ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી

ઓમ શાંતિ · BapDada · 26 નવેમ્બર, 2026

આજની મુરલી — દરરોજ સવારે નવી.

18
મુરલી26 નવેમ્બર, 2026 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

26.11.2026
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - સ્વીટ ફાધર ( મીઠાં પિતા ) અને સ્વીટ ( મીઠી ) રાજધાની ને યાદ કરો તો ખૂબ - ખૂબ સ્વીટ ( મીઠાં ) બની જશો”
પ્રશ્ન :- આપ બાળકો કયો પુરુષાર્થ કરી મનુષ્ય થી દેવતા બનો છો?
ઉત્તર :- તમે હમણાં જ્ઞાન માનસરોવર માં ડૂબકી મારી જ્ઞાન-પરી બનો છો, જ્ઞાન-સ્નાન થી તમારી સીરત (ચરિત્ર) બદલાતી જાય છે. જે પણ અવગુણ છે, નીકળતાં જાય છે. બાપ અને વિષ્ણુપુરી ને યાદ કરી તમે પાવન દેવતા બની જાઓ છો. દેવતાઓમાં પવિત્રતા નું જ આકર્ષણ છે. આ જ કારણે મનુષ્ય દેવતાઓનાં મંદિરો માં દૂર-દૂર થી ખેંચાઈને જાય છે.
ગીત :- હમારે તીર્થ ન્યારે હૈં…

