ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી

ઓમ શાંતિ · BapDada · 28 નવેમ્બર, 2026

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી28 નવેમ્બર, 2026 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

28.11.2026
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - બધાંને એક બાપ નો જ પરિચય આપો , એક બાપ થી લેણ - દેણ રાખો , બાપ ને જ પોતાનો સાચો પોતામેલ આપો”
પ્રશ્ન :- બાળકો થી હજું સુધી પણ અનેક પ્રકારની ભૂલો થતી રહે છે, એનું કારણ શું છે?
ઉત્તર :- મુખ્ય કારણ છે - યોગ માં ખુબ કાચ્ચા છે. બાપ ની યાદ માં રહે તો ક્યારેય કોઈ ખરાબ કામ થઈ ન શકે. નામ-રુપ માં ફસાશે તો યોગ લાગી ન શકે. તમે પતિત થી પાવન બનવાની ધૂન માં રહો. નિરંતર શિવબાબા ની યાદ માં રહો, તમારો પરસ્પર શારીરિક પ્રેમ ન હોવો જોઈએ.
ગીત :- જલે ન ક્યોં પરવાના…

ઓમ્ શાંતિ ! આ ભક્તિ માર્ગ નાં ગીત ગવાયેલાં છે. અંતે આ બધું બંધ થઈ જશે, આની દરકાર નથી. ગાયન પણ છે એક સેકંડ માં બાપ પાસેથી વારસો મળે છે. તમે જાણો છો - બેહદ નાં બાબા થી જીવનમુક્તિ નો વારસો મળે છે. જીવનમુક્તિ અર્થાત્ આ દુ:ખધામ થી મુક્ત, ભ્રષ્ટાચારપણા થી મુક્ત. પછી શું બનશો? એનાં માટે મુખ્ય લક્ષ તો બહુજ સારું સમજાવવાનું છે. બાબાએ રાત્રે પણ સમજાવ્યું કે કોઈ પણ આવે છે તો પહેલાં પરિચય આપો ઊંચા માં ઊંચા ભગવાન નો. પૂછે છે - અહીં નો ઉદ્દેશ શું છે? તો પહેલાં-પહેલાં પરિચય આપવાનો છે બેહદ નાં બાપ નો. હવે એ કહે છે મને યાદ કરો તો તમે પાવન બનશો. ગાય પણ છે હે પતિત-પાવન આવો. તો બાપ ને જરુર કોઈ ઓથોરિટી (સત્તા) હશે ને! કોઈ તો પાર્ટ મળેલો હશે. એમને કહેવાય છે ઊંચા માં ઊંચા બાપ. એ ભારત માં જ આવે છે. ભારત ને જ આવીને ઊંચા માં ઊંચું બનાવે છે. વૈકુંઠ ની સૌગાત લઈ આવે છે. મનુષ્ય સૃષ્ટિમાં ઊંચા માં ઊંચા છે દેવી-દેવતાઓ, સૂર્યવંશી વંશજ, જે સતયુગ માં રાજ્ય કરતાં હતાં. સતયુગ સ્થાપન કરવા વાળા ઊંચા માં ઊંચા ભગવાન જ છે. એમને કહે પણ છે હેવન (સ્વર્ગ) સ્થાપન કરવા વાળા, હેવિનલી ગોડ ફાધર. એ બાપ છે, એમનાં માટે ક્યારેય એવું ન કહી શકાય કે બાપ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી કહેવાથી બાપ નો વારસો ગુમ થઈ જાય છે. કેટલી મીઠી વાતો છે, બાપ એટલે વારસો. જરુર પોતાનાં બાળકો ને જ વારસો આપશે. બધાં બાળકોનાં બાપ એક જ છે. એ આવીને સુખ-શાંતિ નો વારસો આપે છે, રાજ્યોગ શિખવાડે છે. બાકી તો બધાં આત્માઓ હિસાબ-કિતાબ ચૂક્તું કરી પાછા ચાલ્યાં જશે. હવે જૂની દુનિયા ખલાસ થવાની છે. એનાં માટે આ મહાભારત લડાઈ છે. અનેક ધર્મો નો વિનાશ, એક ધર્મ ની સ્થાપના થવાની છે. બુદ્ધિ પણ કહે છે જરુર કળિયુગ નાં પછી સતયુગ આવવો જોઈએ. દેવી-દેવતાઓ ની હિસ્ટ્રી રિપીટ (પુનરાવર્તિત). ગવાયેલું પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. ઊંચા માં ઊંચું પદ પ્રાપ્ત કરાવે છે.

બાપ કહે છે - બાળકો, આ અંતિમ જન્મ પવિત્ર બનો. હવે મૃત્યુલોક મુર્દાબાદ અને અમરલોક જિંદાબાદ થવાનો છે. તમે બધા પાર્વતીઓ છો, અમરકથા સાંભળી રહ્યા છો. બાળકો અને બાળકીઓ બંને અમર બનશે ને. આને અમરકથા કહો, તીજરી ની કથા કહો. ખાસ કરીને માતાઓ જ કથા સાંભળે છે. શું અમરપુરી માં પુરુષ નહીં હશે. બંને હશે, આ બાપ જ સમજાવે છે કે ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર શું કહે છે અને બાપ શું કહે છે? આ પણ કહે છે ભક્તિ નું ફળ ભગવાન આપવા આવે છે. બરોબર સતયુગ માં આ દેવી-દેવતાઓ નું જ વિશ્વ પર રાજ્ય હતું. એમને ફળ કોણે આપ્યું? કોઈ પણ સાધુ-સંન્યાસી વગેરે તો આપી ન શકે. એ પણ જાણો છો ભક્તિ પણ બધાં એક જેવી નથી કરતાં. જે બહુજ ભક્તિ કરશે એમને ફળ પણ જરુર એવું જ મળશે. જે પૂજ્ય હતાં તે જ પુજારી બન્યાં ફરી પૂજ્ય બનશે. ભક્તિ નું ફળ તો મળશે ને. આ વાતો પણ બધી સમજાવવાની હોય છે. પહેલાં-પહેલાં ત્રિમૂર્તિ પર સમજાવવાનું છે. એવું નહીં કે પહેલાં સીડી નાં ચિત્ર પર લઈ જાઓ. આ છે વિસ્તાર ની વાતો. પહેલાં-પહેલાં પરિચય આપવાનો છે બાપ નો. એ છે ઊંચા માં ઊંચા. પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર નો પછી લક્ષ્મી-નારાયણ નો. બાકી ભક્તિમાર્ગ નાં ચિત્ર તો અનેકાનેક છે. પહેલાં-પહેલાં આ બોલો કે બેહદ નાં બાપ છે - જેમનાથી અમે બેહદ સ્વર્ગ નો વારસો લઈએ છીએ. ઊંચા માં ઊંચા ભગવાન વારસો પણ ઊંચા માં ઉંચો આપે છે. ભારત માં શિવ જયંતી પણ મનાવાય છે, જરુર હેવનલી ગોડ ફાધરે આવીને હેવન સ્થાપન કર્યું હશે. બાપ જ સ્વર્ગ સ્થાપન કરે છે પછી ૫ હજાર વર્ષ નાં બાદ નર્ક થઈ જાય છે. રામ ને પણ આવવું પડે છે, તો સમય પર રાવણ ને પણ આવવું પડે છે. રામ વારસો આપે, રાવણ શ્રાપ આપે છે. જ્ઞાન અર્થાત્ દિવસ પૂરો થઈ રાત થઈ જાય છે. દિવસ માં ફક્ત સૂર્યવંશી, ચંદ્રવંશી. આ વાતો નટશેલ (સાર) માં સમજાવવી ખુબ સહજ છે. પહેલાં-પહેલાં ઊંચા માં ઊંચા બાપ નો પરિચય આપી પાક્કું કરાવવું જોઈએ. મૂળ વાત જ આ છે. સતયુગ માં દેવી-દેવતા વંશજ હતો. સતોપ્રધાન હતાં પછી સતો-રજો-તમો માં આવ્યાં. આ છે ચક્ર. એક જ વસ્તુ કાયમ ન રહી શકે. આપ બાળકોની બુદ્ધિ માં આ જ યાદ રહે કે ઊંચા માં ઊંચા બાપ ને યાદ કરવાનાં છે. આ યાદ માં બહુજ કાચ્ચા છે. બાબા પણ પોતાનો અનુભવ બતાવે છે કે યાદ જ ઘડી-ઘડી ભૂલાઈ જાય છે કારણકે આમને બહુજ ખ્યાલાત રહે છે. ત્યારે તો કહેવાય છે જેનાં માથે મામલો, તે યાદ માં કેવી રીતે રહી શકે. બાબાનાં આખો દિવસ ખ્યાલાત ચાલતાં રહે છે. કેટલી વાતો સામે આવે છે. બાબા ને સવારે ઉઠીને બેસવામાં વધારે મજા આવે છે. નશો પણ રહે છે. બસ, આ સ્થાપના થયા પછી હું વિશ્વ નો મહારાજા બનીશ ફરી થી. જેમકે બાબા પોતાનો અનુભવ બતાવે છે કે પહેલી-પહેલી મુખ્ય વાત છે - બાપ નો પરિચય. બીજી જે પણ વાતો કોઈ કહે બોલો, આમાં કાંઈ ફાયદો નથી. હું તમને પરિચય આપું છું ઊંચા માં ઊંચા બાપ નો. એ જ ઊંચા માં ઊંચો વારસો આપે છે વિશ્વ નાં માલિક બનવાનો. આર્ય સમાજી લોકો દેવતાઓનાં ચિત્રો ને નથી માનતાં. તમારી પાસે ચિત્ર જુએ છે ત્યારે જ બગડે છે. જેમને વારસો લેવાનો હશે તે શાંતિ થી આવીને સાંભળતાં રહેશે. મુખ્ય વાત જ એક છે ઊંચા માં ઊંચા ભગવાન ની. ઊંચા માં ઊંચા બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને નહીં કહેશે. ઊંચા માં ઊંચા બાપ પાસેથી જ વારસો મળે છે. એ જ પતિત-પાવન છે. આ વાત પાક્કી કરી લો. ગોડ ઈઝ વન (ભગવાન એક છે). બાપ એટલે વારસો. ભારત માં આવીને વારસો આપે છે. બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના, શંકર દ્વારા વિનાશ. આ મહાભારત લડાઈ થી જ સ્વર્ગ નાં દ્વાર ખુલે છે. પતિત થી પાવન બને છે. બેહદ નાં બાપ થી જ ભારત ને વારસો મળી રહ્યો છે. બીજી કોઈ વાત નથી. અહીં છે એક વાત. બાપ કહે છે - મને યાદ કરો તો તમારી ખાદ (જંક) નીકળે. આ એક વાત જ્યારે સમજે ત્યારે બીજું કાંઈક સમજાવો. આ જે આટલાં ચિત્ર છે, આ છે રેજગારી. હું કહું છું જ્ઞાન અમૃત પીને પવિત્ર બનો. તે કહે છે વિષ જોઈએ. એનાં પર પણ આ ચિત્ર છે, ત્યારે કહે છે અમૃત છોડી વિષ શા માટે પીએ!

