ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 24 ઑક્ટોબર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી24 ઑક્ટોબર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

24.10.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - બેહદ ની અપાર ખુશી નો અનુભવ કરવા માટે દરેક પળ બાબા ની સાથે રહો”
પ્રશ્ન :- બાપ પાસે થી કયા બાળકો ને ઘણી-ઘણી તાકાત મળે છે?
ઉત્તર :- જેમને નિશ્ચય છે કે અમે બેહદ વિશ્વ નું પરિવર્તન કરવા વાળા છીએ, અમારે બેહદ વિશ્વ નાં માલિક બનવાનું છે. અમને ભણાવવા વાળા સ્વયં વિશ્વ નાં માલિક બાપ છે. એવાં બાળકો ને બહુ જ તાકાત મળે છે.

ઓમ્ શાંતિ ! મીઠાં-મીઠાં રુહાની બાળકો ને અથવા આત્માઓ ને રુહાની બાપ પરમપિતા પરમાત્મા ભણાવે છે અને સમજાવે છે કારણકે બાળકો જ પાવન બનીને સ્વર્ગ નાં માલિક બનવાનાં છે ફરી થી. આખા વિશ્વ નાં બાપ તો એક જ છે. આ બાળકો ને નિશ્ચય હોય છે. આખા વિશ્વ નાં બાપ, સર્વ આત્માઓ નાં બાપ આપ બાળકો ને ભણાવી રહ્યા છે. આટલું મગજ માં બેસે છે? કારણકે મગજ છે તમોપ્રધાન, લોખંડ નું વાસણ, આયરન એજ (કળિયુગી). મગજ આત્મા માં હોય છે. તો આટલું મગજ માં બેસે છે? આટલી તાકાત મળે છે સમજવાની કે બરોબર બેહદ નાં બાપ આપણ ને ભણાવી રહ્યા છે, આપણે બેહદ વિશ્વ ને પલટાવીએ છીએ. આ સમયે બેહદ સૃષ્ટિ ને દોજક (નર્ક) કહેવાય છે. આ જાણો છો કે સમજો છો ગરીબ દોજક માં છે બાકી સંન્યાસી, સાહૂકાર, મોટા પદ વાળા બહિશ્ત (સ્વર્ગ) માં છે? બાપ સમજાવે છે આ સમયે જે પણ મનુષ્યમાત્ર છે બધા દોજક માં છે. આ બધી સમજવાની વાતો છે કે આત્મા કેટલો નાનો છે. આટલાં નાના આત્મા માં બધી નોલેજ રહેતી નથી કે ભૂલાવી દો છો? વિશ્વ નાં સર્વ આત્માઓ નાં બાપ તમારી સમ્મુખ બેસી તમને ભણાવી રહ્યા છે. આખો દિવસ બુદ્ધિ માં આ યાદ રહે છે કે બરોબર બાબા અમારી સાથે અહીં છે? કેટલો સમય બેસે છે? કલાક, અડધો કલાક કે આખો દિવસ? આ મગજ માં રાખવાની પણ તાકાત જોઈએ. ઈશ્વર પરમપિતા પરમાત્મા તમને ભણાવે છે. બહાર જ્યારે પોતાનાં ઘરો માં રહો છો તો ત્યાં સાથે નથી. અહીં પ્રેક્ટિકલ માં તમારી સાથે છે. જેમ કોઈનાં પતિ બહાર છે, પત્ની અહીં છે તો એમ થોડી કહેશે કે અમારી સાથે છે? બેહદ નાં બાપ તો એક જ છે. બાપ બધા માં તો નથી ને? બાપ જરુર એક જગ્યાએ બેસતા હશે. તો આ મગજ માં આવે છે કે બેહદ નાં બાપ આપણ ને નવી દુનિયાનાં માલિક બનાવવા માટે