહેવાય છે. નંબરવન આસુરી સ્વભાવ છે કામ નો, એટલે સંન્યાસી પણ એને છોડી ભાગે છે. આ આસુરી અવગુણો ને છોડવામાં મહેનત લાગે છે. રહેવાનું પણ ગૃહસ્થ માં છે પરંતુ આસુરી સ્વભાવ છોડવાનો છે. પવિત્ર બનવાથી મુક્તિ-જીવનમુક્તિ મળે છે. કેટલી ભારે પ્રાપ્તિ છે. તે તો ઘરબાર છોડી ભાગી જાય છે, પ્રાપ્તિ કાંઈ નથી. આ ચિત્રો માં કેટલી સારી-સારી વાતો સમજવાની છે. તે લોકો તો ફક્ત ચિત્રો નો શો (દેખાવ) કરે છે. ફક્ત ચિત્ર જોવા માટે કેટલાં જાય છે. ફાયદો કાંઈ પણ નથી. અહીં આ ચિત્રો માં કેટલું જ્ઞાન છે, આનાંથી ફાયદો ખૂબ થાય છે. આમાં આર્ટ (કળા) વગેરેની કોઈ વાત નથી. ન કોઈ બનાવવા વાળા ની હોશિયારી વગેરે છે. તેમનાં તો નામ ચિત્ર પર લખેલાં હોય છે. આર્ટિસ્ટ (કલાકાર) ને પણ ઈનામ મળે છે. ઘણાં એટલું સમજે છે હાં બાબા ને તો જરુર યાદ કરવાં જોઈએ. આટલું કહ્યું તો પણ પ્રજા બની. પ્રજા તો અસંખ્ય બનવાની છે. હું તો છું જ્ઞાન નો સાગર. એક બુંદ પણ કોઈને મળવાથી સ્વર્ગ માં આવી જ જશે.
તમે સમજો છો પ્રદર્શન, મેળા થી અનેકોનું કલ્યાણ થાય છે. ઈશ્વર કલ્યાણકારી છે ને. તમારું પણ કલ્યાણ થઈ રહ્યું છે. પરંતુ આમાં પછી પોતાનું વિચાર સાગર મંથન કરતાં રહે. સ્મૃતિ માં લાવતાં રહે તો ખૂબ ફાયદો થશે. ઉલ્ટી-સુલ્ટી વાતો તો એક કાને થી સાંભળી બીજા કાને થી કાઢી દેવી જોઈએ. બાપ કહે છે હું તમને ખૂબ સારી વાતો સંભળાવું છું. નંબરવન મુખ્ય વાત એક જ છે - કોઈને પણ બાપ નો પરિચય આપો. બસ, એક બાપ ને યાદ કરો, એ જ બધું છે. ભક્તિમાર્ગ માં ઘણાં એવાં હોય છે. બોલો, આપ તો આ ખૂબ સારું કરો છો. આંગળી થી ઈશારો કરે છે. બધું પરમાત્મા કરાવે છે. એ સર્વ નાં કલ્યાણકારી ઉપર રહે છે. રહો તો તમે આત્માઓ પણ ત્યાં જ છો. આ બધી જ્ઞાન ની વાતો તમે હમણાં સમજો છો.