આ રુહાની નોલેજ સ્પ્રિચ્યુઅલ ફાધર (આધ્યાત્મિક પિતા) જ આપે છે. એ બાપ સર્વવ્યાપી કેવી રીતે હશે. તમે બાપ ને સર્વવ્યાપી માનો છો તો ભલે માનો, અમે હવે નહીં માનીશું. આગળ અમે માનતાં હતાં. હવે બાપે બતાવ્યું છે આ ભૂલ છે. બાપ પાસેથી વારસો મળે છે. હમણાં ભારત નર્ક છે, એને પછી અમે સ્વર્ગ અર્થાત્ પવિત્ર ગૃહસ્થાશ્રમ બનાવીએ છીએ. આદિ સનાતન દેવી-દેવતાઓનો પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો. હમણાં છે અપવિત્ર વિશશ (વિકારી) દુનિયા. બાપ કહે છે મને યાદ કરો. ઊંચા માં ઊંચા શિવવાબા, ક્રિયેટર (રચયિતા) છે, એમનાથી વારસો મળે છે. હમણાં કળિયુગ માં છે અનેક મનુષ્ય, સતયુગ માં તો બહુજ થોડાં મનુષ્ય છે. તો એ સમયે બાકી બધાં શાંતિધામ માં છે. તો જરુર હવે લડાઈ લાગશે ત્યારે તો મુક્તિ માં જશે. આ બધી વાતો બાળકોની બુદ્ધિ માં રહેવી જોઈએ. બાળકોએ સર્વિસ જરુર કરવાની છે. સેવા થી જ ઊંચ પદ મેળવશો. એવું નહીં પરસ્પર માં ન બન્યું તો શિવબાબા ને ભૂલી જવાનું કે શિવબાબા ની સર્વિસ કરવાની છોડી દેવાનું છે. પછી તો એ પદ ભ્રષ્ટ થઈ જશે. પછી આ સેવા કરવાનાં બદલે ડીસસર્વિસ (કુસેવા) કરી દેશો. પરસ્પર લૂણ-પાણી થઈને સેવા ને છોડી દેવી, એનાં જેવું ખરાબ કામ કોઈ નથી. બાબા ને યાદ કરો તો કમાણી પણ થશે. હમણાં જ્ઞાન મળ્યું છે હોલી (પવિત્ર) બનો અને બાપ ને યાદ કરો. ધુળેટી કહેવાય છે જ્ઞાન ની રીમઝીમ ને. જ્ઞાન અને વિજ્ઞાન કહેવાય છે. વિજ્ઞાન છે યોગ, જ્ઞાન છે સૃષ્ટિ ચક્ર નું. હોળી-ધુળેટી, મનુષ્ય કાંઈ સમજતાં નથી. બાપ ને યાદ કરવાં અને જ્ઞાન બધાંને સંભળાવવું. બાબા વારંવાર સમજાવે છે કે ઊંચા માં ઊંચા બાપ ને સર્વવ્યાપી કહી ન શકાય. નહીં તો સ્વયં કોને યાદ કરે છે? બાપ કહે છે - નિરંતર મને યાદ કરો. પરતું રચયિતા ને નથી જાણતાં તો મળશે શું! ન જાણવાનાં કારણે સર્વવ્યાપી કહી દે છે. તો ઊંચા માં ઊંચા સિદ્ધ કરી સમજાવો તો સર્વવ્યાપી ની વાતો બુદ્ધિ થી નીકળી જાય. આપણે બધાં ભાઈઓ છીએ. બાપ દર ૫ હજાર વર્ષ પછી આવીને વારસો આપે છે. સતયુગ માં દેવી-દેવતા હશે. બાકી બધાં મુક્તિ માં જશે. બધાંને બાપ નો પરિચય આપતાં રહો. ક્રાઈસ્ટ ની પ્રાર્થના