| 21.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - સાચાં બાપ ની સાથે સાચાં બનો , સચ્ચાઈ નો ચાર્ટ રાખો , જ્ઞાન નો અહંકાર છોડી યાદ માં રહેવાનો પૂરે - પૂરો પુરુષાર્થ કરો” | |
| પ્રશ્ન :- | મહાવીર બાળકો ની મુખ્ય નિશાની કઈ હશે? |
| ઉત્તર :- | મહાવીર બાળકો એ, જેમની બુદ્ધિ માં નિરંતર બાપ ની યાદ હોય. મહાવીર એટલે શક્તિવાન. મહાવીર એ જેમને નિરંતર ખુશી હોય, જે આત્મ-અભિમાની હોય, જરા પણ દેહ અહંકાર ન હોય. એવાં મહાવીર બાળકો ની બુદ્ધિ માં રહે છે કે અમે આત્મા છીએ, બાબા અમને ભણાવી રહ્યા છે. |
ઓમ્ શાંતિ ! રુહાની બાપ રુહાની બાળકો ને પૂછે છે - સ્વયં ને રુહ અથવા આત્મા સમજી ને બેઠાં છો? કારણકે બાપ જાણે છે આ થોડું ડીફીકલ્ટ (મુશ્કેલ) છે, આમાં જ મહેનત છે. જે આત્મ-અભિમાની થઈને બેઠાં છે એમને જ મહાવીર કહેવાય છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવા (કરે) - એમને મહાવીર કહેવાય છે. હંમેશા સ્વયં ને પૂછતા રહો કે અમે આત્મ-અભિમાની છીએ? યાદ થી જ મહાવીર બનો છો, એટલે સુપ્રીમ (સર્વોચ્ચ) બનો છો. બીજા જે પણ ધર્મવાળા આવે છે તે એટલાં સુપ્રીમ નથી બનતાં. તે તો આવે પણ મોડે થી છે. તમે નંબરવાર સુપ્રીમ બનો છો. સુપ્રીમ અર્થાત્ શક્તિવાન અથવા મહાવીર. તો અંદર એ ખુશી થાય છે કે આપણે આત્મા છીએ. આપણા સર્વ આત્માઓ નાં બાપ આપણ ને ભણાવે છે. એ પણ બાપ જાણે છે કોઈ પોતાનો ચાર્ટ ૨૫ ટકા દેખાડે છે, કોઈ ૧૦૦ ટકા દેખાડે છે. કોઈ કહે છે ૨૪ કલાક માં અડધો કલાક યાદ રહે છે તો કેટલાં ટકા થયાં? પોતાની ખૂબ સંભાળ રાખવાની છે. ધીરે-ધીરે મહાવીર બનવાનું છે. ફટ થી નથી બની શકતા, મહેનત છે. તે જે બ્રહ્મજ્ઞાની, તત્વજ્ઞાની છે, એવું ન સમજો તે પોતાને કોઈ આત્મા સમજે છે. તે તો બ્રહ્મ-ઘર ને પરમાત્મા સમજે છે અને સ્વયં ને કહે છે અહમ્ બ્રહ્માસ્મિ. હવે ઘર સાથે થોડો યોગ લગાવાય છે? હમણાં આપ બાળકો સ્વયં ને આત્મા સમજો છો. આ પોતાનો ચાર્ટ જોવાનો છે - ૨૪ કલાક માં કેટલો સમય સ્વયં ને આત્મા સમજીએ છીએ? હમણાં આપ બાળકો જાણો છો આપણે ઈશ્વરીય સર્વિસ પર છીએ, ઓન ગોડલી સર્વિસ (ઈશ્વરીય સેવા પર). આ જ બધાને બતાવવાનું છે કે બાપ ફક્ત કહે છે મનમનાભવ અર્થાત્ સ્વયં ને આત્મા સમજી મને યાદ કરો. આ છે તમારી સર્વિસ. જેટલી તમે સર્વિસ કરશો એટલું ફળ પણ મળશે. આ વાતો સારી રીતે સમજવાની છે. સારા-સારા મહારથી બાળકો પણ આ વાત ને પૂરી સમજતા નથી. આમાં ખૂબ મહેનત છે. મહેનત વગર ફળ થોડી મળી શકે છે?