લાયક બનાવી રહ્યા છે? દિલ માં એટલાં પોતાને લાયક સમજો છો કે આપણે આખા વિશ્વ નાં માલિક બનવાના છીએ? આમાં તો બહુ જ ખુશીની વાત છે. આનાથી વધારે ખુશી નો ખજાનો તો કોઈ ને મળતો નથી. હવે તમને ખબર પડી છે આ બનવાના છીએ. આ દેવતાઓ ક્યાનાં માલિક છે, આ પણ સમજો છો. ભારત માં જ દેવતાઓ બનીને ગયાં છે. આ તો આખા વિશ્વનાં માલિક બનવા વાળા છે. આટલું મગજ માં છે? એ ચલન છે? એ વાતચીત કરવાનો ઢંગ છે, એ મગજ છે? કોઈ વાત માં ઝટ ગુસ્સો કરી દીધો, કોઈને નુકસાન પહોંચાડ્યું, કોઈની ગ્લાનિ કરી દીધી, એવી ચલન તો નથી ચાલતાં? સતયુગ માં આ ક્યારેય કોઈ ની ગ્લાનિ થોડી કરે છે? ત્યાં ગ્લાનિ નાં છી-છી વિચાર વાળા હશે જ નહીં. બાપ તો બાળકો ને કેટલાં જોર થી ઉઠાવે (બાપ તો બાળકો ને ગેરંટી કરે છે) છે. તમે બાપ ને યાદ કરો તો પાપ કપાઈ જશે. તમે હાથ ઉઠાવો છો પરંતુ તમારી એવી ચલન છે? બાપ ભણાવે છે, આ મગજ માં જોર થી બેસે છે? બાબા જાણે છે ઘણાઓ નો નશો સોડાવોટર થઈ જાય છે. બધા ને એટલો ખુશી નો પારો નથી ચઢતો. જ્યારે બુદ્ધિ માં બેસે ત્યારે નશો ચઢે. વિશ્વ નાં માલિક બનાવવા માટે બાપ જ ભણાવે છે.

અહીં તો બધા છે પતિત, રાવણ સંપ્રદાય. કથા છે ને-રામે વાનરો ની સેના લીધી. પછી આ-આ કર્યું. હવે તમે જાણો છો બાબા રાવણ પર જીત અપાવી લક્ષ્મી-નારાયણ બનાવે છે. અહીં આપ બાળકો ને કોઈ પૂછે છે, તમે ફટ થી કહેશો અમને ભગવાન ભણાવે છે. ભગવાનુવાચ, જેમ શિક્ષક કહેશે અમે તેમને બેરિસ્ટર અથવા ફલાણા બનાવીએ છીએ. નિશ્ચય થી ભણાવે છે અને તે બની જાય છે. ભણવા વાળા પણ નંબરવાર હોય છે ને? પછી પદ પણ નંબરવાર મેળવે છે, આ પણ ભણતર છે. બાબા મુખ્ય ઉદ્દેશ સામે બતાવી રહ્યા છે. તમે સમજો છો આ ભણતર થી આપણે આ બનીશું. ખુશી ની વાત છે ને? આઈ.સી.એસ. ભણવા વાળા પણ સમજશે - અમે આ ભણીને પછી આ કરીશું, ઘર બનાવીશું, આવું કરીશું. બુદ્ધિ માં ચાલે છે. અહીં પછી આપ બાળકો ને બાપ ભણાવે છે. બધાએ ભણવાનું છે, પવિત્ર બનવાનું છે. બાપ સાથે પ્રતિજ્ઞા કરવાની છે કે અમે કોઈ પણ અપવિત્ર કર્મ નહીં કરીશું. બાપ કહે છે જો કોઈ ઉલ્ટું કામ કરી લીધું તો કરેલી કમાણી ચટ થઈ જશે. આ મૃત્યુલોક જૂની દુનિયા છે. આપણે ભણીએ છીએ નવી દુનિયા માટે. આ જૂની દુનિયા તો ખતમ થઈ જવાની છે. સરકમસ્ટાંશ (પરિસ્થિતિઓ) પણ એવી છે. બાપ આપણ ને ભણાવે જ છે અમરલોક માટે. આખી દુનિયાનું ચક્ર બાપ સમજાવે છે. હાથ માં કોઈ પણ પુસ્તક