| 19.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - સદા ખુશી માં રહો તો યાદ ની યાત્રા સહજ થઈ જશે , યાદ થી જ ૨૧ જન્મો માટે પુણ્ય આત્મા બનશો” | |
| પ્રશ્ન :- | તમારા સૌથી સારા સર્વન્ટ (સેવક) અથવા ગુલામ કોણ છે.? |
| ઉત્તર :- | નેચરલ કેલેમીટીઝ (કુદરતી આપદાઓ) અથવા સાયન્સ ની ઇન્વેન્શન (વિજ્ઞાનની શોધ), જેનાંથી આખા વિશ્વ નો કચરો સાફ થાય છે. આ તમારા સૌથી સારા સર્વન્ટ અથવા ગુલામ છે જે સફાઈ માં મદદગાર બને છે. આખી પ્રકૃતિ તમારા અધિકાર માં રહે છે. |
ઓમ્ શાંતિ ! મીઠાં-મીઠાં રુહાની બાળકો શું કરી રહ્યા છે? યુદ્ધ નાં મેદાન માં ઊભા છે. ઊભા તો નથી, તમે તો બેઠાં છો ને? તમારી સેના કેટલી સારી છે? આને કહેવાય છે રુહાની બાપ ની રુહાની સેના. રુહાની બાપ સાથે યોગ લગાવીને રાવણ પર જીત મેળવવાનો કેટલો સહજ પુરુષાર્થ કરાવે છે? તમને કહેવાય છે ગુપ્ત વોરિયર્સ (યોદ્ધા), ગુપ્ત મહાવીર. પાંચ વિકારો પર તમે વિજય પ્રાપ્ત કરો છો, તેમાં પણ પહેલાં છે દેહ-અભિમાન. બાપ વિશ્વ પર જીત મેળવવા તથા વિશ્વ માં શાંતિ સ્થાપન કરવા માટે કેટલી સહજ યુક્તિ બતાવે છે? આપ બાળકો વગર બીજા કોઈ નથી જાણતાં. તમે વિશ્વ માં શાંતિ નું રાજ્ય સ્થાપન કરી રહ્યા છો. ત્યાં અશાંતિ, દુઃખ, રોગ નું નામ-નિશાન નથી હોતું. આ ભણતર તમને નવી દુનિયા નાં માલિક બનાવે છે. બાપ કહે છે - મીઠાં-મીઠાં બાળકો, કામ પર જીત મેળવવાથી તમે ૨૧ જન્મો માટે જગતજીત બનો છો. આ તો ખૂબ સહજ છે. તમે છો શિવબાબા ની રુહાની સેના. રામ ની વાત નથી, કૃષ્ણ ની પણ વાત નથી. રામ કહેવાય છે પરમપિતા પરમાત્મા ને. બાકી તે જે રામ ની સેના વગેરે દેખાડે છે તે બધું છે ખોટું. ગાયન પણ છે જ્ઞાન-સૂર્ય પ્રગટા, અજ્ઞાન અંધેર વિનાશ. કળિયુગ ઘોર અંધકાર છે. કેટલાં લડાઈ-ઝઘડા, મારામારી છે. સતયુગ માં આ હોતું નથી. તમે સ્વયં નું રાજ્ય જુઓ, કેવી રીતે સ્થાપન કરો છો? કોઈ પણ હાથ-પગ આમાં નથી ચલાવતાં, આમાં દેહ નું ભાન તોડવાનું છે. ઘર માં રહો છો તો પણ પહેલાં આ યાદ કરો - હું આત્મા છું, દેહ નથી. તમે આત્માઓ જ ૮૪ જન્મ ભોગવો છો. હમણાં તમારો આ અંતિમ જન્મ છે. જૂની દુનિયા ખતમ થવાની છે. આને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ નો લીપ યુગ. ચોટલી નાની હોય છે ને? બ્રાહ્મણો ની ચોટલી પ્રસિદ્ધ છે. બાપ કેટલું સહજ સમજાવે છે? તમે દર પ હજાર વર્ષ પછી આવીને બાપ પાસે થી આ ભણો છો, રાજાઈ પ્રાપ્ત કરવા માટે. મુખ્ય-ઉદ્દેશ પણ સામે છે - શિવબાબા પાસે થી આપણે આ બનવાનું છે. હા, બાળકો, કેમ નહીં? ફક્ત દેહ-અભિમાન છોડી સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો પાપ કપાઈ જાય. તમે જાણો છો આ જન્મ માં પાવન બનવાથી આપણે ૨૧ જન્મ પુણ્ય આત્મા બનીએ છીએ પછી ઉતરવાનું શરુ થાય છે. આ પણ જાણો છો આપણું જ ૮૪ નું ચક્ર છે. આખી દુનિયા તો નહીં આવે. ૮૪ નાં ચક્રવાળા અને આ ધર્મવાળા જ આવશે. સતયુગ અને ત્રેતા બાપ જ સ્થાપન કરે છે. જે હવે કરી રહ્યા છે પછી દ્વાપર-કળિયુગ રાવણ ની સ્થાપના છે. રાવણ નું ચિત્ર પણ છે ને? ઉપર ગધેડા નું શીશ (માથું) છે. વિકારી ટટ્ટૂ બની જાય છે. તમે સમજો પણ છો - અમે શું હતાં! આ છે જ પાપ આત્માઓની દુનિયા. પાપ આત્માઓની દુનિયા માં કરોડો મનુષ્યો છે. પુણ્ય આત્માઓની દુનિયા માં હોય છે ૯ લાખ શરુઆત માં. તમે હવે આખા વિશ્વ નાં માલિક બનો છો. આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં ને? સ્વર્ગ ની બાદશાહી તો જરુર બાપ જ આપશે. બાપ કહે છે હું તમને વિશ્વ ની બાદશાહી આપવા આવ્યો છું. હવે પાવન જરુર બનવું પડે. તે પણ આ અંતિમ જન્મ મૃત્યુલોક માં પવિત્ર બનો. આ જૂની દુનિયાનો વિનાશ સામે તૈયાર છે. બોમ્બ્સ વગેરે બધું એવું તૈયાર કરી રહ્યા છે જે ત્યાં ઘરે બેઠાં ખલાસ કરી દેશે. કહે પણ છે ઘરે બેઠાં જૂની દુનિયાનો વિનાશ કરી દઈશું. આ બોમ્બ્સ વગેરે ઘરે બેસીને એવી રીતે છોડશે જે આખી દુનિયા ને ખતમ કરશે. આપ બાળકો ઘરે બેસી યોગબળ થી વિશ્વ નાં માલિક બની જાઓ છો. તમે શાંતિ સ્થાપન કરી રહ્યા છો યોગબળ થી. તેઓ સાયન્સ (વિજ્ઞાન) નાં બળ થી આખી દુનિયા ખલાસ કરી દેશે. તે તમારા સર્વન્ટ (સેવક) છે. તમારી સર્વિસ કરી રહ્યા છે. જૂની દુનિયા ખતમ કરી દે છે. નેચરલ કેલેમીટીઝ (કુદરતી આપદાઓ) વગેરે આ બધાં તમારા ગુલામ બને છે. આખી પ્રકૃતિ તમારી ગુલામ બની જાય છે. ફક્ત તમે બાપ સાથે યોગ લગાવો છો. તો આપ બાળકો ને અંદર ખૂબ ખુશી થવી જોઈએ. આવાં બિલોવેડ (પ્રિય) બાપ ને કેટલાં યાદ કરવા જોઈએ! આ જ ભારત આખું શિવાલય હતું. સતયુગ માં સંપૂર્ણ નિર્વિકારી, અહીં છે વિકારી. હવે તમને સ્મૃતિ આવી છે - બરોબર બાપે આપણને કહ્યું છે હિયર નો ઈવિલ… ગંદી વાત નહીં સાંભળો. મુખ થી બોલો પણ નહીં. બાપ સમજાવે છે તમે કેટલાં ડર્ટી (ગંદા) બની ગયા છો. તમારી પાસે તો અથાહ ધન હતું. તમે સ્વર્ગ નાં માલિક હતાં. હમણાં તમે સ્વર્ગ ને બદલે નર્ક નાં માલિક બની ગયા છો. આ પણ ડ્રામા બનેલો છે. દર પ હજાર વર્ષ બાદ આપ બાળકો ને હું રૌરવ નર્ક થી કાઢી સ્વર્ગ માં લઈ જાઉં છું. રુહાની બાળકો, શું તમે મારી વાત નહીં માનશો? પરમાત્મા કહે છે તમે પવિત્ર દુનિયાનાં માલિક બનો, તો શું નહીં બનશો?
