ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 20 ઑક્ટોબર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી20 ઑક્ટોબર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

20.10.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
“અવ્યક્ત-બાપદાદા”
રીવાઈઝ ૨૮-૦૩-૦૨ મધુબન

“ આ વર્ષ ને નિર્માણ , નિર્મલ વર્ષ અને વ્યર્થ થી મુક્ત થવાનું મુક્તિ વર્ષ મનાવો”

આજે બાપદાદા પોતાનાં ચારેય તરફ નાં બાળકો નાં મસ્તક માં ચમકતી ત્રણ લકીરો (રેખાઓ) જોઈ રહ્યા છે. એક લકીર છે પ્રભુ-પાલના ની, બીજી લકીર છે શ્રેષ્ઠ ભણતર ની અને ત્રીજી લકીર છે શ્રેષ્ઠ મત ની. ત્રણેય લકીર ચમકી રહી છે. આ ત્રણેય લકીર સર્વ નાં ભાગ્ય ની લકીરો છે. તમે બધા પણ પોતાની ત્રણેય લકીરો જોઈ રહ્યા છો ને? પ્રભુ પાલના નું ભાગ્ય આપ બ્રાહ્મણ આત્માઓ સિવાય બીજા કોઈ ને પણ પ્રાપ્ત નથી થતું. પરમાત્મ-પાલના જે પાલના થી કેટલાં શ્રેષ્ઠ પૂજનીય બની જાઓ છો! ક્યારેય સ્વપ્ન માં પણ એવું વિચાર્યુ હતું કે મુજ આત્મા ને પરમાત્મ-ભણતર નો અધિકાર પ્રાપ્ત થવાનો છે? પરંતુ હમણાં સાકાર માં અનુભવ કરી રહ્યા છો. સ્વયં સદ્દગુરુ અમૃતવેલા થી રાત સુધી દરેક કર્મ ની શ્રેષ્ઠ મત આપી કર્મ બંધન નાં પરિવર્તન માં, કર્મ સંબંધ માં આવવાની શ્રીમત આપવાનાં નિમિત્ત બનાવશે - આ પણ સ્વપ્ન માં નહોતું. પરંતુ હવે અનુભવ થી કહો છો કે અમારાં દરેક કર્મ શ્રીમત પર ચાલી રહ્યા છે. એવો અનુભવ છે? એવું શ્રેષ્ઠ ભાગ્ય દરેક બાળકો નું બાપદાદા પણ જોઈ-જોઈ હર્ષિત થાય છે. વાહ મારા શ્રેષ્ઠ ભાગ્યવાન વાહ! બાળકો કહે છે વાહ બાબા વાહ! અને બાપ કહે છે વાહ બાળકો વાહ!

