ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 22 ઑક્ટોબર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી22 ઑક્ટોબર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

22.10.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - બાપ તમને જે જ્ઞાન ભણાવે છે , એમાં રિદ્ધિ - સિદ્ધિ ની વાત નથી , ભણવામાં કોઈ છૂ - મંત્ર થી કામ નથી ચાલતું”
પ્રશ્ન :- દેવતાઓ ને અક્કલમંદ (બુદ્ધિશાળી) કહેવાશે, મનુષ્યો ને નહીં - શા માટે?
ઉત્તર :- કારણકે દેવતાઓ છે સર્વગુણ સંપન્ન અને મનુષ્યો માં કોઈ પણ ગુણ નથી. દેવતાઓ અક્કલમંદ છે ત્યારે તો મનુષ્ય એમની પૂજા કરે છે. એમની બેટરી ચાર્જ છે એટલે એમને વર્થ પાઉન્ડ (મુલ્યવાન) કહેવાય છે. જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે, વર્થ પેની (ઓછુ મૂલ્ય) બની જાય છે ત્યારે કહેવાશે બેઅક્કલ.

ઓમ્ શાંતિ ! બાપે બાળકો ને સમજાવ્યું છે કે આ પાઠશાળા છે. આ ભણતર છે. આ ભણતર થી આ પદ પ્રાપ્ત થાય છે, આને સ્કૂલ અથવા યુનિવર્સિટી સમજવું જોઈએ. અહીં દૂર-દૂર થી ભણવા માટે આવે છે. શું ભણવા આવે છે? આ લક્ષ-હેતુ બુદ્ધિ માં છે. આપણે ભણવા માટે આવીએ છીએ, ભણાવવા વાળાને શિક્ષક કહેવાય છે. ભગવાનુવાચ છે પણ ગીતા. બીજી કોઈ વાત નથી. ગીતા ભણાવવા વાળા નું પુસ્તક છે, પરંતુ પુસ્તક વગેરે કોઈ ભણાવતા નથી. ગીતા કોઈ હાથ માં નથી. આ તો ભગવાનુવાચ છે. મનુષ્ય ને ભગવાન નથી કહેવાતાં. ભગવાન ઊંચા માં ઊંચા છે એક. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન-આ છે આખું યુનિવર્સ (વિશ્વ). ખેલ કોઈ સૂક્ષ્મવતન તથા મૂળવતન માં નથી ચાલતો, નાટક અહીં જ ચાલે છે. ૮૪ નું ચક્ર પણ અહીં છે. આને જ કહેવાય છે ૮૪ નાં ચક્ર નું નાટક. આ પૂર્વ નિર્ધારિત ખેલ છે. આ ખૂબ સમજવાની વાતો છે કારણકે ઊંચા માં ઊંચા ભગવાન એમની તમને મત મળે છે. બીજી તો કોઈ વસ્તુ નથી. એક ને જ કહેવાય છે સર્વ શક્તિમાન્, વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી (વિશ્વ ની સર્વશક્તિવાન સત્તા). ઓથોરિટી નો પણ અર્થ સ્વયં સમજાવે છે. આ મનુષ્ય નથી સમજતા કારણકે એ બધા છે તમોપ્રધાન, આને કહેવાય જ છે કળિયુગ. એવું નથી કે કોઈ નાં માટે કળિયુગ છે, કોઈ નાં માટે સતયુગ છે, કોઈ નાં માટે ત્રેતા છે. ના, જ્યારે હમણાં છે જ નર્ક તો કોઈ પણ મનુષ્ય એવું ન કહી શકે કે અમારા માટે સ્વર્ગ છે કારણકે અમારી પાસે ધન-સંપત્તિ બહુ જ છે. આ બની ન શકે. આ તો પૂર્વ નિર્ધારિત ખેલ છે. સતયુગ પાસ્ટ (પહેલાં) થઈ ગયો, આ સમયે તો હોય પણ ન શકે. આ બધી સમજવાની વાતો છે. બાપ બધી વાતો સમજાવે છે. સતયુગ માં એમનું રાજ્ય હતું. ભારતવાસી એ સમયે સતયુગી કહેવાતા હતાં. હમણાં જરુર કળિયુગી કહેવાશે. સતયુગી હતાં તો એને સ્વર્ગ કહેવાતું હતું. એવું નથી કે નર્ક ને પણ સ્વર્ગ કહેવાશે. મનુષ્યો ની તો પોત-પોતાની મત છે. ધન નું સુખ છે તો પોતાને સ્વર્ગ માં સમજે છે. મારી પાસે તો બહુ જ સંપત્તિ છે એટલે હું સ્વર્ગ માં છું. પરંતુ વિવેક કહે છે કે નહીં. આ તો છે જ નર્ક. ભલે કોઈની પાસે ૧૦-૨૦ લાખ હોય પરંતુ આ છે જ રોગી દુનિયા. સતયુગ ને કહેવાશે નિરોગી દુનિયા. દુનિયા આ જ છે. સતયુગ માં એને યોગી દુનિયા કહેવાશે, કળિયુગ ને ભોગી દુનિયા કહેવાય છે. ત્યાં છે યોગી કારણકે વિકાર નાં ભોગ-વિલાસ નથી હોતાં. તો આ સ્કૂલ છે આમાં શક્તિ ની વાત નથી. શિક્ષક શક્તિ દેખાડે છે શું ? મુખ્ય ઉદ્દેશ રહે છે, અમે ફલાણા બનીશું. તમે આ ભણતર થી મનુષ્ય થી દેવતા બનો છો. એવું નથી કે કોઈ જાદુ, છૂ મંત્ર અથવા રિદ્ધિ-સિદ્ધિ ની વાત છે. આ તો સ્કૂલ છે. સ્કૂલ માં રિદ્ધિ-સિદ્ધિ ની વાત હોય છે શું ? ભણીને કોઈ ડોક્ટર, કોઈ બેરિસ્ટર બને છે. આ લક્ષ્મી-નારાયણ પણ મનુષ્ય હતાં, પરંતુ પવિત્ર હતાં એટલે એમને દેવી-દેવતા કહેવાય છે. પવિત્ર જરુર બનવાનું છે. આ છે જ પતિત જૂની દુનિયા.

મનુષ્ય તો સમજે છે જૂની દુનિયા બનવામાં લાખો વર્ષ પડ્યા છે. કળિયુગ પછી જ સતયુગ આવશે. હમણાં તમે છો સંગમ પર. આ સંગમ ની કોઈને પણ ખબર નથી. સતયુગ ને લાખો વર્ષ આપી દે છે. આ વાતો બાપ આવીને સમજાવે છે. એમને કહેવાય છે સુપ્રીમ સોલ (સર્વોચ્ચ આત્મા). આત્માઓ નાં બાપ ને બાબા કહેવાશે. બીજું કોઈ નામ હોતું નથી. બાબા નું નામ છે શિવ. શિવ નાં મંદિર માં પણ જાય છે. પરમાત્મા શિવ ને નિરાકાર જ કહેવાય છે. એમનું મનુષ્ય શરીર નથી. તમે આત્માઓ અહીં પાર્ટ ભજવવા આવો છો ત્યારે તમને મનુષ્ય શરીર મળે છે. એ છે શિવ, તમે છો સાલિગ્રામ. શિવ અને સાલિગ્રામો ની પૂજા પણ થાય છે કારણકે ચૈતન્ય માં થઈને ગયા છે. કંઈક કરીને ગયા છે ત્યારે એમનો નામાચાર ગવાય છે અથવા પૂજાય છે. પહેલા નાં જન્મની તો કોઈને ખબર નથી. આ જન્મ માં તો ગાયન કરે છે, દેવી-દેવતાઓ ને પૂજે છે. આ જન્મ માં તો ઘણાં લિડર્સ પણ બની ગયા છે. જે સારા-સારા સાધુ-સંત વગેરે બનીને ગયા છે, એમની સ્ટેમ્પ પણ બનાવે છે નામાચાર માટે. અહીં પછી સૌથી ઊંચું નામ કોનું ગાવામાં આવે? સૌથી મોટા માં મોટું કોણ છે? ઊંચા માં ઊંચા તો એક ભગવાન જ છે. એ છે નિરાકાર અને એમની મહિમા બિલકુલ અલગ છે. દેવતાઓની મહિમા અલગ છે, મનુષ્યો ની મહિમા અલગ છે. મનુષ્યો ને દેવતા ન કહી શકાય. દેવતાઓ માં સર્વગુણ હતાં, લક્ષ્મી-નારાયણ બનીને ગયા છે ને? એ પવિત્ર હતાં, વિશ્વ નાં માલિક હતાં, એમની પૂજા પણ કરે છે, કારણકે પવિત્ર પૂજ્ય છે, અપવિત્ર ને પૂજ્ય નહીં કહેવાશે, અપવિત્ર સદૈવ પવિત્ર ને પૂજે છે. કન્યા પવિત્ર છે તો પૂજાય છે, પતિત બને છે તો બધા નાં પગે પડવું પડે છે. આ સમયે બધા જ છે પતિત, સતયુગ માં બધા પાવન હતાં. તે છે જ પવિત્ર દુનિયા, કળિયુગ છે પતિત દુનિયા ત્યારે જ પતિત-પાવન બાપ ને બોલાવે છે. જ્યારે પવિત્ર છે ત્યારે નથી બોલાવતાં. બાપ સ્વયં કહે છે મને સુખ માં કોઈ પણ યાદ નથી કરતાં. ભારત ની જ વાત છે. બાપ આવે જ ભારત માં છે. ભારત જ આ સમયે પતિત બન્યું છે, ભારત જ પાવન હતું. પાવન દેવતાઓને જોવા હોય તો જઈને મંદિર માં જુઓ. દેવતાઓ બધા છે પાવન, એમાં જે મુખ્ય-મુખ્ય હેડ છે, એમને મંદિરો માં દેખાડે છે. આ લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં બધા પાવન હતાં, યથા રાજા-રાણી તથા પ્રજા, આ સમયે બધા પતિત છે. બધા પોકારતા રહે છે - હે પતિત-પાવન, આવો. સંન્યાસી ક્યારેય શ્રીકૃષ્ણ ને ભગવાન કે બ્રહ્મ નહીં માનશે. તે સમજે છે ભગવાન તો નિરાકાર છે, એમનું ચિત્ર પણ નિરાકાર રીતી થી પૂજાય છે. એમનું એક્યુરેટ નામ શિવ છે. તમે આત્મા જ્યારે અહીં આવીને શરીર ધારણ કરો છો તો તમારું નામ રાખવામાં આવે છે. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. આત્મા એક શરીર છોડી બીજું જઈને લે છે. ૮૪ જન્મ તો જોઈએ ને? ૮૪ લાખ નથી હોતાં. તો બાપ સમજાવે છે આ જ દુનિયા સતયુગ માં નવી હતી, રાઈટિયસ (સત્ય) હતી. આ જ દુનિયા પછી અનરાઈટિયસ (અસત્ય) બની જાય છે. તે છે સચખંડ, બધા સાચું બોલવા વાળા હોય છે. ભારત ને સચખંડ કહેવાય છે. જૂઠખંડ જ પછી સચખંડ બને છે. સાચાં બાપ જ આવીને સચખંડ બનાવે છે. એમને સાચાં