ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 25 ઑક્ટોબર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી25 ઑક્ટોબર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

25.10.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - બાપ ની એક નજર મળવાથી આખા વિશ્વ નાં મનુષ્ય માત્ર નિહાલ થઈ જાય છે , એટલે કહેવાય છે નજર સે નિહાલ…”
પ્રશ્ન :- આપ બાળકો નાં દિલ માં ખુશી નાં નગારા વાગવા જોઈએ - શા માટે?
ઉત્તર :- કારણકે તમે જાણો છો - બાબા આવ્યા છે બધા ને સાથે લઈ જવાં. હવે આપણે આપણા બાપ ની સાથે ઘરે જઈશું. હાહાકાર પછી જયજયકાર થવાનો છે. બાપ ની એક નજર થી આખા વિશ્વ ને મુક્તિ-જીવનમુક્તિ નો વારસો મળવાનો છે. આખું વિશ્વ નિહાલ થઈ જશે.

ઓમ્ શાંતિ ! રુહાની શિવબાબા પોતાનાં રુહાની બાળકો ને સમજાવે છે. આ તો જાણો છો કે ત્રીજું નેત્ર પણ હોય છે. બાપ જાણે છે આખી દુનિયાનાં જે પણ આત્માઓ છે, બધા ને હું વારસો આપવા આવ્યો છું. બાપ નાં દિલ માં તો વારસો જ યાદ હશે. લૌકિક બાપ નાં દિલ માં પણ વારસો જ યાદ હશે. બાળકોને વારસો આપશે. બાળક નથી હોતું તો મૂંઝાય છે, કોને આપીએ? પછી એડોપ્ટ (દત્તક) કરી લે છે. અહીં તો બાપ બેઠાં છે, એમની તો આખી દુનિયાનાં જેટલા પણ આત્માઓ છે, બધા તરફ નજર જાય છે. જાણે છે બધા ને મારે વારસો આપવાનો છે. ભલે બેઠાં અહીં છે પરંતુ નજર આખા વિશ્વ પર અને આખા વિશ્વ નાં મનુષ્ય માત્ર પર છે કારણકે આખા વિશ્વને જ નિહાલ કરવાનું હોય છે. બાપ સમજાવે છે આ છે પુરુષોત્તમ સંગમયુગ. તમે જાણો છો બાબા આવેલા છે બધા ને શાંતિધામ, સુખધામ લઈ જવાં. બધા નિહાલ થઈ જવાના છે. ડ્રામા પ્લાન અનુસાર કલ્પ-કલ્પ નિહાલ થઈ જશે. બાપ બધા બાળકો ને યાદ કરે છે. નજર તો જાય છે ને? બધા નહીં ભણશે. ડ્રામા પ્લાન અનુસાર બધા એ પાછા જવાનું છે કારણકે નાટક પૂરું થાય છે. થોડું આગળ ચાલશે તો પોતે પણ સમજી જશે હવે વિનાશ થાય છે. હવે નવી દુનિયા ની સ્થાપના થવાની છે કારણકે આત્મા તો છતાં પણ ચૈતન્ય છે ને? તો બુદ્ધિ માં આવી જશે - બાપ આવેલા છે. પેરેડાઈઝ (વૈકુંઠ) સ્થાપન થશે અને આપણે શાંતિધામ માં ચાલ્યા જઈશું. બધા ની ગતિ થશે ને? બાકી તમારી સદ્દગતિ થશે. હમણાં બાબા આવેલા છે. આપણે