ઓમ્ શાંતિ ! મીઠાં-મીઠાં રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. બાળકો જ લક્કી તારા ગવાય છે. જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમા, જ્ઞાન લક્કી તારા. તે સૂર્ય, ચંદ્રમા તો માંડવા ને પ્રકાશિત કરે છે, એટલે તમારી મહિમા ગવાયેલી છે. તમે છો જ્ઞાન તારા, તેમને જ્ઞાન તારાઓ ન કહેવાય. જ્ઞાન સૂર્ય નામ સાંભળી સમજે છે કે કદાચ તે સૂર્ય જ્ઞાન સ્વરુપ છે કારણકે સમજે છે પથ્થર-ભિત્તર માં ભગવાન છે તો સૂર્ય ને ખૂબ માને છે. પોતાને સૂર્યવંશી કહેવડાવે છે. સૂર્ય ની પૂજા કરે છે, ઝંડો પણ સૂર્ય નો છે. તમારો છે ત્રિમૂર્તિ નો ઝંડો. કેટલું વન્ડરફુલ (અદ્દભુત) છે. આમાં લખેલું પણ છે સત્યમેવ જયતે. સાચે જ વિશ્વ પર વિજય તો એ જ પ્રાપ્ત કરાવે છે. તમે છો શિવશક્તિ પાંડવ સેના. તેમણે નામ રાખી દીધું છે - ત્રિમૂર્તિ માર્ગ, ત્રિમૂર્તિ હાઉસ. આનો અર્થ પણ બાપ સમજાવે છે કે આ ત્રિમૂર્તિ થી હું કર્તવ્ય કરાવું છું. બ્રહ્મા દ્વારા સ્થાપના… તેમણે ત્રિમૂર્તિ થી શિવ ને કાઢી ચિત્ર ખંડિત કરી દીધું છે. હવે આપ જાણો છો આ ત્રિમૂર્તિ નાં ચિત્ર માં કેટલાં રહસ્ય છે. સત્ય શિવબાબા બ્રહ્મા દ્વારા રાજાઈ આપે છે. આપણે બાળકો શિવબાબા દ્વારા કલ્પ પહેલાં ની જેમ ફરી થી પવિત્રતા, સુખ-શાંતિ અને સંપત્તિ નું રાજ્ય લઈ રહ્યાં છીએ. ભણતર હંમેશા બ્રહ્મચર્ય માં જ ભણાય છે. હમણાં તો કોઈ-કોઈ લગ્ન નાં પછી પણ કોર્સ ઉઠાવી લે છે કારણકે કમાણી વધારે થઈ જાય છે. અહીં તમારી કમાણી અગણિત છે. બાળકો જાણે છે કે શિવબાબા આપણને વિશ્વ નાં માલિક બનાવવાં આવ્યાં છે. શ્રીમત શ્રેષ્ઠ ગવાયેલી છે. બાબા નાં બાળકો બન્યાં તો જરુર બાપ ની મત પર ચાલશે. ભાઈ-ભાઈ ની મત પર નહીં. તે તો અનેક જન્મ ચાલ્યાં, તેનાથી કાંઈ ફાયદો નહીં થયો. હવે બાબા ની મત પર ચાલવાનું છે. સાધુ-સંત વગેરે બધાં ભાઈ-ભાઈ છે. હવે બાપ આવ્યાં છે ઊંચી મત આપવાં. નેચર-ક્યોર (કુદરતી ઉપચાર) ની પણ ખૂબ દવાઓ કરે છે. તે છે બધુ અલ્પકાળ નાં માટે. આ છે ૨૧ જન્મો નાં માટે નેચર-ક્યોર. તે કહેશે ઠંડા પાણી માં સ્નાન કરો. આ કરો, ખાવા-પીવાની પરહેજ કરો. અહીં તે ખાવા-પીવાની વાત નથી. અહીં તો સ્વીટ ફાધર બાળકો ને કહે છે હવે મને યાદ કરો તો તમે ખૂબ સ્વીટ બની જશો. દેવતાઓ સ્વીટ છે ને. તેમનામાં કેટલું આકર્ષણ હોય છે. આગળ શિવનાં મંદિર પણ ઊંચી-ઊંચી પહાડીઓ પર બનતાં હતાં. મનુષ્ય પગપાળા દીદાર કરવા જતાં હતાં કારણકે પ્યોરિટી ખેંચતી હતી. દેવતાઓ જ્યારે પવિત્ર હતાં તો વિશ્વ પર રાજ્ય કરતાં હતાં. હવે એમનાં ચિત્રો ની આગળ જઈને વંદન, નમન કરે છે. હવે એ સ્વીટ ફાધર ને યાદ તો બધાં કરે છે. એમને આવવાનું પણ અહીં જ છે. જરુર એમના થી વૈકુંઠ નાં સુખ ઘનેરા મળે છે ત્યારે તો એમને યાદ કરે છે. જ્યારે રાવણ રાજ્ય નો અંત થશે ત્યારે તો બાપ આવીને સ્વર્ગ ની રાજાઈ આપશે. બાબા આવે પણ ભારતમાં છે. શિવ જયંતી પણ ભારત માં મનાવે છે પરંતુ એમનાથી શું મળે છે, કોઈને ખબર નથી. બાપ કહે છે હું આવ્યો છું આપ બાળકોને સ્વીટ બનાવવાં. તમે કેટલાં છી-છી બની ગયાં હતાં. બાબા નોલેજફુલ (જ્ઞાનસાગર) છે, ત્યારે તમને બધી નોલેજ મળી રહી છે. બીજ ને જ બધી નોલેજ હશે ને. એ છે બીજ, સત્ છે, ચૈતન્ય છે અને પછી જ્ઞાન નાં સાગર છે, સત્ય બોલે છે. એ પણ આત્મા છે, પરંતુ પરમ છે. પરમ આત્મા એટલે પરમાત્મા. એ સદૈવ પરમધામ માં રહે છે, ઊંચા માં ઊંચા છે. ઘણાં કહે છે નામ-રુપ થી ન્યારા છે. પરંતુ નામ-રુપ થી ન્યારી કોઈ પણ વસ્તુ હોતી નથી. એમનું નામ શિવ છે. બધાં એમની પૂજા કરે છે, એ નિરાકાર છે. હમણાં આવેલાં છે. પહેલાં આપણે દેહ-અભિમાની હતાં. હવે બાપ કહે છે બાળકો, આત્મ-અભિમાની ભવ. ગીતા માં પણ છે મનમનાભવ. ફક્ત એમાં શિવ નાં બદલે શ્રીકૃષ્ણ નું નામ નાખવાથી ખંડન થઈ ગયું છે. તો પણ પુસ્તક વાંચવાથી થોડી રાજાઈ મળશે. રાજાઈ હોય છે સતયુગ માં. જરુર બાપ સંગમ પર આવશે. હવે ડ્રામા અનુસાર ભક્તિ પૂરી થાય છે. ભક્તિ નાં પછી છે જ્ઞાન. આ છે જૂની દુનિયા, સતયુગ છે નવી દુનિયા. સતયુગ માં સૂર્યવંશી રાજ્ય કરતાં હતાં. આ છે રાજયોગ. નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવાનો. સતયુગ માં આમનું રાજ્ય હતું. હવે કળિયુગ માં જુઓ શું છે! હમણાં તમે સતયુગ માં જવાનાં માટે ફરી ભણી રહ્યાં છો. ભક્તિમાર્ગ નાં જે પણ આટલાં વેદ-શાસ્ત્ર વગેરે છે એમને છોડવા પડે છે. જ્ઞાન મળી ગયું પછી ભક્તિ ની દરકાર નથી. જ્ઞાન થી આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ.

બાબા આવ્યાં છે - ભક્તિ નું ફળ આપવાં. જ્ઞાન સંભળાવી રહ્યાં છે. હવે આપણે પતિત થી પાવન પણ જરુર બનવાનું જ છે કારણકે પતિત તો પાછાં જઈ ન શકે. મુક્તિધામ માં પણ બધા પાવન આત્માઓ રહે છે. સુખધામ માં પણ બધાં પવિત્ર રહે છે. હવે કળિયુગ માં બધાં પતિત છે. હવે તેમને પાવન કોણ બનાવે? પતિત-પાવન છે એક બાપ. હવે બાપ કહે છે હું આમનાં અનેક જન્મોનાં અંત નાં જન્મ માં આવું છું. સૌથી વધારે નંબરવન ભગત આ દાદા હતાં. પછી બ્રહ્મા કહો કે લક્ષ્મી-નારાયણ નાં આત્મા કહો. આ ખૂબ ગુહ્ય વાત છે સમજવાની. વિષ્ણુ ની નાભિ થી બ્રહ્મા અને બ્રહ્મા ની નાભિ થી વિષ્ણુ નીકળ્યાં… વિષ્ણુ ૮૪ જન્મોનાં પછી બ્રહ્મા બને છે. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. બાપ પણ ગીતા પાઠી હતાં. જ્યારે જ્ઞાન આવ્યું, જોયું બાબા તો વિશ્વ ની બાદશાહી આપે છે. વિષ્ણુ નો પણ સાક્ષાત્કાર થયો પછી ફટ થી ગીતા વગેરે છૂટી ગઈ. બાબાની પ્રવેશતા હતી ને. પછી ક્યારેય હાથ પણ ન લગાવ્યો. એક બાપ ને જ યાદ કરવા લાગ્યાં. આ કહે છે હું પણ એ બાપ થી સાંભળવા લાગ્યો. શિવબાબા કહે છે - હું જ્યારે બાળકોને સંભળાવતો હતો તો આ પણ સાંભળતાં હતાં. આમનાં તન માં હું પ્રવેશ કરી આવ્યો છું, એટલે આમનું નામ રાખ્યું છે અર્જુન. શાસ્ત્રો માં ઘોડા નો રથ દેખાડે છે. કેટલો ફરક છે! ઘોડાગાડી માં એક ને બેસાડી જ્ઞાન આપ્યું શું? હવે તમે સમજો છો આ કેવી રીતે થઈ શકે છે. તમે પ્રેક્ટિકલ (ખરેખર) જોઈ રહ્યાં છો - બાબા કેવી રીતે ભણાવે છે. કેટલાં સેવાકેન્દ્રો છે. તો ભણાવવા નાં માટે જરુર પાઠશાળા જોઈએ, ન કે યુદ્ધ નું મેદાન. બાબા રાજયોગ શિખવાડે છે. સતયુગ માં કોઈ શાસ્ત્ર હોતાં નથી. મેં હમણાં જ્ઞાન સંભળાવ્યું બસ, સતયુગ માં દરકાર જ નથી. જૂની દુનિયાનું જે કાંઈ છે એ બધું ખાખ માં મળી જશે. આ રાજસ્વ અશ્વમેધ યજ્ઞ છે. અશ્વ આ રથ ને કહેવાય છે, આને પણ સ્વાહા કરવાનો છે. આત્મા બાપ નો બન્યા પછી આ જૂનું શરીર પણ ખતમ થઈ જશે. કૃષ્ણપુરી માં આ છી-છી શરીર થોડી લઈ જઈશું. આત્મા અમર છે. હોળી માં દેખાડે છે - કોકી બળી જાય છે, દોરો નથી બળતો. બાબા પછી બેહદ ની વાત સમજાવે છે - હમણાં સુધી જે સાંભળ્યું છે તે ભુલી જાઓ. હવે ભારત જુઠ્ઠખંડ બની ગયો છે, કાલે સચખંડ હતો. સચખંડ બાપે બનાવ્યો પછી રાવણે જુઠ્ઠખંડ બનાવ્યો. આ રાવણ બધાંનો જૂનો દુશ્મન છે. બસ, કોઈએ જે બોલ્યું તેનાં પર ચાલી પડે છે. જેવી રીતે દેલવાડા મંદિર માં આદિદેવ નું નામ મહાવીર રાખી દીધું છે. મહાવીર હનુમાન ને કહેવાય છે. હવે ક્યાં તે, ક્યાં આ. આ મંદિર માં હૂબહૂ તમારું યાદગાર છે. ઉપર સ્વર્ગ, નીચે તપસ્યા. આદિનાથ ની મૂર્તિ ગોલ્ડન (સુવર્ણ) બનાવેલી છે. કહે છે ને - ભારત સોના ની ચીડીયા (ચકલી) હતું. ભારત જેટલું સોનું બીજી કોઈ જગ્યાએ નથી. સોના નાં મહેલ બન્યાં હતાં. છતો માં, દીવાલો માં હીરા-ઝવેરાતો લાગેલાં હતાં. મંદિર માં કેટલાં હીરા-ઝવેરાત હતાં જે પછી લૂંટી ગયાં. મસ્જિદો માં જઈને લગાવ્યાં. તો તે સમયે શું વેલ્યું (મૂલ્ય) હશે! અકીચાર (ભરપૂર) ધન હતું ત્યારે તો લૂંટી ને લઈ ગયાં. આ બધાં જાણે છે કે પ્રાચીન ભારત ખૂબ સાહૂકાર હતું. હવે કેટલું ગરીબ બની ગયું છે. ગરીબ પર તરસ પડે છે. રાવણે કેટલાં ઈનસોલવેન્ટ (કંગાળ) બનાવ્યાં છે. બાપ ફરી સોલવેન્ટ (ધનવાન) બનાવે છે. આ બેહદનું નાટક છે, આનાં આદિ-મધ્ય-અંત ને કોઈ પણ નથી જાણતું. બાપ નોલેજફુલ છે. એવું નથી કે બધાંની અંદર બેસી જોઉં છું. આ બધું ડ્રામા માં નોંધ છે. પાપ જે કરે છે એની સજા તો મળે જ છે. મને તો કહે જ છે નોલેજફુલ, પતિત-પાવન. પોકારે છે હે બાબા આવો, આવીને અમને નોલેજ આપો. પાવન બનાવો. તો હું આ કાર્ય આવીને કરું છું. બાકી શાસ્ત્રો ની જે વાતો છે, એ બાપ કહે છે ભૂલી જાઓ અને જે હું સંભળાવુ છું તે સાંભળો. હવે બાપ દ્વારા રાજયોગ શિખી રહ્યાં છો. પછી સૂર્યવંશી બનશો. પછી ચંદ્રવંશી, વૈશ્યવંશી, શૂદ્રવંશી બનશો. આ જ્ઞાન તમારી બુદ્ધિ માં છે. સતયુગ માં બધું ભૂલાઈ જશે. ત્યાં બાપ ને કોઈ યાદ નથી કરતાં. વારસો મળી ગયો પછી યાદ શેનાં માટે કરશે? કેટલું સારી રીતે સમજાવાય છે. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. વૃક્ષપતિ છે જ બાપ. એ કહે છે મને યાદ કરો. ક્રિયેટર (રચતા) એક હોય છે કે પથ્થર-ઠીકકર માં પણ ક્રિયેટર હશે?