પાતશાહ, ટ્રુથ (સત્ય) કહેવાય છે, આ છે જ જૂઠખંડ. મનુષ્ય જે કહે છે એ છે જૂઠ. સેન્સીબુલ (સમજદાર) બુદ્ધિ છે દેવતાઓ, એમને મનુષ્ય પૂજે છે. અક્કલમંદ અને બેઅક્કલ કહેવાય છે. અક્કલમંદ કોણ બનાવે છે પછી બેઅક્કલ કોણ બનાવે છે? એ પણ બાપ બતાવે છે. અક્કલમંદ સર્વગુણ સંપન્ન બનાવવા વાળા છે બાપ. એ સ્વયં આવીને પોતાનો પરિચય આપે છે. જેમ તમે આત્મા છો પછી અહીં શરીર માં પ્રવેશ કરી પાર્ટ ભજવો છો. હું પણ એક જ વાર આમના માં પ્રવેશ કરું છું. તમે જાણો છો એ છે જ એક. એમને જ સર્વશક્તિમાન કહેવાય છે. બીજા કોઈ મનુષ્ય નથી જેમને આપણે સર્વશક્તિમાન કહીએ. લક્ષ્મી-નારાયણ ને પણ ન કહી શકાય કારણકે એમને પણ શક્તિ આપવા વાળા કોઈ છે. પતિત મનુષ્ય માં શક્તિ હોઈ ન શકે. આત્મા માં જે શક્તિ રહે છે એ પછી ધીરે-ધીરે ડિગ્રેડ (ઘટતી) થતી જાય છે અર્થાત્ આત્મા માં જે સતોપ્રધાન શક્તિ હતી તે તમોપ્રધાન શક્તિ થઈ જાય છે. જેમ મોટર નું તેલ ખલાસ થવાથી મોટર બંધ થઈ જાય છે. આ બેટરી ઘડી-ઘડી ડિસ્ચાર્જ નથી થતી, એને પૂરો સમય મળેલો છે. કળિયુગ અંત માં બેટરી ઠંડી થઈ જાય છે. પહેલાં જે સતોપ્રધાન વિશ્વ નાં માલિક હતાં, હમણાં તમોપ્રધાન છે તો તાકાત ઓછી થઈ ગઈ છે. શક્તિ નથી રહી. વર્થ નોટ પેની બની જાય છે. ભારત માં દેવી-દેવતા ધર્મ હતો તો વર્થ પાઉન્ડ હતાં. રિલીજન ઈઝ માઈટ (ધર્મ એ જ શક્તિ) કહેવાય છે. દેવતા ધર્મ માં તાકાત છે. વિશ્વ નાં માલિક છે. શું તાકાત હતી? કોઈ લડવા વગેરેની તાકાત નહોતી. તાકાત મળે છે સર્વશક્તિમાન બાપ પાસે થી. તાકાત શું ચીજ છે?

બાપ સમજાવે છે-મીઠાં-મીઠાં બાળકો, તમારો આત્મા સતોપ્રધાન હતો, હમણાં તમોપ્રધાન છે. વિશ્વ નાં માલિક નાં બદલે વિશ્વ નાં ગુલામ બની ગયા છો. બાપ સમજાવે છે-આ ૫ વિકાર રુપી રાવણ તમારી બધી તાકાત છીનવી લે છે એટલે ભારતવાસી કંગાળ બની ગયા છે. એવું ન સમજો સાયન્સ વાળા માં ખૂબ તાકાત છે, એ તાકાત નથી. આ રુહાની તાકાત છે. જે સર્વશક્તિમાન બાપ સાથે યોગ લગાવવા થી મળે છે. સાયન્સ અને સાઈલેન્સ (શાંતિ) ની આ સમયે જાણે કે લડાઈ છે. તમે શાંતિ માં જાઓ છો, એનું તમને બળ મળી રહ્યું છે. શાંતિ નું બળ લઈને તમે શાંતિ ની દુનિયા માં ચાલ્યા જશો. બાપ ને યાદ કરી સ્વયં ને શરીર થી ડિટૈચ (અલગ) કરી દો છો. ભક્તિમાર્ગ માં ભગવાન ની પાસે જવા માટે તમે ખૂબ માથું માર્યુ છે. પરંતુ સર્વવ્યાપી કહેવાને કારણે રસ્તો મળતો જ નથી. તમોપ્રધાન બની ગયા છે. તો આ ભણતર છે, ભણતર ને શક્તિ નહીં કહેવાશે. બાપ કહે છે પહેલાં તો પવિત્ર બનો અને પછી સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે એની નોલેજ સમજો. નોલેજફુલ તો બાપ જ છે, એમાં શક્તિ ની વાત નથી. બાળકોને આ ખબર નથી કે સૃષ્ટિચક્ર કેવી રીતે ફરે છે? તમે એક્ટર પાર્ટધારી છો ને? આ બેહદ નો ડ્રામા છે. પહેલાં મનુષ્યો નાં નાટક ચાલતા હતાં, એમાં અદલા-બદલી થઈ શકે છે. હવે તો પછી બાયસ્કોપ બન્યાં છે. બાપ ને પણ બાયસ્કોપ નું ઉદાહરણ આપી સમજાવવાનું સહજ થાય છે. એ નાનાં બાયસ્કોપ, આ છે મોટાં. નાટક માં એક્ટર્સ વગેરે ને બદલી શકે છે. આ તો અનાદિ ડ્રામા છે. એક જ વાર જે શૂટ થયું (બની ગયું) છે એ પછી બદલાઈ નથી શકતું. આ આખી દુનિયા બેહદ નું બાયસ્કોપ છે. શક્તિ ની કોઈ વાત જ નથી. અંબા ને શક્તિ કહે છે પરંતુ છતાં પણ નામ તો છે. એમને અંબા કેમ કહે છે? શું કરીને ગયા છે? હવે તમે સમજો છો કે ઊંચા માં ઊંચા છે અંબા અને લક્ષ્મી. અંબા જ પછી લક્ષ્મી બને છે. આ પણ આપ બાળકો જ સમજો છો. તમે નોલેજફુલ પણ બનો છો અને તમને પવિત્રતા પણ શીખવાડે છે. એ પવિત્રતા અડધો કલ્પ ચાલે છે. પછી બાપ જ આવીને પવિત્રતા નો રસ્તો બતાવે છે. એમને બોલાવે જ આ સમય માટે છે કે આવીને રસ્તો બતાવો અને પછી ગાઈડ (માર્ગદર્શક) પણ બનો. એ છે પરમ આત્મા, સુપ્રીમ (સર્વોચ્ચ) નાં ભણતર થી આત્મા સુપ્રીમ (સર્વોચ્ચ) બને છે. સુપ્રીમ પવિત્ર ને કહેવાય છે. હમણાં તો પતિત છો, બાપ તો એવર (સદા) પાવન છે. ફરક છે ને? એ એવર પાવન જ જ્યારે આવીને વારસો આપે અને શીખવાડે. આમના માં પોતે આવીને બતાવે છે કે હું તમારો બાપ છું. મને રથ જરુર જોઈએ, નહીં તો આત્મા બોલે કેવી રીતે? રથ પણ પ્રખ્યાત છે. ગાય છે ભાગ્યશાળી રથ. તો ભાગ્યશાળી રથ છે મનુષ્ય નો, ઘોડા-ગાડી ની વાત નથી. મનુષ્ય નો જ રથ જોઈએ. જે મનુષ્યો ને બેસીને સમજાવે. એમણે પછી ઘોડા-ગાડી દેખાડી દીધી છે. ભાગ્યશાળી રથ મનુષ્ય ને કહેવાય છે. અહીં તો કોઈ-કોઈ જનાવરો ની પણ ખૂબ સારી સેવા થાય છે, જે મનુષ્ય ની પણ નથી થતી. કુતરા ને કેટલો પ્રેમ કરે છે? ઘોડા ને, ગાય ને પણ પ્રેમ કરે છે. કુતરાઓ નું પ્રદર્શન લાગે છે. આ બધાં ત્યાં હોતાં નથી. લક્ષ્મી-નારાયણ કુતરા પાળતા હશે શું?