સ્વર્ગ માં જઈશું. જયજયકાર થઈ જશે. હમણાં તો બહુ જ હાહાકાર છે. ક્યાંક અકાળ પડી રહ્યો છે, ક્યાંક લડાઈ ચાલી રહી છે, ક્યાંક ભૂકંપ થાય છે. હજારો મરતા રહે છે. મોત તો થવાનું જ છે. સતયુગ માં આ વાતો હોતી નથી. બાપ જાણે છે હમણાં હું આવું છું પછી આખા વિશ્વ માં જયજયકાર થઈ જશે. હું ભારતમાં જ જઈશ. આખા વિશ્વ માં ભારત જાણે ગામ છે. બાબા માટે તો ગામ થયું. ખૂબ થોડા મનુષ્ય હશે. સતયુગ માં આખું વિશ્વ જાણે એક નાનકડું ગામ હતું. હવે તો કેટલી વૃદ્ધિ થઈ ગઈ છે? બાપ ની બુદ્ધિ માં તો બધું છે ને? હવે આ શરીર દ્વારા બાળકોને સમજાવી રહ્યા છે. તમારો પુરુષાર્થ એ જ ચાલે છે જે કલ્પ-કલ્પ ચાલ્યો છે. બાપ પણ કલ્પવૃક્ષ નાં બીજરુપ છે. આ છે કોર્પોરિયલ (સાકારી) ઝાડ. ઉપર છે ઇનકોર્પોરિયલ (નિરાકારી) ઝાડ. તમે જાણો છો આ કેવી રીતે બનેલું છે? આ સમજ બીજા કોઈ મનુષ્ય માં નથી. બેસમજ અને સમજદાર માં ફર્ક જુઓ! ક્યાં સમજદાર સ્વર્ગ માં રાજ્ય કરતા હતાં, એને કહેવાય જ છે સચખંડ, હેવન (સ્વર્ગ).

હવે આપ બાળકો ને અંદર ખૂબ ખુશી થવી જોઈએ. બાબા આવેલા છે, આ જૂની દુનિયા તો જરુર બદલાશે. જેટલો-જેટલો જે પુરુષાર્થ કરશે, એટલું પદ મેળવશે. બાપ તો ભણાવી રહ્યા છે. આ તમારી સ્કુલ ની તો ખૂબ વૃદ્ધિ થતી રહેશે. ઘણાં બધા થઈ જશે. બધા ની સ્કૂલ એક સાથે થોડી હશે? આટલાં રહેશે ક્યાં? આપ બાળકોને યાદ છે - હવે આપણે જઈએ છીએ સુખધામ. જેમ કોઈ પણ વિદેશમાં જાય છે તો ૮-૧૦ વર્ષ જઈને રહે છે ને? પછી આવે છે ભારત માં. ભારત તો ગરીબ છે. વિદેશવાળા ને અહીં સુખ નહીં મળે. તેમ આપ બાળકો ને પણ અહીં સુખ નથી. તમે જાણો છો આપણે ખૂબ ઊંચું ભણતર ભણી રહ્યા છીએ, જેનાથી આપણે સ્વર્ગ નાં માલિક દેવતા બનીએ છીએ. ત્યાં કેટલું સુખ હશે. એ સુખ ને બધા યાદ કરે છે. આ ગામ (કળિયુગ) તો યાદ પણ ન આવી શકે, આમાં તો અથાહ દુઃખ છે. આ રાવણ રાજ્ય, પતિત દુનિયા માં આજે અપરંપાર દુઃખ છે કાલે પછી અપરંપાર સુખ હશે. આપણે યોગબળ થી અથાહ સુખવાળી દુનિયા સ્થાપન કરી રહ્યા છીએ. આ રાજયોગ છે ને? બાપ સ્વયં કહે છે હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. તો આવા બનાવવા વાળા શિક્ષક ને યાદ કરવા જોઈએ ને? શિક્ષક વગર બેરિસ્ટર, એન્જિનિયર વગેરે