આજે અમૃતવેલા થી બાળકો નાં બે સંકલ્પો થી યાદ બાપદાદા ની પાસે પહોંચી. એક તો ઘણાં બાળકો ને પોતાનું એકાઉન્ટ આપવાની યાદ હતી. બીજું-બાપ નાં સંગ નાં રંગ ની હોળી યાદ હતી. તો બધા હોળી મનાવવા આવ્યા છો ને? બ્રાહ્મણો ની ભાષા માં મનાવવું અર્થાત્ બનવું. હોલી (હોળી) મનાવે છે અર્થાત્ હોલી (પવિત્ર) બને છે. બાપદાદા જોઈ રહ્યા હતાં બ્રાહ્મણ બાળકો નું હોલીએસ્ટ બનવું કેટલું સર્વ થી ન્યારું અને પ્યારું છે! આમ તો દ્વાપર ની શરુઆત નાં મહાન આત્માઓ અને સમય પ્રત્યે સમય આવેલા ધર્મ પિતાઓ પણ પવિત્ર, હોલી બને છે. પરંતુ તમારી પવિત્રતા સૌથી શ્રેષ્ઠ પણ છે, ન્યારી પણ છે. કોઈ પણ આખા કલ્પ માં ભલે મહાત્મા છે કે ધર્માત્મા છે, અથવા ધર્મ પિતા છે પરંતુ તમારો આત્મા પણ પવિત્ર, શરીર પણ પવિત્ર, પ્રકૃતિ પણ સતોપ્રધાન પવિત્ર, એવાં હોલીએસ્ટ કોઈ નથી બન્યા, ન બનશે. પોતાનું ભવિષ્ય સ્વરુપ સામે લાવો. બધા ની સામે પોતાનું ભવિષ્ય રુપ આવ્યું? કે ખબર જ નથી કે બનીશ કે નહીં બનીશ? શું બનીશ? કંઈ પણ બનશો પરંતુ હશો તો પવિત્ર ને? શરીર પણ પવિત્ર, આત્મા પણ પવિત્ર અને પ્રકૃતિ પણ પવિત્ર પાવન, સુખદાઈ… નિશ્ચય ની કલમ થી પોતાનું ભવિષ્ય-ચિત્ર સામે લાવી શકો છો. નિશ્ચય છે ને? ટીચર્સ ને નિશ્ચય છે? અચ્છા, એક સેકન્ડ માં પોતાનું ભવિષ્ય ચિત્ર સામે લાવી શકો છો? ચાલો, કૃષ્ણ નહીં બનશો, પરંતુ સાથી તો બનશો ને? કેટલું પ્રિય લાગે છે? આર્ટિસ્ટ બનતા આવડે છે કે નથી આવડતું? બસ, સામે જુઓ. હમણાં સાધારણ છું, કાલે (ડ્રામાની કાલ, આ કાલ નથી જે કાલે આવશે) તો કાલે આ પવિત્ર શરીરધારી બનવાનું જ છે. પાંડવો, શું સમજો છો? પાક્કું છે ને, શક તો નથી - ખબર નહીં બનીશું કે નહીં બનીશું? શક છે? નથી ને? પાક્કું છે. જ્યારે રાજયોગી છો તો રાજ્ય અધિકારી બનવાનું જ છે. બાપદાદા ઘણી વાર યાદ અપાવે છે કે બાપ તમારા માટે સૌગાત (ભેટ) લાવ્યા છે તો સૌગાત શું લાવ્યા છે? સોનેરી દુનિયા, સતોપ્રધાન દુનિયા ની સૌગાત લાવ્યા છે. તો નિશ્ચય છે, નિશ્ચય ની નિશાની છે રુહાની નશો. જેટલાં પોતાનાં રાજ્ય ની સમીપ આવી રહ્યા છો, ઘર ની પણ સમીપ આવી રહ્યા છો અને પોતાનાં રાજ્ય ની પણ સમીપ આવી રહ્યા છો તો વારંવાર પોતાનાં સ્વીટ હોમ અને પોતાની સ્વીટ રાજ્ય ની સ્મૃતિ સ્પષ્ટ આવવી જ જોઈએ. આ સમીપ આવવાની નિશાની છે. પોતાનું ઘર, પોતાનું રાજ્ય એવું જ સ્પષ્ટ સ્મૃતિ માં આવે, ત્રીજા નેત્ર દ્વારા સ્પષ્ટ દેખાય. અનુભવ થાય આજે આ, કાલે આ. કેટલી વાર પાર્ટ પૂરો કરી પોતાનાં ઘરે અને પોતાનાં રાજ્ય માં ગયા છો, યાદ આવે છે ને? અને હવે ફરી થી જવાનું છે.

બાપદાદાએ બધા નું વર્તમાન સમય નું રિઝલ્ટ જોયું. ભલે ડબલ ફોરેનર્સ કે ભારતવાસી, બધા બાળકો નાં રિઝલ્ટ માં જોયું કે વર્તમાન સમય અલબેલાપણા નાં બહુ જ નવાં-નવાં પ્રકાર બાળકો માં છે. અનેક પ્રકાર નું અલબેલાપણું છે. મન માં ને મન માં વિચારી લે છે, બધું ચાલે છે… આજકાલ ની બધી વાતો માં આ વિશેષ સ્લોગન છે - “ બધું ચાલે છે” - આ અલબેલાપણું છે સાથે થોડો-થોડો ભિન્ન-ભિન્ન પ્રકાર નો પુરુષાર્થ તથા સ્વ-પરિવર્તન માં અલબેલાપણા ની સાથે થોડા ટકા માં આળસ પણ છે. થઈ જશે, કરી જ લઈશું… બાપદાદા એ નવાં-નવાં પ્રકાર ની અલબેલાપણા ની વાતો જોઈ છે એટલે પોતાનું સાચું, સાચાં દિલ થી અલબેલા રુપ થી નહીં, એકાઉન્ટ જરુર રાખો.

