ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 11 ઑક્ટોબર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી11 ઑક્ટોબર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

11.10.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - બાપ ની યાદ ની સાથે - સાથે જ્ઞાન - ધન થી સંપન્ન બનો , બુદ્ધિ માં બધું જ્ઞાન ફરતું રહે ત્યારે અપાર ખુશી રહેશે , સૃષ્ટિ ચક્ર નાં જ્ઞાન થી તમે ચક્રવર્તી રાજા બનશો”
પ્રશ્ન :- કયા બાળકો (મનુષ્યો) ની પ્રીત બાપ સાથે ન હોઈ શકે?
ઉત્તર :- જે રૌરવ નર્ક માં રહેવા વાળા વિકારો ને પ્રીત કરે છે, એવાં મનુષ્યો ની પ્રીત બાપ સાથે ન હોઈ શકે. આપ બાળકોએ બાપ ને ઓળખ્યા છે એટલે તમારી બાપ સાથે પ્રીત છે.
પ્રશ્ન :- કોને સતયુગ માં આવવાનો હુકમ જ નથી?
ઉત્તર :- બાપ પણ સતયુગ માં આવવાના નથી તો ત્યાં કાળ પણ ન આવી શકે. જેમ રાવણ ને સતયુગ માં આવવાનો હુકમ નથી, એવી રીતે બાબા કહે છે બાળકો, મને પણ સતયુગ માં આવવાનો હુકમ નથી. બાબા તો તમને સુખધામ ને લાયક બનાવી ઘરે ચાલ્યા જાય છે, એમને પણ લિમિટ (મર્યાદા) મળેલી છે.

ઓમ્ શાંતિ ! રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે. રુહાની બાળકો, યાદ ની યાત્રા માં બેસેલા છો? અંદર આ જ્ઞાન છે ને કે આપણે આત્માઓ યાદ ની યાત્રા પર છીએ? યાત્રા શબ્દ તો જરુર દિલ માં આવવો જોઈએ. જેમ તે યાત્રા કરે છે હરિદ્વાર, અમરનાથ જવાની. યાત્રા પૂરી કરી પછી પાછા આવે છે. અહીં પછી આપ બાળકોની બુદ્ધિ માં છે કે આપણે જઈએ છીએ શાંતિધામ. બાપે આવીને હાથ પકડ્યો છે. હાથ પકડીને પાર લઈ જવાના હોય છે ને? કહે પણ છે હાથ પકડી લો કારણ કે વિષય સાગર માં પડ્યા છે. હવે તમે શિવબાબા ને યાદ કરો અને ઘર ને યાદ કરો. અંદર એ આવવું જોઈએ કે આપણે જઈ રહ્યા છીએ. આમાં મુખે થી કંઈ બોલવાનું પણ નથી. અંદર ફક્ત યાદ રહે - બાબા આવેલા છે લઈ જવા માટે. યાદ ની યાત્રા પર જરુર રહેવાનું છે. આ યાદ ની યાત્રા થી જ તમારા પાપ કપાય છે, ત્યારે જ પછી તે મંઝિલ પર પહોંચશો. કેટલું સ્પષ્ટ બાપ સમજાવે છે. જેમ નાનાં બાળકો ને ભણાવવામાં આવે છે ને? સદૈવ બુદ્ધિ માં હોય કે આપણે બાબા ને યાદ કરી રહ્યા છીએ. બાપ નું કામ જ છે પાવન બનાવીને પાવન દુનિયામાં લઈ જવાનું. બાળકો ને લઈ જાય છે. આત્માએ જ યાત્રા કરવાની છે. આપણે આત્માઓ એ બાપ ને યાદ કરી ઘરે જવાનું છે. ઘરે પહોંચીશું પછી બાપ નું કામ પૂરું થયું. બાપ આવે જ છે પતિત થી પાવન બનાવીને ઘરે લઈ જવાં. ભણતર તો અહીં જ ભણે છે. ભલે હરો-ફરો, કોઈ પણ કામ-કાજ કરો, બુદ્ધિ માં આ યાદ રહે. યોગ શબ્દ માં યાત્રા સિદ્ધ નથી થતી. યોગ સંન્યાસીઓ નો છે. તે તો બધી છે મનુષ્યો ની મત. અડધો કલ્પ તમે મનુષ્ય મત પર ચાલ્યાં છો. અડધો કલ્પ દૈવી મત પર ચાલ્યાં હતાં. હમણાં તમને મળે છે ઈશ્વરીય મત.