બાપ કહે છે કે રાવણે તમારી બુદ્ધિ કેટલી ખરાબ કરી દીધી છે. મોટાં-મોટાં વિદ્વાનો ને અહંકાર કેટલો છે. બાપ ને જાણતાં જ નથી. ન રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. બાપ કહે છે - મેં તમને રાજાઈ આપી દીધી. તમે બધું ધન-સંપત્તિ ખતમ કરી દીધું, હવે ભીખ માંગી રહ્યાં છો, એટલે આસુરી સંપ્રદાય કહેવાયું છે. દેવતાઓની કેટલી મહિમા ગવાયેલી છે. પછી કહે હમ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં. હવે આપ બાળકોએ ગુણ ધારણ કરવાનાં છે, અવગુણો ને કાઢી દો. રાવણે તમને વાનર જેવાં બનાવી દીધાં છે. હવે બાપ તમને દેવતા બનાવે છે. જેમનામાં ૫ વિકાર છે એમને વાનર કહેવાય છે. (નારદ નું ઉદાહરણ) હવે તમારી સીરત બદલાતી જાય છે પછી આપણે દેવતા બની જઈશું. આ જ્ઞાન સરોવર માં ડૂબકી મારી આપણે જ્ઞાન પરી બની જઈએ છીએ. તેમણે પછી પાણી ને માન-સરોવર સમજી લીધું છે. આ છે જ્ઞાન સ્નાન ની વાત. આ તો બાળકો જાણે છે, બાબા હૂબહૂ ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ આપણને સમજાવી રહ્યાં છે, આમાં કોઈ સંશય પડી નથી શકતો. પતિત-પાવન બાપ ને અને વિષ્ણુપુરી ને યાદ કરો તો તમે પાવન બની જશો. મનુષ્ય મુક્તિ નાં માટે કેટલું માથું મારે છે પરંતુ ઘર ની કોઈને પણ ખબર નથી. કોઈ સમજે છે આત્મા લીન થઈ જશે. કોઈ સમજે છે આત્મા બીજું શરીર લેતો નથી. અનેક મત છે, બાપ ને કોઈ જાણતું જ નથી. આખી દુનિયા સમજે છે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ. અહીં બાપ કહે છે શિવ ભગવાનુવાચ. કેટલો રાત-દિવસ નો ફરક છે. નામ જ એકદમ બદલી દીધું છે. અચ્છા.