તો બાપદાદા આજે રિઝલ્ટ સંભળાવી રહ્યા છે. સંભળાવે ને! કે ના, ફક્ત પ્રેમ કરે? આ પણ પ્રેમ છે. દરેક સાથે બાપદાદા ને એટલો પ્રેમ છે કે બધા બાળકો બ્રહ્મા બાપ ની સાથે-સાથે પોતાનાં ઘર માં ચાલે. પાછળ-પાછળ ન આવે, સાથી બનીને ચાલે. તો સમાન તો બનવું પડે ને? સમાનતા વગર સાથી બનીને નહીં ચાલી શકો અને પછી પોતાનાં રાજ્ય નો પહેલો જન્મ, પહેલો જન્મ તો પહેલો જન્મ જ હશે ને? જો બીજા-ત્રીજા જન્મ માં આવી પણ ગયા, સારું, રાજા પણ બની ગયાં, પરંતુ કહેવાશો તો બીજો-ત્રીજો ને? સાથે ચાલે અને બ્રહ્મા બાપ ની સાથે પહેલાં જન્મ નાં અધિકારી બને - આ છે નંબરવન પાસ વિથ ઓનર વાળા. તો પાસ વિથ ઓનર બનવું છે કે પાસ માર્કસ વાળા જ ઠીક છે. ક્યારેય પણ આ નહીં વિચારતા કે જે અમે કરી રહ્યા છીએ, જે થઈ રહ્યું છે તે બાપદાદા નથી જોતાં. એમાં ક્યારેય અલબેલા નહીં થતાં. જો કોઈ પણ બાળક પોતાનાં દિલ નો ચાર્ટ પૂછે તો બાપદાદા બતાવી શકે છે પરંતુ હમણાં બતાવવાનો નથી. બાપદાદા દરેક મહારથી, ઘોડેસવાર… બધાનો ચાર્ટ જોઈ રહ્યા છે. ઘણી વાર તો બાપદાદા ને બહુ જ તરસ (રહેમ) આવે છે, છે કોણ અને કરે છે શું? પરંતુ જેવી રીતે બ્રહ્મા બાપ કહેતા હતાં ને-યાદ છે શું કહેતા હતાં? ગુડ જાને ગુડ ની ગોથરી જાને. શિવબાબા જાણે અને બ્રહ્મા બાબા જાણે કારણકે બાપદાદા ને રહેમ ખૂબ આવે છે પરંતુ એવાં બાળકો બાપદાદા નાં રહેમ નાં સંકલ્પ ને ટચ નથી કરી શકતાં, કેચ નથી કરી શકતાં, એટલે બાપદાદા એ કહ્યું - ભિન્ન-ભિન્ન પ્રકાર નું રોયલ અલબેલાપણું બાપ જોઈ રહ્યા છે. આજે બાપદાદા કહી જ દે છે કે રહેમ ખૂબ આવે છે. ઘણાં બાળકો એવું સમજે છે કે સતયુગ માં તો ખબર જ નહીં પડશે કોણ શું હતાં? હમણાં તો મોજ મનાવી લો. હમણાં જે કંઈ કરવાનું છે કરી લો. કોઈ રોકવા વાળા નથી, કોઈ જોવા વાળા નથી. પરંતુ આ ખોટું છે. ફક્ત બાપદાદા નામ નથી સંભળાવતા, નામ સંભળાવે તો કાલે ઠીક થઈ જાય.

