ગુજરાતી મુરલી · Brahma Kumaris

આજની મુરલી · 27 નવેમ્બર, 2026

ઓમ શાંતિ · BapDada · 27 નવેમ્બર, 2026

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી27 નવેમ્બર, 2026 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

27.11.2026
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - ભારત બધાનું તીર્થ સ્થાન છે , એટલે સર્વ ધર્મ વાળાઓ ને ભારત તીર્થ ની મહિમા સંભળાવો , બધાને સંદેશ આપો”
પ્રશ્ન :- કયા પુરુષાર્થ થી તમારી અંત મતિ સો ગતિ થશે? નિદ્રાજીત બની જશો?
ઉત્તર :- રાત્રે જ્યારે સૂવા જાઓ છો તો પહેલાં બાપ અને વારસા ને યાદ કરો, સ્વદર્શન ચક્ર ફરાવતાં રહો. જ્યારે નીંદર આવે તો સુઈ જાઓ પછી અંત મતિ સો ગતિ થઈ જશે. સવારે ઉઠશો તો તે જ પોઈન્ટ (વાત) યાદ આવતી રહેશે. એવો અભ્યાસ કરતાં તમે નીંદર ને જીતવા વાળા બની જશો. જે કરશે તે પામશે. કરવા વાળા ની ચલન પ્રસિદ્ધ થતી જાય છે.
ગીત :- જો પિયા કે સાથ હૈ…

