| 17.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - યાદ ની યાત્રા પર પૂરું એટેન્શન ( ધ્યાન ) આપો , એનાથી જ તમે સતોપ્રધાન બનશો” | |
| પ્રશ્ન :- | બાપ પોતાનાં બાળકો પર કઈ કૃપા કરે છે? |
| ઉત્તર :- | બાપ બાળકો નાં કલ્યાણ માટે જે ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે, એ ડાયરેક્શન આપવું જ એમની કૃપા છે. બાપ નું પહેલું ડાયરેક્શન છે - મીઠાં બાળકો, દેહી-અભિમાની બનો. દેહી-અભિમાની ખૂબ શાંત રહે છે એમનાં વિચાર ક્યારેય ઉલ્ટા ન ચાલી શકે. |
| પ્રશ્ન :- | બાળકો એ પરસ્પર કયો સેમિનાર કરવો જોઈએ? |
| ઉત્તર :- | જ્યારે પણ ચક્કર લગાવવા જાઓ છો તો યાદ ની રેસ કરો અને પછી બેસીને પરસ્પર સેમિનાર કરો કે કોણે કેટલો સમય બાપ ને યાદ કર્યા. અહીં યાદ માટે એકાંત પણ ખૂબ સારું છે. |
ઓમ્ શાંતિ ! રુહાની બાપ બાળકો ને પૂછે છે તમે શું કરી રહ્યા છો? રુહાની બાળકો કહેશે - બાબા, અમે જે સતોપ્રધાન હતાં તે તમોપ્રધાન બન્યા છીએ પછી બાબા, તમારી શ્રીમત અનુસાર અમારે સતોપ્રધાન જરુર બનવાનું છે. હવે બાબા, તમે રસ્તો બતાવ્યો છે. આ કોઈ નવી વાત નથી. જૂના માં જૂની વાત છે. સૌથી જૂની છે યાદ ની યાત્રા, એમાં દેખાવ કરવાની વાત નથી. દરેક પોતાને અંદર થી પૂછે - અમે ક્યાં સુધી બાપ ને યાદ કરીએ છીએ? ક્યાં સુધી સતોપ્રધાન બન્યા છીએ? શું પુરુષાર્થ કરી રહ્યા છીએ? સતોપ્રધાન ત્યારે બનશો જ્યારે પછી અંત આવશે. એનો પણ સાક્ષાત્કાર થતો રહેશે. કોઈ જે કંઈ કરે છે તે પોતાનાં માટે જ કરે છે. બાપ પણ કોઈ મહેર નથી કરતાં. બાબા મહેર કરે છે જે બાળકો ને ડાયરેક્શન આપે છે, એમનાં જ કલ્યાણ અર્થ. બાપ તો છે જ કલ્યાણકારી. ઘણાં બાળકો ઉલ્ટા જ્ઞાન માં આવી જાય છે. બાબા અનુભવ કરે છે - દેહ-અભિમાની ઘમંડી હોય છે. દેહી-અભિમાની ખૂબ શાંત રહેશે. એમને ક્યારેય ઉલ્ટા-સુલ્ટા વિચાર નથી આવતાં. બાપ તો દરેક પ્રકાર થી પુરુષાર્થ કરાવતા રહે છે. માયા પણ ખૂબ જબરજસ્ત છે સારા-સારા બાળકો પર પણ વાર કરી લે છે, એટલે બ્રાહ્મણો ની માળા નથી બની શકતી. આજે ખૂબ સારી રીતે યાદ કરે છે, કાલે દેહ-અહંકાર માં એવાં આવી જાય છે જાણે સાંઢ. સાંઢ ને અહંકાર ખૂબ હોય છે. એમાં એક કહેવત પણ છે - સુરમંડલ કે સાજ સે દેહ-અભિમાની સાંઢે ક્યાં જાને... દેહ-અભિમાન ખૂબ ખોટું છે. ખૂબ મહેનત કરવી પડે છે. શિવબાબા તો કહે છે આઈ એમ મોસ્ટ ઓબીડિયન્ટ સર્વન્ટ (સૌથી આજ્ઞાકારી સેવક). એવું નહીં, પોતાને કહે સર્વન્ટ અને નવાબી ચલાવતા રહે. બાપ કહે છે - મીઠાં-મીઠાં બાળકો, સતોપ્રધાન જરુર બનવાનું છે. આ તો ખૂબ સહજ છે, આમાં કોઈ ચું-ચાં નથી. મુખ થી કંઈ બોલવાનું નથી. ક્યાંય પણ જાઓ, અંદર યાદ કરવાનું છે. એવું નહીં, અહીં બેસો છો તો બાબા મદદ કરે છે. બાપ તો આવ્યા જ છે મદદ કરવા. બાપ ને તો આ વિચાર રહે છે - બાળકો ક્યાંય કોઈ ભૂલ ન કરે. માયા અહીં જ ઘૂંસો મારી દે છે. દેહ-અભિમાન ખૂબ-ખૂબ ખરાબ છે. દેહ-અભિમાન માં આવવાથી બિલકુલ જ રસ્તા પર આવીને પડ્યા છે. બાબા કહે છે અહીં આવીને બેસો છો તો પણ મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાપ ને યાદ કરો. બાપ કહે છે હું જ પતિત-પાવન છું, મને યાદ કરવાથી, આ યોગ અગ્નિ થી તમારા જન્મ-જન્માંતર નાં પાપ ભસ્મ થશે. બાળકો ની હજી એ અવસ્થા આવી નથી, જે કોઈ ને પણ સારી રીતે સમજાવી શકે. જ્ઞાન-તલવાર માં પણ યોગ નું બળ જોઈએ. નહીં તો તલવાર કોઈ કામ ની નથી રહેતી. મૂળ વાત છે યાદ ની યાત્રા. ઘણાં બાળકો ઉલ્ટા-સુલ્ટા ધંધા માં લાગ્યા રહે છે. યાદ ની યાત્રા અને ભણવાનું ભણતા નથી એટલે આમાં સમય નથી મળતો. બાપ કહે છે એવી મહેનત નહીં કરો જે ધંધાધોરી ની પાછળ પોતાનું પદ ગુમાવી દો. પોતાનું ભવિષ્ય તો બનાવવાનું છે ને? પરંતુ સતોપ્રધાન બનવાનું છે. એમાં જ ખૂબ મહેનત છે. ખૂબ મોટા-મોટા મ્યુઝિયમ વગેરે સંભાળવા વાળા છે પરંતુ યાદ ની યાત્રા માં નથી રહેતાં. બાબા એ સમજાવ્યું છે યાદ ની યાત્રા માં ગરીબ, બાંધેલીઓ વધારે રહે છે. ઘડી-ઘડી શિવબાબા ને યાદ કરતા રહે છે. શિવબાબા, અમારા આ બંધન ખલાસ કરો. અબળાઓ પર અત્યાચાર થાય છે, આ પણ ગાયન છે.
આપ બાળકો એ ખૂબ મીઠાં બનવાનું છે. સાચાં-સાચાં વિદ્યાર્થી બનો. સારા વિદ્યાર્થી જે હોય છે તે એકાંત માં બગીચા માં જઈને ભણે છે. તમને પણ બાપ કહે છે ભલે ક્યાંય પણ ચક્કર લગાવવા જાઓ, સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. યાદ ની યાત્રા નો શોખ રાખો. તે ધન કમાવવાની સરખામણી માં આ અવિનાશી ધન તો ખૂબ-ખૂબ ઊંચું છે. તે વિનાશી ધન તો છતાં પણ ખાખ થઈ (બળી) જવાનું છે. બાબા જાણે છે - બાળકો સર્વિસ પૂરી નથી કરતા, યાદ માં મુશ્કેલ રહે છે. સાચ્ચી સર્વિસ (સેવા) જે કરવી જોઈએ એ નથી કરતાં. બાકી સ્થૂળ સર્વિસ માં ધ્યાન ચાલ્યું જાય છે. ભલે ડ્રામા અનુસાર થાય છે પરંતુ તો પણ બાપ પુરુષાર્થ તો કરાવશે ને? બાપ કહે છે કોઈ પણ કામ કરો - કપડા સીવો છો, બાપ ને યાદ કરો. યાદ માં જ માયા વિઘ્ન નાંખે છે. બાબાએ સમજાવ્યું છે રુશ્તમ સાથે માયા પણ રુશ્તમ થઈને લડે છે. બાબા પોતાનું પણ બતાવે છે. હું રુશ્તમ છું, જાણું છું હું બેગર (ગરીબ) થી પ્રિન્સ (રાજકુમાર) બનવાનો છું તો પણ માયા સામનો કરે છે. માયા કોઈ ને પણ છોડતી નથી. પહેલવાનો સાથે તો વધારે જ લડે છે. ઘણાં બાળકો પોતાનાં દેહ નાં અહંકાર માં ખૂબ રહે છે. બાપ કેટલાં નિરહંકારી રહે છે? કહે છે હું પણ આપ બાળકો ને નમસ્તે કરવાવાળો સેવક છું. તે તો પોતાને ઘણાં ઊંચા સમજે છે. આ દેહ-અહંકાર બધો તોડવાનો છે. ઘણાઓ માં અહંકાર નું ભૂત બેઠેલું છે. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરતા રહો. અહીં તો ખૂબ સારો ચાન્સ છે. હરવા-ફરવાનું પણ સારું છે. ફુરસદ પણ છે, ભલે ચક્કર લગાવો પછી એક-બીજા ને પૂછો - કેટલો સમય યાદ માં રહ્યાં? બીજી કોઈ તરફ બુદ્ધિ તો નથી ગઈ? આ પરસ્પર સેમિનાર કરવો જોઈએ. ભલે ફીમેલ (સ્ત્રી) અલગ, મેલ (પુરુષ) અલગ હોય. સ્ત્રી આગળ હોય, પુરુષ પાછળ હોય કારણકે માતાઓની સંભાળ કરવાની છે એટલે માતાઓ ને આગળ રાખવાની છે. ખૂબ સારું એકાંત છે. સંન્યાસી પણ એકાંત માં ચાલ્યા જાય છે. સતોપ્રધાન સંન્યાસી જે હતાં એ ઘણાં નિડર રહેતાં હતાં. જનાવર, વગેરે કોઈનાં થી ડરતા નહોતાં. એ નશામાં રહેતાં હતાં. હવે તમોપ્રધાન બની ગયા છે. દરેક ધર્મ જે સ્થાપન થાય છે, પહેલાં સતોપ્રધાન હોય છે, પછી રજો, તમો માં આવે છે. સંન્યાસી જે સતોપ્રધાન હતાં એ બ્રહ્મ ની મસ્તી માં મસ્ત રહેતાં હતાં. એમનાં માં ઘણી કશિશ થતી હતી. જંગલ માં ભોજન મળતું હતું. દિવસે-દિવસે તમોપ્રધાન થવાથી તાકાત ઓછી થતી જાય છે.
તો બાબા સલાહ આપે છે - અહીં બાળકો ને પોતાની ઉન્નતિ નો ચાન્સ ખૂબ સારો છે. અહીં તમે આવો જ છો કમાણી કરવા માટે. બાબા ને ફક્ત મળવાથી કમાણી થોડી થશે? બાપ ને યાદ કરશો તો કમાણી થશે. એવું ન સમજો - બાબા આશીર્વાદ કરશે, કંઈ પણ નહીં. તે સાધુ લોકો વગેરે આશીર્વાદ કરે છે, પરંતુ તમારે નીચે ઉતરવાનું જ છે. હવે બાપ કહે છે - જિન્ન બનીને પોતાનો બુદ્ધિયોગ ઉપર લગાવો. જિન્ન ની કહાણી છે ને? બોલ્યો, મને કામ આપો. બાપ પણ કહે છે - તમને ડાયરેક્શન આપું છું, યાદ માં રહો તો બેડો પાર થઈ જશે. તમારે સતોપ્રધાન જરુર બનવાનું છે. માયા કેટલું પણ માથું મારે આપણે તો શ્રેષ્ઠ બાપ ને જરુર યાદ કરીશું. એવી રીતે અંદર બાપ ની મહિમા કરતા બાપ ને યાદ કરતા રહો. કોઈ પણ મનુષ્ય ને યાદ નહીં કરો. ભક્તિમાર્ગ નાં જે રીત-રિવાજ છે એ જ્ઞાનમાર્ગ માં હોઈ ન શકે. બાપ શિક્ષા આપે છે યાદ ની યાત્રા માં તીખા (આગળ) જવાનું છે. મૂળ વાત આ છે. સતોપ્રધાન બનવાનું છે. બાપ નાં ડાયરેક્શન મળે છે - હરવા-ફરવા જાઓ છો તો પણ યાદ માં રહો. તો ઘર પણ યાદ રહેશે, રાજાઈ પણ યાદ રહેશે. એવું નથી યાદ માં બેઠાં-બેઠાં પડી જવાનું છે. એ તો પછી