વિનાશ તો જરુર થશે. આ યોગબળ થી જ તમારા જન્મ-જન્માંતર નાં પાપ કપાશે. બાકી જન્મ-જન્માંતર નાં પાપ કપાવામાં સમય લાગે છે. બાળકો શરુઆત થી આવેલા છે, ૧૦ ટકા પણ યોગ નથી લાગતો એટલે પાપ કપાતા નથી. નવાં-નવાં બાળકો ઝટ યોગી બની જાય છે તો કપાઈ જાય છે અને સર્વિસ કરવા લાગી જાય છે. આપ બાળકો સમજો છો હવે આપણે પાછા જવાનું છે. બાપ આવ્યા છે લઈ જવાં. પાપ આત્માઓ તો શાંતિધામ-સુખધામ માં જઈ ન શકે. તે તો રહે છે દુઃખધામ માં એટલે હવે બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જાય. અરે બાળકો, ગુલ-ગુલ (ફૂલ) બની જાઓ. દૈવી કુળ ને કલંક નહીં લગાવો. તમે વિકારી બનવાનાં કારણે કેટલાં દુઃખી થઈ ગયા છો? આ પણ ડ્રામા નો ખેલ બનેલો છે. પવિત્ર નહીં બનશો તો પવિત્ર દુનિયા સ્વર્ગ માં નહીં આવશો. ભારત સ્વર્ગ હતું, કૃષ્ણપુરી માં હતાં, હમણાં નર્કવાસી છો. તો આપ બાળકોએ તો ખુશી થી વિકારો ને છોડવા જોઈએ. વિષ પીવાનું (વિકાર માં જવાનું) ફટ થી છોડવાનું છે. વિષ પીતાં-પીતાં તમે વૈકુંઠ માં થોડી જઈ શકશો? હવે આ બનવા માટે તમારે પવિત્ર બનવાનું છે. તમે સમજાવી શકો છો-તેમણે આ રાજાઈ કેવી રીતે પ્રાપ્ત કરી છે? રાજયોગ થી. આ ભણતર છે ને? જેમ બેરિસ્ટરી યોગ, સર્જન યોગ હોય છે. સર્જન સાથે યોગ તો સર્જન બનશે. આ છે ભગવાનુવાચ. રથ માં કેવી રીતે પ્રવેશ કરે છે? કહે છે અનેક જન્મોનાં અંત માં હું આમનામાં બેસી આપ બાળકો ને નોલેજ આપું છું. જાણું છું આ વિશ્વ નાં માલિક પવિત્ર હતાં. હવે પતિત કંગાળ બન્યા છે ફરી પહેલા નંબર માં આ જશે. આમનામાં જ પ્રવેશ કરી બાળકો ને નોલેજ આપે છે. બેહદ નાં બાપ કહે છે - બાળકો, પવિત્ર બનો તો તમે સદા સુખી બનશો. સતયુગ છે અમરલોક, દ્વાપર-કળિયુગ છે મૃત્યુલોક. કેટલું સારી રીતે બાળકો ને સમજાવે છે? અહીં દેહી-અભિમાની બને છે પછી દેહ-અભિમાન માં આવીને માયા થી હાર ખાઈ લે છે. માયા ની એક જ તોપ એવી લાગે છે જે એકદમ ગટર માં પડી જાય છે. બાપ કહે છે આ ગટર છે. આ કોઈ સુખ થોડી છે? સ્વર્ગ તો પછી શું? આ દેવતાઓની રહેણી-કરણી જુઓ કેવી છે? નામ જ છે સ્વર્ગ. તમને સ્વર્ગ નાં માલિક બનાવે છે તો પણ કહે છે અમે વિષ જરુર પીશું! તો સ્વર્ગ માં આવી નહીં શકે. સજા પણ ખૂબ ખાશે. આપ બાળકો નું માયા સાથે યુદ્ધ છે. દેહ-અભિમાન માં આવીને ખૂબ છી-છી કામ કરે છે. સમજે છે અમને કોઈ જુએ થોડી છે? ક્રોધ-લોભ તો પ્રાઈવેટ (ખાનગી) નથી હોતાં. કામ માં પ્રાઇવસી (ખાનગી) ચાલે છે. કાળું મોઢું કરે છે. કાળું મોઢું કરતાં-કરતાં તમે ગોરા થી સાંવરા (શ્યામ) બની ગયા તો આખી દુનિયા તમારી પાછળ આવી ગઈ. આવી પતિત દુનિયાને બદલાવાની જરુર છે. બાપ કહે છે - તમને શરમ નથી આવતી? એક જન્મ માટે પવિત્ર નથી બનતાં.