ઓમ્ શાંતિ ! જે પિયા ની સાથે છે. હમણાં દુનિયામાં બાપ તો ખૂબ છે પરતું એ સર્વ નાં બાપ રચયિતા એક જ છે. એ જ જ્ઞાન નાં સાગર છે. જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે. સદ્દગતિ પણ મનુષ્ય ની ત્યારે થાય છે જ્યારે સતયુગ ની સ્થાપના થવાની હોય છે. બાબા ને જ કહેવાય છે સદ્દગતિ દાતા. જ્યારે-જ્યારે સંગમ નો સમય હોય ત્યારે તો જ્ઞાન-સાગર આવીને સદ્દગતિ માં લઈ જશે. આ સમયે દુર્ગતિ તો બધાની છે. દુર્ગતિ પણ બધાંની એક જેવી નથી થતી. સૌથી પ્રાચીન ભારત છે. ભારતવાસીઓનાં જ ૮૪ જન્મ ગવાયેલાં છે. જરુર જે પહેલાં-પહેલાં મનુષ્ય હશે તે જ ૮૪ જન્મો નાં લાયક હશે. દેવતાઓનાં ૮૪ જન્મ તો બ્રાહ્મણોનાં પણ ૮૪ જન્મ. મુખ્ય ને જ ઉઠાવાય છે. બાપ બ્રહ્મા દ્વારા નવી સૃષ્ટિ રચવાનાં માટે પહેલાં-પહેલાં સૂક્ષ્મલોક રચે છે પછી નવી સૃષ્ટિ ની સ્થાપના થાય છે. ત્રિલોકીનાથ એક બાપ છે. બાકી એમનાં બાળકો પણ પોતાને ત્રિલોકીનાથ કહી શકે છે. અહીં તો ઘણાં મનુષ્યોએ નામ પણ રખાવી દીધું છે ત્રિલોકીનાથ. બે-બે દેવતાઓનાં પણ નામ રખાવ્યાં છે - ગૌરીશંકર, રાધેશ્યામ, હવે રાધાકૃષ્ણ અલગ-અલગ રાજાઈ નાં હતાં. જે સારા બાળકો છે એમની બુદ્ધિ માં બહુજ સારા પોઈન્ટ્સ ની ધારણા રહે છે. જે હોશિયાર ડોક્ટર હશે, એમની બુદ્ધિ માં બહુજ દવાઓ હશે. અહીં પણ રોજ નવાં-નવાં પોઈન્ટ્સ નીકળતાં જાય છે. જેમનો સારો અભ્યાસ હશે તે નવાં-નવાં પોઈન્ટ ધારણ કરતાં હશે. જે ધારણા નથી કરતાં એમને મહારથી ન કહેવાય. બધો આધાર બુદ્ધિ પર છે અને તકદીર ની પણ વાત છે. આ પણ ડ્રામા છે. ડ્રામા ને કોઈ જાણતું નથી. એ પણ સમજે છે, હું આત્મા શરીર ધારણ કરી પાર્ટ ભજવું છું. પરંતુ ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં એટલે કાંઈ નથી જાણતાં. તમારે તો જાણવું જોઈએ. બાળકોની તો ફરજ છે બીજા ને બાપ નો પરિચય આપવો. આખી દુનિયાને બતાવવાનું છે, કોઈ એવું ન કહે કે અમને તો ખબર જ નહોતી. વિદેશ થી પણ બહુજ આવવા વાળા છે. એ બધાનો પ્રબંધ કરશું બોમ્બે માં. તે લોકો તો સમર્થ પણ છે. પૈસા તો એમની પાસે ખૂબ છે. શિવ ને પોતાનાં મોટાં ગુરુ તો માનશે ને એટલે સમજાવાય છે કે આ ધર્મ-પિતાઓનો પણ થોડો પાર્ટ છે. બાળકોએ શરું માં સાક્ષાત્કાર કર્યો હતો - આ ક્રાઇસ્ટ, ઈબ્રાહિમ વગેરે બધાં આવશે મળવાં. તો એમની ફિલ્ડ (વર્ગ) બનાવવી જોઈએ. બધાં ટુરિસ્ટ (પર્યટક) વગેરે બોમ્બે માં આવતાં રહે છે. ભારત બધાને બહુજ ખેંચે છે. અસલ ભારત બાપ ની જન્મભૂમિ છે. પછી બધામાં ભગવાન કહેવાથી બેહદ નાં બાપ નું મહત્વ ગુમ કરી દીધું છે. હવે તમે સમજાવો છો કે ભારત સૌથી મોટું તીર્થસ્થાન છે. બાકી બધાં પૈગમ્બર આવે છે પોતાનો ધર્મ સ્થાપન કરવાં. એમની પાછળ પછી એમનાં ધર્મ વાળાઓ પણ આવે છે. હવે છે અંત. કોશિશ કરે છે, અમે પાછાં જઈએ. પરંતુ પૂછો એમને, તમને અહીં લાવ્યું કોણ? ક્રાઈસ્ટે ક્રિશ્ચન ધર્મ સ્થાપન કર્યો, શું એમણે તમને ખેંચીને અહીં લાવ્યાં? હવે બધાં હેરાન થઈ ગયાં છે પાછાં જવાનાં માટે. બધા આવે જ છે પાર્ટ ભજવવાં. પાર્ટ ભજવતાં-ભજવતાં અંત માં દુઃખ માં આવવાનું જ છે. પછી દુઃખ થી છોડાવી સુખ માં લઈ જવાનું બાપ નું જ કામ છે. બાપ ની જન્મભૂમિ ભારત છે. આટલું મહત્વ આપ બાળકો જ જાણો છો. જે જાણે છે એમને નશો ચઢેલો છે. કલ્પ-કલ્પ ભારત માં બાબા આવે છે. આ બધાને બતાવવાનું છે, નિમંત્રણ આપવાનું છે. રચના ની નોલેજ ને કોઈ પણ જાણતું નથી. તો એવાં સેવાધારી બનીને પોતાનું નામ રોશન કરવું જોઈએ. આ મેળો બધી તરફ જશે. તો જે હોશિયાર બાળકો છે એમની મદદ માંગતા રહે છે. એમનાં નામ જપતા રહે છે. એક તો શિવબાબા ને જપે છે બીજા બ્રહ્મા બાબા ને ત્રીજી પછી કુમારકા, ગંગે, મનોહર ને જપશે. ભક્તિમાર્ગ માં હાથ માં માળા ફેરવે છે. હવે મુખ થી નામ જપે છે. ફલાણી ખૂબ સેવાધારી છે. નિરહંકારી છે, મીઠી છે. દેહ-અભિમાન નથી. કહે છે ને - ઘુર ત ઘુરાય (સ્નેહ આપો તો સ્નેહ મળશે)... હવે બાપ કહે છે તમે દુઃખી બન્યાં છો. તમે મને યાદ કરશો તો હું પણ મદદ કરીશ. તમે નફરત કરશો તો આ તો જેમકે પોતાનાં ઉપર નફરત કરો છો, પદ નહીં મળશે. ઘન કેટલું અથાહ મળે છે. કોઈને લોટરી મળે છે તો કેટલી ખુશી થાય છે. એમાં પણ કેટલાય ઈનામ આવે છે. પછી બીજું ઈનામ, ત્રીજું ઈનામ પણ હોય છે. આ પણ ઈશ્વરીય રેસ છે. જ્ઞાન અને યોગ ની રેસ છે, જે એમાં આગળ જશે તે જ ગળા નો હાર બનશે અને તખ્ત પર નજીક બેસશે.

તમે બધા છો કર્મયોગી. પોતાનાં ઘર ને પણ સંભાળો. ક્લાસ માં એક કલાક ભણવાનું છે. પછી ઘર માં જઈને રિવાઇઝ (પુનરાવર્તન) કરવાનું છે. શાળા માં પણ એવી રીતે કરે છે ને. ભણીને પછી ઘર માં જઈને રિવાઇઝ કરે છે. બાપ કહે છે એક ઘડી અડધી ઘડી… દિવસ માં ૮ ઘડી (પ્રહર) હોય છે. એમાં પણ બાપ કહે છે એક ઘડી, સારું અડધી ઘડી, ૧૫-૨૦ મિનિટ પણ ક્લાસ માં ભણીને ધારણા કરી પછી ધંધાધોરી માં ચક્ર લગાવો. આગળ તમને બાબા બેસાડતાં હતાં તો બાપ ની યાદ માં બેસો. સ્વદર્શન ચક્ર ફરાવો. યાદ નું જ્ઞાન તો હતું ને. બાપ અને વારસા ને યાદ કરતાં, સ્વદર્શન ચક્ર ફરાવતાં જ્યારે જુઓ નીંદર આવે છે તો સુઈ જાઓ. પછી અંત મતિ સો ગતિ થઈ જશે. પછી સવારે ઉઠશો તો તે જ પોઈન્ટ્સ (વાત) યાદ આવતી રહેશે. એવો અભ્યાસ કરતાં-કરતાં તમે નીંદર ને જીતવા વાળા બની જશો. જે કરશે તે પામશે. કરવા વાળાઓનું દેખાય છે, ચલન પ્રસિદ્ધ થાય છે. દેખાય છે આ વિચાર સાગર મંથન કરે છે. ધારણા કરે છે. કોઈ લોભ વગેરે તો નથી. આ શરીર જૂનું છે, આનો પણ બહુ ખ્યાલ નથી કરવાનો. આ ઠીક પણ ત્યારે રહેશે જ્યારે જ્ઞાન-યોગ ની પૂરી ધારણા હશે. ધારણા નહીં હશે તો શરીર વધારે સડતું જશે. સડતાં-સડતાં બિલકુલ જ કબ્રદાખિલ (બિમાર) થઈ જશે. નવું શરીર પછી ભવિષ્ય માં મળે છે. આત્મા ને પવિત્ર બનાવવાનો છે. આ તો જૂનું મૂત પલિત (પતિત) શરીર છે. આને કેટલો પણ પાઉડર લગાવો તો પણ વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) છે. હવે તમારા બધાં ની સગાઈ શિવબાબા સાથે છે. જ્યારે લગ્ન થાય છે તો એ દિવસે જૂનાં કપડા પહેરે છે. હવે આ શરીર નો સ્થૂળ શણગાર વધારે નથી કરવાનો. જ્ઞાન-યોગ થી પોતાને સજાવશો તો પરી બની જશો. આ છે જ્ઞાન માન સરોવર. આમાં જ્ઞાન ની ડૂબકી મારતાં રહો તો તમે સ્વર્ગ ની પરી બની જશો. પ્રજા ને પરી નહીં કહેશે. કહે છે કૃષ્ણએ ભગાવ્યાં પછી મહારાણી, પટરાણી બનાવ્યાં. એવું તો નહીં કહેશે ભગાવીને પ્રજા માં ચંડાલ બનાવ્યાં. ભગાવ્યા પટરાણી બનાવવાનાં માટે. તમારે પણ એવો પુરુષાર્થ કરવો જોઈએ. એવું નહીં જે મળ્યું. આ છે પાઠશાળા. અહીં મુખ્ય છે ભણતર. ગીતા પાઠશાળા બહુજ બનાવે છે. બેસીને ગીતા સંભળાવે છે, કંઠ (મોઢે) કરાવે છે. કોઈ એક શ્લોક ઉઠાવીને પછી એનાં પર વિસ્તાર થી બેસી સમજાવે છે. કોઈ એમ જ ભણે છે, કોઈ એક શ્લોક પર અડધો-પોણો કલાક ભાષણ કરે, એનાંથી ફાયદો કાંઈ પણ નથી. અહીં તો બાપ બેસી ભણાવે છે. મુખ્ય-લક્ષ્ય સ્પષ્ટ છે. બીજા કોઈ પણ વેદ-શાસ્ત્ર ભણવામાં મુખ્ય લક્ષ્ય નથી. પુરુષાર્થ કરતાં રહો. પરંતુ મળશે શું? જ્યારે બહુજ ભક્તિ કરે છે ત્યારે ભગવાન મળે છે. તે પણ રાત પછી દિવસ જરુર