થોડી બની શકાય છે? આ પછી છે નવી વાત. આત્માઓએ યોગ લગાવવાનો છે પરમાત્મા-બાપ ની સાથે, જેમનાથી જ ઘણો સમય અલગ રહ્યા છે. બહુકાળ શું? એ પણ બાપ જાતે જ સમજાવતા રહે છે. મનુષ્ય તો લાખો વર્ષ આયુ કહી દે છે. બાપ કહે છે - ના, આ તો દર ૫ હજાર વર્ષ પછી તમે જે પહેલાં-પહેલાં વિખૂટા થયા છો એ જ આવીને બાપ ને મળો છો. તમારે જ પુરુષાર્થ કરવાનો છે. મીઠાં-મીઠાં બાળકો ને કોઈ તકલીફ નથી આપતા, ફક્ત કહે છે સ્વયં ને આત્મા સમજો. જીવ આત્મા છે ને? આત્મા અવિનાશી છે. જીવ વિનાશી છે. આત્મા એક શરીર છોડી બીજુ લે છે, આત્મા ક્યારેય જૂનો નથી થતો. વન્ડર છે ને? ભણાવવા વાળા પણ વન્ડરફુલ, ભણતર પણ વન્ડરફુલ છે. કોઈ ને પણ યાદ નથી, ભૂલાઈ જાય છે. પહેલા નાં જન્મ માં શું ભણતા હતાં, કોઈ ને યાદ છે શું? આ જન્મ માં તમે ભણો છો, રિઝલ્ટ (પરિણામ) નવી દુનિયા માં મળે છે. આ ફક્ત આપ બાળકો ને ખબર છે. આ યાદ રહેવું જોઈએ - હમણાં આ પુરુષોત્તમ સંગમયુગ છે, આપણે નવી દુનિયા માં જવાના છીએ. આ યાદ રહે તો પણ તમને બાપની યાદ રહેશે. યાદ માટે બાપ અનેક ઉપાય બતાવે છે. બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. ત્રણેય રુપ માં યાદ કરો. કેટલી યુક્તિઓ આપતા રહે છે યાદ કરવાની. પરંતુ માયા ભૂલાવી દે છે. બાપ જે નવી દુનિયા સ્થાપન કરે છે, બાપે જ બતાવ્યું છે આ પુરુષોત્તમ સંગમયુગ છે, આ યાદ કરો છતાં પણ યાદ કેમ નથી કરી શકતાં? યુક્તિઓ બતાવે છે યાદ ની. પછી સાથે-સાથે કહે પણ છે માયા ખૂબ દુશ્તર છે. ઘડી-ઘડી તમને ભૂલાવશે અને દેહ-અભિમાની બનાવી દેશે એટલે જેટલું બની શકે યાદ કરતા રહો. ઉઠતાં-બેસતાં, ચાલતાં-ફરતાં દેહ ની બદલે સ્વયં ને દેહી સમજો. આ છે મહેનત. નોલેજ તો ખૂબ સહજ છે. બધા બાળકો કહે છે યાદ રહેતી નથી. તમે બાપ ને યાદ કરો છો, માયા પછી પોતાની તરફ ખેંચી લે છે. આનાં પર જ આ ખેલ બનેલો છે. તમે પણ સમજો છો અમારો બુદ્ધિયોગ જે બાપ ની સાથે અને ભણવાનાં વિષય માં હોવો જોઈએ, એ નથી, ભૂલી જઈએ છીએ. પરંતુ તમારે ભૂલવું ન જોઈએ. હકીકત માં આ ચિત્રો ની પણ જરુર નથી. પરંતુ ભણાવતી વખતે કંઈક તો આગળ (બતાવવા માટે) જોઈએ ને? કેટલાં ચિત્ર બનતા રહે છે? પાંડવ ગવર્મેન્ટ નાં પ્લાન જુઓ કેવા છે? એ ગવર્મેન્ટ નાં પણ પ્લાન