મીઠાં-મીઠાં બાળકો, બાપદાદા બંને કહે છે. બંને નાં બાળકો છો ને. આ પણ સ્ટુડન્ટ (વિદ્યાર્થી), તમે પણ સ્ટુડન્ટ. આ પણ ભણી રહ્યાં છે. જે ભારત ને પાવન બનાવવાની સર્વિસ (સેવા) માં છે, તે જ બાળકો રહ્યાં. જે પાવન નથી બનતાં તેમને જોવા છતાં પણ બાબા નથી જોતાં. સમજે છે સજાઓ ખાઈને પછી આવીને નોકર બનશે. જે પાવન બને છે, તે વિશ્વ નાં માલિક બનશે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. સ્વીટ બનવાનાં માટે સ્વીટ બાપ ને ખૂબ પ્રેમ થી યાદ કરવાનાં છે. સાચાં બાપ થી સાચાં રહેવાનું છે. એક બાપ ની શ્રેષ્ઠ મત પર ચાલવાનું છે.
  2. પુરુષાર્થ કરી સંપૂર્ણ બનવાનું છે. ભારત ને પાવન બનાવવાની સર્વિસ કરવાની છે. કોઈ પણ વાત માં સંશય નથી ઉઠાવવાનો.
વરદાન :- જ્ઞાની તૂ આત્મા બની જ્ઞાન સાગર અને જ્ઞાન માં સમાવવા વાળા સર્વ પ્રાપ્તિ સ્વરુપ ભવ
જે જ્ઞાની તૂ આત્માઓ છે તે સદા જ્ઞાન સાગર અને જ્ઞાન માં સમાયેલા રહે છે, સર્વ પ્રાપ્તિ સ્વરુપ હોવાને કારણે ઈચ્છા માત્રમ્ અવિદ્યા ની સ્ટેજ સ્વતઃ રહે છે. જે અંશ માત્ર પણ કોઈ સ્વભાવ-સંસ્કાર નાં અધિન છે, નામ-માન-શાન ને માંગે છે. શું, કેમ નાં પ્રશ્ન માં ચિલ્લાવવા વાળા, પોકારવા વાળા, અંદર એક બહાર બીજું રુપ છે - એમને જ્ઞાની તૂ આત્મા નહીં કહેવાય.
સ્લોગન :- આ જીવન માં અતિન્દ્રિય સુખ કે આનંદ ની અનુભૂતિ કરવા વાળા જ સહજ યોગી છે.

અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

બ્રાહ્મણ જીવન નું લક્ષ છે બ્રહ્મા બાપ સમાન સંપન્ન કે કર્માતીત બનવું. આ લક્ષ્ય ને પામવા માટે વિશેષ સ્વયં માં સમેટવાની શક્તિ, સમાવવાની શક્તિ ધારણ કરો. કર્મબંધની આત્માઓ જ્યાં છે ત્યાં જ કાર્ય કરી શકે છે અને કર્માતીત આત્માઓ એક જ સમય પર ચારેય તરફ સેવા નો પાર્ટ ભજવી શકે છે કારણકે કર્માતીત છે. એમની સ્પીડ બહુ જ તીવ્ર હોય છે, સેકન્ડ માં જ્યાં ઈચ્છે ત્યાં પહોંચી શકે છે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.