| 23.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - તમારી યાત્રા બુદ્ધિ ની છે , આને જ રુહાની યાત્રા કહેવાય છે , તમે સ્વયં ને આત્મા સમજો છો , શરીર નહીં , શરીર સમજવું અર્થાત્ ઉલ્ટું લટકવું” | |
| પ્રશ્ન :- | માયા નાં પામ્પ (ભપકા) માં મનુષ્યો ને કઈ ઈજ્જત મળે છે.? |
| ઉત્તર :- | આસુરી ઈજ્જત. મનુષ્ય કોઈ ને પણ આજે થોડી ઈજ્જત આપે છે, કાલે તેની બેઈજ્જતી કરે છે, ગાળો આપે છે. માયાએ બધાની બેઈજ્જતી કરી છે, પતિત બનાવી દીધાં છે. બાપ આવ્યા છે તમને દૈવી ઈજ્જત વાળા બનાવવા. |
ઓમ્ શાંતિ ! રુહાની બાપ રુહો ને પૂછે છે - ક્યાં બેઠાં છો? તમે કહેશો વિશ્વ ની રુહાની યુનિવર્સિટી માં. રુહાની શબ્દ તો તે લોકો જાણતા નથી. વિશ્વ-વિદ્યાલય તો દુનિયા માં અનેક છે. આ છે આખા વિશ્વ માં એક જ રુહાની વિદ્યાલય. એક જ ભણાવવા વાળા છે. શું ભણાવે છે? રુહાની નોલેજ. તો આ છે સ્પિરિચ્યુઅલ વિદ્યાલય અર્થાત્ રુહાની પાઠશાળા. સ્પિરિચ્યુઅલ અર્થાત્ રુહાની નોલેજ ભણાવવા વાળા કોણ છે? એ પણ આપ બાળકો હમણાં જાણો છો. રુહાની બાપ જ રુહાની નોલેજ ભણાવે છે, એટલે એમને શિક્ષક પણ કહે છે, સ્પિરિચ્યુઅલ ફાધર ભણાવે છે. અચ્છા, પછી શું થશે? આપ બાળકો જાણો છો આ રુહાની નોલેજ થી આપણે આપણો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરીએ છીએ. એક ધર્મ ની સ્થાપના બાકી જે આટલાં બધા ધર્મ છે, તેનો વિનાશ થઈ જશે. આ સ્પિરિચ્યુઅલ નોલેજ નો બધા ધર્મ સાથે શું સંબંધ છે? એ પણ તમે હમણાં જાણો છો. એક ધર્મ ની સ્થાપના આ રુહાની નોલેજ થી થાય છે. આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં ને? તેમને કહેવાશે રુહાની દુનિયા (સ્પિરિચ્યુઅલ વર્લ્ડ) આ સ્પિરિચ્યુઅલ નોલેજ થી તમે રાજયોગ શીખો છો. રાજાઈ સ્થાપન થાય છે. સારું, પછી બીજા ધર્મો સાથે શું સંબંધ છે? બીજા બધા ધર્મ નો વિનાશ કેમ થશે? કારણકે તમે પાવન બનો છો તો તમને નવી દુનિયા જોઈએ. આટલાં બધા અનેક ધર્મ ખતમ થઈ જાય છે, એક ધર્મ રહેશે. તેને કહેવાય છે વિશ્વ માં શાંતિ નું રાજ્ય. હમણાં છે પતિત અશાંતિ નું રાજ્ય પછી બનશે, પાવન શાંતિ નું રાજ્ય. હમણાં તો અનેક ધર્મ છે. કેટલી અશાંતિ છે? બધા પતિત જ પતિત છે. રાવણ નું રાજ્ય છે ને? હવે બાળકો જાણે છે ૫ વિકારો ને જરુર છોડવાના છે. આ સાથે નથી લઈ જવાનાં. આત્મા સારા તથા ખરાબ સંસ્કાર લઈ જાય છે ને? હવે બાપ આપ બાળકોને પવિત્ર બનવાની વાત બતાવે છે. એ પાવન દુનિયા માં કોઈ પણ દુઃખ હોતું નથી. આ સ્પિરિચ્યુઅલ નોલેજ ભણાવવા વાળા કોણ છે? સ્પિરિચ્યુઅલ ફાધર. સર્વ આત્માઓ નાં બાપ. સ્પિરિચ્યુઅલ ફાધર શું ભણાવશે? સ્પિરિચ્યુઅલ નોલેજ, આમાં કોઈ પણ પુસ્તક વગેરે ની આવશ્યક્તા નથી. ફક્ત સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાના છે. પાવન બનવાનું છે. બાપ ને યાદ કરતાં-કરતાં અંત મતી સો ગતિ થઈ જશે. આ છે યાદ ની યાત્રા. યાત્રા શબ્દ સારો છે. તે છે શારીરિક યાત્રાઓ, આ છે રુહાની. તેમાં તો પગપાળા જવું પડે છે, હાથ-પગ ચલાવે છે, આમાં કાંઈ જ નથી. ફક્ત યાદ કરવાના છે. ભલે ક્યાંય પણ હરો, ફરો, ઉઠો, બેસો સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. ડિફિકલ્ટ (મુશ્કેલ) વાત નથી, ફક્ત યાદ કરવાના છે. આ તો રિયલ્ટી (વાસ્તવિકતા) છે ને? પહેલાં તમે ઉલ્ટા ચાલી રહ્યા હતાં. સ્વયં ને આત્મા ની બદલે શરીર સમજવું, તેને કહેવાય છે ઉલ્ટા લટકવું. સ્વયં ને આત્મા સમજવું - આ છે સૂલ્ટુ. અલ્લાહ જ્યારે આવે છે ત્યારે આવીને પાવન બનાવે છે. અલ્લાહ ની પાવન દુનિયા છે, રાવણ ની પતિત દુનિયા છે. દેહ-અભિમાન માં બધા ઉલ્ટા થઈ ગયા છે. હવે એક જ વાર દેહી-અભિમાની બનવાનું છે. તો તમે અલ્લાહ નાં બાળકો છો. અલ્લાહ છું, નહીં કહેશે. આંગળી થી હંમેશા ઉપર ની તરફ ઈશારો કરે છે, તો સિદ્ધ થાય છે અલ્લાહ એ છે. તો અહીં જરુર બીજી ચીજ છે. આપણે એ અલ્લાહ-બાપ નાં બાળકો છીએ. આપણે ભાઈ-ભાઈ છીએ. અલ્લાહ છું, કહેવાથી પછી ઉલ્ટું થઈ જશે કે આપણે બધા બાપ છીએ. પરંતુ ના, બાપ એક છે. એમને યાદ કરવાના છે. અલ્લાહ સદા પવિત્ર છે. અલ્લાહ સ્વયં બેસીને ભણાવે છે. નાનકડી વાત માં મનુષ્ય કેટલાં મુંઝાય છે. શિવ જયંતિ પણ મનાવે છે ને?
