ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 18 ઑક્ટોબર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી18 ઑક્ટોબર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

18.10.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - બાપ આવ્યા છે તમને ગુલ - ગુલ ( ફૂલ ) બનાવવા , તમે ફૂલ બાળકો ક્યારેય કોઈ ને દુઃખ ન આપી શકો , સદા સુખ આપતા રહો”
પ્રશ્ન :- કઈ એક વાત માં આપ બાળકોએ ખૂબ-ખૂબ ખબરદારી રાખવાની છે?
ઉત્તર :- મન્સા-વાચા-કર્મણા પોતાની જીભ પર ખૂબ ખબરદારી રાખવાની છે. બુદ્ધિ થી વિકારી દુનિયાની બધી લોકલાજ કુળ ની મર્યાદાઓ ભૂલવાની છે. સ્વયં ની તપાસ કરવાની છે કે અમે કેટલાં દિવ્ય ગુણ ધારણ કર્યા છે? લક્ષ્મી-નારાયણ જેવા સિવિલાઈઝડ બન્યા છીએ? ક્યાં સુધી ગુલ-ગુલ (ફૂલ) બન્યા છીએ?

ઓમ્ શાંતિ ! શિવબાબા જાણે છે આ મારા બાળકો આત્માઓ છે. આપ બાળકોએ આત્મા સમજી શરીર ને ભૂલી શિવબાબા ને યાદ કરવાના છે. શિવબાબા કહે છે હું આપ બાળકોને ભણાવું છું. શિવબાબા પણ નિરાકાર છે, તમે આત્માઓ પણ નિરાકાર છો. અહીં આવીને પાર્ટ ભજવો છો. બાપ પણ આવીને પાર્ટ ભજવે છે. આ પણ તમે જાણો છો ડ્રામા પ્લાન અનુસાર બાપ આપણને આવીને ગુલ-ગુલ બનાવે છે. તો બધાં અવગુણો ને છોડી ગુણવાન બનવું જોઈએ. ગુણવાન ક્યારેય કોઈને દુઃખ નથી આપતાં. સાંભળ્યું-ન-સાંભળ્યું નથી કરતાં. કોઈ દુઃખી છે તો તેનું દુઃખ દૂર કરે છે. બાપ પણ આવે છે તો આખી દુનિયા નાં દુઃખ દૂર થવાના છે. બાપ તો શ્રીમત આપે છે, જેટલું બની શકે પુરુષાર્થ કરી બધા નાં દુઃખ દૂર કરતા રહો. પુરુષાર્થ થી જ સારું પદ મળશે. પુરુષાર્થ ન કરવાથી પદ ઓછું થઈ જશે. તે પછી કલ્પ-કલ્પાન્તર નું નુકસાન થઈ જાય છે. બાપ બાળકો ને દરેક વાત સમજાવે છે. બાળકો સ્વયં નું નુકસાન કરે - એ બાપ નથી ઈચ્છતાં. દુનિયા વાળા ફાયદા અને નુકસાન ને નથી જાણતા એટલે બાળકો એ સ્વયં પર રહેમ કરવાનો છે. શ્રીમત પર ચાલતા રહેવાનું છે. ભલે બુદ્ધિ આમ-તેમ ભાગે છે તો પણ કોશિશ કરો અમે આવાં બેહદ નાં બાપ ને કેમ નથી યાદ કરતાં? જે યાદ થી જ ઊંચ પદ મળે છે. કમ સે કમ સ્વર્ગ માં તો જાય છે. પરંતુ સ્વર્ગ માં ઊંચ પદ મેળવવાનું છે. બાળકો નાં મા-બાપ કહે છે ને? અમારું બાળક સ્કૂલ માં ભણીને ઊંચુ પદ મેળવે. અહીં તો કોઈ ને પણ ખબર નથી પડતી. તમારા સંબંધીઓ આ નથી જાણતા કે તમે કયું ભણતર ભણો છો? એ ભણતર માં તો મિત્ર-સંબંધીઓ બધાં જાણે છે, આમાં કોઈ જાણે છે, કોઈ નથી જાણતાં. કોઈ નાં બાપ જાણે છે