નથી, ઓરલી (મોઢે) બાપ સમજાવે છે. પહેલી-પહેલી વાત બાપ સમજાવે છે-સ્વયં ને આત્મા નિશ્ચય કરો. આત્મા ભગવાન બાપ નું બાળક છે. પરમપિતા પરમાત્મા પરમધામ માં રહે છે. આપણે આત્માઓ પણ ત્યાં રહીએ છીએ. પછી ત્યાંથી નંબરવાર અહીં આવીએ-જઈએ છીએ પાર્ટ ભજવવા માટે. આ મોટું બેહદ નું સ્ટેજ છે. આ સ્ટેજ પર પહેલાં એક્ટર્સ (પાર્ટધારી) પાર્ટ ભજવવા ભારત માં, નવી દુનિયામાં આવે છે. આ એમની એક્ટિવિટી (પ્રવૃત્તિ) છે. તમે એમની મહિમા પણ ગાઓ છો. શું તેમને મલ્ટી મિલયેનર કહેવાશે? તે લોકો ની પાસે તો અગણિત અથાહ ધન રહે છે. બાપ તો એવું કહેશે ને-આ લોકો, કારણકે બાપ તો બેહદનાં છે. આ પણ ડ્રામા બનેલો છે. તો જેમ શિવબાબા એ આમને આવાં સાહૂકાર બનાવ્યા તો ભક્તિમાર્ગ માં પછી એમનું (શિવનું) મંદિર બનાવે છે પૂજા માટે. પહેલાં-પહેલાં એમની પૂજા કરે છે જેમણે પૂજ્ય બનાવ્યાં. બાપ રોજ-રોજ સમજાવે તો ખૂબ છે, નશો ચઢાવવા માટે. પરંતુ નંબરવાર પુરુષાર્થ અનુસાર જે સમજે છે, તે સર્વિસ માં (સેવામાં) લાગ્યા રહે છે તો તાજા રહે છે. નહીં તો વાસી થઈ જાય છે. બાળકો જાણે છે બરોબર આ ભારત માં રાજ્ય કરતા હતાં તો બીજો કોઈ ધર્મ નહોતો. ડીટીઝ્મ જ હતું. પછી બીજા-બીજા ધર્મ આવે છે. હમણાં તમે સમજો છો આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે. સ્કૂલ માં મુખ્ય ઉદ્દેશ તો જોઈએ ને? સતયુગ આદિ માં આ રાજ્ય કરતા હતાં પછી ૮૪ નાં ચક્ર માં આવ્યા છે. બાળકો જાણે છે આ છે બેહદ નું ભણતર. જન્મ-જન્માંતર તો હદ નું ભણતર ભણતા આવ્યા છો, આમાં ખૂબ પાક્કો નિશ્ચય જોઈએ. આખી સૃષ્ટિ ને પલટાવવા વાળા, રિજ્યુવનેટ કરવા વાળા અર્થાત્ નર્ક ને સ્વર્ગ બનાવવા વાળા બાપ આપણને ભણાવી રહ્યા છે. એટલું જરુર છે મુક્તિધામ તો બધા જઈ શકે છે. સ્વર્ગ માં તો બધા નહીં આવશે. આ હવે તમે જાણો છો આપણ ને બાપ આ વિષય સાગર વૈશ્યાલય થી કાઢે છે. હમણાં બરોબર વૈશ્યાલય છે. ક્યાર થી શરુ થાય છે, આ પણ તમે જાણી ગયા છો. ૨૫૦૦ વર્ષ થયા જ્યારે આ રાવણ રાજ્ય શરુ થયું છે. ભક્તિ શરુ થઈ છે. તે સમયે દેવી-દેવતા ધર્મ વાળા જ છે, તે વામમાર્ગ માં આવી ગયાં. ભક્તિ માટે જ મંદિર બનાવે છે. સોમનાથ નું મંદિર કેટલું મોટું બનાવેલું છે? હિસ્ટ્રી તો સાંભળી છે. મંદિર માં શું હતું? તો એ સમયે કેટલાં ધનવાન હશે! ફક્ત એક મંદિર તો નહીં હોય ને? હિસ્ટ્રી માં એક નું નામ લખ્યું છે. મંદિર તો અનેક રાજાઓ બનાવે છે. એક-બીજા ને જોઈને પૂજા તો બધા કરશે ને? અનેક મંદિર હશે. ફક્ત એક ને તો નહીં લુંટ્યું હોય? બીજા પણ મંદિર આજુ-બાજુ હશે. ત્યાં ગામડાઓ કોઈ દૂર-દૂર નથી હોતાં. એક-બીજા ની નજીક જ હોય છે કારણકે ત્યાં ટ્રેન વગેરે તો નહીં હશે ને? બહુ જ નજીક એક-બીજા ની પાસે રહેતા હશે ધીમે-ધીમે સૃષ્ટિ ફેલાતી જાય છે.