બાપ કહે છે બાળકો, હવે તમારું આ કપડું (શરીર) સડી ગયું છે. સતયુગ-ત્રેતા માં કેટલું સારું વસ્ત્ર હતું. હવે સડેલું વસ્ત્ર ક્યાં સુધી પહેરશો? પરંતુ આ કોઈ પણ સમજતાં નથી. બાપ આવીને જ્યારે સમજાવે ત્યારે સમજે. હવે આપ બાળકો સમજો છો - જ્ઞાન આપવા વાળા છે જ એક બાપ. એ છે સાગર. જે સાગર હપ કરી લે છે - એ જ વિજય માળા નાં દાણા બની જાય છે. તેઓ સદૈવ સર્વિસ પર જ તત્પર રહે છે. બાબા આવ્યાં જ છે બાળકોને પાવન બનાવવાં, પાવન બનીને પછી પાછાં જવાનું છે. જ્યાંથી આવ્યાં છીએ ફરી ત્યાં જ જઈશું નંબરવાર. આગળ પાછળ જઈ ન શકાય. નાટક માં એક્ટર્સ ની એક્ટ (કર્મ) સમય પર થાય છે ને. આમાં પણ જે એક્ટર્સ છે તે નંબરવાર પોત-પોતાનાં સમય પર આવતાં જશે. આ બેહદ નું નાટક બનેલું છે. બ્રહ્મ માં આપણે આત્માઓ બિંદુ રહીએ છીએ. ત્યાં બીજું કાંઈ શું હશે! ક્યાં એક આત્મા બિંદુ, ક્યાં આટલું મોટું શરીર. આત્મા કેટલી થોડી જગ્યા લેશે. બ્રહ્મ મહતત્વ કેટલું મોટું છે. જેવી રીતે પોલાર (આકાશ) નો એન્ડ (અંત) નથી, તેવી રીતે બ્રહ્મ મહતત્વ નો પણ અંત નથી થતો. કેટલી કોશિશ કરે છે અંત પામવાની, પરંતુ પામી નથી શકતાં, કેટલું માથું મારતાં રહે છે. પરંતુ કોઈ વસ્તુ જ નથી જેમને પકડે કે પાર જાય. સાયન્સ (વિજ્ઞાન) નો ઘમંડ કેટલો છે. કાંઈ પણ ફાયદો નથી. સાંભળ્યું છે ને - આકાશ જ આકાશ, પાતાળ જ પાતાળ. સમજે છે ચંદ્ર પર દુનિયા હશે. તે પણ ડ્રામા માં તેમનો પાર્ટ છે. ફાયદો કાંઈ નથી. બાપ તો આવીને આપણને વિશ્વ નાં માલિક બનાવે છે. કેટલો ફાયદો છે. બાકી ચંદ્ર પર જાઓ, છૂ-મંતર થી ભભૂત વગેરે કાઢો. આનાંથી ફાયદો શું! હવે તો આપણે બેહદનાં બાપ પાસેથી બેહદનો વારસો લઈએ છીએ. કલ્પ-કલ્પ લેતાં આવ્યાં છીએ. વર્લ્ડ (દુનિયા) ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ (પુનરાવૃત્તિ) થાય છે. આ ચક્ર ફરતું રહે છે. દુનિયામાં પહેલાં ફક્ત ભારત જ હતું. ભારતવાસી જ વિશ્વ નાં માલિક હતાં. ત્યાં દેવતાઓ ને કોઈ ખંડ ની ખબર નથી રહેતી. આ તો પછી થી વૃદ્ધિ ને પામે છે. નવાં-નવાં ધર્મ સ્થાપક આવીને પોત-પોતાનો ધર્મ સ્થાપન કરે છે. બાકી તે કોઈ સદ્દગતિ તો નથી કરતાં, ફક્ત ધર્મ સ્થાપન કરે છે. તેમનું શું ગાયન થશે! મુક્તિધામ થી આવે છે પાર્ટ ભજવવાં. મનુષ્ય કહે છે મોક્ષ માં બેસી રહીએ. આ આવાગમન નાં ચક્ર માં આવીએ જ કેમ! પરંતુ આમાં તો આવવાનું જ છે. પુનર્જન્મ લેવાનો જ છે, પછી પાછાં જવાનું છે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા નું ચક્ર છે. લાખો વર્ષ નું ચક્ર તો કોઈ હોતું જ નથી. આ તો નેચરલ (કુદરતી) અનાદિ ડ્રામા છે, આને કહેવાય છે ઈશ્વરીય કુદરત. રચતા અને રચના ની જે કુદરત છે - એને જાણવાની હોય છે. એવો કોઈ મનુષ્ય નથી જે બેસીને પુરુષાર્થ કરે - સૃષ્ટિ ચક્ર ને જાણવાનો. આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે, આ ખ્યાલ કરતાં આવડશે જ નહીં. સૌથી જૂનાં માં જૂનું ચિત્ર છે શિવલિંગ નું. ખુદા (ઈશ્વર) આવેલાં છે પછી એમનું યાદગાર બનાવે છે. પહેલાં જ્યારે શિવ ની પૂજા શરું થાય છે તો હીરા નું લિંગ બનાવે છે. પછી જ્યારે ભક્તિ રજો-તમો થઈ જાય છે તો પથ્થર નું પણ બનાવે છે. શિવબાબા તો હીરા નાં નથી. એ તો એક બિંદુ છે, પૂજા નાં માટે મોટું બનાવે છે. સમજે છે અમે હીરા નું શિવલિંગ બનાવીએ. સોમનાથ નાં આટલાં મોટાં મંદિર માં એક બિંદુ રાખે તો સમજ માં પણ ન આવે. બાપ સમજાવે છે - ભક્તિમાર્ગ માં શું-શું હોય છે. સાયન્સ વાળા ઇન્વેન્શન (શોધ) કરતાં રહે છે. સારી-સારી વસ્તુઓ કાઢતાં રહે છે. વિનાશ નાં માટે પણ કાઢતાં રહે છે. પહેલાં વીજળી થોડી હતી! માટી નો દિપક (દીવો) પ્રગટાવતાં હતાં.