શ્રીકૃષ્ણ છે સ્વર્ગ નાં પહેલાં રાજકુમાર, આ બેહદ નાં બાપ એમને રાજ્ય-ભાગ્ય આપે છે. બાપ જે નવી દુનિયા સ્વર્ગ સ્થાપન કરે છે એમાં શ્રીકૃષ્ણ નંબરવન પ્રિન્સ (રાજકુમાર) છે. બાપ બાળકો ને પાવન બનવાની યુક્તિ બતાવે છે. બાળકો જાણે છે સ્વર્ગ જેને વૈકુંઠ, વિષ્ણુપુરી કહે છે, જે પાસ્ટ (પહેલાં) થઈ ગયું છે પછી ફ્યુચર (ભવિષ્ય) માં થશે. ચક્ર ફરતું રહે છે ને? આ જ્ઞાન હમણાં આપ બાળકો ને મળે છે. આ ધારણ કરી અને પછી કરાવવાનું છે. દરેકે શિક્ષક બનવાનું છે. એવું પણ નથી કે શિક્ષક બનવાથી લક્ષ્મી-નારાયણ બનશે. ના, શિક્ષક બનવાથી તમે પ્રજા બનાવશો, જેટલું બધા નું કલ્યાણ કરશો તેટલું જ પદ મેળવશો. સ્મૃતિ રહેશે. બાપ કહે છે ટ્રેન માં આવો છો તો પણ બેજ પર સમજાવો. બાપ પતિત-પાવન, લિબ્રેટર (મુક્તિદાતા) છે. પાવન બનાવવાવાળા છે. ઘણાં ને યાદ કરવા પડે છે. જનાવર, હાથી, ઘોડા વગેરે… કચ્છ, મચ્છ ને પણ અવતાર કહી દે છે. તેમને પણ પૂજતા રહે છે. સમજે છે ભગવાન સર્વવ્યાપી અર્થાત્ બધા માં છે. બધા ને ખવડાવો. સારું, કણ-કણ માં ભગવાન કહે છે પછી તેમને કેવી રીતે ખવડાવશે? બિલકુલ જ સમજ થી જાણે બહાર છે. લક્ષ્મી-નારાયણ વગેરે દેવી-દેવતાઓ થોડી આ કામ કરશે? કીડીઓને અન્ન આપશે, ફલાણા ને આપશે. તો બાપ સમજાવે છે તમે છો રિલીજો પોલિટિકલ. તમે જાણો છો આપણે ધર્મ સ્થાપન કરી રહ્યા છીએ. રાજ્ય સ્થાપન કરવા માટે મિલેટ્રી હોય છે. પરંતુ તમે છો ગુપ્ત. તમારી છે સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી. આખી દુનિયા નાં જે પણ મનુષ્ય માત્ર છે બધા આ ધર્મો થી નીકળી, પોતાનાં ઘરે જશે. આત્માઓ ચાલ્યાં જશે. એ છે આત્માઓનું રહેવાનું ઘર. હમણાં તમે સંગમયુગ પર ભણી રહ્યા છો પછી સતયુગ માં આવીને રાજ્ય કરશો બીજા કોઈ ધર્મ નહીં હોય. ગીત માં પણ છે ને - બાબા, આપ જે આપો છો તે બીજું કોઈ આપી ન શકે. આખું આકાશ, આખી ધરતી તમારી રહે છે. આખા વિશ્વ નાં માલિક તમે બની જાઓ છો. આ પણ હમણાં તમે સમજો છો, નવી દુનિયા માં આ બધી વાતો ભૂલાઈ જશે. આને કહેવાય છે રુહાની સ્પિરિચ્યુઅલ નોલેજ. આપ બાળકોની બુદ્ધિ માં છે કે આપણે દર ૫ હજાર વર્ષ પછી રાજ્ય લઈએ છીએ, પછી ગુમાવીએ છીએ. આ ૮૪ નું ચક્ર ફરતું જ રહે છે. તો ભણતર ભણવું પડે, ત્યારે જઈ શકશો ને?, ભણશો નહીં તો નવી દુનિયા માં જઈ નહીં શકો. ત્યાં તો લિમિટેડ (સિમિત) નંબર છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર ત્યાં જઈને પદ મેળવશો. આટલાં બધા તો ભણશે નહીં. જો