બાબા જુએ છે કોઈ ચાર્ટ બનાવીને મોકલી દે છે, કોઈ થી તો ચાર્ટ લખવાનું પહોંચતું જ નથી. જ્ઞાન નો અહંકાર છે. યાદ માં બેસવાની મહેનત પહોંચતી નથી. બાપ સમજાવે છે મૂળ વાત છે યાદ ની. સ્વયં પર નજર રાખવાની છે કે અમારો ચાર્ટ કેવો રહે છે? એ નોંધ કરવાની છે. ઘણાં કહે છે ચાર્ટ લખવાની ફુરસદ નથી. મૂળ વાત તો બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી અલ્ફ ને યાદ કરો. અહીં જેટલો સમય બેસો છો તો વચ્ચે-વચ્ચે પોતાનાં દિલ ને પૂછો કે અમે કેટલો સમય યાદ માં બેઠાં? અહીં જ્યારે બેસો છો તો તમારે યાદ માં જ રહેવાનું છે અને ચક્ર ફેરવો તો પણ વાંધો નથી. આપણે બાબા ની પાસે જરુર જવાનું છે. પવિત્ર સતોપ્રધાન બનીને જવાનું છે. આ વાતને સારી રીતે સમજવાની છે. કોઈ તો ફટ થી ભૂલી જાય છે. સાચ્ચો-સાચ્ચો ચાર્ટ પોતાનો બતાવતા નથી. એવા ખૂબ મહારથી છે. સાચું તો ક્યારેય નહીં બતાવે. અડધો કલ્પ જૂઠી દુનિયા ચાલી છે તો જૂઠું જાણે કે અંદર જામી ગયું છે. આમાં પણ જે સાધારણ છે તે તો ઝટ ચાર્ટ લખશે. બાપ કહે છે તમે પાપો ને ભસ્મ કરી પાવન બનશો, યાદ ની યાત્રા થી. ફક્ત જ્ઞાન થી તો પાવન નહીં બનશો. બાકી ફાયદો શું? પોકારો પણ છો પાવન બનવા માટે. એનાં માટે જોઈએ યાદ. દરેકે સચ્ચાઈ થી પોતાનો ચાર્ટ બતાવવો જોઈએ. અહીં તમે પોણો કલાક બેઠાં છો તો જોવાનું છે પોણા કલાક માં અમે કેટલો સમય સ્વયં ને આત્મા સમજી બાપ ની યાદ માં હતાં? ઘણાઓ ને તો સાચું બતાવવામાં લજ્જા (શરમ) આવે છે. બાપ ને સાચું નથી બતાવતાં. તે સમાચાર આપશે આ સર્વિસ કરી, આટલાં ને સમજાવ્યું, આ કર્યુ. પરંતુ યાદ ની યાત્રા નો ચાર્ટ નથી લખતાં. બાપ કહે છે યાદ ની યાત્રા માં ન રહેવાને કારણે તમારું કોઈ ને તીર નથી લાગતું. જ્ઞાન-તલવાર માં બળ નથી ભરાતું. જ્ઞાન તો સંભળાવો છો, બાકી યોગ નું તીર લાગી જાય - તે ખૂબ મુશ્કેલ છે. બાબા તો કહે છે પોણા કલાક માં ૫ મિનિટ પણ યાદ ની યાત્રા માં નહીં બેસતાં હોય. સમજતા જ નથી કે કેવી રીતે સ્વયં ને આત્મા સમજી અને બાપ ને યાદ કરે. ઘણાં તો કહે છે અમે નિરંતર યાદ માં રહીએ છીએ. બાબા કહે છે આ અવસ્થા હમણાં બની ન શકે. જો નિરંતર યાદ કરે પછી તો કર્માતીત અવસ્થા આવી જાય, જ્ઞાન ની પરાકાષ્ઠા થઈ જાય. થોડું જ કોઈને સમજાવવાથી ખૂબ તીર લાગી જાય. મહેનત છે ને? વિશ્વ નાં માલિક કોઈ એમ જ થોડી બની જશે? માયા તમારી બુદ્ધિ નો યોગ ક્યાં નો ક્યાં લઈ જશે. મિત્ર-સંબંધી વગેરે યાદ આવતા રહેશે. કોઈને વિદેશ જવાનું હશે તો બધાં મિત્ર-સંબંધી, સ્ટીમર, એરોપ્લેન વગેરે જ યાદ આવતા રહેશે. વિદેશ જવાની જે પ્રેક્ટિકલ ઈચ્છા છે તે ખેંચે છે. બુદ્ધિ નો યોગ બિલકુલ તૂટી જાય છે. બીજી કોઈ તરફ બુદ્ધિ ન જાય, આમાં ખૂબ મહેનત ની વાત છે. ફક્ત એક બાપ ની જ યાદ રહે. આ દેહ પણ યાદ ન આવે. આ અવસ્થા તમારી અંત માં થશે.