યોગ શબ્દ નહીં કહો, યાદ ની યાત્રા કહો. આત્માએ આ યાત્રા કરવાની છે. તે હોય છે શારીરિક યાત્રા, શરીર ની સાથે જાય છે. આમાં તો શરીર નું કામ જ નથી. આત્મા જાણે છે, આપણું આત્માઓનું એ સ્વીટ ઘર છે. બાપ આપણને શિક્ષણ આપી રહ્યા છે, જેનાથી આપણે પાવન બનીશું. યાદ કરતાં-કરતાં તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આ છે યાત્રા. આપણે બાપ ની યાદ માં બેસીએ છીએ કારણકે બાબા ની પાસે જ ઘરે જવાનું છે. બાપ આવે જ છે પાવન બનાવવા. સો તો પાવન દુનિયા માં જવાનું જ છે. બાપ પાવન બનાવે છે, પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર તમે પાવન દુનિયા માં જશો. આ જ્ઞાન બુદ્ધિ માં રહેવું જોઈએ. આપણે યાદ ની યાત્રા પર છીએ. આપણે આ મૃત્યુલોક માં ફરી થી નથી આવવાનું. બાબા નું કામ છે આપણને ઘર સુધી પહોંચાડવાનું. બાબા રસ્તો બતાવી દે છે હમણાં તમે તો મૃત્યુલોક માં છો પછી અમરલોક નવી દુનિયા માં હશો. બાપ લાયક બનાવીને જ છોડે છે. સુખધામ માં બાપ નહીં લઈ જશે. એમની લિમિટ આવી જાય છે ઘર સુધી પહોંચાડવાની. આ બધું જ્ઞાન બુદ્ધિ માં રહેવું જોઈએ. ફક્ત બાપ ને યાદ ન કરવા જોઈએ, સાથે જ્ઞાન પણ જોઈએ. જ્ઞાન થી તમે ધન કમાઓ છો ને? આ સૃષ્ટિચક્ર નાં જ્ઞાન થી તમે ચક્રવર્તી રાજા બનો છો. બુદ્ધિ માં આ જ્ઞાન છે, આમાં ચક્ર લગાવ્યું છે. પછી આપણે ઘરે જઈશું, પછી નવેસર થી ચક્ર શરુ થશે. આ બધું જ્ઞાન બુદ્ધિ માં રહે ત્યારે ખુશીનો પારો ચઢે. બાપ ને પણ યાદ કરવાનાં છે, શાંતિધામ, સુખધામ ને પણ યાદ કરવાનાં છે. ૮૪ નું ચક્ર જો યાદ નહીં કરશો તો ચક્રવર્તી રાજા કેવી રીતે બનશો? ફક્ત એક ને યાદ કરવા તો સંન્યાસીઓ નું કામ છે કારણકે તે એમને જાણતા નથી. બ્રહ્મ ને જ યાદ કરે છે. બાપ તો સારી રીતે બાળકો ને સમજાવે છે. યાદ કરતાં-કરતાં જ તમારા પાપ કપાઈ જવાના છે. પહેલાં તો ઘરે જવાનું છે, આ છે રુહાની યાત્રા. ગાયન પણ છે ચારોં તરફ લગાએ ફેરે, ફિર ભી હર દમ દૂર રહે… અર્થાત્ બાપ થી દૂર રહ્યાં. જે બાપ પાસે થી બેહદ નો વારસો મળવાનો છે એમને તો જાણતા જ નથી. કેટલાં ચક્ર લગાવ્યા છે? દરેક વર્ષે પણ કોઈ યાત્રા કરે છે. પૈસા ખૂબ હોય છે તો યાત્રા નો શોખ રહે છે. આ તો તમારી છે રુહાની યાત્રા. તમારા માટે નવી દુનિયા બની જશે પછી તો નવી દુનિયા માં જ આવવાના છો, જેને અમરલોક કહેવાય છે. ત્યાં કાળ હોતો નથી જે કોઈને લઈ જાય. કાળ ને હુકમ જ નથી નવી દુનિયા માં આવવાનો. રાવણ ની તો આ જૂની દુનિયા છે ને? તમે બોલાવો પણ અહીં છો. બાપ કહે છે હું જૂની દુનિયા માં જૂનાં શરીર માં આવું છું. મને પણ નવી દુનિયા માં આવવાનો હુકમ નથી. હું તો પતિતો ને જ પાવન બનાવવા આવું છું. તમે પાવન બની પછી બીજાઓ ને પણ પાવન બનાવો છો. સંન્યાસી તો ભાગી જાય છે. એકદમ ખોવાઈ જાય છે. ખબર જ નથી પડતી, ક્યાં ચાલ્યાં ગયા કારણ કે તે ડ્રેસ જ બદલી લે છે. જેમ એક્ટર્સ રુપ બદલે છે. ક્યારેક પુરુષ થી સ્ત્રી બની જાય છે, ક્યારેક સ્ત્રી થી પુરુષ બની જાય છે. આ પણ રુપ બદલે છે. સતયુગ માં થોડી આવી વાતો હશે?