હઠયોગ થઈ જાય છે. આ તો સીધી વાત છે - સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. ઘણાં બાળકો બેઠાં-બેઠાં પડી જાય છે એટલે બાબા તો કહે છે ચાલતાં-ફરતાં, ખાતાં-પીતાં યાદ માં રહો. એવું નહીં, બેઠાં-બેઠાં બેભાન થઈ જાઓ. એનાથી કોઈ તમારા પાપ નહીં કપાશે. આ પણ માયા નાં ખૂબ વિઘ્ન પડે છે. આ ભોગ વગેરે નાં પણ રીત-રિવાજ છે, બાકી એમાં કંઈ નથી. આ નથી જ્ઞાન, નથી યોગ. સાક્ષાત્કાર ની કોઈ આવશ્યક્તા નથી. ઘણાઓ ને સાક્ષાત્કાર થયા, તે આજે નથી. માયા ખૂબ પ્રબળ છે. સાક્ષાત્કાર ની ક્યારેય આશા પણ ન રાખવી જોઈએ. આમાં તો બાપ ને યાદ કરવાના છે - સતોપ્રધાન બનવા માટે. ડ્રામા ને પણ જાણો છો, આ અનાદિ ડ્રામા બનેલો છે, જે રિપીટ થતો રહે છે, એને પણ સમજવાનો છે અને બાપ જે ડાયરેક્શન આપે છે એનાં પર પણ ચાલવાનું છે. બાળકો જાણે છે - આપણે ફરી થી આવ્યા છીએ રાજયોગ શીખવાં. ભારત ની જ વાત છે. આ જ તમોપ્રધાન બન્યું છે, પાછું આને જ સતોપ્રધાન બનવાનું છે. બાપ પણ ભારત માં જ આવીને બધાં ની સદ્દગતિ કરે છે. આ ખૂબ વન્ડરફુલ ખેલ છે. હવે બાપ કહે છે - મીઠાં-મીઠાં રુહાની બાળકો, સ્વયં ને આત્મા સમજો. તમને ૮૪ નું ચક્ર લગાવતા પૂરાં ૫ હજાર વર્ષ થયા છે. હવે ફરી પાછું જવાનું છે. આ વાતો બીજું કોઈ કહી ન શકે. આપ બાળકો માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર નિશ્ચય બુદ્ધિ થતા જાય છે. આ બેહદની પાઠશાળા છે. બાળકો જાણે છે - બેહદ નાં બાપ આપણને ભણાવે છે, એ ઉસ્તાદ શિક્ષક છે, ખૂબ મોટા ઉસ્તાદ છે. ખૂબ પ્રેમ થી સમજાવે છે. કેટલાં સારા-સારા બાળકો ખૂબ આરામ થી ૬ વાગ્યા સુધી સૂતેલા રહે છે. માયા એકદમ નાક થી પકડી લે છે. હુકમ ચલાવતા રહે છે. શરુ માં તમે જ્યારે ભઠ્ઠી માં હતાં તો મમ્મા-બાબા પણ બધી સર્વિસ કરતા હતાં. જેવા કર્મ આપણે કરીશું આપણને જોઈને બીજા કરશે. બાબા તો જાણે છે મહારથી, ઘોડેસવાર, પ્યાદા નંબરવાર છે. ઘણાં બાળકો ખૂબ આરામ થી રહે છે. અંદર સૂતેલા રહે છે. બહાર કોઈ પૂછે ફલાણા ક્યાં છે? તો કહેશે, નથી. પરંતુ અંદર સૂતેલા પડ્યા છે. શું-શું થતું રહે છે, બાબા સમજાવે છે. સંપૂર્ણ તો કોઈ પણ બન્યાં નથી, કેટલી ડિસસર્વિસ કરે છે? નહીં તો બાપ માટે ગાયન છે - મારો ચાહે પ્યાર કરો, હમ તેરા દરવાજા નહીં છોડેગેં. અહીં તો થોડી વાત પર રિસાઈ જાય છે. યોગ ની ખૂબ કમી છે. બાબા કેટલું બાળકો ને સમજાવતા રહે છે, પરંતુ કોઈ માં તાકાત નથી જે લખે. યોગ હશે તો લખવામાં પણ તાકાત ભરાશે. બાપ કહે છે આ સારી રીતે સિદ્ધ કરો - ગીતા નાં ભગવાન શિવ છે, ન કે શ્રીકૃષ્ણ.
બાપ આવીને આપ બાળકોને બધી વાતોનો અર્થ સમજાવે છે. બાળકોને અહીં નશો ચઢે છે પછી બહાર જવાથી ખતમ. સમય વેસ્ટ ખૂબ કરે છે. અમે કમાણી કરી યજ્ઞ ને આપીએ, એવાં વિચાર રાખી પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો. બાપ કહે છે હું તો આપ બાળકો નું કલ્યાણ કરવા માટે આવ્યો છું, તમે પછી પોતાનું નુકસાન કરી રહ્યા છો. યજ્ઞ માં તો જેમણે કલ્પ પહેલાં મદદ કરી છે એ કરતા રહે છે, કરતા રહેશે. તમે કેમ માથું મારો છો - આ કરીએ, તે કરીએ. ડ્રામા માં નોંધ છે - જેમણે બીજ વાવ્યું છે, તે હમણાં પણ વાવશે. યજ્ઞ નું તમે ચિંતન નહીં કરો. પોતાનું કલ્યાણ કરો. પોતાને મદદ કરો. ભગવાન ને તમે મદદ કરો છો શું? ભગવાન પાસે થી તો તમે લો છો કે આપો છો? આ વિચાર પણ ન આવવો જોઈએ. બાબા તો કહે છે - લાડલા બાળકો, સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. હમણાં તમે સંગમયુગ પર છો. સંગમ પર જ તમે બંને તરફ જોઈ શકો છો. અહીં કેટલાં અનેક મનુષ્ય છે, સતયુગ માં કેટલાં થોડા મનુષ્ય હશે. આખો દિવસ સંગમ પર રહેવું જોઈએ. બાબા આપણને શું થી શું બનાવે છે? બાપ નો પાર્ટ કેટલો વન્ડરફુલ છે? હરો, ફરો યાદ ની યાત્રા માં રહો. ઘણાં બાળકો સમય વેસ્ટ કરે છે. યાદ ની યાત્રા થી જ બેડો પાર થવાનો છે. કલ્પ પહેલાં પણ બાળકોને આમ જ સમજાવ્યું હતું. ડ્રામા રિપીટ થતો રહે છે. ઉઠતાં-બેસતાં આખું કલ્પવૃક્ષ બુદ્ધિ માં યાદ રહે, આ છે ભણતર. બાકી ધંધો વગેરે તો ભલે કરો. ભણવા માટે સમય કાઢવો જોઈએ. સ્વીટ બાપ અને સ્વર્ગ ને યાદ કરો. જેટલું યાદ કરશો તો અંત મતી સો ગતિ થઈ જશે. બસ, બાબા, હવે તમારી પાસે આવ્યા કે આવ્યાં. બાપ ની યાદ માં પછી શ્વાસ પણ સુખદાયી થઈ જશે. બ્રહ્મ-જ્ઞાનીઓ નાં શ્વાસ પણ સુખદાયી થઈ જાય છે. બ્રહ્મ ની જ યાદ માં રહે છે, પરંતુ બ્રહ્મલોક માં કોઈ જતા નથી. જાતે જ શરીર છોડી દે - એ બની શકે છે. કોઈ ઉપવાસ રાખીને શરીર છોડી દે છે, તે દુઃખી થઈ ને મરે છે. બાપ તો કહે છે ખાઓ, પીઓ બાપ ને યાદ કરો તો અંત મતી સો ગતિ થઈ જશે. મરવાનું તો છે ને? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર, અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- સદા યાદ રહે - જો કર્મ હમ કરેંગે હમકો દેખ ઔર કરેંગે... એવું આરામ-પસંદ નથી બનવાનું જે ડિસસર્વિસ થાય. ખૂબ-ખૂબ નિરહંકારી રહેવાનું છે. પોતાને પોતે જ મદદ કરી પોતાનું કલ્યાણ કરવાનું છે.
- ધંધા-ધોરી માં એવાં વ્યસ્ત નથી થવાનું છે જે યાદ ની યાત્રા તથા ભણવા માટે સમય જ ન મળે. દેહ-અભિમાન ખૂબ ખોટું અને ખરાબ છે, એને છોડી દેહી-અભિમાની રહેવાની મહેનત કરવાની છે.
| વરદાન :- |
કોઈ પણ વાત કલ્યાણ ની ભાવના થી જોવા અને સાંભળવા વાળા પરદર્શન મુક્ત ભવ જેટલું સંગઠન મોટું થતું જાય છે, વાતો પણ એટલી મોટી હશે. પરંતુ પોતાની સેફ્ટી (સુરક્ષા) ત્યારે છે જ્યારે જોવા છતાં ન જુએ, સાંભળવા છતાં ન સાંભળે. પોતાનાં સ્વચિંતન માં રહે. સ્વચિંતન કરવાવાળા આત્મા પરદર્શન થી મુક્ત થઈ જાય છે. જો કોઈ કારણ થી સાંભળવું પડે છે, પોતે પોતાને જવાબદાર સમજો છો તો પહેલાં પોતાની બ્રેક ને પાવરફુલ બનાવો. જોયું-સાંભળ્યું, જ્યાં સુધી થઈ શકે કલ્યાણ કર્યુ અને ફુલસ્ટોપ. |
| સ્લોગન :- | પોતાનાં સંતુષ્ટ, ખુશનુમઃ જીવન થી દરેક કદમ માં સેવા કરવાવાળા જ સાચાં સેવાધારી છે. |