છે. તમે સમજો છો નવી દુનિયા માં ફક્ત ભારત જ હતું, ખૂબ નાનું હતું. આખું ભારત વિશ્વ નું માલિક હતું. એવરીથિંગ ન્યુ (બધું જ નવું) હોય છે. દુનિયા તો એક જ છે. એક્ટર્સ પણ એ જ છે, ચક્ર ફરતું જાય છે. તમે ગણતરી કરશો, આટલી સેકન્ડ, આટલાં કલાક, દિવસ, વર્ષ પૂરાં થયા પછી ચક્ર ફરતું રહેશે. આજકાલ કરતાં-કરતાં ૫ હજાર વર્ષ પૂરાં થઈ ગયા છે. બધા દૃશ્યો, ખેલ-પાલ થતા આવે છે. કેટલુ મોટું બેહદ નું ઝાડ છે? ઝાડ નાં પાન તો ગણી ન શકાય. આ ઝાડ છે. એનું ફાઉન્ડેશન (પાયો) દેવી-દેવતા ધર્મ છે, પછી આ ત્રણ ધર્મ મુખ્ય નીકળેલા છે. બાકી ઝાડ નાં પાન તો કેટલાં અસંખ્ય છે? કોઈની તાકાત નથી જે ગણતરી કરી શકે. આ સમયે બધા ધર્મો નાં ઝાડ ની વૃદ્ધિ થઈ ગઈ છે. આ બેહદ નું મોટું ઝાડ છે. આ બધા ધર્મ પછી નહીં રહેશે. હમણાં આખું ઝાડ ઊભું છે, બાકી ફાઉન્ડેશન નથી. બેનિયન ટ્રી (વડ નાં ઝાડ) નું દૃષ્ટાંત એકદમ એક્યુરેટ (બરોબર) છે. આ એક જ વન્ડરફુલ ઝાડ છે, બાપે દૃષ્ટાંત પણ ડ્રામા માં આ રાખ્યું છે સમજાવવા માટે. ફાઉન્ડેશન નથી. તો આ સમજ ની વાત છે. બાપે તમને કેટલાં સમજદાર બનાવ્યા છે! હવે દેવતા ધર્મ નું ફાઉન્ડેશન નથી. બાકી થોડી નિશાનીઓ છે - જેટલું લોટ માં મીઠું હોય છે. પ્રાય: આ નિશાનીઓ બાકી રહી છે. તો બાળકો ની બુદ્ધિમાં આ બધું જ્ઞાન આવવું જોઈએ. બાપ ની પણ બુદ્ધિ માં નોલેજ છે ને? તમને પણ બધી નોલેજ આપી આપ સમાન બનાવી રહ્યા છે. બાપ બીજરુપ છે અને આ ઉલ્ટું ઝાડ છે. આ મોટો બેહદ નો ડ્રામા છે. હવે તમારી બુદ્ધિ ઉપર ચાલી ગઈ છે. તમે બાપ ને અને રચના ને જાણી લીધાં છે. ભલે શાસ્ત્રો માં છે ઋષિ-મુનિ કેવી રીતે જાણશે? એક પણ જાણતા હોત તો પરંપરા ચાલે. જરુર જ નથી. જ્યારે સદ્દગતિ થઈ જાય છે, વચ્ચે થી કોઈ પણ પાછા નથી જઈ શકતાં. નાટક પૂરું થાય ત્યાં સુધી બધા એક્ટર્સ અહીં હોય છે, જ્યાં સુધી બાપ અહીં છે, જ્યારે ત્યાં બિલકુલ ખાલી થઈ જશે ત્યારે તો શિવબાબા ની બારાત (જાન) જશે. પહેલાં થી તો નહીં જઈને બેસશે. તો બાપ બધું જ્ઞાન આપે છે. આ દુનિયાનું ચક્ર કેવી રીતે રિપીટ થાય છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ… પછી સંગમ હોય છે. ગાયન છે પરંતુ સંગમયુગ ક્યારે હોય છે? એ કોઈ ને ખબર નથી.