દિવસે-દિવસે જેટલી યાદ ની યાત્રા ને વધારતા રહો, એમાં તમારું જ કલ્યાણ છે. જેટલા યાદ માં રહેશો તેટલી તમારી કમાણી થશે. જો શરીર છૂટી ગયું પછી આ કમાણી તો કરી ન શકે. જઈને નાનાં બાળક બનશે. તો કમાણી શું કરી શકશે? ભલે આત્મા આ સંસ્કાર લઈ જશે પરંતુ શિક્ષક તો જોઈએ ને, જે પછી સ્મૃતિ અપાવે? બાપ પણ સ્મૃતિ અપાવે છે ને? બાપ ને યાદ કરો - આ તમારા સિવાય બીજા કોઈ ને ખબર નથી કે બાપ ની યાદ થી જ પાવન બનશો. તે તો ગંગા-સ્નાન ને જ ઊંચ માને છે. એટલે ગંગા-સ્નાન જ કરતા રહે છે. બાબા તો આ બધી વાતો નાં અનુભવી છે ને? આમણે તો ઘણાં ગુરુ કર્યા છે. તે સ્નાન કરવા જાય છે પાણી નું. અહીં તમારું સ્નાન થાય છે યાદ ની યાત્રા થી. બાપ ની યાદ સિવાય તમારો આત્મા પાવન બની જ ન શકે. એનું નામ જ છે યોગ અર્થાત્ યાદ ની યાત્રા. જ્ઞાન ને સ્નાન નહીં સમજતાં. યોગ નું સ્નાન છે. જ્ઞાન ભણતર છે, યોગ નું સ્નાન છે, જેનાથી પાપ કપાય છે. જ્ઞાન અને યોગ બે ચીજો છે. યાદ થી જ જન્મ-જન્માંતર નાં પાપ ભસ્મ થાય છે. બાપ કહે છે આ યાદ ની યાત્રા થી જ તમે પાવન બની સતોપ્રધાન બની જશો. બાપ તો ખૂબ સારી રીતે સમજાવે છે - મીઠાં-મીઠાં બાળકો, આ વાતો ને સારી રીતે સમજો. આ ભૂલો નહીં. યાદ ની યાત્રા થી જ જન્મ-જન્માંતર નાં પાપ કપાશે, બાકી જ્ઞાન તો છે કમાણી. યાદ અને ભણતર બંને અલગ ચીજ છે. જ્ઞાન અને વિજ્ઞાન - જ્ઞાન એટલે ભણતર, વિજ્ઞાન એટલે યોગ અથવા યાદ. કોને ઊંચું રાખશો - જ્ઞાન કે યોગ? યાદ ની યાત્રા ખૂબ લાંબી છે. એમાં જ મહેનત છે. સ્વર્ગ માં બધાં જશે. સતયુગ છે સ્વર્ગ, ત્રેતા છે સેમી સ્વર્ગ. ત્યાં તો આ ભણતર અનુસાર જઈને વિરાજમાન થશો. બાકી મુખ્ય છે યોગ ની વાત. પ્રદર્શન કે મ્યુઝિયમ વગેરે માં પણ તમે જ્ઞાન સમજાવો છો. યોગ થોડી સમજાવી શકશો? ફક્ત એટલું કહેશો સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાકી જ્ઞાન તો ખૂબ આપો છો. બાપ કહે છે પહેલી-પહેલી વાત જ એ બતાવો કે સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ જ્ઞાન આપવા માટે તમે આટલાં ચિત્ર વગેરે બનાવો છો. યોગ માટે કોઈ ચિત્ર ની જરુર નથી. ચિત્ર બધાં જ્ઞાન ને સમજાવવા માટે બનાવાય છે. સ્વયં ને આત્મા સમજવાથી દેહ-અહંકાર બિલકુલ તૂટી જાય છે. જ્ઞાન માં તો જરુર મુખ જોઈએ વર્ણન કરવા માટે. યોગ ની તો એક જ વાત છે - સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાના છે. ભણતર માં તો શરીર ની આવશ્યક્તા છે. શરીર વગર કેવી રીતે ભણશે તથા ભણાવશે?
