ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી · 25 નવેમ્બર, 2026

ઓમ શાંતિ · BapDada · 25 નવેમ્બર, 2026

આજની મુરલી — દરરોજ સવારે નવી.

18
મુરલી25 નવેમ્બર, 2026 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

25.11.2026
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - શિવબાબા નાં બનીને કોઈ પણ ભૂલ નહીં કરતાં , ભૂલ કરવાથી બાપ નું નામ બદનામ કરી દેશો”
પ્રશ્ન :- સૌથી મોટી પ્રવૃત્તિ કોની છે અને કેવી રીતે?
ઉત્તર :- શિવબાબા ની સૌથી મોટી પ્રવૃત્તિ છે. ભક્તિ માં બધા ત્વમેવ માતાચ્ પિતા કહીને પોકારે છે તો પ્રવૃત્તિ વાળા થયાં ને. પરતું જ્યાં સુધી તે સાકાર માં ન આવે ત્યાં સુધી એમની કોઈ પ્રવૃત્તિ નથી કારણકે ઉપર માં તો આત્માઓ બાપ સાથે નિરાકારી રુપ માં રહે છે. જ્યારે સાકાર માં આવીને આમનામાં પ્રવેશ કરે છે તો સૌથી મોટી પ્રવૃત્તિ છે.

ઓમ્ શાંતિ ! ભારત ખાસ અને દુનિયા આમ એ નથી જાણતાં કે બેહદ નાં બાપ નિવૃત્તિ વાળા છે કે પ્રવૃત્તિ વાળા! જ્યારે બાપ આવે છે, તો બાળકો-બાળકો કહી બોલાવે છે કારણકે એમને પોકારે છે - ત્વમેવ માતાચ્ પિતા ત્વમેવ… તો ગૃહસ્થી બની જાય છે. ત્યાં તો બધાં જાણે છે - શિવ નિરાકાર છે. ભલે શિવ નો આકાર છે પરંતુ બાળ-બચ્ચા તો નથી. જો છે પણ તો બધા આત્માઓ બાળકો છે. બધા એક જેવાં બાળકો છે, એટલે સમજે છે બધા પરમાત્મા છે. આત્મા પણ બિંદુ રુપ છે, પરમાત્મા નું પણ બિંદુ રુપ છે. ગૃહસ્થી લોકો જ ગાય છે ત્વમેવ માતાચ્ પિતા… સંન્યાસી નિવૃત્તિ માર્ગ વાળા કહી દે છે પરમાત્મા બ્રહ્મ છે. તે ત્વમેવ માતાચ્ પિતા નહીં કહેશે. એમનો માર્ગ અલગ છે. આ પણ ભૂલ થી લક્ષ્મી-નારાયણ નાં આગળ જઈને મહિમા ગાય છે - ત્વમેવ માતાચ્ પિતા અથવા કહેશે અચુતમ કેશવમ... ભક્તિમાર્ગ માં સ્તુતિઓ તો અથાહ ગાય છે. હકીકત માં પરમાત્મા બાપ છે, એમનાથી વારસો કેવી રીતે અને શું મળે છે. આપ બાળકો જાણો છો - એ બાપ પણ છે, દાદા પણ છે, મોટી મા પણ છે, પ્રજાપિતા પણ છે. એમનાં દ્વારા કહે છે બાળકો, હું તમારો બાપ પણ છું પછી મારે પણ પ્રવૃત્તિ માર્ગ માં આવવું પડે છે. આ મારી યુગલ પણ છે, બાળક પણ છે. જ્યારે આમાં પ્રવેશ કરું છું ત્યારે પ્રવૃત્તિ વાળો બની જાઉં છું. મને જ સુપ્રીમ (પરમ) બાપ, સુપ્રીમ શિક્ષક, સુપ્રીમ ગુરુ પણ કહે છે. ગુરુ ગાઈડ (માર્ગદર્શન) કરે છે મુક્તિ નાં માટે. તે તો છે બધું ખોટુ. આ છે સત્ય. અંગ્રેજી માં પરમાત્મા ને ટ્રુથ (સત્ય) કહે છે. તો ટ્રુથ આવીને શું સત્ય બતાવે છે, આ કોઈને ખબર નથી. મને, તમને પણ ખબર નહોતી. તો જેમકે નવી વાત થઈ ગઈ ને! એ જ્ઞાન નાં સાગર, સચખંડ સ્થાપન કરવા વાળા છે. જરુર ક્યારેક સાચ્ચું બતાવીને ગયાં છે ત્યારે