તો ભાઈ-બહેન નથી જાણતાં. કોઈક ની મા જાણે છે તો બાપ નથી જાણતા કારણકે આ વિચિત્ર ભણતર અને વિચિત્ર ભણાવવા વાળા છે. નંબરવાર સમજે છે, બાપ સમજાવે છે ભક્તિ તો તમે ખૂબ કરી છે. તે પણ નંબરવાર, જેમણે ખૂબ ભક્તિ કરી છે તે પછી આ જ્ઞાન પણ લે છે. હવે ભક્તિ નાં રીત-રિવાજ પૂરાં થાય છે. પહેલાં મીરા માટે કહેવાતું હતું તેણે લોકલાજ, કુળ ની મર્યાદા છોડી. અહીં તો તમારે આખા વિકારી કુળ ની મર્યાદાઓ છોડવાની છે. બુદ્ધિ થી બધાં નો સંન્યાસ કરવાનો છે. આ વિકારી દુનિયા માં કંઈ પણ નથી ગમતું. વિકર્મ કરવા વાળા બિલકુલ નથી ગમતાં. તે પોતાની તકદીર ને જ ખરાબ કરે છે. એવાં કોઈ બાપ થોડી હશે જે બાળકો ને કોઈને હેરાન કરતાં જોઈને પસંદ કરશે અથવા ન ભણતા પસંદ કરશે? આપ બાળકો જાણો છો ત્યાં આવાં કોઈ બાળક હોતા નથી. નામ જ છે દેવી-દેવતા. કેટલું પવિત્ર નામ છે? સ્વયં ની તપાસ કરવાની છે-અમારા માં દૈવીગુણ છે? સહનશીલ પણ બનવાનું હોય છે. બુદ્ધિયોગ ની વાત છે. આ લડાઈ તો ખૂબ મીઠી છે. બાપ ને યાદ કરવામાં કોઈ લડાઈ ની વાત નથી. બાકી હા, આમાં માયા વિઘ્ન નાખે છે. તેનાથી સંભાળ કરવાની છે. માયા પર વિજય તો તમારે જ મેળવવાની છે. તમે જાણો છો કલ્પ-કલ્પ આપણે જે કંઈ કરતા આવ્યા છીએ, બિલકુલ એક્યુરેટ એ જ પુરુષાર્થ ચાલે છે જે કલ્પ-કલ્પ ચાલતો આવ્યો છે. તમે જાણો છો હમણાં આપણે પદ્માપદમ ભાગ્યશાળી બનીએ છીએ પછી સતયુગ માં અથાહ સુખી રહીએ છીએ.

કલ્પ-કલ્પ બાપ આવી રીતે જ સમજાવે છે. આ કોઈ નવી વાત નથી, આ તો ખૂબ જૂની વાત છે. બાપ તો ઈચ્છે છે બાળકો પૂરાં ગુલ-ગુલ બને. લૌકિક બાપ નું પણ દિલ હશે ને? અમારા બાળકો ગુલ-ગુલ બને? પારલૌકિક બાપ તો આવે જ છે કાંટાઓ ને ફૂલ બનાવવાં. તો એવાં બનવું જોઈએ ને? મન્સા-વાચા-કર્મણા વાણી પર પણ ખૂબ ખબરદારી જોઈએ. દરેક કર્મેન્દ્રિયો પર ખૂબ ખબરદારી જોઈએ. માયા ખૂબ દગો આપવા વાળી છે. તેનાથી પૂરી સંભાળ રાખવાની છે, ઊંચી મંઝિલ છે. અડધાકલ્પ થી ક્રિમિનલ દૃષ્ટિ (કુદૃષ્ટિ) બની છે. તેને એક જન્મ માં સિવિલ (પવિત્ર) બનાવવાની છે. જેમ આ લક્ષ્મી-નારાયણ ની છે. આ સર્વગુણ સંપન્ન છે ને? ત્યાં ક્રિમિનલ દૃષ્ટિ (કુદૃષ્ટિ) હોતી નથી. રાવણ જ નથી. આ કોઈ નવી વાત નથી. તમે અનેકવાર આ પદ મેળવ્યું છે. દુનિયાને તો બિલકુલ ખબર નથી કે આ શું ભણે છે? બાપ તમારી બધી આશાઓ પૂર્ણ કરવા આવે છે. અશુભ આશાઓ રાવણ ની હોય છે. તમારી છે શુભ આશાઓ. ક્રિમિનલ (અપવિત્ર) કોઈ પણ આશા ન હોવી જોઈએ. બાળકોએ સુખ ની લહેરો માં લહેરાવાનું