તો સમજ્યા શું કરવાનું છે? પાંડવો, સમજ્યા કે ન સમજ્યાં? ચાલ્યું જશે? ચાલશે નહીં કારણકે બાપદાદા ની પાસે દરેક નો દરેક દિવસ નો રિપોર્ટ આવે છે. બાપદાદા પરસ્પર પણ રુહરિહાન કરે છે. તો બાપદાદા બધા બાળકો ને ફરી થી ઈશારો આપી રહ્યા છે કે સમય બધા પ્રકાર થી અતિ માં જઈ રહયો છે. માયા પણ પોતાનો અતિ નો પાર્ટ ભજવી રહી છે, પ્રકૃતિ પણ પોતાનો અતિ નો પાર્ટ ભજવી રહી છે. એવા સમય પર બ્રાહ્મણ-બાળકો નું પોતાનાં તરફ અટેન્શન પણ અતિ અર્થાત્ મન-વચન-કર્મ માં અતિ માં જોઈએ. સાધારણ પુરુષાર્થ નહીં. જેવી રીતે બાપદાદા એ જોયું કે સેવા સાથે લગન સારી છે. સેવા માટે એવરરેડી છે, ચાન્સ મળે તો પ્રેમ થી સેવા માટે એવરરેડી છે. પરંતુ હમણાં સેવા માં એડિશન કરો-વાણી ની સાથે-સાથે મન્સા, પોતાનાં આત્મા ને વિશેષ કોઈ ન કોઈ પ્રાપ્તિ નાં સ્વરુપ માં સ્થિત કરી વાણી થી સેવા કરો. એટલે ભાષણ કરી રહ્યા છો તો વાણી થી તો ભાષણ સારું કરો છો જ પરંતુ એ સમયે પોતાની આત્મિક સ્થિતિ માં વિશેષ ભલે શક્તિ ની ભલે શાંતિ ની, કે પરમાત્મ-પ્રેમ ની, કોઈ ન કોઈ વિશેષ અનુભૂતિ ની સ્થિતિ માં સ્થિત કરી મન્સા દ્વારા આત્મિક સ્થિતિ નો પ્રભાવ વાયુમંડળ માં ફેલાવો અને વાણી ની સાથે-સાથે સંદેશ આપો. વાણી દ્વારા સંદેશ આપો, મન્સા આત્મિક સ્થિતિ દ્વારા અનુભૂતિ કરાવો. ભાષણ નાં સમયે તમારા બોલ તમારા મસ્તક થી, નયનો થી, ચહેરા થી એ અનુભૂતિ ની મૂર્ત દેખાય કે આજે ભાષણ તો સાંભળ્યું પરંતુ પરમાત્મ-પ્રેમ ની બહુ જ સારી અનુભૂતિ થઈ રહી હતી. જેવી રીતે ભાષણ નાં રીઝલ્ટ માં કહે છે ખૂબ જ સારું બોલ્યા, ખૂબ સારું, ખૂબ સારી વાતો સંભળાવી, એવી રીતે જ તમારા આત્મ-સ્વરુપ ની અનુભૂતિ નું પણ વર્ણન કરે. મનુષ્ય આત્માઓને વાયબ્રેશન પહોંચે, વાયુમંડળ બને. જ્યારે સાયન્સ નાં સાધનો ઠંડું વાતાવરણ કરી શકે છે, બધા ને મહેસુસ થાય છે બહુ જ ઠંડક સારી આવી રહી છે. ગરમ વાયુમંડળ માં અનુભવ કરાવી શકો છો. સાયન્સ શરદી માં ગરમી નો અનુભવ કરાવી શકે છે, ગરમી માં શરદી નો અનુભવ કરાવી શકે, તો તમારું સાઈલેન્સ શું પ્રેમ સ્વરુપ, સુખ સ્વરુપ, શાંત સ્વરુપ વાયુમંડળ અનુભવ નથી કરાવી શકતું? આ રિસર્ચ કરો. ફક્ત સારું-સારું કર્યુ પરંતુ સારા બની જાઓ, ત્યારે સમાપ્તિ નાં સમય ને સમાપ્ત કરી પોતાનું રાજ્ય લાવશો. કેમ, તમને તમારું રાજ્ય યાદ નથી આવતું? સંગમયુગ શ્રેષ્ઠ છે તે ઠીક છે, હીરાતુલ્ય છે. પરંતુ રહેમદિલ, વિશ્વ-કલ્યાણી બાળકો, પોતાનાં દુઃખી-અશાંત ભાઈ-બહેનો પર રહેમ નથી આવતો? ઉમંગ નથી આવતો, દુઃખમયી સંસાર ને સુખમયી બનાવી દો, આ ઉમંગ નથી આવતો? દુઃખ જોવા ઈચ્છો છો, બીજાનું દુઃખ જોઈ ને પણ રહેમ નથી આવતો? તમારા ભાઈ છે, તમારી બહેનો છે તો દુઃખ જોવું ગમે છે? પોતાનું દયાળુ, કૃપાળુ સ્વરુપ ઈમર્જ કરો. ફક્ત સેવામાં ન લાગી જાઓ, આ પ્રોગ્રામ કર્યો, આ પ્રોગ્રામ કર્યો… ચાલો વર્ષ પૂરું થયું. હવે મર્સીફુલ બનો. ભલે દૃષ્ટિ થી, ભલે અનુભૂતિ થી કે આત્મિક સ્થિતિ નાં પ્રભાવ થી, મર્સીફુલ બનો. રહેમદિલ બનો. અચ્છા.