આપ બાળકો સમજી ગયા છો - ૪ યુગ છે. આ છે લીપયુગ, આને મિડગેટ (વચલો દરવાજો) કહેવાય છે. શ્રીકૃષ્ણ ને પણ મિડગેટ દેખાડે છે. તો આ છે નોલેજ. નોલેજ ને તોડી-ફોડી ને ભક્તિ માં શું બનાવી દીધી છે? જ્ઞાન નું આખું સૂત મૂંઝાયેલું છે. એમને સમજાવવા વાળા તો એક જ બાપ છે. પ્રાચીન રાજયોગ શીખવાડવા માટે વિદેશ માં જાય છે. એ તો આ જ છે ને? પ્રાચીન અર્થાત્ પહેલું. સહજ રાજયોગ શીખવાડવા બાપ આવ્યા છે. કેટલું અટેન્શન રહે છે? તમે પણ અટેન્શન રાખો છો કે સ્વર્ગ સ્થાપન થઈ જાય. આત્મા ને યાદ તો આવે છે ને? બાપ કહે છે. આ નોલેજ જે હું હમણાં તમને આપું છું પછી હું જ આવીને આપીશ. આ નવી દુનિયા માટે નવું જ્ઞાન છે. આ જ્ઞાન બુદ્ધિ માં રહેવાથી ખુશી બહુ જ થાય છે. બાકી થોડો સમય છે. હવે જવાનું છે. એક તરફ ખુશી થાય છે, બીજી તરફ પછી દુઃખ પણ થાય છે. અરે, આવાં મીઠાં બાબા આપણે ફરી કલ્પ પછી જોઈશું. બાપ જ બાળકો ને આટલું સુખ આપે છે ને? બાપ આવે જ છે - શાંતિધામ-સુખધામ માં લઈ જવાં. તમે શાંતિધામ-સુખધામ ને યાદ કરો તો બાપ પણ યાદ આવશે. આ દુઃખધામ ને ભૂલી જાઓ. બેહદનાં બાપ બેહદ ની વાત સંભળાવે છે. જૂની દુનિયાથી તમારું મમત્વ નીકળતું જશે તો ખુશી પણ થશે. તમે રિટર્ન માં પછી સુખધામ માં જાઓ છો. સતોપ્રધાન બનતા જશો. કલ્પ-કલ્પ જે બન્યા છે એ જ બનશે અને એમને જ ખુશી થશે પછી જૂનું શરીર છોડી દેશે. પછી નવું શરીર લઈને સતોપ્રધાન દુનિયા માં આવશે. આ નોલેજ ખલાસ થઈ જશે. વાત તો ખૂબ સહજ છે. રાત્રે સૂતી વખતે આમ-આમ સિમરણ કરો તો પણ ખુશી રહેશે. અમે આ બની રહ્યા છીએ. આખા દિવસ માં અમે કોઈ શૈતાની તો નથી કરી? ૫ વિકારો માંથી કોઈ વિકારે અમને સતાવ્યા તો નથી? લોભ તો નથી આવ્યો? પોતાનાં ઉપર તપાસ રાખવાની છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. યોગબળ થી અથાહ સુખો વાળી દુનિયા સ્થાપન કરવાની છે. આ દુઃખ ની જૂની દુનિયાને ભૂલી જવાની છે. ખુશી રહે કે અમે સચખંડ નાં માલિક બની રહ્યા છીએ.
  2. રોજ સ્વયં ની તપાસ કરવાની છે કે આખા દિવસ માં કોઈ વિકારે સતાવ્યા તો નથી? કોઈ આસુરી કામ તો નથી કર્યું? લોભ ને વશ તો નથી થયાં?
વરદાન :- વરદાતા દ્વારા સર્વ શ્રેષ્ઠ સંપત્તિ નું વરદાન પ્રાપ્ત કરવા વાળા સંપત્તિવાન ભવ
કોઈ ની પાસે જો ફક્ત સ્થૂળ સંપત્તિ છે તો પણ સદા સંતુષ્ટ નથી રહી શકતાં. સ્થૂળ સંપત્તિ ની સાથે જો સર્વગુણો ની સંપત્તિ, સર્વશક્તિઓ ની સંપત્તિ અને જ્ઞાન ની શ્રેષ્ઠ સંપત્તિ નથી તો સંતુષ્ટતા સદા નથી રહી શકતી. તમારા બધા ની પાસે તો આ બધી શ્રેષ્ઠ સંપત્તિઓ છે. દુનિયા વાળા ફક્ત સ્થૂળ સંપત્તિ વાળા ને સંપત્તિવાન સમજે છે પરંતુ વરદાતા બાપ દ્વારા આપ બાળકો ને સર્વ શ્રેષ્ઠ સંપત્તિવાન ભવ નું વરદાન મળેલું છે.
સ્લોગન :- સાચ્ચી સાધના દ્વારા હાય-હાય ને વાહ-વાહ માં પરિવર્તન કરો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.