બાપ સમજાવે છે મીઠાં-મીઠાં બાળકો, થોડાં માં રાજી નહીં થઈ જાઓ. સારી રીતે ધારણ કરી સાગર ને હપ કરો. જે સારી સર્વિસ કરશે તે પદ પણ સારું મેળવશે. આખો દિવસ ખુશી નો પારો ચઢ્યો રહેવો જોઈએ. આ છી-છી દુનિયા છે. હવે અહીંયાથી જશો. જૂની દુનિયા તો ખતમ થવાની છે. તૈયારીઓ થઈ રહી છે. બાકી થોડાં દિવસ છે, આમાં પણ કેટલી સર્વિસ કરવાની છે. આખાં ભારતમાં તો શું વિદેશ માં પણ બધી બાજું ચક્ર લગાવવાનું છે. સમાચાર-પત્રો દ્વારા વિદેશ માં ખૂણા-ખૂણા સુધી પણ ખબર પડી જવાની છે. આ સીડી વગેરે થી ઝટ સમજી જશે. બાપ આવે જ છે બાળકો ને ફરી થી સ્વર્ગવાસી બનાવવાં. બરોબર લક્ષ્મી-નારાયણ ભારત માં જ રાજ્ય કરીને ગયાં છે. મહિમા તો ખૂબ કરે છે કે ભારત પ્રાચીન દેશ છે. ખૂબ મહિમા કરે છે ભારત આવું હતું, ભારત માં આવી પવિત્ર દેવીઓ હતી. તમે જાણો છો આપણે બાપ પાસેથી ૨૧ જન્મો ની પ્રારબ્ધ મેળવીએ છીએ. બાપ બિલકુલ સિમ્પલ (સરળ) ભણાવે છે. દેખાડે છે દ્રૌપદી નાં પગ દબાવ્યાં, તે પણ કાંઈ છે નહીં. આ તો બાબા કહે છે બાળકો ભક્તિમાર્ગ માં ધક્કા ખાઈને થાકી ગયાં છો. હવે હું તમારો થાક દૂર કરું છું, તમે ધક્કા ખાઈ-ખાઈ ને પતિત બની પડ્યાં છો. બાપ કહે છે - હું તમારો થાક દૂર કરી રહ્યો છું. પછી ક્યારેય દુઃખ નહીં જોશો. જરા પણ દુઃખ નું નામ નહીં હશે. બાકી પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવવાનું છે. સારું પદ મેળવશો તો કહેશે ને - આમણે પાસ્ટ (પહેલા નાં) જન્મ માં સારા કર્મ કર્યા છે. ગાયન તો થાય છે ને. પરંતુ કોઈ જાણતાં નથી કે આમણે ક્યારે પુરુષાર્થ કરી આ પદ મેળવ્યું! હવે બાપ તમને એવાં કર્મ શિખવાડે છે. તમને પણ કહે છે સારા કર્મ કરી ઊંચ પદ મેળવો. અહીં મનુષ્ય નાં કર્મ વિકર્મ થાય છે. ત્યાં તો છે જ સ્વર્ગ. કર્મ અકર્મ થાય છે. ત્યાં આ જ્ઞાન રહેતું નથી. બાપ કહે છે - કર્મો ની ગતિ હું જાણું છું. આ સમયે જે સારા કર્મ કરશે તે ફળ પણ સારું પામશે. આ કર્મક્ષેત્ર છે. કોઈ ખૂબ સારા કર્મ કરે છે. કોઈ છે જેમને સર્વિસ ની તાત (ધૂન) લાગેલી રહે છે. પૂછે છે બાબા મારા માં કોઈ ખામી છે શું? ના, સર્વિસ તો જેટલી કરી શકશો એટલી કરશો. સર્વિસ વૃદ્ધિ ને પામતી રહેશે. સર્વિસ કરવા વાળા પણ નીકળતાં જશે. દિલ માં આથત છે - બાકી થોડાં