પતિત-પાવન બાપ છે તો એમની સાથે યોગ લગાવવો પડે ને? પરંતુ કોઈ જાણતા નથી. બાપ સ્વયં આવીને શીખવાડે છે, મનુષ્ય-મનુષ્ય ને ક્યારેય શીખવાડી ન શકે. બાપ જ કહે છે મને યાદ કરો, આને કહેવાય છે પરમાત્મા નું જ્ઞાન. પરમાત્મા જ જ્ઞાનનાં સાગર છે. આ ખૂબ સમજવાની વાતો છે. બધાને એ જ બોલો કે બેહદ નાં બાપ ને યાદ કરો. એ બાપ નવી દુનિયા સ્થાપન કરે છે. તે સમજતા જ નથી કે નવી દુનિયા સ્થાપન થવાની છે, જે ભગવાન ને યાદ કરે. ધ્યાન માં પણ નથી તો વિચાર કરે જ કેમ? આ પણ તમે જાણો છો. પરમપિતા પરમાત્મા શિવ ભગવાન એક જ છે. કહે પણ છે બ્રહ્મા દેવતાય નમઃ પછી અંત માં કહે છે શિવ પરમાત્માય નમઃ. એ બાપ છે જ ઊંચા માં ઊંચા. પરંતુ એ શું છે? એ પણ નથી સમજતાં. જો પથ્થર-ઠીક્કર માં છે પછી નમઃ શા માટે? અર્થ રહિત બોલતા રહે છે. અહીં તો તમારે અવાજ થી પરે (પાર) જવાનું છે અર્થાત્ નિર્વાણધામ, શાંતિધામ માં જવાનું છે. શાંતિધામ, સુખધામ કહેવાય છે. તે છે સ્વર્ગધામ. નર્ક ને ધામ નહીં કહેવાશે. શબ્દ ખૂબ સહજ છે. ક્રાઈસ્ટ નો ધર્મ ક્યાં સુધી ચાલશે? એ પણ તે લોકો ને કંઈ ખબર નથી. કહે પણ છે ક્રાઈસ્ટ નાં ૩ હજાર વર્ષ પહેલાં પેરેડાઇઝ (વૈકુંઠ) હતું અર્થાત્ દેવી-દેવતાઓ નું રાજ્ય હતું તો પછી ૨ હજાર વર્ષ ક્રિશ્ચન ને થયા, હવે પછી દેવતા ધર્મ હોવો જોઈએ ને? મનુષ્યો ની બુદ્ધિ કંઈ કામ નથી કરતી. ડ્રામા નાં રહસ્ય ને ન જાણવાના કારણે કેટલાં પ્લાન બનાવતા રહે છે? આ વાતો મોટી અવસ્થાવાળી વૃદ્ધ માતાઓ તો સમજી ન શકે. બાપ સમજાવે છે હમણાં તમારા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. વાણી થી પરે જવાનું છે. તે ભલે કહે છે નિર્વાણધામ ગયા પરંતુ જતું કોઈ નથી. પુનર્જન્મ ફરી પણ લે છે જરુર. પાછા કોઈ પણ જતા નથી. વાનપ્રસ્થ માં જવા માટે ગુરુ નો સંગ કરે છે. ઘણાં વાનપ્રસ્થ આશ્રમ છે. માતાઓ પણ ઘણી છે. ત્યાં પણ તમે સર્વિસ કરી શકો છો. વાનપ્રસ્થ નો અર્થ શું છે? તમને બાપ સમજાવે છે. હમણાં તમે બધાં વાનપ્રસ્થી છો. આખી દુનિયા વાનપ્રસ્થી છે. જે પણ મનુષ્ય માત્ર જુઓ છો બધાં વાનપ્રસ્થી છે. સર્વ નાં સદ્દગતિ દાતા એક જ સદ્દગુરુ છે. બધાએ જવાનું જ છે. જે સારી રીતે પુરુષાર્થ કરે છે તે પોતાનું ઊંચ પદ મેળવે છે. આને કહેવાય જ છે - કયામત નો સમય. કયામત ના અર્થ ને પણ તે લોકો સમજતા નથી. આપ બાળકો માં પણ નંબરવાર સમજે છે. ખૂબ ઊંચી મંઝિલ છે. ઘણાં એ સમજવાનું છે - હવે આપણે ઘરે જવાનું છે જરુર. આત્માઓ એ વાણી થી પરે જવાનું છે પછી પાર્ટ રિપીટ કરશે. પરંતુ બાપ ને યાદ કરતાં-કરતાં જશે તો ઊંચ પદ મેળવશે. દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. કોઈ ગંદા કામ, ચોરી વગેરે ન કરવા જોઈએ. તમે પુણ્ય આત્મા બનશો જ યોગ થી, જ્ઞાન થી નહીં. આત્મા પવિત્ર જોઈએ. શાંતિધામ માં પવિત્ર આત્માઓ જ જઈ શકે છે. બધાં આત્માઓ ત્યાં રહે છે. હમણાં આવતા રહે છે. હવે બાકી જે પણ હશે તે અહીં આવતા રહેશે.