બાપ કહે છે હું આવું છું નવી દુનિયા બનાવવાં. અડધો કલ્પ આપ બાળકો રાજ્ય કરો છો પછી ડ્રામા પ્લાન અનુસાર દ્વાપર શરુ થાય છે, દેવતાઓ વામમાર્ગ માં ચાલ્યા જાય છે, એમનાં ખૂબ ગંદા ચિત્રો પણ જગન્નાથપુરી માં છે. જગન્નાથ નું મંદિર છે. આમ તો એમની રાજધાની હતી જે પોતે વિશ્વ નાં માલિક હતાં. તે પછી મંદિર માં જઈને બંધ થયાં, એમને કાળા દેખાડે છે. આ જગન્નાથ નાં મંદિર પર તમે ખૂબ સમજાવી શકો છો. બીજા કોઈ તેનો અર્થ સમજાવી ન શકે. દેવતા જ પૂજ્ય થી પુજારી બને છે. તે લોકો તો દરેક વાત માં ભગવાન માટે કહી દે છે જાતે જ પૂજ્ય, જાતે જ પુજારી. આપ જ સુખ આપો છો, આપ જ દુઃખ આપો છો. બાપ કહે છે હું તો કોઈને દુઃખ આપતો જ નથી. આ તો સમજણ ની વાત છે. બાળક જન્મે તો ખુશી થશે, બાળક મરશે તો રડવા લાગશે. કહેશે ભગવાને દુઃખ દીધું. અરે, આ અલ્પકાળ નાં સુખ-દુઃખ તમને રાવણ રાજ્ય માં જ મળે છે. મારા રાજ્ય માં દુ:ખ ની વાત નથી હોતી. સતયુગ ને કહેવાય છે અમરલોક. આનું નામ જ છે મૃત્યુલોક. અકાળે મરી જાય છે. ત્યાં તો ખૂબ ખુશી ઓ મનાવે છે, આયુષ્ય પણ લાંબુ હોય છે. લાંબા માં લાંબુ આયુષ્ય ૧૫૦ વર્ષ નું હોય છે. અહીં પણ ક્યારેક-ક્યારેક કોઈનું હોય છે પરંતુ અહીં તો સ્વર્ગ નથી ને? કોઈ શરીર ને ખૂબ સંભાળીને રાખે છે તો આયુષ્ય લાંબુ પણ થઈ જાય છે પછી બાળકો પણ કેટલાં થઈ જાય છે? પરિવાર વધતો જાય છે, વૃદ્ધિ જલ્દી થાય છે. જેમ ઝાડની ડાળી ઓ નીકળે છે - ૫૦ ડાળી અને એનાથી બીજી ૫૦ નીકળશે, કેટલી વૃદ્ધિ થાય છે. અહીં પણ એવું છે એટલે આનું ઉદાહરણ વડ નાં ઝાડ થી આપે છે. આખું ઝાડ ઊભું છે, ફાઉન્ડેશન (મૂળ) નથી. અહીં પણ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું ફાઉન્ડેશન નથી. કોઈને ખબર જ નથી દેવતાઓ ક્યારે હતાં, તે તો લાખો વર્ષ કહી દે છે. પહેલાં તમે ક્યારેય ખ્યાલ પણ નહોતા કરતાં. બાપ જ આવીને આ બધી વાતો સમજાવે છે. તમે હવે બાપ ને પણ જાણી ગયા છો અને આખા ડ્રામા નાં આદિ-મધ્ય-અંત, સમયગાળો વગેરે બધું જ જાણી ગયા છો. નવી દુનિયા થી જૂની, જૂની થી નવી કેવી રીતે બને છે? આ કોઈ નથી જાણતાં. હમણાં આપ બાળકો યાદ ની યાત્રા માં બેસો છો. આ યાત્રા તો તમારી નિત્ય ચાલવાની છે. હરો-ફરો પરંતુ યાદ ની યાત્રા માં રહો. આ છે રુહાની યાત્રા. તમે જાણો છો ભક્તિમાર્ગ માં આપણે પણ આ યાત્રાઓ પર જતા હતાં. અનેક વાર યાત્રા કરી હશે, જે પાક્કા ભક્ત હશે. બાબા એ સમજાવ્યું છે એક શિવ ની ભક્તિ કરવી, એ છે અવ્યભિચારી ભક્તિ. પછી દેવતાઓ ની થાય છે, પછી ૫ તત્વો ની ભક્તિ કરે છે. દેવતાઓ ની ભક્તિ હજી પણ સારી છે કારણકે એમનું શરીર તો પણ સતોપ્રધાન છે, મનુષ્ય નું શરીર તો પતિત છે ને? તે તો પાવન છે પછી દ્વાપર થી લઈને બધાં પતિત બની ગયાં છે. નીચે ઉતરતા આવ્યા છે. સીડી નું ચિત્ર સમજાવવું તમારા માટે ખૂબ સારું છે. જિન્ન ની પણ કહાણી પણ બતાવે છે ને? આ બધાં દૃષ્ટાંત વગેરે આ સમય નાં જ છે. બધાં તમારા ઉપર જ બનેલા છે. ભ્રમરી નું ઉદાહરણ પણ તમારું છે જે કીડા ને આપ સમાન બ્રાહ્મણ બનાવે છે. અહીં નાં જ આ બધાં દૃષ્ટાંત છે.

આપ બાળકો પહેલાં શારીરિક યાત્રા કરતા હતાં. હવે પછી બાપ દ્વારા રુહાની યાત્રા શીખો છો. આ તો ભણતર છે ને? ભક્તિ માં જુઓ શું-શું કરે છે? બધાં ની આગળ માથું નમાવતા રહે છે, એક નાં પણ કર્તવ્ય ને નથી જાણતાં. હિસાબ કરાય છે ને? સૌથી વધારે જન્મ કોણ લે છે પછી ઓછા થતા જાય છે. આ જ્ઞાન પણ હમણાં તમને મળે છે. તમે સમજો છો બરોબર સ્વર્ગ હતું. ભારતવાસી તો એટલાં પથ્થર બુદ્ધિ બન્યાં છે. એમને પૂછો સ્વર્ગ ક્યારે હતું તો લાખો વર્ષ કહી દેશે. હવે આપ બાળકો જાણો છો આપણે વિશ્વ નાં માલિક હતાં, કેટલાં સુખી હતાં હવે ફરી આપણે બેગર ટુ પ્રિન્સ બનવાનું છે. દુનિયા નવી થી જૂની થાય છે ને? તો બાપ કહે છે - મહેનત કરો. આ પણ જાણો છો માયા ઘડી-ઘડી ભુલાવી દે છે.

બાપ સમજાવે છે બુદ્ધિ માં સદૈવ આ યાદ રાખો આપણે જઈ રહ્યા છીએ, આપણું આ જૂની દુનિયા થી લંગર ઊઠી ગયું છે. નાવ પેલે પાર જવાની છે. ગાય છે ને નૈયા મેરી પાર લઈ લગાઓ… ક્યારે પાર જવાની છે, તે જાણતા નથી. તો મુખ્ય છે યાદ ની યાત્રા. બાપ ની સાથે વારસો પણ યાદ આવવો જોઈએ. બાળકો બાલિગ (પુખ્ત વય) થાય છે તો બાપ નો વારસો જ બુદ્ધિ માં રહે છે. તમે તો મોટા છો જ. આત્મા ઝટ જાણી લે છે, આ વાત તો બરોબર છે. બેહદ નાં બાપ નો વારસો છે જ સ્વર્ગ. બાબા સ્વર્ગ ની સ્થાપના કરે છે તો બાપ ની શ્રીમત પર ચાલવું જોઈએ. બાપ કહે છે પવિત્ર જરુર બનવાનું છે. પવિત્રતા ને કારણે જ ઝઘડા થાય છે. તે તો બિલકુલ જ જાણે રૌરવ નર્ક માં પડ્યા છે. હજી વધારે વિકારો માં પડતાં જાય છે એટલે બાપ સાથે પ્રીત રાખી નથી શકતાં. વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે ને? બાપ આવે જ છે પ્રીત બુદ્ધિ બનાવવા. ઘણાં છે જેમની રિંચક (જરા) પણ પ્રીત બુદ્ધિ નથી. ક્યારેય