થશે. કલ્પ ની આયુ કોઈ શું બતાવે છે, હવે સમજાવવાની પણ તાકાત જોઈએ. યોગબળ થી કામ નીકાળવાનું છે. જો નથી કરી શકતાં તો તાકાત નથી. યોગ નથી. બાબા પણ મદદ એમને કરે છે જે યોગયુક્ત બાળકો છે. ડ્રામા માં જે છે તે રિપીટ (ફરીથી) થાય છે. સેકન્ડ-સેકન્ડ જે પાસ્ટ (પસાર) થઈ જાય છે, ટીક-ટીક થતી જાય છે. આપણે શ્રીમત થી એક્ટ (કર્મ) માં આવીએ છીએ. શ્રીમત પર નહીં ચાલશો તો શ્રેષ્ઠ નહીં બનશો. નંબરવાર તો છે ને. આ લોકો સમજે છે આપણે એક થઈ જઈએ, પણ અર્થ ની ખબર જ નથી. તો એક શું થઈ જાય, શું એક ફાધર (પિતા) થઈ જવું જોઈએ કે એક બ્રધર્સ (ભાઈ-ભાઈ) થઈ જવું જોઈએ? જો બ્રધર્સ કહો છો તો પણ ઠીક છે. શ્રીમત થી બરોબર આપણે એક બની શકીએ છીએ. તમે બધાં એક મત પર ચાલો છો. તમારા બાપ-શિક્ષક-ગુરુ એક જ છે. જે પૂરાં શ્રીમત પર નહીં ચાલશે તે શ્રેષ્ઠ નહીં બની શકશે. જો એકદમ નહીં ચાલશે તો ખતમ થઈ જશે. રેસ માં જે લાયક હોશિયાર હોય છે એમને જ રાખે છે. મોટી રેસ માં સારા ઘોડા નીકાળે છે કારણકે લોટરી પણ મોટી રાખે છે. આ પણ હ્યુમન (મનુષ્યો) અશ્વ રેસ છે. હુસેન નાં પણ ઘોડા દેખાડે છે. હિંસા બે પ્રકારની હોય છે. નંબરવન છે કામ-કટારી, જે અડધાકલ્પ થી પોતાનું પણ ખૂન, બીજાનું પણ ખૂન કરતાં આવ્યાં. આ હિંસા ને કોઈ જાણતું જ નથી. સંન્યાસી પણ એવું નથી સમજતાં, ફકત તે કહી દે છે આ વિકાર છે. બાપ તો કહે છે બાળકો આ કામ મહાશત્રુ છે, આ આદિ-મધ્ય-અંત દુઃખ આપવા વાળો છે. આ પણ સિદ્ધ કરી બતાવવાનું છે કે અમારો પ્રવૃત્તિમાર્ગ છે, રાજયોગ છે. તમારો હઠયોગ છે. તમે શંકરાચાર્ય થી હઠયોગ શિખો છો. અમે શિવાચાર્ય થી રાજયોગ શિખીએ છે. આગળ ચાલીને તમારી પ્રત્યક્ષતા થશે જરુર. કોઈ પ્રશ્ન પૂછે તો દેવતાઓનાં ૮૪ જન્મ ૫ હજાર વર્ષ માં થયાં, ક્રિશ્ચન નાં કેટલાં થયાં? ક્રાઈસ્ટ ને ૨ હજાર વર્ષ થયાં, હવે હિસાબ કરો એમનાં એવરેજ (અંદાજ) કેટલાં જન્મ થયાં? ૩૦-૩૨, આ તો સ્પષ્ટ છે. જે બહુજ સુખ જુએ છે તે બહુજ દુઃખ પણ જુએ છે. બીજા ધર્મ વાળાઓને ઓછું સુખ, ઓછું દુઃખ મળે છે. એવરેજ નો હિસાબ નીકાળવાનો છે. મુખ્ય જે પ્રિસેપ્ટર્સ છે એમનો જન્મ નીકાળશે. પાછળ થી જે આવે છે તે થોડાં-થોડાં જન્મ લે છે. બુદ્ધ નો, ઇબ્રાહિમ નો પણ હિસાબ કાઢી શકો છો. કરીને એક-બે જન્મ નો ફરક પડશે. એક્યુરેટ (ચોક્કસ) તો નહીં બતાવી શકે. અબાઉટ (અંદાજ) માં સમજાવે છે. આ બધી વાતો વિચાર સાગર મંથન કરવાની છે. કોઈ પૂછે તો શું સમજાવો? તો પણ બોલો પહેલાં બાપ ને યાદ કરો કારણ કે બાપ પાસેથી વારસો લેવાનો છે. જન્મ જેટલાં લીધાં હશે એટલાં જ લેશે. બાપ પાસેથી વારસો લો. સારી રીતે સમજાવવાનું છે. મહેનત નું કામ છે.