બાપદાદા એ એક વાત બીજી પણ જોઈ છે, સંભળાવવું સારું નથી લાગતું. ક્યારેક-ક્યારેક, કોઈ-કોઈ બાળકો સારા-સારા પણ બીજા ની વાતો માં બહુ જ પડે છે. બીજા ની વાતો જોવી, બીજા ની વાતો નું વર્ણન કરવું… અને જુએ પણ વ્યર્થ વાતો છે. વિશેષતા એક-બીજા ની વર્ણન કરવી, તે ઓછું છે. દરેક ની વિશેષતા જોવી, વિશેષતા વર્ણન કરવી, એમની વિશેષતા દ્વારા એમને ઉમંગ-ઉત્સાહ અપાવવો, આ ઓછું છે. પરંતુ વ્યર્થ વાતો જે વાતો ને, બાપદાદા કહે છે છોડી દો, પોતાની તો છોડવાની કોશિશ કરે છે, પરંતુ બીજા ની જોવાની પણ આદત છે. એમાં સમય ખૂબ જાય છે. બાપદાદા એક વિશેષ શ્રીમત આપી રહ્યા છે - છે સાધારણ વાત પરંતુ સમય બહુ જ વેસ્ટ જાય છે. બોલ માં નિર્માણ બનો . બોલ માં નિર્માણતા ઓછી ન થવી જોઈએ. ભલે સાધારણ શબ્દ બોલે છે, સમજે છે, એમાં તો બોલવું જ પડશે ને? પરંતુ નિર્માણતા ની બદલે જો કોઈ ઓથોરિટી થી, નિર્માણ બોલ નથી બોલતા તો થોડું કાર્ય નું, સીટ નું, પ પર્સન્ટ અભિમાન દેખાય છે. નિર્માણતા બ્રાહ્મણો નાં જીવન નો વિશેષ શૃંગાર છે. નિર્માણતા મન માં, વાણી માં, બોલ માં, સંબંધ-સંપર્ક માં… હોય. એવું નહીં કે ત્રણ વાતો માં તો હું નિર્માણ છું, એક માં ઓછો છું તો શું થયું? પરંતુ તે એક કમી પાસ વિથ ઓનર થવા નહીં દેશે. નિર્માણતા જ મહાનતા છે . નમવું નથી, નમાવવાનું છે. ઘણાં બાળકો હસવામાં એવું કહી દે છે શું મારે જ નમવાનું છે, આ પણ તો નમે. પરંતુ આ નમવાનું નથી હકીકત માં પરમાત્મા ને પણ પોતાનાં ઉપર નમાવવાનાં છે, આત્મા ની તો વાત જ છોડો. નિર્માણતા નિરહંકારી સ્વતઃ જ બનાવી દે છે. નિરહંકારી બનવાનો પુરુષાર્થ કરવો નથી પડતો. નિર્માણતા દરેક નાં મન માં, તમારા માટે પ્રેમ નું સ્થાન બનાવી દે છે. નિર્માણતા દરેક નાં મન થી તમારા પ્રત્યે દુવાઓ કાઢશે. ખૂબ દુવાઓ મળશે. દુવાઓ પુરુષાર્થ માં લિફ્ટ કરતાં પણ રોકેટ બની જશે. નિર્માણતા એવી વસ્તુ છે. કેવાં પણ કોઈ હશે, ભલે વ્યસ્ત હોય, ભલે કઠોર દિલ વાળા હોય કે ક્રોધી હોય, પરંતુ નિર્માણતા તમને સર્વ દ્વારા સહયોગ અપાવવા ને નિમિત્ત બની જશે. નિર્માણ દરેક નાં સંસ્કાર સાથે સ્વયં ને ચલાવી શકે છે. રીયલ ગોલ્ડ હોવાને કારણે સ્વયં ને મોલ્ડ કરવાની વિશેષતા હોય છે. તો બાપદાદા એ જોયું કે બોલ-ચાલ માં પણ, સંબંધ-સંપર્ક માં પણ, સેવા માં પણ એક-બીજા ની સાથે નિર્માણ સ્વભાવ વિજય પ્રાપ્ત કરાવી દે છે, એટલે આ વર્ષ માં વિશેષ બાપદાદા આ વર્ષ ને નિર્માણ, નિર્મલ વર્ષ નું નામ આપી રહ્યા છે. વર્ષ મનાવશો ને?