દિવસ છે. હવે એવો પુરુષાર્થ કરીએ જે ત્યાં પણ ઊંચ પદ મેળવીએ. બાબા આ જ્ઞાન-ઘાસ ખવડાવે છે, કહે છે વાગોળતાં રહો તો ધારણા પાક્કી થઈ જાય. ખુશી નો પારો પણ ચઢે. ખૂબ સર્વિસ કરવાની છે, અનેકો ને પૈગામ (સંદેશ) આપવાનો છે. તમે પૈગમ્બર નાં બાળકો પૈગમ્બર છો. એક દિવસ મોટાં સમાચાર-પત્રો માં પણ તમારા ચિત્ર પડશે. વિદેશ સુધી તો સમાચાર-પત્ર જાય છે ને. ચિત્રો થી સમજી જશે, આ નોલેજ તો ગોડફાધર ની છે. બાકી મહેનત છે મનમનાભવ થવાની. તે ભારતવાસી જ મહેનત કરે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- બાપ જે સારી-સારી વાતો સંભળાવે છે, તેનાં પર વિચાર સાગર મંથન કરી અનેકો નાં કલ્યાણકારી બનવાનું છે. ઉલ્ટી-સુલ્ટી વાતો એક કાને થી સાંભળી બીજા થી નીકાળી દેવાની છે.
- કોઈ પણ આસુરી સ્વભાવ છે તો તેને છોડવાનો છે. બાપ જે જ્ઞાન-ઘાસ ખવડાવે છે, તેને વાગોળતાં રહેવાનું છે.
| વરદાન :- |
સર્વ ખજાનાઓ ને વિશ્વ કલ્યાણ પ્રત્યે યુઝ કરવા વાળા સિદ્ધિ સ્વરુપ ભવ જેવી રીતે પોતાનાં હદ ની પ્રવૃત્તિ માં પોતાનાં હદ નાં સ્વભાવ-સંસ્કારો ની પ્રવૃત્તિ માં બહુ જ સમય લગાવી દો છો પરંતુ પોત-પોતાની પ્રવૃત્તિ થી પરે અર્થાત્ ઉપરામ રહો અને દરેક સંકલ્પ, બોલ, કર્મ અને સંબંધ-સંપર્ક માં બેલેન્સ રાખો તો સર્વ ખજાનાઓની ઇકોનોમી દ્વારા ઓછા ખર્ચે બાલા નશીન બની જશો. હમણાં સમય રુપી ખજાનો, એનર્જી નો ખજાનો અને સ્થૂળ ખજાના માં ઓછા ખર્ચે બાલા નશીન બનો, એને સ્વયં નાં બદલે વિશ્વ નાં કલ્યાણ પ્રત્યે યુઝ કરો તો સિદ્ધિ સ્વરુપ બની જશો. |
| સ્લોગન :- | એક ની લગન માં સદા મગન રહો તો નિર્વિઘ્ન બની જશો. |
અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો
હવે સેવા નાં કર્મ નાં પણ બંધન માં નહીં આવો. અમારું સ્થાન, અમારી સેવા, અમારા સ્ટુડન્ટ, અમારા સહયોગી આત્માઓ, આ પણ સેવા નાં કર્મ નું બંધન છે, આ કર્મબંધન થી ન્યારા અર્થાત્ કર્માતીત. જેવી રીતે બ્રહ્મા બાપે સદા ન્યારા અને પ્યારાપણા નું બેલેન્સ રાખ્યું. બધાને પોતાનાપણા ની અનુભૂતિ કરાવતા પણ દરેક નો સંબંધ એ એક થી (નિરાકાર બાપથી) જોડ્યો, એવી રીતે આપ બાળકો પણ બધાને પોતાનાપણા ની મહેસૂસતા અપાવી આત્માઓને સમીપ ઠેકાણા પર પહોંચાડવા વાળા બનો, ત્યારે કહેવાશે બાપ સમાન.