ભગવાનુવાચ - કામ મહાશત્રુ છે. હકીકત માં તમે સ્વર્ગવાસી હતાં તો ખૂબ ધનવાન હતાં. વાત નહીં પૂછો. બાળકો કહે છે બાબા, અમારા શહેર માં ચાલો. શું કાંટા નાં જંગલ માં વાંદરાઓને જોવા ચાલું? આપ બાળકોએ ડ્રામા અનુસાર સર્વિસ કરવાની જ છે. ગવાય છે ફાધર શોઝ સન. બાળકોએ જ જઈને બધાનું કલ્યાણ કરવાનું છે. બાપ બાળકોને સમજાવે છે - આ ભૂલો નહીં - આપણે યુદ્ધ નાં મેદાન માં છીએ. તમારું યુદ્ધ છે ૫ વિકારો સાથે. આ જ્ઞાનમાર્ગ બિલકુલ અલગ છે. બાપ કહે છે હું તમને સ્વર્ગ નાં માલિક બનાવું છું ૨૧ જન્મો માટે, પછી તમને નર્કવાસી કોણ બનાવે છે? રાવણ. ફરક તો જુઓ છો ને? જન્મ-જન્માંતર તમે ભક્તિમાર્ગ માં ગુરુ કર્યા, મળ્યું કંઈ પણ નહીં. આને કહેવાય છે સદ્દગુરુ. સિક્ખ લોકો કહે છે ને - સદ્દગુરુ અકાળમૂર્ત. એમને ક્યારેય કોઈ કાળ ખાતો નથી. એ સદ્દગુરુ તો કાળો નાં કાળ છે. બાપ કહે છે હું તમને બધાં બાળકો ને કાળ નાં પંજા માંથી છોડાવવા આવ્યો છું. સતયુગ માં પછી કાળ આવતો જ નથી, તેને અમરલોક કહેવાય છે. હમણાં તમે શ્રીમત પર અમરલોક સતયુગ નાં માલિક બની રહ્યા છો. તમારી લડાઈ જુઓ કેવી છે? આખી દુનિયા એક-બીજા સાથે લડતી-ઝઘડતી રહે છે. તમારું પછી છે રાવણ ૫ વિકારો સાથે યુદ્ધ. તેનાં પર જીત મેળવો છો. આ છે અંતિમ જન્મ.