જ તો ગાયન છે. સચખંડ ને હેવન (સ્વર્ગ) કહે છે. ત્યાં દૈવી રાજધાની દેખાડે છે. હમણાં છે જૂની દુનિયા, પછી નવી દુનિયા થવાની છે. જૂની દુનિયા ને આગ લાગવાની છે. સ્થાપના નાં સમયે વિનાશ પણ ગવાય છે. કરન-કરાવનહાર પરમાત્મા ગવાયેલું છે. બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. કેવી રીતે કરાવે છે? એ તો સ્વયં જ આવીને બતાવશે. મનુષ્ય કાંઈ પણ નથી જાણતાં. કહે છે પરમાત્મા કરન-કરાવનહાર છે. અને પછી ડ્રામા ની પણ ખબર પડી ગઈ. કળિયુગ અંત, સતયુગ આદિ… આ સંગમ ને ઊંચ માનવો જોઈએ. કળિયુગ નાં પછી આવે છે સતયુગ. પછી નીચે ઉતરવાનું હોય છે. સ્વર્ગ, નર્ક ગવાયેલું છે. મનુષ્ય મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયાં. જરુર કોઈ સમયે સ્વર્ગવાસી થયાં છે. આ ખાસ ભારતવાસી જ કહે છે કારણ કે જાણે છે ભારત સૌથી પ્રાચીન છે. તો જરુર આ જ હેવન હશે. વાતો કેટલી સહજ છે પરંતુ ડ્રામાનુસાર સમજતાં નથી ત્યારે તો બાપ આવે છે સમજાવવાં. પોકારે પણ છે બાબા આવો. તમારામાં જે નોલેજ છે તે આવીને અમને આપો. પતિતો ને પાવન બનાવવા આવો. પછી કહે છે અમારું દુઃખ હરીને સુખ આપો, પરંતુ આ ખબર નથી કે શું નોલેજ આપશે! શું સુખ આપશે! હવે આપ બાળકો જાણો છો એ બાપ છે તો જરુર બાપ થી રચના થઈ હશે. ફાધર (પિતા) એટલે રચતા. બાળકોએ ફાધર કહ્યું તો ક્રિયેશન (રચના) થયાં. ક્રિયેશન પણ જરુર ક્યાંક થી થઈ હશે. પછી બાળકોને પ્રોપર્ટી (મિલકત) પણ આપી હશે. આ તો કોમન (સામાન્ય) વાત છે, એટલે જ મને ત્વમેવ માતાચ્ પિતા કહે છે. તો બાબા મોટાં ગૃહસ્થી થયાં ને. બોલાવે પણ છે હે માતા-પિતા આવો, આવીને પાવન બનાવો. હવે ફાધર તો છે પરંતુ મધર (માતા) વગર રચના કેવી રીતે થઈ શકે છે? આ પછી અહીં રચના બાબા કેવી રીતે રચે છે. આ છે બિલકુલ નવી વાત. અહીં પણ ઘણાં ની બુદ્ધિ માં રહેતું નથી અને બધી જગ્યાએ ફક્ત પરમાત્મા ને ફાધર કહી બોલાવે છે. અહીં બંને છે મધર-ફાધર (માતા-પિતા), તો પ્રવૃત્તિ માર્ગ થયો ને. ત્યાં ફક્ત ફાધર કહેવાથી એમને મુક્તિ નો વારસો મળે છે. એ આવે પણ પાછળ છે. આ તો બધાં જાણે છે ક્રિશ્ચન ધર્મ નાં પહેલાં બૌદ્ધી ધર્મ હતો, એનાં આગળ ઇસ્લામી ધર્મ હતો. આ સીડી માં બીજા ધર્મ તો નથી એટલે ગોળા ની બાજુ માં રાખવી જોઈએ. આ છે પાઠશાળા. હવે પાઠશાળા માં ફક્ત એક પુસ્તક થોડી હશે. પાઠશાળા માં તો મેપ્સ (નક્શા) પણ જોઈએ. તે શારીરિક વિદ્યા તો કામ માં નહીં આવશે. નક્શા થી મનુષ્ય ઝટ સમજી જશે. આ તમારા મુખ્ય નક્શા છે. કેટલું વિસ્તાર થી સમજાવાય છે તો પણ પથ્થર બુદ્ધિ સમજતાં નથી. બાબાએ સમજાવ્યું છે - પ્રદર્શન માં ત્રિમૂર્તિ પર જ પહેલાં સમજાવવાનું છે. આ તમારા બાબા છે, તે દાદા છે. જ્ઞાન કેવી રીતે આપે? વારસો કેવી રીતે આપે? ભારતવાસીઓ ને જ વારસો મળવાનો છે. પરમપિતા પરમાત્મા બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ૩ ધર્મ ની સ્થાપના કરે છે. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ જ રચે છે, આ છે યજ્ઞ, આને કહેવાય છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. અને ભક્તિમાર્ગ નાં જે યજ્ઞ છે - તે મોડે થી શરું થાય છે કારણ કે પહેલાં-પહેલાં થાય છે શિવ ની પૂજા પછી દેવતાઓની પૂજા. એ સમયે કોઈ યજ્ઞ નથી હોતાં. પાછળ થી આ યજ્ઞ કરવાનું શરું કરે છે. પહેલાં દેવતાઓની પૂજા કરે છે, ફૂલ ચઢાવે છે. હમણાં તમે પૂજા લાયક નથી. લોકો શિવ નાં ઉપર જઈને અક-ધતૂરો કેમ ચઢાવે છે? બાપ સમજાવે છે - તમે બધાં કાંટા હતાં. એમાંથી પછી કોઈ સદા ગુલાબ, કોઈ ગુલાબ, કોઈ મોતિયો બને છે. કોઈ પછી અક નાં ફૂલ પણ બની પડે છે. પૂરું નથી ભણતાં તો અક બની જાય છે. કોઈ કામ નાં નથી રહેતાં. શિવબાબા પર બધા કાંટા જ ચઢે છે, પછી એમને ફૂલ બનાવે છે પરંતુ ફૂલો ની પણ વેરાઈટી (વિભિન્નતા) બની જાય છે. બગીચા માં વેરાઈટી ફૂલ હોય છે ને. તમારામાં પણ નંબરવાર છે. કોઈ તખ્તનશીન બનશે, કોઈ શું બનશે - આ બધી વાતો બાપ જ સમજાવે છે બીજું કોઈ સમજાવી ન શકે. ભક્તિમાર્ગ કેટલો લાંબો-પહોળો (મોટો) છે. પરંતુ એમાં જ્ઞાન જરા પણ નથી. સતયુગ માં દેવી દેવતા હતાં. કળિયુગ માં એક પણ દેવતા નથી. તો જરુર પરમાત્માએ મનુષ્યો ને દેવતા બનાવ્યાં હશે. તો બાપ આવીને એવાં કર્મ શિખવાડે છે જે મનુષ્ય શિખીને, દૈવીગુણ ધારણ કરી દેવી-દેવતા બની ગયાં. બીજા ધર્મ વાળા શું શિખવાડશે? કારણ કે એમને તો ઉપર થી એમની પાછળ આવવાનું છે. તો તેઓ ફક્ત પવિત્રતા નું જ્ઞાન આપે છે. ક્રાઇસ્ટ જ્યારે આવે છે તો ક્રિશ્ચન તો કોઈ નથી. ઉપર થી એમની પાછળ આવે છે. બાબાએ સમજાવ્યું છે મુખ્ય ધર્મ છે ૪, જે ધર્મ સ્થાપન કરે છે, એમનું જે શાસ્ત્ર છે, એને કહેવાય છે ધર્મ શાસ્ત્ર. તો મુખ્ય છે ૪ ધર્મ. બાકી બધા છે નાનાં-નાનાં ધર્મ જે વૃદ્ધિ ને પામતાં રહેશે. ઈસ્લામી ધર્મ નું શાસ્ત્ર પોતાનું, બૌદ્ધીઓ નું પોતાનું. તો ધર્મશાસ્ત્ર ફક્ત આ જ થયાં. બ્રાહ્મણ ધર્મ તો હમણાંનો છે. તે લોકો ગાય છે બ્રાહ્મણ દેવતાય નમઃ… તો એ બ્રાહ્મણોને સમજાવવાનું છે કે પરમાત્મા જ્યારે બ્રહ્મા દ્વારા આવીને બ્રહ્મા મુખ વંશાવલી રચે છે, તે જ સાચાં બ્રાહ્મણ છે. તમે તો પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન છો જ નહીં. તમે ફક્ત પોતાને બ્રાહ્મણ કહેવડાવો છો, પરતું અર્થ નથી જાણતાં. બ્રહ્મા-ભોજન જ્યારે ખાય છે તો સંસ્કૃત માં શ્લોક વાંચી બ્રહ્મા ભોજન ની મહિમા ગાય છે. મહિમા બધી ફાલતું કરે છે. એમને પૂછવું જોઈએ કે તમે બ્રાહ્મણ કેવી રીતે થયાં? પહેલાં તો બ્રહ્મા જોઈએ - જેનાં દ્વારા પરમાત્મા સૃષ્ટિ રચે. તો સાચાં બ્રાહ્મણ છો તમે. બ્રાહ્મણો ને તો ચોટલી દેખાડે છે ને. વિરાટ રુપ માં પછી બ્રાહ્મણ દેખાડતાં નથી. તો બ્રાહ્મણ આવ્યાં ક્યાંથી? તમે પોતાને બ્રાહ્મણ કહેવડાવો છો તો પરમાત્મા જ્યારે આવીને બ્રહ્મા દ્વારા નવી રચના રચે ત્યારે બ્રાહ્મણ છો, પછી બ્રાહ્મણ જ દેવતા બને છે. બ્રાહ્મણ હોય જ છે સંગમ પર. કળિયુગ માં બધા શૂદ્ર છે. બ્રાહ્મણો ની બહુજ મહિમા કરે છે. આ બધી વાતો બાબા સમજાવે છે. અલ્ફ-બે, બાકી છે ડિટેલ (વિસ્તાર). ભક્તિ નું પણ સમજાવવું પડે. બાબા કહી દે છે તમે કોઈ ભગત છો, બાકી બાબા ક્યારેય ગુસ્સો વગેરે નથી કરતાં. બાપ સમજણ તો આપશે ને કારણ કે બાળકો જો ભૂલ કરે છે તો નામ બદનામ કોનું થશે? શિવબાબા નું એટલે બાબા બાળકો નાં કલ્યાણ અર્થ શિક્ષા આપે છે. સમજો આમનાંથી કોઈ ભૂલ થઈ જાય છે તો પણ એને સુધારવા માટે ડ્રામા માં નોંધ છે. એનાંથી પણ ફાયદો નીકળશે કારણકે તે મોટો બાળક છે ને. બધો આધાર આમનાં પર છે, આમનાથી કોઈ નુકસાન નહીં થશે. એ કહે છે આવી રીતે કરો તો કરી દેવું જોઈએ. તો નુકસાન થી પણ ફાયદો નીકળી આવશે. નુકસાન ની કોઈ વાત નથી. દરેક વાત માં કલ્યાણ જ કલ્યાણ છે. અકલ્યાણ પણ ડ્રામા માં હતું. ભૂલો તો બધાંથી થતી રહેશે. પરંતુ અંત માં કલ્યાણ તો કોઈ પણ હાલત માં થવાનું છે કારણકે બાપ છે કલ્યાણકારી. બધાનું કલ્યાણ કરવાનું છે. બધાને સદ્દગતિ આપી દે છે. હમણાં બધાનો કયામત (મોત) નો સમય છે. પાપો નો બોજો બધાનાં માથા પર છે તો બધાંનો હિસાબ-કિતાબ ચૂક્તું થશે. સજાઓ મળવામાં વાર નથી લાગતી. સેકન્ડ માં જીવનમુક્તિ મળે છે તો શું સેકન્ડ માં પાપો ની સજા નથી ભોગવી શકતાં! જેવી રીતે કાશી કલવટ માં થાય છે. શરીર છૂટી જાય છે. પરતું એવું નહીં શિવબાબા થી જઈને મળે. ના, ફકત પાછલા પાપો નો હિસાબ ચૂક્તું થઈ ફરી નવેસર થી શરું થઈ જાય છે. વચ્ચે થી કોઈ પાછું જઈ નથી શકતું. ભલે જ્ઞાન સેકન્ડ નું છે પરંતુ ભણતર તો ભણવાનું છે. રોજ શિવબાબા નો આત્મા જે જ્ઞાન નાં સાગર છે, એ જ આવીને ભણાવે છે. કૃષ્ણ તો દેહધારી છે. પુનર્જન્મ માં આવે છે. બાબા તો અજન્મા છે, જેમને ભણવું નથી તે તો જરુર વિઘ્ન નાખશે. યજ્ઞ માં વિઘ્ન તો પડશે. અબળાઓ પર અત્યાચાર થશે. એ બધું જ થઈ રહ્યું છે કલ્પ પહેલાં ની જેમ. અસુર કેવી રીતે હંગામા કરે છે, ચિત્ર ફાડે છે, કોઈ સમયે આગ લગાવવામાં પણ મોડું નહીં કરશે. આપણે શું કરશું! અંદર માં સમજો ભાવી, બહાર માં પોલીસ વગેરે ને રિપોર્ટ કરવો પડશે. અંદર માં જાણો છો કલ્પ પહેલાં જે થયું હતું તે થશે, એમાં દુઃખ ની કોઈ વાત નથી. નુકસાન થયું, ધોબી નાં ઘરે થી ગઈ છૂ. પછી બીજું બની જશે.