બધા ભણે તો પછી બીજા જન્મ માં રાજ્ય પણ મેળવે. ભણવાવાળા ની લિમિટ છે. સતયુગ-ત્રેતા માં આવવા વાળા જ ભણશે. તમારી પ્રજા ખૂબ બનતી રહે છે. મોડે થી આવવા વાળા પાપ તો ભસ્મ કરી ન શકે. પાપ આત્માઓ હશે તો પછી સજાઓ ખાઈ ને ખૂબ થોડું પદ મેળવી લેશે. બેઈજ્જતી થશે. જે હમણાં માયા ની ખૂબ ઈજ્જત વાળા છે, તેઓ બેઈજ્જત બની જશે. આ છે જ ઈશ્વરીય ઈજ્જત. તે છે આસુરી ઈજ્જત. ઈશ્વરીય અથવા દૈવી ઈજ્જત અને આસુરી ઈજ્જત માં રાત-દિવસ નો ફરક છે. આપણે આસુરી ઈજ્જત વાળા હતાં હવે પછી દૈવી ઈજ્જત વાળા બનીએ છીએ. આસુરી ઈજ્જત થી બિલકુલ બેગર (કંગાળ) બની જાઓ છો. આ છે કાંટા ની દુનિયા તો બેઈજ્જતી થઈ ને? પછી કેટલી ઈજ્જત વાળા બનો છો? યથા રાજા-રાણી તથા પ્રજા. બેહદ નાં બાપ તમારી ઈજ્જત ખૂબ ઊંચ બનાવે છે તો એટલો પુરુષાર્થ પણ કરવાનો છે. બધા કહે છે અમે અમારી ઈજ્જત એવી બનાવીએ અર્થાત્ નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બની જઈએ. એમનાં કરતાં ઊંચી ઈજ્જત કોઈ ની નથી. કથા પણ નર થી નારાયણ બનવાની જ સાંભળે છે. અમર કથા, તીજરી ની કથા આ એક જ છે. આ કથા હમણાં જ તમે સાંભળો છો.
આપ બાળકો વિશ્વ નાં માલિક હતાં પછી ૮૪ જન્મ લેતાં નીચે ઉતરતા આવ્યા છો. ફરી પહેલાં નંબર નો જન્મ થશે. પહેલાં નંબર જન્મ માં તમે ખૂબ ઊંચ પદ મેળવો છો. રામ ઈજ્જત વાળા બનાવે છે, રાવણ બેઈજ્જતવાન બનાવી દે છે. આ નોલેજ થી તમે મુક્તિ-જીવનમુક્તિ મેળવો છો. અડધો કલ્પ રાવણ નું નામ નથી રહેતું. આ વાતો હમણાં આપ બાળકો ની બુદ્ધિ માં આવે છે તે પણ નંબરવાર. કલ્પ-કલ્પ આમ જ તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજદાર બનો છો. માયા ગફલત કરાવે છે. બેહદ નાં બાપ ને યાદ કરવાનું જ ભૂલી જાય છે. ભગવાન ભણાવે છે, એ આપણા શિક્ષક બન્યા છે. તો પણ ગેરહાજર રહે છે, ભણતા નથી. દર-દર ધક્કા ખાવાની આદત પડેલી છે. ભણવામાં જેમનું ધ્યાન નથી રહેતું તો તેમને પછી નોકરી માં લગાવી દેવાના હોય છે. ધોબી વગેરે નું કામ રહે છે. એમાં ભણતર ની શું આવશ્યક્તા છે? વેપાર માં મનુષ્ય મલ્ટી મિલેનિયર બની જાય છે. નોકરી માં એટલાં નહીં બને. તેમાં તો ફિક્સ પગાર મળશે. હમણાં તમારું ભણતર છે વિશ્વ ની બાદશાહી માટે. અહીં કહે છે ને અમે ભારતવાસી છીએ. અંત માં પછી તમને કહેશે વિશ્વ નાં માલિક. ત્યાં દેવી-દેવતા ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ હોતો નથી. બાપ તમને વિશ્વનાં માલિક બનાવે છે તો એમની મત પર ચાલવું જોઈએ. કોઈ પણ વિકાર નું