બાળકો મુંબઈ માં બહુજ મહેનત કરી રહ્યાં છે કારણ કે એમને બહુજ સફળ થવું છે. એમાં બુદ્ધિ જોઈએ, બાબા નાં ધન થી બહુજ પ્રેમ જોઈએ. કોઈ તો ધન નથી લેતાં. અરે, જ્ઞાન-રતન લો અને ધારણ કરો તો કહે છે અમે શું કરીએ! અમે સમજતાં નથી. નથી સમજતા તો તમારી ભાવી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. શરીર ને ઠીક રાખવા માટે જ્ઞાન-યોગ ની ધારણા કરવાની છે. કોઈ પણ વસ્તુ નો લોભ નથી રાખવાનો. આ જ્ઞાન-યોગ થી સજવાનું છે, સ્થૂળ શૃંગાર થી નહીં.
  2. એક ઘડી, અડધી ઘડી ભણતર અવશ્ય ભણવાનું છે, જ્ઞાન અને યોગ માં રેસ કરવાની છે.
વરદાન :- સંગમયુગ નાં શ્રેષ્ઠ ચિત્ર ને સામે રાખી ભવિષ્ય નાં દર્શન કરવા વાળા ત્રિકાળદર્શી ભવ
ભવિષ્ય નાં પહેલાં સર્વ પ્રાપ્તિઓનો અનુભવ આપ સંગમયુગી બ્રાહ્મણ કરો છો. હમણાં ડબલ તાજ, તખ્ત, તિલકધારી, સર્વ અધિકારી મૂર્ત બનો છો. ભવિષ્ય માં તો ગોલ્ડન સ્પૂન હશે પરંતુ હમણાં હીરાતુલ્ય બની જાઓ છો. જીવન જ હીરા જેવું બની જાય છે. ત્યાં સોના, હીરા નાં ઝુલામાં ઝુલશો અહીં બાપદાદા ની ગોદી માં, અતીન્દ્રિય સુખ નાં ઝુલા માં ઝુલો છો. તો ત્રિકાળદર્શી બની વર્તમાન અને ભવિષ્ય નાં શ્રેષ્ઠ ચિત્ર ને જોતા સર્વ પ્રાપ્તિઓનો અનુભવ કરો.
સ્લોગન :- કર્મ અને યોગ નું બેલેન્સ જ પરમાત્મ બ્લેસિંગ નાં અધિકારી બનાવી દે છે.

આ અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

દરેક બ્રાહ્મણ બાપ સમાન ચૈતન્ય ચિત્ર બનો, લાઈટ અને માઈટ-હાઉસ ની ઝાંખી બનો. સંકલ્પ શક્તિ નું, સાઇલેન્સ નું ભાષણ તૈયાર કરો અને કર્માતીત સ્ટેજ પર વરદાની મૂર્ત નો પાર્ટ ભજવો ત્યારે સંપૂર્ણતા સમીપ આવશે. પછી સેકન્ડ થી પણ જલ્દી જ્યાં કર્તવ્ય કરવાનું હશે ત્યાં વાયરલેસ દ્વારા ડાયરેક્શન આપી શકશો. સેકન્ડ માં કર્માતીત સ્ટેજ નાં આધાર થી સંકલ્પ કર્યો અને જ્યાં ઈચ્છો ત્યાં તે સંકલ્પ પહોંચી જાય.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

Also searched astodays murli in gujarati · today murli in gujarati · bk gujarati murli · gujarati pdf murli · gujarati murli today · daily murli gujarati · aajni murli · આજની મુરલી · આજ કી મુરલી · brahma kumaris gujarati murli

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.