બાબાએ કહી દીધું છે - જ્યાં પ્રદર્શન વગેરે કરો છો તો ૮ દિવસ નાં માટે ઇન્શ્યોરન્સ (વીમો) કરાવી દો. કોઈ સારો વ્યક્તિ હશે તો ચાર્જ (પૈસા) પણ નહીં લેશે. ઇન્શ્યોરન્સ નહીં કર્યો તો પણ શું થશે. ફરી નવાં સારા ચિત્ર બની જશે. કદમ-કદમ માં પદમ છે, ૨૧ જન્મો નાં માટે બાબા થી વારસો લો છો તો કેટલું સારી રીતે સમજાવવું જોઈએ. ત્યાં સ્વર્ગ માં તમારી પાસે અગણિત ધન હશે. ગણતરી ની વાત નથી. તો બાબા તમને કેટલાં ધનવાન, સુખી બનાવે છે. ઇન્કમ (આવક) કેટલી મોટી છે. પ્રજા પણ કેટલી સાહૂકાર બને છે. આ છે સોર્સ ઓફ ઇન્કમ (આવક નું સાધન) ૨૧ જન્મ નાં માટે. આ છે મનુષ્ય થી દેવતા બનવાની પાઠશાળા. ભણાવે કોણ છે? બાપ. પછી આવાં ભણતર માં ગફલત ન કરવી જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. સદા સ્મૃતિ રહે કે આ કલ્યાણકારી યુગ માં દરેક વાત માં કલ્યાણ છે, આપણું અકલ્યાણ થઈ નથી શકતું. દરેક વાત માં કલ્યાણ સમજી સદા નિશ્ચિંત રહેવાનું છે.
  2. સદા ગુલાબ બનવાનાં માટે ભણતર પર પૂરે-પૂરું ધ્યાન આપવાનું છે. ભણતર માં ગફલત નથી કરવાની. અક નું ફૂલ નથી બનવાનું.
વરદાન :- અમૃતવેલા નાં મહત્વ ને સમજી આ સમય ને યથાર્થ રીતે યુઝ કરવાવાળા સદા શક્તિ સંપન્ન ભવ
સ્વયં ને શક્તિ સંપન્ન બનાવવા માટે રોજ અમૃતવેલા તન ની અને મન ની સૈર કરો. જેવી રીતે અમૃતવેલાએ સમય નો પણ સહયોગ છે, બુદ્ધિ ની સતોપ્રધાન સ્ટેજ નો પણ સહયોગ છે, તો એવી રીતે વરદાની સમય પર મન ની સ્થિતિ પણ સૌથી પાવરફુલ સ્ટેજ ની જોઈએ. પાવરફુલ સ્ટેજ અર્થાત્ બાપ સમાન બીજરુપ સ્થિતિ. સાધારણ સ્થિતિ માં તો કર્મ કરતા પણ રહી શકો છો પરંતુ વરદાન નાં સમય ને યથાર્થ રીતે યુઝ કરો તો કમજોરી સમાપ્ત થઈ જશે.
સ્લોગન :- પોતાનાં શક્તિઓનાં ખજાના થી શક્તિહીન, પરવશ આત્મા ને શક્તિશાળી બનાવો.

આ અવ્યક્ત ઈશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

જેવી રીતે બ્રહ્મા બાપ સદા અવાજ થી પરે પોતાની શ્રેષ્ઠ સ્થિતિ માં સ્થિત રહેવાનો અભ્યાસ કરતા રહ્યાં. આનાંથી એ સર્વ વ્યક્ત આકર્ષણો થી પરે શક્તિશાળી ન્યારી અને પ્યારી સ્થિતિ માં રહ્યાં. એવી રીતે આપ બાળકો પણ એ શ્રેષ્ઠ સ્થિતિ માં સ્થિત રહેવાનો અભ્યાસ કરતા રહો, તો કર્મ કરતા પણ વિશેષ શાંતિ ની શક્તિ નો અનુભવ કરતા રહેશો, આ જ અભ્યાસ થી બાપ સમાન સંપન્ન કે સંપૂર્ણ બની જશો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.