આપ બાળકો એ યાદ ની યાત્રા માં ખૂબ રહેવાનું છે. અહીં તમને મદદ સારી મળશે. એક-બીજા નું બળ મળે છે ને? આપ થોડાં બાળકો ની જ તાકાત કામ કરે છે. ગોવર્ધન પહાડ દેખાડે છે ને? આંગળી પર ઉઠાવ્યો. તમે ગોપ-ગોપીઓ છો ને? સતયુગી દેવી-દેવતાઓને ગોપ-ગોપીઓ નથી કહેવાતાં. આંગળી તમે આપો છો. આયરન એજ (કળિયુગ) ને ગોલ્ડન એજ (સ્વર્ગ) અથવા નર્ક ને સ્વર્ગ બનાવવા માટે તમે એક બાપ ની સાથે બુદ્ધિ નો યોગ લગાવો છો. યોગ થી જ પવિત્ર બનવાનું છે. આ વાતો ને ભૂલવાની નથી. આ તાકાત તમને અહીં મળે છે. બહાર તો આસુરી મનુષ્યો નો સંગ રહે છે. ત્યાં યાદ માં રહેવાનું ખૂબ મુશ્કેલ છે. આટલાં અડોલ ત્યાં તમે રહી નહીં શકો. સંગઠન જોઈએ ને? અહીં બધાં એકરસ એક સાથે બેસે છે તો મદદ મળશે. અહીં ધંધો વગેરે કંઈ પણ નથી રહેતું. બુદ્ધિ ક્યાં જશે? બહાર રહેવાથી ધંધો, ઘર વગેરે ખેંચશે જરુર. અહીં તો કંઈ નથી. અહીં નું વાયુમંડળ સારું શુદ્ધ રહે છે. ડ્રામા અનુસાર કેટલાં દૂર પહાડો પર આવીને તમે બેઠાં છો. યાદગાર પણ સામે એક્યુરેટ છે. ઉપર સ્વર્ગ દેખાડ્યું છે. નહીં તો ક્યાં બનાવે? તો બાબા કહે છે અહીં આવીને બેસો છો તો પોતાની તપાસ કરો - અમે બાપ ની યાદ માં બેસીએ છીએ? સ્વદર્શન ચક્ર પણ ફરતું રહે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- પોતાનાં યાદ નાં ચાર્ટ પર પૂરી નજર રાખવાની છે, જોવાનું છે અમે બાપ ને કેટલો સમય યાદ કરીએ છીએ? યાદ નાં સમયે બુદ્ધિ ક્યાં-ક્યાં ભટકે છે?
- આ કયામત નાં સમય માં વાણી થી પરે જવાનો પુરુષાર્થ કરવાનો છે. બાપ ની યાદ ની સાથે દૈવીગુણ પણ જરુર ધારણ કરવાના છે. કોઈ ગંદુ કામ ચોરી વગેરે નથી કરવાનું.
| વરદાન :- |
વ્યર્થ તથા ડિસ્ટર્બ કરવા વાળા બોલ થી મુક્ત ડબલ લાઈટ અવ્યક્ત ફરિશ્તા ભવ અવ્યક્ત ફરિશ્તા બનવું છે તો વ્યર્થ બોલ જે કોઈ ને પણ ગમતા નથી એને સદા માટે સમાપ્ત કરો. વાત હોય છે બે શબ્દો ની પરંતુ એને લંબાવીને બોલતા રહેવું, આ પણ વ્યર્થ છે. જો ચાર શબ્દો માં કામ થઈ શકે છે તો ૧૨-૧૫ શબ્દો માં ન બોલો. કમ બોલો-ધીરે બોલો… આ સ્લોગન ગળા માં નાંખી ને રાખો. વ્યર્થ તથા ડિસ્ટર્બ કરવા વાળા બોલ થી મુક્ત બનો તો અવ્યક્ત ફરિશ્તા બનવામાં ખૂબ મદદ મળશે. |
| સ્લોગન :- | જે સ્વયં ને પરમાત્મ-પ્રેમ ની પાછળ કુરબાન કરે છે, સફળતા એમનાં ગળા ની માળા બની જાય છે. |