બાપ કહે છે હું ગરીબ નિવાઝ છું. અહીં આવે જ ગરીબ છે. સાહૂકારો ની તો તકદીર માં જ નથી. ધન નાં નશા માં જ મગરુર રહે છે. આ બધું ખતમ થઈ જવાનું છે. બાકી થોડો સમય છે. ડ્રામા નો પ્લાન છે ને? આ આટલાં બોમ્બ્સ વગેરે બનાવ્યા છે, એ કામ માં જરુર આવવાના છે. પહેલાં તો લડાઈ બાણો થી, તલવાર થી, બંદૂકો વગેરે થી થતી હતી. હવે તો બોમ્બ્સ એવી ચીજ નીકળી છે જે ઘરે બેઠાં જ ખલાસ કરી દેશે. આ ચીજો કોઈ રાખવા માટે થોડી બનાવી છે? ક્યાં સુધી રાખશે? બાપ આવ્યા છે તો વિનાશ પણ જરુર થવાનો છે. ડ્રામા નું ચક્ર ફરતું રહે છે, તમારી રાજાઈ જરુર સ્થાપન થવાની છે. આ લક્ષ્મી-નારાયણ ક્યારેય લડાઈ નથી કરતાં. ભલે શાસ્ત્રો માં દેખાડ્યું છે - અસુરો અને દેવતાઓ ની લડાઈ થઈ પરંતુ તે સતયુગ નાં, આ અસુર કળિયુગ નાં. બંને મળશે કેવી રીતે જે લડાઈ થાય? હમણાં તમે સમજો છો આપણે ૫ વિકારો સાથે યુદ્ધ કરી રહ્યા છીએ. તેનાં પર જીત મેળવીને સંપૂર્ણ નિર્વિકારી બની નિર્વિકારી દુનિયાનાં માલિક બની જઈશું. ઉઠતાં-બેસતાં બાપ ને યાદ કરવાના છે. દૈવી ગુણ ધારણ કરવાના છે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. કોઈ-કોઈ નાં નસીબ માં જ નથી. યોગબળ હોય ત્યારે જ વિકર્મ વિનાશ થાય. સંપૂર્ણ બને ત્યારે તો સંપૂર્ણ દુનિયા માં આવી શકે. બાપ પણ શંખધ્વનિ કરતા રહે છે. તેમણે પછી ભક્તિમાર્ગ માં શંખ અને તુતારી વગેરે બનાવ્યા છે. બાપ તો આ મુખ દ્વારા સમજાવે છે. આ ભણતર છે રાજયોગ નું. ખૂબ સહજ ભણતર છે. બાપ ને યાદ કરો અને રાજાઈ ને યાદ કરો. બેહદ નાં બાપ ને ઓળખો અને રાજાઈ લો. આ દુનિયા ને ભૂલી જાઓ. તમે બેહદ નાં સંન્યાસી છો. જાણો છો જૂની દુનિયા આખી ખતમ થવાની છે. લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં એકલું ભારત જ હતું. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- પોતાનાં દૈવી કુળ ને કલંક નથી લગાવવાનો. ગુલ-ગુલ બનવાનું છે. અનેક આત્માઓ નાં કલ્યાણ ની સર્વિસ કરી બાપ નો શો (પ્રત્યક્ષ) કરવાનો છે.
- સંપૂર્ણ નિર્વિકારી બનવા માટે ગંદી વાતો નથી સાંભળવાની, નથી મુખ થી બોલવાની. હિયર નો ઈવિલ, ટોક નો ઈવિલ… દેહ-અભિમાન ને વશ થઈ કોઈ છી-છી કામ નથી કરવાનાં.
| વરદાન :- |
મનમનાભવ નાં મંત્ર દ્વારા મન નાં બંધન થી છૂટવા વાળા નિર્બન્ધન , ટ્રસ્ટી ભવ કોઈ પણ બંધન પિંજરું છે. પિંજરા ની મેના હવે નિર્બન્ધન ઉડતું પક્ષી બની ગઈ. જો કોઈ તન નું બંધન પણ છે તો પણ મન ઉડતું પક્ષી છે કારણકે મનમનાભવ થવાથી મન નાં બંધન છૂટી જાય છે. પ્રવૃત્તિ ને સંભાળવાનું પણ બંધન નથી. ટ્રસ્ટી થઈ ને સંભાળવા વાળા સદા નિર્બન્ધન રહે છે. ગૃહસ્થી એટલે બોજ, બોજ વાળા ક્યારેય ઉડી નથી શકતાં. પરંતુ ટ્રસ્ટી છે તો નિર્બન્ધન રહે છે અને ઉડતી કળા થી સેકન્ડ માં સ્વીટ હોમ પહોંચી શકે છે. |
| સ્લોગન :- | ઉદાસી ને પોતાની દાસી બનાવી દો, એને ચહેરા પર આવવા ન દો. |