હમણાં આપ બાળકો ભણી રહ્યા છો. ઊંચા માં ઊંચા બાપ તમને ભણાવે છે. આ તો નશો હોવો જોઈએ ને? ઘર માં ક્યારેય રોવા-કૂટવાનું નથી. અહીં તમારે દૈવી ગુણ ધારણ કરવાના છે. આ પુરુષોત્તમ સંગમયુગ માં આપ બાળકોને ભણાવાય છે. આ છે વચ્ચે નો સમય જ્યારે તમે ચેન્જ (પરિવર્તન) થાઓ છો. જૂની દુનિયા થી નવી દુનિયા માં જવાનું છે. હમણાં તમે પુરુષોત્તમ સંગમયુગ પર ભણી રહ્યા છો. ભગવાન તમને ભણાવે છે. આખી દુનિયાને પલટાવે છે. જૂની દુનિયાને નવી બનાવી દે છે, જે નવી દુનિયાનાં પછી તમારે માલિક બનવાનું છે. બાપ બંધાયેલા છે તમને યુક્તિ બતાવવા માટે. તો પછી આપ બાળકોએ પણ એનાં પર અમલ કરવાનો છે. આ તો સમજો છો આપણે અહીં નાં રહેવા વાળા નથી. તમે આ થોડી જાણતા હતાં કે અમારી રાજધાની હતી? હમણાં બાપે સમજાવ્યું છે - રાવણ નાં રાજ્ય માં તમે બહુ જ દુઃખી છો. આને કહેવાય જ છે વિકારી દુનિયા. આ દેવતાઓ છે સંપૂર્ણ નિર્વિકારી. પોતાને વિકારી કહે છે. હવે આ રાવણ રાજ્ય ક્યાર થી શરુ થયું? શું થયું? જરા પણ કોઈ ને ખબર નથી. બુદ્ધિ બિલકુલ તમોપ્રધાન છે. પારસ બુદ્ધિ સતયુગ માં હતી, તો વિશ્વ નાં માલિક હતાં, અથાહ સુખી હતાં. એનું નામ જ છે સુખધામ. અહીં તો અથાહ દુઃખ છે. સુખ ની દુનિયા અને દુઃખ ની દુનિયા કેવી છે? આ પણ બાપ સમજાવે છે. સુખ કેટલો સમય? દુઃખ કેટલો સમય ચાલે છે? મનુષ્ય તો કંઈ નથી જાણતાં. તમારા માં પણ નંબરવાર સમજતા રહે છે. સમજાવવા વાળા તો છે બેહદ નાં બાપ. શ્રીકૃષ્ણ ને બેહદનાં બાપ થોડી કહેવાશે? દિલ થી લાગતું જ નથી. પરંતુ કોને બાપ કહેવાય-કંઈ પણ સમજતા નથી. ભગવાન સમજાવે છે. મારી ગ્લાનિ કરે છે, હું તમને દેવતા બનાવું છું, મારી કેટલી ગ્લાનિ કરી છે? પછી દેવતાઓની પણ ગ્લાનિ કરી દીધી છે, એટલાં મૂઢમતી મનુષ્ય બની ગયા છે. કહે છે ભજ ગોવિંદ… બાપ કહે છે - હે મૂઢમતી, ગોવિંદ-ગોવિંદ, રામ-રામ કહેતા બુદ્ધિ માં કંઈ આવતું નથી કે કોને ભજીએ છીએ? પથ્થર બુદ્ધિ ને મૂઢમતી જ કહેવાશે. બાપ કહે છે હવે હું તમને વિશ્વ નાં માલિક બનાવું છું. બાપ સર્વ નાં સદ્દગતિ દાતા છે.