છે. તમારા અથાહ સુખો નું વર્ણન નથી કરી શકાતું, દુઃખો નું વર્ણન થાય છે, સુખ નું વર્ણન થોડી થાય છે? આપ સર્વ બાળકોની એક જ આશા છે કે અમે પાવન બનીએ. કેવી રીતે પાવન બનશો? તે તો તમે જાણો છો કે પાવન બનાવવા વાળા એક બાપ જ છે, એમની યાદ થી જ પાવન બનશો. ફર્સ્ટ નંબર નવી દુનિયા માં પાવન આ દેવી-દેવતા જ છે. પાવન બનવામાં જુઓ તાકાત કેટલી છે? તમે પાવન બની પાવન દુનિયા નું રાજ્ય મેળવો છો એટલે કહેવાય છે આ દેવતા ધર્મ માં તાકાત ઘણી છે. આ તાકાત ક્યાંથી મળે છે? સર્વ શક્તિમાન્ બાપ પાસે થી. ઘર માં તમે મુખ્ય બે-ચાર ચિત્ર રાખી ઘણી સર્વિસ કરી શકો છો. એ સમય આવશે, કર્ફ્યુ વગેરે એવાં લાગી જશે, જે તમે ક્યાંય આવી-જઈ પણ નહીં શકો.

તમે છો બ્રાહ્મણ સાચ્ચી ગીતા સંભળાવવા વાળા. નોલેજ તો ઘણી સહજ છે, જેમનાં ઘર વાળા બધાં આવે છે, શાંતિ થઈ જાય છે, એમનાં માટે તો ખૂબ સહજ છે. બે-ચાર મુખ્ય ચિત્ર ઘર માં રાખેલા હોય. આ ત્રિમૂર્તિ, ગોળો, ઝાડ અને સીડી નાં ચિત્ર પણ પૂરતાં છે. એની સાથે ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ નથી, તે પણ ચિત્ર સારું છે. કેટલું સહજ છે? આમાં કોઈ પૈસા ખર્ચ નથી થતાં. ચિત્ર તો રાખેલા છે. ચિત્ર ને જોવાથી જ જ્ઞાન સ્મૃતિ માં આવતું રહેશે. ઓરડો બનેલો હોય, ભલે તમે ત્યાં સૂઈ પણ જાઓ. જો શ્રીમત પર ચાલતા રહો તો તમે અનેક નું કલ્યાણ કરી શકો છો. કલ્યાણ કરતા પણ હશો છતાં પણ બાપ રિમાઈન્ડ (યાદ) કરાવે છે - આમ-આમ તમે કરી શકો છો. ઠાકોરજી ની મૂર્તિ રાખે છે ને? આમાં તો પછી છે સમજાવવાની વાતો. જન્મ-જન્માંતર તમે ભક્તિમાર્ગ માં મંદિરો માં ભટકતા રહ્યા છો પરંતુ એ ખબર નથી કે આ કોણ છે? મંદિરો માં દેવીઓ ની પૂજા કરે છે, તેને જ પછી પાણી માં જઈને ડૂબાડે છે. કેટલું અજ્ઞાન છે? પૂજ્ય ની પૂજા કરી પછી તેમને ઉઠાવી ને સમુદ્ર માં નાખી દે છે. ગણેશ ને, મા ને, સરસ્વતી ને પણ ડૂબાડે છે. બાપ બાળકો ને કલ્પ-કલ્પ આ વાત સમજાવે છે. રિયલાઇઝ (મહેસુસ) કરાવે છે - તમે આ શું કરી રહ્યા છો? બાળકો ને તો નફરત આવવી જોઈએ જ્યારે બાપ આટલું સમજાવતા રહે છે - મીઠાં-મીઠાં બાળકો, તમે આ શું કરો છો? આને કહેવાય જ છે વિષય વૈતરણી નદી. એવું નથી, ત્યાં કોઈ ક્ષીર નાં સાગર છે પરંતુ દરેક ચીજ ત્યાં અઢળક હોય છે. કોઈ ચીજ પર પૈસા નથી લાગતાં. પૈસા તો ત્યાં હોતા જ નથી. સોના નાં જ સિક્કા દેખાય છે જ્યારે મકાનો માં જ સોનું લાગે છે, સોના ની ઈંટો લાગે છે. તો સિદ્ધ થાય છે ત્યાં સોનાં-ચાંદી નું મૂલ્ય જ નથી. અહીં તો જુઓ કેટલું મૂલ્ય છે? તમે જાણો છો એક-એક વાત માં વન્ડર છે! મનુષ્ય તો મનુષ્ય જ છે, આ દેવતા પણ મનુષ્ય છે પરંતુ તેમનું નામ દેવતા છે. તેમની આગળ મનુષ્ય પોતાની ગંદકી જાહેર કરે છે-અમે પાપી, નીંચ છીએ, અમારા માં કોઈ ગુણ નથી. આપ બાળકોની બુદ્ધિ માં મુખ્ય-ઉદ્દેશ છે, આપણે આ મનુષ્ય થી દેવતા બનીએ છીએ. દેવતાઓ માં દૈવીગુણ છે. આ તો સમજે છે મંદિરો માં જઈએ છીએ પરંતુ એ નથી સમજતા કે આ પણ મનુષ્ય છે. અમે પણ મનુષ્ય છીએ પરંતુ આ દૈવીગુણ વાળા છે, અમે આસુરી ગુણો વાળા છીએ. હમણાં તમારી બુદ્ધિ માં આવે છે કે આપણે કેટલાં ના-લાયક હતાં. એમની આગળ જઈને ગાતા હતાં આપ સર્વ ગુણ સંપન્ન… હવે બાપ સમજાવે છે આ તો પાસ્ટ માં (પહેલાં) થઈને ગયા છે. તેમનામાં દૈવીગુણ હતાં, અથાહ સુખ હતું. એ જ પછી અથાહ દુઃખી બને છે. આ સમયે બધાં માં ૫ વિકારો ની પ્રવેશતા છે. હવે તમે વિચાર કરો છો, કેવી રીતે આપણે ઉપર થી નીચે ઉતરતાં-ઉતરતાં એકદમ નીચે આવીને પડ્યા છીએ? ભારતવાસી કેટલાં સાહૂકાર હતાં. હમણાં તો જુઓ કર્જો લેતા રહે છે. તો આ બધી વાતો બાપ જ સમજાવે છે બીજું કોઈ બતાવી ન શકે. ઋષિ-મુનિ પણ નેતી-નેતી કહેતા હતાં અર્થાત્ અમે નથી જાણતાં. હવે તમે સમજો છો કે તે તો સાચ્ચું કહેતા હતાં. ન બાપ ને, ન રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણતા હતાં. હમણાં પણ કોઈ નથી જાણતું, આપ બાળકો સિવાય. મોટા-મોટા સંન્યાસી, મહાત્માઓ કોઈ નથી જાણતાં. હકીકત માં મહાન આત્મા તો લક્ષ્મી-નારાયણ છે ને? સદા પવિત્ર છે. આ પણ નહોતા જાણતા તો બીજા કોઈ કેવી રીતે જાણી શકે? કેટલી સહજ વાતો બાપ સમજાવે છે પરંતુ ઘણાં બાળકો ભૂલી જાય છે. કોઈ સારી રીતે ગુણ ધારણ કરે છે તો મીઠાં લાગે છે. જેટલાં બાળકો માં મીઠાં ગુણ જુએ છે તો દિલ માં ખુશી થાય છે. કોઈ તો નામ બદનામ કરી દે છે. અહીં તો પછી બાપ, શિક્ષક, સદ્દગુરુ છે - ત્રણેય ની નિંદા કરાવે છે. સત્ બાપ, સત્ શિક્ષક અને સત્ ગુરુ ની નિંદા કરાવવાથી પછી ત્રણ ગુણા દંડ પડી જાય છે. પરંતુ ઘણાં બાળકો માં કંઈ પણ સમજ નથી. બાપ સમજાવે છે આવા પણ હશે જરુર. માયા પણ કોઈ ઓછી નથી. અડધો કલ્પ પાપ-આત્મા બનાવે છે. બાપ પછી અડધા કલ્પ માટે પુણ્ય આત્મા બનાવે છે. તે પણ નંબરવાર બને છે. બનાવવા વાળા પણ બે છે - રામ અને રાવણ. રામ ને પરમાત્મા કહેવાય છે. રામ-રામ કહી પછી પાછળ થી શિવ ને નમસ્કાર કરે છે. એ જ પરમાત્મા છે. પરમાત્મા નાં નામ ગણે છે. તમારે તો ગણવાની આવશ્યક્તા નથી. આ લક્ષ્મી-નારાયણ પવિત્ર હતાં ને? એમની દુનિયા હતી, જે પાસ્ટ (પહેલાં) થઈ ગઈ છે. તેને સ્વર્ગ નવી દુનિયા કહેવાય છે. પછી જેમ જૂનું મકાન થાય છે તો તૂટવાને લાયક બની જાય છે. આ દુનિયા પણ આવી જ છે. હમણાં છે કળિયુગ નો અંત. કેટલી સહજ વાતો છે સમજવાની? ધારણ કરવાની અને કરાવવાની છે. બાપ તો બધાં ને સમજાવવા માટે નહીં જશે. આપ બાળકો ઓન ગોડલી સર્વિસ (ઈશ્વરીય સેવા પર) છો. બાપ જે સર્વિસ શીખવાડે છે, તે જ સર્વિસ કરવાની છે. તમારી છે ગોડલી સર્વિસ ઓનલી (ફક્ત). તમારું નામ ઊંચું કરવા માટે બાબા એ કળશ આપ માતાઓને આપ્યો છે. એવું નથી કે પુરુષો ને નથી મળતો. મળે તો બધાં ને છે. હમણાં આપ બાળકો જાણો છો આપણે કેટલાં સુખી સ્વર્ગવાસી હતાં, ત્યાં કોઈ દુઃખી નહોતાં. હમણાં છે સંગમયુગ ફરી આપણે તે નવી દુનિયા નાં માલિક બની રહ્યા છીએ. હમણાં છે કળિયુગ જૂની પતિત દુનિયા. બિલકુલ જ જાણે ભેંસ બુદ્ધિ મનુષ્ય છે. હવે તો આ બધી વાતો ને ભૂલવી પડે છે. દેહ સહિત દેહ નાં સર્વ સંબંધો ને છોડી સ્વયં ને આત્મા સમજવાનું છે. શરીર માં આત્મા નથી તો શરીર કંઈ પણ કરી ન શકે. એ શરીર પર કેટલો મોહ રાખે છે? શરીર બળી ગયું, આત્માએ જઈને બીજું શરીર લીધું તો પણ ૧૨ મહિના જાણે યા હુસૈન મચાવતા રહે છે. હમણાં તમારો આત્મા શરીર છોડશે તો જરુર ઊંચા ઘર માં જન્મ લેશે નંબરવાર. ઓછા જ્ઞાન વાળા સાધારણ કુળ માં જન્મ લેશે, ઊંચ જ્ઞાન વાળા ઊંચા કુળ માં જન્મ લેશે. ત્યાં સુખ પણ ખૂબ હોય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. બાપ જે સંભળાવે છે એને સાંભળ્યું ન સાંભળ્યું નથી કરવાનું. ગુણવાન બની બધાં ને સુખ આપવાનું છે. પુરુષાર્થ કરી બધાં નાં દુઃખ દૂર કરવાના છે.
  2. વિકારો ને વશ થઈને કોઈ પણ વિકર્મ નથી કરવાનાં. સહનશીલ બનવાનું છે. કોઈ પણ ક્રિમિનલ (અશુદ્ધ વિકારી) આશા નથી રાખવાની.
વરદાન :- શાંતિ ની શક્તિ દ્વારા અસંભવ ને સંભવ કરવાવાળા સહજ યોગી ભવ
શાંતિ ની શક્તિ સર્વ શ્રેષ્ઠ શક્તિ છે. શાંતિ ની શક્તિ થી જ બીજી બધી શક્તિઓ નીકળી છે. સાયન્સ ની શક્તિ નો પણ જે પ્રભાવ છે તે સાયન્સ પણ સાઈલેન્સ થી નીકળ્યું છે. તો શાંતિ ની શક્તિ થી જે ઈચ્છો તે કરી શકો છો. અસંભવ ને પણ સંભવ કરી શકો છો. જેને દુનિયા વાળા અસંભવ કહે છે તે તમારા માટે સંભવ છે અને સંભવ હોવાને કારણે સહજ છે. શાંતિ ની શક્તિ ને ધારણ કરી સહજયોગી બનો.
સ્લોગન :- વાણી દ્વારા બધાં ને સુખ અને શાંતિ આપો તો ગાયન યોગ્ય બનશો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.