કરે છે - બોલો, ક્રાઈસ્ટ તો બધાનાં ફાધર નથી ને. બધાનાં ફાધર તો નિરાકાર છે, જેમને જ આત્મા પોકારે છે - ઓ ગોડ ફાધર, ક્રાઈસ્ટ એમનો સન (પુત્ર) ગવાયેલું છે. સન થી વારસો કેવી રીતે મળશે? ક્રાઈસ્ટ તો રચના છે. એવું કોઈ પણ શાસ્ત્ર માં લખેલું નથી કે ક્રાઈસ્ટ ને યાદ કરવાથી આત્મા તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશે. એક ગીતા માં જ છે કે મામેકમ્ યાદ કરો. ગોડફાધર નું શાસ્ત્ર છે જ ગીતા. ફક્ત બાપ નું નામ બદલીને શ્રીકૃષ્ણ નું નામ લખી દીધું છે. આ ભૂલ કરી દીધી છે. ઊંચા માં ઊંચા બાપ છે, એ જ સુખ-શાંતિ નો વારસો આપે છે. શિવ નું ચિત્ર બધાંએ પોતાની પાસે રાખવાનું છે. શિવબાબા આ વારસો આપે છે પછી ૮૪ જન્મો માં ગુમાવી દે છે. સીડી પર સમજાવવાનું છે - પતિત-પાવન બાપ જ આવીને પાવન બનાવવાની યુક્તિ બતાવે છે. તે કહે છે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ, તમે કહો છો શિવ ભગવાનુવાચ. ફર્સ્ટ ફ્લોર માં (પહેલાં માળે) ઊંચા બાપ રહે છે પછી સેકંડ ફ્લોર માં (બીજે માળે) સૂક્ષ્મ વતન. આ છે થર્ડ ફ્લોર (ત્રીજો માળ). સૃષ્ટિ અહીં છે, પછી સૂક્ષ્મવતન માં જાય છે. ત્યાં ટ્રિબ્યુનલ (ન્યાય પંચ) બેસે છે, સજાઓ મળે છે. સજાઓ ખાઈને પવિત્ર બની ચાલ્યાં જાય છે ઉપર. બાપ બધાં બાળકોને લઈ જાય છે. હમણાં છે સંગમ. આને ૧૦૦ વર્ષ આપવાં જોઈએ. બાળકો પૂછે છે બાબા સ્વર્ગ માં શું-શું હશે? બાબા કહે છે બાળકો તે આગળ ચાલીને જોજો. પહેલાં તમે બાપ ને જાણો, પતિત થી પાવન બનવાની ધૂન માં રહો. સ્વ ર્ગમાં જે થવાનું હશે તે થતું રહેશે. તમે પાવન એવાં બનો જે બાપ નો પૂરો વારસો મળી જાય નવી દુનિયાનો. બાકી વચ્ચે શું થાય છે, આ પણ આગળ ચાલીને જોવાનું છે. તો આ વાતો બધી યાદ રાખવી જોઈએ. ન યાદ રહેવાનાં કારણે સમય પર સમજતાં નથી, ભૂલી જાય છે. બાળકોએ કર્મ પણ સારા કરવાનાં છે. બાપ ની યાદ માં રહેવાથી ખરાબ કામ થશે જ નહીં. ઘણાં ખરાબ કર્મ પણ કરે છે. એવું થોડી ફક્ત આ જ બ્રાહ્મણી નું સારું લાગે છે. તે બ્રાહ્મણી ગઈ તો પોતે પણ ખલાસ. બ્રાહ્મણી નાં કારણે મરી જાય છે. એટલે બાપ પાસેથી વારસો લેવાથી મર્યા. આ પણ બદનસીબી કહેવાય છે.

ઘણાં બાળકો એક-બીજા નાં નામ-રુપ માં ફસાઈ મરે છે. અહીં તમારો શારીરિક પ્રેમ ન હોવો જોઈએ. નિરંતર શિવબાબા ને યાદ કરવાનાં છે. કોઈનાંથી પણ લેવાનું-દેવાનું નથી. બોલો, અમને કેમ આપો છો? તમારો યોગ તો શિવબાબા થી છે ને. જે ડાયરેક્ટ નથી આપતાં, એમનું શિવબાબા ની પાસે જમા નથી થતું. બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે તો એમનાં દ્વારા બધું જ કરવાનું છે. વચ્ચે કોઈ ખાઈ ગયું તો શિવબાબા નાં પાસે તો જમા ન થયું. શિવબાબા ને આપવું છે તો બ્રહ્મા દ્વારા. સેવાકેન્દ્ર પણ બ્રહ્મા દ્વારા જ ખોલો. પોતે જ સેવાકેન્દ્ર ખોલે છે તો તે થોડી જ સેવાકેન્દ્ર થયું? બાપદાદા બંને સાથે છે. એમને હાથ આવ્યું એટલે શિવબાબા નાં હાથ આવ્યું. કેટલાં સેવાકેન્દ્રો છે જેનાં કોઈ સમાચાર જ નથી. લખવું જોઈએ શિવબાબા તમારા સેવાકેન્દ્ર નો આ પોતામેલ છે. શેઠ ની પાસે પોતામેલ આવવો જોઈએ ને. ઘણાઓનું શિવબાબા ની પાસે જમા નથી થતું. આ પણ અક્કલ નથી, ભલે જ્ઞાન ખૂબ છે પરંતુ યુક્તિ નથી આવડતી. બસ, અમે સેવાકેન્દ્ર ખોલ્યું. તમે જેમને આપ્યું, એમણે સેવાકેન્દ્ર ખોલ્યું. તે શિવબાબાએ થોડી ખોલ્યું. તે સેવાકેન્દ્ર પછી જોર પણ નથી ભરતું. સેવાકેન્દ્ર ખોલવું હોય તો શિવબાબા નાં દ્વારા. શિવબાબા અમે આ આપીએ છીએ, આમાં લગાવી દેજો. બાળકો ભૂલો બહુજ કરે છે. યોગ માં બહુજ કાચ્ચા છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. જ્ઞાન ની સાથે-સાથે પોતાનું ભવિષ્ય બનાવવાની યુક્તિ પણ શિખવાની છે. એક બાપ પાસેથી વારસો લેવાનો છે. કોઈ દેહધારી ની પાછળ બદનસીબ નથી બનવાનું.
  2. પરસ્પર કોઈ વાત નાં કારણે બાપ ની સેવા નથી છોડવાની. સવારે-સવારે ઉઠીને પોતે સ્વયં ની સાથે વાતો કરવાની છે. યાદ કરવાની મહેનત કરવાની છે.
વરદાન :- પોતાની શ્રેષ્ઠ ધારણાઓ પ્રત્યે ત્યાગ માં ભાગ્ય નો અનુભવ કરવા વાળા સાચાં ત્યાગી ભવ
બ્રાહ્મણોની શ્રેષ્ઠ ધારણા છે સંપૂર્ણ પવિત્રતા. એ જ ધારણા માટે ગાયન છે “પ્રાણ જાય પર ધર્મ ન જાય.” કોઈ પણ પ્રકાર ની પરિસ્થિતિ માં પોતાની આ ધારણા નાં પ્રત્યે કંઈ પણ ત્યાગ કરવો પડે, સહન કરવું પડે, સામનો કરવો પડે, સાહસ રાખવું પડે તો ખુશી-ખુશી થી કરો-એમાં ત્યાગ ને ત્યાગ ન સમજી ભાગ્ય નો અનુભવ કરો ત્યારે કહેવાશે સાચ્ચા ત્યાગી. એવી ધારણા વાળા જ સાચ્ચા બ્રાહ્મણ કહેવાય છે.
સ્લોગન :- સર્વ શક્તિઓને પોતાનાં ઓર્ડર માં રાખવા વાળા જ માસ્ટર સર્વ શક્તિમાન છે.

અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

જેવી રીતે સાકાર માં જોયું લાસ્ટ સંપન્ન કે કર્માતીત સ્ટેજ નો પાર્ટ ફક્ત બ્લેસિંગ આપવાનો રહ્યો, બેલેન્સ ની પણ વિશેષતા અને બ્લેસિંગ ની પણ કમાલ રહી. એવી રીતે ફોલો ફાધર. સહજ અને શક્તિશાળી સેવા આ જ છે. હમણાં વિશેષ આત્માઓનો પાર્ટ છે બ્લેસિંગ આપવાનો. ભલે નયનો થી આપો, ભલે મસ્તકમણી દ્વારા. કર્મ કરતા પણ કર્મ નાં બંધનો થી સદા અતિત અર્થાત્ ન્યારા રહો. ક્યારેય કર્મો નાં વશીભૂત નહીં, કર્મેન્દ્રિયો દ્વારા દરેક કર્મ કરવા સાથે અધિકારીપણા નાં નશા માં રહો, આ જ સંપૂર્ણતા ની સ્ટેજ છે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

Also searched astodays murli in gujarati · today murli in gujarati · bk gujarati murli · gujarati pdf murli · gujarati murli today · daily murli gujarati · aajni murli · આજની મુરલી · આજ કી મુરલી · brahma kumaris gujarati murli

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.