ભૂત ન હોવું જોઈએ. આ ભૂત ખૂબ ખરાબ છે. કામી ની હેલ્થ (તબિયત) બગડતી રહે છે. તાકાત ઓછી થઈ જાય છે. આ કામ વિકારે તમારી તાકાત બિલકુલ ખતમ કરી દીધી છે. પરિણામ એ થયું કે આયુષ્ય ઓછું થતું ગયું છે. ભોગી બની ગયા છો. કામી, ભોગી, રોગી બધું બની જાય છે. ત્યાં વિકાર હોતા નથી. તો યોગી હોય છે સદૈવ તંદુરસ્ત અને આયુષ્ય પણ ૧૫૦ વર્ષ નું હોય છે. ત્યાં કાળ ખાતો નથી. આનાં પર એક કથા પણ બતાવે છે - કોઈ ને પૂછ્યું પહેલાં સુખ જોઈએ કે પહેલાં દુઃખ જોઈએ? તો તેમને કોઈએ ઈશારો આપ્યો બોલો પહેલાં સુખ જોઈએ કારણકે સુખ માં ચાલ્યા જશો તો ત્યાં કોઈ કાળ આવશે નહીં. અંદર ઘૂસી ન શકે. એક કથા બનાવી દીધી છે, બાપ સમજાવે છે તમે સુખધામ માં રહો છો તો ત્યાં કોઈ કાળ હોતો નથી. રાવણ રાજ્ય જ નથી. પછી જ્યારે વિકારી બનો છો તો કાળ આવે છે. કથાઓ કેટલી બનાવી દીધી છે? કાળ લઈ ગયો પછી આ થયું? નથી કાળ દેખાતો, નથી આત્મા દેખાતો, આને કહેવાય છે દંતકથાઓ. કનરસ ની ઘણી કહાણીઓ છે. હવે બાપ સમજાવે છે ત્યાં અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. આયુષ્ય લાંબુ હોય છે અને પવિત્ર રહે છે. ૧૬ કળા પછી કળા ઓછી થતાં-થતાં એકદમ કળા વગર નાં થઈ જાય છે. મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી. એક નિર્ગુણ સંસ્થા પણ બાળકો ની છે. કહે છે અમારા માં કોઈ ગુણ નથી. અમને ગુણવાન બનાવો. સર્વગુણ સંપન્ન બનાવો. હવે બાપ કહે છે પવિત્ર બનવાનું છે. મરવાનું પણ છે બધાએ. આટલાં અસંખ્ય મનુષ્ય સતયુગ માં નથી હોતાં. હમણાં તો કેટલાં અનેક છે. ત્યાં બાળક પણ યોગબળ થી થાય છે. અહીં તો જુઓ, કેટલાં બાળકોને જન્મ આપતા રહે છે. બાપ તો પણ કહે છે બાપ ને યાદ કરો. એ બાપ જ ભણાવે છે, શિક્ષક ભણાવવા વાળા યાદ આવે છે. તમે જાણો છો શિવબાબા આપણને ભણાવી રહ્યા છે. શું ભણાવે છે? તે પણ તમને ખબર છે. તો બાપ અથવા શિક્ષક સાથે યોગ લગાવવાનો છે. નોલેજ ઘણી ઊંચી છે. હમણાં તમારી બધાની સ્ટુડન્ટ લાઈફ (વિદ્યાર્થી જીવન) છે. આવી યુનિવર્સિટી ક્યારેય જોઈ, જ્યાં બાળકો, વૃદ્ધ, જુવાન બધા સાથે ભણતા હોય? એક જ સ્કૂલ, એક જ ભણાવવા વાળા શિક્ષક હોય અને જેમાં બ્રહ્મા સ્વયં પણ ભણતા હોય. વન્ડર છે ને? શિવબાબા તમને ભણાવે છે. આ બ્રહ્મા પણ સાંભળે છે. બાળક અથવા વૃદ્ધ કોઈ પણ ભણી શકે છે. તમે પણ ભણો છો ને આ નોલેજ. હવે ભણાવવાનું શરુ કરી દીધું છે. દિવસે-દિવસે સમય ઓછો થતો જાય છે. હવે તમે બેહદ માં ચાલ્યાં ગયા છો. જાણો છો આ ૫ હજાર વર્ષ નું