બાપદાદા દરેક બાળકો ને આ વર્ષ માં વ્યર્થ થી મુક્ત જોવા ઈચ્છે છે. મુક્ત વર્ષ મનાવો. જે પણ કમી હોય, એ કમજોરી ને મુક્તિ આપો, કારણકે જ્યાં સુધી મુક્તિ નથી આપી ને, તો મુક્તિધામ માં બાપ ની સાથે નહીં ચાલી શકશો. તો મુક્તિ આપશો? મુક્તિ વર્ષ મનાવશો? જે મનાવશે તે આવી રીતે હાથ કરે. મનાવશો? એક-બીજા ને જોઈ લીધાં ને, મનાવશો ને? સારું છે. જો મુક્તિ વર્ષ મનાવ્યું તો બાપદાદા ઝવેરાતો થી જડેલી થાળીઓ માં ખૂબ-ખૂબ મુબારક, ગ્રીટિંગ્સ, વધાઈઓ આપશે. સારું છે, પોતાને પણ મુક્ત કરો. પોતાનાં ભાઈ-બહેનો ને પણ દુઃખ થી દૂર કરો. બિચારાઓ નાં મન થી આ તો ખુશી નો અવાજ નીકળે-અમારા બાપ આવી ગયાં. ઠીક છે? અચ્છા.

ચારેય તરફ નાં સર્વ હોલીએસ્ટ આત્માઓ ને, સદા નિર્માન બની નિર્માણ કરવા વાળા બાપદાદા નાં સમીપ આત્માઓ ને, સદા પોતાનાં પુરુષાર્થ ની વિધિ ને ફાસ્ટ, તીવ્ર કરી સંપન્ન બનવા વાળા સ્નેહી આત્માઓ ને, સદા પોતાનાં બચત નાં ખાતા વધારવા વાળા તીવ્ર પુરુષાર્થી, તીવ્ર બુદ્ધિ વાળા બાળકો ને વિશાળ બુદ્ધિ ની મુબારક. યાદ-પ્યાર સાથે બધા બાળકોને નમસ્તે.

વરદાન :- એક બળ એક ભરોસા નાં આધાર પર માયા ને સરેન્ડર ( સમર્પણ ) કરાવવા વાળા શક્તિશાળી આત્મા ભવ
એક બળ એક ભરોસો અર્થાત્ સદા શક્તિશાળી. જ્યાં એક બળ એક ભરોસો છે ત્યાં કોઈ હલાવી ન શકે. એમની આગળ માયા મૂર્છિત થઈ જાય છે, સરેન્ડર થઈ જાય છે. માયા સરેન્ડર થઈ ગઈ તો સદા વિજયી છે જ. તો આ જ નશો રહે કે વિજય અમારો જન્મસિદ્ધ અધિકાર છે. આ અધિકાર કોઈ છીનવી ન શકે. દિલ માં આ સ્મૃતિ ઈમર્જ રહે કે અમે જ કલ્પ-કલ્પ ની શક્તિઓ અને પાંડવ વિજયી બન્યા હતાં, છીએ અને ફરી બનીશું.
સ્લોગન :- નવી દુનિયાની સ્મૃતિ થી સર્વ ગુણો નું આહવાન કરો અને તીવ્રગતિ થી આગળ વધો.

સુચના :- આજે મહિના નો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, બધા બ્રહ્મા-વત્સ સંગઠિત રુપ માં સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી વિશેષ દયાળુ-કૃપાળુ બાપ ની સાથે દરેક આત્મા પર દયા, કૃપા ની દૃષ્ટિ નાખો. બધાને દુવાઓ આપો અને દુવાઓ લો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.