બાપ સમજાવે છે તમે પોતાનાં પરિવાર વગેરે માં કેટલાં ફસાયેલા છો! ભગવાન જે કહે છે તે તો બુદ્ધિ માં લાવવું જોઈએ પરંતુ આસુરી મત થી ઘેરાયેલા છે તો ઈશ્વરીય મત પર ચાલે કેવી રીતે? ગોવિંદ કોણ છે? શું ચીજ છે? તે પણ જાણતા નથી. બાપ સમજાવે છે તમે કહેશો બાબા, તમે અનેકવાર અમને સમજાવ્યું છે. આ પણ ડ્રામા માં નોંધ છે, બાબા, અમે ફરીથી તમારી પાસે થી આ વારસો લઈ રહ્યા છીએ. અમે નર થી નારાયણ જરુર બનીશું. સ્ટુડેન્ટ ને ભણતર નો નશો જરુર રહે છે, અમે આ બનીશું. નિશ્ચય રહે છે. હવે બાપ કહે છે તમારે સર્વગુણ સંપન્ન બનવાનું છે. કોઈ ને ક્રોધ વગેરે નથી કરવાનો. દેવતાઓ માં ૫ વિકાર હોતાં નથી. શ્રીમત પર ચાલવું જોઈએ. શ્રીમત પહેલાં-પહેલાં કહે છે સ્વયં ને આત્મા સમજો. તમે આત્મા પરમધામ થી અહીં આવ્યા છો પાર્ટ ભજવવા, આ તમારું શરીર વિનાશી છે. આત્મા તો અવિનાશી છે. તો તમે સ્વયં ને આત્મા સમજો-હું આત્મા પરમધામ થી અહીં આવ્યો છું પાર્ટ ભજવવાં. હમણાં અહીં દુઃખી થાઓ છો ત્યારે કહો છો મુક્તિધામ માં જઈએ. પરંતુ તમને પાવન કોણ બનાવે? બોલાવે પણ એક ને જ છે, તો એ બાપ આવીને કહે છે-મારા મીઠાં-મીઠાં બાળકો, સ્વયં ને આત્મા સમજો, દેહ ન સમજો. હું આત્માઓને સમજાવું છું. આત્માઓ જ બોલાવે છે-હે પતિત-પાવન, આવીને પાવન બનાવો. ભારત માં જ પાવન હતાં. હવે ફરી બોલાવે છે–પતિત થી પાવન બનાવીને સુખધામ માં લઈ જાઓ. શ્રીકૃષ્ણની સાથે તમારી પ્રીત તો છે. શ્રીકૃષ્ણ માટે સૌથી વધારે વ્રત, નિયમ વગેરે કુમારીઓ, માતાઓ રાખે છે. નિર્જળ રહે છે. કૃષ્ણપુરી અર્થાત્ સતયુગ માં જઈએ. પરંતુ જ્ઞાન નથી એટલે ખૂબ હઠ વગેરે કરે છે. તમે પણ આટલું કરો છો, કોઈને સંભળાવવા માટે નહીં, સ્વયં કૃષ્ણપુરી માં જવા માટે. તમને કોઈ રોકતું નથી. તે લોકો ગવર્મેન્ટ ની સામે ઉપવાસ વગેરે રાખે છે, હઠ કરે છે - હેરાન કરવા માટે. તમારે કોઈ ની પાસે જીદ કરીને નથી બેસવાનું. નથી કોઈએ તમને શીખવાડ્યું.