હવે આપ બાળકો જાણો છો કે આ સમય નાં મનુષ્ય બધા તમોપ્રધાન બુદ્ધિ છે, એમને સતોપ્રધાન બનાવવાનાં છે. ત્યાં તો ઘોડા વગેરે એવા નથી હોતાં જે મનુષ્ય એમની સેવા કરે. તો બાપ સમજાવે છે-તમારી હાલત જુઓ શું થઈ ગઈ છે? રાવણે આ હાલત કરી દીધી છે, આ તમારો દુશ્મન છે. પરંતુ તમને ખબર નથી કે આ દુશ્મન નો જન્મ ક્યારે થાય છે. શિવ નાં જન્મ ની પણ ખબર નથી તો રાવણ નાં જન્મ ની પણ ખબર નથી. બાપ બતાવે છે ત્રેતા નાં અંત અને દ્વાપર નાં આદિ માં રાવણ આવે છે. એમને ૧૦ માથા કેમ દીધાં છે? દર વર્ષે કેમ બાળે છે? આ પણ કોઈ જાણતા નથી. હવે તમે મનુષ્ય થી દેવતા બનવા માટે ભણો છો, જે ભણતા નથી એ દેવતા બની ન શકે. એ પછી આવશે ત્યારે, જ્યારે રાવણ રાજ્ય શરુ થશે. હવે તમે જાણો છો આપણે દેવતા ધર્મ નાં હતાં હવે ફરી સેપલિંગ (કલમ) લાગી રહ્યું છે. બાપ કહે છે હું દર ૫ હજાર વર્ષ પછી તમને આવીને આવી રીતે ભણાવું છું. આ સમયે આખી સૃષ્ટિ નું ઝાડ જૂનું છે. નવું જ્યારે હતું તો એક જ દેવતા ધર્મ હતો પછી ધીરે-ધીરે નીચે ઉતરે છે. બાપ તમને ૮૪ જન્મો નો હિસાબ બતાવે છે કારણકે બાપ નોલેજફુલ છે ને ? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. સાઈલેન્સ (શાંતિ) નું બળ જમા કરવાનું છે. શાંતિ નાં બળ થી શાંતિ ની દુનિયામાં જવાનું છે. બાપ ની યાદ થી તાકાત લઈને ગુલામી થી છૂટવાનું છે, માલિક બનવાનું છે.
  2. સુપ્રીમ (સર્વોચ્ચ) નું ભણતર ભણી આત્મા ને સુપ્રીમ બનાવવાનો છે. પવિત્રતા નાં જ રસ્તા પર ચાલી પવિત્ર બની બીજા ને બનાવવાનાં છે. ગાઈડ (માર્ગદર્શક) બનવાનું છે.
વરદાન :- અલ્ફ ને જાણવા અને પવિત્રતા નાં સ્વધર્મ ને અપનાવવા વાળા વિશેષ આત્મા ભવ
બાપદાદા ને ખુશી થાય છે કે મારુ એક-એક બાળક વિશેષ આત્મા છે-ભલે વૃદ્ધ છે, અભણ છે, નાનું બાળક છે, યુવા છે કે પ્રવૃત્તિ વાળા છે પરંતુ વિશ્વ ની આગળ વિશેષ છે. દુનિયામાં ભલે કોઈ કેટલાં પણ મોટા નેતા હોય, અભિનેતા હોય, વૈજ્ઞાનિક હોય પરંતુ અલ્ફ ને ન જાણ્યા તો શું જાણ્યું? તમે નિશ્ચયબુદ્ધિ થઈ ફલક થી કહો છો કે તમે શોધતા રહો, અમે તો મેળવી લીધાં. પ્રવૃત્તિ માં રહેતાં પવિત્રતા નાં સ્વધર્મ ને અપનાવી લીધો તો પવિત્ર આત્મા વિશેષ આત્મા બની ગયાં.
સ્લોગન :- જે સદા ખુશહાલ રહે છે તે જ સ્વયં ને અને સર્વ ને પ્રિય લાગે છે.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.