ચક્ર કેવી રીતે પસાર થયું? પહેલાં એક ધર્મ હતો. હમણાં કેટલાં બધા ધર્મ છે? હમણાં સાવરન્ટી (રાજધાની) નહીં કહેવાશે. આને કહેવાય છે પ્રજા નું પ્રજા પર રાજ્ય. પહેલાં-પહેલાં ખૂબ પાવરફુલ ધર્મ હતો. આખા વિશ્વ નાં માલિક હતાં. હવે અધર્મી બની ગયા છે. કોઈ ધર્મ નથી. બધા માં ૫ વિકાર છે. બેહદ નાં બાપ કહે છે - બાળકો, હવે ધીરજ ધરો, બાકી થોડો સમય તમે આ રાવણ રાજ્ય માં છો. સારી રીતે ભણશો તો પછી સુખધામ માં ચાલ્યા જશો. આ છે દુઃખધામ. તમે પોતાનાં શાંતિધામ અને સુખધામ ને યાદ કરો, આ દુઃખધામ ને ભૂલતા જાઓ. આત્માઓ નાં બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે - હે રુહાની બાળકો! રુહાની બાળકોએ આ ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) દ્વારા સાંભળ્યું. આપ આત્માઓ જ્યારે સતયુગ માં સતોપ્રધાન હતાં તો તમારું શરીર પણ ફર્સ્ટ ક્લાસ સતોપ્રધાન હતું. તમે ખૂબ ધનવાન હતાં પછી પુનર્જન્મ લેતાં-લેતાં શું બની ગયા છો! રાત-દિવસ નો ફરક છે. દિવસ માં આપણે સ્વર્ગ માં હતાં, રાત માં આપણે નર્ક માં છીએ. એને કહેવાય છે બ્રહ્મા નો સો બ્રાહ્મણો નો દિવસ અને રાત. ૬૩ જન્મ ધક્કા ખાતા રહે છે, અંધારી રાત છે ને? ભટકતા રહે છે. ભગવાન કોઈને મળતા જ નથી. આને કહેવાય છે ભૂલભૂલૈયા નો ખેલ. તો બાપ આપ બાળકો ને આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં સમાચાર સંભળાવે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- દર-દર ધક્કા ખાવાની આદત છોડી ભગવાન નું ભણતર ધ્યાન થી ભણવાનું છે. ક્યારેય ગેરહાજર નથી રહેવાનું. બાપ સમાન શિક્ષક પણ જરુર બનવાનું છે. ભણીને પછી ભણાવવાનું છે..
- સત્ય નારાયણ ની સાચ્ચી કથા સાંભળી નર થી નારાયણ બનવાનું છે, એવાં ઈજ્જતવાન સ્વયંએ જ સ્વયં ને બનાવવાના છે. ક્યારેય ભૂતો ને વશીભૂત થઈ ઈજ્જત ગુમાવવાની નથી.
| વરદાન :- |
સંબંધ અને પ્રાપ્તિઓ ની સ્મૃતિ દ્વારા સદા ખુશી માં રહેવાવાળા સહજયોગી ભવ સહજયોગી નો આધાર છે - સંબંધ અને પ્રાપ્તિ. સંબંધ નાં આધાર પર પ્રેમ પેદા થાય છે અને જ્યાં પ્રાપ્તિઓ હોય છે ત્યાં મન-બુદ્ધિ સહજ જાય છે. તો સંબંધ માં મારાપણા નાં અધિકાર થી યાદ કરો, દિલ થી કહો - મારા બાબા અને બાપ દ્વારા જે શક્તિઓ નો, જ્ઞાન નો, ગુણો નો, સુખ-શાંતિ, આનંદ, પ્રેમ નો ખજાનો મળ્યો છે એને સ્મૃતિ માં ઈમર્જ કરો, આનાથી અપાર ખુશી રહેશે અને સહજયોગી પણ બની જશો. |
| સ્લોગન :- | દેહભાન થી મુક્ત બનો તો બીજા બધા બંધન સ્વતઃ ખતમ થઈ જશે. |