શ્રીકૃષ્ણ તો છે સતયુગ નાં ફર્સ્ટ પ્રિન્સ. પરંતુ આ કોઈ ને પણ ખબર નથી પડતી. શ્રીકૃષ્ણ ને તે દ્વાપર માં લઈ ગયા છે. બાપ સમજાવે છે - મીઠાં-મીઠાં બાળકો, ભક્તિ અને જ્ઞાન બે ચીજો અલગ છે. જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત. કોની? બ્રહ્મા ની રાત અને દિવસ. પરંતુ એનો અર્થ નથી સમજતા ગુરુ, નથી સમજતા એમનાં ચેલા. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ નાં રહસ્ય બાપે આપ બાળકો ને સમજાવ્યાં છે. જ્ઞાન દિવસ, ભક્તિ રાત અને એનાં પછી છે વૈરાગ. તે જાણતા નથી. જ્ઞાન, ભક્તિ, વૈરાગ શબ્દ એક્યુરેટ છે, પરંતુ અર્થ નથી જાણતાં. હવે આપ બાળકો સમજી ગયા છો, જ્ઞાન બાપ આપે છે તો એનાંથી દિવસ થઈ જાય છે. ભક્તિ શરુ થાય તો રાત કહેવાય છે કારણકે ધક્કા ખાવા પડે છે. બ્રહ્મા ની રાત સો બ્રાહ્મણો ની રાત, પછી હોય છે દિવસ. જ્ઞાન થી દિવસ, ભક્તિ થી રાત. રાત્રે તમે વનવાસ માં બેઠાં છો પછી દિવસ માં તમે કેટલાં ધનવાન બની જાઓ છો? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. સ્વયં નાં દિલ થી પૂછવાનું છે :-
  2. બાપ પાસે થી આટલો જે ખુશી નો ખજાનો મળે છે એ મગજ માં બેસે છે?
  3. બાબા આપણ ને વિશ્વ નાં માલિક બનાવવા આવ્યા છે તો એવી ચલન છે? વાતચીત કરવાનો ઢંગ એવો છે? ક્યારેય કોઈની ગ્લાનિ તો નથી કરતા?
  4. બાપ સાથે પ્રતિજ્ઞા કર્યા પછી કોઈ અપવિત્ર કર્મ તો નથી થતાં?
વરદાન :- સાક્ષી સ્થિતિ માં સ્થિત થઈ પરિસ્થિતિઓ નાં ખેલ ને જોવા વાળા સંતોષી આત્મા ભવ
કેવી પણ હલાવવા વાળી પરિસ્થિતિ હોય પરંતુ સાક્ષી સ્થિતિ માં સ્થિત થઈ જાઓ તો અનુભવ કરશો જેવી રીતે પપેટ શો (કઠપૂતળીનો ખેલ) છે. રીયલ (સાચ્ચું) નથી. પોતાની શાન માં રહેતાં ખેલ ને જુઓ. સંગમયુગ ની શ્રેષ્ઠ શાન છે સંતુષ્ટમણી બનવું તથા સંતોષી બનીને રહેવું. આ શાન માં રહેવા વાળા આત્મા પરેશાન નથી થઈ શકતાં. સંગમયુગ પર બાપદાદા ની વિશેષ-દેન સંતુષ્ટતા છે.
સ્લોગન :- એવાં ખુશનુમ: બનો જે મન ની ખુશી ચહેરા થી સ્પષ્ટ દેખાય.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.