બાપ ને યાદ પણ નથી કરતાં. શિવબાબા ને જાણતા જ નથી, માનતા જ નથી. માયા નું પૂરું ગ્રહણ લાગેલું છે. યાદ ની યાત્રા બિલકુલ જ નથી. બાપ મહેનત તો કરાવે છે. આ પણ જાણો છો સૂર્યવંશી, ચંદ્રવંશી રાજધાની અહીં સ્થાપન થઈ રહી છે. સતયુગ-ત્રેતા માં કોઈ પણ ધર્મ સ્થાપન થતા નથી. રામ કોઈ ધર્મ સ્થાપન નથી કરતાં. આ તો સ્થાપન કરવાવાળા બાપ દ્વારા આવાં બને છે. બીજા ધર્મ સ્થાપક અને બાપ નાં ધર્મ સ્થાપના માં રાત-દિવસ નો ફરક છે. બાપ આવે જ છે સંગમ પર જ્યારે દુનિયા બદલાવાની છે. બાપ કહે છે કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આવુ છું, એમણે પછી યુગે-યુગે શબ્દ ખોટો લખી દીધો છે. અડધો કલ્પ ભક્તિમાર્ગ પણ ચાલવાનો જ છે. તો બાપ કહે છે બાળકો, આ વાતો ને ભૂલો નહીં. આ કહો છો બાબા, અમે તમને ભૂલી જઈએ છીએ. અરે, બાપ ને તો જનાવર પણ નથી ભૂલતાં. તમે કેમ ભૂલો છો? સ્વયં ને આત્મા નથી સમજતાં! દેહ-અભિમાની બનવાથી જ તમે બાપ ને ભૂલો છો. હવે જેમ બાપ સમજાવે છે, તેમ આપ બાળકોએ પણ ટેવ (આદત) રાખવી જોઈએ. ભપકા થી વાત કરવી જોઈએ. એવું નહીં કે મોટા વ્યક્તિ ની આગળ તમે ફંક થઈ જાઓ. તમે કુમારીઓ જ મોટા-મોટા વિદ્વાન, પંડિતો ની આગળ જાઓ છો તો તમારે નીડર થઈ સમજાવવાનું છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. બુદ્ધિ માં સદૈવ યાદ રહે કે આપણે જઈ રહ્યા છીએ, આપણી નાવનું લંગર આ જૂની દુનિયા માંથી ઉઠી ગયું છે. આપણે છીએ રુહાની યાત્રા પર. આ જ યાત્રા કરવાની અને કરાવવાની છે.
  2. કોઈ પણ મોટા વ્યક્તિ ની સામે નિર્ભયતા (ભપકા) થી વાત કરવાની છે, ફંક નથી થવાનું. દેહી-અભિમાની બની ને સમજાવવાની આદત પાડવાની છે.
વરદાન :- વ્યર્થ તથા માયા થી ઇનોસેન્ટ બની દિવ્યતા નો અનુભવ કરવાવાળા મહાન આત્મા ભવ
મહાન આત્મા અર્થાત્ સેન્ટ તેને કહેવાશે જે વ્યર્થ તથા માયા થી ઇનોસેન્ટ હોય. જેમ દેવતાઓ આનાંથી ઇનોસન્ટ હતાં એમ પોતાનાં તે સંસ્કાર ઈમર્જ કરો, વ્યર્થ નાં અવિદ્યા સ્વરુપ બનો કારણકે આ વ્યર્થ નો જોશ ઘણી વાર સત્યતા નો હોશ, યથાર્થતા નો હોશ સમાપ્ત કરી દે છે. એટલે સમય, શ્વાસ, બોલ, કર્મ, બધા માં વ્યર્થ થી ઇનોસેન્ટ બનો. જ્યારે વ્યર્થ ની અવિદ્યા થશે તો દિવ્યતા સ્વતઃ અનુભવ થશે અને અનુભવ કરાવશે.
સ્લોગન :- ફર્સ્ટ ડિવિઝન માં આવવું છે તો બ્રહ્મા બાપ નાં કદમ પર કદમ રાખો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.